Telegram Web Link
Indian Ballistic Missile Defence (BMD) Programme 🚀

#Tech
👍1
5_6136217701326001613.pdf
942.7 KB
📌 ASSISTANT_MANAGER
R & B ASSISTANT MANAGER CLASS-3  RR

#RR
UPSC Calendar 2026

#UPSC #Calendar
👍2
👨‍💻RMC OMR
⚡️http://test.khedutmitra.com/

#RMC #OMR
👍12
૧૬મી સિંહ વસ્તી અંદાજ – ૨૦૨૫

અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ રહી છે.
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી.
વર્ષ-૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને ૩૦૪ જેટલા સિંહ, વર્ષ-૨૦૦૧માં ૩૨૭, વર્ષ-૨૦૦૫માં ૩૫૯, વર્ષ-૨૦૧૦માં ૪૧૧, વર્ષ-૨૦૧૫માં ૫૨૩ અને છેલ્લે વર્ષ-૨૦૨૦માં ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાઇ હતી.
👍26
👍1
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણી ઉંમર જેમ વધે, તેમ સમય તેજ થતો હોય તેવું કેમ લાગે?
આપણે નાના હતા ત્યારે સ્કૂલનો દિવસ બહુ લાંબો લાગતો, મોટા થયા પછી એક વર્ષ ક્યારે પસાર થઈ ગયું તે ખબર પડતી .
કેમ?
સમયનો આપણો અનુભવ બહુ ફ્લેક્સિબલ અને સબ્જેક્ટિવ હોય છે. મતલબ કે સમય એક સરખો સીધી લીટીમાં પસાર નથી થતો. દરેક વ્યક્તિ તેના પસાર થવાને જુદી જુદી રીતે મહેસૂસ કરે છે.
એટલું જ નહીં, એક જ વ્યક્તિ બે સમયને પણ જુદી રીતે અનુભવે છે.
તે વખતે આપણા વિચારો કેવા છે, લાગણીઓ કેવી છે, આપણું ધ્યાન કેવું છે અને આપણી સ્મૃતિ કેવી રીતે કામ કરે છે તે પ્રમાણે આપણે સમયને ધીમો કે તેજ મહેસૂસ કરીએ છીએ.
નાના હતા ત્યારે દરેક અનુભવ નવો હતો એટલે તે આપણું મન તેમાં ઊંડું ખૂંપી રહેતું હતું. આપણે તે અનુભવમાંથી બહુ ઝીણવટથી પસાર થતા હતા કારણ કે એમાં નવીનતા હતી.
જેમ કે સ્કૂલમાં આપણે ઘરેથી નીકળવાથી લઈને પાછા આવવા સુધીના સમય દરમિયાન ઘટતી પ્રત્યેક નાની-મોટી ઘટના અને અનુભવમાં આપણે ગળા ડૂબ રહેતા હતા.
એક દિવસમાં આપણે બહુ બધા અનુભવો કરતા હતા એટલે એ સમય બહુ લાંબો લાગતો. મોટા થયા પછી એવા અનુભવોનું આપણા માટે મહત્વ રહેતું નહોતું કારણ કે આપણે એમાંથી પસાર થઈ ચૂક્યા હતા અને તેની નવીનતા ખતમ થઈ ગઈ હતી. આપણે અનુભવવાનું બંધ કરી દીધું હતું એટલે એ સમય બહુ જલ્દી પસાર થઈ જતો હતો.
દાખલા તરીકે, પહેલી વાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થાવ તો તેમાં દરેક નાની-મોટી ચીજ એટલી નવી હોય કે એક કલાકમાં બે કલાક જેવા અનુભવો મળે. એ જ્યારે રોજનું થઈ જાય પછી તમે સડસડાટ નીકળી જાવ. કારણ કે કશું જોવા-અનુભવવાનું ન હોય. બંને સમયની ગતિ ભિન્ન હોય.

નવીનતા હોય ત્યારે મન એ તાજી અનુભૂતિને સતત નોંધતું હોય છે એટલે સમય ધીમો થઈ જાય છે, પણ અનુભવ જ્યારે રૂટિન હોય ત્યારે મન બધું "બુકમાર્ક" કરવા માટે રોકાતું નથી એટલે સમય તેજીથી પસાર થઈ જાય છે. એટલા માટે મોટા થતાં "વાર" લાગે છે, અને ઘરડા "જલ્દી" થઈ જવાય છે.
સમયને "રોકવાનો" એક માત્ર ઉપાય જીવનમાં સતત નવા અનુભવો કરતા રહેવાનો અને સભાનતા (mindfulness) સાથે જીવવાનો છે.
*Happy Morning*
14👍6
👍5
સફળતામાં પોતાના માતાપિતાનું સમ્માન કરવું એક સૌથી મોટી સફળતા છે.આવો જે એક નજારો આજે જોવા મળ્યો

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામે સ્ટેન્ડનું ઉદ્ઘાટન
તમે પણ જોજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો

https://www.instagram.com/reel/DJuJp7XzgNG/?igsh=aWh2Nms4cGtwazB2
15👍5
👍3
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમે જો તમારા મિત્રો સાથે મોડી રાત સુધી ગપસપ કરી હોય, તો તમને એવું લાગ્યું હશે કે દિવસની વાતચીતની સરખામણીમાં રાતની વાતચીતો વધુ નિખાલસ હોય છે. તે વધુ સંતોષકારક અને સાર્થક પણ હોય છે.
તેનું મનોવૈજ્ઞાનિક કારણ છે. માણસો શારીરિક અને માનસિક રીતે થકાન મહેસૂસ કરતા હોય ત્યારે, તેઓ વધુ પ્રમાણિક હોય છે.
તેનાથી વિપરીત, ઉત્સાહ અને ઊર્જાથી થનગનતા હોય ત્યારે, તેઓ જૂઠું બોલે તેવી સંભાવના વધુ હોય છે.

દિવસભર પ્રવૃતિઓના કારણે પેદા થતા શ્રમથી રાત પડે માણસોની આત્મ-સંયમની ક્ષમતા ઓછી થાય છે. એટલે કે તે જાતને છૂટ્ટી મૂકી દે છે. પરિણામે તેઓ આસાનીથી કોઈપણ વાતનો એકરાર કરી લે છે.
દિવસે માણસોનું મન મોટાભાગે બાહ્ય ચીજોમાં મગ્ન હોય છે, એટલે તેઓ તેમની ભીતર ચાલતા વિચારો કે લાગણીઓ પર ધ્યાન નથી આપતા.
રાતે તેઓ નવરા પડે પછી આત્મ નિરીક્ષણની ભાવના વધુ પ્રબળ હોય છે અને ત્યારે તેઓ સાચું બોલે તેવી શક્યતા વધી જાય છે.

જૂઠું બોલવા માટે ઊર્જાની જરૂર પડે છે, પણ તમે થાકેલા હોવ ત્યારે દંભ કરવો અઘરો હોય છે.
એટલા માટે મોડી રાતના સંવાદો બહુ ગહન અને સાર્થક હોય છે.
ઘનિષ્ઠ સંબંધોમાં 4AM friendની એક ધારણા છેઃ એવી મિત્રતા જ્યાં તમે આખી દુનિયા ઊંઘી ગઈ હોય ત્યારે મિત્ર સાથે વાત કરીને દિલ ખોલીને વાત કરી શકતા હોવ.
સુસ્તી અને વિશ્રામની અવસ્થામાં માણસ વધુ ઈમાનદારીથી વ્યક્ત થાય છે. તેમાં લગાવ અને વિશ્વાસ વધે છે. દિવસે દિમાગ સક્રિય હોય છે, રાત્રે દિલ ખુલતું હોય છે.
*Happy Morning*
👍17
2025/07/08 20:30:50
Back to Top
HTML Embed Code: