Telegram Web Link
👍4
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જીવન સમસ્યાઓનો એક અંતહીન સિલસિલો છે. અંગત હોય, પારિવારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, સંબંધોની હોય, શરીરની હોય, મનની હોય, કામની હોય...આપણે એક પછી એક સમસ્યાનાં સમાધાનો ખોજતા જઈએ છીએ તેને જ જીવન કહે છે. અને આપણે એક સમાધાન શોધીએ ત્યારે તે એક નવી સમસ્યાને પણ જન્મ આપે છે.

સમસ્યા વિનાનું જીવન સંભવ નથી. દુનિયાના સૌથી અમીર માણસને અને સૌથી ગરીબ માણસને, સૌથી સફળ માણસને અને સૌથી નિષ્ફળ માણસને પોતપોતાની સમસ્યાઓ હોય છે. ફરક એટલો જ હોય છે કે અમુક લોકોની સમસ્યાઓ ઉત્તમ હોય છે અને અમુક લોકોની ખરાબ. એ ફરક જાણવો એ જ સમજદારીનું કામ અસલી છે.
આપણે વ્યર્થ સમસ્યાઓથી મુક્ત થવાનું છે જેથી ઉત્તમ સમસ્યાઓ નજર આવે.
એક સુખી, સંતોષી અને સફળ માણસની વિશેષતા એ હોય છે કે તેણે તેના જીવનને વ્યર્થ સમસ્યાઓમાં ઉલઝાવી દીધું નથી. તેમની સમસ્યાઓ પ્રગતિલક્ષી હોય છે.
જે સમસ્યાઓ તમને આગળ વધવામાં મદદ કરે, સશક્ત બનાવવાની તક પૂરી પાડે, તમારી સમજદારીમાં ઉમેરો કરે તે ઉત્તમ સમસ્યાઓ કહેવાય.
જે તમને રોકી રાખે, જે તમને પાછળ અથવા નીચેની તરફ લઈ જાય, જે તમારા જીવનને મુશ્કેલ બનાવે તે વ્યર્થ સમસ્યાઓ કહેવાય. સમસ્યાઓ બહેતર બનવા માટેના અવસર પુરા પાડે તેવી હોવી જોઈએ.
*Happy Morning*
12
👍74
નૈતિકતાના પેપર માટે રામાયણમાંથી બોધપાઠ :


ન્યાયનો માર્ગ પસંદ કરવો: વિભીષણે ભગવાન રામને મદદ કરવાનું પસંદ કર્યું, કારણ કે તે જાણતો હતો કે તેના ભાઈ રાવણે 'માતા સીતા'નું અપહરણ કરીને ગુનો કર્યો છે. આ દર્શાવે છે કે જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચે પસંદગી કરવાની હોય, ત્યારે ન્યાયનો પક્ષ લેવો જોઈએ, ભલે તે પોતાના નજીકના સંબંધો વિરુદ્ધ હોય.

સમાનતાનો વ્યવહાર: ભગવાન રામે શબરી દ્વારા અપાયેલા બોર (ફળો) કોઈ પણ ખચકાટ વિના ખાધા. આ ઘટના દર્શાવે છે કે ભગવાન રામ કોઈ પણ વ્યક્તિ સાથે તેની જાતિ, સ્થિતિ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સમાનતાનો વ્યવહાર કરતા હતા.

નિઃસ્વાર્થતા: ભરતે રાજા બનવાનો ઇનકાર કર્યો, જે તેની અત્યંત નિઃસ્વાર્થતા દર્શાવે છે. તેણે પોતાના ભાઈના અધિકારનો આદર કર્યો અને સત્તાનો મોહ રાખ્યો નહીં, જે દર્શાવે છે કે સાચી નેતૃત્વ ભાવના સેવા અને ત્યાગમાં રહેલી છે.

રામ-રાજ્ય: 'રામ-રાજ્ય' એક આદર્શ શાસનનું પ્રતીક છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ છે:

કલ્યાણકારી રાજ્ય: જ્યાં પ્રજાનું કલ્યાણ સર્વોપરી હોય.

પારદર્શિતા: શાસનમાં સ્પષ્ટતા અને ખુલ્લાપણું.

જવાબદેહી: શાસકો તેમની ક્રિયાઓ અને નિર્ણયો માટે જવાબદાર હોય.

ક્ષમાભાવ: ભગવાન રામે પાછા ફર્યા પછી કૈકેયી પ્રત્યે આદરપૂર્વક વ્યવહાર કર્યો. આ દર્શાવે છે કે ક્રોધ અને વેરભાવ રાખવાને બદલે ક્ષમા આપવી અને સંબંધોમાં સન્માન જાળવવું એ ઉચ્ચ નૈતિક મૂલ્ય છે.
👍75
For GPSC aspirants.
33
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણાં વખાણ થાય તેનાથી આપણને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે તે સાચું, પરંતુ આપણે જો સજાગ ન રહીએ તો, વાહવાહી મ્હોંઢે ચડાવેલા બાળકની જેમ આપણને બગાડી પણ મૂકે છે. વાહવાહી ઘણીવાર શાબ્દિક લાંચનું કામ કરે છે.
આપણે ઉચિત કામ માટે અને ઉચિત વ્યક્તિ તરફથી મળતી પ્રશંસા માટે જાગૃત ન હોઈએ તો, તે આપણને આપણા આચરણ અને વિચારમાં બેઇમાન બનાવી દે છે. લાડ-પ્યારમાં બગડી ગયેલું સંતાન જેમ લાડ મેળવવા માટે નખરાં કરે, તેવી રીતે જેને વાહવાહીની ટેવ પડી ગઈ હોય તે સર્કસના જોકરની જેમ સતત પર્ફોર્મ કરે.
માણસ ગમે તેટલો પ્રતિભાસંપન્ન હોય, એને જો બીજા લોકોની તાળીઓ અને તારીફની અપેક્ષા હોય, તો તે ઇમાનદાર ના રહી શકે. પછી તે બીજા લોકોને ખુશ કરવા માટે ખુદને અમુક રીતે પેશ કરશે.
વાહવાહીમાં આપણને આત્મમુગ્ધ બનાવી દેવાની તાકાત હોય છે.
આપણે જ્યારે બધાની પસંદ બનવા પર ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે ખુદની મૌલિકતા પરથી ફોક્સ ગુમાવી દઈએ છે.
અસલમાં જીનિયસ એ હોય છે, જેનામાં જાત સાથે ઈમાનદાર રહીને એકલા પડી જવાનું સાહસ હોય.
*Happy Morning*
8👍1
👍21
धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।

अर्थ : मन में धीरज रखने से सब कुछ होता है. अगर कोई माली किसी पेड़ को सौ घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा ।
26👏2
2025/07/08 13:03:07
Back to Top
HTML Embed Code: