Telegram Web Link
LAUNCHING TODAY😍

પ્રોજેક્ટ નવયોદ્ધા: CCE મુખ્ય પરીક્ષા માટેનો બદલાવ

💁‍♂️ THE GOLDEN CHARCOAL ટીમ દ્વારા એક ક્રાંતિકારી શરૂઆત

🔗 CCE મુખ્ય પરીક્ષા માટેના પ્રોજેક્ટ નવયોદ્ધામાં પોતાનું નામ નોંધાવવા આપેલ લિંક ઉપર ક્લિક કરો: https://forms.gle/keaYzSsUzPXLF3HUA
"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં." - કવિ શ્રી હરીન્દ્ર દવે


ગુજરાતી કાવ્ય ક્ષેત્રે જેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તેવા કવિ શ્રી હરીન્દ્ર દવેનો જન્મ કચ્છ જિલ્લાના ખંભરામાં થયો હતો. લેખક, નિબંધકાર, ગીતકાર તેમજ પત્રકાર તરીકે પોતાની બહુમૂલી સેવાઓ આપનાર કવિ શ્રી હરીન્દ્ર દવેના પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ "હયાતી"નું સંપાદન કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રણય-મસ્તી, વેદના અને ખુમારીનાં સંવેદનોથી રસાયેલી તેમની કવિતાઓમાં પરંપરાની સાથે સાંપ્રતકાલીન સંધાન પણ જોવા મળે છે...

#GujaratInformation5121
દરેક ગુજરાતીને ગર્વ થાય તેવા ગુજરાતી સારસ્વત સાહિત્યકારો વિશે થોડામાં ઘણું....
=°=°=°=°=°=°=°=°=°=°=

નરસિંહરાવ દિવેટિયાએ મંગળ મંદિર ખોલ્યાં.

ત્યાં તો વળી દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યું.

'ગની' દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતાં શીખવ્યું.

'અમૃત ‘ઘાયલે' શાનદાર જીવ્યાનો દાખલો આપ્યો.

જ્યારે દૂધમાં સાકરની જેમ ભળી જવાનો ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.

મરીઝે ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.

શૂન્ય પાલનપુરીએ મંદિરમાં દેવોનાં દર્શન કરાવ્યાં.

ધૂમકેતુ તો “મરિયમેય ન મળી, કાગળેય ન મળ્યો”ના દુ:ખદ સંદેશા લાવ્યા.

ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યો.

ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.

સરસ્વતીચન્દ્રને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.

રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઊડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!

ખબરદારે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.

બોટાદકર પાસેથી જનનીની જોડ જગે નહીં જડે, રે લોલ! જેવું અદ્ભુત કાવ્ય મળ્યું.

છ અક્ષરના નામમાં પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.

બાલાશંકર કંથારિયાએ જીવનમંત્ર આપ્યો કે, ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, તે અતિ પ્યારું ગણી લેજે.

રાવજી પટેલે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'થી જાણે કે હૃદય કંપાવી દીધું.

ઇન્દુલાલ ગાંધીએ આંધળી માનો અતિ લાગણીસભર અને ભાવાત્મક કાગળ પહોચાડયો.

અખાએ તમને મૂરખ બનતા બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.”

સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું કે, “જાવું જરૂર છે, બંદર છોને દૂર છે.”

રાજેન્દ્ર શુક્લના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવ-જાવ શું છે?

નરસિંહ મહેતા સાથે તો વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.

હેમન્ત દેસાઈને મનગમતું ગમ્યું કે, “બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં કોઈ પણ મને ગમે.”

જ્યારે જયંત પાઠકે આપણને માણસમાં રાખ્યા, ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.”

બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં.

કૃષ્ણલાલ શ્રીધરાણીએ આપણને સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, વળી ધૂપથી શ્વાસ રૂંધાય, ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય, ન નૈવેદ્ય તારું આ ! પૂજારી તું પાછો જા !

“પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યા.

પ્રીતમે હરિનો મારગ શૂરાનો બતાવ્યો.

મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે ભરાય તેવો જ નથી, ”ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ”

ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડું વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્ય વયમાં છોડી શકાય !”

સુરેશ દલાલે તો એવું કહ્યું છે કે, તમે વાતો કરો તો થોડું સારું લાગે.

“હું તો બસ ફરવા આવ્યો છું!” આવું કહેનાર નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.

‘બેફામ’ કહે છે કે, તોયે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી”

જયંતી દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી“

કુન્દનિકા કાપડિયા સાથે તો જાણે સાત પગલાં આકાશમાં ભર્યાં.

“ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહેશો? રાજેન્દ્ર શાહ

શયદા “તું કહે છે કે અશ્રુ ચાલ્યાં જાય છે, પણ હું કહું છું, કે આ તો જિંદગી ધોવાય છે.

પિનાકિન ઠાકોર સાથે હું તો પોકારું, "હે ભુવન ભુવનના સ્વામી"

કલાપીતમને તો શું કહેવાનું જ હોય, અહીઁ તો જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની.

કુમારપાળ દેસાઈએ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’

“યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે” ખરું કહ્યું નર્મદે

શ્યામ સાધુજી ની "બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી. ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં"

કરસનદાસ માણેક તમારું જીવન અંજલિ થયું.

મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને છે, કે પકડું કલમને, ને હાથ આખે આખો બળે છે?

‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલસમ્રાટના શિષ્ય, માટે બનવું તમારા શિષ્ય.

નાથાલાલ દવે તો કહે છે કે કામ કરે ઈ જીતે રે માલમ ! કામ કરે ઈ જીતે.

દિનકર જોશી સાહેબ, પ્રકાશના કાંઈ પડછાયા હોય ?

“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!

ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા પણ, આખા આ આયખાનું શું?

“માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું" સંસ્કૃતિરાણી દેસાઈ તમે કદાચ મળી જશો.

તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી “જીવીએ પહેલાં, પછી લખાય તો ઠીક છે, ન લખાય તો પણ કંઈ વસવસો નથી”

“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા

ચન્દ્રકાન્ત શેઠે કહ્યું કે, “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.”

અશોક દવે તમારે તો લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે..!!!

ડો. દર્શક પરમાર શિક્ષણ માં આધ્યાત્મિકતા જરૂરી છે તે શીખવ્યું.
અને
ડૉ. જીતુભાઈ વાઢેર કહે છે મહેનત કરવા માંડો નહિતર *એક_સદીનો_પોરો* લેવો પડશે.. 🫣
MEGA SURPRISE for HIGH COURT STUDENTS

👉🏻 હાઇકોર્ટ મુખ્ય પરીક્ષા માટેનો ગુજરાતનો સૌથી પ્રતિષ્ઠિત વર્કશોપ હાઇકોર્ટના વિદ્યાર્થીઓ માટે FREE માં આપવામાં આવે છે.

👉🏻 આજે 1:00 વાગે લાઈવ લેક્ચર દ્વારા તેને આપણી એપ્લિકેશનમાં FREE કરી દેવામાં આવશે.

🔗 એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://play.google.com/store/apps/details?id=co.ted.stnps

🔗 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો: https://www.youtube.com/live/ADT4Bp2EX1k?si=bWNIwRo0t1hZPScJ
📚સિંચાઇ વિશે જાણવા જેવુ📚
~~~~
💠ગુુજરાતમા સૌથી વધુ કૂવાઓની સંખ્યા
🎲જુનાગઢ

💠ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઇ
🎲મહેસાણા

💠ગુજરાતમાં સૌથી વધુ સિંચાઇ
🎲 કૂવા દ્વારા

💠ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો
  🎲મહેસાણા માં 1935માં વડોદરા રાજ્ય તરફથી

💠સૌથી વધારે પાતાળ કૂવા
🎲સુરેન્દ્રનગર

💠ગુજરાતમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઇ
🎲આણંદ અને ખેડા જિલ્લા મા

💠નહેરો દ્વારા સિંચાઇ
🎲સુરત જિલ્લા માં

💠ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર
🎲 મહેસાણા

💠સૌથી ઓછો પિયત વિસ્તાર
🎲 ડાંગ
🙏🙏🙏🙏🙏
નીચેનામાંથી કયા સ્થળોએથી મોતી બનાવવાના કારખાનાં પ્રાપ્ત થયાં છે?

1.લોથલ. 2.ધોળાવીરા. 3.કુંતાસી. 4. ચાન્હુદડો
Anonymous Quiz
15%
ફક્ત 4
20%
1,3
37%
1,4
29%
1,3,4
હડપ્પીય સંસ્કૃતિના લોકોના સંદર્ભે ધાતુ અને સ્ત્રોત વિષે કઈ જોડ ખોટી છે?
Anonymous Quiz
12%
તાંબુ - ખેતડી ( રાજ્સ્થાન )
22%
ચાંદી - મેસોપોટેમીયા ( ઈરાક )
40%
સોનું - હિમાલય અને દક્ષિણ ભારત
27%
કાંસુ - અફઘનિસ્તાન
પ્રોજેક્ટ નવયોદ્ધા: CCE મુખ્ય પરીક્ષા માટે બદલાવ

😈 સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે એક ક્રાતિની શરૂઆત

👉🏻 આ પહેલમાં જોડાવાથી, તમે માત્ર એક શૈક્ષણિક કાર્યક્રમમાં જ ભાગ લેતા નથી, પરંતુ એક એવા સમુદાયનો પણ ભાગ બની રહ્યા છો જે સ્થિતિસ્થાપકતા, સર્જનાત્મકતા, નવચાર અને માન્યતા પ્રણાલીને મહત્ત્વ આપે છે જે તમને આ CCE મુખ્ય પરીક્ષા પાસ કરવામાં મદદ કરશે.

🔗 પ્રોજેક્ટમાં જોડાવવા અને વિશ્વવિખ્યાત પધ્ધતિથી શિક્ષણ મેળવવા પોતાનું નામ અહીં રજીસ્ટર કરાવવું: https://forms.gle/keaYzSsUzPXLF3HUA
હડપ્પીય સંસ્કૃતિ દરમિયાન દિલમુન શબ્દ શેના માટે પ્રયોજાતો હતો ?
Anonymous Quiz
20%
મેલુહા
32%
મકરાણ
31%
સારગોન
16%
બહેરીન
*ગુજરાત નમો લક્ષ્મી યોજના*
આ યોજનાનું ફોર્મ હાલ ૯ થી ૧૨માં ભણતી દિકરીઓ જ ફોર્મ ભરી શકશે.

*વાર્ષિક મળવાપાત્ર કુલ શિષ્યવૃતિ નીચે મુજબ રહેશે.*
*૪ વર્ષમાં ૫૦,૦૦૦ હપ્તા પદ્ધતિથી શિષ્યવૃતિ મળવાપાત્ર રહેશે.*
ધોરણ ૯ - ૧૦,૦૦૦
ધોરણ ૧૦ - ૧૦,૦૦૦
ધોરણ ૧૧ - ૧૫,૦૦૦
ધોરણ ૧૨ - ૧૫,૦૦૦


*ફોર્મ ક્યાં ભરવું*
ફોર્મ ભરવાની જવાબદારી જે-તે સ્કૂલની રહેશે,
માટે વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે શિક્ષકને મળવાનું રહેશે.

*ફોર્મ કોણ ભરી શકે*
વિદ્યાર્થીના ઘરની કુલ વાર્ષિક આવક ૬ લાખથી ઓછી હોવી જોઈએ.
૦૧. - ધોરણ ૧ થી ૮ ધોરણ સરકારી શાળામાં ભણેલ હોય
૦૨. - ધોરણ ૧ થી ૮ ખાનગી શાળામાં RTE હેઠળ ભણેલ હોય
૦૩. - ધોરણ ૧ થી ૮ ખાનગી શાળામાં ભણેલ હોય અને જેના પરિવારની કુલ વાર્ષિક આવક ૬ લાખથી ઓછી હોય.

*જરૂરી ડોક્યુમેન્ટ*
(૦૧) રહેઠાણનો પુરાવો
(ગુજરાતનો રહેવાસી તરીકે ડોક્યુમેન્ટ હોવા જરૂરી)
(૦૨) આધાર કાર્ડ
(૦૩) જાતિ પ્રમાણપત્ર. (જો લાગુ હોય)
(૦૪) આવકનું પ્રમાણપત્ર
(૦૫) મોબાઇલ નંબર
(૦૬) બેંક ખાતાની વિગતો
(૦૭) શિક્ષણ સંબંધિત દસ્તાવેજો
(૦૮) માતા-પિતાનું આધાર કાર્ડ

*માહિતી પ્રસાર*
*કઢી અભડાય, દૂધપાક નહીં !*

- રમેશ સવણી (IPS Ret.)

કોઈપણ ગુનો બને, માનવ સર્જિત દુર્ઘટના બને ત્યારે જવાબદારી નાના કર્મચારીઓની ઠરાવવામાં આવે છે ! ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં કોન્સ્ટેબલ/ હેડ કોન્સ્ટેબલ/ ASI/ PSI/ PIને તાત્કાલિક ફકજમોકૂફ (ડિસમિસ નહીં) કરવામાં આવે છે ! મગફળીમાં ધૂળના ઢેફાં નીકળે/ ખાદ્યચીજોમાં ભેળસેળ મળે/ નકલી દવાઓ મળે/ નકલી ટોલ નાકું ઝડપાય/ RTO ટોલનું કારસ્તાન મળે કે કોઈ પણ મોટું કૌભાંડ સામે આવે ત્યારે હંમેશા નીચેના અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવે છે ! લઠ્ઠાકાંડમાં તો કોન્સ્ટેબલની બદલી કચ્છમાંથી ડાંગ જિલ્લામાં કરવામાં આવે છે ! શું કોન્સ્ટેબલના કારણે લઠ્ઠાકાંડ થાય છે? લઠ્ઠાકાંડ તો ઉચ્ચ અધિકારીઓના મેળાપીપણાને કારણે થાય છે !

રાજકોટ ગેમ ઝોનની ઘટના 25 મે 2024ના રોજ બની. જીવતા 33થી વધુ લોકો ક્ષણભરમાં કોલસો બની ગયા ! લોકોનો રોષ જોતા સરકારે બીજે દિવસે નાના અધિકારીઓને ફરજમોકૂફ કરી દીધાં. ત્રીજા દિવસે પોલીસ કમિશ્નર/ મ્યુનિસિપલ કમિશ્નરની માત્ર બદલી કરી ! IAS/IPS અધિકારીઓ જાણે પવિત્ર ગાય હોય તેવું સરકારને લાગે છે અને નાના અધિકારીઓ/કર્મચારીઓ બકરાં લાગે છે, જેમની બલિ ચડાવી શકાય ! સરકારની આવી માનસિકતા સામંતવાદી છે. બળૂકાને છાવરો, નિર્બળનો ભોગ લો !

‘TRP ગેમઝોન’ 4 વરસથી ગેરકાયદેસર ચાલતું હતું. તેના ઉદ્ઘાટનમાં કલેકટર અરુણ મહેશ બાબુ/ મ્યુનિસિપલ કમિશ્નાર અમિત અરોરા / DCP પ્રવીણ મીણા/ SP બલરામ મીણાએ હાજર રહી ગેરકાયદેસર પ્રવૃતિને શુભેચ્છાઓ આપી હતી ! એ પછી 4 વરસમાં આ હોદ્દા પર આવેલા ઉચ્ચ અધિકારીઓએ પણ આ ગેરકાયદેસર ગેમ ઝોનને ચાલવા દીધો ! સરકારનો પાવરફૂલ મોતિયો જૂઓ, તેને માત્ર નાના અધિકારીઓનો જ વાંક દેખાયો ! કેન્દ્રમાં/ રાજ્યમાં/ મહાનગર પાલિકામાં એક જ પક્ષનું શાસન હોવા છતાં તંત્ર બોદું કેમ હશે?

સરકાર ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગને માણસ ગણતી નથી, કોમોડિટી-વસ્તુ ગણે છે. સરકાર એમને જ મહત્વ આપે છે જેમની પાસે આર્થિક દરજ્જો છે, રાજકીય દરજ્જો છે, ધાર્મિક દરજ્જો છે, સામાજિક દરજ્જો છે ! માનવ સર્જિત દુર્ઘટનાઓમાં કોણ ભોગ બને છે? IAS/IPS/ MLA/MP/ મિનિસ્ટર/ હાઈકોર્ટ-સુપ્રિમકોર્ટના જજ/ ઉચ્ચ અધિકારીઓ/સંસારી ધર્મગુરુઓના સંતાનો ભોગ બનતા નથી. ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગના સંતાનો ભોગ બને છે. સરકારને ખબર છે કે ગરીબો/ પછાત વર્ગ/ મધ્યમવર્ગ સામે ઈશ્વર પણ જોતો નથી; એટલે આપણે જોવાનું માત્ર નાટક કરએ તો ચાલે !

આરોપી આર્થિક શક્તિશાળી જયસુખ પટેલ હોય તો મોરારીબાપુ વ્યાસપીઠ પરથી જેલવાસી આરોપીને દિવાળી ઉપર જેલમુક્ત કરવા કામના કરે છે ! ધનવાન આરોપીનું દર્દ દેખાય પણ ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકો હોમાયા તેનું દર્દ ન દેખાય !

માણસ કઢીમાં માખી પડે તો કઢી ફેંકી દે છે પરંતુ દૂધપાકમાં માખી પડે તો માખીને કાઢીને દૂધપાકનો ઉપયોગ કરે છે ! આ માનસિકતાના કારણે કહેવત પડી કે કઢી અભડાય, દૂધપાક નહીં ! વાંક તો નાનાનો, મોટા તો દેવદૂત ! નાનાની તાત્કાલિક ફરજમોકૂફી, મોટાની માત્ર બદલી !rs
: જો તમે એક મદદરૂપ અને માનવતાભર્યા વ્યક્તિ છો તો,

પ્રકૃતિ તમારા જીવનની પરીક્ષા વધારે પડતી જ લે છે..
2024/05/29 10:16:38
Back to Top
HTML Embed Code: