Telegram Web Link
🤗
👍4
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
Shorts | Abhijitsinhzala | PSI | CONSTABLE | GPSC
https://youtube.com/shorts/NVS3vhEL_VU?feature=share
3👍3
2
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

મને કોઈ બાબતની ઈચ્છા હોય, એનો અર્થ એવો નથી કે તે મારું લક્ષ્ય પણ છે. લોકો ઈચ્છા અને લક્ષ્ય વચ્ચે ભેળસેળ કરતા હોય છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફરક એક્શન પ્લાન (યોજના)નો છે.
કોઈ ઈચ્છાને સાકાર કરવા માટે મારી પાસે નક્કર યોજના હોય તો તેને લક્ષ્ય કહેવાય.

બહુ બધા લોકો ઈચ્છાને જ યોજના ગણી લેતા હોય છે.
ઘણા લોકો કહેતા હોય છે કે "મને મન છે." જેમ કે "ક્યાંક ફરવા જવાનું મન છે, પણ જોઈએ રજા ક્યારે મળે છે" અથવા
"નોકરી બદલવાનું મન તો છે, પણ જોઈએ કેવી ઓફર આવે છે" અથવા
"સવારે ચાલવા જવાનું મને થાય છે, પણ મૂડ નથી આવતો," અથવા "ફલાણી વ્યક્તિને મળવાનું મન છે, પણ ટાઇમ નથી મળતો."

આનો અર્થ એ થયો કે રજા ન મળે કે સારી ઓફર ન આવે કે મૂડ ઠીક ન થાય કે ટાઈમ ન મળે તો કશું કરવું નથી, જે છે તે બરાબર છે.
જે બાબતે તમે કશું કરવા માટે તૈયાર ન હોવ, તેવી ઇચ્છાને દિવાસ્વપ્ન અથવા વાંઝિયો વિચાર કહેવાય. તેનાથી વિપરીત, લક્ષ્ય એક નક્કર યોજના દ્વારા ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી દે છે.

ઈચ્છા કશુંક જુદું અને બહેતર હોય તેવી અપેક્ષા છે, જે ક્ષણિક હોય છે. તે ગમે તેટલી તીવ્ર અને તાકતવર હોય, તેમાં આગળ વધવા માટે કોઈ નક્કર યોજના ન હોય તો તે ખાલી વિચાર બનીને રહી જાય છે.
લક્ષ્ય તમને સક્રિય કરે છે, ઈચ્છા તમને નિષ્ક્રિય રાખે છે. એટલે, જો કશું મન હોય તો તો તત્કાળ તેને સાકાર કરવા માટેની યોજના બનાવવી. અન્યથા, જીવનમાં મને જોઈતું હતું એવું ના
થયુંની ફરિયાદો ન કરવી.

*Happy Morning*
👍15👌42
👍5
1
👍93
CCE Group B syllabus.PDF
1.3 MB
6👍2
2025/07/09 15:50:59
Back to Top
HTML Embed Code: