ભણવાની શરૂઆત એન્ઝાઈમ્સથી કરી. ડો. શાહે મિતને દોઢ કલાકમાં પિચ્યુટરી, થાઈરોઈડ, પેન્ક્રિયાસ અને એડ્રિનાલિન ગ્લેન્ડ્ઝ ભણાવી દીધા. દરેક પૃષ્ઠ માટે 6-7 મિનિટ્સ ફાળવી. એમની સમજાવવાની શૈલી એવી સરળ અને સચોટ હતી કે મિતને બધું યાદ રહી ગયું.
બીજા દિવસે ડોક્ટર અંકલે ફોનમાં પૂછી લીધું, ‘મિત, આજે શું કરવું છે? તને ભણવામાં મજા આવતી હોય તો હું આવું.’ મિતે ઉત્સાહપૂર્વક હા પાડી. ડોક્ટરે આવીને અગાઉના દિવસે જે ભણાવ્યું હતું તેની રીવિઝન કરાવ્યું. મિત બધું કડકડાટ બોલી ગયો. સાબિત થઈ ગયું કે એની યાદશક્તિ અદભુત હતી.
એ પછી એ એક્સક્રીટરિ સિસ્ટમ ભણાવવાનું શરૂ કર્યું. શોર્ટ નોટ્સ, લાંબા પ્રશ્નો, ડાયાગ્રામ્સ તૈયાર કર્યાઁ. જૂના પ્રશ્નપત્રો આપીને મિત પાસે જવાબો લખાવ્યા. પરિણામ ખૂબ સારું આવ્યું. અંકલનો ઉત્સાહ અને મિતનો આત્મવિશ્વાસ આ બંને વધતા ગયા.
એ પછી કેમિસ્ટ્રીનો વારો આવ્યો. ફિઝિક્સ માટે બીજા એક મિત્ર ડો. વશીએ જવાબદારી ઉપાડી લીધી. ડોક્ટરો જેટલા ભણવામાં બ્રિલિયન્ટ હોય છે એટલા જ ભણાવવામાં કુશળ હોય છે. જો એ લોકો પોતાની વ્યસ્તતામાંથી થોડોક સમય મેળવીને આ કામ કરે તો કેવું ચમત્કારિક પરિણામ આવે એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત મિત છે.
છેલ્લા દિવસોમાં ડો. શાહે ક્લિનિક સંપૂર્ણ બંધ રાખીને સવારના આઠથી રાતના દોઢ વાગ્યા સુધી મિતને ભણાવવાનું જ કામ કર્યું. વચ્ચે ચા-નાસ્તો અને ભોજન માટે બ્રેક.
બોર્ડની પરીક્ષામાં મિતના નામનો ડંકો વાગી ગયો. એને કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મળી શકતું હતું, પણ એને તો પપ્પાની જેમ ડેન્ટિસ્ટ જ બનવું હતું. પૂણેની કોલેજમાંથી એ બી.ડી.એસ. પૂરું કરીને અમેરિકા ગયો, ત્યાં એણે ઈમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટર્સ કર્યું. ભારતમાં આીને મોટી પ્રાઈવેટ હોસ્પિટલ શરૂ કરી. હોસ્પિટલ એવી બનાવી છે કે ઘડીભર દર્દીઓ વિમાસણમાં મુકાઈ જાય છે કે આ ભારતની હોસ્પિટલ છે કે ફોરેનની?
આ ચમત્કાર એક જવાબના કારણે સર્જાયો છે. જ્યારે ડો. વી. સી. શાહે ડો. પી. સી. શાહને ‘શું ચાલે છે?’ એવું પૂછ્યું હતું ત્યારે જો ડો. પી. સી. શાહે એવું કહ્યું હોત કે, ‘બધું બરાબર છે’, તો મિત આજે ડો. મિત ન હોત.

અક્ષરનો અજવાસ:આ સૃષ્ટિના કણ કણમાં સંગીત બસ સંગીત છે…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/music-is-just-music-in-every-particle-of-this-creation-135352962.html
જયેન્દ્રસિંહ જાદવ નો બેલ વિજેતા અર્નેસ્ટ હેમિંગ્વેએ આત્મહત્યા કરી ત્યારે પત્રકારોએ તેની પત્નીને એમ પૂછ્યું કે જીવન અને મૃત્યુ વિશે આટલું બધું વિશદ લખનાર માણસ આત્મહત્યા કઈ રીતે કરી શકે? ત્યારે તેની પત્ની મેરીએ કહ્યું કે નક્કી એની કેળવણીમાં કોઈ અધૂરપ રહી હશે.
કેળવણીમાં અધૂરપ રહેવી એટલે શું? આટઆટલા વિષયો ભણ્યા પછી કશુંક રહી જાય છે તે શું છે? આપણે બાળકોને ગણિત ભણાવીએ, વિજ્ઞાન ભણાવીએ, સમાજવિદ્યા અને ઘણી બધી ભાષાઓ પણ ભણાવીએ છીએ પણ શું આજના શિક્ષણમાં હૃદય અને આત્માની કેળવણીને ક્યાંય સ્થાન છે ખરું? હેનરી લોંગફેલોનું તો એક પ્રસિદ્ધ વિધાન છે કે ‘સંગીત એ સાર્વત્રિક ભાષા છે.’ સંગીત અને કળાઓ વગરની કેળવણી એ અધૂરી કેળવણી છે. ગાંધીજીએ જે હૃદયની કેળવણીની
વાત કરી છે તે કેળવણી સંગીત દ્વારા શક્ય બને તેવું ઘણા વિદ્વાનોનું કહેવું છે.
ગ્રીક ફિલસૂફ પ્લેટો તેની એકેડમીમાં એના શિષ્યોને કાયમ કહેતો કે ‘જેના આત્મામાં સંગીત હોય છે એનું જીવન મધુરતાથી છલોછલ રહે છે.’ એટલે જ પ્લેટોની પાઠશાળામાં ભૂમિતિ અને તત્ત્વજ્ઞાન સાથે સંગીત પણ શીખવવામાં આવતું. કેળવણીનો સામાન્ય નિયમ એમ કહે છે કે બુદ્ધિના વિષયો શીખવીએ તે પહેલાં હૃદયના વિષયો શીખવવા જોઈએ. હૃદય ખીલે તો બુદ્ધિ આપોઆપ ખીલે.
સંગીતએ હૃદયનો વિષય છે. માણસનું હૃદય વિકસ્યું હોય તો તેની બુદ્ધિ તેને બુદ્ધ બનાવી શકે છે. બીજી બાજુ માત્ર બુદ્ધિથી જ જીવતા હોય તેવા સંકુચિત હૃદયવાળા બુદ્ધુઓનો પણ આપણે ત્યાં જરાય તોટો નથી. બુદ્ધ અને બુદ્ધુમાંથી પસંદગી આપણે કરવાની છે. અત્યારના શિક્ષણમાં સંગીત જેવા વિષયને ઈત્તર પ્રવૃત્તિ ગણવામાં આવે છે જે વાસ્તવમાં ઈત્તર પ્રવૃત્તિ નહિ પણ અત્તર પ્રવૃત્તિ છે.
આ સૃષ્ટિમાં ઈશ્વરના દરેક સર્જનને તેનો આગવો લય અને તાલ છે. નદીના ખળ-ખળ વહેવામાં, દરિયાનાં મોજાંમાં, પંખીના કલરવમાં, ભમરાના ગુંજારવમાં, સિંહની ત્રાડમાં, વરસાદની ફરફરમાં અને પાંદડાંની મર્મરમાં આગવું સંગીત છે. એમ દરેક બાળક પણ એક લય અને તાલ લઈને જન્મે છે.
બાળક નાનું હોય ત્યારે બારણાની સાંકળમાં, ટોકરીના ટંકારમાં, ઢોલના ઢબકારમાં સંગીત સાંભળીને ઝૂમી ઊઠે છે. પોતે ગીત સાંભળીને ગણગણે છે, કવિતા કે જોડકણાં ગાય છે અને હાથ-પગને ડોલાવતું રમ્યા કરે છે. એ જ બાળક મોટું થાય પછી સંગીતના પ્રેમમાં કેમ નથી પડતું? કારણ સાફ છે કે નિશાળ તેનામાં રહેલા નૈસર્ગિક લયને ખોરવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરી છૂટે છે. તેથી જ બાળકેળવણીની ગીતા ગણાય તેવા પુસ્તક સમરહિલમાં એ. એસ. નીલ એમ લખે છે કે ‘નિશાળમાં બાળકો જે કંઈ કરે છે તે ખરેખર તો મોટે ભાગે સમય, શક્તિ અને ધીરજનો બગાડ જ હોય છે. રમ્યા જ કરવાનો અને બસ રમ્યા જ કરવાનો જુવાનિયાઓનો હક્ક શાળા છીનવી લે છે અને યુવાન ખભાઓ પર ઘરડાં માથાં ગોઠવી દે છે.’
વાસ્તવમાં તો કેળવણી એટલે શારીરિક, માનસિક અને ચૈતસિક એમ ત્રિવિધ સર્જનાત્મક વૃત્તિઓને વિકસાવવી તે. માણસની આ વૃત્તિઓનો આવિર્ભાવ જુદાં-જુદાં સ્વરૂપે બહાર આવે છે. સંગીત એ કાનની કેળવણી છે. એટલે જ ભારતીય પરંપરામાં બાળક નાનું હોય ત્યારથી જ ગીતો, શ્લોકો, જોડકણાં ગવાય છે. હાલરડાં એ સંગીત શિક્ષણની ગળથૂથી છે. ઘોડિયામાં સૂતેલા બાળકનો લય અને માતાના હાલરડાનો લય એક થાય છે ત્યારે કોસ્મિક સિમ્ફની સર્જાય છે. શાસ્ત્રીય સંગીત તો છેક સમાધિ સુધી લઇ જાય છે.
વર્તમાન શિક્ષણમાં વિષય તરીકે સંગીત દાખલ કરવા કરતાં વિષયોમાં સંગીત આવવું જોઈએ. મૂછાળી મા એવા ગિજુભાઈ બધેકા એમ કહેતા કે ‘જે બાળશાળામાં સંગીત વિષય ન હોય તેને બાળશાળા કહેવી જ ન જોઈએ.’
લોક અને શિષ્ટ બંને સંગીતને શાળામાં સરખું મહત્ત્વ મળવું જોઈએ. જે તે પ્રદેશનો લોકઢાળ બાળકના હૈયામાં જન્મથી જ ધરબાયેલ હોય છે તેથી લોકઢાળ અને લોકબોલીનાં ગીતો સૂર, તાલ અને લય સાથે ભાષાનું શિક્ષણ આપવાનું ઉત્તમ માધ્યમ બની શકે.
અંગ્રેજી માધ્યમમાં સંગીત દ્વારા ગુજરાતી શીખવી શકાય. એક સમયે તો ગુજરાતમાં ઘડિયા પણ સંગીતના તાલ સાથે ગવડાવવામાં આવતા. ગણિત પણ ગાઈને શીખી શકાય તે ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. કસરતના કદમતાલમાં પણ સંગીત હતું. પ્રાર્થનામાં ઉત્તમ કવિતાઓ ગવાતી, ગાયન અને વાદન સાથે ઇન્દ્રિયોનો સુંદર વિકાસ થાય છે તેથી વાદ્યો પણ વિદ્યાર્થીઓ જ વગાડતાં.
આજે સંગીતનું શિક્ષણ અને શિક્ષણનું સંગીત બંને બેસૂરા થયાં છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હજુ આપણને એક તક આપે છે મૂળ તરફ પાછાં વાળવાની. એક શાળાએ એક નહિ પણ ત્રણ શાળા વચ્ચે એક સંગીત શિક્ષકને નિમણૂક આપીને, વર્તમાન શિક્ષકોને સંગીતની અસરકારક તાલીમ આપીને માત્ર કાગળ ઉપર રહેલા સંગીત શિક્ષણને આગળ ઉપર લઇ જઈ શકાય તેવી સંપૂર્ણ શક્યતા છે.

અમદાવાદની એક પ્રસિદ્ધ શાળામાં બાલમંદિરમાં વારે-વારે મંજીરા વગાડવાની પરંપરા છે. શિક્ષક એક વાર મંજીરા વગાડે એટલે બાળકો સરસ રીતે પોતપોતાનાં ટેબલ પર ગોઠવાઈ જાય. બે વાર વાગે એટલે જે પ્રવૃત્તિ આપી હોય તે કરે. સંગીત સાથે એક સેતુ સધાય, એકાગ્રતા વધે. અહીં દરેક શિક્ષકના હાથમાં મંજીરા હોય જ. આવા મંજીરા ધરાવતો શિક્ષક કોઈ દેવદૂતથી કમ નથી!! અંતે…
બાળકોને વસ્તુ નહીં વહાલ જોઈએ છે.
- એચ. જેક્સન બ્રાઉન
બાળકોને વસ્તુ નહીં વહાલ જોઈએ છે.
- એચ. જેક્સન બ્રાઉન
ઈમિગ્રેશન:ગ્રીનકાર્ડની વેલિડિટી પૂરી થયા પછી તે ઉપયોગી રહે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/is-the-green-card-still-useful-after-its-validity-expires-135353127.html
રમેશ રાવલ સવાલ: મારી અમેરિકાની F-4ની પિટિશન તારીખ 13-11-2006ની છે, જેની નોટિસ તારીખ 26 માર્ચ, 2010ની છે. એ પિટિશનમાં મારા પુત્રની ઉંમર હાલમાં 26 વર્ષની છે. તો મારા પુત્રને ગ્રીનકાર્ડ મળી શકે?- પરેશ ધુવદ, અમદાવાદ
જવાબ: ના, જો તમે જણાવેલ માર્ચ 2010ની નોટિસ એપ્રૂવલ લેટર I-797 હોય તો. પરંતુ હજુ સુધી એપ્રૂવલ નોટિસ આવી હોય નહીં તો મને જણાવ્યાથી વધુ અભિપ્રાય આપી શકાય.
સવાલ: મારા પપ્પા અને મમ્મી પાસે તારીખ 5-2-2023 સુધીનાં વેલિડિટિવીળાં ગ્રીનકાર્ડ હતાં. તેઓ 2019માં અમેરિકાથી ભારત પાછાં આવેલાં. ત્યાર બાદ અમેરિકા ગયાં નથી. અમે લોકોએ અમારાં બે બેબી બાળકો સાથે વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તેમજ કેનેડા માટે પણ એપ્લાય કર્યું હતું, પરંતુ વિઝા રિજેક્ટ થયા છે. હવે ફરીથી ટ્રાય કરી શકીએ? મારી F-4ની ફાઈલ મારી બહેને 2015માં કરેલી છે.- તુષાર સાંચેલા, સુરત
જવાબ: ના, હવે હાલના નિયમો પ્રમાણે તમે ગ્રીનકાર્ડનો ઉપયોગ 6 વર્ષ સુધી કર્યો નહીં હોવાથી તે ગ્રીનકાર્ડ હવે વેલિડ નથી. આ ઉપરાંત તમારી F-4ની પિટિશન ફાઈલ થયેલી છે અને તમે આખા ફેમિલી સાથે વિઝિટર વિઝા માગો છો તેથી તમારી ફેમિલીની સ્ટ્રોંગ ફેમિલી ટાઈઝ ઈન્ડિયામાં રહેતી નથી તેમજ તમારા બંને કન્ટ્રીઝના વિઝા પણ રિજેક્ટ થયા છે. તેથી ફરીથી ખોટો ખર્ચ અને સમય બગાડવાની જરૂર નથી. તમારી F-4ની પિટિશન એપ્રૂવ થવાની રાહ જોવી જોઈએ.
સવાલ: મારો પુત્ર એક છોકરી સાથે લગ્ન કરવાનો છે. તે છોકરી O.C.I. સાથે ભારતમાં રહે છે, તો મારા પુત્રને તેની સાથે લગ્ન થયાં પછી કેટલા દિવસો પછી સિટીઝન થવા માટે રહેવું પડે?- યોગેન્દ્રસિંહ વનસીયા, રાજકોટ
જવાબ: તમારા પુત્રને તેની સાથે દિવસો નહીં, પરંતુ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી રહેવું પડે, જેમાં બ્રેક પડવો જોઈએ નહીં. સતત રહેવું જોઈએ.
સવાલ: શું તમે P.R. માટે બીજા કોઈ કન્ટ્રીની માહિતી આપી શકો?
- નેહા ભટ્ટ, અમદાવાદ
જવાબ: ના, હું અમેરિકા સિવાય બીજા કન્ટ્રી માટે માહિતી આપતો નથી.
સવાલ: ગ્રેજ્યુએટની ડિગ્રી સિવાય H-1B વિઝા મળી શકે?
જવાબ: ના, ગ્રેજ્યુએટની ડિગ્રી ઉપરાંત અનુભવ પણ જોઈએ, જે તમે જણાવેલ છે કે તમને 14 વર્ષનો ફાર્મા કંપની અને imitiમાં ઈલેક્ટ્રિશિયનનો અનુભવ છે. તેથી અમેરિકાની કોઈ કંપની કે સંસ્થાને આ પ્રકારની વ્યક્તિની જરૂર હોય તો સર્ચ કરી જુઓ.
સવાલ: મારી બહેને 2007માં F-4ની પિટિશન ફાઈલ કરેલી છે. મારો પુત્ર 21 વર્ષનો છે અને 2024માં સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા ગયો છે. મારી જાણ મુજબ તેને ગ્રીનકાર્ડ મળે તે માટે પિટિશન કરી નથી કે પિટિશનની ફી ભરી નથી. શું તેની પિટિશન કરવી જરૂરી છે?- અલ્પેશકુમાર પટેલ, અમદાવાદ
જવાબ: તમારા પુત્રનું નામ તમારી બહેને કરેલી પિટિશનમાં લખવું જોઈએ. જો તમારી F-4ની પિટિશનમાં તે 2007માં 21 વર્ષની ઉંમરમાં હતો ત્યારે તેનું નામ લખી જ શકાયું હોત. હજુ પણ તમારી F-4ની પિટિશનની કોપી મંગાવીને
તપાસ કરી જુઓ કે એમાં નામ લખ્યું છે કે નહીં. હવે તેનું નામ દાખલ થઈ શકે નહીં. તમને ગ્રીનકાર્ડ મળે પછી તમે તમારા પુત્ર માટે જુદી પિટિશન ફાઈલ કરી શકો છો.
સવાલ: મારા મામીએ મારા ફેમિલી મેમ્બર્સ માટે 13-3-2008માં F-4ની પિટિશન ફાઈલ કરેલી છે. મેં સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું હતું, પણ રિજેક્ટ થયેલ છે. તો હું ફરીથી સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરું? મારી ફાઈલ ક્યારે ઓપન થશે?- કેલી ગલાની, ભાવનગર
જવાબ: સામાન્ય નિયમ પ્રમાણે જેની ઈમિગ્રન્ટ પિટિશન અર્થાત્ ગ્રીનકાર્ડ માટે પિટિશન થઈ હોય તેને ભાગ્યે જ નોન-ઈમિગ્રન્ટ વિઝા મળે છે. તેથી હવે તમારી પિટિશનને ઓપન થતા આશરે બે વર્ષ જેવો સમય લાગશે. તેથી બીજીવાર એપ્લાય કરવા જેવું નથી, કારણ તે F-4 કેટેગરી છે.
સવાલ: મારા અને મારી પત્નીના પાસપોર્ટની વેલિડિટી તારીખ 7-12-2026 સુધીની જ છે અને અમારા વિઝિટર વિઝાની વેલિડિટી તારીખ 9-4-2027 સુધીની જ છે, તો અમે એપ્રિલ 2026માં અમેરિકા જઈ શકીએ કે પાસપોર્ટ રિન્યૂ કરાવવા જોઈએ?- બિપિન ગુપ્તા, પાલનપુર
જવાબ: તમે ટ્રાવેલ કરો ત્યારે પાસપોર્ટની વેલિડિટી 6 મહિના સુધીની હોય તો ચાલે, પરંતુ તમે જણાવ્યા પ્રમાણે આ અગાઉ તમે બે વાર અમેરિકામાં દર વખતે 6 મહિના સુધી રહ્યા છો. તેથી વારંવાર જવાથી એરપોર્ટ ઉપર પૂછતાં પ્રોબ્લેમ થઈ શકે. હજુ ઘણો સમય છે, તો પ્રયત્ન કરી જુઓ કે જેથી લાંબા સમય પછી ત્રીજી વાર જવામાં પ્રોબ્લેમ થાય નહીં.

રેઈનબો:આનંદીબાઈ જોશી: પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટરની દર્દે દાસ્તાન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/anandibai-joshi-the-painful-story-of-the-first-indian-woman-doctor-135352971.html
રક્ષા શુક્લ 14 વર્ષે માતા બનેલી આનંદીબાઈનું સંતાન યોગ્ય સારવાર ન મળતાં દસેક દિવસમાં જ મૃત્યુ પામ્યું. આ દુર્ઘટનાએ પતિ-પત્નીને હચમચાવી દીધાં. બીજા કોઈનું બાળક આ રીતે મૃત્યુ ન પામે એ માટે શું કરવું, એ વિચારવા લાગ્યા અને આનંદીબાઈએ ઉચ્ચ તબીબી અભ્યાસ કરવાનું નક્કી કર્યું. બંગાળમાં એ સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રસાર સાથે પરિવર્તનની લહેર ઊઠી હતી. વળી, આનંદીબાઈ પંડિતા રમાબાઈ સરસ્વતીના વિચારોથી પ્રકાશિત અને પ્રભાવિત હતાં.
9 વર્ષની આનંદીના એનાથી 20 વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે લગ્ન થયાં. ગોપાલરાવ 20 વર્ષ પહેલાંનું વિચારતા હતા. જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો ગોપાલરાવ પર અત્યંત પ્રભાવ હતો. વ્યવસાયે કારકુન પણ વિચારસરણી કલેક્ટર જેવી હતી. તેમણે સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પણ પત્ની આનંદીબાઈને ઘરે ભણાવવા શરૂ કર્યું. જાતે શીખતા ગયા અને શીખવતા ગયા.
સ્ત્રીઓ માટેની મેડિકલ કોલેજ અમેરિકામાં ચાલતી હતી. એ માટે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી હતી. આથી આનંદીબાઈ મિશનરી શાળામાં દાખલ થયાં. અમેરિકા જવાની વાત સાંભળી મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતીનો વ્યાપક વિરોધ કર્યો. આ સ્થિતિને સંભાળી લેવા આનંદીબાઈએ 19 વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હોલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે આજે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. આ પ્રવચનની ધારી અસર થઇ અને સમગ્ર ભારતમાંથી આનંદીબાઈને અમેરિકા અભ્યાસ માટે જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઈસરોયે પણ ભેટ મોકલાવી હતી.
અમેરિકામાં અભ્યાસ કરવા પાદરીએ મદદરૂપ થવાની ખાતરી તો આપી પરંતુ શરત મૂકી કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડશે, પણ આ વાત ગોપાલરાવ કે આનંદીબાઈને મંજૂર ન હતી. અંતે મેરી કાર્પેન્ટર (થિયોડિસિયા કાર્પેન્ટર) નામની એક દયાળુ અમેરિકન સ્ત્રી મદદ કરવા આગળ આવી. મિસિસ કાર્પેન્ટરે મદદનો ભરોસો આપી આનંદીબાઈને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. માત્ર અઢાર વર્ષની ઉંમરે અમેરિકાની ધરતી પર એકલી પ્રથમ પગ મૂકનાર મહિલા આનંદી ગોપાલ જોશી હતાં.
આનંદીના વર્તન અને વિચારોથી પ્રભાવિત થઈને શ્રીમતી કાર્પેન્ટર એના આચારવિચાર અપનાવવા લાગ્યાં. ફિલાડેલ્ફિયાની મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતાં ન્યૂજર્સી છોડ્યું ત્યારે તેમના માનમાં જે પાર્ટી યોજાઈ તેમાં હાજર સૌએ ભારતીય રિવાજ પ્રમાણે હાથ વડે ભોજન લીધું. મેરી પણ તેમને મૂકવા છેક ફિલાડેલ્ફિયા ગયાં અને આનંદીબાઈની રહેવા-જમવાની વ્યવસ્થા કર્યા પછી જ પાછા ફર્યાં. છૂટાં પડતી વખતે મિસિસ કાર્પેન્ટર બચ્ચાની જેમ રડતાં હતાં.
ત્યાં સરળતાથી પ્રવેશ મેળવ્યા પછી કોલેજના કારભારીએ આનંદીની મહેનત અને મેધાથી પ્રભાવિત થઇ શિક્ષણના ત્રણેય વર્ષની શિષ્યવૃત્તિ આપી. એ સમયમાં વોટ્સએપ નહોતું છતાં ભારતમાં અફવા ફેલાણી કે આનંદીબાઈએ ધર્મપરિવર્તન કર્યું. આ સાંભળી ગોપાલરાવે આનંદીબાઈ પર કઠોર ભાષામાં પત્રો લખ્યા, પણ આનંદીએ એના વિનમ્રતાપૂર્વક અને કરુણાથી છલોછલ જવાબો આપ્યા. ગોપાળરાવની શંકાનું સમાધાન ન થતા એમણે અમેરિકા જઈ જાતે તપાસ કરી.
પતિને અમેરિકા જોયા અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. આનંદીબાઈને જોતાં જ ગોપાળરાવની શંકાનું સમાધાન થઇ ગયું કે એ જરા પણ બદલાયાં ન હતાં. આનંદીબાઈએ પણ કોઈ ચર્ચા કરી નહીં. ત્યાંના એના રહેણાકનો ફાયર પ્લેસ ધુમાડિયો હતો, જેના કારણે આનંદીને સતત તાવ, ઉધરસ રહેતાં. આનંદીબાઈ ફરી ડિપ્થેરિયાના રોગમાં સપડાયાં. ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છાને લીધે બીમારી વચ્ચે પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.
આનંદીબાઈએ ‘હિંદુ આર્યોમાં પ્રસૂતિશાસ્ત્ર’ પર થિસિસ લખ્યો. એમને એમ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થઈ. પદવીદાન વખતે સમાજ સુધારક પંડિતા રમાબાઈ પણ ત્યાં હાજર હતાં. જેની બીમાર પુત્રીની સારવાર પણ આનંદીબાઈએ કરી. ડૉક્ટર બન્યાની ખબર પડતાં કોલ્હાપુરના રાજાએ આનંદીબાઈને નોકરીની ઓફર એડવાન્સમાં જ કરી પોતાના રાજ્યની આલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલમાં સ્ત્રી-વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા અને સાથે સ્વદેશ પરત ફરવાનો ખર્ચ પણ મોકલી આપ્યો. પાછાં ફરવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ એક ગરીબ સ્ત્રીને પ્રસૂતિની તકલીફમાં હોવાના સમાચાર મળતાં સૌની ના હોવા છતાં સારવાર કરી એને બચાવી, પણ પોતે રોગનો ભોગ બન્યાં. બગડેલાં સ્વાસ્થ્ય સાથે લાંબી મુસાફરી કરવાથી વધુ બીમાર થયાં. 16 ડિસેમ્બર, 1886ના રોજ તેઓ ભારત પહોંચ્યાં ત્યારે એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું.

મોતીબાઈ કાપડિયાએ મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ મેળવીને ગુજરાતનાં પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. દુઃખદ વાત એ હતી કે સખત અને સતત મહેનત કરી આનંદીબાઈ પ્રથમ ભારતીય મહિલા ડૉક્ટર તો બન્યાં પણ કારકિર્દી શરૂ થાય એ પહેલાં જ પૂરી થઇ ગઈ અને એમનું માત્ર 22 વર્ષે જ અવસાન થયું. આનંદીબાઈના પરિવારે તેમના અસ્થિફૂલ અમેરિકા મોકલ્યાં હતાં, જે આજે પણ કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઈની સમાધિમાં સચવાયેલાં છે.
સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર પૂર્વ દિશામાં 34.3 કિ.મી.નો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઈ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. ઇતિ
મહાન સત્ય અને મહાન વ્યક્તિ બંને સરળ હોય છે.
- જુલિયસ ચાર્લ્સ હરે

સ્પેસ ડોકિંગ:અવકાશયાનનો ઉંબરો ઓળંગવાનો પડકાર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-challenge-of-crossing-the-threshold-of-a-spacecraft-135354952.html
સોયમાં દોરો પરોવાનો અનુભવ છે? કે પછી ઘરમાં કોઈને એ કામ કરતા જોયા છે?
બન્ને સંજોગોમાં એક વાત ધ્યાનમાં આવશે કે ભાગ્યે જ કોઈ પહેલા પ્રયાસમાં દોરો પરોવી શકે. નિયમિત એ કામ કરનારા હોય તો પણ ઘણીવાર એકથી વધુ પ્રયાસ કરવા પડે.પ્રયાસ કરવા પડે એનું કારણ દોરો અને સોયનું નાકુ સીધમાં લાવવાની મુશ્કેલી છે.
એવી જ મુશ્કેલી અવકાશ મથકમાં ડોકિંગ વખતે થાય, કેમ કે ડોકિંગ વખતે ધરતી પરથી રવાના થયું હોય એ યાન અને અવકાશમાં ફરતું હોય એ મથક બન્નેના છેડાએ એકબીજાની સીધમાં આવવાનું હોય છે. સીધમાં આવતી વખતે અવકાશમથક 29 હજાર કિલોમીટરની ઝડપે ધરતી ફરતે ઘુમરાતું હોય છે. અવકાશમાં સ્થિર રહી શકાય નહીં (સિવાય કે લેન્ગ્રેજ પોઈન્ટ હોય).
જ્યા બંદર હોય ત્યાં જહાજોને ઊભાં રાખવાનું ડોકયાર્ડ હોય છે. એવું સ્થળ કે જ્યાં જહાજ પાર્ક થાય. અવકાશમાં પણ ધરતી પરથી પહોંચેલું યાન કોઈ જગ્યાએ પાર્ક થાય એ પ્રક્રિયા ડોકિંગ કહેવાય. ફરક એટલો કે એ ડોકિંગ ધરતીથી સેંકડો કિલોમીટર ઊંચે થતું હોય છે. જેમ કે શુભાંશુ શુક્લા અને સાથીદારોને લઈને ડ્રેગન કેપ્સ્યૂલ (યાન અથવા કેપ્સ્યૂલનું નામ ડ્રેગન છે) આંતરરાષ્ટ્રીય સમય મુજબ સાંજે ચાર વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ના દ્વારે પહોંચ્યું ત્યારે સ્પેસ સ્ટેશન પોતે 400 કિલોમીટર ઊંચે હતું.
ઍક્સિઅમ-4 મિશન ધરતી પરથી ફાલ્કન-9 રોકેટમાં રવાના થયું. કોઈ રોકેટ અવકાશમાં ઉપર ન જાય. રોકેટના છેડે ગોઠવાયેલો ઉપગ્રહ કે અવકાશયાન ઉપર જાય. ફાલ્કન-9ની ટોચ પર ડ્રેગન નામની કેપ્સ્યૂલ (યાન) હતી. રોકેટની ગતિ એ કેપ્સ્યૂલને અવકાશ તરફ ધકેલે. ફરતી ફરતી કેપ્સ્યૂલ અવકાશમાં નક્કી કરેલા સ્થળે (ઍક્સિઅમ-4ના કેસમાં આઈએસએસ પર) પહોંચે.
એ પછી શરૂ થાય ડોકિંગની પ્રક્રિયા. નળના પાઈપમાં સાંધો કરવાનો હોય એ રીતે ડ્રેગન નામની કેપ્સ્યૂલ અને સ્પેસ સ્ટેશનનો દરવાજો સામસામે આવે. સ્પેસ સ્ટેશન પાસે આવા ડોકિંગ માટેના આઠ પોઈન્ટ એટલે કે દરવાજા છે. ધરતી પરથી પહોંચનારા અવકાશયાને કયા ડોકિંગ પોઈન્ટ સાથે જોડાણ કરવું એ પહેલેથી નક્કી જ હોય.
*** નવવધૂ સાસરે પહેલી વાર જાય ત્યારે પગના સ્પર્શ વડે કળશને ઢોળે પછી આગળ વધે. એ ઉંબરો ઓળંગવો કોઈ પણ કન્યા માટે મુશ્કેલ હોય છે. એવી જ મુશ્કેલી અવકાશયાત્રાએ જતા અવકાશમથકોને ડોકિંગ વખતે થાય. ડોકિંગની પ્રક્રિયા અને પડકારો
1) સમાન ઝડપે પ્રવાસ
ધરતી પરથી જનારાં યાન અને અવકાશમથક બન્નેએ એક સમાન (28-29 હજાર કિલોમીટર) ઝડપે પ્રવાસ કરવો પડે. ડ્રેગન યાન ડોક થયું ત્યારે સ્પેસ સ્ટેશન ઉત્તર એટલાન્ટિક ઉપર હતું. 2) સમાન માર્ગે પ્રવાસ
સ્પીડ ઉપરાંત બન્નેનો પ્રવાસ માર્ગ સમાન રહેવો જોઈએ. ડ્રેગન કેપ્સ્યૂલમાં એ માટે 16 થ્રસ્ટ રોકેટ છે, જે તેનો માર્ગ-સ્પીડ આમ-તેમ, આગળ-પાછળ, ઉપર-નીચે કરી શકે. 3) સેન્સર્સ
બન્નેનાં સેન્સર્સ એકબીજાની ગણતરી કરીને સામસામે ગોઠવાવાની પ્રક્રિયા પૂરી કરે પછી જ ડોકિંગ શક્ય બને. ગણતરીમાં જરા પણ ભૂલ હોય તો ડોકિંગ થઈ ન શકે, મિશન ફેઈલ જઈ શકે. 4) ઓટો પાઈલટ
સમગ્ર કામગીરીનું સંચાલન કન્ટ્રોલ મથકમાંથી થતું હોય, પણ માનવીય ભૂલ ટાળવા ઓટો પાઈલટ મોડ પર કામગીરી થાય છે. હા, જરૂર જણાય ત્યારે કમાન્ડરો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લે. 5) ફાઈનલ એપ્રોચ
એપ્રોચ એટલે કે આગળ વધવું. સ્પેસ સ્ટેશન અને યાન બન્ને સામસામે બરાબર રીતે આવે પછી જ ડોકિંગ થઈ શકે. 20 મીટરનું અંતર હોય ત્યાં સુધીમાં કોઈ ગરબડ લાગે તો યાન પાછું ખસી જાય. સ્પેસ સ્ટેશનનો ગોળ ભાગ ધરાવતો ડોકિંગ પોઈન્ટ અને ધરતી પરથી ઉપર પહોંચેલા યાનનો ગોળાકાર છેડો સામસામા આવવામાં જરાય ત્રાંસા-વાંકા થાય તો એકબીજા સાથે જોડાઈ ન શકે. યાન-મથકની અથડામણ થાય અને બન્નેમાં રહેલા અવકાશયાત્રીઓ પર ઘાત પણ આવી શકે. 6) સ્પર્શ
સ્પેસ સ્ટેશન-યાન બન્નેની એકબીજા સાથે જોડાનારી રીંગ કે છેડો નરમ હોય છે. એ હળવેકથી એકબીજાને સ્પર્શે. એ પછી બન્ને ભાગ વધારે નજીક આવે અને 12 હૂક એકબીજા સાથે જોડાય. 7) હેરાફેરી
યાન-મથક બન્નેમાં હવાનું દબાણ સરખું થાય એ પછી જ તેના દરવાજા ખુલે. એ પછી કેપ્સ્યૂલમાંથી અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશે. ડોકિંગ કરતો ચોથો દેશ, ભારત
અમેરિકા, રશિયા, ચીન અને ભારત એ ચાર દેશો જ ડોકિંગની કળા જાણે છે. અલબત્ત, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ડોકિંગનું કામ ભારત કરતું નથી, કેમ કે ભારતે તો હજુ ડિસેમ્બર 2-2024માં ડોકિંગનો પહેલો સફળ પ્રયોગ કર્યો છે. ભારતે તેને સ્પેડેક્સ (સ્પેસ ડોકિંગ એક્સપરિમેન્ટ) નામ આપ્યું હતું. ભારતે માત્ર બે 220 કિલોગ્રામના ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં એકબીજા સાથે જોડીને ડોકિંગનો પ્રાથમિક પ્રયોગ કર્યો હતો. એકાદ દાયકામાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા માંગે છે, ત્યારે એ પ્રયોગ કામ લાગશે.

બુધવારની બપોરે:વરસાદ લીલોછમ્મ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/rain-is-green-135353292.html
પ હેલા વરસાદમાં સનમની સાથે પલળવાનો આનંદ ધોધમાર હોય છે. (સનમ પોતાની હોય તો!) એને જોવામાં આખો શ્રુંગાર રસ આપણા તનબદન ઉપર ફરી વળે છે. અલબત્ત, આમાં વરસાદની સંખ્યા જોવાતી નથી. પહેલો હોય કે આઠમો, સાથે પલળવાવાળી જોઇએ. આમાં છત્રી એક જ હોવી જોઇએ. બબ્બે છત્રીઓમાં પેલી પાલડી ચાલતી હોય ને આપણે હજી ઉસ્માનપુરા પહોંચ્યા હોઇએ. આમાં તો ખભાય અડું અડું ન થાય. આ એક જ સુવર્ણ તક છે કે, એને ‘સઘસ્નાતા’ (એટલે કે, નાહીને તાજી બહાર નીકળેલી) જોઇ અને અડી પણ શકાય છે.
મસ્તમજો તો એક જ છત્રી નીચે એ આપણી સાથે પલળતી હોવામાં આવે છે. બે ખભાઓનું અવારનવાર અડવું, કોઇ ચમત્કારથી કમ નથી. વગર વરસાદે એવા ખભા અડાડીય શકાતા નથી. વરસાદ ને શરીર વચ્ચે ગજબનું શારીરિક આકર્ષણ હોય છે. આવી ઘટના બનાવવા માટે ત્રણેક શરતો પૂરી કરવી પડે. એક તો, છત્રી ભલે સાથે હોય, પણ વરસાદ પડવો જોઇએ અને એય વાછટવાળો નહિ, ધોધમાર પડવો જોઇએ. વરસાદ ન હોય, પણ છત્રી હોય ને એની સાથે ચાલો તો કાકા શાક લેવા નીકળ્યા હોય એવું લાગે!
વળી, શક્ય હોય તો આ છત્રી લેવાનું એને કહેવું, જેથી લૅડીઝ-છત્રી આવે તો તમને અડાઅડીની તકો વિપુલ પ્રમાણમાં મળે. તંબુ જેવી તમારી છત્રી હોય તો ભરચક વરસાદ છતાં એની સાથે એની બાય ઘુસ મારે. ઈન કૅસ, દુઃખદ ઘટના આવી થઇ જાય તો પેલીને બસ સ્ટૅન્ડે ઊભી રાખી ડોસીને રીક્ષા કરી આપવી. એની બા ભલે કહે કે, ‘લાલીને સાથે લઇ લો ને!’ તો રીક્ષાવાળાને પાંચની નોટ પકડાવીને ‘રીક્ષામાં જગ્યા નથી’, કહેવડાવવું.
યુવકો, એટલું જરૂર યાદ રાખો કે, ભલભલા પ્રેમોની શરૂઆતમાં હંમેશાં ડોસીઓ જ નડતી હોય છે. ઘણી વાર તો આપણાવાળીય દોઢડાહી થતી હોય છે કે, ‘હાલો, હુંય ભેળી આવું છું...’ અથવા આપણી મંજૂય હખણી રહે એવી હોતી નથી. ‘હા હા...બાને સાથે લઇ લો ને!’ તારી ભલી થાય ચમની...આવું બોલતાં તને ધરતી ગળી કેમ ન ગઇ? તારા ગળામાં ખખરી કેમ ન બાઝી? બાને સાથે લઇ લેવાનું તો આખી લાઇફમાં બાપુજીય નથી બોલ્યા. ચૂપ મર....!
બીજી શરત જરા અઘરી છે. ધોધમાર વરસાદમાં છત્રી કાગડો થઇ જાય તો રોમાન્સ રહેતો નથી ને બધો ટાઈમ છત્રી રીપેર કરવાવાળાને શોધવામાં જાય છે, વગર રૉમાન્સે પલળીએ એ જુદું! કમનસીબે, સદરહૂ છત્રી આપણી હોય છે, એટલે છત્રીવાળાને શોધવાનો અને રીપેર કરાવવાનો ખર્ચો આપણે કાઢવો પડે છે. આમાં એવું કહી શકાતું નથી કે, ‘લાલી, છત્રીવાળો અઢાર રૂપિયા માંગે છે, તારી પાસે નવ છૂટા છે?’
એ તો ઠીક, કાગડો થઇ ગયેલી છત્રી કશા કામમાં આવતી નથી ને આખે રસ્તે આપણે ઉપાડવી પડે છે. હા. ઈમર્જન્સીમાં સનમનું શરદી ભરેલું નાક લૂછવામાં એ જ છત્રીનું કાળું કાપડ કામમાં આવે છે.
આ સગવડ ભલભલાના ધ્યાનમાં નથી આવી. વળી, દરેક વાતે વચમાં આવતી સાસુને છત્રીના ભૂલ ભૂલમાં ગોદા મારવાના કામમાં આવે છે. ગોદા ઘણા નિર્દોષ હોય છે. એનાથી સાસુ મરતી કે ઘાયલ થતી નથી, પણ એ વચમાં પટપટ કરતી બંધ થઇ જાય છે. એ ‘બા’ હોવા છતાં આપણી ઉપર ખીજાઇ શકતી નથી કારણ કે, એ આપણી નહિ, સનમની બા હોય છે.
ત્રીજી શરત આપણો ને સનમનો ખભો માપોમાપ હોવો જોઇએ. છોકરીઓ બટકી હોય એટલે વરસાદ કે વગર વરસાદે એની સાથે ખભે ખભો મિલાવીને ચાલવું થાનના મેળામાં ઊચક-નીચકમાં ચાલતા હોઇએ એવું લાગે છે. એની ટૂંકી અને આપણી ઊંચી છત્રી-એમ બબ્બે લઇને પલળવું તો ઠીક, ચાલવુંય ન ફાવે. ફોટો પડાવવો હોય તો એના પગ નીચે પાટલો મૂકવો પડે, પણ ચાલતાં ચાલતાં એના પગ નીચે પાટિયું મૂકવું મૂર્ખામીભર્યું લાગે. સુઊં કિયો છો? યસ. એના કરતાં બેહતર છે, આપણા માપની પ્રેમિકા ફિટ કરાવવી.
બટકી વાઇફ હોય તો રીસેપ્શનના ફોટાય ઊચક-નીચક આવે. મને યાદ છે, ’70ની સાલમાં હું ફૅમિલી સાથે કન્યા જોવા જતો તો ફૂટપટ્ટી સાથે લઇને જતો. ઘેરથી વજનકાંટો લઇને જવું ન ફાવે, એટલે ત્યાં ગયા પછી એનું જે વજન હોય તે ચલાવી લેવું પડે છે.
વરસાદમાં પ્રેમિકાનો ખભેખભો મિલાવીને પલળવું સાચ્ચે જ રોમેન્ટિક છે, પણ આપણા દેશમાં વરસાદ ભાગ્યે જ ધાર્યો આવે છે. બહુ ઉપાડા લઇને નીકળ્યા હોય ત્યારે પ્રેમિકા સાથે ન હોય (પત્ની સાથે હોય એ તો કરૂણા થઇ!) બીજાની પત્ની સાથે હોય તો કોઇ ફાયદો નથી.
આપણે રહ્યા સંસ્કારી, એટલે ભાભી-ભાભી કહીને એમની સેવામાં જાતે પલળવું પડે. નૉટ ઑન્લી ધેટ, એનો ગોરધન નવમા માળની બાલ્કનીમાં અંધારૂ કરીને ઝીણી આંખે આપણને બન્નેને નીચે જોતો હોય. ગધેડા... મને તો તારી દયા આવે છે કે, આ ઝાંપા સુધી મૂકવામાંય મારી સાથે તારી બા ચાલતી હોય એવો હું ધ્રૂજું છું ને તું શેનો ઉપર ઊભો ઊભો તરડાયે રાખે છે? આમાં તો જે કાંઇ ફફડવાનું છે, તે તો મારે છે.
બસ. એની સાથે ખભો અડાડીને ચાલતા ધ્યાન એક જ વાતનું રાખવું પડે. ભીનામાં એ લપસી પડવી ન જોઇએ. ઓર્થોપેડિકનો ખર્ચો દસ-બાર હજારથી ઓછો નથી આવતો અને એ આપણે ચૂકવવો પડે છે! સિક્સર
- વર્લ્ડ-વૉર થશે?

વારસો:ટાંગલિયા: પ્રેમના પારણે પાંગરેલી ઝાલાવાડની હસ્તકલા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/tanglia-a-handicraft-from-jhalawad-nurtured-by-love-135353264.html
હેપી ભેંસદડિયા ગુ જરાતમાં હસ્તકલાનાં મંડાણ તો બહુ જૂના જમાનામાં થયેલાં છે, સિંધુ ખીણની સંસ્કૃતિ અને લોથલના ટીંબાઓમાંથી તેમના પુરાવા મળી આવ્યા છે. ભારતમાં લલિતકલા ક્ષેત્રે ગુજરાતની હસ્તકલાઓનું સ્થાન સદાય વિશિષ્ટ રહેલું છે.
પ્રાચીન ગ્રંથોમાં કાપડને કઈ રીતે સીવવું કે વણાટકામ કરવું વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. સુશ્રુતસંહિતામાં બારીક દોરીથી સીવવાનું વર્ણન મળે છે, વેદો અને બ્રાહ્મણ ગ્રંથમાં સોયનું નામ ‘સૂચિ’ અથવા ‘બેસી’ મળે છે. તૈત્તિરીય બ્રાહ્મણમાં સોયના ત્રણ પ્રકારનાં સ્વરૂપ છે. (1) લોઢાની (2) ચાંદીની (3) સોનાની. ઋગ્વેદમાં કાતરને ‘ભૂરીજ’ કહી છે. દક્ષિણના પ્રસિદ્ધ આચાર્ય સાયણ લખે છે કે ‘દ્વાપિ’ નામનું સીવેલું વસ્ત્ર યુદ્ધના સમયે પહેરાતું હતું. રાજ્યશ્રીનાં વિવાહ માટે તૈયાર કરાવેલાં વસ્ત્રોનું વિસ્તૃત વર્ણન મહાકવિ બાણભટ્ટે કાદમ્બરીમાં કરેલું છે. અહીં વાત કરવી છે ઝાલાવાડ પંથકની આંગળીનાં નાજુક ટેરવે થતી વિશિષ્ટ હસ્તકલા ટાંગલિયાની… ઈતિહાસ શું છે?
ટાંગલિયા હસ્તકલા 700 વર્ષ પુરાણી હોવાનું મનાય છે. કહેવાય છે કે, અહીંના ભરવાડ સમુદાયના યુવકને વણકર સમુદાયની યુવતી સાથે પ્રેમ હોય છે. બંનેનો પરિવાર જાતિનાં સામાજિક બંધનોને કારણે લગ્ન વિરુદ્ધ હોય છે, પરંતુ આ પ્રેમી જોડું લગ્ન કરે છે. જીવનનિર્વાહ માટે વણાટકામનો ધંધો શરૂ કરે છે. આગળ જતાં તેમની પેઢી ‘ડાંગસિયા સમુદાય’ તરીકે જાણીતી બની. ડાંગસિયા શબ્દ ‘ડાંગ’ પરથી ઉતરી આવેલો છે.
ભરવાડ સમુદાયની મહિલાઓ મુખ્યત્વે કાળા રંગનાં સફેદ ટપકાંવાળો ચણિયો પહેરે છે તેને ‘ટાંગલિયો’ કહેવાય છે. આ ટાંગલિયો શબ્દ ‘ટાંગ’ (ટાંગો-પગની એડીથી ઘૂંટણ સુધીનો ભાગ) પરથી લેવામાં આવ્યો છે. આ ટાંગલિયામાં મૂળ રંગ કાળો હોય છે અને તેની કિનારી લાલ રંગની અને તેના પર સફેદ કલરની ટપકાંવાળી ભાત જોવા મળે છે. ટાંગલિયા વણાટ ‘દાણા વણાટ’ તરીકે પણ ઓળખાય છે. વણાટ પ્રક્રિયા
પરંપરાગત ટાંગલિયા વણાટ કાંતેલાં ઊનથી જ કરવામાં આવતું, પણ હવે ઊન, કપાસ, રેશમ, એક્રેલિક, વિસ્કોસ વગરેમાંથી બનાવવામાં આવે છે. ટાંગલિયા વણાટ એ હાથની કલા છે. એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ટાંગલિયાની ડિઝાઇનમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ વગેરે જેવી ભૌમિતિક ભાતો જોવા મળે છે.
ઊન કે સુતરનાં દોરાને તાણા-વાણા (વણવામાં ઊભા અને આડા તાર) કરીને તેના પર કોન્ટ્રાસ્ટ રંગના દોરાની ગાંઠ મારીને તેમને એક સાથે દબાવવામાં આવે છે જેથી ઉપસેલા દાણા જેવી ભાતની અસર જોવા મળે છે. આ હસ્તકલામાં દાણાનું અંતર ચોક્કસ ગણતરી કરીને મૂકવામાં આવે છે.
ટાંગલિયા હસ્તકલા પિટ-લૂમ (ખાડાવાળી સાળ-ચોરસ ખાડો કરીને તેમાં કાપડ વણવાનું યંત્ર મૂકવામાં આવે છે તેને ગુજરાતીમાં ખાડાવાળી સાળ કહેવાય છે.) પર તૈયાર કરવામાં આવે છે. સુરેન્દ્રનગરના મોટાભાગના વણકરો ખાડાવાળી સાળનો ઉપયોગ કરીને ટાંગલિયાનું ઉત્પાદન કરે છે.
લાકડાંની એક ચોરસ ફ્રેમમાં તાંબાના સળિયામાં બૉબીન (બાબીન-ફીરકી) રાખવામાં આવે છે, જેમાં દોરા વીંટાય છે. સૌપ્રથમ કાપડને સાદા વણાટમાં તૈયાર કરાય છે. વાણા (આડા તાર) પર નાનાં નાનાં ટપકાં કરીને નવી ડિઝાઈન તૈયાર કરાય છે. દાણા બનાવવા માટે વણકર રંગીન દોરાના ગૂંચળાને ખોલીને તાંતણા અલગ કરે છે. તે ગણતરીપૂર્વક એક સાથે બે દોરા હાથમાં લઈને કોટન (સૂતર)ના એક પછી એક તાર પર દોરાના છેડાને સિફતપૂર્વક પોતાના અંગૂઠા અને તર્જની દ્વારા ગોળ વણીને તોડી નાંખે છે અને એમ કરતાં કરતાં ડિઝાઈન બનતી જાય છે. તાણા-વાણા પર દોરો ગોળ વણાઈ જતો હોવાથી કાપડની બન્ને બાજુએ એની ભાત એકસરખી દેખાય છે. આમ, આ રીતે વણાટ પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. ટાંગલિયાની વિવિધ ભાત
સૌથી પ્રચલિત અને જૂની ભાત ‘લાડવા ભાત’ છે. તે ઉપરાંત તેમાં મોર, આંબો, ખજૂરી, મોરનાં પીંછા વગેરે પણ જોવા મળે છે. ટાંગલિયાના પ્રકાર
રામરાજ: મુખ્યત્વે યુવતીઓ પહેરે છે. તેમાં મરૂન-લીલો-પીળો વગેરે કલર જોવા મળે છે, પરંતુ કાળો કલર મુખ્ય ગણાય છે. રંગીન દાણાથી ડિઝાઇન બનાવાય છે અને કિનારી પર જરીથી સુશોભિત વણાટ કરવામાં આવે છે.
ચારમાલિયા: મરૂન અને કાળા રંગના દોરાથી વણાટ કરાય છે અને તેમાં સફેદ રંગના દાણા હોય છે.
ધૂંસલું: મુખ્યત્વે વૃદ્ધ સ્ત્રીઓ પહેરે છે. તે સફેદ તથા મરૂન રંગમાં બનાવવામાં આવે છે.
લોબડી: વડીલોની મર્યાદા જાળવવા માટે નવોઢા દ્વારા ઓઢવામાં આવતું ઓઢણું છે. સામાન્ય રીતે આ સાલ મરૂન કલરની હોય છે અને તેમાં સફેદ દાણાની ભાત હોય છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં દેદાદરા, વસ્તડી, દેરવાડા વગેરે ગામો ટાંગલિયા હસ્તકલાનાં મુખ્ય કેન્દ્રો છે. આ હસ્તકલાને 2009માં ભારત સરકાર દ્વારા GI Tag મળેલ છે. ટાંગલિયા કલાને વિશ્વ ફલક પર પહોંચાડવામાં વઢવાણના લવજીભાઈ પરમારનો સિંહફાળો છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે. તેમને ભારત સરકાર તરફથી આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો છે.
ગુજરાતનો આ કલા હુન્નર આજકાલનો નથી, પણ તેના ઉદભવનાં મૂળ શોધવા આપણે ગુજરાતનાં સંસ્કૃતિક ઈતિહાસનાં ઘણાં ઘણાં પાનાં ઉથલાવવા પડે તેમ છે.

થો ડા દિવસો અગાઉ ઓરિસ્સાના એક સરકારી એન્જિનિયર બૈકુંઠ સારંગીને ત્યાં દરોડો પડ્યો એ વખતે તેણે 500 રૂપિયાની નોટોનાં બંડલ્સ પોતાના ફ્લેટની બારીમાંથી નીચે ફેંક્યાં હતાં. તેના ઘરમાંથી એક કિલો, સો ગ્રામ સોનું અને પંદર ઈમ્પોર્ટેડ કાંડા ઘડિયાળો, ઊંચી કિંમતના સાત પ્લોટ્સ, બે ફ્લેટ્સ, દોઢ કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટ્સ, બે કરોડ, સિત્તેર લાખ રૂપિયાના શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટના દસ્તાવેજો મળી આવ્યા હતા. સારંગીને ત્યાં દરોડો પડ્યો એના બીજા દિવસે તે નિવૃત્ત થવાનો હતો, પરંતુ એ પહેલાં રેડ પડી અને અધધ અસ્કયામતો મળી આવી હતી.
***
તેલંગાણા સરકારના સિંચાઈ અને સીએડી ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૂને શ્રીધરની બેફામ બિનહિસાબી સંપત્તિઓ માટે ધરપકડ થઈ હતી. તેની પાસેથી એક બંગલો, ચાર ફ્લેટ્સ, 19 પ્રાઈમ રેસિડેન્શિયલ પ્લોટ્સ, 16 એકર ખેતીની જમીન અને સંખ્યાબંધ હોટેલમાં ભાગીદારીના પુરાવાઓ મળી આવેલા. શ્રીધરે તેના દીકરાના થાઈલેન્ડમાં લગ્ન કર્યા હતા. ત્યાં કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો એને કારણે તે સરકારી એજન્સીઝની નજરમાં આવ્યો હતો. નૂને શ્રીધરની બેફામ સંપત્તિ વિશે એન્ટિકરપ્શન બ્યુરોને માહિતી મળી એ પછી તેની અને તેના સગાંવહાલાંઓની 13 જગ્યાએ એન્ટિકરપ્શન બ્યુરોએ દરોડા પાડ્યા હતા અને એ દરમિયાન હૈદરાબાદ, વારંગલ, કરીમનગરના પ્રાઈમ વિસ્તારમાં તેના રેસિડિન્શિયલ પ્લોટ્સ પણ મળી આવ્યા હતા.
***
ઉત્તર પ્રદેશ પોલીસમાં ફરજ બજાવતી મહિલા ઇન્સ્પેક્ટર નરગિસ ખાન પાસે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ મૂકીને ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો. તેણે 14 વર્ષના કાર્યકાળ દરમિયાન 10.59 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ઊભી કરી છે. તેણે મેરઠમાં ઘરો, પ્લોટ, રેસ્ટોરાં, બાર, દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને પેટ્રોલ પંપ્સ સહિત ઘણી સંપત્તિ એકઠી કરી હતી. આ ઉપરાંત, તેણે ગાઝિયાબાદ અને નોઇડામાં ફ્લેટ, પ્લોટ, રેસ્ટોરાં, બાર અને પેટ્રોલ પંપ્સ ખરીદ્યાં હતાં.
***
આ તો નજીકના ભૂતકાળના થોડાક જ કિસ્સાઓ છે. આપણા દેશમાં સરકારી એન્જિનિયર પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવતી હોય તો ઉચ્ચ અધિકારીઓ કેટલા પૈસા કમાતા હશે એની કલ્પના કરી શકાય છે. આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ જેવા ઉચ્ચ સ્તરના અધિકારીઓ બેનામી સંપત્તિ માટે કે બેફામ સંપત્તિ માટે કે લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે. થોડા સમય અગાઉ જ ઓરિસ્સામાં એક આઈએએસ ઓફિસર દસ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
સામાન્ય રીતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ભ્રષ્ટાચાર માટે રેડ કરતા હોય છે. બિન હિસાબી સંપત્તિ પકડી પાડવા માટે રેડ કરતા હોય છે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના અધિકારીઓ પણ લાંચ લેતા પકડાઈ જાય એવી ઘટનાઓ આપણે ત્યાં બને છે. મે 30, 2025ના દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરનો એક અધિકારી વીસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો હતો. એ લાંચનો પ્રથમ જ હપ્તો હતો!
સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને બેફામ પૈસા એકઠા કરતા હોય તો રાજકારણીઓ પણ શા માટે પાછળ રહે? જૂન 25, 2025ના દિવસે પંજાબ વિજિલન્સ બ્યુરોએ શિરોમણી અકાલી દળના નેતા અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાન બિકારામ સિંઘ મજીઠિયાની આવકના સ્ત્રોત કરતાં અનેકગણી સંપત્તિ માટે ધરપકડ કરી હતી. મજીઠિયા સામે 2021માં ડ્રગ ટ્રાફિકિંગનો કેસ નોંધાયો હતો અને તેની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી. પંજાબમાં તેની 25 જગ્યાઓ પર એકસાથે દરોડા પડાયા હતા. આશ્ચર્યજનક અને આઘાતજનક વાત એ છે કે આપણા દેશમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને કરોડો કે અબજો રૂપિયા એકઠા કરે એ વાતથી કોઈને આશ્ચર્ય થતું નથી અને આઘાત પણ લાગતો નથી! સમયાંતરે સરકારી અધિકારીઓની લાંચ લેવા માટે અથવા તો બેફામ સંપત્તિ માટે ધરપકડ થાય એવી ઘટનાઓ બહાર આવે છે, પરંતુ એ તો હિમશીલાની ટોચ સમાન હોય છે. મૂળે ભ્રષ્ટાચાર આપણા દેશમાં નવીનવાઈની વાત ગણાતી નથી.
થોડા દિવસો અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'કોઈ સરકારી અધિકારી ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠરે તો જ્યાં સુધી તે નિર્દોષ સાબિત ન થાય, ત્યાં સુધી તેને પુનઃસેવામાં રાખવો જોઈએ નહીં.’ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે ‘આવા ભ્રષ્ટ અધિકારીઓને ફરજ પર પરત આવવાની મંજૂરી આપવી પ્રજાના વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. તેઓ સિસ્ટમને બળહીન કરશે અને ઈમાનદાર અધિકારીઓનું અપમાન થશે.’
આ બેન્ચે ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરાવાયેલા એક રેલવે ઇન્સ્પેક્ટરની અરજીને ફગાવી દેતી વેળાએ આ ટિપ્પણી કરી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના ઇન્સ્પેક્ટરે પોતાની અરજીમાં ગુજરાતની ટ્રાયલ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં આપેલા દોષારોપણ પર સ્ટે માગ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સજા પર તો સ્ટે આપીને તેના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ દોષારોપણ પર સ્થગિતિ આપવાનો ઈનકાર કર્યો હતો.

અરજદાર તરફથી વકીલ નીતિનકુમાર સિંહાએ દલીલ કરી હતી કે ‘ટ્રાયલ કોર્ટે ઇન્સ્પેક્ટરને દોષિત ઠરાવવામાં અને બે વર્ષની સજા આપવામાં ભૂલ કરી છે.’
‘કે. સી, સરીન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ના કેસનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું: ‘માત્ર ઉપલી અદાલતમાં અપીલ ચાલુ છે એ આધાર પર કોઇ દોષિત અધિકારીને સેવામાં ચાલુ રાખવો શક્ય નથી (‘કે. સી. સરીન વિ. યુનિયન ઓફ ઈન્ડિયા’ કેસમાં સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે ‘જ્યારે કોઈ જાહેર અધિકારીને કાયદાકીય પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવવામાં આવે, ત્યારે ત્યાં સુધી તેને ભ્રષ્ટ તરીકે જ ગણવો જોઈએ જ્યાં સુધી અદાલત તેને નિર્દોષ ન ઠરાવે’).
ભ્રષ્ટાચારને મુદ્દે આ ઉચ્ચ ધોરણો માટે અદાલતની પ્રશંસા કરવી જોઈએ, પરંતુ જ્યારે કોઈ નામદાર જજસાહેબ જ બેફામ રોકડ રકમ માટે વિવાદમાં આવે ત્યારે પણ આ જ ધોરણો લાગુ કરવા જોઈએ. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે આગ લાગી અને એમાં મોટી રોકડ રકમ સળગી ગઈ એ વાત બહાર આવી એ પછી આખા દેશમાં ખૂબ વિવાદ જાગ્યો, પણ જસ્ટિસ વર્મા સામે શું પગલાં લેવાયાં? તેમને અલાહાબાદ હાઇકોર્ટમાં બદલી આપી દેવાઈ!

આંતરમનના આટાપાટા:વોરન બફેટે રોઝનો ધંધો ખરીદ્યો હતો!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/warren-buffett-bought-roses-business-135353210.html
ભાગ-2 આ પણે રોઝ બ્લમકીનની વાત કરી. માણસનું ભાવિ એને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને એનો દાણોપાણી ક્યાં નિર્મિત થયાં હોય છે, તેની એક અજીબોગરીબ દાસ્તાં જોઈ.
અપવાદરૂપ વ્યક્તિઓ કેમ વિરલ હોય છે? જવાબ મળે છે કે તેમનામાં અસુવિધાજનક પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતાનો ગુણ રહેલો છે. રોઝ ઉઘાડા પગે માત્ર 13 વર્ષની કુમળી વયે 18 માઇલ ચાલતી હતી, કારણ કે એની પાસે એક જ જોડ જૂતાં હતાં અને એનું તળિયું ઘસાઈ ન જાય એ માટેની એની મથામણ હતી. આગળ જતાં પહેલાં વિશ્વયુદ્ધ પછીની ભયંકર મંદીમાં એણે પોતાની વર્ષોની મહેનત રેડીને એક ફર્નિચર સ્ટોર ઊભો કર્યો. હજુ માંડ માંડ એ પા પા પગલી ભરતો થાય એ પહેલાં તો આગ એને ભરખી ગઈ, પણ આવી ભયંકર મુસીબત સામે નમતું નહીં જોખતાં એણે બીજા જ દિવસથી પોતાનો સ્ટોર ચાલુ કરી દીધો.
એવી રીતે 97 વર્ષની ઉંમરે એની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું. આનાથી દબાઈ નહીં જતાં એણે બીજા દિવસે પોતાનું કામ શરૂ કરી દીધું. મોટાભાગના માણસોને આવી આપત્તિઓ તોડી નાંખે છે. માત્ર અપવાદરૂપ માણસો જ એને ગણકાર્યા વગર પોતાના ગંતવ્યસ્થાને જવા માટેની મથામણ ચાલુ રાખે છે અને સફળ થાય છે. રોઝ આવું અપવાદરૂપ વ્યક્તિત્વ છે અને એટલે જ એ બીજાથી અલગ પડે છે. પોતાનાં દુ:ખ કે મુશ્કેલીઓમાંથી આગળ ચાલી નીકળવાનો મિજાજ, આવા અપવાદરૂપ વ્યક્તિત્વને સામાન્ય વ્યક્તિત્વથી જુદાં પાડે છે.
બીજો મુદ્દો એ છે કે મોટાભાગના લોકો પરિસ્થિતિને કાયમી અને અડગ સમજે છે. જ્યારે રોઝ જેવી વ્યક્તિઓ પરિસ્થિતિને બદલાઈ શકે તેવું પરિબળ ગણે છે અને જરાક પણ અનુકૂળતા દેખાય એટલે ઝુકાવી દે છે. જ્યારે મંદીના કારણે ગ્રાહકો ફર્નિચર ખરીદવાનું ટાળતાં ત્યારે ‘બહુ મોટી મંદી છે’, એમ કહી રાડારાડ કરવાને બદલે એણે ફર્નિચર ભાડે આપવાનું શરૂ કર્યું. પરિસ્થિતિનાં જે પરિબળો આપણાં કાબૂ બહાર હોય તેને જીવનના કેન્દ્રસ્થાને મૂકી દુ:ખી થવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર આવો બદલાવ લાવી શકે.
ત્રીજું, જે લોકો સામાન્ય છે તે લોકો પરિસ્થિતિ બદલાવાની રાહ જુએ છે, જ્યારે અપવાદરૂપ લોકો હાથ જોડીને બેસી રહેવાને બદલે એમાંથી રસ્તો કાઢે છે. પોતાનો સ્ટોર આગમાં ભસ્મ થઈ ગયો ત્યારે, ‘વી આર ઓપનિંગ ટુમોરો’ કહેનારી રોઝને જુદી માટીની ઘડાયેલી સમજી બિરદાવવી જોઈએ. કોરિયન વૉર દરમિયાન જ્યારે ધંધામાં મંદી આવી ત્યારે ટાઉનહૉલ ભાડે રાખી અઢી લાખ ડૉલરનું લેણું માત્ર ત્રણ જ દિવસમાં ચૂકવી આપ્યું, આ નાની-સૂની વાત નથી.
રોઝ 90 વર્ષની ઉંમરે પોતાને ત્યાં આવતો દરેકે દરેક માલ ચકાસી લેતી. પોતાને સપ્લાય કરવામાં આવેલ કારપેટનું વજન થોડું ઓછું હોવાનું જણાતા એણે સપ્લાયરના ત્યાં યાર્નની ચોરી થતી હતી તે પકડી પાડી હતી. રોઝ 103 વર્ષની ઉંમરે પણ દિવસના 12 કલાક કામ કરતી હતી. ધંધો બે વસ્તુ માગે છે, પહેલું કઠોર પરિશ્રમ અને બીજું પરિસ્થિતિ ઉપર સતર્ક નજર. મોટાભાગે લોકો બહારનો ઝળહળાટ જુએ છે પણ એની પાછળ કોની અને કેટલી મહેનત છે, એની દરકાર નથી કરતા. રોઝની એવી સ્પષ્ટ માન્યતા હતી કે તમારી પ્રતિષ્ઠા તમારા માટે નવી તકો ઊભી કરી આપે છે.
એક જજ જેણે એના કેસમાં રૂલિંગ આપ્યું, તેણે બીજા જ દિવસે એના સ્ટોર્સમાંથી કારપેટ ખરીદ્યું અને એટલે જ રોઝ કહે છે કે તમારી પ્રતિષ્ઠા તમે જે વિચારો છો તે નથી પણ બહાર ઘણાં બધાં લોકોનો જે સહિયારો અનુભવ છે તે તમારી છાપ અને પ્રતિષ્ઠા ઊભી કરે છે.
વોરન બફેટે કોઈ પણ પ્રકારનું ઑડિટ કર્યા-કરાવ્યા વગર રોઝનો ધંધો ખરીદ્યો હતો, કારણ કે એની પ્રતિષ્ઠા હતી. આ ઉદાહરણ છે કે, સાચો ભાગીદાર માત્ર તમારી તાકાતમાં ઉમેરો નથી કરતો પણ એ તમારી નબળાઈઓ સામે તમારું રક્ષણ પણ કરે છે.
રોઝના જીવનમાંથી મળતો પદાર્થપાઠ એ છે કે સામાન્ય પ્રયત્ન કરશો તો સામાન્ય પદાર્થપાઠ મળશે, અસાધારણ પરિણામો મેળવવાં હોય તો અપ્રતિમ પ્રતિબદ્ધતા જોઈએ. એકધાર્યું અને એકધ્યાનથી કામ કરવું એ જ સૌથી મોટામાં મોટું બળ છે. ગાંડાની જેમ કામ કરવાનું વ્યસન નહીં, પણ એકધ્યાન થઈને કામ કરવાથી મળતું ધંધા વિશેનું ઊંડું જ્ઞાન કોઈ પણ પ્રતિસ્પર્ધી માટે આત્મસાત્ કરવું મુશ્કેલ હોય છે. ટૂંકમાં રોઝની સફળતા પાછળનો ગુરુમંત્ર હતોઃ ‘સસ્તું વેચો, સાચું બોલો, ગ્રાહકને છેતરશો નહીં.’
સાવ તળિયેથી શરૂઆત કરી, દારૂણ ગરીબી અને પોતાના વતનમાંથી મૂળ સહિત ઉખડી જઈ માત્ર 66 ડૉલરની મૂડી સાથે ધણી-ધણિયાણી અમેરિકા પહોંચે છે. અંગ્રેજી આવડતું નથી, જે કાંઈ શરૂ કરે એમાં અવરોધો આવે છે અને છતાં એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે પ્રતિષ્ઠા ઊભી કરે છે.

દેશી ઓઠાં:સાંસા ગડથલ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/sansa-mess-135353146.html
લી લીછમ ટેકરીઓ ને ઘટાટોપ ઝાડવાં. રળિયામણો વગડો છે. ટાઢેરા વાયરામાં ઝાડવાં ડોલે છે. અલખની ધૂનમાં જાણે જોગીડા ઝૂમતા હોય એવું લાગે છે. પંખીડાંનો મીઠો કલરવ અને ખળખળ વહેતાં ઝરણાં. જાણે વનદેવીની ઝાંઝરી રણઝણે છે. આવા લીલુડા વનમાં પીલુડીના ઝાડની બખોલમાં સસલો ને સસલી રહે છે. કૂણુંકૂણું ખડ ને વગડાઉ ફળ ખાય છે, મોજ કરે છે.
ટેકરીની ઉગમણી કોર્ય સપાટ મેદાન છે, પછી ઘટાટોપ ઝાડવાંનાં ઝૂમખાં છે, ને એની પછવાડે ઊંચી ઊંચી અટારીઓ ને મહેલ-ઝરૂખા દેખાય છે. ગઢના કાંગરા દેખાય છે. ઊગતા સૂરજના અજવાળામાં ઝળાંહળાં થાય છે. જાણે સોનાની નગરી! ઈ કંકાવટી નગરી છે. રાજા કનકસેનના રાજ તપે છે. સસલો ઝીણી આંખે રોજ આ નગરીને જોયા કરે. એને ઈ નગરીમાં જાવાના અભરખા થાય, પણ સસલી રોકે છે.
એક દી સસલીને કીધા વગર સસલો નીકળી ગ્યો. ગઢના એક દરવાજા હેઠે થોડીક જગ્યામાંથી સસલો માલીપા ગરી ગ્યો. ઈ હાથીખાનું હતું. રાજાનો મકનો હાથી લહેરથી તાજું ઘાસ ને રાજાના બગીચાનાં ફળની ઝપટ બોલાવે છે. સસલાને ભાળીને રાજી થ્યો. એકબીજાની ઓળખાણ થઈ. હાથીએ સસલાની આગતા-સ્વાગતા કરી. કેળાંની લૂમ, જમરૂખ ને બીજાં ફળ સસલાને આપ્યાં. સસલાએ પેટ ભરીને ખાધું. થોડુંક સસલી માટે લઈને સસલો પોતાની બખે ગ્યો. સસલી રાજી થઈ ગઈ. હાથી અને સસલાની ભાઈબંધી જામી.
વખત વીતે છે. એક દી સસલીએ સસલાને કીધું: ‘તમે રોજ હાથીભાઈને ઘેર જમો છો, ને વળી મારા સાટું ભાતું લેતાં આવો છો. તો આપણેય કોક દી હાથીભાઈને નોતરવા જોઈં કે નહિ?’ સસલાએ તો હાથીને નોતરું આપ્યું. ‘હાથીભાઈ! એક દી મારી બખે જમવા પધારો! અમે નાના જીવ! જાજું તો અમારું ગજું નહીં, પણ સાંસા ગડથલ કરીશ!’
ઠેરાવેલ દિવસે સસલો ને સસલી વનફળ ભેગાં કરીને વાટ જુએ છે. ઘણું મોડું થ્યું. હાથી આવ્યો નહીં. બધાં વનફળ સસલો ને સસલી ખાઈ ગ્યાં. ત્યાં હાથી આવ્યો. હવે શું ખવડાવવું! સસલો હાથીની સામે મંડ્યો ગડથોલિયાં ખાવા! ‘સસલાભાઈ! આ શું કરો છો?’ ‘હાથીભાઈ! આ અમારું સસલાભાઈનું સાંસા ગડથલ! મેં કીધું તું ને, કે સાંસા ગડથલ કરીશ!’હાથી તો મોટા મનનો! હસતો હસતો પાછો ગ્યો.

સાયબર સિક્યુરિટી:દુનિયાની સૌથી મોટી ડેટા ચોરી: તમારે શું કરવું જોઇએ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-worlds-biggest-data-theft-what-should-you-do-135353161.html
કેવલ ઉમરેટિયા થો ડા દિવસો પહેલાં એક એવા સમાચાર સામે આવ્યા કે જેણે સાયબર સુરક્ષાની દુનિયાની સાથે સમગ્ર ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી અને સાથે ચિંતા પણ ઊભી કરી. આ સમાચાર હતા અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકના. એવું કહેવામાં આવ્યું કે લગભગ 16 અબજ પાસવર્ડ્સ અને લૉગિન ડિટેઈલ્સ ઇન્ટરનેટ પર લીક થઈ ચૂકી છે. સાયબર નિષ્ણાતોએ તેને Mother of All Breaches (MOAB) એટલે કે અત્યાર સુધીનું સૌથી મોટું ડેટા લીક ગણાવ્યું.
જોકે, હવે કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે જે રિપોર્ટમાં 16 અબજ પાસવર્ડ લીક થયાનું જણાવવામાં આવ્યું છે, તે રિપોર્ટ જ ભૂલ ભરેલો છે. જોકે, આપણે તેમાં નથી જવું. આપણે તો ડેટા લીકની જ વાત કરવી છે. જે ડેટા લીક થયો તેમાં ઈમેલ આઈડી, પાસવર્ડ, મોબાઈલ નંબર, સોશિયલ મીડિયા લૉગિનથી લઈને બેન્કિંગ માહિતી સુધી સામેલ હોઈ શકે છે. ડેટાની એક વિશાળ લાઈબ્રેરી છે જે ડાર્ક વેબ પર ખુલ્લેઆમ વેચાઈ રહી છે. હવે સવાલ એ છે કે શું આ સમાચાર ફક્ત મોટી કંપનીઓ કે સેલિબ્રિટીઝ માટે છે? બિલકુલ નહીં! ખરેખરમાં સૌથી મોટો ખતરો સામાન્ય ઇન્ટરનેટ યુઝર્સને છે. ડેટા બ્રીચ અને તેની અસર
જ્યારે કોઈ વેબસાઈટ, એપ કે સિસ્ટમની સુરક્ષા તોડીને હેકર્સ યુઝર્સની ખાનગી માહિતી સુધી પહોંચી જાય છે, ત્યારે તેને ડેટા બ્રીચ એટલે કે ડેટા લીક કહેવાય છે. ઘણીવાર આ ચોરી તમારી જાણ વગર થાય છે. જેમ કે મોબાઈલમાં આવેલી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું, કોઈ નકલી એપ ઇન્સ્ટોલ કરવી અથવા કોઈ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરવો.
આ વખતનો લીક મુખ્યત્વે ઇન્ફોસ્ટીલર (Infostealer) માલવેર સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. આ એક એવું ખતરનાક સોફ્ટવેર હોય છે જે તમારા કમ્પ્યુટર કે મોબાઈલમાં છુપાઈને તમારી ટાઈપ કરેલી સંવેદનશીલ માહિતી (જેમ કે યુઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ, બ્રાઉઝિંગ હિસ્ટરી) ને ચોરી લે છે અને તેને સાયબર અપરાધીઓના સર્વર પર મોકલી દે છે. ત્યારબાદ સાયબર અપરાધીઓ તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરે છે. તમારો ડેટા લીક થયો છે કે નહીં તે કેમ ખબર પડશે?
આ સવાલનો જવાબ મેળવવો તો અઘરો છે, પણ એક શાનદાર ઓનલાઇન ટૂલની મદદથીથી તમે અંદાજો લગાવી શકો છો કે તમારો ડેટા લીક થયો છે કે નહીં. આ ટૂલ એક વેબસાઇટ છે અને તેનું યુઆરએલ haveibeenpwned.com છે. આ એક વૈશ્વિક વિશ્વસનીય પ્લેટફોર્મ છે. તેની મદદથી તમે આ જાણી શકો છો કે તમારો ડેટા લીક થયો છે? કેવી રીતે ઉપયોગ કરવો?
સૌથી પહેલાં https://haveibeenpwned.com વેબસાઈટ ખોલો. ત્યારબાદ તેમાં તમારું ઈમેલ એડ્રેસ અથવા મોબાઈલ નંબર ટાઈપ કરો. પછી pwned? બટન પર ક્લિક કરો.
જો પરિણામ લાલ રંગમાં આવે અને Oh no — pwned! લખેલું દેખાય, તો સમજી લો કે તમારો ડેટા લીક થઈ ચૂક્યો છે.
જો પરિણામ લીલા રંગમાં આવે અને Good news — no pwnage found! દેખાય, તો હાલમાં તમારો ડેટા જાણીતા ડેટા બ્રીચમાં લીક નથી થયો.
ડિજિટલ સુરક્ષા માટે આ 7 જરૂરી પગલાં અપનાવો
1. દરેક પ્લેટફોર્મ માટે અલગ અને અનોખો પાસવર્ડ રાખો
2. પાસવર્ડ સ્ટ્રોંગ બનાવો- પાસવર્ડ ઓછામાં ઓછા 12-14 કેરેક્ટરનો હોવો જોઈએ, જેમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર, નંબર અને સ્પેશિયલ કેરેક્ટરનું મિશ્રણ હોય.
3. દર 3-6 મહિને એકાઉન્ટ્સના પાસવર્ડ બદલવાની આદત રાખો.
4. 2FA (Two-Factor Authentication) ચાલુ કરો, તે તમારી ઓનલાઈન સુરક્ષા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે.
5. બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ કરવાનું બંધ કરો, તેના વિકલ્પ તરીકે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો.
6. ફિશિંગ ઈમેલ અને નકલી સાઈટ્સથી બચો, કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં પહેલાં તપાસ કરો.
7. તમારા પરિવારને પણ જાગૃત બનાવો- આજકાલ બાળકો ગેમ ડાઉનલોડ કરતી વખતે અને વડીલો WhatsApp ફોરવર્ડ કરતી વખતે લાંબું વિચારતા નથી. તમારા પરિવારના તમામ સભ્યો, ખાસ કરીને બાળકો અને વડીલોને આ બધાં જોખમો વિશે સમજાવો.
ધ્યાન રહે કે તમારો પાસવર્ડ ફક્ત એક શબ્દ નથી, તમારી ડિજિટલ દુનિયાની ચાવી છે. જો તે ચાવી કોઈ ખોટા હાથમાં જતી રહે, તો નુકસાન ફક્ત આર્થિક જ નહીં — ખાનગી, સામાજિક અને માનસિક પણ હોઈ શકે છે.
તો આજે જ તમારો પાસવર્ડ બદલો, 2FA ઓન કરો અને તમારા ડિજિટલ વ્યવહાર પર ધ્યાન આપો. યાદ રાખો, ડિજિટલ દુનિયામાં સાવધાની એ જ સુરક્ષા છે.

ગતકડું:લાઈટ: જેણે આપી એણે કાપી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/light-whoever-gave-it-took-it-away-135352824.html
ડૉ. પ્રકાશ દવે ઓ ચિંતા એવું બને કે ઘરના તમામ સભ્યો પોતે જે કામ કરી રહ્યાં છે એ પડતું મૂકી બીજું જ કામ કરવા માંડે ત્યારે સમજી લેવું કે ઘરમાં લાઈટ ગઈ છે. એક વ્યક્તિ બેટરી શોધવામાં વ્યસ્ત બની જાય છે. બીજી વ્યક્તિ એ તપાસમાં લાગે છે કે આપણે એકલાને ગઈ છે કે બધાંને? ઘોડિયામાં સૂતેલું બાળક ઊંઘવાનું પડતું મૂકીને ઉંવા ઉંવા શરૂ કરી દે છે.
દાદીમા એના ફેવરિટ દેવદેવીનાં અખંડ નામ જાપ શરૂ કરી દે છે. દાદા તો ઘરમાં કોઇપણ જવાબ ન આપી શકે એવો સવાલ કરે છે: અત્યારે કોણે કાપી?! જોકે, આ સવાલ કોઈ જ્ઞાનીને પૂછવામાં આવે તો કદાચ એ કહે પણ ખરો: જેણે આપી એણે કાપી!
લાઈટ મોટા અધિકારી જેવી હોય છે. એના આવવાનો કે જવાનો ટાઇમ નક્કી નથી હોતો. તમારે એનું કામ ન હોય તો એ હોય અને કામ હોય ત્યારે ન પણ હોય અને રાહ જોયા વિના છૂટકો નહિ!
લાઈટ ગયા પછી કેટલાંક અગત્યનાં કામ પતાવી લેવાનાં હોય છે. કોઈ બાળક રમતું હોય તો એનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવાનું હોય છે. નોંધ: સલામત સ્થળ એટલે એના મમ્મીનો ખોળો!
બીજું અગત્યનું કામ એ કે ગરમ કરેલું દૂધ કે બીજી કોઈ વસ્તુ પંખા નીચે ઠંડી થવા મૂકી હોય તો એ કોઈની અડફેટે ચડે એ પહેલાં ત્યાંથી હટાવી લેવાની હોય છે. નોંધ: કોઈની એટલે બિલાડીની અથવા આવી કટોકટીમાં પણ પાણી પીવા ઊભા થનાર દાદાજીની!
એક વ્યક્તિને એ તપાસ સોંપવામાં આવે છે કે લાઈટ આપણે એકલાને ગઈ છે કે બધાંને? આવી તપાસ શક્ય એટલી વહેલી પૂરી કરીને અહેવાલ રજૂ કરવાનો હોય છે. તપાસ કમિટી એવો રિપોર્ટ આપે કે ‘આખા ગામમાં ગઈ છે’ તો એ એક સભ્યના તપાસપંચની મુદત વધારી દેવામાં આવે છે અને કયાં કારણોસર લાઈટ ગઈ એ જાણી લાવવાની જવાબદારી સોંપવામાં આવે છે.
આ તપાસપંચ કેટલાક આગવા સંપર્કો ધરાવતું હોય છે, જેમાં વીજબોર્ડના લાઇનમેનથી માંડીને બોર્ડના નિવૃત્ત અધિકારીના પુત્રનો સમાવેશ થાય છે. આ તપાસપંચ ત્વરિત પોઝિશન સંભાળી અહેવાલ આપે છે કે એકાદ કલાકમાં આવી જશે, ફોલ્ટ છે.
જોકે તપાસ સમિતિ અહેવાલ આપે કે બાજુવાળાને પણ ગઈ છે તો આખું ઘર રાહતનો શ્વાસ લે છે અને સ્થાનિક કક્ષાની એક નાનકડી ઉજવણી પણ કરી નાખવામાં આવે છે. બાજુવાળાને પણ લાઈટ ગઈ છે એવી ખુફિયા માહિતી લાવી આપનારને શબ્દપુષ્પોથી વધાવી એની કામગીરીને બિરદાવવામાં આવે છે.
લાઈટ જાય એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ સક્રિય બની જાય છે. લાઈટ હોય ત્યારે આ સેલ લગભગ નિષ્ક્રિય અવસ્થામાં હોય છે અને ખૂણામાં બેઠું બેઠું ટીવી જોતું હોય છે. લાઈટ જાય એવી સ્થિતિમાં આ સેલનું પ્રથમ કાર્ય ઘરમાંથી ત્વરિત બેટરી શોધી અજવાળાં ફેલાવવાનું હોય છે. આ સેલ તાલીમબદ્ધ અને ઘરની ભૂગોળથી સુપેરે પરિચિત હોય છે એટલે એ કોઈને અડફેટે લીધા વિના બેટરી સુધી પહોંચી શકે છે.
આ સેલ સક્રિય હોય એ સમયે બાકીના તમામ સેલને નિષ્ક્રિય કરી નાખવામાં આવે છે. અલબત્ત, અખંડ નામ જાપ કરી રહેલાં દાદી જાપમાંથી થોડો બ્રેક લઇ ને ‘હું તો કહેતી જ હતી બત્તી હાથવગી રાખજો’ એવું સ્ટેટમેન્ટ આપે છે. દાદા અંધારાનો લાભ લઈને દાદીનો અવાજ આવ્યો હોય એ દિશામાં ‘તું શાંતિ રાખને’ એ મતલબનું વિધાન મનમાં ને મનમાં કરી લે છે. એકાદ ખૂણામાંથી ‘જોજો, દૂધ ઢોળાય નહિ’ એવી ધમકી મિશ્રિત વિનંતી સાંભળવા મળે છે. જોકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ આવી કોઈ કૉમેન્ટને ગણકાર્યા વિના અંધારા ઉલેચવાના કાર્યમાં લાગી ગયું હોય છે.
ઘરમાં સભ્યો ઓછા હોય એવી સ્થિતિમાં દરેક સભ્યોને એકથી વધારે ચાર્જ સોંપાયેલા હોય છે. આ અંધારી ક્ષણોમાં પણ બધાં ભીતરથી ઝળાંહળાં થયેલાં હોય છે એટલે અવનવાં સ્ટેટમેન્ટ સતત સંભળાતાં રહે છે. તંત્ર આખું ખાડે ગયું છે…. લોકોનો જ વાંક છે, બધું ચલાવી લે છે, કાયમ લાઈટ જાય છે પણ કોઈ કંઈ બોલે છે?
અમેરિકાનું જીઇબી એવું સરસ કામ કરે છે કે એક મિનિટ લાઇટ ન જાય. એવું ન હોય, લાઈટ તો અમેરિકામાં પણ જાય છે… શાંતિ રાખો બાપા હમણાં આવી જાશે, અમે તો ફાનસના અજવાળે જ મોટાં થયાં છીએ! આપણી સોસાયટીમાં વારેવારે જાય છે, લાભુકાકાવાળી સોસાયટીમાં ક્યારેય નથી જાતી. ગઈ હોય તો આખી સોસાયટી ક્યારનીય બોર્ડની ઓફિસે પહોંચી ગઈ હોય. ‘હમણાં આવશે. શાંતિ રાખો’ લાઈટ જાય ત્યારે સૌથી વધારે બોલાતું આ વાક્ય છે. જે દેશના લોકોમાં પડેલી હકારાત્મકતાની સાબિતી આપે છે.
અચાનક કોઈને યાદ આવે છે કે મોબાઈલમાં પણ બત્તી આવે છે. એટલે સૌ પોતપોતાના મોબાઈલ શોધવા માટે સજ્જ બને છે, પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ એડવાઈઝરી જાહેર કરીને કહે છે કે કોઈ પોતાનું સ્થાન નહિ છોડે. અમે બેટરીની બિલકુલ નજીક પહોંચી ગયા છીએ.

વળી પાછો લાઈટથી માંડીને લાભુકાકા અને સોસાયટીથી માંડીને સરકાર સુધીની મંત્રણાનો એક નવો રાઉન્ડ ચાલુ થાય છે. મંત્રણા ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પડી ભાંગવાની તૈયારીમાં હોય છે બરાબર એ જ સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ બ્રેકિંગ ન્યૂઝ બહાર પાડે છે કે બેટરી મળી ગઈ છે.
બેટરી મળી ગઈ એની ખુશીમાં ઘરમાં હર્ષનાદો થવા લાગે છે એ જ સમયે ઘરમાં અજવાળું પણ પથરાઈ જાય છે, પણ એ અજવાળું બેટરીનું નથી હોતું, ખરેખર લાઈટ આવી ગઈ હોય છે!

ઓફબીટ:વરસાદ જ્યારે જ્યારે આવે છે...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/whenever-the-rain-comes-135352937.html
વ રસાદ જ્યારે જ્યારે પડે છે ત્યારે કશુંક ઉગાડીને જતો હોય છે. લીલોતરી વરસાદનાં પગલાં જેવી લાગે છે! વરસાદ જોતી વેળાએ જેને ભીતરથી ભીનાં થઈ ગયાનો ભાવ જાગે છે એમની પાસે આજીવન વરસાદનો વટ જીવે છે.
વરસાદ ફોરવર્ડ કરવાનો નથી હોતો! એ સ્વયમ્ ‘ફોરવર્ડ’ છે જ. પ્રત્યેક છાંટા પાસે પૃથ્વીને ભેટવાની વિશાળતા છે. બંધાઇને ઘેરાઇ જવું, ઘેરાઇને વિખેરાઇ જવું એ વરસાદનો વિશેષ છે. વરસવા માટે રાહ જોવાની જરૂર નથી. ભીંજાઇ જવા માટે ચોક્કસ પ્રતિક્ષારત થવું પડે.
વરસવું પ્રકૃતિનો સ્વભાવ છે. તડકો પણ આભમાંથી વરસે જ છે. વરસતાં સહુ કોઇને પ્રકૃતિમાંથી આવડે છે. વરસી ગયા પછી આ વરસવાની ક્રિયા નિરંતર છે જ. જ્યાં ‘બંધાઇ જવું’ શક્ય બને છે ત્યાં ‘ભીંજાઇ જવું’ અધ્યાહાર નથી રહેતું! ફિલિપ કલાર્કનો શેર છે.
માટલીની જેમ ઝમતું હોય છે,
કોઇ છાનું એમ ગમતું હોય છે.
વરસાદને જે છાનું છાનું ગમે છે એ ઉઘાડે છોગ વરસે છે. વરસતાં એને જ આવડે છે જેને સમયસર બંધાઇ જતાં અને સમયસર વિખેરાઇ જતાં આવડે છે. ગમતું હોય એ તો સહુને માટે સહજ હોવું જોઇએ. ‘ગમતું કરવું’- એમાં પણ કલા છે. વાદળ સરનામા સાથે છાંટાનું કુરિઅર નથી મોકલતાં! છાંટા સાથે ભીનાશનું ‘પોર્ટર’ થોડું થાય? જ્યાં અવિરત વરસાદ છે ત્યાં કૃપાનો ચમત્કાર ઋણાનુબંધ બાંધે છે. રમણીક સોમેશ્વર કહે છે...
આ સુગંધીનું પગેરું શોધતા ચાલ્યા અમે,
ને ચરણ થંભી ગયા, સામે મળ્યું ઝાકળ હવે.
ઝાકળના ટીપાંએ વરસાદના છાંટા સાથે ક્યારેય મોરચો નથી માંડ્યો! બંનેનો પોતપોતાનો રૂઆબ છે. બંનેની સલ્તનત આગવી છે. એકમાં પાંખડીની ફોરમ છે તો, એક પાસે માટીની મધમીઠી સોડમ છે. આદિલ મન્સૂરીનો ખૂબ છલોછલ શેર યાદ આવે છે.
વાદળોમાં ચાંદનીનાં શિલ્પ
કંડારી શકે,
આ પ્રતીક્ષાની ક્ષણો આકાર
પણ ધારી શકે.
પ્રતીક્ષાનો સેલ્ફી પાડીએ તો આંખોનો જ પોટ્રેઇટ બહાર આવે! વરસાદ થંભી ગયા પછી પણ નિરંતર વરસતો હોય છે. બીજી વાર ન વરસે ત્યાં સુધી એ ભીતરમાં સ્મરણોની નદીઓને બંને કાંઠે ધસમસ વહે છે. નેવાં અને નેજવાં ઘણાં વર્ષો પછી મળેલાં બાળપણનાં.
દોસ્તીની જેમ વાતોએ વળગે છે. વરસાદને ખરેખર સાંભળ્યો છે? આપણે જે સાંભળીએ છીએ એ તો વાઇપરના અવાજો છે. છાપરાંનો ઘોંઘાટ છે. ગાડીનાં ટાયર ખાબોચિયામાંથી પસાર થતાં વાયરે ચઢ્યાનો કલશોર છે. વરસાદ અવાજ થોડો કરે? એના ધ્વનિ જોડે ધબકારા સૂર મિલાવે. ગણવાનું ભૂલી જઈને ગણગણવાનું આપોઆપ શરૂ થઈ જાય છે. હરજીવન દાફડાનો મજેદાર શેર અમસ્તો જ યાદ આવે છે. ટાંકુ?
આવ! અજપા જાપમાં ભળીએ હવે,
અમે આપોઆપમાં ભળીએ હવે.
આપોઆપની આપઓળખે છે વરસાદ! માતાના ગર્ભની જેમ વાદળના ગર્ભમાં બંધાય છે. આકાશની વિશાળતા વરસાદના નામ પછી જન્મપત્રકમાં લખાતાં માતા-પિતાનાં નામ જેવી છે. એ છાંટે છાંટે આયખું ઉમેરે છે. પહેલા વરસાદમાં જ નહીં, પ્રત્યેક વરસાદમાં એવું લાગે છે કે જો ભીંજાઇ જઈશું તો વરસાદ ચચરશે નહીં? અને ખૂબ ધ્યાન રાખીને બધું જ ચપોચપ બંધ કરીને પણ જો વરસતા વરસાદમાં ભીંજાઇ ન જવાની શરતે નીકળીએ તો પણ, થોડાંક છાંટાઓ તો આપણને ન્યાલ કરે જ છે! ક્યારેક ગમે છે અને ક્યારેક ચીડ ચઢે છે, પણ વરસાદ કોઇનું સાંભળે? એ તો આમ સાવ પાસે અને આમ યુગોથી વણઉકેલાઇ રહેલી લિપિ જેવો. ઘડીકમાં વંચાય પણ સમજણમાં ઉતરે ત્યાં સુધી ભવ ઉપર અનુભવ હાવી થઈ ગયો હોય! પ્રણય જામનગરીનો યાદગાર શેર છે.
એક તો પોતે જ આઘા થઇ ગયા મુજથી ‘પ્રણય’,
કોઇને મારી નજીક પણ આવવા દેતા નથી.
વરસાદ જેને દૂરનો લાગે છે એની પાસે દૂરતાનું કોઇ ચોક્કસ માપ નથી. જેને ‘માણવો’ છે એના માટે અનરાધાર અને અમાપ જ રહ્યો છે. જેને જે ઇચ્છા હોય એ વરસાદ માંગ્યા વગર પૂરી કરે છે. ‘વેધર-ચેક’ કરીને ઘેરાયેલાં વાદળો પરથી આગાહી જરૂર માની શકાય, પણ એમાં ભીંજાયા વગર પણ એને માણવાનો અવસર તો આકાશ પોતાની પાસે અને વરસાદ પોતાના શ્વાસે શ્વાસે રાખે છે.
વરસાદ છે. જ્યારે જ્યારે વરસે ત્યારે ત્યારે એવું ઊગાડીને જાય કે આપણને જ આપણી સુગંધ ઘેરી વળે અને આપણને માટી ઉપર વહેમ જાય કે પહેલા વરસાદ પછી પણ આ માટીની સુગંધમાં એવું શું છે કે વરસાદ મળવા આવે ને ત્યાં જ વહેતાં વહેતાં આંખો સુધી પહોંચી જાય છે? ઓન ધ બીટ્સ
કાગળ આ કોરો ખાલી એક મંદિર છે, ‘રમેશ’,
શ્રદ્ધાના મૂર્ત શબ્દને એમાં તમે મૂકો!
- રમેશ પારેખ