Telegram Web Link
Indian Space Research Organisation (ISRO) in 2024:


▫️ XPOSAT
▫️ INSAT-3DS mission
▫️ Gaganyaan
▫️Mangalyaan-2
▫️Aditya L1 - To reach the L1 point on January 6, 2024
▫️ Nissar
▫️ Spandex
▫️ Venus Orbitor Mission
▫️ Reusable Launch Vehicle
👍3
https://whatsapp.com/channel/0029Vam9XkA5EjxyfMjxrX2S

અહીં મારી સ્વ-રચનાઓ, સાહિત્યલક્ષી વિવિધ કૃતિઓ (શાયરી, ગઝલ, કવિતા, નવલકથા, નવલિકા, હાઈકુ, કાંઈકુ, માઈક્રોફિક્શન, ગદ્ય-પદ્યના વિવિધ પ્રકારો) તેમજ સાહિત્યકારો વિશે અવનવી જાણકારી, પુસ્તકોના લખાણો, ક્યારેક ગુજરાતી વ્યાકરણ અનુલક્ષી માહિતી સમયની અનુકૂળતા મુજબ પોસ્ટ કરવામાં આવશે.

[ વોટ્સઅપ સેટિંગ મુજબ ફોલો કરનારના કોન્ટેક્ટ નંબર/નામ ચેનલ ઓનર કે મેમ્બર્સને વિઝિબલ નથી. ]
👍2🔥21
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે... *"બારેય મેઘ... ખાંગા થયા"...!*

પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?

ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.....
૧. ફરફર
૨. છાંટા
૩. ફોરા
૪. કરા
૫. પછેડીવા
૬. નેવાધાર
૭. મોલ મેહ
૮. અનરાધાર
૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ
૧૧. પાણ મેહ
૧૨. હેલી

*૧. ફરફર:*
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ

*૨. છાંટા :*
ફરફર થી થોડો વધારે વરસાદ

*૩. ફોરા :*
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ

*૪. કરા :*
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ

*૫. પછેડીવા :*
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ

*૬. નેવાધાર :*
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ

*૭. મોલમેહ :*
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ

*૮. અનરાધાર :*
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ

*૯. મુશળધાર :*
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે

*૧૦. ઢેફાં :*
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

*૧૧. પાણ મેહ :*
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ

*૧૨. હેલી :*
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે.
ચોમાસુ ચાલે છે ને એટલે યાદ રાખવું જરૂરી.
⛈️🌧️⛈️🌧️⛈️🌧️
9👍1
📚 પુસ્તકો અને હું - 1📚

મરીઝ પછી મારા સૌથી મનપસંદ કવિ એટલે ર.પા. અને વાવાઝોડું પી ગયેલા રમેશ પારેખના નીતાંત મૌનના મખમલી ક્લોઝપ્સ એટલે આ પુસ્તક "ઈમોશન્સ." પુસ્તકના સંપાદક સંજય વૈદ્ય દ્વારા લેવાયેલી ર.પાની સુંદર તસ્વીરોનો એમની જ કવિતાઓ સાથેનો સંગમ આ પુસ્તકમાં એમના લખાણનો સમય, તારીખ અને જગ્યાની માહિતી સહીત જોવા અને વાંચવા મળે છે.

"એમનો અવાજ છેક ફેફસામાંથી આવતો હતો. એ અવાજમાં પાઇપની તમાકુની જેવું કંઈક માદક હતું... એક નમકીન ખુશ્કી!! બીડી જલાવવાની એમની અલગ જ અદા હતી. એ સ્મિત કરતા, પણ એ સ્મિતમાં ક્યાંક વેદનાની આછી કસક સંભળાતી હતી. સતત!! આશરે સાડા પાંચ ફૂટની ઊંચાઈનો એ શખ્સ જાણે સાડા પાંચ લાખ માળવાનો ધણી હોય એવો રઇસી મિજાજ ધરાવતો હતો... કદાચ કવિતાનો મિજાજ હતો એ." સંજય વૈદ્યના ર.પા માટેના આ શબ્દો.

વધું - https://whatsapp.com/channel/0029Vam9XkA5EjxyfMjxrX2S પર.
6👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કુંવર નારાયણ (કવિતાના લેખક)ને એકવાર પૂછવામાં આવ્યું કે, કવિ હોવા છતાં તેમણે મોટરકાર વેચવા જેવું અયોગ્ય કામ કેમ કર્યું, તો તેમનો જવાબ હતો - 'હું મોટરકાર વેચું છું જેથી મારે કવિતા વેચવી ન પડે'.

(મારા દિલની ખુબ જ નજીક રહેલી હિન્દી કૃતિ. જયારે પણ એવું લાગે, હારી ગયા છો... એકવાર આ કવિતા સાંભળી લેવી.- કવિતાના શબ્દોને સમજીને!!)
16👍2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
એક સમય હતો જયારે શિક્ષક દિવસ પર હું મારા ટીચર્સની મિમિક્રી કરતી... આજે મારા જ વિદ્યાર્થીઓને મારી મિમિક્રી કરતા જોવું છું ત્યારે અહેસાસ થાય છે કે time flies so fast🥺

#teachersday2024
#teachersdaycelebration
14👌7😢1😈1
#CCE

Applicant Login
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

👆In case not showing try in laptop or use desktop mode.
👉Showing directly normalised score only.

Normalized Score જોઈ શકાય છે.
2👍1
સમાન જણાતા શબ્દોમાં અર્થભેદ - ૨
————————————

(૧) લક્ષ્ય - લક્ષ :-

- સામાન્ય રીતે ‘લક્ષ્ય’ અને ‘લક્ષ્યાંક’ શબ્દો ‘ધ્યેય’ના અર્થમાં વપરાય છે, જ્યારે ‘લક્ષ’ શબ્દ ‘ધ્યાન’ના અર્થમાં વપરાય છે; જેમ કે,

૧) એનું લક્ષ્ય (ધ્યેય) પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનવાનું છે.
૨) આ હકીકત પરત્વે હું આપનું લક્ષ (ધ્યાન) દોરું છું.

જો કે, શબ્દકોશોમાં આ બંને શબ્દોના વિવિધ અર્થો આપ્યા છે.
એની સાથોસાથ સમાન અર્થ તરીકે ‘ધ્યાન’ અને ‘ધ્યેય’ બંને છે. છતાં, સામાન્ય રીતે, આ બંને શબ્દો એકબીજાને બદલે વપરાતા નથી.

(૨) વન - જંગલઃ-

સામાન્ય રીતે વન અને જંગલ બન્ને ‘વૃક્ષોથી છવાયેલ વિસ્તાર’ એવા સમાન અર્થમાં વપરાતા પર્યાય શબ્દો છે. બોલચાલમાં સામાન્ય રીતે વન માટે જંગલ અને જંગલ માટે વન શબ્દ વપરાય જ છે, છતાં બન્ને વચ્ચે તાત્ત્વિક ભેદ રહેલો છે.

- વનઃ- વન સામાન્ય રીતે માનવસર્જિત હોય છે. પર્યાવરણની જાળવણી માટે અને જંગલોમાં કપાતાં વૃક્ષોની સામે સંતુલન જાળવવા માટે વનીકરણના કાર્યક્મો દ્વારા નિશ્ચિત વિસ્તારમાં વૃક્ષારોપણ કરી તેને ઉછેરવામાં આવે છે. આ રીતે ઉછરતાં વૃક્ષોથી છવાયેલ વિસ્તાર વન તરીકે ઓળખાય છે. આમ, વન એ માનવ દ્વારા કૃત્રિમ રીતે તૈયાર કરાતો વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે. સામાન્ય રીતે વનનો વિસ્તાર જંગલના પ્રમાણમાં ખાસ મોટો હોતો નથી.

- જંગલઃ- જંગલમાં વૃક્ષોનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ વૃક્ષો કુદરતી રીતે જ આપમેળે ઊગીને મોટાં થયેલ હોય છે. તેના ઉછેરમાં માનવીનું કોઈ યોગદાન હોતું નથી, માટે તે કુદરતી હોય છે. જંગલમાં ઝાડ-પાન, નદીનાળાં અને પર્વતો ઉપરાંત અનેક જાતનાં  પશુ-પક્ષીઓ પણ હોય છે. જંગલ વિસ્તારમાં વનસ્પતિઓ ગીચ રીતે વિકસેલ હોવાથી તેમાંથી પસાર થવું મુશ્કેલ અને જોખમી હોય છે. જંગલો તેના ભૌતિક સ્થાન મુજબ જુદાજુદા પ્રકારનાં હોય છે. તેમાં ઊગતાં વૃક્ષો, પ્રાણીઓ અને પક્ષીઓ પણ તેના ભૌતિક સ્થાન મુજબ અનેક વિવિધતા ધરાવે છે.
         
         ટૂંકમાં, વન માનવ દ્વારા કૃત્રિમ રીતે વિકસાવવામાં આવે છે, જ્યારે જંગલ કુદરતી રીતે આપમેળે જ વિકાસ પામે છે.

વિશેષઃ- જંગલનો એક પ્રકાર વગડો પણ છે, જ્યાં વૃક્ષોનું પ્રમાણ પાંખું હોય છે અને ઉનાળામાં તેનાં પાન ખરી જાય છે. ગીરનું જંગલ એ રીતે વગડો ગણાય.

બીજી વાત - વાઘ અને સિંહ જંગલી પ્રાણી ગણાય છે, પણ બન્નેના રહેણાક વિસ્તારમાં ફેર છે. વાઘ ગાઢ જંગલનું પ્રાણી છે, જ્યારે સિંહ વગડાનું પ્રાણી છે, માટે વાઘ અને સિંહ જંગલી પ્રાણી હોવા છતાં કુદરતી રીતે ક્યારેય ભેગાં થતાં નથી.

લેખન
રાજેશ પટેલ
(રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક – ૨૦૨૨)
મદદનીશ શિક્ષક
મેતપુર પ્રાથમિક શાળા
તા. ખંભાત જિલ્લો : આણંદ
મો.  ૯૬૨૪૨૫૯૨૦૦
👍4
कौन फ़िर से मेहनत करे दिल लगाने को दिल तुड़वाने को,
अब आंखे मूंद लेने में ही सुख है सो जाने में ही भलाई है।
😢6💔63🫡2
#CCE_UPDATE

📌કાલે ટ્વીટર અભિયાનમાં આપણે સફળતા મેળવી અને વિશ્વાસ છે કે ઓથોરિટી સુધી વાત પહોંચી ગઈ હશે.પરંતુ કાલનું આપણું અભિયાન મોટેભાગે ગુજરાત પૂરતું મર્યાદિત હતું.પરંતુ આજે hindi/English માં ટ્વીટ કરીને ટ્વીટર પર તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જરૂરી છે,જેથી આપણી માગને વધુ મજબૂતી મળે.

📌સાથે આપણો પ્રશ્ન સામાજિક છે નહિ કે રાજકીય કારણ કે સર્વ સમાજના દીકરા દીકરીઓને અન્યાય થયો છે.આથી સરકાર ઉપરાતં વિપક્ષના ધારાસભ્યશ્રીઓ,સંસદસભ્યશ્રી સાથે સામાજિક સંસ્થાના અગ્રણીઓનું સમર્થન પણ મેળવવું રહ્યું.

📌આથી આપણી યોગ્ય માગણી સમાજના તમામ લોકો સમજી શકે,આપણા સમર્થનમાં આવે સાથે આજે રવિવાર હોય મોટાભાગના લોકો આજે સોશિયલ મીડિયા પર પ્રમાણમાં વધુ સક્રિય હોય જેથી તેમના સુધી આપણી વાત સરળતાથી પહોંચી શકે તે માટે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ.


📌મિત્રો,વિશ્વાસ છે કે છેલ્લા બે દિવસથી ચાલતા આપણા આ પ્રયાસથી તમારો જુસ્સો સતત વધી રહ્યો હશે. કાલના ટ્વીટર અભિયાનથી આપણી વાત ઓથોરિટી સુધી પહોંચી ગઈ હશે. પરંતુ અહી અટકી જવાનું નથી.આજે બમણી તાકાત સાથે અન્ય કાર્યોની સાથે સાથે ટ્વિટર અભિયાનને વધુ મજબૂત બનાવવાનું છે.

📌આજનું લક્ષ્ય છે કે હવે આપણી વાત રાષ્ટ્ર સ્તરે ચર્ચવામાં આવે,તેમજ સર્વસમજના લોકો, સામાજિક અગ્રણીઓ જોડાઈ જેથી નીચે આપેલા મેસેજને, tagsને અને પિક્ચર્સને માત્ર copy paste નહિ પણ પોતાની આગવી ભાષામાં ટ્વીટ  કરવા.

મિત્રો,
અંધકાર ભરેલ માર્ગેથી પસાર થયા બાદ આગળ હવે અજવાળું છે.
સહિયારા પ્રયાસ રૂપી રેલમાં જુસ્સા રૂપી ઇંધણ ક્યારેય ખૂટવું ન જોઈએ. આગળ હવે જીત નક્કી જ છે...

👉તો આજે સવારે 11:00વાગે: ટ્વીટર મહાઅભિયાન

📍ટ્વીટર અભિયાનની માહિતી નીચે મુજબ છે.

#CCE_result_according_GPSC

📌गुजारत में GSSSB द्वारा कंप्यूटर बेस्ड कराए गए CCE वर्ग-3/4 के एलिमिनेशन टेस्ट के परिणाम से गुजरात के बहोत से छात्र नाराज है।

👉हमारी मांग हे GPSC मेथड से परिणाम जारी हो ताकि ज्यादातर छात्रों को मुख्य परीक्षा में बैठने का अवसर मिले, सबको न्याय मिले।

@PMO
@narendramodi
@AmitShah

આજે સવારે #11:00 વાગે...ટ્વીટર મહાઅભિયાન..

દેશભરમાં નંબર એક પર ટ્રેન્ડ કરવું જોઈએ.🔥
🔥11👍4
👍6
STI Syllabus.pdf
814.5 KB
STI Syllabus.pdf
STI Paper 2020.pdf
635 KB
STI Paper 2020.pdf
👍3
STI Paper 2019.pdf
685.3 KB
STI Paper 2019.pdf
👍3
STI Paper 2018.pdf
744.3 KB
STI Paper 2018.pdf
👍3
CI18092024001.pdf
674.9 KB
ISRO vacancies
Advertisement231024.pdf
500 KB
ISRO VSSC for graduate
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
આવનારું નૂતન ગુજરાતી વર્ષ આપનાં જીવનમાં ખુશીઓની અવિરત સોગાદ લઈ આવે અને આપના આંતરિક બાહ્ય તમામ સંઘર્ષ સફળતામાં પરિણમે તેવી @GPSCTalks તરફથી સૌ ભવિષ્યના અધિકારીઓને સહહૃદય શુભેરછા...

નૂતન વર્ષાભિનંદન🌻
🙏52
2025/07/09 11:17:47
Back to Top
HTML Embed Code: