Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીની શરૂઆતથી જ ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટથી ઉમેદવાર રૂપાલાએ જ્યારથી ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરી છે ત્યારથી તેઓ ભાજપ માટે મુશ્કેલી બની ગયા છે. જોકે તેમ છતાં ભાજપ તેમના મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નથી અને તે આંદોલનકારી ક્ષત્રિયોને મનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. આ વચ્ચે ચાલો જાણીએ કે અત્યાર સુધી ભાજપે ક્ષત્રિયોના આંદોલનને ડામવા કેવા કેવા પ્રયાસો કર્યા... 1. રૂપાલાના અયોગ્ય નિવેદન સામે ભાજપના નેતાઓએ નારાગી વ્યક્ત કરતાં રૂપાલાએ પોતાનો વીડિયો ઉતારીને માફી માગી. 2. ગોંડલ પાસે જયરાજસિંહના ફાર્મહાઉસમાં ભાજપનું ક્ષત્રિય સંમેલન યોજીને જાહેર માફી મંગાઈ અને ક્ષત્રિયોએ માફ કરી દીધાનો દેખાવ કરાયો. 3.પરંતુ તેમાં જેણે વાંધો હોય તે સામે આવી તેવા પડકારો થતા આંદોલન ઉલ્ટુ વધુ ઉગ્ર બન્યું અને રૂપાલાની ટિકિટ કાપો તેવી માંગ વધુ દ્રઢ બની. 4. ભાજપના ક્ષત્રિય પૂર્વ મંત્રીઓ દ્વારા અને બાદમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે બેઠક થઈ પણ ભાજપે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત્ રાખ્યા. જ્યારે ક્ષત્રિયો તેની ટિકીટ કાપવા મક્કમ રહેતા સમાધાન ન થયું.5. રાજકોટમાં ક્ષત્રિય સંમેલનમાં ઐતીહાસિક હાજરીથી આંદોલન વેગવંતુ બન્યું. 6. ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના મહામંત્રી રત્નાકરજીએ ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠકો કરી. 7. ક્ષત્રિય નેતાઓ ક્ષત્રિયોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. 8. રૂપાલાએ ફોર્મ ભરીને પરત નહીં ખેંચતા આંદોલન ઉગ્ર બન્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલના છેલ્લા પ્રયાસો નિષ્ફળ. 9. માત્ર ભાજપ નહીં, અન્ય પક્ષના નેતાઓ પણ રાજા-મહારાજા વિરુદ્ધ બોલ્યાના વિડીયો વાયરલ થયા પણ તેનાથી રૂપાલા સામે ક્ષત્રિયોના ગુસ્સામાં કોઈ ફેર પડ્યો નથી. 
'આપણે નાદારીથી બચવા ભીખ માગી રહ્યા છે અને ભારત..' પાકિસ્તાન સરકારનો વિપક્ષે ઉધડો લીધો
https://www.gujaratsamachar.com/news/international/india-aiming-to-be-superpower-while-were-begging-to-avoid-bankruptcy-pak-opposition
Pakistan News | શાહબાઝ સરકાર સામે મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને અન્ય અનેક ગંભીર સંકટનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર છે. જોકે, પાકિસ્તાનની નવી ચૂંટાયેલી શાહબાઝ સરકારે આ બધું છોડીને હજુ પણ વારંવાર કાશ્મીરનો રાગ આલાપી રહી છે. મૌલવીએ કરી ભારતની પ્રશંસા બીજી તરફ પાકિસ્તાન સરકાર ઈચ્છે છે કે ભારત સાથે તેના સંબંધો સુધરે. આ દરમિયાન પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ. આ માટે કોણ જવાબદાર છે?"સાંસદોની પસંદગી બહારના સત્તાધીશો કરે છે : મૌલાના ફઝલુર રહેમાનતેમણે પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા. જોકે, તેમણે એ લોકોના નામ લીધા ન હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપૂતળી બનાવી દીધા છે. પડદા  પાછળ કેટલીક શક્તિઓ છે જે આપણને નિયંત્રિત કરી રહી છે અને તેઓ નિર્ણયો લે છે જ્યારે આપણે માત્ર કઠપૂતળી છીએ. મૌલાના ફઝલુર રહેમાને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર મહેલોમાં રચાય છે અને અમલદારો નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ હશે. ક્યાં સુધી આપણે સમજૂતી કરવાનું ચાલુ રાખીશું?હારેલા અને જીતેલાં બંને સંતુષ્ટ નથી: JUI-F ચીફતેમણે 2018 અને 2024 બંને ચૂંટણીઓમાં ચૂંટણી ધાંધલીની ટીકા કરતાં પૂછ્યું કે  "આ ગૃહ (સંસદ)માં બેસીને આપણો અંતરાત્મા કેવી રીતે શુદ્ધ થઈ શકે છે, કારણ કે હારેલા અને વિજેતા બંને સંતુષ્ટ નથી." રહેમાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને લોકશાહી અધિકારોના મહત્વ પર ભાર મૂકતા, જાહેર સભાઓ યોજવા દેવાની હિમાયત કરી હતી.
'કોંગ્રેસે બનાવ્યો મારો નકલી વીડિયો, ધર્મના આધારે આપવામાં આવેલા અનામતને ખત્મ કરીશું': અમિત શાહ
https://gujarati.abplive.com/news/india/home-minister-amit-shah-slams-congress-over-viral-doctored-video-890887

અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે
શું તમારી પાસે પણ આ બે બેંકના ક્રેડિટ કાર્ડ છે? આવતીકાલથી બીલ ભરવાનું થશે મોંઘુ, લાગશે વધારાનો ચાર્જ
https://gujarati.abplive.com/news/business/yes-bank-and-idfc-customers-are-advised-that-using-a-credit-card-to-pay-utility-bills-will-become-more-expensive-starting-tomorrow-may-1-890888

શું તમારી પાસે પણ આ બે બેંકના ક્રેડિટ કાર્ડ છે? આવતીકાલથી બીલ ભરવાનું થશે મોંઘુ, લાગશે વધારાનો ચાર્જ
Election Fact Chek: કોંગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને ધર્મના આધારે આપી અનામત? જાણો વાયરલ દાવાનું સત્ય
https://gujarati.abplive.com/news/india/election-fact-chek-logically-facts-did-congress-gave-religion-based-reservation-to-muslims-in-karnataka-890891

પીએમ મોદીએ કેટલીક અન્ય ચૂંટણી રેલીઓમાં પણ આવી ટિપ્પણી કરી હતી
Lok Sabha Elections 2024: 'ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે, તેથી જ PM મોદીની આત્મા અહીં ભટકી રહી છે' - સંજય રાઉત
https://gujarati.abplive.com/news/india/lok-sabha-elections-2024-bjp-will-be-cremated-in-maharashtra-that-is-why-pm-modi-s-soul-is-wandering-here-said-sanjay-raut-890892

Lok Sabha Elections 2024: 'ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે, તેથી જ PM મોદીની આત્મા અહીં ભટકી રહી છે' - સંજય રાઉત
Lok Sabha Elections: અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે કાર્યવાહી, બે આરોપીની ધરપકડ
https://gujarati.abplive.com/news/ahmedabad/lok-sabha-elections-ahmedabad-cyber-crime-branch-has-arrested-two-accused-in-the-case-of-viral-fake-video-of-amit-shah-890893

અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે
શું વેક્સિનના કારણે થઇ રહ્યું છે બ્લડ ક્લોટિંગ? હાર્ટઅટેકની સાથે વધશે આ બીમારીઓનો ખતરો
https://gujarati.abplive.com/lifestyle/health/astrazeneca-covishield-vaccine-can-cause-tts-know-all-about-this-blood-clot-disorder-890901

દેશ અને દુનિયામાં ઘણી વખત એવી ચર્ચાઓ થઇ છે કે કોવિડની રસી લીધા પછી હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે
Delhi News: કોંગ્રેસે આ નેતાને બનાવ્યા દિલ્હી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ
https://gujarati.abplive.com/news/india/devender-yadav-news-congress-appoints-devender-yadav-as-interim-chief-of-delhi-unit-890907

લોકસભા ચૂંટણી વચ્ચે અરવિંદર સિંહ લવલીએ રવિવારે પોતાની જ પાર્ટીની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજીનામું આપ્યું હતુ
ભારતમાં કાળા નાણાનો 'મોરેશિયસ રૂટ' શું છે?
https://gujarati.abplive.com/news/india/what-is-the-mauritius-route-of-black-money-in-india-890906

ભારતમાં કાળા નાણાનો 'મોરેશિયસ રૂટ' શું છે?
Rajnath Singh Net Worth: ભારતના સંરક્ષણ પ્રધાન પાસે છે એક રિવોલ્વર, જાણો કેટલી છે રાજનાથ સિંહની સંપત્તિ
https://gujarati.abplive.com/news/india/rajnath-singh-net-worth-rajnath-singh-declares-assets-worth-7-36-crore-890908

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે લખનઉથી ઉમેદવારી પત્ર ભર્યું હતું
શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે? આ આંકડાઓ છે ચોંકાવનારા
https://gujarati.abplive.com/news/india/are-heart-attack-cases-really-increasing-after-corona-these-figures-tell-the-whole-story-890909

શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે? આ આંકડાઓ છે ચોંકાવનારા
અમેરિકામાં ગેંગસ્ટરને પકડવા ગયેલી પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 અધિકારીનાં મોતથી ખળભળાટ
https://www.gujaratsamachar.com/news/international/us-shooting-claims-lives-of-three-police-officers-in-charlotte-north-carolina
Image : Pixabay

US Firing News | અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. નોર્થ કેરોલિનામાં વોન્ટેડ ક્રિમિનલ્સને પકડવા માટે વોરંટ બજાવવા ગયેલા પોલીસ અધિકારીઓ પર અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી જેમાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં અન્ય ચાર લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ તમામ પોલીસ અધિકારીઓ હથિયાર રાખવાના આરોપમાં વોન્ટેડ ગુનેગારનું વોરંટ બજાવવા ગયા હતા.એક હુમલાખોર પણ ઠાર માર્યો ચાર્લોટ-મેક્લેનબર્ગ પોલીસના વડા જોની જેનિંગ્સે જણાવ્યું હતું કે જ્યારે અમેરિકાની માર્શલ્સ ટાસ્ક ફોર્સના અધિકારીઓ વોરંટ સાથે શંકાસ્પદના ઘરે પહોંચ્યા ત્યારે આ ગોળીબારની ઘટના બની હતી. ઘટનામાં ચાર પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. જ્યારે અન્ય પોલીસ અધિકારીઓ તેમને બચાવવા પહોંચ્યા ત્યારે બીજા શંકાસ્પદ હુમલાખોરે તેમના પર પણ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ પોલીસ અધિકારીઓનાં મોત થયા. પોલીસે એક હુમલાખોરને પણ ઠાર માર્યો હતો.પોલીસ વડાએ આપ્યું નિવેદન પોલીસ વડાએ કહ્યું કે આજે અમે કેટલાક નાયકોને ગુમાવી દીધા. જેનિંગ્સે કહ્યું કે ગોળીબારની ઘટના બાદ ઘરમાં એક મહિલા અને 17 વર્ષીય એક વ્યક્તિ મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમેરિકન માર્શલ્સ સર્વિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે ઉત્તર કેરોલિનાના ચાર્લોટમાં એક ભાગેડુ ગુનેગારને પકડવા માટેના ઓપરેશન દરમિયાન ડેપ્યુટી યુએસ માર્શલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અન્ય કેટલાક માર્શલ્સ સર્વિસ ટાસ્ક ફોર્સના સભ્યો અને સ્થાનિક અધિકારીઓને પણ ગોળી મારી દેવામાં આવી હતી. 
ભારતે અમેરિકાને સંભળાવી 'ખરી-ખોટી', પન્નુની હત્યાના પ્રયાસમાં સંડોવણીના આરોપો અંગે આપ્યો જવાબ
https://www.gujaratsamachar.com/news/national/india-tells-us-right-and-wrong-hits-back-on-allegations-of-involvement-in-pannus
Image: FacebookGurpatwant Singh Pannun Case: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રના મામલે અમેરિકી મીડિયાએ ભારતની ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો પર આરોપ લગાવ્યો છે. 
એક પોસ્ટ દ્વારા કથિત રીતે પન્નુને ખતમ કરવાનું ષડયંત્ર રચવા માટે એક ભારતીય અધિકારીનું નામ જણાવવા બાબતે ભારતે પણ અમેરિકાને ખરી-ખોટી સંભળાવી છે. આરોપના એક દિવસ બાદ ભારતે કહ્યું કે રિપોર્ટમાં એક ગંભીર મામલે અયોગ્ય અને નિરાધાર આરોપ લગાવવામાં આવ્યા છે. એક પોસ્ટે અજાણ્યા સોર્સનો હવાલો આપતા પન્નુની હત્યાના કથિત ષડયંત્રના સંબંધમાં એક રો અધિકારીનું નામ લીધું. પોસ્ટના રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે આપ્યુ નિવેદનવિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે સંબંધિત રિપોર્ટ એક ગંભીર મામલે અયોગ્ય અને નિરાધાર આરોપ લગાવે છે. જયસ્વાલે આગળ કહ્યું, 'સંગઠિત અપરાધીઓ, આતંકવાદીઓ અને અન્ય લોકોના નેટવર્ક પર અમેરિકી સરકાર દ્વારા શેર કરવામાં આવેલી સુરક્ષા ચિંતાઓને જોવા માટે ભારત સરકાર દ્વારા રચિત ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસ ચાલી રહી છે'.
2024/04/30 10:18:24
Back to Top
HTML Embed Code: