Telegram Web Link
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણાં વખાણ થાય તેનાથી આપણને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે તે સાચું, પરંતુ આપણે જો સજાગ ન રહીએ તો, વાહવાહી મ્હોંઢે ચડાવેલા બાળકની જેમ આપણને બગાડી પણ મૂકે છે. વાહવાહી ઘણીવાર શાબ્દિક લાંચનું કામ કરે છે.
આપણે ઉચિત કામ માટે અને ઉચિત વ્યક્તિ તરફથી મળતી પ્રશંસા માટે જાગૃત ન હોઈએ તો, તે આપણને આપણા આચરણ અને વિચારમાં બેઇમાન બનાવી દે છે. લાડ-પ્યારમાં બગડી ગયેલું સંતાન જેમ લાડ મેળવવા માટે નખરાં કરે, તેવી રીતે જેને વાહવાહીની ટેવ પડી ગઈ હોય તે સર્કસના જોકરની જેમ સતત પર્ફોર્મ કરે.
માણસ ગમે તેટલો પ્રતિભાસંપન્ન હોય, એને જો બીજા લોકોની તાળીઓ અને તારીફની અપેક્ષા હોય, તો તે ઇમાનદાર ના રહી શકે. પછી તે બીજા લોકોને ખુશ કરવા માટે ખુદને અમુક રીતે પેશ કરશે.
વાહવાહીમાં આપણને આત્મમુગ્ધ બનાવી દેવાની તાકાત હોય છે.
આપણે જ્યારે બધાની પસંદ બનવા પર ફોકસ કરીએ છીએ, ત્યારે આપણે ખુદની મૌલિકતા પરથી ફોક્સ ગુમાવી દઈએ છે.
અસલમાં જીનિયસ એ હોય છે, જેનામાં જાત સાથે ઈમાનદાર રહીને એકલા પડી જવાનું સાહસ હોય.
*Happy Morning*
10👍3
👍31
धीरे-धीरे रे मना, धीरे सब कुछ होय,
माली सींचे सौ घड़ा, ॠतु आए फल होय।

अर्थ : मन में धीरज रखने से सब कुछ होता है. अगर कोई माली किसी पेड़ को सौ घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा ।
41👏5👌3
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે ઘણીવાર આશા, અપેક્ષા અને મહેચ્છાને એક જ ગણીએ છે, પરંતુ ત્રણે વચ્ચે સુક્ષ્મ તફાવત છે. ત્રણેય ભાવનો સંબંધ ભવિષ્ય સાથે છે, પરંતુ નિશ્ચિતતા, પરિણામની ચાહના અને એક્શનની પ્રેરણાના સ્તરે અલગ પડે છે.

આશામાં કશુંક સકારાત્મક થશે તેવી ઈચ્છા હોય છે, પણ તે ફ્લેક્સિબલ હોય છે. અર્થાત્, તેમાં ઈચ્છા પ્રમાણે ન થાય તેની પણ તૈયારી હોય છે.
અપેક્ષા આશા કરતાં થોડી વધુ દ્રઢ હોય છે. અર્થાત્, જેવું ઇચ્છ્યું છે તેવું થવું જ જોઈએ અને ન થાય તો નિરાશ થવાય.
મહેચ્છા સૌથી સશક્ત ઈચ્છા હોય છે અને તેમાં તેને યેનકેન પ્રકારેણ સાકાર કરવા માટે પગલાં ભરવાનો પ્રબળ ભાવ હોય છે.
દાખલા તરીકે, પ્રિયજનની બિમારી દૂર થઈ જશે તેવો ભાવ આશા કહેવાય.
લોકોની બિમારીઓ દૂર કરવા માટે ડૉકટર બનવું છે તે મહેચ્છા કહેવાય.
અને તે માટે અભ્યાસ કરીશ તો સારા માર્ક્સ આવશે તેને અપેક્ષા કહેવાય.
આશા કશુંક સારું થવાની ચાહના છે.
અપેક્ષા કશુંક સારું થવાનું અનુમાન છે.
મહેચ્છા કશુંક સારું કરવાનું લક્ષ્ય છે.
*Happy Morning*
20🔥2
ViewFile (1) (2).pdf
1.2 MB
CCE Group-B FAK

#GSSSB #CCE #FAK
2025/07/09 15:16:02
Back to Top
HTML Embed Code: