*संस्कृत एनिमेटेड मूवी देखें और समर्थन करें। अब समय आ गया है अधर्मी हिन्दू विरोधी बॉलीवुड से आगे सोचने का*

*भारत की पहली और पुरस्कार विजेता #संस्कृत एनिमेटेड मूवी को सफल बनाने के लिए आपकी सहायता की आवश्यकता है। कृपया देखें, RT करें और सपोर्ट करें। ऑनलाइन देखें।*

https://t.co/AQm6goGWhB
ભાગવત રહસ્ય-૧૩૭

પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? 
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)

શ્રીકૃષ્ણ એક આદર્શ ગૃહસ્થાશ્રમી છે. તેમના જેવો ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ.શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ લેવા આવ્યો. અગાઉ તેણે શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે,છતાં નફ્ફટ થઇ આવ્યો છે.
શ્રીકૃષ્ણ એ વખતે સૂતેલા હતા, એટલે અક્કડમાં શ્રીકૃષ્ણ ના મસ્તક પાસે બેઠો. અર્જુન પણ તે જ વખતે મદદ માગવા આવ્યો.તે ભગવાનના ચરણ પાસે બેઠો. ભગવાન જાગ્યા,અર્જુન પર તેમની દૃષ્ટિ પહેલી પડી.તેમણે અર્જુનને કહ્યું-જે જોઈએ તે માગ.દુર્યોધન બોલ્યો-હું પહેલો આવ્યો છું,મારો પહેલો માગવાનો અધિકાર છે.

સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહિ. પણ આંગણે આવેલ દુર્યોધનને મદદ આપવા તૈયાર થયા છે.
શ્રી કૃષ્ણ કહે છે-હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું-અસ્ત્રશસ્ત્ર વગર રહીશ.દુર્યોધને વિચાર્યું-આ તો વાતો કરશે-મારે તેની જરૂર નથી-તેથી તેણે સેના માગી. 
અર્જુને શ્રીકૃષ્ણને માગ્યા.દુર્યોધન અને અર્જુન,બંનેમાં સમભાવ રાખે છે-
તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી-પણ આદર્શ સન્યાસી છે.

પ્રિયવ્રત રાજાએ વિચાર્યું-કે ગૃહસ્થાશ્રમમાં ભક્તિ માં વિઘ્ન આવે છે-મારે આ વ્યવહાર છોડી દેવો છે. એકાંત માં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ.ત્યાં બ્રહ્માજી આવ્યા છે-રાજાને કહે છે-પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી,પણ પ્રભુની આજ્ઞામાં રહીને પ્રારબ્ધ પૂરું કરું છું.જે જીતેન્દ્રિય છે-તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં પણ પ્રમાદ કરે છે.આગળ કથા આવશે-કે ભરતજી -સ્ત્રી-પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા-ત્યાં પણ સંસાર ઉભો કર્યો. જયારે પ્રહલાદ –દૈત્યોની વચ્ચે રહી-અનેક પ્રકારનું દુઃખ સહી,ઘરમાં જ ભક્તિ કરે છે.

ઘર છોડે એટલે જ ભગવાન મળે તેવું નથી.જેના મનમાં ઘર છે,સંસાર છે- એ જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે છે. મનુષ્યના છ શત્રુઓ-વિકારો-ચોરો,એ જ્યાં જાય ત્યાં તેની પાછળ પડેલા છે.(કામ,ક્રોધ,લોભ.મોહ,મદ અને મત્સર) .જો આ શત્રુઓને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી.ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે, અને આ કિલ્લામાં રહી –શત્રુ સામે લડવું એ ઘણી વખત શાણપણ ભર્યું છે. સુરક્ષાભર્યું છે.

બ્રહ્માજી રાજા પ્રિયવ્રત ને કહે છે-તમે લગ્ન કરો.લગ્ન કર્યા વગર તમારામાં રહેલી સૂક્ષ્મ વિકાર વાસનાનો નાશ થશે નહિ.થોડો વખત સંસાર સુખ ભોગવી –તે પછી પરમાત્માનું આરાધન તમે કરજો.બ્રહ્માજીની આજ્ઞાથી પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યું છે. અનેક બાળકો થયાં છે. એમના પછી આગ્નિધ્ર ગાદી પર આવ્યા છે.
આગ્નિધ્ર જયારે વનમાં તપ કરવા ગયા ત્યારે તેમના તપમાં પૂર્વચિત્તી અપ્સરા વિઘ્ન કરવા આવી.

ચિત્તમાં રહેલી પૂર્વ જન્મની વાસના એ જ પૂર્વચિત્તી છે. આગ્નિધ્ર રાજા પૂર્વીચિત્તીમાં ફસાયા છે.
આગ્નિધ્રને ઘેર થયા નાભિ. નાભિના ઘેર ઋષભદેવ –પુત્રરૂપે પ્રગટ થયા. ઋષભદેવ જ્ઞાનનો અવતાર હતા.
ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. જગત ને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો.ઋષભદેવજીએ ભરતજીને ગાદી ઉપર બેસાડી –ઘરનો તો ત્યાગ કર્યો પણ મનથી દેહનો પણ ત્યાગ કર્યો.“હું શરીર નથી-હું ચેતન આત્મા છું-દેહથી આત્મા ભિન્ન છે.“

ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે-માનવ જીવન ભોગ માટે નથી.તપ કરવા માટે છે.
જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ-તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો અને સર્વ સંગનો ત્યાગ કર્યો. અવધૂતવૃત્તિથી તે રહે છે.આશારહિત,વાસનારહિત અને બ્રહ્મનિષ્ઠ ને અવધૂતવૃત્તિ કહે છે.

ભોગવેલી વસ્તુઓની અપેક્ષા રાખવી-તેનું નામ આશા છે.
ભોગવેલી વસ્તુને પુનઃપુનઃ યાદ કરવી –તેનું નામ વાસના છે.
આનંદમય પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરે તે બ્રહ્મનિષ્ઠ છે.

ઋષભદેવજીને અનેક સિદ્ધિઓ મળી છે.પણ તેમાં તે ફસાયા નથી.
મુખમાં પથ્થર રાખે છે-બોલવાની ઈચ્છા થાય તો પણ બોલી શકે નહિ.અજગરવૃત્તિ રાખી છે-મળે તો ખાવું નહિતર નહિ. તેઓ નગ્ન રીતે ફરે છે. ઉભા ઉભા બળદની જેમ ભાજી આરોગે છે.
ઋષભદેવના મળમૂત્રમાંથી દુર્ગંધ નહિ –સુગંધ નીકળે છે. કોઈ મારે તો "મને-શરીરને માર પડે છે-હું શરીરથી જુદો છું.બ્રહ્મનિષ્ઠ છું." એમ જ વિચારે છે.

ડોંગરેજી બાપા
ભાગવત રહસ્ય-૧૩૮

નારિયેર માં કાચલી અને કોપરું જુદાં છે.છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે –અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ,ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીર થી છુટો પાડી શકે.

ખરો આનંદ શરીરમાં નથી.શરીર ચૂંથે આનંદ આવવાનો નથી.શરીરનું સુખ એ સાચું સુખ નથી,સાચો આનંદ નથી.શરીર નું સુખ એ મારું સુખ –એમ જે માને છે-તે અજ્ઞાની છે.
સતત ધ્યાન કરી જ્ઞાની લોકો જડ ચેતનની ગાંઠ છોડે છે-અને આત્માનંદ –પરમાનંદ લુટે છે.
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે-પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે –ખરો જ્ઞાની નથી.ખરો જ્ઞાની એ જ છે-કે-જે-ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.

ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં પ્રેમ-સ્નેહ થાય- તે –આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી.
હું શરીર નથી, હું સર્વનો સાક્ષીરૂપ –આનંદરૂપ-ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ જરૂરી છે.જ્ઞાનની સાત ભૂમિકાઓ –યોગવશિષ્ઠમાં બતાવી છે.
શુભેચ્છા,સુવિચારણા,તનુમાનસા,સત્વાપતિ,અસંશક્તિ,પદાર્થભાવિની અને તુર્યગા.

(૧) શુભેચ્છા-આત્માના સાક્ષાત્કાર માટે ની જે ઉત્કટ ઈચ્છા –તે-
(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા મોક્ષશાસ્ત્રનો વારંવાર વિચાર –તે-
(૩) તનુમાનસા- વિષયોમાં અનાસક્તિ ને સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા(સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય તે.
(૪) સત્વાપતિ- ઉપરના ત્રણથી –નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ –તે-
     (આ ભૂમિકા વાળો –બ્રહ્મવિત-કહેવાય છે)
(૫) અસંશક્તિ –ચિત્ત વિષે પરમાનંદ અને નિત્ય બ્રહ્માત્મ ભાવના –નો સાક્ષાત્કારરૂપ ચમત્કાર-તે-
(૬) પદાર્થભાવિની- પદાર્થોમાં દૃઢ અપ્રતિતી થાય-તે-
(૭) તુર્યગા –બ્રહ્મને જે અવસ્થામાં અખંડ જાણે –તે અવસ્થા-(ઉન્મત્ત દશા)

પ્રથમ ત્રણ ભૂમિકાઓ-સાધનકોટિની છે. બાકીની ચાર જ્ઞાનકોટિની છે.
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે.અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની ગ્રંથી છૂટી જાય છે. અને આત્માનો અનુભવ થાય છે.
આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે-અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે.

ઋષભદેવજીએ આવી જ્ઞાનની છઠ્ઠી દશા પ્રાપ્ત કરેલી.ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા અને દાવાગ્નિમાં બુધ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. માને છે દેહ બળે છે આત્માને કાંઇ થતું નથી.
આવી આત્મનિષ્ઠા પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી.

ઋષભદેવના પુત્રોમાં સહુથી શ્રેષ્ઠ હતો –તેનું નામ ભરત.તે ગાદી પર બેઠા છે.જેના નામ પરથી દેશનું નામ ભરતખંડ પડ્યું છે. તે પહેલાં પ્રાચીન કાળમાં દેશનું નામ- અજનાભ ખંડ -હતું.ભાગવત પરમહંસ ભરતજી ની કથા વર્તમાનકાળમાં આપણા માટે વિશેષ ઉપયોગી છે. તેથી શુકદેવજીએ તેનો વિસ્તાર કર્યો છે.
ભરતજીએ વ્યવહારની મર્યાદા કદી છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા પણ યજ્ઞ કરતા. 

અગ્નિ ઠાકોરજીનું મુખ છે.એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી –ઈતરદેવોમાં કૃષ્ણનો અંશ માની પૂજા કરતા. અનેક યજ્ઞો કર્યા છે-અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કર્યું છે. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ આવશે,કર્મનું અભિમાન નહિ રહે.
ઈશ્વર સાથે ખુબ પ્રેમ કરો-તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો.

કર્મ કરો પણ તે કર્મની ફળ “ભોગવવાની ઈચ્છા “ ન રાખો. (નિષ્કામ કર્મ)
કર્મ નું ફળ “ભોગવવાની ઈચ્છા “ રાખો (સકામ કર્મ ) તો કર્મનું અલ્પ ફળ મળશે.
સકામ -કર્મમાં કાંઇક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. માટે નિષ્કામ કર્મ શ્રેષ્ઠ છે.
ભરતજી નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણને અર્પણ કરતા.
સત્કર્મ (કોઈ પણ પૂજા )ને અંતે (સમાપ્તિમાં) ગોર મહારાજ બોલાવતા હોય છે.
અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રીયતામ -ન મમઃ

ન મમઃ –એમ બોલે છે-બધાં-પણ તેનો અર્થ કોઈ સમજતા નથી. કર્મનું ફળ મારું નથી-કૃષ્ણાર્પણ કરું છું.
ગીતામાં પણ કહ્યું છે-કે –કર્મ ના ફળ પર તારો અધિકાર નથી.(કર્મણ્યેવાધિકારસ્તે)

એક દિવસ ભરતજીને જુવાની માં વૈરાગ્ય થયો. ભરતજીને ઘરમાં ગમતું નથી.
રાજવૈભવ,સુખ,સંપત્તિ,સ્ત્રી પુત્રાદિક –આ બધું છે, પરંતુ આંખ બંધ થાય ત્યારે આમાંનું કશું નથી.
જન્મ પહેલાં અને મૃત્યુ બાદ –કોઈ સગાં રહેવાના નથી. વચ્ચે માયા ભરમાવે છે.

ડોંગરેજી બાપા
ભાગવત રહસ્ય-૧૩૯

ભરતજી વિચારે છે-સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું. હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ.
જુવાનીમાં જ તેમણે સંસારના સુખનો બુધ્ધિપૂર્વક ત્યાગ કર્યો.બુદ્ધિપૂર્વક વિષયોનો ત્યાગ થાય- તો શાંતિ મળે છે. જબરજસ્તીથી વિષયો છોડીને જાય તો દુઃખ આપે છે.વિષયોને આપણે જાતે જ વિચારીને છોડીએ (ત્યાગ કરીએ)તો અદભૂત શાંતિ પ્રાપ્ત થાય છે.પણ ઈશ્વરની માયા વિચિત્ર છે, ભરતજીએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી અને સર્વસ્વનો ત્યાગ કરી વનમાં આવ્યા,ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું,હરણ ઉપર સ્નેહ (મોહ) થયો.
હરણબાળ પર આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો.અને મૃગયોનિમાં જન્મ લેવો પડ્યો.
ભરતજીના મનમાં હરણ સાથે આસક્તિ થઇ –અને તે વાસના(સંકલ્પ) પુનર્જન્મનું કારણ બની.

જગતના કોઈ પદાર્થમાં એટલો સ્નેહ ન કરો કે –જે સ્નેહ-આસક્તિ બની પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે.
માટે ઘરમાં (કે આસપાસ) કોઈને પણ રાખજો પણ મનમાં કોઈને રાખશો નહિ.
મનમાં –બીજી વસ્તુ પ્રવેશે –એટલે મનમોહન (લાલાજી) ત્યાંથી (મનમાંથી) નાસી જાય છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે-સંસારમાં નાવ (નાવડી-હોડી)ની જેમ રહેવું જોઈએ.
નાવ પાણી ઉપર રહે તો તે તરે છે,પણ જો નાવ ની અંદર પાણી આવે તો તે ડૂબી જાય છે.
તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. એટલેકે-નિર્લેપપણે સંસારમાં રહો.
આ શરીર નાવ છે,સંસાર સમુદ્ર છે અને વિષયો તે-જળરૂપ છે. વિષયો શરીરમાં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.સંસારમાં રહેવું તે બુરું નથી,પણ સંસારને મનમાં રાખવો તે બુરો છે. મનમાં રહેલો સંસાર રડાવે છે.
મનમાં રહેલી મમતા-બંધન કરે છે, મન મરે તો મુક્તિ મળે.
બંધન મનને છે, આત્માને નથી- આત્મા તો સદા મુક્ત જ છે.

પ્રહલાદને ઘરમાં બિલકુલ અનુકુળતા નહોતી, પણ તેને લક્ષ્યની ખબર હતી.તેમણે ધ્યેય છોડ્યું નથી. 
પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘરમાં રહીને,ઘરમાં જ ભજન કર્યું.ઘરમાં તેમની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહિ.
પણ,એકાંત વનમાં પણ ભરતજી – (માત્ર (હરણ પરની) આશક્તિને કારણે ભક્તિ કરી શક્યા નહિ.
પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભજન કેવી રીતે કરવું-તે પ્રહલાદે જગતને બતાવ્યું-અને અનુકૂળ પરિસ્થિતિમાં પણ જો મનુષ્ય સાવધ ના રહે-તો તેનાથી ભજન કરી શકાતું નથી.એ જાણવા મળે છે-ભરતચરિત્રથી.
ઘર છોડીને ગયેલા મહાત્માઓને –માયા-કેવી રીતે પજવે છે-તેની આ કથા છે.

ભરતજીની કથા હવે શરુ થાય છે.ભરતજીએ જુવાનીમાં જ ઘરનો ત્યાગ કર્યો.પૃથ્વીના સાર્વભૌમ રાજા હતા –પણ કોઈનેય સાથે લીધા નથી.ભરતજીએ વિચાર્યું-હું એકાંતમાં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ. નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે.નદીના કિનારે ભરતજી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે.
માત્ર ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ હશે તો –ઈશ્વરભજનમાં વિક્ષેપ કરશે. જેને તપ કરવું હોય તે એકલો જ તપ કરે.વિચારે- “હું એકલો નથી-મારા ભગવાન મારી સાથે છે.” ઈશ્વર સિવાય બીજા કોઈનો સાથ દુઃખી કરે છે.

ભરતજી એકલા જ તપ કરવા ગયા છે. ગંડકી નદી  બીજું નામ છે-શાલિગ્રામી- નદી કિનારે ભરતજી તપ કરે છે.રોજનો નિયમ હતો-સવારે ચાર વાગે બ્રાહ્મમુહૂર્તમાં સ્નાન કરે છે. કેડપુર પાણીમાં ઉભા રહી ધ્યાન કરે છે, અને ગાયત્રીમંત્રનો જપ કરતાં-સુર્યનારાયણને અર્ઘ્ય આપે છે.

બુદ્ધિના દેવ સુર્યનારાયણ છે. સુર્યનારાયણની કૃપા થી બુદ્ધિ સુધરે છે. બુદ્ધિનો મન પર પ્રભાવ છે-એટલે બુદ્ધિ સુધરે તો-મન પણ સુધરે છે. ઉગતા સૂર્યના કિરણ તન પર પડે-તો તન પણ સુધરે છે.
સૂર્યનારાયણ જગતને સતત પ્રકાશ આપે છે.(છતાં વીજળીની કંપનીની માફક કોઈ બિલ મોકલતા નથી)
રવિવારે કે -બીજા કોઈ દિવસ રજા લેતા નથી કે વેકેશન પર જતા નથી.સમસ્ત સ્થાવર- જંગમનો આત્મા સૂર્ય છે. સૂર્યનારાયણના ઉપકાર બદલ આપણે બધા સૂર્યનારાયણના ઋણી છીએ.
સૂર્ય એ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે.(જરા વિચાર કરો-"તો" "જ" સમજાશે- "સૂર્ય" ને પણ પ્રકાશ આપવાની "શક્તિ" આપનાર જે –છે- તે- "પરમાત્મા" છે )

ભરતજી પ્રાર્થના કરે છે-ભગવાનના તેજોમય સ્વરૂપનું (સૂર્ય પણ જેનાથી પ્રકાશિત છે-તેનું) હું ધ્યાન કરું છું.જે મારી બુદ્ધિને સવળે માર્ગે દોરે.-પ્રકાશિત કરે. (બુદ્ધિમાં રહેલ અંધકારને હટાવે )

ડોંગરેજી બાપા
हमारे फेसबुक पेज़ से जुड़िए।

https://www.facebook.com/HrtSpeaks/

श्रीमन्नारायण 💐
ભાગવત રહસ્ય-૧૪૦

ભરતજીએ પહેલાં ઠાકોરજીની પ્રત્યક્ષ સેવા બહુ કરેલી, પણ હવે વનમાં તે માનસી સેવા કરે છે.શરીર કરતાં યે વધુ પાપ મનથી થાય છે.એટલે મનથી માનસી સેવા-માનસી ધ્યાન –એ સહેલું નથી.ભટકતા –પાપ કરતા- મનને -ઈશ્વરની માનસીસેવામાં પ્રવૃત્ત કરી –ઈશ્વરમાં તન્મય કરવાથી -મન ધીરે ધીરે શુદ્ધ થાય છે.

એક વખત એક વાણિયો ગુંસાઈજી પાસે ગયો. જઈને કહ્યું-બાપજી,લાલાજીની સેવા કરવા હું તૈયાર છું-પણ કાંઇ ખર્ચ કર્યા વગર સેવા થાય એવું કંઈક બતાવો –એવી સેવા બતાવો કે એક પાઈનું ખર્ચ ન થાય.ગુંસાઈજીએ તેને માનસી સેવા બતાવી અને કહ્યું-તું માનસી સેવા કર, હું ભગવાનને સ્નાન કરવું છું, વસ્ત્ર પહેરાવું છું,ભોગ ધરાવું છું-ભગવાન આરોગે છે.

વાણિયો કહે –આ બધું બજારમાંથી લાવવાનું ? ગુંસાઈજી કહે છે-ના,ના, ફક્ત મનથી ધારવાનું.તને કયું સ્વરૂપ ગમે છે ? વાણિયો કહે –મને બાલકૃષ્ણલાલ-લાલાજીનું સ્વરૂપ ગમે છે.
ગુંસાઈ કહે છે-બસ-સવારે વહેલા ઉઠી-માત્ર -મનથી જ ગંગાજીમાં સ્નાન કર-મનથી જ ગંગાજળ ઘડામાં લઇ આવવું-ગાયનું દૂધ અને માખણ લઇ આવવાં. યશોદા જેવો વાત્સલ્યભાવ રાખી –સૂતેલા લાલાજીના દર્શન કરો. સૂતેલો કનૈયો બહુ સુંદર લાગે છે. વાંકડિયા વાળ ગાલ પર આવ્યા છે. સૂતાં સૂતાં પણ જાણે મંદ હાસ્ય કરે છે. લાલાજીને મંગળગીત ગાઈને જગાડો.મંગલામાં લાલાને ગાયનું દૂધ અને માખણ ધરાવો.
( જરા મનાવવા પડે તો મનાવો.-લાલાજી જરા ટેઢા છે-યશોદાજી જેમ લાલાને મનાવી કહો-લાલા,આટલું માખણ ખાઈ જા-તારી ચોટલી દાઉજી કરતાં જલ્દી મોટી થઇ જશે.)

પછી થોડા ગરમ જળથી સ્નાન કરાવી તન્મય થઇને લાલાજી ને શૃંગાર કરવો.
(કનૈયાને પૂછવું કે –આજે કયું પીતાંબર પહેરવું છે ?-એ જે માગે તે પહેરાવો)
તિલક કરો,માળા અર્પણ કરો,નૈવેદ્ય અર્પણ કરો. ભાવનાથી લાલાને નૈવેદ્ય આરોગતા જુઓ.
તે પછી મનથી આરતી ઉતારી, અને કોઈ ભૂલચૂક થઇ હોય તો ક્ષમા પ્રાર્થના કરો.

તે પછી વાણિયાએ –ગુંસાઈજીના કહેવા મુજબ બાર વર્ષ સુધી રોજ પ્રેમથી.માનસી સેવા કરી.એવી તન્મયતા આવી છે-કે –બધું જાણે પ્રત્યક્ષ જ દેખાય છે. બાર વર્ષ સુધી સત્કર્મ નિયમથી થાય તો તે સિદ્ધ થાય છે.મન ની ચંચળતા ઓછી થાય છે.એક વખત એવું બન્યું કે-તે કટોરામાં દૂધ લઇ આવ્યો –પણ દુધમાં ખાંડ નાખતાં-ખાંડ વધારે પડી ગઈ.વાણિયાથી આ સહન કેમ થાય ? સ્વભાવ કંજુસ –તે ક્યાંથી જાય ? વાણિયાએ વિચાર્યું-દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં,તો બીજા ઉપયોગમાં આવશે. દૂધમાંથી ખાંડ કાઢવા દૂધમાં હાથ નાખે છે.

આ બાજુ લાલાજી મરકમરક હસે છે.ગમે તેમ પણ તેણે બાર વર્ષ મારી સેવા કરી છે-પ્રસન્ન થઇ પ્રગટ થયા છે.
અને સીધો વાણિયાનો હાથ પકડ્યો-ખાંડ વધારે પડી ગઈ છે-તો તારા બાપનું શું ગયું છે ? તે ક્યાં એક પૈસાનો ખર્ચ કર્યો છે ? તારા જેવો નંગ મને જગતમાં કોઈ મળ્યો નથી....તારા જેવો તો તું જ છે.....
વાણિયાને ભગવતસ્પર્શ થયો. તે પછી તે સાચો વૈષ્ણવ બન્યો. લાલાજીનો અનન્ય ભક્ત બન્યો.

શંકરાચાર્યજી પણ મહાજ્ઞાની હોવાં છતાં શ્રીકૃષ્ણની માનસી સેવા કરતા.
ભરતજી દરરોજ માનસી સેવા કરતા તેમાં તન્મય થયા છે.
સેવા કરતા કોઈ દિવસ –કંટાળો આવે તો ધ્યાન કરે છે-કિર્તન કરે છે.

સંસારમાં જે ફસાયેલો હોય-કે માયાના પ્રવાહમાં જે વહેતો હોય તેને માયા બહુ ત્રાસ આપતી નથી.તેને માયા વિઘ્ન કરતી નથી.માયા માને છે-કે- આ તો મારો ગુલામ છે, આ તો મરેલો જ છે-તેને મારવામાં શું મજા છે ? મરેલા ને શું મારવાનો ? પણ પરમાત્મા પાછળ જે પડેલો હોય –તેની પાછળ માયા વધારે પડે છે. વિઘ્ન ઉભા કરે છે.માયાની ગતિ વિચિત્ર છે. માયાની ગતિ સમજી ન શકાય (અકળ) તેવી છે.

ડોંગરેજી બાપા
ભાગવત રહસ્ય-૧૪૧

એક વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા હતા.તે સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણી સિંહની બીકથી ગભરાણી.સામે કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદીના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી.

ભરતજીએ હરણબાળને નદી માં પડેલું જોયું. તેને બહાર કાઢવામાં ન આવે તો ડૂબી જાય તેમ હતું.
ભરતજીએ વિચાર્યું-હું ધ્યાનમાં હોત અને જગતનું ભાન ન હોત ત્યારે હરણબાળ ડૂબતો હોત તો જુદી વાત હતી પણ મારા દેખતાં હરણબાળ ડૂબે તો મને પાપ લાગે. એટલે ભરતજીએ હરણબાળને બહાર કાઢ્યું અને આશ્રમમાં લઈને આવ્યા.ભરતજી વિચારવા લાગ્યા-કે-આ હરણબાળનું કોઈ જ નથી.હું જ તેનો રક્ષક પિતા છું. મારે તેનું રક્ષણ કરવું જોઈએ.

જીવ માને છે-હું બીજાનું રક્ષણ કરું છું, પણ તે શું રક્ષણ કરવાનો હતો. જે પોતે પણ કાળનું ભોજન છે. જીવ માં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો-કોઈના ઘેર મરણ થાય જ નહિ. રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે.

ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા માંડ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે છે.હરણબાળમાં ભરતજીનું મન ફસાયું છે.દિન-પ્રતિદિન આસક્તિ વધતી ચાલી. ભરતજી નું મન હવે પ્રભુ ભજનમાં સ્થિર થતું નથી.ધ્યાનમાં બે મિનિટ થાય અને હરણબાળ દેખાય છે. 

વાસનાનો વિષય બદલાણો પણ વાસના તો મનમાં રહી જ.
હરણબાળને ઘરમાં રાખવાનો વાંધો નહોતો, પણ તેને મનમાં રાખ્યો તે અયોગ્ય થયું.
મનમાં કાં તો કામ રહી શકે કે-કાં તો રામ. 
“તુલસી દોનોં નવ રહે-રવિ રજની ઇક ઠામ.” (રવિ=સૂર્ય, રજની=ચંદ્ર)

ભરતજીના ભક્તિના નિયમો ધીરે ધીરે છુટવા લાગ્યા.ઘણીવાર અંતરમાંથી અવાજ આવે છે-આ સારું નથી.
પણ મન દલીલ કરે છે-“હરણની સેવા તો પરમાત્માની સેવા છે-હું તો પરોપકાર માટે આ કરું છું.”
સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો –તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે.
બહુ જ પરોપકારમાં પડવું નહિ,બહુ જ પરોપકાર કરવા જતાં ઘણી વખત લક્ષ્ય ભુલાય છે.અને પતન થાય છે.
પરોપકાર એ સર્વનો ધર્મ જરૂર છે-પણ એવો પરોપકાર ન કરો કે જેથી –પરમાત્માનું વિસ્મરણ થાય.

સંસારમાં કપટ ન કરો-તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો.
પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે-પણ સ્ત્રી-પુરુષ-સંસાર કે જડ વસ્તુનું ધ્યાન ન કરો.
જે મિત્ર નથી-તે શત્રુ બનતો નથી,પણ જે મિત્ર છે-તે જ એક વખત શત્રુ થાય છે. સંસારનો આ સામાન્ય નિયમ છે.ભરતજી નું પ્રારબ્ધ હરણબાળ બનીને આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છુટકો નથી.
જ્ઞાનીના બે ભેદો છે.-જેણે ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે-તે –કૃતોપાસ્તી જ્ઞાની-છે, 
તેને માયા સતાવી શકતી નથી. પણ જેણે માત્ર પુસ્તકો વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે (અકૃતોપાસ્તી)-
તેનામાં “હું જ્ઞાની છું” તેવો અહમ રહે છે-તેને માયા વિઘ્ન કરે છે.
તત્વનું જ્ઞાન બંને ને છે-પણ તત્વ (આત્મા-પરમાત્મા)ના અનુભવ વાસના-નાશ વગર થતો નથી.વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી-એ-ભરતચરિત્ર બતાવે છે.

ભરતજીને હજુ અપરોક્ષ સાક્ષાત્કાર થયો નથી-તે થયો હોત તો હરણબાળમાં મન કદી ફસાય નહિ.
ભરતજીનો અંતકાળ નજીક આવ્યો છે-આજે હરિનું નહિ પણ (હરિણી!!) હરણનું ચિંતન કરતાં શરીરનો ત્યાગ કર્યો છે.મરતી વેળા હરણના ચિંતનથી કાલંજર પર્વતમાં હરિણી થઇને જન્મ્યા છે.(પુનર્જન્મ થયો છે)

પૂર્વજન્મમાં કરેલું ભજન-તપ વ્યર્થ જતું નથી, નિષ્ફળ જતું નથી.હરણ શરીરમાં પણ તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે.
પશુ શરીરમાં પણ ‘હરયે નમઃ હરયે નમઃ’ નો જપ કરે છે.વિચારે છે-હું ગયા જન્મમાં મહાન જ્ઞાની અને યોગી હતો પણ માયાએ મને છેતર્યો, હરણબાળની વિષે મારા મન-બુદ્ધિથી બહુ ડહાપણ કર્યું અને ચાર પગ વાળો થયો. મારે હવે નવું પ્રારબ્ધ ઉભું કરવું નથી. હરણ શરીરમાં ભરતજી સાવધ છે.

બાકી સાવધ ન રહો તો -ઈશ્વરની માયા કંઈક વિચિત્ર છે.
એક રાજા હતો-તેને ખબર પડી કે-મર્યા પછી હું ડુક્કર થવાનો છું. તેણે છોકરાઓને કહ્યું –કે ડુક્કર શરીરમાં મારા કપાળ પર સફેદ ડાઘ હશે. તમને આવો ડુક્કર દેખાય તો મારી નાખજો-જેથી મારા ડુક્કર શરીરનો છુટકારો થાય.રાજા મરણ પામ્યો. છોકરાંઓને એવો કપાળ પર સફેદ ડાઘવાળો ડુક્કર મળ્યો એટલે તે મારી નાખવા આવ્યા છે.ડુક્કરે તેઓને મારી નાખવાની ના પડી.કહે છે-ડુક્કર શરીરમાં મને બહુ મજા છે, આ ડુક્કરી બહુ સુંદર છે.મને સુખ ભોગવવા દો. મને મારશો નહિ.
જીવ જ્યાં જાય ત્યાં સુખ સમજી ને મમતા કરે છે. અને ફસાય છે.

- ડોંગરેજી બાપા
ભાગવત રહસ્ય-૧૪૨

હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો-તેટલાં દિવસ –તેમને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી.એટલે એક દિવસ-હરયે નમઃ-કરતાં કરતાં પ્રાણ છોડ્યા.
શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજી નો આ છેલ્લો જન્મ છે.તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે-'હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.'

ભરતજી બોલતા નથી. એટલે બધા કહે છે-આ તો મૂંગો છે. પોતાના ધ્યાનમાં કોઈ દખલ ના કરે એટલે –
ભરતજી મૂર્ખ-પાગલ જેવું નાટક કરે છે.એટલે લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે-લોકો મૂર્ખ માને તો ખોટું શું છે ? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો. પણ હવે જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનું આરાધન કરવા માટે જ કરીશ.પ્રભુમાં તન્મય થયેલા ભરતજીને દેહભાન નથી.

જેને પૈસા કમાવાની અક્કલ છે-તેને લોકો ડાહ્યો સમજે છે. મન અને તન વશ કરવાની કળા જેને આવડે છે-તેને લોકો ચતુર ગણે છે.સંસારની દૃષ્ટિ એ સંત જડ છે. પરંતુ ખરેખર તો-ચેતન-આનંદમય પ્રભુને ભૂલી સંસારસુખમાં ફસાયેલો મનુષ્ય જડ છે.દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય ? પણ આ સંસારની ઉલટી રીત છે-તેથી લોકોએ તેમનું નામ જડ-ભરત રાખ્યું છે.

જડ-ભરતજી ના પિતાજી જડભરતને ભણાવવા લાગ્યા. પિતાને હતું કે-મારો પુત્ર પંડિત થશે.પરંતુ આમની પંડિતાઈ જુદી હતી.ભરતજીમાં સાચી પંડિતાઈ હતી. સાચી ચતુરાઈ હતી.તુલસીદાજીએ કહ્યું છે-કે-
પરધન,પરમન હરનકુ વેશ્યા બડી ચતુર,તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન.
(પરમાત્માના ચરણોમાં મનને લગાડવું એ જ સાચી ચતુરતા છે,પરધન ને પરમનનું આકર્ષણ કરવામાં તો વેશ્યા પણ બહુ ચતુર છે-પણ એને સાચી ચતુરતા ન કહેવાય )
જડભરતનું સંસારના કાર્યોમાં દિલ નથી, માતા-પિતાના ચાલ્યા ગયા પછી,ચિંતા વગર ફરે છે-કોઈ કંઈક આપે તો ખાય છે.દેહભાન છે નહિ, પંચકેશ વધી ગયા છે,કોઈ જ જાતની ચિંતા નહિ-એટલે હ્રષ્ટપુષ્ટ થયા છે. એક જગાએ બેસી રહે છે.

એક ભીલ રાજાને સંતાન નહોતું. તેણે ભદ્રકાળીની બાધા લીધી. કે પુત્ર થશે તો નરબલિ અર્પણ કરીશ. તેને ત્યાં પુત્ર થયો.તેણે ભીલોને આજ્ઞા આપી –કોઈ નરને પકડી લાવો.ભીલોની નજર જડભરત પર ગઈ. આ તગડો છે-પાગલ છે-તેથી જડભરતને પકડી ભીલરાજા પાસે લઇ આવ્યા.
માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહિ-પણ કામ,ક્રોધ,લોભ-પશુ છે-તેનું બલિદાન કરવાનું છે. દેવીભાગવતમાં બલિદાનનો અર્થ આમ સમજાવ્યો છે.
બાળકને મારવાથી શું મા રાજી થાય ? ભદ્રકાળી દેવી તો સર્વની મા છે.

જડ-ભરતજીને નવડાવ્યા, લાલ કપડું પહેરવા આપ્યું છે. ફૂલની માળા પહેરાવી છે,સુંદર પકવાનો જમવા આપ્યા છે.પછી ભદ્રકાળી માતાના મંદિરે લઇ ગયા છે. જડભરતજી માતાજીને પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા છે,ખાતરી છે-કે મા મને મારશે નહિ. જરાયે બીક મનમાં નથી.
ભીલરાજાએ ભદ્રકાળીની પ્રાર્થના કરી તલવાર લઇ જડ-ભરતને (નરબલિને) મારવા તૈયાર થયો છે.

સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર જડ-ભરત ને જોતાં માતાજીનું હૃદય ભરાયું છે.માતાજીથી આ સહન ન થયું.
અષ્ટભૂજા ભદ્રકાળી મા મૂર્તિ ફાડી બહાર નીકળ્યાં છે, ભીલરાજાનું મસ્તક –તે જ તલવારથી કાપી નાખ્યું છે.
જ્ઞાની ભક્ત માને છે-કે મારી પાછળ હજાર હાથવાળો રક્ષણ કરનાર છે,બે હાથવાળા શું રક્ષણ કરવાના ?
જ્ઞાની ભક્તો માતાજીને પણ વહાલા છે. શિવ અને શક્તિમાં ભેદ નથી.

ડોંગરેજી બાપા
ભાગવત રહસ્ય-૧૪૩

જડભરતજી માને છે-કે મારે પ્રારબ્ધ પૂરું કરવું છે.શરીર જ્યાં લઇ જાય ત્યાં જવું છે. ફરતાં ફરતાં –ગંડકી નદીનો કિનારો છોડી 
ઇક્ષુમતિ નદીના કિનારે આવ્યા છે.તે સમયે સિંધુ દેશનો રાજા રહૂગણ –પાલખીમાં બેસી કપિલમુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જતો હતો.ચાર ભોઈઓએ પાલખી ઊંચકી છે.જલપાન કરવા રસ્તામાં મુકામ કર્યો છે. તેવામાં ચારમાંથી એક નાસી ગયો. 
રાજાએ કહ્યું-જે કોઈ મળે તેણે પકડી લાવો.

નદીકિનારે ભરતજી ફરતા હતા. સેવકોએ તેમને જોયા.વિચાર્યું-કે આ તગડો માણસ કામ લાગશે. એટલે તેમને પકડી લાવ્યા.માલિકની જેવી ઈચ્છા.સમજી ભરતજીએ પાલખી ઉપાડી છે.રસ્તામાં કીડી દેખાય તો કીડીને બચાવવા ભરતજી કૂદકો મારે છે.અને એટલે પાલખીનો ઉપરનો દાંડો રાજાના માથામાં વાગે છે.
રાજાએ સેવકોને કહ્યું-બરાબર ચાલો.મને ત્રાસ થાય છે. સેવકોએ કહ્યું-અમે તો બરોબર ચાલીએ છીએ પણ આ નવો માણસ પાગલ જેવો છે-બરોબર ચાલતો નથી.ફરી ફરી આમ જ થતું રહ્યું.

રાજા-ઉંધુ ઉંધુ બોલીને જડભરતને કહેવા લાગ્યા-તું તો સાવ દુબળો છે-વળી અંગો નબળાં એટલે તારાથી સારી રીતે કેમ ચલાય ? જડભરત કંઈ સાંભળતા નથી-તેમની મસ્તીમાં મસ્ત છે. રાજાને ફરી દાંડો વાગ્યો –એટલે ક્રોધે ભરાણા છે.“અરે તું તો જીવતા મૂવા જેવો છે. તને ભાન નથી. એય બરોબર ચાલ”
ફરી દાંડો વાગ્યો એટલે રાજા ફરી ક્રોધે ચડી કહે છે-એય હું કશ્યપ દેશનો રાજા રહૂગણ છું.હું તને મારીશ,સજા કરીશ.તને માર પડશે-એટલે તારું ગાંડપણ તું ભૂલી જઈશ.

રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું કાંઇ ખાધું નથી,રસ્તા પર ભરતજી ફરતા હતા ત્યાંથી લઇ આવ્યા છે, છતાં રાજા તેમને મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શું અધિકાર હતો ?ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. રાજા તો મારા શરીર જોડે વાતો કરે છે. એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે?
બે જણ વાતો કરતા હોય તેમની વચ્ચે માથું મારવાની શી જરૂર છે ? હું નહિ બોલું.

પણ ફરીથી વિચાર થયો-મારું અપમાન કરે તે મહત્વનું નથી, પણ મેં જેને ખભા પર ઊંચક્યો તે રાજા રહૂગણ જો નરકમાં પડશે-તો પૃથ્વી પરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે.લોકો કહેશે-મહાજ્ઞાની જડભરતે જેને ખભે ઊંચક્યો-તે નરકમાં પડ્યો.તેની દુર્ગતિ ના થાય, તેને માટે મારે તેણે બોધ આપવો જ પડશે.
સત્સંગનો મહિમા રાખવા અને રાજા પર દયા આવવાથી-આજે જડભરતને બોલવાની ઈચ્છા થઇ છે.
રાજાનું કલ્યાણ થાય –એટલા માટે ભરતજી જીવનમાં એક જ વાર બોલ્યા છે. રહૂગણ રાજા ભાગ્યશાળી છે.

ભરતજી વિચારે છે-કે-રહૂગણ કપિલમુનિના આશ્રમમાં તત્વજ્ઞાન નો ઉપદેશ લેવા જાય છે,ઉપદેશ લેવા દીન થઈને, હું-પણું છોડીને જવાનું હોય છે,રાજા અભિમાન લઈને જશે તો ઋષિ તેને વિદ્યા નહિ આપે. માટે આજે તેને અધિકારી બનાવું. 

રાજા તમે કહ્યું-“તું પુષ્ટ નથી “ એ સત્ય છે. તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એતો શરીર ના ધર્મો છે.આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી.આત્મા પુષ્ટ નથી કે દુર્બળ નથી.
રાજા તમે કહ્યું-કે-હું જીવતે મૂવા જેવો છું. તો આખું જગત મૂવા જેવું છે. આ પાલખી અને પાલખીમાં બેઠેલ તું પણ મૂવા જેવો છે.વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ-અંત વળી હોય છે. જે જન્મ્યા છે તે બધા મરવાના છે. આ બધાં શરીર મુડદા સમાન છે.શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે, આત્મા દ્રષ્ટા છે,સાક્ષી છે. જ્ઞાની પુરુષો-ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે-એમાં રાજા કોણ અને સેવક કોણ ? વ્યવહારદૃષ્ટિ એ આ ભેદ છે-બાકી તત્વ દૃષ્ટિથી તું અને હું એક જ છીએ.

રાજા તેં કહ્યું –હું તને મારીશ. પણ શરીરને માર પડશે તો તેની ચાલ સુધારશે નહિ. શરીરને માર પડે તો હું સુખી-દુઃખી થતો નથી.આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન-મનને શક્તિ આપે છે-બુદ્ધિ –અને બુદ્ધિ ને શક્તિ આત્મા આપે છે.શરીરના ધર્મો મને લાગુ પડતા નથી.
રાજા,કીડી મંકોડી મારા પગ તળે ના ચક્દાય તે તે રીતે હું ચાલુ છું. મને પાપ ના લાગે એટલે જીવને બચાવવા હું કૂદકો મારું છું.મારે નવું પાપ કરવું નથી,જે પાપ લઈને આવ્યો તે મારે ભોગવીને પૂરું કરવું છે. કીડીમાં પણ ઈશ્વર છે,એમ માનીને શ્રીકૃષ્ણનું ચિંતન કરતા ચાલુ છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે-તારે જે કરવું હોય તે તું કરી શકે છે.

જડભરતના આવાં વિદ્વતાભર્યાં વચન સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તેને થયું-ના,ના આ પાગલ નથી 
પણ કોઈ પરમહંસ લાગે છે,આવા સંતના જોડે મેં પાલખી ઉપડાવી છે- મારી દુર્ગતિ થશે. 
રાજા ગભરાયો અને ચાલતી પાલખીમાંથી નીચે કુદી પડ્યો.
રાજા ભરતજીને વંદન કરે છે. પૂછે છે કે –આપ કોણ છો ?શુકદેવજી છો?દત્તાત્રય છો ?

ભરતજીની નિર્વિકાર અવસ્થા છે-રાજાએ અપમાન કર્યું હતું ત્યારે-અને રાજા માન આપે છે ત્યારે –ભરતજીને એક જ સમસ્થિતિ.માન-અપમાનમાં જેનું મન સમ રહે છે છે તે સંત છે--મનને સમ રાખવું કઠણ છે- ખાલી વેશથી સંત થવું કઠણ નથી.
રહૂગણે ક્ષમા માગી છે-“તમારા જેવા સંતનું અપમાન કરનારનું કલ્યાણ થાય નહિ-માટે ક્ષમા કરો.”

ડોંગરેજી બાપા
સમયાભાવ ને કારણે આ ચેનલ ટૂંક સમય માં વિસર્જિત કરું છું. એના બદલે આપ બધા ને વહાટ્સએપ ચેનલ પર જોડાઈ જવા વિનંતી.

પરમપુજ્ય ડોંગરેજી બાપા ને સમર્પિત વ્હોટ્સએપ ચેનલ. હવે આપ ડોંગરેજી બાપજી ના પ્રવચનો ના ઓડિયો અને બાપજી નું લિખિત ભાગવત રહસ્ય ગ્રંથ આદિ તમામ પોસ્ટ ચેનલ પર શેયર કરવા માં આવશે. આપના સગા સંબંધી ઇષ્ટ મિત્રો ધર્મપ્રેમીઓ ને ચેનલ લિંક શેયર કરો.

https://whatsapp.com/channel/0029VaBpkxfCMY0QPRp6Vj0U

💐જય શ્રીકૃષ્ણ 💐
સમયાભાવ ને કારણે આ ચેનલ ટૂંક સમય માં વિસર્જિત કરું છું. એના બદલે આપ બધા ને વહાટ્સએપ ચેનલ પર જોડાઈ જવા વિનંતી.

પરમપુજ્ય ડોંગરેજી બાપા ને સમર્પિત વ્હોટ્સએપ ચેનલ. હવે આપ ડોંગરેજી બાપજી ના પ્રવચનો ના ઓડિયો અને બાપજી નું લિખિત ભાગવત રહસ્ય ગ્રંથ આદિ તમામ પોસ્ટ ચેનલ પર શેયર કરવા માં આવશે. આપના સગા સંબંધી ઇષ્ટ મિત્રો ધર્મપ્રેમીઓ ને ચેનલ લિંક શેયર કરો.

https://whatsapp.com/channel/0029VaBpkxfCMY0QPRp6Vj0U

💐જય શ્રીકૃષ્ણ 💐
પરમપુજ્ય ડોંગરેજી બાપા ને સમર્પિત વ્હોટ્સએપ ચેનલ. હવે આપ ડોંગરેજી બાપજી ના પ્રવચનો ના ઓડિયો અને બાપજી નું લિખિત ભાગવત રહસ્ય ગ્રંથ આદિ તમામ પોસ્ટ ચેનલ પર શેયર કરવા માં આવશે. આપના સગા સંબંધી ઇષ્ટ મિત્રો ધર્મપ્રેમીઓ ને ચેનલ લિંક શેયર કરો.

https://whatsapp.com/channel/0029VaBpkxfCMY0QPRp6Vj0U

💐જય શ્રીકૃષ્ણ 💐
બધા વહાટ્સએપ ચેનલ માં પ્લીઝ જોઈન થઈ જાઓ મારે ટેલિગ્રામ ચેનલ બંદ કરવી છે
*श्रीरामरक्षास्तोत्रम्*

https://youtu.be/ig8SoFZZWgQ?feature=shared

श्रीरामनवमी की समस्त सनातन धर्मावलंबियों को हार्दिक शुभकामनाएं 💐💐
श्रीदक्षिणामूर्ति स्तोत्रम्(ध्यान श्लोक सहित)॥
(हमारी चैनल को सपोर्ट और शेयर करें)
https://youtu.be/oiw4Ar4iRcM?feature=shared

तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥
*भगवान श्रीराम कृत शंभुस्तुतिः*

श्रीब्रह्मपुराण अध्याय १२३ (गौतमीय ५४) में भगवान श्रीराम द्वारा महादेव जी को प्रसन्न करने के लिए स्तुति करी वो यहाँ प्रस्तुत कर रहें है।

https://youtu.be/VXMZoPhIpYU

हमारी यूट्यूब चैनल को लाइक, सपोर्ट सब्सक्राइब करें। धन्यवाद।

जय श्रीराम 💐
हर हर महादेव 💐
2024/05/04 12:03:29
Back to Top
HTML Embed Code: