GPSC-DYSO-PYQ-Since2016.pdf
3.2 MB
Deputy Section Officer/ Deputy Mamlatdar
------
GPSC DySO/DyMamlatdar ના 2016 થી લેવાયેલ 4 પરીક્ષાનો પેપરસેટ Final Answer Key સાથે બનાવેલ છે (WithoutTickmark). જેની પ્રિન્ટ કઢાવી 16 તારીખ આવે એ પહેલાં GPSCના જ પેપરના મોક ટેસ્ટ આપી દો.
FAK પાછળ એટેચ કરેલ છે.
------
Aniruddh Sinhji

👍1
આ joining લિંક છે. એકસાથે જોઈન થઈ જાઓને યાર... પૂરો દિવસ bot પર લિંક આપો,
લિંક આપો!!😒
https://www.tg-me.com/+RGaO9SrecqNhN2E1
તમારા જેટલા પણ મિત્રો, દુશ્મનો, સગા-સંબંધીઓ હોય, બધાને શેર કરી આપજો. લિંક પૂરા 7 દિવસ, 6.5 કલાક, 0.009 સેકન્ડ એક્ટિવ રહેશે👍🏻

😁9🙈3
(This channel doesn't include paid promotions... )
MCQs according to syllabus of GPSC
Join here & test your knowledge.
https://www.tg-me.com/Onlyonu
MCQs according to syllabus of GPSC
Join here & test your knowledge.
https://www.tg-me.com/Onlyonu
Telegram
વિધાર્થી પરિષદ
Daily practice program
👍2😁1
Gyansahayak Secondary Verification Center.pdf
157.6 KB
Gyan sahayak document verification center list
😢2
GPSC Talks
Video
લંડનના વેસ્ટ કેન્સિંગ્ટન વિસ્તારનું આ એ મકાન છે જેમાં વકીલાતનું ભણવા આવેલા ગાંધીજી રોકાયા હતા.
સમય હતો ઈ.સ. ૧૮૮૮ અને એ વખતે ગાંધીજીની ઉંમર હતી ૧૮ વર્ષ. પિતા કરમચંદ ગાંધીનું મૃત્યુ થયું હતું. વિધવા માતા પૂતળીબાઈને સ્વર્ગસ્થ પતિના મિત્ર માવજી દવેએ સલાહ આપી કે મોહનદાસને વિલાયત ભણવા મોકલો તો વકીલ બને. વકીલ બનશે તો દીવાનપદ ભોગવશે. એ સમયે ગાંધીજીના ઘરમાં આર્થિક સંકડામણ હતી તો મોહનદાસે પોતાની પત્ની કસ્તૂરબાનાં ઘરેણાં વેચીને પૈસા એકઠા કર્યા, મોટાભાઈએ પણ મદદ કરી અને ગાંધીજીનું લંડન ભણવા જવાનું નક્કી થયું. માતા પૂતળીબાઈ દેશમાં આશ્વસ્ત રહે એ માટે બાની ઇચ્છા પ્રમાણે એમણે વચન આપેલું કે હું દારૂ, માંસ અને પરસ્ત્રીથી દૂર રહીશ. મોહનદાસ દરિયાપાર જાય છે એ જાણીને નાત વીફરેલી અને નાતે કરમચંદ ગાંધીના પરિવારને નાતબહાર કાઢેલો કારણ કે એ કાળે દરિયો પાર કરીને જવાની વાતને અધર્મ માનવામાં આવતી.
અઢાર વર્ષના મોહનદાસ ગાંધી લંડન ભણવા ગયા ત્યારે પત્ની કસ્તૂરના ખોળામાં થોડા મહિનાનો હરિલાલ રમતો હતો. અહીં લંડનમાં આવ્યા એ પછી એમનું જીવન સરળ નહોતું. ગાંધીજી આ ઘરમાં ભાડે રહેતા એ ઘરની ઘરધણી વિધવા બાઈ ભલી હતી. એની બે દીકરીઓ સાથે એ આ મકાનમાં જ રહેતી. ગાંધીજીએ સંકોચ સાથે પોતાના માંસત્યાગની વાત કરી અને પેલી બાઈએ કહેલું કે હું એ વાતનું ધ્યાન રાખીશ. ગાંધીજીએ ઘરેથી મીઠાઈ મંગાવી હતી પણ આવી નહોતી. લંડનમાં જમવાનું એમને બહુ મોળું લાગતું. ડોશીની દીકરીઓ રોટલી આપી જતી, થોડા ટુકડાઓ વધારે આપતી પણ એથી કંઈ પેટને સંતોષ થાય ? આ જ ઘરમાં સવારે એ ઓટના લોટની ઘેંસ અને ચા બનાવી નાસ્તો કરતા. બપોરે અને સાંજે પાઉંરોટી, તાંદળિયાની ભાજી અને મુરબ્બાથી પેટ ભરવાની જહેમત કરતા. લંડનના આ ઘરમાં એમણે શાકાહારના પ્રયોગો કર્યા હતા.
મકાનની ઘરધણી બાઈ પાસે વિશેષ કશું માગવાનો ગાંધીજીને સંકોચ થતો એટલે એમણે શાકાહારી ભોજનાલયો શોધવાની કવાયત કરી. અઢાર વર્ષની ઉંમરે શાકાહારી ભોજન માટે દરરોજ દસ-બાર માઈલ ( અંદાજિત ૧૮ થી ૨૦ કિલોમાીટર ) એમને ચાલવું પડતું ત્યારે કોઈ ગરીબડા ભોજનાલયમાં એમને શાકાહારી ખાવાનું મળતું.
સારું શાકાહારી ભોજન શોધતા ગાંધીજીને એક દિવસ લંડનના ફેરિંગ્ડન સ્ટ્રીટ વિસ્તારમાં પ્રમાણમાં સારું કહેવાય એવું એક શાકાહારી ભોજનાલય વરદાનની જેમ મળ્યું. ગાંધીજી રાજીના રેડ થઈ ગયા.
એમણે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં નોંધ્યું છે કે, “વિલાયતમાં આવ્યા પછી ઘણા સમયે આજે પહેલી વાર પેટ ભરીને ખાવાનું મળ્યું, ઈશ્વરે મારી ભૂખ ભાંગી !”
Credit : Navjivan Trust

❤7👍3👌2
VMC clerk ma negative marks babate koi chokkas mahiti hoy to apjo.