Telegram Web Link
દેશમાં ચાલુ વર્ષનો એપ્રિલ મહિનો 1921 પછી સૌથી ગરમ, દેશમાં અનેક જગ્યાએ પારો 43 ડિગ્રીને પાર
https://www.gujaratsamachar.com/news/national/april-this-year-was-the-hottest-month-since-1921-in-the-country
Weather updates | ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો. ૧૯૨૧ પછી એપ્રિલ મહિનામાં આટલી વધારે ગરમીનો અનુભવ થયો હતોે. ગરમી એવી પડી રહી છે જાણે જૂન મહિનો ચાલી રહ્યો હોય.
આ વખતની ગરમી એટલા માટે ચોંકાવનારી છે કારણકે તેણે કેરળ, ઉટી, માથેરાન અને બેંગાલુરુના કેટલાક ભાગોમાં પણ જોવા મળી છે જ્યાં સામાન્ય રીતે આ દિવસોમાં  ખુશનુમા વાતાવરણ હોય છે.
દેશના અનેક વિસ્તારોમાં પારો ૪૩ સુધી પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર લોકસભા ચૂંટણીના મતદાન ઉપર પણ થઇ રહી છે. પ્રથમ બે તબક્કામાં મતદાન ૬૦ થી ૬૨ ટકાની આસપાસ રહ્યું છે. ત્રીજા તબક્કાના મતદાન અગાઉ હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી પાંચ દિવસ આનાથી પણ વધારે ગરમી પડવાની છે. ચેતવણી મુજબ ભીષણ ગરમીની અસર એ સ્થળો પર સૌથી વધારે જોવા મળશે જ્યાં આગામી બે તબક્કામાં મતદાન છે. આઇએમડીની આગાહી મુજબ આગામી બે તબક્કામાં જે ૧૯૧ બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી ૧૮૬ બેઠકો પર ભીષણ ગરમી પડવાની છે. આ સ્થળોએ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસથી વધારે રહેશે.પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ ગંભીર હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત રાયલસીમા, કર્ણાટક, આંધ્ર અને તેલંગણાના પણ કેટલાક ભાગોાં ભીષણ ગરમી પડી શકે છે. રવિવારે કેરળના અલપ્પુઝામાં ૩૮, બેંગાલુરુમાં ૩૮.૫ , તમિલનાડુના ધર્મપુરીમાં ૪૧.૨, બંગાળના ડાયમંડ હાર્બરમાં ૪૧.૩, આંધ્ર પ્રદેશના કુરનુલમાં ૪૫.૨, આંધ્ર પ્રદેશના નાંદયાલમાં ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ફોર્બ્સે AI ક્ષેત્રે વિશ્વની ટોચની 50 કંપનીની યાદી જાહેર કરી, એમાંય 6 તો ભારતીય મૂળના લોકોની
https://www.gujaratsamachar.com/news/prasangpat/gujarat-samachar-prasangpat-30-april-2024
- AI ક્ષેત્ર ઝપાટાભેર સ્પર્ધાત્મક બનતું જાય છે- પ્રસંગપટ
- ભારતીય મૂળ ધરાવતી વ્યક્તિઓનાં નામ AI ક્ષેત્રે ટોચ પર ચમકે તે ગૌરવપ્રદ ઘટના છે- શિવરાવ- તૃહીન શ્રીવાસ્તવ- વરૂલ મોહન- અરવિંદ જૈન- અરવિંદ શ્રીનિવાસ- વિપુલવેદ પ્રકાશઆર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે મૂળ ભારતીયો ધ્યાનાકર્ષક કામગીરી કરી રહ્યા છે. 'ફોર્બ્સ' મેેગેઝિનના  ‘AI 50’ લિસ્ટમાં  છ કંપનીઓ મૂળ ભારતીયોની છે. આ કંપનીઓ એટલે એબ્રિજ (સીઇઓઃ શિવ રાવ), બેસીટેન (તુહીન શ્રીવાસ્તવ), કોડિયમ (વરૂણ મોહન), ગ્લેન (અરવિંદ જૈન), પરપ્લેક્સિટી (અરવિંદ શ્રિનિવાસ) અને તેમજ ટુગેધર (વિપુલ વેદ પ્રકાશ). આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે રોજ નવાં સંશેાધનો થઈ રહ્યાં છે. 'ફાર્બ્સ' મેગેઝિનમાં ભારતીય મૂળની વ્યક્તિઓનાં નામો ચમકે ત્યારે ગૌરવ થાય તે સ્વાભાવિક છે. આ છ કંપનીઓએ રોકાણકારોનું પણ ધ્યાન ખેંચ્યું છે. ગ્રાહકો માટે ઉપયોગી ટેકનોલોજી બજારમાં વધુ ડિમાન્ડ ઊભી કરે છે. સિલિકોન વેલીમાં રોકાણ કરતા રોકાણકારો મૂળ ભારતીયો મારફતે જેનો વહીવટ થાય છે તેવી કંપનીઓમાં રસ લઇ રહ્યા છે. આ છ કંપનીઓએ કુલ ૩૪.૭ અબજ ડોલરનું રોકાણ મેળવ્યું છે, જેમાંથી ૧૦ અબજ ડોલરનું રોકાણ તો માઇક્રોસોફ્ટ સાથે સંલગ્ન એવી ઓપન એઆઇ મારફતે આવેલું છે.AI ક્ષેત્ર ધાર્યા કરતાં વધુ ઝડપથી સ્પર્ધાત્મક બનતું જાય છે. 'ફોર્બ્સ' મેગેઝીને જ્યારે પ્રભાવશાળી કંપનીઓની યાદી તૈયાર કરવાની શરૂઆત કરી ત્યારે આ ક્ષેત્રની ૧૯૦૦ કંપનીઓએ પોતાની માહિતી સબમિટ કરી હતી. એબ્રિજની વાત કરીએ તો આં કંપની એવી દિશામાં કામ કરી રહી છે, જ્યાં છૈં ડોક્ટરોને પેપરવર્કમાંથી તે મુક્તિ અપાવી શકે છે. દર્દીના ભૂતકાળની તબીબી હિસ્ટ્રી હાથમાં સાચવવાની જરૂરી રહેતી નથી. ડોક્ટરે ડોક્યુમેન્ટ સેવ કરવાની પળોજણ કરવાની આવશ્યકતા પણ નથી. આ બધાં કામ છૈં કરી નાખશે.  AI  દ્વારા તૈયાર થયેલી રોગીની  તબીબી હિસ્ટ્રી વર્ષો સુધી કામમાં આવી શકે છે. વારસાગત ચાલી આવતા કેટલાક રોગોમાં આ હિસ્ટ્રી ખૂબ મદદ કરી શકે છે. હાલમાં ૧૦,૦૦૦ જેટલી ક્લિનિક તેનો ઉપયોગ કરે છે. કંપનીએ ૨૦૦ મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે.તુહીન શ્રીવાસ્તવ જે કંપનીના ફાઉન્ડર છે તે બેસીટેન કેલિફોર્નિયામાં આવેલી છે. તેની પ્રોડક્ટ AI આધારીત બિઝનેસ પ્રેક્ટિસમાં ઉપયોગી બને છે. તેના ઉપયોગથી કંપની પોતાનું ક્લાઉડ ઊભું કરી શકે છે. કંપની પોતાનો વર્કલોડ આસાનીથી વહન કરી શકે છે. કંપનીએ ૨૨ મિલિયન ડોલરનું ફંંડ ઊભુંુ કર્યું છે. કોમ્પ્ટર કોડિંગ સાથે સંકળાયેલા લોકોને બહુ ઉપયોગી બને એવું AI સોફ્ટવેર કોડિયમના સીઇઓ વરૂણ મોહને તૈયાર કર્યું છે. આ સોફ્ટવરનો ઉપયોગ કરીને કોડર્સ વધુ ઝડપે કામ કરી શકે છે. તે વ્યક્તિગત સ્તરે અને કંપનીઓને વિનામૂલ્યે અપાય છે. અલબત્ત, તેના એક્સટેન્શન માટે પૈસા લેવાય છે. આ એક્સટેન્શનની મદદથી ૭૦ ભાષાઓમાં કોડીંગ થઇ શકતું હોવાથી તે ઉપયોગી બન્યું છે.૨.૨ અબજ ડોલરનું વેલ્યુએશન ધરાવતા AI આધારીત સર્ચ એન્જીન ગ્લેનના સીઇઓ અરવિંદ જૈન છે. કંપનીને લગતી નીતિઓને તે ત્વરિત જવાબો આપે છે. તે કંપનીઓને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ જેવી સિસ્ટમ ઊભી કરી આપી શકે છે.  અરવિંદ શ્રીનિવાસે ૨૦૨૨માં ઓપન એઆઇ ખાતેની રીસર્ચર તરીકેની જોબ છોડીને પોતાનું ડ્રીમ સાકાર કરવા કેલિફોર્નિયામાં પરપ્લેક્સિટી પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. તે એક પ્રકારનું સર્ચ એન્જીન છે અને તે ઇન્ટનેટ પરના કોઇ પણ વિષય પર વિસ્તૃત સમજ આપે છે. તેની કામગીરી વિકિપીડીયા અને ચેટજીપીટી જેવી કહી શકાય. નિવેડીયા સહિતના તેના ૧૫ મિલિયન યુઝર્સ છે.વિપુલ વેદ પ્રકાશ જેના ફાઉન્ડર છે તે કંપની  ટુગેધરના નામે જાણીતી છે. તેની ઓળખ 'રેડ પજામા' તરીકે પણ છે. તેના ૪૫,૦૦૦ જેટલા રજીસ્ટર્ડ યુઝર્સ છે. કંપનીનું વેલ્યુએશન ૧.૩ અબજ ડોલરનું છે. આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સી ક્ષેત્રે ભારત તાલ મિલાવી રહ્યું છે. અલબત્ત, કેેટલાક સંશોધનો માટે વિદેશ પર આધાર રાખવો પડે છે. વિશ્વની ટોચની ૫૦ AI કંપનીઓમાં મૂળ ભારતીયોની છ કંપનીઓ હોય ત્યારે સહેજે અપેક્ષા રાખી શકાય કે આ કંપનીઓ ભારતનાં સંશોધનોને વધુ બળ પૂરૂં પાડશે.
'ટારગેટ તો રૂપાલા-ભાજપ જ રહેશે, આંદોલનની દિશા નહીં બદલાય..' ક્ષત્રિય સમિતિની ચોખ્ખી વાત
https://www.gujaratsamachar.com/news/gujarat/lok-sabha-elections-2024-rupala-controversy-bjp-kshtriya-rajkot-gujarat-congress
Lok Sabha Elections 2024 | રાજકોટમાં રાજા મહારાજાઓ વિષે અનુચિત અને ખોટી ટિપ્પણી કરવા બદલ પરશોત્તમ રૂપાલા સામે આશરે સવા મહિનાથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને હવે આ આંદોલન અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે કેટલાક ક્ષત્રિય નેતાઓના વિરોધાભાસી નિવેદન, અન્ય રાજકીય નેતાઓની ટીપ્પણીના વાયરલ વીડિયો વગેરે અનુસંધાને કોર કમિટિના અગ્રણીઓએ જણાવ્યું કે અમારું આંદોલન અસરકારક અને સફળ થશે એટલે ક્ષત્રિય સમાજના રોષને અન્ય દિશામાં વાળવાના અને ફાંટા પાડવાના પ્રયાસો થશે તે માટે અમે અગાઉથી તૈયારી રાખી છે પરંતુ, અમે સોશ્યલ મિડિયામાં જાત જાતના નિવેદનોની હાલ કોઈ નોંધ લેવા માંગતા નથી અને અમારું લક્ષ્ય રૂપાલા અને રૂપાલાને છાવરનાર ભાજપ વિરુધ્ધ પ્રચંડ મતદાન કરાવવું અને તેના પર 7 મે સુધી વળગી જ રહીશું.
ક્ષત્રિયોની કોર કમિટિના અગ્રણીઓ રમજુભા તથા પી.ટી.જાડેજાએ જણાવ્યું કે અમે કોઈ વાતથી દોરવાઈને આંદોલનને ઢીલુ પાડી દઈએ તે સંભવ નથી. અમારા સમાજમાં કોઈ પણ ફાંટા નથી, તમામ મક્કમ છે, અડીખમ છે. અમારી દિશા એ જ રહેશે પરંતુ, હાલ જે કેટલીક ઘટનાઓ બની તેના પગલે રણનીતિ થોડી બદલીશું પણ નિશાન ઉપર તો રૂપાલા-ભાજપ જ રહેશે. કેટલાક ભાજપ તરફી ક્ષત્રિય આગેવાનો નિવેદનો કર્યે રાખે છે અને તે પહેલાથી કરે છે. ગુજરાતમાં અમારી મુખ્ય 92 સંસ્થાઓના એક પણ હોદ્દેદાર ઝૂક્યાં નથી. આંદોલનથી હટ્યા નથી.  અમે ભાજપ વિરુદ્ધ ખાસ કરીને રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પાટણ, ભરુચ સહિતની બેઠકો પર ક્ષત્રિયોને સો ટકા મતદાન કરાવવા તૈયારી કરી લીધી છે. આ મતદાન ભાજપ વિરુદ્ધ હશે પણ તે માટે અમારી બેઠકોમાં અમે કોંગ્રેસ કે કોઈ વિપક્ષને મંચ પર સ્થાન આપતા નથી. તેમણે ઉમેર્યું કે ભાજપના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-બેટીનું અપમાન કર્યા બાદ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ અમારા વિરુધ્ધ અભદ્ર ટીપ્પણીઓ કરી છે, પરંતુ તેમના વિરુદ્ધ પણ અમે મોરચો ખોલ્યો નથી. ત્યારબાદ રાહુલ ગાંધી, ભાવનગરના આપ ઉમેદવાર ઉમેશ મકવાણા વગેરેના થયા પરંતુ, આવા સોશિયલ મિડિયાના મેસેજોથી આંદોલનની દિશા નહીં બદલાય. અમારો હાલ એક જ લક્ષ્ય છે રૂપલા અને તેની પડખે ઊભેલો ભાજપ.   
રાજકોટના જસદણમાં 250થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ થઈ અસર
https://gujarati.abplive.com/news/rajkot/more-than-250-people-affected-by-food-poisoning-in-rajkot-s-jasdan-after-eating-at-a-religious-event-890872

રાજકોટના જસદણમાં 250થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ, ધાર્મિક કાર્યક્રમમાં ભોજન લીધા બાદ થઈ અસર
'પહેલા ગાંધી બનજો, ના સમજે તો ભગતસિંહ વાળી કરજો' - ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનનો ભાજપ સામે આક્રમક પ્રચાર
https://gujarati.abplive.com/news/gujarat/lok-sabha-election-news-geniben-thakor-big-statement-on-the-banaskantha-kshatriya-sammelan-said-first-became-be-gandhi-and-after-bhagat-singh-890874

'પહેલા ગાંધી બનજો, ના સમજે તો ભગતસિંહ વાળી કરજો' - ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનનો ભાજપ સામે આક્રમક પ્રચાર
'તાલુકામાં ક્યાંય ભાજપની સભા ના થવા દેતા, મારવાના નથી- ડરાવવાના છે.' - અમીરગઢમાં ક્ષત્રિયોની સભામાં ગેનીબેનનો હૂંકાર
https://gujarati.abplive.com/news/gujarat/lok-sabha-election-banaskantha-congress-candidate-geniben-thakor-said-no-to-be-held-bjp-rally-in-amirgadh-taluka-890875

'તાલુકામાં ક્યાંય ભાજપની સભા ના થવા દેતા, મારવાના નથી- ડરાવવાના છે.' - અમીરગઢમાં ક્ષત્રિયોની સભામાં ગેનીબેનનો હૂંકાર
'...તો રૂપાલા વિશે ક્યારે બોલશો', રાહુલ વિરોધી ભાજપના ક્ષત્રિય નેતાઓને કરણી સેનાનો સવાલ
https://www.gujaratsamachar.com/news/gujarat/lok-sabha-elections-2024-jaydevsingh-on-rupala-controversy-and-bjp
Lok Sabha Elections 2024 | વાંકાનેરના રાજવી અને ભાજપના રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ મહારાજાઓ વિષે જે ઉચ્ચારણો કર્યા તેની ટીકા કરી હતી. આ સામે મોરબીથી કરણીસેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રતિક્રિયા જારી કરીને જણાવ્યું કે ભાજપના સાંસદ કેસરીદેવસિંહજી જ્યારે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની બેન-બેટી વિષે અભિદ્ર ટીપ્પણી કરી ત્યારે કેમ ચૂપ રહ્યા હતા. એમના વિશે ક્યારે બોલશો. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની બેન- દિકરીઓ એક મહિનાથી રસ્તા પર ઉતર્યા  છે. રૂપાલા સામે એવો રોષ છે, કેસરીદેવસિંહજી રાજવી છે અને પ્રજાને પડખે ઉભા રહેવું જોઈએ, સમાજને ભૂલવો ન જોઈએ છતાં તેઓ કેમ ચૂપ રહ્યા તે પ્રશ્ન પણ પુછ્યો છે.બીજી બાજુ રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ રાહુલ ગાંધીના નિવેદન બાદ તુરંત જ કડક પ્રતિક્રિયા જારી કરીને અમારી સહનશીલતાને નબળાઈ ગણશો નહીં તેમ ચિમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે તેમણે એ પહેલા રૂપાલાના નિવેદનની ટીકા કરી હતી પરંતુ સંવાદથી તેનો ઉકેલ લાવવા અપીલ કરી હતી. 
'કોરોના વેક્સિનની ગંભીર આડઅસર થઈ શકે...' બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીની કબૂલાતથી હડકંપ
https://www.gujaratsamachar.com/news/international/astrazeneca-covid-vaccine-covishield-rare-side-effect-thrombocytopenia-syndrome
Image : IANS

AstraZeneca Vaccine: કોરોના (Corona)ની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)એ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 (Cvid-19) વેક્સીનથી ગંભીર આડઅસર થઈ શકે છે. કંપનીએ યુનાઈટેડ કિંગડમ (UK) હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી આડ અસરોનું કારણ બની શકે છે.
કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતાથ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહીના ગઠ્ઠા (Blood Clot) જામવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક (brain stroke) કે કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) થવાની શક્યતા વધી જાય છે. કંપનીએ કોર્ટમાં પોતની વાત રજૂ કરીકંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સીનની થતા આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા. પરંતુ સાથે કંપનીએ વેકસીનની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી. નોંધનીય છે કે કંપની આ વેક્સીનને વિશ્વભરમાં Covishield અને Vaxjaveria નામથી વેચે છે.એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં શું કહ્યું?એસ્ટ્રાઝેનેકા સામે જેમી સ્કોટ (Jamie Scott) નામના બ્રિટિશ વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે. સ્કોટનું માનવું છે કે કંપનીની કોરોના વેક્સીનને કારણે તે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમની સમસ્યાથી પીડિત છે. અને તે (સ્કેટ) બ્રેઈન ડેમેજ (brain damage)નો શિકાર થઈ ગયો હતો. કોર્ટમાં વળતરની માગ કરીકોર્ટમાં પહોંચેલા જેમી સ્કોટએ કંપની પાસેથી શરીરને થયેલા નુકસાન માટે વળતરની માગ કરી છે. હવે બ્રિટને સુરક્ષાના કારણોસર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીની આ સ્વીકૃતિ બાદ વળતરની માંગણી કરનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે. કંપનીએ દાવાનો વિરોધ કર્યોજો કે, વેક્સીનના કારણે થતી આડઅસરનો સ્વીકાર કર્યા બાદ પણ, કંપની તેના કારણે થતા રોગો અથવા ગંભીર અસરોના દાવાનો વિરોધ કરી રહી છે.  નોંધનીય છે કે એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) સાથે મળીને ભારતના પુણે (Pune)માં કોવિશિલ્ડને તૈયાર કરવામાં આવી હતી. હવે દરેકની નજર આના પર રહેશેકોરોના બાદથી દેશભરમાં લોકોના અચાનક મોતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, કોરોના વેક્સીનને શંકાની નજરે જોવામાં આવી હતી. પરંતુ હવે એસ્ટ્રાઝેનેકાની આ કબૂલાત બાદ કોર્ટમાં આગળની કાર્યવાહી શું વળાંક લેશે? દરેકની નજર આના પર રહેશે.
રૂપાલા વિરોધી ક્ષત્રિયોના આંદોલનનો અંત આણવા જાણો ભાજપે અત્યાર સુધી કેવા કેવા પ્રયાસો કર્યા
https://www.gujaratsamachar.com/news/gujarat/lok-sabha-elections-2024-what-efforts-bjp-has-made-to-end-the-agitation-of-anti-rupala
2024/05/21 22:10:10
Back to Top
HTML Embed Code: