કામદહન:પદ્મસંભવ હિમાલય જઇને મા’દેવના રક્તમાંથી રસી બનાવશે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/padmasambhava-will-go-to-the-himalayas-to-make-a-vaccine-from-the-blood-of-maadev-135277044.html
પાર્થ વ્યાસ પ્રકરણ-1 અષાઢના ઠંડા અને નિસ્તેજ વાતાવરણમાં દેવભૂમિ અમરાવતીનો માહોલ ગમગીન હતો. બાળકો હોય કે મોટેરાંઓ, બધાં જ અસુરોના ભયથી પોતાનાં ઘરમાં લપાઈને બેસી ગયાં હતાં. સ્વર્ગની સુવિધાઓ-વ્યવસ્થાઓ આજે કોઈ જ કામની નહોતી રહી. કોઈ કોઈની સાથે વાતો નહોતું કરતું. કોઈ કોઈને મળવા નહોતું જતું. બધાંને ડર હતો કે અસુરો ક્યાંક તેમનાં શરીરમાં ઘર ના કરી જાય, કારણ કે જો એવું થયું તો મૃત્યુ નિશ્ચિત હતું.
આ અસુરો એટલે વાઇરસ. એ પણ પ્રકૃતિનું જ એક વિસ્મયકારી સર્જન હતા, પરંતુ દેવો માટે એ એક આફત હતા. અગાઉ પણ
અનેક અસુરો અમરાવતીને ધમરોળી ચૂક્યા હતા. પોતાના મંત્રીઓની ચતુરાઈ અને શક્તિઓના પ્રતાપે દેવરાજ ઇન્દ્ર તે વખતે તો અસુરોને સ્વર્ગમાંથી ખદેડી ચૂક્યો હતો, પણ આ વખતે પરિસ્થિતિ અલગ હતી.
કોઈ પણ ઉપાય કારગર સાબિત નહોતો થઇ રહ્યો. અસુરના સંપર્કમાં આવતાં જ લોકોના શ્વાસ રૂંધાવા લાગતા હતા અને શરીરમાં પ્રાણવાયુની ઘટ પડતાં શરીરનાં અંગો એક પછી એક બંધ થવા લાગતાં હતાં. ઇન્દ્રનું પ્રધાનમંડળ દિવસ-રાત મથામણ કરી રહ્યું હતું. ઋષિમુનિઓ શાસ્ત્રોનાં થોથાં ઉથલાવી રહ્યા હતા, તો વિરોધ પક્ષો વાતે-વાતે માથાકૂટ કરી રહ્યા હતા. અંતે બધી મહેનત પાણીમાં હતી જ્યાં સુધી તેની રસી ન બને. સવાલ હતો, રસી બનાવવી કેવી રીતે?
આવા સમયે ઇન્દ્રસભામાં બધાંને એક જ વ્યક્તિ યાદ આવતો- દેવોનો મુખ્ય સલાહકાર, દેવર્ષિ નારદ. બધાં એનું સન્માન કરતાં, કારણ કે એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષે બધું જ જાણતો હતો. નારદે ઊભા થઇને કહ્યું, ‘દેવરાજ, આપને રસી બનાવવા માટે જરૂર પડશે એવા અતિશુદ્ધ રક્ત-રસની જેમાં પ્રતિકારક શક્તિ હોય. તમને લાગે છે કે અહીંયા જેટલા પણ દેવો બેઠા છે તેમનું રક્ત શુદ્ધ છે? સમજ્યા કે નંઈ?’
હંમેશાં શંકાઓ અને કુંઠાઓથી ઘેરાયેલો રહેતો ઇન્દ્ર એકદમ ચિડાઈને, છતાં હાથ જોડીને બોલ્યો. 'પરમ આદરણીય નારદજી, તો પછી તમારું રક્ત કાઢી લઈએ? એ શુદ્ધ હશે? જો મદદ કરવી જ હોય તો રસ્તો બતાઓને?’
‘અરે! ભયભીતશ્રેષ્ઠી દેવરાજ ઇન્દ્ર! જો આટલી જ ઉતાવળ હોય તો પહોંચી જાઓ મા'દેવ પાસે! એમના જેટલું શુદ્ધ રક્ત તો તમારું પણ નથી! સમજ્યા કે નંઈ?’ એટલું બોલી ગાયબ થઇ ગયો.
બધાંને ઇન્દ્ર પર ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે નારદ જોડે ઉદ્ધતાઈથી વાત કરવાની જરૂર નહોતી. એ કદાચ કોઈ બીજો ઉપાય પણ બતાવી શક્યો હોત! નારદની વાત તો સાચી હતી. એક જ જીવ હતો જેના રક્તમાં ન કોઈ ચેપ હતો કે રોગ. મા’દેવ!
પણ મા'દેવનું પગેરું શોધવું બધાં માટે સંભવ ન હતું. એટલે જ ઇન્દ્રએ નજર કરી પદ્મસંભવ તરફ. કામદેવના પદ પર આસીન પદ્મસંભવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો મંત્રી હતો. ઈન્દ્રની નજર પદ્મસંભવ પર પડતાં જ ત્યાં ઊભેલી રતિ બોલી પડી, 'મહારાજ! માફ કરશો સભામાં આવી રીતે બોલવા માટે, પણ મને લાગે છે કે કામદેવની જરૂર અહીંયા અમરાવતીમાં વધારે છે, કારણ કે રોજ અસંખ્ય લોકો અસુરોનો ભોગ બની રહ્યાં છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પદ્મસંભવ સિવાય બીજું કોઈ સક્ષમ નથી.'
ઇન્દ્રસભામાં સોપો પડી ગયો. બધાં જ એવું વિચારતાં હતાં કે જો જીવન બચાવવાની જરા પણ શક્યતા હોય, તો આ પ્રયત્ન કરવો જ જોઈએ. દેવરાજ ઇન્દ્રએ ફરીથી કામદેવ તરફ જોયું. એણે માથું નમાવી પોતાની સંમતિ દર્શાવી. ઇન્દ્રને તે જોઈને ખૂબ જ ગર્વ થયો.
‘તો નક્કી થયું. કામદેવ પદ્મસંભવ આજે જ હિમાલય જવા નીકળશે અને મા'દેવના રક્તમાંથી રસી બનાવી અસુરોનો સર્વનાશ કરશે.’ ઇન્દ્રે તરત જ સભામાં ઘોષણા કરી દીધી. બધાં લોકોએ આ નિર્ણય તાળીઓના ગડગડાટથી વધાવી લીધો, પણ રતિ ચૂપચાપ સભાની બહાર નીકળી ગઈ.
***
હિમાલયનું હિમ જેટલું ઠંડું હતું તેના કરતાં તેને સ્પર્શ કરીને ઊડતો પવન હજારોગણો વધારે ઠંડોગાર હતો. પોતાના પ્રિય મિત્ર અને વિશ્વાસુ વાહન, કુશુ પર સવારી કરતો પદ્મસંભવ કેટલાય દિવસોથી હિમાલયમાં ભટકી રહ્યો હતો. અમરનાથની ગુફાથી માંડીને કૈલાસ પર્વત સુધી બધું જ જોઈ લીધું હતું, પણ ક્યાંય મા'દેવનો પત્તો લાગતો નતો. ધીમે ધીમે હિંમત તૂટવા લાગી હતી પરંતુ અમરાવતીનાં લોકોની યાદ આવતાં જ તે ફરી સાબદો થઇ જતો.
અફવાઓ હતી કે માનસરોવરની પશ્ચિમમાં આવેલ તુંગનાથ પાસે મા'દેવના દર્શન થયા. એટલે બંને ત્યાં જવા નીકળ્યાં હતાં. સંધ્યાકાળ હતો, પદ્મસંભવ અને કુશુ ઢળતાં સૂર્યની દિશામાં જ આગળ વધી રહ્યાં હતાં. તુંગનાથ નજીક આવતાં હૃદયમાં એક અજબ બેચેની લાગવા માંડી અને મનમાં એક વિચિત્ર મૂંઝવણ વ્યાપી ગઈ. અચાનક જાણે કે કોઈ ચુંબક લોખંડને ખેંચે, એમ પદ્મસંભવ અને કુશુ બંને દક્ષિણ તરફ ખેંચાવા લાગ્યાં; અને જે દ્રશ્ય તેમની નજર સામે આવ્યું તે જોઈને પદ્મસંભવનાં રુવાડાં ઊભાં થઇ ગયાં.

સામે હતું તુંગનાથનું શિખર. તેના પર હતો એક મસમોટો આડો શિલાખંડ- ચંદનશિલા અને તેના ઉપર બિરાજમાન હતા સાક્ષાત દસ ગજ ઊંચા મહાકાય મા'દેવ. એવાં જ રંગ-ઢંગ અને પહેરવેશમાં જે આખું બ્રહ્માંડ પિછાણતું. એક ચામડાનું અંગરખું કમર ફરતે વીંટાળેલું હતું, શરીર પર ભભૂતિ ચોપડેલી હતી, માથે એક મસમોટી જટા જેમ તેમ બાંધેલી હતી અને તેમાંથી અમુક લટો છૂટીને તેમના ખભા પર આરામ ફરમાવતી હતી. ત્રણે આંખો બંધ હતી. પદ્મસંભવ માટે આ એના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી.
પદ્મસંભવ ધીમેથી મા'દેવના પગ પાસે ઉતર્યો, બે હાથ જોડી નમસ્કાર કર્યા, તેમના પગ આગળ નીચે બેસી ગયો અને પછી પોતાની આખી કથા કહેવાની શરૂ કરી. કેવી રીતે અસુરોએ અમરાવતીમાં રોગચાળો ફેલાવ્યો હતો. લોકો મરી રહ્યાં હતાં અને એને રસી બનાવવા તેમના રક્તરસની જરૂર હતી, વગેરે, વગેરે…. પણ તપસ્યામાં લીન મા'દેવ કશું જ સાંભળી હોતા રહ્યા. પદ્મસંભવ તો કામદેવ હતો. એની પાસે પાંચ બાણ હતાં, જેના થકી એ કોઈ પણ જીવ પાસે જે ચાહે તે કરાવી શકતો હતો, પણ એણે નક્કી કર્યું કે બળનો પ્રયોગ કર્યા વગર, મા'દેવની પરવાનગી લઇને જ તે તેમનો રક્ત-રસ લેશે. એમ વિચારી એ મા'દેવના પગમાં બેસી ગયો. તે જ સમયે સૂર્ય હળવેકથી ક્ષિતિજ ઓળંગી ગયો.
આખી રાત એક પણ ઝોકું ખાધા વગર પદ્મસંભવ મા'દેવની સામે બેસી રહ્યો, એમ વિચારતાં વિચારતાં કે હમણાં આંખ ખોલશે, હમણાં કંઈક બોલશે, પણ મા'દેવ તસુભર હલ્યાં પણ નહીં. આમ કરતા સવાર પડી. જ્યારે એક-એક ક્ષણમાં અસુરો સેંકડો દેવોને ભરખી રહ્યા હતા ત્યારે વધુ રાહ જોવાનો વિકલ્પ જ નહોતો.
કુશુ પર બેસી તે દસ ગજ ઊંચે મહાદેવના ચહેરાની સમકક્ષ આવ્યો. એણે ફરી થોડી વાર રાહ જોઈ અને આખરે પોતાનું ધનુષ ઉગામ્યું. કામદેવે પહેલું બાણ ‘તાપણ’ પણછ પર ગોઠવ્યું, મનમાં મા'દેવની માફી માંગી અને હળવેથી બાણ છોડ્યું, પણ તે ફંટાઈ ગયું અને મા'દેવની જમણી બાજુથી પસાર થઇ ગયું.
પોતાની ગણતરીમાં થોડી ભૂલ થઇ એમ માનીને પદ્મસંભવે બીજું બાણ ‘સ્તંભન’ પણછ પર ચડાવ્યું. આ વખતે થોડો સમય વધારે લઇને, થોડું વધારે બળ કરીને એણે બાણ છોડ્યું, પણ તે છોડતાં જ ડાબી બાજુ વળી ગયું. પદ્મસંભવને આ ખૂબ જ અજુગતું લાગ્યું. એનાં બાણ કદી નિશાન ચૂકે જ નહીં. તો પછી આ શું થઇ રહ્યું હતું? એ મા'દેવની એકદમ નજીક આવી ગયો અને આ વખતે ‘સંમોહન’ બાણ પણછ પર ચડાવી મા’દેવના હૃદય પર નિશાનું લીધું, પણ જેવું છોડ્યું કે એ બાણ નીચે જમીનમાં ઘૂસી ગયું.
હવે પદ્મસંભવને ગુસ્સો આવી રહ્યો હતો. મા’દેવ મૂર્તિ બનીને બેઠા હતા અને એકેય બાણ એમને લાગતાં નહોતાં. 'શું કરશું કુશુ? આ ભઈ તો હલતાં જ નથી?' સાંભળીને કુશુએ પણ પોતાની અસમર્થતા દર્શાવતાં માથું ધુણાવ્યું. સૂર્ય માથા પર પહોંચી ગયો હતો, પદ્મસંભવ હવે વધારે સમય વેડફી નહોતો શકતો. હજારો લોકોની જિંદગીનો સવાલ હતો. પદ્મસંભવ મા'દેવના ખભે ચઢી ગયો અને એમના કાનની બૂટને લગોલગ બાણ અડાડી ઊભી રહ્યો.
મા’દેવને કાનમાં કંઈ ગુપ્ત માહિતી આપતો હોય તેમ એણે કહ્યું, 'આ વખતે તો નિશાન નહીં જ ચૂકું, મા'દેવ! કોઈ સંજોગોમાં નહીં! અને માફ કરશો પણ મારે આપના આટલાં બધાં રક્તમાંથી થોડુંક જ લઇ જવું પડશે. હોં ને!' એટલું બોલી પદ્મસંભવે પણછ ખેંચી અને શોષણ બાણ ચલાવી દીધું. એ કાનને અડીને નીકળ્યું અને ત્યાં એક નાનકડો ચીરો પાડી નાખ્યો. એક એકદમ ઝીણું રક્તનું ટીપું ત્યાંથી ઝમી નીકળ્યું અને હિમાલયની ઠંડીમાં તરત જ થીજી ગયું.
હવે પદ્મસંભવનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. એ ફટાક કરતો કુશુ પર બેઠો અને સીધો પહોંચ્યો મા'દેવના કપાળ પાસે. એણે ‘ઉન્માદન’ બાણ ધનુષ પર ચડાવ્યું અને લાલઘૂમ આંખે મા'દેવ તરફ જોયું.
એ તો આરામથી ત્યાં બેઠા હતા, એમને કોઈ ફરક નહોતો પડતો. પદ્મસંભવે પણછ ખેંચી અને મા'દેવની અધખુલ્લી ત્રીજી આંખમાં પોતાનું સૌથી શક્તિશાળી બાણ ધરબી દીધું. તે વખતે ત્યાં કોઈક બીજું પણ હતું જે દૂરથી આ આખો ઘટનાક્રમ જોઈ રહ્યું હતું. એ હતી રતિ. પછી શું થતાં જોયું રતિએ? (ક્રમશ:)

ના નપણમાં આકાશમાં વિમાન જોતાં જ આશ્ચર્યથી બોલી ઊઠતા – જુઓ જુઓ, ઉપર વિમાન જાય. કાગળનાં વિમાન બનાવી અમે ભાઈબંધો એકબીજા પર ઉડાડતા. પુષ્પા અંતાણીની એક બાળવાર્તામાં દેડકીનું બચ્ચું વિમાનમાં બેસવાની હઠ કરે છે. અણસમજુ બચ્ચાની બાળહઠથી મૂંઝાયેલી દેડકીના આગ્રહને વશ થઈ એક ભમરો બચ્ચાને પોતાની પીઠ ઉપર બેસાડી વિમાનની જેમ થોડા ચક્કર મારે છે.
મારી એક વાર્તામાં પહેલી વાર પરદેશ જતા દીકરાને વિદાય આપી એરપોર્ટથી પાછાં આવેલાં માબાપ આકાશમાં પસાર થતું વિમાન જુએ છે. મા નજર ફેરવી લે છે, પિતા આકાશને આડે છાપું ધરી દે છે. મા વિચારે છે – આ વિમાન પાછું તો નહીં જ આવતું હોય.
મારા પિતરાઇ મોટાભાઈ ભુજના એરપોર્ટ પર પોલીસ-અધિકારીની ફરજ બજાવતા હતા. એક દિવસ અમને વિમાન જોવા લઈ ગયા. ત્યાં સુધી મેં આકાશમાં ઊંચે ઊડતાં રમકડાં જેવડાં વિમાનો જોયાં હતાં. કિશોરવયે પહેલી વાર કોઈ વિમાન અંદરથી જોયું. આવડું મોટું વિમાન? પોતાના પેટમાં સંખ્યાબંધ લોકોને બેસાડી પંખીની જેમ સડસડાટ ઊડી શકે? મોટો થયો પછી વિમાનમાં મુસાફરી કરવાના ઘણા પ્રસંગ આવ્યા. બોર્ડિંગ કર્યા પછી વિમાનમાં ચાલતી પ્રવૃત્તિઓને આ ઉંમરે પણ ઉત્સુકતાથી જોવી ગમે.
12 મે 2025, ગુરુવારે, બપોરે સમાચાર આવ્યા. અમદાવાદથી લંડનના ગેટવિક જવા નીકળેલું વિમાન ટેકઑફ કર્યા પછી થોડી જ મિનિટોમાં ક્રેશ થયું છે. આરંભિક અહેવાલો મુજબ મુસાફરો અને પાઇલટ – કેબિન ક્રૂઝમાંથી કોઈની બચવાની શક્યતા નહોતી.
તરત બીજા સમચાર મળ્યા – એ વિમાન એરપોર્ટની નજીક બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર પડ્યું છે અને એમાં રહેતા કેટલાક મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટરોનાં મૃત્યુ થયાં છે. આ ગોઝારી દુર્ઘટના પછી વિમાન અંગેનાં મારાં આશ્ચર્ય, રોમાંચ, મુગ્ધતા, ઉત્સુકતા બધું મૂઢતામાં ફેરવાઈ ગયું છે. કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને જલદી કળ વળશે નહીં. પરિવારજનો એ આઘાતમાંથી જિંદગીભર બહાર નીકળી શકશે નહીં.
મૃત્યુ જેવું આતંકવાદી હુમલાખોર બીજું કોઈ નથી. અચાનક હત્યા કરી છુપાઈ જાય. મૃત્યુરૂપી આતંકવાદીનાં સ્થાનો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી શક્ય નથી. ક્યાંય છુપાયું હોય તો એને શોધીને બદલો લઈ શકાય. એ તો સર્વત્ર અને દરેકની આજુબાજુ ફરતું રહે છે. આતંકવાદીઓની જેમ મૃત્યુને પણ કોઈને મારી નાખવા માટે કારણોની જરૂર હોતી નથી, એને હથિયારની પણ જરૂર નથી, શિકારની પસંદગી પાછળ કોઈ તર્ક હોતો નથી.
એ ગમે તે સમયે, ગમે ત્યાં હુમલો કરે છે. ક્યારેક ઘરમાં સૂતેલા પર, ક્યારેક રસ્તા પર જતા માણસ પર, ક્યારેક માસુમ બાળકો પર, સહેલાણીઓ પર, પુલની વચ્ચે, ટ્રેનમાં, બસમાં, કારમાં, સાઈકલસવાર પર. મનફાવે એના પર હુમલો કરે છે. મૃત્યુ કોઈને જવાબ દેવા બંધાયેલું નથી. ચુપચાપ આવે છે, ત્રાટકે છે.
પછી ચીસો અને કલ્પાંતો સંભળાય તે પહેલાં બીજા શિકારને ભરખવા ચાલ્યું જાય છે. એના કોઈ સગડ મળતા નથી. નથી જમીન પર ચાલતું, નથી હવામાં ઊડતું, નથી પાણીમાં તરતું. એ ચુપચાપ આવે છે અને સામેની વ્યક્તિની ઉંમર કે સંજોગોની પરવા કર્યા વિના એક ઘડીમાં જીવન છિન્નભિન્ન કરી અદૃશ્ય થઈ જાય છે.
અમદાવાદની દુર્ઘટનામાં ભોગ બનેલા મુસાફરોએ એમનું વિમાન હવાઈપટ્ટી પરથી ઊંચકાતું જોયું હશે અને એમને તરત વહેમ ગયો હશે કે એ જરૂરી ઊંચાઈ પકડી શકતું નથી. પાઇલટ મુસાફરોને સાવચેત કરી શકે એટલો સમય રહ્યો નહોતો. કેબિન ક્રૂના સ્ટાફે થોડી વાર પહેલાં આપેલી સુરક્ષા-સૂચનાનો અમલ કરવાની કોઈને તક મળી નહોતી. ટેકઑફની સાથે જ વિમાન એનું લક્ષ્ય ચૂકી ગયું હતું. જેણે ઉપર ઊઠવાનું હતું એ નીચે ધસતું ગયું અને અગ્નિજ્વાળામાં ફેરવાઈ ગયું – અંદર સળગતા મુસાફરો અને વિમાનનો સ્ટાફ, નીચે હૉસ્ટેલમાં હાજર તબીબો.
કોઈની ચીસો સંભળાઈ નહીં હોય, કોઈ છેલ્લી પ્રાર્થના કરી શક્યું નહીં હોય. મોટા ભાગનાએ સીટ બેલ્ટ પણ ખોલ્યા નહોતા. સીટ ઉપર બેઠાબેઠા ચાલ્યા ગયા. એ બપોરે શું બની રહ્યું છે એ સમજાય તે પહેલાં આગની જ્વાળાઓ એમને ભરખી ગઈ. એમણે થોડી વાર પહેલાં પરિવારને ફોન કર્યો હશે – સમય થયો છે. હું નીકળું છું. પણ ક્યાં જવા?
દુર્ઘટનાના સમાચાર પણ આગની જેમ ફેલાઈ ગયા હતા. કેટલાક પરિવારજનોએ તરત ફોન કર્યા હશે, પૂછવા કે તમે સલામત છોને? એ બધાંએ તો સલામતીના રૂઢ અર્થમાંથી બહાર નીકળી ‘નો રિપ્લાય’ નામની આકાશગંગાના માર્ગે પ્રયાણ આદરી દીધું હતું. એ અદૃશ્ય સ્થળની ‘ઊંચાઈ’ પર પહોંચનારના ફોન કાયમ માટે સ્વિચ-ઑફ રહે છે.
આવી ભયાનક સ્થિતિમાંથી પણ એક વ્યક્તિ જીવતી બચી જાય એ કુદરતની કમાલ છે. એમ કરીને કુદરત શો સંદેશ આપવા માગે છે? એ સંદેશ કે એ વિનાશ સરજી શકે છે તો ઉગારી પણ શકે છે? બે હજારની સાલના જાન્યુઆરીમાં કચ્છ અને ગુજરાતમાં ભયાનક ધરતીકંપ થયો. એના બીજે મહિને દિલ્હીમાં સાહિત્ય અકાદમી એવોર્ડ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. તે પ્રસંગે સાહિયના અકાદમીના તત્કાલીન પ્રમુખ અને ઉડિયાના મોટા કવિ રમાકાન્ત રથે કહ્યું હતું – ‘આપણે સૌ બચી ગયેલા લોકો છીએ.’

બચી જવું પણ મૃતકોનાં સ્વજનો માટે એક દુર્ઘટના છે. સામૂહિક હાદસાના ભોગ બનેલા લોકોની હ્યુમન સ્ટોરીઝ પ્રકાશમાં આવવા લાગે છે ત્યારે કેટલાંય અધૂરાં રહી ગયેલાં સપનાંની રાખથી આંખોમાં બળતરા થવા લાગે છે. થોડી જ ક્ષણોમાં નામશેષ થઈ ગયેલી જિદગીઓના કોઈ અવશેષ મળતા નથી. પરિવારજનોના ભાગે આવે છે જીવનભર ભડથું થતા રહેવાનો અભિશાપ. કલ્પાંતોની કોઈ ભાષા હોતી નથી. આશ્વાસનો બોદાં બની જાય છે. મૂઢ થઈ જવું માનવનિયતિ છે એ વાસ્તવિકતા ફરી એક વાર આપણી સામે આવી ગઈ છે. }
વસુંધરાનાં વહાલાં દવલાં:એર ટર્બ્યૂલન્સ : ફ્લાઇટ હવામાં છે, પણ હવા થોડી ઓછી છે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/air-turbulence-the-flight-is-in-the-air-but-the-air-is-a-little-thin-135277039.html
અમદાવાદમાં પ્લેન ક્રેશ થતાં જ અનેક પરિવારો વિખેરાઈ ગયા. દુર્ઘટનાનો સાર તો બ્લેક બોક્સમાં સમાઈ ગયો, પણ પરિજનોની જિંદગી બેરંગ થઇ ગઈ. આજે ચર્ચા કરવી છે, ક્લાઈમેટ ચેન્જ અને પ્લેનમાં ટર્બ્યૂલન્સની.
જો પ્લેન સંતુલન ગુમાવે તો આ કિસ્સામાં મુસાફરોને હળવીથી ગંભીર ઈજાઓ અને વિમાનમાં મોટું નુકસાન થઇ શકે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. જ્યારે આ પ્રકારના તોફાન વચ્ચે વિમાન સફર કરે, ત્યારે પહેલીવાર મુસાફરી કરતા વ્યક્તિને એમ જ થાય કે આ પ્લેન ક્યાંક તૂટી પડશે. જો કે આ પ્રકારના એર ટર્બ્યૂલન્સ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સામાન્ય હોય છે, અને ક્લાઈમેટ ચેન્જ તેનું વિલન સાબિત થઇ રહ્યું છે.
હવામાં જ જ્યારે હવાની અછત સર્જાય ત્યારે ટર્બ્યૂલન્સ એટલે હવાનું તોફાન સર્જાતું હોય છે, જે છેલ્લા દાયકાઓમાં ખૂબ વધ્યું છે. ક્લિયર એર ટર્બ્યુલન્સ એ એક એવી ઘટના છે, જ્યાં વિમાન ઊંચાઈ પર સ્પષ્ટ, વાદળ રહિત હવામાં અચાનક જ તીવ્ર ટક્કર અથવા ધ્રુજારી અનુભવે છે. ટર્બ્યૂલન્સને સામાન્ય, મધ્યમ અને ગંભીર એવા ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમાં વિમાન એકથી 30 મીટર સુધી હલબલી શકે છે, અને મુસાફરોને શ્વાસ અધ્ધર કરી દે છે.
છેલ્લા ચાર દાયકામાં ઉત્તર આફ્રિકા, પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં ક્લિયર એર ટર્બ્યૂલન્સમાં 60થી 155 ટકાનો વધારો થયો છે. જોકે, આધુનિક વિમાનો અત્યાધુનિક હવામાન રડાર સિસ્ટમ્સથી સજ્જ છે, જેનો ઉપયોગ પાઇલોટ્સ તોફાનના વિસ્તારોને ઓળખવા અને નેવિગેટ કરવા માટે કરે છે. ‘આપણે 18 કલાક પહેલાં લગભગ 75 ટકા તોફાનની સફળતાપૂર્વક આગાહી કરી શકીએ છીએ’, તેમ રીડિંગ યુનિવર્સિટીના વાતાવરણીય વૈજ્ઞાનિક પોલ વિલિયમ્સ કહે છે.
‘ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશન’ના એવિએશન સેફ્ટી નેટવર્કના આંકડા અનુસાર, 2011થી 2024 દરમિયાન, વિશ્વભરનાં વિમાનોમાં 248 એર ટર્બ્યૂલન્સનાં તોફાનની એવી ઘટનાઓ નોંધાઈ છે. જેમાં, વાણિજ્યિક મુસાફરો અથવા કાર્ગો ફ્લાઇટ્સ સાથે સંકળાયેલી હતી. આ મુસાફરી દરમ્યાન ઓછામાં ઓછી એક ગંભીર ઇજા સાથેની ઘટનાઓ રેકોર્ડ કરાઈ છે.
ક્લાઈમેટ ચેન્જે વિમાનનું નાક કાપ્યું
અમદાવાદ પ્લેન ક્રેશની હજુ છબિ મગજમાંથી દૂર થતી નથી, ત્યાં તાજેતરમાં દિલ્હીથી શ્રીનગર જતી ‘ઇન્ડિગો’ની ફ્લાઇટને ભારે તોફાન અને કરાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પ્લેનનું રેન્ડમ એટલે કે નાક તૂટી ગયું હતું. જે કલાઇમેટ ચેન્જની અસર હતી. દિલ્હીથી શ્રીનગર જતી ‘ઈન્ડિગો’ની ફ્લાઇટ 6E 2142 ને 21 મેના રોજ, રસ્તામાં અચાનક કરા પડતા ઇમરજન્સી લેન્ડિંગ કરી શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું, અને મોટી દુર્ઘટના ટળી હતી. ‘ઇન્ડિગો’ એપિસોડ કોઈ અલગ ઘટના નથી, પરંતુ એક ચેતવણી છે, કે 35 હજાર ફીટની ઊંચાઈ પર પણ ક્લાઈમેટ ક્રાઈસિસ હવે સ્પષ્ટ અને હાજરજવાબી ખતરો છે.
જેટ સ્ટ્રીમ, પ્લેનને પાંખ આપતી હવા
સામાન્ય રીતે વાતાવરણની હવા એ માત્ર હવા નથી હોતી, હવાનો એક પ્રવાહ જેટ સ્ટ્રીમ નામથી જાણીતો છે, જેના વિવિધ ચાર પ્રકાર છે. જે લગભગ 20થી 60હજાર ફીટની ઊંચાઈએ એ વહેતા હોય છે. ગરમ અને ઠંડા હવાનો સમૂહ જ્યાં મળે છે, ત્યાં જેટ સ્ટ્રીમ્સ રચાય છે, જે એક મજબૂત આડો તાપમાન ઢાળ બનાવે છે. તાપમાનનો તફાવત જેટલો વધારે, પવનની ગતિ તેટલી જ ઝડપી હશે.
પશ્ચિમથી પૂર્વ તરફનો પ્રવાહ વિમાન કંપનીઓ માટે લાભદાયી છે, જેવું વિમાન જેટ સ્ટ્રીમની અંદર જાય એટલે હવા સાથે ઊડવાનું હોવાથી ઝડપથી અને સરળતાથી ઉડાન કરી શકે છે. વિમાન ઊડતું હોય એ ઊંચાઈએ પવનની સરખામણીમાં તેની નીચે વહેતા પવનની ઝડપ જેવી ઘટે અને ગેપ સર્જાય, ત્યાં જ વિમાન નીચે આવે છે અને મુસાફરોને ટર્બ્યૂલન્સનો ધ્રુજાવતો અનુભવ થાય. જેટ સ્ટ્રીમમાં પવનની ઝડપ 129- 225 કિમિ પ્રતિ કલાક ઝડપે વહે છે, જે મહત્તમ 442 કિમિ પ્રતિકલાક પહોંચી શકે છે.
પક્ષીની પાંખે, ફ્લાઇટની ટર્બ્યૂલન્સ ભવિષ્યવાણી
પક્ષીઓ અને એરોપ્લેનનો જૂનો નાતો છે. પેરેગ્રીન ફાલ્કનનું સુવ્યવસ્થિત શરીર અને શક્તિશાળી પાંખોએ વિમાન ડિઝાઇન બનાવવામાં પણ પ્રેરણા આપી છે, ખાસ કરીને હાઇ-સ્પીડ એરક્રાફ્ટના વિકાસમાં, જેમાં પક્ષીની ડાઇવ્સ, અવિશ્વસનીય ગતિ સુધી પહોંચવાની બાજની ક્ષમતાએ એરોડાયનેમિક કાર્યક્ષમતા અને ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ્સમાં સંશોધનને પ્રેરિત કર્યું છે. હવે પક્ષીની પાંખો ટર્બ્યૂલન્સ ભવિષ્યવાણીમાં ઉપયોગી સાબિત થશે.
‘સ્વાનસી યુનિવર્સિટી’ના સંશોધનમાં એર ટર્બ્યૂલન્સને સમજવા પક્ષી-જન્ય સેન્સરનો ઉપયોગ કરવાની શક્યતા સૂચવવામાં આવી છે, જેમ કે ખારાશ અને દરિયાઈ તાપમાન માપવા માટે સીલ નામના દરિયાઈ જીવ પર સેન્સરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પક્ષીઓ ઊડતી વેળાએ હવામાનશાસ્ત્રીય સેન્સર તરીકે કામ કરે છે.

કોન્ડોર્સ, ઉડાન દરમિયાન અવિશ્વસનીય 99 ટકા ગ્લાઇડ-મોડમાં વિતાવે છે, મતલબ કે બિલકુલ ફફડાટ કર્યા વિના તે ઊડે છે, જેમાં પાંચ કલાકથી વધુ સમય માટે 170 કિ. મી. સુધી હવામાં રહ્યું હતું. આ સંશોધન, ઊડતાં પક્ષીઓ થર્મલ્સનો ઉપયોગ કેવી રીતે કરે છે તેની સમજ આપે છે. આ અભ્યાસ ભવિષ્યમાં પક્ષીની પાંખે, ફ્લાઇટની ટર્બ્યૂલન્સ ભવિષ્યવાણી કરવામાં ઉપયોગી સાબિત થશે.
300 ભૂલો અવગણવાથી 29 નાના અકસ્માત
અને અંતે મોટો અકસ્માત થાય છે !
હેનરિકનો નિયમ, જેને અકસ્માત ત્રિકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સલામતીનો એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત સામાન્ય છે, પણ ખૂબ ઊંડો છે. જેના અનુસાર, દરેક મોટી ઈજા અથવા મૃત્યુ માટે, આશરે 29 નાની ઇજાઓ અને 300 નજીકની ભૂલોની ઘટનાઓ તેના બેકગ્રાઉન્ડમાં હોય છે, જેની અવગણના થાય ત્યારે ગંભીર અકસ્માત સર્જાતો હોય છે.
1930ના દાયકામાં હર્બર્ટ વિલિયમ હેનરિક દ્વારા વિકસાવવામાં આવેલ આ સિદ્ધાંત સૂચવે છે કે, નાની ઘટનાઓ અને નજીકની ભૂલોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી વધુ ગંભીર અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

મજાતંત્ર:તમે રેનકોટ પહેરીને ગરબા રમ્યાં છો?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/have-you-played-garba-while-wearing-a-raincoat-135277075.html
ચેતન પગી આ કરી ગરમી આમ તો બહાનું છે. આપણે છુટકારો એ. સી.ના તોતિંગ બિલથી મેળવવા માગીએ છીએ. એર કન્ડિશન આમ તો ઠંડક આપે છે પણ એનું વીજળી બિલ આપણા ખિસ્સામાં રીતસર આગ ચાંપે છે. હવે પૈસા ગણીને ચૂકવવા કરતાં ઑનલાઇન બિલ પેમેન્ટની વ્યવસ્થાને કારણે લોકોને પૈસા ક્યારે ખાલી થઈ ગયા એનો ખ્યાલ રહેતો નથી.
ચોમાસુ દેશમાં પ્રવેશવા માટે બીજા કોઈ નહીંને કેરળને પસંદ કરે છે એ દર્શાવે છે કે શિક્ષણ કેટલું જરૂરી છે. આ તર્કને ગળે ઉતારવા માટે પણ કોઈક ડિગ્રી જરૂરી છે. ડિગ્રી વહાલનો દરિયો. આ વખતે કેરળ થઈને મુંબઈ સુધી આવી પહોંચેલા ચોમાસાએ આગળ વધવામાં વીસેક દિવસનો બ્રેક લીધો હતો. શક્ય છે કન્ફર્મ ટિકિટ મળી નહીં હોય. બુલેટ ટ્રેન શરૂ થયા પછી ચોમાસુ ચારેક કલાકમાં અમદાવાદ લગી આવી પહોંચે એ શક્ય છે. એટલિસ્ટ આવો પ્રચાર ઝીલવાની તૈયારી તો આપણે રાખવી જોઈએ.
જેમ પરિવારમાં ચારેક પેઢી બાદ અવતરેલી દીકરીને આખું ઘર લાડ કર્યા કરે એવો જ લાડ આપણે ત્યાં પહેલા વરસાદને પ્રાપ્ત થયેલો છે. અમારે અહીં અમદાવાદમાં પહેલો વરસાદ હજુ તો માંડ પડું પડું થતો હોય ત્યાં અડધું અમદાવાદ દાળવડાની લાઇનમાં ઊભું રહી જાય છે (વિખ્યાત ગણિતજ્ઞોએ અમદાવાદની કુલ વસ્તીના ભાગાકાર કરીને દાળવડાંની અંદાજિત દુકાનો સાથે ગોઠવીને તાળો બેસાડવો નહીં, આ નિવેદન સ્વઘોષિત અતિશયોક્તિ છે).
આપણે ત્યાં જ્યાં સુધી માણસો કતારમાં ઊભેલા જોવા મળે નહીં ત્યાં સુધી તહેવાર જામતો નથી. દશેરા હોય કે દિવાળી. હવે આ યાદીમાં ‘સિઝનના પહેલા વરસાદ’નો પણ ઉમેરો થયો છે. જોકે, ક્લાઇમેટ ચેન્જના પ્રતાપે વરસાદ હવે માવઠા સ્વરૂપે વરસના કોઈ પણ દિવસે પધરામણી કરી દે છે.
નવરાત્રિમાં રેનકોટ પહેરીને ગરબા લેવા પડે એવા દિવસો પણ આવી ચૂક્યા છે. દાળવડાંનો સ્વાદ ચૂંટણીના દિવસોમાં થતા ભાષણ જેવો છે. જો એ ભાષણ તમે લાઇવ સાંભળતા હો તો જ તમને એમાં મજા આવશે. પણ કલાકેક પછી સાંભળો તો મજા નહીં આવે.
દાળવડાનું પણ એવું જ છે. એ કઢાઈમાંથી ગરમાગરમ ઊતરેલા હોય તો જરા ઠીક રહે. સદભાગ્યે હવે ચૂંટણી અને દાળવડા બારેમાસ માણી શકાય છે. ચાલુ વરસાદમાં એક લારી પર તૂટી પડેલી ભીડને ચીરીને આગળ વધવા મથી રહેલા એક બહેનને જોઈને વિચાર આવ્યો હતો કે રજિયા સુલતાન હોઈ શકે તો ભજિયાં સુલતાન કેમ નહીં?
પહેલા વરસાદના એકાદ ઝાપટા બાદ દાળવડાં ખાઈ લીધા પછી કવિતાનો વારો આવે છે. અહીં સારી વાત એ છે કે કવિતા માટે કતારમાં ઊભા રહેવું પડતું નથી. મારી મચડીને હૃદયદ્રાવક નિવેદન આપવું હોય તો કહી શકાય કે આજકાલ લોકો દાળવડાં માટે કતારમાં ઊભા રહે છે પણ કવિતા માટે નહીં. સિઝનનો પહેલો વરસાદ બે-પાંચ ઝાપટા પછી થોભી જાય એવું શક્ય છે કે પણ કવિતાના રાજ્યવ્યાપી વરસાદથી ‘ફેસબુક-વૉટ્સએપ’ પર એવું પૂર આવે છે જેમાંથી તમને આર્મી પણ ઉગારી શકતી નથી.
આ દિવસોમાં માણસ સોશિયલ મીડિયા પર એટલી બધી કવિતાઓ વાંચી નાખે છે કે ‘વૉટ્સએપ’ પર ‘ઘરે આવતા કોથમીર લેતા આવજો’ એવો મેસેજ પ્રગટે તો પણ મનમાં ‘વાહ કવિએ શું જમાવટ કરી છે’ જેવા ઉદગારો સ્ફુરી આવે. વરસાદની સિઝનમાં લોકો કવિ ર. પા. (રમેશ પારેખ) પર ઓવારી જાય છે અને ન. પા. (નગરપાલિકા) પર ઉશ્કેરાઈ જાય છે.
પહેલા વરસાદ પછી જે કવિતાઓ ઠલવાય છે એમાં પ્રેમિકાનું સ્મરણ, લાગણી, વિરહ, વાદળ અને વસુંધરા જેવા શબ્દો હોવા અનિવાર્ય છે. આમ તો માત્ર પહેલો વરસાદ જ નહીં, આખેઆખું ચોમાસુ કોઈ બિનસરકારી સાહિત્યપર્વ જેવી ઘટના છે. એમાં કવિતા, વાર્તા જેવાં ક્ષેત્રોમાં ખેડાણ કરીને સાહિત્યનો મબલખ પાક લેવાની વિપુલ તકો રહેલી છે.
હવે તો સર્જકો અને સરકાર વચ્ચે સુમેળ છે એટલે વિગતે વાત કરવામાં આવે તો ડાંગર, કપાસની જેમ સરકાર સાહિત્ય સર્જન માટે પણ ટેકાના ભાવ જાહેર કરી શકે છે, પણ આ બધી આડવાત છે. ખરી મજા તો પહેલા વરસાદની છે. એમાં વાતાવરણ જરા ચોખ્ખું થાય છે અને ઝાડ-પાંદડાં પરથી ધૂળ, માટી ધોવાઈ જતા એનો અસલી રંગ નિખરે છે. માણસોના કેસમાં આવું ન બને એટલે એ રેનકૉટ-છત્રી ઓઢી લે છે.

સફર:ચોમાસામાં ટ્રિપ કરવા જેવા હરિયાલી ઔર રાસ્તા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/greenery-and-roads-like-a-trip-in-the-monsoon-135277032.html
નિતુલ ગજ્જર ભારતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. આ ઋતુમાં ભાગ્યે જ તડકો નીકળતો હોવાથી વાતાવરણ હંમેશાં ઠંડું રહે છે અને તેના કારણે ચોમાસુ હરવાફરવા માટે પણ ઘણી રીતે યોગ્ય ગણાય છે. ચોમાસામાં ઘણા લોકો પોતાના પરિવાર સાથે રોડ ટ્રિપ પર જવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતમાં સાપુતારા, પંચમહાલ, પોલો ફોરેસ્ટ જેવાં ઘણાં સ્થળ આવેલાં છે, જ્યાંની રોડ ટ્રિપ કરી શકાય. એ સિવાય ગુજરાત બહાર પણ માઉન્ટ આબુ, માથેરાન, લોનાવાલા, ઈગતપુરી જેવાં ઘણાં સ્થળ છે જે ચોમાસામાં પ્રવાસીઓને આકર્ષે છે. ચોમાસામાં પોતાનું વાહન લઈને ફરવા જવું આમ ભલે મેજદાર લાગતું હોય, પણ તમારી સફર સુરક્ષિત રહે એ માટે અમુક ચોક્કસ બાબતનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. તો ચાલો આજે ચોમાસામાં રોડ ટ્રિપ પર જતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું તે વિશે જાણીએ…
ગાડીનું પરીક્ષણ કરાવો
ચાલુ વરસાદે ગાડી કે બાઈક ચલાવવી સરળ નથી. તેમાં પણ જો વાહન ખામીયુક્ત હોય તો સમગ્ર પ્રવાસની મજા બગાડી શકે છે. ચોમાસામાં તો આવું વાહન લઈને ફરવા જવું ખતરનાક પણ છે. કારણ કે જો રસ્તામાં તમારું વાહન ખોટકાય અને ધોધમાર વરસાદ વરસતો હોય તો મદદ માટે પણ કોણ આવે. આવા સંજોગ ઊભા ન થાય એ માટે યાદથી રોડ ટ્રિપ પર જતા પહેલા ગાડીમાં અમુક વસ્તુઓ ચકાસી લેવી. ગાડીની બેટરી અને ટાયરની પરિસ્થિતિનું ખાસ અવલોકન કરાવવું. વાઈપરનું રબર અને વોશરનું પાણી દર ચોમાસાની શરૂઆતમાં યાદથી બદલી લેવું. તે ઉપરાંત લાંબા પ્રવાસે જતા હો તો હંમેશાં થોડું વધુ ઈંધણ ભરાવવું. જેથી પ્રવાસ દરમિયાન વાહન બાબતે તમારે કોઈ હેરાનગતિનો સામનો ન કરવો પડે.
વોટરપ્રૂફ કપડાં, બૂટ અને રેનકોટ યાદથી પેક કરી લેવાં
વરસાદમાં ફરવા જવાનું થાય એટલે તમારી પાસે પાણીથી બચવાની વ્યવસ્થા તો હોવી જ જોઈએ. એ માટે છત્રી, રેનકોટ વગેરે સાથે યાદથી પેક કરી લેવું. તમારો સામાન જે બેગમાં લઈને જાવ છો તે વોટરપ્રૂફ છે કે નહીં તેની ખાતરી કરી લેવી. ફરવા ગયા હોય ત્યાં દર વખતે પાણીથી બચી જ શકાય એવું જરૂરી નથી હોતું, માટે હળવા અને ઝડપથી સુકાઈ જાય તેવા કપડા સાથે લઈ જવા. બૂટ-ચંપલ માટે પણ વોટરપ્રૂફ અથવા તો ઝડપથી સુકાઈ જાય તેવો વિકલ્પ પસંદ કરી શકાય.
બને એટલું સાદું અને સ્વાસ્થ્યવર્ધક ભોજન લેવું
ચોમાસુ આવે એટલે ખુશનામાં વાતાવરણ સાથે કેટલીક બિમારીઓ પણ લઈને આવે છે. ચોમાસામાં ઘણા લોકો બિમાર પડતા હોય છે. જોકે મોટાભાગે આ બિમારીઓ પાછળ અખાદ્ય પદાર્થનું સેવન જ જવાબદાર હોય છે. તેમાં પણ ઘરથી દૂર ચોમાસાની મજા લેવા પ્રવાસે ગયા હોવ ત્યારે બિમાર પડો તો તમારી મજા બગડી જશે. માટે પ્રવાસે ગયા હોવ ત્યારે ખાવામાં ખાસ સંયમ રાખવો.
ચોમાસમાં ગંદાં પાણીથી બનેલી કોઈપણ વાનગી તમને લાંબા સમય માટે બીમાર કરી શકે છે. માટે પાણીની માત્ર વધુ હોય તેવો ખોરાક ટાળવો અને તમારા પોતાના પીવા માટે પણ પાણી ઉકાળીને ઘરેથી લઈ જવું અથવા તો મિનરલ વોટર પીવાનો આગ્રહ રાખવો.
ઉપરાંત ચોમાસામાં વ્યક્તિગત રીતે આપણી પાચનશક્તિ નબળી પડી જાય છે. તેવામાં વધુ પડતું તળેલું અને મસાલેદાર ભોજન ટાળવું જોઈએ. આમ તો ચોમાસમાં આપણે ત્યાં કોઈ ખાસ ફળ મળતા નથી, છતાં પ્રવાસમાં પેટ ભર્યું રહે તે માટે સફરજન, કેળા વગેરે જેવા બારેમાસ મળતા ફળ ખાવા પર ભાર મૂકવો જોઈએ.
વાતાવરણ પર નજર રાખો
મોડર્ન યુગમાં દેશના કયા વિસ્તારમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ હશે તેનો વિસ્તૃત અહેવાલ મોબાઈલ દ્વારા પળવારમાં મેળવી શકાય છે. જોકે ઘરથી વધુ અંતરે રોડ ટ્રિપ માટે જવાનો વિચાર હોય ત્યાંના સ્થાનિક સાથે સંપર્ક સાધી વાતાવરણનો હાલ જાણી શકાય. વર્ષોથી જે-તે સ્થળે સ્થાયી થયેલા વ્યક્તિને તેના વિસ્તારના વરસાદ વિશે વધુ ખબર હોય, માટે તેની પાસેથી જરૂરી વિગત જાણ્યા બાદ જ પ્રવાસનું આયોજન કરવું જોઈએ. ઘણીવાર અમુક વિસ્તારમાં સરકાર દ્વારા વાતાવરણ વિષયક ચેતવણી આપવામાં આવતી હોય છે, આ પ્રકારની ચેતવણીની ક્યારેય પણ અવગણના ન કરવી. }

અસ્તિત્વની અટારીએથી:બંબાલાલની આગાહીઓ અને ઇન્દ્રનો દરબાર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/bambalals-predictions-and-indras-court-135276948.html
ભાગ્યેશ જહા આ સ્વર્ગનો મિટિંગહૉલ નંબર 232 છે. ઇન્દ્ર આવવાના હોય ત્યારે આગળ કોઇ વાહન ના આવે પણ આગળ આગળ વરસાદ આવે. દૃશ્ય જોવા જેવું છે. એક પછી એક બગીઓ આવે છે, પહેલી બગીની આગળ વંટોળ હોય એવું લાગતું હતું. પોતાની પ્રમાણિકતાને કારણે સ્વર્ગમાં જેને સ્થાન મળ્યું છે એવો લારી લઇને જતો માણસ કહેતો હતો: ‘વાયુદેવ આવી રહ્યા છે.’
એક મોટો પાણીનો રેલો આવ્યો પછી વરુણદેવ આવ્યા. છેલ્લે ઇન્દ્રદેવ આવ્યા એમની પહેલાં વરસાદ આવ્યો, એટલો બધો માપનો કે તમને હેલી ના લાગે અને એટલો બધો કુદરતી લાગે કે તમને માવઠું ના લાગે. (સ્વર્ગમાં નવા નવા આવેલા નવજાત મનુષ્યો તો આ જોઇને અચંબામાં પડી ગયા. કહેવું પડે, કોઇ વાતે ‘ઓવરડુઇંગ’ નહીં).
એક જૂનો ઝભ્ભો પહેરીને ઊભા રહેલા સાહિત્યકાર બીજા એક ટી-શર્ટ અને પેન્ટ માં ઊભેલા સાહિત્યકારને કહેતા હતા… ‘ગજબ છે નહીં! કોઈ જાતનું ઓવરડુઇંગ કે ઓવરરિપોર્ટિંગ જ નહીં…’
બીજાએ સંમતિસૂચક સ્વર્ગીય સ્મિત આપીને કહ્યું, ‘સ્વર્ગમાં દરેક બાબતે પ્રમાણભાન છે… અહીં જુઓને, કોઇ રોકટોક પણ નથી, જે થોડા સર્જકો છે એમને સ્વતંત્રતા છે, એ મનમોહક છે. બધા બધે જઇ શકે, અને જે સાંભળે એને સંભળાવે…’
રમણપુરાની ભજનમંડળીના કામિનીબેને સુભદ્રાબેનના કાનમાં કહ્યું, ‘કહેવું પડે, મને આ પ્રમાણભાનની આ વાત ખબર હોત તો અમારી વહુને લેતી આવત. આ બધું જુએ તો ખ્યાલ આવે સ્વર્ગ કોને કહેવાય… આખો દિવસ એના પિયરનાં જ વખાણ કર્યા કરે છે…’
સુભદ્રાએ દબાતા અવાજે કહ્યું, ‘હવે, બહુ વહુની ટીકા ના કરશો. એના અતિરેકને સહન કરવા બદલ તો તમને સ્વર્ગમાં આવવા મળ્યું છે.’
આ તરફ બધા દેવો પહોંચી જતા ઇન્દ્ર દેવ પણ આવી ગયા છે.
ખૂબ જ વિશાળ સભાખંડ છે, વચ્ચે ઇન્દ્રરાજા બેઠા છે અને બંને બાજુ ઘણા બધા દેવતાઓ બેઠા છે. પ્રેક્ષક દીર્ઘામાં ખડખડાટ હસતા વિનોદ ભટ્ટ સાથે ઉમાશંકર જોશી પણ ખાસ આમંત્રિત તરીકે બેઠેલા દેખાય છે. ગઈકાલે ચિત્રગુપ્તે આ બંને વડીલોને એક ગુજરાતી બાબતની ચર્ચા થવાની હોવાથી ખાસ હાજર રાખ્યા હતા.
ચર્ચાનો પ્રારંભ કરવા વરુણદેવ ઊભા થયા, ‘હે સ્વર્ગાધિપતિ ઇન્દ્ર ! હવે ચોમાસાની શરૂઆત કરવાની હોવાથી આપને અને સ્વર્ગના આ સૌ દેવતાઓને એક બાબતથી અવગત કરાવવા માટે હું ઉપસ્થિત થયો છું. પૃથ્વી ઉપર ગુજરાતમાં એક બંબાલાલ નામના વ્યક્તિએ આગાહીઓ કરીને સ્વર્ગના દેવતાઓનું સ્થાન નબળું પાડી દીધું છે. (અનુસંધાન પાનાં 5 પર)

અપડેટ:ફોનમાં કેશ ડેટા એટલે શું? શા માટે જરૂરી છે? ક્યારે અને કઇ રીતે ક્લિયર કરવો?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-cache-data-in-a-phone-why-is-it-necessary-when-and-how-to-clear-it-135277029.html
કેવલ ઉમરેટિયા જ્યારે તમે તમારા ફોનનો સ્ટોરેજ ચેક કરો છો, ત્યારે તમને ‘Other’ અથવા ‘અન્ય’ નામનો એક વિભાગ દેખાતો હશે, જે ઘણીબધી મેમરી રોકી રાખે છે. આ જોઈને તમને કદાચ નવાઈ લાગતી હશે કે આ સેક્શનમાં શું હશે? કારણ કે તમારા ફોનમાં આ પ્રકારની કોઇ ફાઇલો નહીં દેખાતી હોય. એટલે તમને સવાલ થવો સ્વાભાવિક છે કે તે આટલી મેમરી કેમ રોકે છે? અથવા તો તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે કોઈ એપ્લિકેશન ખોલો છો કે કોઈ વેબસાઇટ પર જાઓ છો, ત્યારે તે આટલી ઝડપથી શા માટે ખૂલી જાય છે?
ક્યારેક તમારો ફોન ધીમો કેમ લાગવા માંડે છે અને તમને ‘સ્ટોરેજ ફુલ’નું નોટિફિકેશન કેમ મળે છે? આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે: Cache Data (કેશ ડેટા).
ફોનમાં જે ‘Other’ નામનું સ્ટોરેજ સેક્શન હોય છે તેમાં મોટો ભાગ કેશ ડેટા (Cache Data) નો હોય છે. આ એવો ડેટા છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી, પરંતુ તે તમારા ફોન અને કમ્પ્યૂટરના કામ કરવાની રીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો કે આ કેશ ડેટા જરૂર કરતાં વધુ ભેગો થઇ જાય તો તે ફોનને ધીમો કરી શકે છે, એપ્સ ક્રેશ થઈ શકે છે અને સ્ટોરેજ પણ ફુલ થઇ જશે.
Cache Data એટલે શું?
કેશ ડેટા તમારા ફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ બ્રાઉઝરમાં રહેલો એક અસ્થાયી સ્ટોરેજ એરિયા છે, જે તમારા કામને ઝડપી અને સરળ બનાવવાનું કામ કરે છે. આ એક પ્રકારની ‘શોર્ટ-ટર્મ મેમરી’ છે, જે તમે વારંવાર ઉપયોગ કરો છો તે વસ્તુઓને યાદ રાખે છે, જેથી તમારે તેમને દર વખતે લોડ ન કરવા પડે. જેમ કે ઇમેજ, આઇકન, સ્ક્રિપ્ટ, વિડીયો સ્નિપેટ્સ અથવા વેબસાઇટ ડિઝાઇન.
જ્યારે તમે પહેલીવાર કોઇ વેબસાઇટ અથવા એપ્લિકેશન ખોલો છો, ત્યારે તેનો કેટલોક ડેટા ફોન/કમ્પ્યૂટરમાં સાચવવામાં આવે છે જેથી આગલી વખતે તે જ વસ્તુઓ ઝડપથી લોડ થઈ શકે. આ માહિતી તમારા ડિવાઇસની કેશ મેમરીમાં અસ્થાયી રૂપે સ્ટોર થઈ જાય છે. જે કેશ ડેટા તરીકે ઓળખાય છે.
ઉદાહરણ તરીકે તમે ‘ફ્લિપકાર્ટ’ એપ ખોલી છે. જેથી તેનો લોગો, હોમપેજ બેનર અને મેનુ જેવી વસ્તુઓ ફોનમાં કેશ તરીકે સેવ થાય છે. હવે આગલી વખતે જ્યારે તમે ‘ફ્લિપકાર્ટ’ ખોલશો, ત્યારે આ ડેટા ફરીથી ડાઉનલોડ નહીં થાય પણ તમારા ફોનમાંથી જ લોડ થઇ જશે. આનાથી એપ ઝડપથી ચાલશે અને તમારો ડેટા પણ બચશે. તમે ધ્યાનથી જોશો તો લોગો અને મેનુ ખૂલતાની સાથે લોડ થઇ જશે.
કેશ ડેટા શા માટે જરૂરી છે?
કેશ ડેટા ડિજિટલ દુનિયાનો મહત્ત્વનો ભાગ છે. તમામ એપ, બ્રાઉઝર અને વેબસાઇટ માટે ખૂબ અગત્યનો છે. કેશ ડેટા મૂળ તો ‘કૈશિંગ’ નામે ઓળખાતા સિદ્ધાંત પર કામ કરે છે. કૈશિંગનો સિદ્ધાંત છે કે, વારંવાર ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પાસે જ રાખો. કેશ ડેટા જરૂરી છે કારણ કે,
સ્પીડ અને પરફોર્મન્સ: તે એપ્સ અને વેબસાઇટ્સને ઝડપથી લોડ કરીને આપણા અનુભવને વધારે સારો બનાવે છે.
ડેટાની બચત: તે બિનજરૂરી ડાઉનલોડને રોકીને તમારા મોબાઇલ ડેટાને બચાવે છે.
બેટરી લાઇફ: ઓછો ડેટા અને ઓછા ડાઉનલોડ થવાથી તમારા ડિવાઇસની બેટરી પણ ઓછી વપરાય છે.
સર્વર પર ઓછો લોડ: કેશ ડેટા દર વખતે ડાઉનલોડ અને લોડિંગ બાયપાસ કરે છે, એટલે કે સર્વર પર લોડ ઓછો પડે છે.
શું કેશ ડેટા ફોનમાં મેમરી રોકે છે? હા, અને ના!
હા, કેશ ડેટા તમારા ફોનની સ્ટોરેજમાં જગ્યા રોકે છે. ખાસ કરીને જો તમે ઘણા બધા એપ્સનો ઉપયોગ કરો છો અથવા ઓનલાઈન ઘણું બધું જુઓ છો. તો તમારો કેશ ડેટા કેટલાય જીબી જગ્યા રોકશે. ઉપરાંત જે એપનો ઉપયોગ વધારે કરશો તેનો કેશ ડેટા પણ તેટલો વધારે થશે. ‘ના‘ એટલા માટે, કારણ કે તે ‘અસ્થાયી‘ ડેટા છે. તેને ગમે ત્યારે તમે સરળતાથી દૂર કરી શકાય છે.
કેશ ડેટાની મર્યાદા
જોકે કેશ ડેટાની કેટલીક મર્યાદાઓ પણ છે જેને અવગણી શકાય નહીં. જો કેશ ડેટા ક્લિઅર ના કરો તો અમુક સમય પછી મેમરી ફુલ થાય છે અને ડિવાઇસની સ્પીડ ધીમી થાય છે. કેટલીકવાર કેશ ડેટાને કારણે, વેબસાઇટ અથવા એપ્લિકેશનનું જૂનું વર્ઝન દેખાય છે, કારણ કે નવો ડેટા લોડ થઈ શકતો નથી. જો કેશ ફાઇલો કરપ્ટ થઈ જાય તો એપ્લિકેશન હેંગ અથવા ક્રેશ પણ થઈ શકે છે. આ ઉપરાંત તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને સાઇટ્સનો ડેટા કેશમાં સાચવવામાં આવે છે.
કેશ ડેટાને ક્યારે ક્લિયર કરવો?
જ્યારે તમારો ફોન ધીમો થઈ જાય: જો તમને લાગે કે તમારો ફોન કે કોઈ ખાસ એપ ધીમે કામ કરી રહી છે, તો પહેલું કામ કેશ ડેટા ક્લિયર કરવાનું કરો.
જ્યારે સ્ટોરેજ ફુલ થઇ જાય: જો તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઇ જાય તો કેશ ક્લિયર કરવાથી જગ્યા ખાલી થઈ શકે છે.
જ્યારે કોઈ એપ બરાબર કામ ન કરે: ક્યારેક કેશ ડેટા કરપ્ટ થઈ શકે છે, જેનાથી એપમાં સમસ્યા આવી શકે છે. આવા સમયે કેશ ક્લિયર કરવાથી ઠીક થઈ શકે છે.

દર થોડા સમયે: દર થોડા અઠવાડિયા કે મહિનાઓમાં કેશ ક્લિયર કરવું એક સારી આદત છે, ભલે કોઈ સમસ્યા ન હોય.
પરફોર્મન્સ સુધારવા માટે: વધારે પડતો કેશ ડેટા તમારા ડિવાઇસને ધીમો પાડી શકે છે. તેને ક્લિયર કરવાથી પરફોર્મન્સ સારું થઈ શકે છે.
પ્રાઇવસી માટે: કેટલીક વેબસાઇટ્સ અને એપ્સ તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓનો ડેટા કેશમાં સ્ટોર કરી શકે છે. તેને ક્લિયર કરવો તમારી પ્રાઇવસી માટે સારું છે.
iPhone/iPad પર કેશ ક્લિયર કરો
iOS પર કોઇ એક એપનો કેશ ડેટા ક્લિયર કરવાનો કોઈ સીધો વિકલ્પ નથી. સૌથી સરળ રસ્તો છે એપને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરવી. Settings > General > iPhone Storage > App Name > Offload App
થર્ડ પાર્ટી એપ
કેટલીક એન્ડ્રોઇડ બ્રાન્ડ્સ તેમના ફોનમાં ‘ક્લીનર’ આપે છે, જે નિયમિતપણે જૂના કેશ ડેટાને દૂર કરે છે. તો ગૂગલ પ્લે સ્ટોર પર ‘CCleaner’ જેવી એપ્સ પણ છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે પ્રાઇવસીની ચિંતા રહે છે. આ પ્રકારની થર્ડ પાર્ટી એપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોય છે. માટે આ પ્રકારની થર્ડ પાર્ટી એપ પર વિશ્વાસ ના કરવો જોઇએ.
કેશ ડેટા એક સ્માર્ટ સુવિધા છે જે તમારા પરફોર્મન્સને ઝડપી અને સારું બનાવે છે. જો કે તે થોડા સમય સુધી જ સારું છે. સમય સમય પર તેને સાફ કરવાથી તમારા ફોનની સ્પીડ તો સારી રહે છે પણ તે સ્ટોરેજ અને સુરક્ષાની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. જેમ આપણે સમયાંતરે રૂમ સાફ કરીએ છીએ, તેવી જ રીતે ડિજિટલ સફાઈ પણ હવે જરૂરી છે. કેવી રીતે ક્લિયર કરવો?
કેશ ડેટાને ક્લિયર કરવાની કેટલીક રીત આ પ્રમાણે છે.
જે તે એપનો કેશ ડેટા ક્લિયર કરો (Android):
તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.
Apps કે Applications પસંદ કરો.
તે એપને પસંદ કરો જેનો કેશ તમે ક્લિયર કરવા માગો છો (જેમ કે Facebook, Instagram, Chrome).
Storage પર ટેપ કરો.
તમને Clear Cache નો વિકલ્પ દેખાશે. તેના પર ટેપ કરો. (નોંધ: Clear Data પર ટેપ ન કરો, કારણ કે તે એપની બધી સેટિંગ્સ અને લોગ-ઇન માહિતીને દૂર કરી દેશે.)
તમામ એપનો કેશ ડેટા ક્લિયર કરો (Android):
તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ.
Storage કે Storage Memory પસંદ કરો.
તમને Cached data કે Cache નો વિકલ્પ દેખાશે. અથવા તો હવે નવા ફોનમાં Temporary data નામનો ઓપ્શન આવે છે.
તેના પર ટેપ કરીને તમે ક્લિઅર કરી શકે છે. તે પહેલાં એક વોર્નિંગ આવશે.
બ્રાઉઝરનો કેશ ક્લિયર કરો (Chrome, Firefox, Safari):
તમારા વેબ બ્રાઉઝરના સેટિંગ્સમાં જાઓ.
Privacy Security કે History વિભાગ શોધો.
તમને Clear Browse data, Clear history જેવા વિકલ્પ દેખાશે
તેમાં Cached images and files કે Cache નો વિકલ્પ પસંદ કર્યો છે અને પછી ક્લિયર કરો.

શબ્દ સકળ પૃથ્વીના:અશક્ય લાગતા મોસાદના મિશન
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/mossads-seemingly-impossible-missions-135277055.html
અજયસિંહ ચૌહાણ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી ચરમસીમાએ છે, કારણ છે ઇઝરાયલે ઈરાનના અણુમથકો પર કરેલો મિસાઇલ હુમલો. આરબ દેશો સાથે ઈઝરાયેલનો સંઘર્ષ એના જન્મની સાથે જ શરૂ થઈ ગયો. પોતાની ભૂમિ વગર શી દશા થાય એ હિટલરે કરેલા યહૂદી નરસંહારથી જગતને પરિચય થઈ ગયો હતો.
હજારો વર્ષથી માતૃભૂમિ વગર યુરોપ અને દુનિયાના અન્ય દેશોમાં રહેતી યહૂદી પ્રજાને બીજા વિશ્વ યુદ્ધ પછી મિત્ર દેશોએ એક ટુકડો કાઢી આપ્યો. જે પવિત્ર ભૂમિમાં વસવાનું સપનું યહૂદી પ્રજાએ હજારો વર્ષોથી જોયું હતું; એ ભૂમિ મળી તો ખરી પણ ત્યાં સદીઓથી રહેતી આરબ પ્રજા સાથે સંઘર્ષના મંડાણ થયા. એક બાજુ યહૂદી પ્રજાનો આ ભૂમિ પરનો પ્રાચીન અધિકાર અને બીજી બાજુ સદીઓનો આરબ પ્રજાનો વસવાટ. દુનિયાભરમાંથી જેમ જેમ યહૂદી પ્રજાનાં ધાડાં પેલેસ્ટાઇનની ભૂમિ પર આવતા ગયા; એમ એમ આરબ પ્રજા સાથે સંઘર્ષ થવા લાગ્યો.
ઇઝરાયલની સ્થાપનાને આરબ પ્રજાએ માન્ય ન રાખી. આસપાસના દેશો ઈજિપ્ત, જોર્ડન, સિરિયા, ઈરાન, ઈરાક વગેરે ઇસ્લામ ધર્મ પાળતા દેશોની સ્વાભાવિક લાગણી અને સમર્થન પેલેસ્ટાઇનની પ્રજાને હતું. આ સંઘર્ષ અનેક યુદ્ધોનો કારણ બન્યો. પોતાની ટેક્નોલૉજી, અપ્રતિમ દેશભક્તિ અને પશ્ચિમના દેશોના સમર્થનને કારણે ઈઝરાયેલ આ બધા દેશો પર દરેક વખતે વિજયી નિવડ્યું.
ઈઝરાયલના અસ્તિત્વ પર સૌથી મોટો ખતરો ઈરાન છે. ઈરાનીયન લીડરશિપ હંમેશાં કહેતી રહી છે કે અમે ઈઝરાયેલને જગતના નકશા પરથી નષ્ટ કરી દઈશું. એ માટે અણુબોમ્બ જરૂરી છે. ઈઝરાયેલ અનેકવાર એરસ્ટ્રાઈક કરી, ન્યૂક્લિયર વૈજ્ઞાનિકોની હત્યા કરી ઈરાનના અણુબોમ્બ અને મિસાઇલ કાર્યક્રમને સેબોટેજ કરતું રહ્યું છે. એમાં સૌથી મોટો હાથ ઈઝરાયેલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’નો રહ્યો છે. અશક્ય લગતા કાર્યો પાર પાડવા માટે મોસાદ જાણીતી છે.
એનાં મિશનો વિશે દુનિયાભરમાં ખૂબ લખાયું છે. ઉત્તમ ફિલ્મો પણ બની છે. એમાં 2016માં આવેલું પુસ્તક MOSSD (The Greatest Missions of the Israeli Secret Service) ખૂબ જાણીતું બન્યું છે. એના લેખક માઈકલ બા-જોહા અને નિસિમ મિશેલ છે. માઈકલ નવલકથાકાર-ઈતિહાસકાર અને રાજનીતિજ્ઞ છે. નિસિમ પત્રકાર છે. બંને ઈઝરાયેલના નાગરિક છે.
‘મોસાદ’ પુસ્તકમાં મોસાદનાં એકવીસ મિશનો વિશેના લેખો છે. દરેક મિશનના ક્રિએટિવ શીર્ષક આપેલાં છે. જેમકે King of Shadows, Funerals in Tehran, Bring Eichmann Dead or Alive, I Want a MIG-21, The Syrian Virgins. દરેક મિશન એક રસપ્રદ કથાના રૂપે આલેખવામાં આવ્યું છે.
1945માં હિટલરની આત્મહત્યા પછી; મોટાભાગના નાઝી અધિકારીઓ આત્મહત્યા કરે છે. કેટલાંક મિત્ર દેશોના હાથે પકડાય છે. યહૂદી ‘હોલોકોસ્ટ’ ફાઇનલ સોલ્યુશનનો અમલ કરાવનાર મુખ્ય અધિકારી અડોલ્ફ આઈકમન નાઝી જર્મનીની શરણાગતિ પછી મિત્ર દેશોની કૈદમાંથી કોઈ રીતે ભાગી જવામાં સફળ થાય છે.
ઇઝરાયેલ નક્કી કર્યું હોય છે કે જે જે નાઝી અધિકારીઓ જીવિત છે એમને એમના કુકર્મોની સજા આપવી. અડોલ્ફ આઈકમન ભૂતકાળની એની બધી ઓળખ ભૂંસીને આર્જેન્ટિનામાં એક સામાન્ય માણસની જિંદગી જીવતો હોય છે. જર્મન સૈન્યનો આટલો મોટો અધિકારી એક સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવતો હોય એ માન્યામાં ન આવે એવી વાત હતી.
હરમાન નામનો યહૂદી બીજા વિશ્વયુદ્ધમાં બચીને આર્જેન્ટીનામાં સ્થાયી થયો હોય છે. એની દીકરી સિલ્વિયાનો સંબંધ આઈકમનના દીકરા નિક સાથે બંધાય છે. નિકને ખબર નથી કે સિલ્વિયા યહૂદી છે.
1957માં મોસાદને એ રીતે એની ભાળ મળે છે. પહેલા એમ વિચારવામાં આવે છે કે જર્મનીને વાત કરીએ. જર્મની યુદ્ધ ગુનેગાર તરીકે આઈકામનને આર્જેન્ટિના પાસેથી મેળવે. સામે એ પણ વિચાર કર્યો કે જર્મનીની ન્યાય પ્રણાલીમાં હજી નાઝી વિચારધારા ધરાવતા લોકો હતા. જો કોઈ રીતે આઈકામનને ખબર પડી જાય તો ફરી પાછો એ છટકી જાય. મોસાદના જાસૂસ કામે લાગી જાય છે.
પહેલા તો એ નક્કી કરવાનું છે કે ખરેખર એ વ્યક્તિ આઈકમન છે કે નહીં. એ માટે મોસાદના અધિકારી હોસ્ફસ્ટર, સિલ્વિયાના પિતા હરમાનને કામ સોંપે છે અને પોસ્ટકાર્ડને ફાડી એક ટુકડો આપે છે; કહે છે કે આ બીજો ટુકડો કોઈ તને આપે એને બધી વાત કરવી; એ આપણામાંનો જ કોઈ હશે. થોડા મહિના પછી હરમાનનો સંદેશ મળે છે કે શ્મિટ નામનો વ્યક્તિ આઈકમન જ છે, છતાં વધુ ચોકસાઇ કરવા મોસાદના જાસૂસને મોકલવામાં આવે છે.
વડાપ્રધાન બેન-ગુરિનને સમાચાર આપવામાં આવે છે. ‘વી હેવ લોકેટેડ આઈકમન ઇન આર્જેન્ટિના’. બેન-ગુરિન તરત જવાબ આપે છે ‘બ્રિંગ હિમ ડેડ ઓર અલાઈવ’. પછી સહેજ વિચારીને કહે છે ‘ઈટ વુડ બી બેટર ટુ બ્રિંગ હિમ અલાઈવ. ધિસ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર યુથ’.

પછી તો મોસાદના જાસૂસોની એક ટુકડી આર્જેન્ટિના જાય છે. દિવસો સુધી આઈકામનની દરેક હિલચાલની તપાસ કરે છે. એ કેટલા વાગે કઈ બસમાં જાય છે. કેટલા વાગે પાછો આવે છે. બસસ્ટોપથી ઘર સુધી પહોંચતા એને કેટલો સમય લાગે છે. એને કોઈ પણ ક્ષણે મારી શકાય. પણ એને જીવતો લાવવાનો હતો.
મોટી મુશ્કેલી એ હતી કે ઈઝરાયલ અને આર્જેન્ટિના વચ્ચે રાજદ્વારી સંબંધો ન હતા. અંતે એક પ્લેન મોકલી આર્જેન્ટિની સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપી; આઈકમનને ઈઝરાયલ લાવવામાં આવે છે અને એમની સર્વોચ્ચ ન્યાયાલયમાં મુકદમો ચલાવી; ફાંસી આપવામાં આવે છે. આ આખી સત્યઘટના કોઈ કાલ્પનિક કથાથી સ્હેજ પણ ઓછી રોમાંચક નથી.
આવી અનેક કથાઓ આ પુસ્તકમાં છે. અપાર દેશપ્રેમ, અપ્રતિમ સાહસ, નીડરતા, તીક્ષ્ણ બુદ્ધિ, અત્યંત ગોપનીય આયોજન, ટેક્નોલોજીનો ભરભૂર ઉપયોગ વિના આવા અશક્ય લાગતાં મિશનો મોસદે પાર પાડ્યાં છે.

વાત તનમનની:પાકિન્સન્સ એટલે શું? તેનો ઉપાય શું છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-parkinsons-what-is-the-treatment-for-it-135277024.html
મનન ઠકરાર પ્રશ્ન : શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો શું સંબંધ છે?
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ મનુષ્યના સમગ્ર જીવન માટે એકબીજાને પૂરક અને પરસ્પર આધારિત છે. મન અને શરીર – બંનેના હેતુ અલગ હોય છતાં, બંનેનું કામકાજ પરસ્પર સંકળાયેલું છે. જો માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો શરીર પર અસર પડે છે અને જો શરીરમાં બીમારી હોય તો મન પણ અસ્વસ્થ રહે છે. આ સંબંધને તબીબી ભાષામાં ‘મન-શરીર જોડાણ’ કહેવામાં આવે છે.
માનસિક તાણ હોય ત્યારે લોકો ઘણીવાર માથાના દુખાવા, પેટમાં તકલીફ, ઊંઘમાં ખલેલ, શરીરમાં થાક, હૃદય ધબકારા વધ્યા જેવી શારીરિક તકલીફ અનુભવતા હોય છે. લાંબા સમય સુધી માનસિક ચિંતા રહે તો રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે ચેપ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, ઘણાં લોકોમાં માનસિક તણાવથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા હૃદયના રોગો ઊભા થઈ શકે છે.
બીજી બાજુ, જો શરીર બીમાર હોય – જેમ કે કિડનીની બીમારી, કેન્સર કે લાંબા સમયથી ચાલતી પીડા જેવી બીમારીઓ હોય – તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. શારીરિક તકલીફે જીવનની મજા ઓછી કરી નાખી હોય, પોતે બીજાને ઊપયોગી નથી એવું લાગતું હોય, તો મનમાં નકારાત્મકતા ઘૂસે છે.
માનસિક સ્વાસ્થ્ય એ શરીરની અંદરથી ચલાવનાર એનર્જી છે. તમે નમ્ર, આશાવાદી અને સ્થિર માનસિકતા ધરાવો છો તો શરીર પણ વધુ સારી રીતે પ્રતિસાદ આપે છે. ઊંઘ સારી મળે છે, પાચન સુધરે છે, અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રહે છે.
શું કરી શકાય?
નિયમિતપણે યોગાભ્યાસ અને ધ્યાન કરવું. ધ્યાન અને યોગ શરીરને શાંત અને મનને સ્થિર કરે છે. ચાલવા જેવી હળવી કસરત, વ્યાયામ કરીને, શરીરને એક્ટિવ રાખવું. આમ કરવાથી ડોપામિન, એન્ડોરફિન હોર્મોનનો સ્રાવ થાય છે. તેથી આનંદ અનુભવાય છે.
ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું. પરિવારમાં સ્નેહ, મૈત્રી, સહકાર હોય તો મન પ્રફુલ્લિત રહે છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જ્યારે તમને લાગે કે તમે અનિદ્રાનો ભોગ બની રહ્યા છો , અનાવશ્યક ચિંતા કરી રહ્યાં છો, ઊર્જા નથી રહી ત્યારે તબીબી માર્ગદર્શન લેવું. એટલે જ કહેવાય છે કે સ્વસ્થ દેહમાં સ્વસ્થ મન વસે છે અને સ્વસ્થ મન સ્વસ્થ દેહ બનાવી શકે છે. બંને એકબીજા પર આધારિત છે.
પ્રશ્ન : પાર્કિન્સન્સ એટલે શું? તેનો ઉપાય શું છે?
પાર્કિન્સન્સ એ મગજની બીમારી છે. તેમાં શરીરની હલનચલનને લગતો ફેરફાર થાય છે. સામાન્ય રીતે મગજમાં ડોપામિન નામનો રાસાયણિક પદાર્થ છે. તે શરીરના હલનચલનને નિયંત્રિત કરે છે – જેમ કે ચાલવું, હાથ હલાવવો, લખવું, બોલવું વગેરે. જ્યારે ડોપામિનનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે આ પ્રકારની ક્રિયાઓ ધીમી, અસામાન્ય અને કઠિન થઈ જાય છે.
પાર્કિન્સન્સનાં મુખ્ય લક્ષણોમાં હાથ કે પગ ધીમે ધીમે ધ્રૂજવા લાગે, ચાલવાની ધીમી ગતિ અને અશક્તિ, ચહેરા પર ભાવ ઓછા દેખાવા, અવાજ ધીરો થવો, જીભના લોચા વળે, હાથ-પગ હલાવવામાં મુશ્કેલી પડે, સંતુલન ન રહે, પડી જવાનું જોખમ વધી જાય, લખતી વખતે હસ્તાક્ષર નાના થવા વગેરેનો સમાવેશ થાય છે.
આ રોગ સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર બાદ વધુ જોવા મળે છે, પણ ખાસ પરિસ્થિતિઓમાં 40-50ની ઉંમરથી પણ શરૂ થઈ શકે છે. આ રોગ ધીમે ધીમે વિકસે છે, એટલે શરૂઆતમાં લક્ષણો ખુબ નાજુક હોય છે – જેમ કે એક હાથ જ ધ્રૂજે, ચાલવામાં થોડો સંતુલન ગુમાય. પણ સમય જતાં સમસ્યા વધતી જાય છે.
મગજના સીટી સ્કેન અને તબીબી નિરીક્ષણ દ્વારા લક્ષણોનું મૂલ્યાંકન દ્વારા પાર્કિન્સન્સનું નિદાન થઇ શકે છે. તેની સારવારમાં મગજમાં ડોપામિનનું પ્રમાણ વધારવા માટે દવાઓ આપવામાં આવે છે. આનાથી રોગના કેટલાંક લક્ષણોને કાબૂમાં રાખી શકાય છે, પરંતુસંપૂર્ણપણે રોગને નાથી શકાતો નથી.
પાર્કિન્સન્સ ધરાવતા લોકોને રોજની કેટલીક ખાસ કસરતો શીખવવામાં આવે છે, જેનાથી સંતુલન સુધારી શકાય છે. અનેક દર્દીઓને બોલવામાં તકલીફ હોય છે. ધીરો અવાજ થાય છે. આવી સ્થિતિમાં ભાષા થેરપીથી અવાજ સુધારી શકાય છે.
કેટલાક ગંભીર કિસ્સાઓમાં તબીબો મગજમાં નાનું ઉપકરણ મૂકે છે, જે વીજપ્રવાહના માધ્યમથી ધ્રુજારી અને અન્ય લક્ષણોને નિયંત્રિત કરે છે. આ લાંબા ગાળાનો રોગ છે. દર્દી સાથે પ્રેમભરી વાતચીત, દરરોજ આશાવાદી વલણ અને સહાનુભૂતિપૂર્વકના વર્તનથી તેઓ વધારે આત્મવિશ્વાસ અનુભવે છે.
જીવનશૈલી અને ધ્યાન રાખવા જેવી બાબતો
નિયમિત દવા લેવી.
આરામ અને ઊંઘ પૂરતી લેવી.
દિનચર્યા માટે સહારો લેવો.
‘પાર્કિન્સન્સ સપોર્ટ જૂથો’માં જોડાવું.

લલિત ખંભાયતા અમદાવાદમાં થયેલા ‘એર ઈન્ડિયા’ના આઘાતજનક અકસ્માત પછી સૌની નજર કારણ શોધવામાં છે. શા માટે આવો ભીષણ અકસ્માત થયો એ સૌ કોઈ જાણવા માગે છે.
એ જાણવા માટે વિમાનના બ્લેક બૉક્સની તપાસ અનિવાર્ય છે.
સદભાગ્યે બ્લેક બૉક્સ બીજા જ દિવસે મળી આવ્યું છે. ગમે તેવા પ્રચંડ અકસ્માતમાં પણ બ્લેક બૉક્સને કંઈ થાય એવી શક્યતા ઓછી છે. એની રચના જ એવી કઠણ કાળજા જેવી છે.
પણ બ્લેક બૉક્સમાં એવું શું હોય છે કે એના દ્વારા વિમાની અકસ્માતની તમામ આંટીઘૂંટી ખૂલી જાય છે અને ચિત્ર બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ થાય. અલબત્ત, બ્લેક બૉક્સમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ થતું ચિત્ર જાહેર જનતા સુધી પહોંચે એવું જરૂરી નથી, કેમ કે એમ કરવાં જતા વિમાન બનાવનારી કંપની, એરલાઈન્સ કંપની, એરપોર્ટ ઓથોરિટી, નાગરિક ઉડ્ડયન વિભાગ એમ ઘણાંબધાંને મુશ્કેલી થઈ શકે. એટલે બ્લેક બૉક્સમાંથી વિગતો મળી આવે તો પણ એ વ્હાઈટ એટલે કે જાહેર થવાને બદલે બ્લેક એટલે કે અંધારામાં રહે એવી શક્યતા વધારે છે.
***
પહેલી વાત એ કે બ્લેક બૉક્સ નામ હોવા છતાં એ બ્લેક નથી, ભડકીલા કેસરી-લાલ રંગ (ઈન્ટરનેશનલ ઓરેન્જ કલર એવું નામ પણ છે)નું છે, કેમ કે એ વિમાન અકસ્માત પછી વેરાયેલા કાટમાળમાંથી આસાનીથી મળી જવું જોઈએ. જો નામ પ્રમાણે કાળો કલર ધરાવતું હોય તો મળતા બહુ વાર લાગે. વિમાનનો કાટમાળ જ બળીને કાળો થયો હોય ત્યાં કાળું ખોખું શોધવું આસાન નથી.
બીજી વાત એ કે બ્લેક બૉક્સ એ બે અલગ અલગ ભાગનો સંગમ છે. એકનું નામ છે ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને બીજાનું નામ છે, કોકપીટ વૉઇસ રેકોર્ડર (CVR). ફ્લાઈટ ડેટા રેકોર્ડરને ઘણીવાર ‘સોલિડ સ્ટેટ ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ પણ કહેવામાં આવે છે. હવેના રેકોર્ડર ડિજિટલ હોય એટલે ‘ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર’ એવું નામ પણ છે. નામ ગમે તે હોય, કામ સરખું જ છે. આ બંને સાધનો ભેગાં થાય એનું જ નામ બ્લેક બૉક્સ.
બંનેનાં નામ પરથી તેનું કામ સ્પષ્ટ થઈ આવે છે, છતાં પણ વિગતે સમજવા જેવું છે.
ફ્લાઈટ ડેટા રેકોર્ડર
પહેલી વાત તો એ કે ફ્લાઈટ ડેટા રેકોર્ડ થાય એટલે એક્ઝેટલી શું રેકોર્ડ થાય? વિમાનમાં છગનભાઈ બેઠા છે કે નહીં એ રેકોર્ડ થાય? કે પછી વિમાનમાં કોઈ બાળક સતત રડરડ કરે છે એ રેકોર્ડ થાય?
ફ્લાઈટ ડેટા એટલે કે માહિતી ગણવી કોને?
સમય
સ્પીડ
હવાનું દબાણ
દિશા
એક-બે-ચાર જેટલાં હોય એ દરેક એન્જિનનો પાવર
પાંખિયાં પર રહેલાં ફ્લેપનો એંગલ
બહારની હવાનું તાપમાન
રેડિયો ટ્રાન્સમિશનની વિગતો
ટેક ઓફ ડિસિઝન સ્પીડ
આ બધો તો ફ્લાઈટ ડેટા ગણાયને! આ બધા ઉપરાંત આવા ત્રણ હજારથી વધારે પેરામિટર્સ ડેટા રેકોર્ડરમાં નોંધવામાં આવે છે. 3 હજારનો આંકડો પહેલી નજરે મોટો લાગે, પણ વિમાનમાં સેંકડો સેન્સર્સ હોય, કોકપીટમાં જ સંખ્યાબંધ ચાંપો હોય, કિલોમીટર્સ લાંબા વાયર હોય.. એ બધાંની ગતિવિધિ ક્યાંય નોંધાતી હોય તો એ જગ્યાનું નામ ‘ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ છે.
અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું એ બોઈંગના ફ્લાઈટ રેકોર્ડમાં 1000થી માંડીને 2800 સુધીના પેરામિટર્સ એટલે કે માપદંડ એટલે કે નોંધો રેકોર્ડ થાય છે. બોઈંગની હરીફ કંપની એરબસે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે અમે અગાઉ 1972માં 100થી ઓછા પેરામિટર્સ નોંધતા હતા પણ અત્યારે 3500 જેટલા નોંધીએ છીએ.
એટલા બધાને શું કરવું, તેનો જવાબ અકસ્માત વખતે મળે છે, કેમ કે અકસ્માતનું ખરું કારણ અને એ કારણ જાણ્યા પછી ભવિષ્યમાં સલામતી માટેના પગલાં લેવાની સમજણ બ્લેક બોક્સમાં સચવાતી માહિતી જ આપે છે.
કોકપીટ વૉઇસ રેકોર્ડર
કોકપીટમાં પાઇલટ અને કો-પાઈલટ વચ્ચે, પાઈલટો અને એર ટ્રાફિક કન્ટ્રોલ વચ્ચે, પાઈલટ્સ અને ક્રૂ વચ્ચે એમ તમામ પક્ષકારો વચ્ચે કોકપીટમાં જે વાત થાય તેનું રેકોર્ડિંગ અહીં થાય છે.
એ રેકોર્ડિંગ અતિ મહત્ત્વનું છે, કેમ કે પ્લેન અકસ્માતગ્રસ્ત થયું હોય એની બરાબર છેલ્લી ક્ષણે બંને પાઇલટો વચ્ચે અથવા તો કોકપીટમાં શું વાત થઈ હતી એ જાણવું પડે. એના પરથી ઘણીવાર અકસ્માતનો ખ્યાલ આવે.
જેમ કે એર ઇન્ડિયા અકસ્માતમાં પાઈલટે છેલ્લે ‘Thrust not achieved, falling, Mayday’ એવું કહ્યું હોવાની વિગતો સામે આવી છે.
એ વાક્યનો અર્થ એવો થાય કે વિમાને ઉડાન ભરી લીધા પછી ઊંચે ચડવા માટે વધારે ધક્કો (થ્રસ્ટ) જોઈએ એ મળતું નથી, વિમાન પડી રહ્યું છે.
અમેરિકા પર 9-11 હુમલા વખતે યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ નંબર 93 પણ અપહૃત કરાઈ હતી. તેના મુસાફરોએ આતંકીઓનો સામનો કર્યો એટલે એ વિમાન ટકરાયું નહીં, જમીન પર તૂટી પડ્યું. બધા જ 40 મુસાફરો અને ચાર આતંકી મૃત્યુ પામ્યા. તો પછી ખબર કેમ પડી કે પેસેન્જરોએ આતંકીઓ સામે લડત આપી હતી? એ જાણકારી ફ્લાઈટ ડેટા રેકોર્ડરના વોઈસમાંથી મળી. વોઈસમાં સ્પષ્ટ થયું કે આતંકીઓ અને પાઈલટ-મુસાફરો વગેર શું વાત કરે છે. વિમાનના મુસાફરો બહાદુરોનું સન્માન પામ્યા અને તેના પર ‘યુનાઈટેડ 93’ નામે ફિલ્મ પણ બની.

એટલે જ કોઈ પણ વિમાન અકસ્માત થાય તો બ્લેક બૉક્સના બંને ભાગને સૌથી પહેલા શોધવામાં આવે છે. મોટા ભાગના અકસ્માત વખતે બ્લેક બૉક્સ મળી જ આવે, કેમ કે એ સિગ્નલ પ્રસારિત કરતું હોય છે. પણ માર્ચ 2014માં મલેશિયન એરલાઇન્સનું વિમાન (MH370) ગુમ થયું, આજ સુધી મળ્યું નથી. એટલું જ નહીં તેનું બ્લેક બૉક્સ પણ મળ્યું નથી.
એ શોધવા માટે સમુદ્રમાં મિનિ સબમરીન સહિતની સામગ્રી ઉતારાઈ પણ આજે 11 વર્ષેય એ વિમાન અકસ્માત રહસ્ય છે. જોકે એટલી જાણકારી મળી કે બ્લેક બૉક્સની બેટરી પણ ફ્લાઈટ વખતે બરાબર કામ કરતી ન હતી એટલે મળી આવે તોય એ અકસ્માતનું કારણ કહી શકે કે કેમ એ વળી બીજો પ્રશ્ન છે.
જોકે, બ્લેક બૉક્સ મળી આવે તો તેની વિગતો જાહેર થાય જ એવુંય જરૂરી નથી. ધારો કે, ‘એર ઇન્ડિયા’ અકસ્માતમાં એવી જાણકારી મળી આવે કે બોઇંગના ‘ડ્રીમલાઈનર’ વિમાનમાં ખામી હતી તો નુકસાન કોને થાય? વિમાનના બંને પાઈલટ તો મૃત્યુ પામી ચૂક્યા છે એટલે એમને નુકસાન થવાનું એ થઈ ગયું છે. માટે ઘણી વાર આવા કિસ્સામાં વિમાન ઉત્પાદક કંપની એ વાતે સતર્ક રહેતી હોય કે જવાબદારી પોતાના માથે ન આવે. અન્યથા તેના અબજો ડૉલરના માર્કેટમાં ગાબડું પડે.
બ્લેક બૉક્સમાં ડેટા એટલો બધો હોય છે કે આસાનીથી તેને વાંચી-સમજી-ઉકેલી શકાતો નથી. એ માટે નિષ્ણાતોની ટીમ કામે લગાડવી પડે છે.
1903માં વિમાન ઊડવાની શરૂઆત થઈ. 1950ના દાયકામાં વિમાનોની સંખ્યા એટલી વધી કે તેના અકસ્માતો પણ થવા લાગ્યા. એટલે ‘ફ્લાઇટ ડેટા રેકોર્ડર’ની શરૂઆત થઈ. સમયે સમયે તેની ટેક્નોલોજી બદલાઈ, ધારાધોરણો પણ સુધરતાં રહ્યાં છે. ‘ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈશેન’ના નિયમ મુજબ હવે રેકોર્ડરની મેમરી સોલિડ સ્ટેટ મેમરી ડિવાઈસમાં જ રેકોર્ડ થવી જોઈએ. માટે બ્લેક બૉક્સમાં એ વ્યવસ્થા પણ હોય છે.
એ બધા પછી પણ વિમાન તૂટી પડે ત્યારે તેનું સાચું કારણ મળી જ આવે એવુ જરૂરી નથી. અલબત્ત, બ્લેક બૉક્સ તો તેમાં રહેલી માહિતી બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ કરે પણ એ જાહેર થાય, ન પણ થાય.

ડૉ. જય નારાયણ વ્યાસ ઇઝરાયલે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઇરાનની ન્યૂક્લિયર સાઇટ્સ ઉ૫૨ હુમલા કરવાની અને ઇરાનના ડ્રોન ઇઝરાયલની સરહદમાં પ્રવેશે તે પહેલાં તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.
ઇઝરાયલે ઇરાનનાં સૈનિક ઠેકાણાંઓ અને અણુ ઊર્જા સાથે સંકળાયેલ મથકો ઉપર હુમલા કર્યા. એમને નુકસાન પહોંચાડ્યું અને ઇરાનિયન નેશનલ ગાર્ડના વડા તેમજ ત્રણ જેટલા ટોચના અણુ વૈજ્ઞાનિકો આ હુમલાઓમાં માર્યા ગયા. ત્યારથી ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વકરતું ચાલ્યું છે.
આરબ દેશો પાસે અણુશસ્રો નથી પણ ઇરાન પાસે યુરેનિયમને અતિશુદ્ધ કરી એનો ઉપયોગ શક્ય બનાવવાની ક્ષમતા છે. જોકે, ઇરાને અમેરિકા સાથે જે અણુસંધિ કરાર કર્યા તેમાં ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિટી દ્વારા ઇરાનની અણુ ઊર્જા સવલતોનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ અનુસાર ઘણીબધી વખત ઇરાને પોતાની અણુ ઊર્જા શાંતિમય વપરાશ માટે છે તેનું આકલન થઈ શકે તે માટે પોતાની સવલતોનું ઇન્સ્પેક્શન કરવા દીધું હતું અને એની અણુ ઊર્જા સવલતો ક્યાં ક્યાં આવેલી છે, તે જગજાહેર છે.
આ સામે અમેરિકાનું બગલબચ્ચું ઇઝરાયલ જે કંઈ કરે છે તે એકદમ ખાનગી રાહે અને કોઈને એનો અણસાર સરખો પણ ન આવે એ રીતે કરે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ 7, ઑક્ટોબર, 2023ના હમાસના ઇઝરાયલ ઉપરના હુમલાથી શરૂ થયું, જેમાં ઇઝરાયલના 1,000 કરતાં વધુ માણસો માર્યા ગયા અને 200 જેટલા બંધક બનાવાયા. ત્યાર બાદ ઇઝરાયલે ગાઝા ઉપર જે હુમલાઓ કર્યા એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિર્દોષોના નરસંહારની એક અભૂતપૂર્વ ગાથા બની રહી ગયું.
કરુણતા તો એ છે કે ઇઝરાયલે કરેલા આ હુમલાઓ માર્યા ગયેલાઓમાંથી 70 ટકા સ્ત્રીઓ અને બાળકો છે અને એથી મોટી કરુણતા ઇઝરાયલની નાકાબંધીને કારણે ગાઝામાં જે લોકો હજુ જીવી રહ્યા છે તે ભયંકર ભૂખમરો અને કુપોષણનો સામનો કરતા દોઝખમાં સબડી રહ્યા છે.
આખી દુનિયામાં ફાંકા ફોજદારી કરતું અમેરિકા માનવ અધિકારો વિશે દુનિયાના બીજા દેશોમાં દખલગીરી કરે છે પણ એનું આંગળિયાત ઇઝરાયલ જે બર્બરતાપૂર્વકના વ્યવહાર થકી માનવતાનો છેદ ઉડાડી રહ્યું છે તે સામે હસ્તક્ષેપ કરીને આ નાકાબંધી ખોલાવી ગાઝાના નિર્દોષ માણસોના માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે ઇઝરાયલને દોરવાનું કામ અમેરિકા નથી કરતું.
યુનાઇટેડ નેશન્સ પણ દાંત અને નહોર વગરનો વાઘ પુરવાર થયો છે, કારણ કે, એના ઠરાવોને પણ ઇઝરાયલ ગાંઠતું નથી. આમ, અમેરિકાના આશ્રિત ઇઝરાયલની જોહુકમી એવી વધતી ચાલી છે કે એણે હવે તોપનું નાળચું ઇરાન તરફ ફેરવીને એના મિલિટરી તેમજ અણુ ઊર્જા મથકો ઉપર સીધો હુમલો કર્યો અને મોટી ખુવારી નોતરી છે. અત્યાર સુધી ઇઝરાયલને પંપાળ્યા કરનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઊભી થઈ રહેલી પરિસ્થિતિ અમેરિકાની વિદેશ નીતિને કઠેડામાં ખડી કરી દે છે.
વિશ્વની અર્થવ્યવસ્થા એક બાજુ ટ્રમ્પના ટેરિફ વૉરને કારણે મંદીનો સામનો કરી રહી છે ત્યારે ઇઝરાયલનાં યુદ્ધવિમાનોએ ઇરાનનાં 100 જેટલાં સ્થળો (જેમાં તહેરાનનો પણ સમાવેશ થાય છે) ઉપર જબરદસ્ત હુમલો કર્યો છે. તેનો બદલો લેવા ઇરાન પ્રવૃત્ત ન બને તેવું બનવાનું નથી. જાણવા મળ્યું છે કે ઇઝરાયલ આવા હુમલાઓ હજુ બે અઠવાડિયાં ચાલુ રાખશે એવું તેણે અમેરિકાને જણાવ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઇરાન અણુ ઊર્જાનો ઉપયોગ શાંતિમય હેતુઓ માટે થાય તે માટે વાટાઘાટો કરી રહ્યા છે, જે આ હુમલાઓથી પડી ભાંગી છે. ટ્રમ્પે આ બળતામાં ઘી હોમવા જેવું કામ કરતાં કહ્યું છે કે, ઇઝરાયલના હવે પછીના હુમલાઓ ભયંકર હશે ત્યારે આ નરસંહારથી બચવા ઇરાને શક્ય તેટલા વહેલા અણુસંધિ કરાર કરી લેવા જોઈએ.
ટ્રમ્પની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે, તેની આજુબાજુમાં સાચી સલાહ આપી શકે એવા પીઢ વ્યક્તિઓ નથી અને સલાહ સ્વીકારવાની પરિપક્વતા દાખવે એવું ટ્રમ્પનું વ્યક્તિત્વ પણ નથી. આને કારણે ટ્રમ્પના ખુદના વર્તન બાબત ખાતરીપૂર્વક કશું કહી શકાય એવું રહ્યું નથી.
ઇઝરાયલનો આ હુમલો ઇરાનને અણુશસ્ત્રો બનાવવા માટે વધુ દૃઢ બની આગળ વધવા પ્રેરે તેવો છે. ઇઝરાયલ પોતાના સ્વબચાવના ઓઠા હેઠળ ઇરાન પર ભયંકર હુમલાઓ કરી ત્યાં સત્તાના ફેરબદલ માટે પ્રયત્નશીલ છે એવું પણ કહેવાય છે. જે રીતે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આગળ વધી રહ્યું છે અને જે ઝડપે એણે ગતિ પકડી છે, તેણે વિશ્વને લગભગ ત્રીજા વિશ્વ યુદ્ધનાં બારણે લાવીને ઊભું રાખી દીધું છે.
ઇરાને ઇઝરાયલી હુમલાઓનો જવાબ શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલાઓ કરી આપ્યો છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલ લોકોમાં ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું 2019થી નેતૃત્વ કરનાર અને ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના વિશ્વાસુ હુસેન સલામી સામેલ છે. અનેક યુદ્ધોના અનુભવી સલામી ઇરાનમાં મિસાઇલ અને ડ્રોન વિકસાવવાના પરિબળમાંના એક હતા. હુસેન સલામી, મહંમદ બધેરી જેવા ટોચના મિલિટરી ઑફિસર્સ અને અણુ વૈજ્ઞાનિકોની હત્યા ઇઝરાયલના ગુપ્તચર વિભાગ ‘મોસાદ’ના આયોજનનું પરિણામ છે.

નેત્યનાહુની જાહેરાત કે આ ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ જરૂર લાગશે ત્યાં સુધી ચલાવાશે તે પણ પ્રમાણમાં આ યુદ્ધ લાંબુ ચાલે તેવી શક્યતાઓનો નિર્દેશ કરે છે. સામે પક્ષે ઇરાનની મદદે હુથી, હિઝબુલ્લા તેમજ હમાસ જેવાં ઉગ્રતાવાદી સંગઠનો પણ મેદાનમાં ઊતરીને યુદ્ધની આગને વધુ ભડકાવે તેવી શક્યતાઓ રહેલી છે.
ઉપરની બધી ઘટનાઓ જોતાં ઘણાબધા દેશોને સંડોવતું લાંબા ગાળા માટેનું એક મોટું યુદ્ધ આકાર લઈ રહ્યું છે એમ કહી શકાય. આ યુદ્ધની જ્વાળાઓ ઇતિહાસમાં પહેલી વાર આંતરિક કટોકટીમાં ઘેરાયેલા અમેરિકાને પણ મોટા પાયે દઝાડી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઘણાબધા ભવિષ્યવેત્તાઓ તરફથી આગામી ત્રણ વર્ષ આ પૃથ્વી ઉપર પાથરેલી સંસ્કૃતિઓ અને જનજીવન માટે કપરો કાળ હશે એવી આગાહીઓમાં હવે તથ્ય જણાવા માંડ્યું છે.
આપણે આશા રાખીએ કે આ અમંગળ આગાહીઓ ખોટી પડે. ઇરાન-ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ અતિવિસ્ફોટક અને વિનાશક બને તે પહેલાં આ બે દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે દુનિયાના હિતમાં છે.

સ્વરૂપ સંપટ 66 વર્ષની વયે હિંદી ફિલ્મી ગીતોમાં કોઇ જૂનાં ભક્તિ-ગીતો સાંભળે. કેટલાક લોકો માટે ગીતો માઇલસ્ટોન હોય છે. મારી વાત કરું? ખાસ કરીને મને ગમતાં હિંદી ફિલ્મી ગીતોની? નાનપણમાં હું ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’ જોઇને થોડી બંડખોર બની હતી. ત્યારથી લઇને આજે અરિજિત સિંઘના સ્વરમાં સંગીતની અનેક રચનાઓ મને ગમે છે.
ખરેખર મારી જિંદગીની સંગીતરચના પણ અનોખી છે. મારા પપ્પા ખૂબ કડક અને પ્રોટેક્ટિવ વલણ ધરાવતા હતા. નાનપણમાં મને અંગ્રેજી ફિલ્મો તો ઠીક, હિંદી ફિલ્મો જોવાની પણ મંજૂરી નહોતી.
એક દિવસ બપોરે મારાં માસી મને ‘એપ્રિલ ફૂલ’ મૂવી જોવાં લઇ ગયાં. ઘરે આવીને હું એ ફિલ્મનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા…’ સતત ગાયાં કરતી હતી. પરિણામ? પપ્પા મારાં મમ્મી પર ખૂબ ગુસ્સે થયા. ઘણા સમય સુધી મને હિંદી ફિલ્મો જોવાની મનાઇ ફરમાવી દેવામાં આવી. આખરે અગિયારમા ધોરણમાં આવી ત્યારે મેં ‘બોબી’ ફિલ્મ જોઇ, જે મારા માટે ફિલ્મથી વિશેષ મંત્રમુગ્ધ કરી દેનારો એક માર્ગ હતો. એનાં ગીતો ‘મૈં શાયર તો નહીં…’ અને ‘ઔર ચાબી ખો જાય…’ મારી ટીનએજ સફરનાં સમણાંનાં સદાબહાર ગીતો બની ગયાં.
એ પછી 1970ના દાયકાના અંતનાં અને 1980ના દાયકાનાં ગીતો… મારી યુવાનીના એ દિવસો અને એ સમયના હિંદી ફિલ્મી ગીતો પ્રત્યેનો પ્રેમ… ત્યારે ભારતીય ક્લાસિકલ, લોક ગીતો અને પાશ્ચાત્ય ટચ ધરાવતાં ગીતો ગજબનું ફ્યુઝન ધરાવતાં હતાં. યુવાનોની બદલાઇ રહેલી પસંદગીને એ ગીતો પ્રતિબિબિંત કરતાં હતાં.
એસ. ડી. બર્મન અને આર. ડી. બર્મન જેવા મ્યુઝિક કમ્પોઝર્સે જાણે સંગીતને ઉત્સવ બનાવી દીધું હતું! આપણને લતા મંગેશકર, મહંમદ રફી, કિશોરકુમાર અને આશા ભોંસલે જેવા ભાવનાસભર સ્વર ધરાવતા ગાયિકા-ગાયકો આપ્યાં.
આ બધામાંથી મારા મનપસંદ? ક્યાંથી શરૂઆત કરું? ફિલ્મ ‘કટી પતંગ’નું ‘પ્યાર દીવાના હોતા હૈ…’, ફિલ્મ ‘યાદોં કી બારાત’નું ‘ચુરા લિયા હૈ તુમને જો…, ફિલ્મ ‘જોની મેરા નામ’નું ‘પલ ભર કે લિયે…’ અને ફિલ્મ ‘આનંદ’ ફિલ્મનું મન્ના ડેના સ્વરમાં ‘જિંદગી કૈસી હૈ પહેલી હાય….’ આ ગીતો રેડિયો પર વાગે, ત્યારે મારા હૃદયના તાર રણઝણાવતાં હતાં.
એ જમાનામાં દૂરદર્શન પર દર રવિવારે બ્લેક એન્ડ વ્હાઇટ ક્લાસિકલ ફિલ્મો દર્શાવાતી. મને `50 અને ’60ના દાયકાનાં ગીતો સાંભળવાની ખૂબ મજા આવતી. એમાં કંઇક એવું હતું જે તમને કાયમ સાંભળવા ગમે - કર્ણપ્રિય સંગીત, અર્થસભર શબ્દો. કેટલાંક ગીતો જેવાં કે, ફિલ્મ ‘અનુરાધા’નું ‘કૈસે દિન બિતે, કૈસે બિતી રતિયા…’ એના સંગીતકાર હતા પંડિત રવિશંકર અને ઋષિકેશ મુખર્જી ડિરેક્ટર હતા. તેમની સાથે મેં પછીથી કામ પણ કર્યું હતું.
મને અભિનેત્રી નૂતન ગમે છે અને તેથી જ નૂતન પર ફિલ્માવાયેલાં તમામ ગીતો પણ… ખાસ કરીને ‘મોરા ગોરા અંગ લઇ લે…’, આ ગીતથી ગુલઝારે ગીતકાર તરીકે શરૂઆત કરેલી. ‘વો ચાંદ ખિલા…’, ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં…’, ‘બન કે પંછી ગાયે પ્યાર કા તરાના…’ બપોરની શાંતિમાં અથવા ચોમાસામાં સાંજે વરસાદ વરસતો હોય, ત્યારે એક વાર સાંભળજો…
1980ના દાયકાનાં ગીતોનો પણ આગવો જાદુ હતો. જોકે એ ગીતોમાં ધીમે ધીમે ‘વલ્ગરિટી’નું પ્રમાણ વધતું જતું હતું, છતાં મને તેમાંથી કેટલાંક સરળ, સાદા અને શાંતિદાયક ગીતો મળ્યાં. ફિલ્મ ‘યારાના’નું ‘છૂકર મેરે મન કો…,’ ફિલ્મ ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં જિંદગી…’ અને ફિલ્મ ‘અર્થ’નું ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો…’ દરેકે દરેક ગીત હું મારી જાતને સમજું તે પહેલાં ગીતો મને સમજતાં હોય એવું લાગતું હતું.
`90ના દાયકામાં શરૂઆત થઇ રીમિક્સ ગીતોની. કેટલાંક અવિસ્મરણીય હતાં, તો કેટલાંક મોજ કરાવે એવાં, પણ તેમાં લાક્ષણિકતા એ હતી કે એ દાયકામાં અનેક વિવિધ સ્વરનો જાદુ છવાયો - અલકા યાજ્ઞિક, કુમાર સાનુ અને ઉદિત નારાયણ. એ પછી આવેલા એ. આર. રહેમાને સંગીતની દુનિયામાં ધૂમ મચાવી દીધી… ‘ઉર્વશી…ઉર્વશી…’ ગીત સાથે મારા પગ તાલ મિલાવતા, તો એ સાથે મારાં ગીતોની પસંદગી પણ બદલાઇ. ‘તાલ સે તાલ મિલા…’ ગીત અનોખો માહોલ ઊભું કરતું હતું.
આજે હું સાંઠ વર્ષ વટાવી ગઇ છું ત્યારે હજી મને નવાં સુમધુર ગીતો સાંભળવાં ગમે છે અને અરિજિત સિંઘના સુમધુર સ્વરમાં ગવાયેલાં ગીતો જેવાં કે ‘કેસરીયા…’ અને ‘ઓ સજની રે…’ મારા દિલમાં આગવું સ્થાન ધરાવે છે. એ ગીતો લાગણીસભર છે. જેમ એક સમયે હું ‘મૈં શાયર તો નહીં…’ ગીતના પ્રેમમાં પડી ગઇ હતી, એવાં જ આ ગીતો પણ છે. મદન મોહન અને એ. આર. રહેમાન મારા મનપસંદ બે સંગીતકારો છે.
સંગીતના શહેનશાહ સમા મદન મોહન જેમણે ભારતીય ફિલ્મોને લાગણીશીલ અનેક રચનાઓની ભેટ આપી છે. તેમના સંગીતમાં અનોખો જાદુ હતો. કૌન આયા મેરે મન કે દ્વારે… અથવા રફીના સ્વરમાં દેશદાઝથી છલોછલ ફિલ્મ ‘હકીકત’નું ગીત ‘કર ચલે હમ ફિદા…’. ગઝલોમાં તો તેમની ઊંચાઇ સુધી કોઇ પહોંચી શકે તેમ નહોતું, પણ તેમનાં અનેક અવિસ્મરણીય ગીતો જેવાં કે ‘લગ જા ગલે…’ અને ‘દો પલ રુકા…’ સંગીતની સાથે જાણે સમય પણ થંભી જાય છે!

દાયકાઓ પછી એ.આર. રહેમાને ફિલ્મ સંગીતને નવો જ આયામ આપ્યો. મદન મહોનના સંગીતની જેમ રહેમાનનું ભારતીય શાસ્ત્રીય પરંપરા સાથે ઇલેક્ટ્રોનિક, ઓર્કેસ્ટ્રલ અને વર્લ્ડ મ્યુઝિક ટેક્સચર સાથેની રચનાઓ અત્યંત કર્ણપ્રિય છે. તેમની રચનાઓ ફિલ્મની સાથોસાથ આપણી સાથે પણ ભાવનાત્મક રીતે જોડાય છે, જેમ કે ‘બોમ્બે’, ‘દિલ સે’ અને ‘લગાન’ જેવી આઇકોનિક ફિલ્મોનું સંગીત ગણગણવું ગમે છે.
મારી જીવનગાથા સંગીતથી સુમધુર બની છે. દરેક દાયકામાં નવી રીધમ, દરેક તબક્કાનો આગવો રાગ છે. આનંદથી તરબતર કરી દેતા હિંદી ફિલ્મ સંગીત સાથેની મારી સફર ગાઢ પ્રેમ, અંગત વિદ્રોહ અને અત્યંત આનંદભરી રહી છે. આ ગીતો માત્ર સુમધુર નહીં, તે દરેક લાગણી, યાદ અને આઇડન્ટિટીનાં ચિહ્નો છે. }