સંભળાવી દેવાથી નહીં પણ સંભાળી લેવાથી જીંદગીમાં સંબંધો ટકી રહે છે.
-પંછી✍🏻
ગોપીઓ તો હજાર મળી જશે પણ,
મારે તો રિસાયેલી રાધા જ જોઈએ છે.
સપનાઓ અને શબ્દો ને નવો વણાંક મળ્યો. સપનાઓ ને હૂંફ મળી ને શબ્દોને એના પ્રેમનો શણગાર મળ્યો.

-પંછી✍️સોચા ભાવના
જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર,

આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?
Media is too big
VIEW IN TELEGRAM
ખરે ટાણે ખંખારને જગાવ્યા હશે. તય હિંદથી હલકટ ભગાવ્યા હશે. ગૌરવભર્યું સિ્મત કરીને. રણક્ષેત્રની રીત ધરીને. એણે શૂરા સમરાંગણ ચડાવ્યા હશે. તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.છાતીના ઘા ગણશું અમે. ત્યાં પ્રીતના મહેલ ચણશું અમે. એને લાડ લાલઘૂમ લડાવ્યા હશે. તય હિંદથી હલકટ ભગાવ્યા હશે. કેસરવર્ણી આંખ કરીને. તિલકચોખા ભાલ ભરીને. એણે હસતાં મુખડે વળાવ્યા હશે. તય હિંદથી હલકટ ભગાવ્યા હશે. માં ભોમ માટે લડવાનું હોય મારવાનું હોય કાં મરવાનું હોય. એણે પાઠ પ્રથમ ભણાવ્યાં હશે. તય હિંદથી હલકટ ભગાવ્યા હશે. જરૂર પડી તો જાતને બાળી. સામી પડી જય ભડવાને ભાળી. ખુદ ખાંડા પકડી ખખડાવ્યા હશે. તય હિંદથી હલકટ હટાવ્યા હશે. વીર પુરુષની વિધવા થૈ જઈશ, ન ભાગેડુંની મને ભાર્યા કહીશ. એણે શબ્દના શૂરાતન ચડાવ્યા હશે. તય હિંદથી હલકટ હટાવ્યા હશે. છાતીના 'દેવ' સરખાં કરીશ. પીઠના હશે 'ઘા' લાજે મરીશ. એણે પથ્થરને પાણી પીવડાવ્યા હશે. તય હિંદથી હલકટ હટાવ્યા હશે.
દેખાડાની જિંદગી મેં ત્યારે છોડી દીધી દોસ્ત
જ્યારે મારું નવું જેકેટ જોઈને પાપા એ કીધું કે જૂનું મને આપી દે.
ઉજળું ભાલ ગુલાબી ગાલ ને મણ મણ ઈતો લજાય,
નથડી રુડી કાપે કાળજા હજારો પણ એકની જ થાય.
2025/08/31 18:58:25
Back to Top
HTML Embed Code: