Telegram Web Link
🔸આજથી દેશમાં GST મહોત્સવ
🔸હવેથી 5% અને 18% એમ બે GST સ્લેબ લાગુ
🔸સરકારે કર પ્રણાલીને સરળ બનાવવા માટે લીધો નિર્ણય
🔸દૂધ, ચીઝ, સાબુ, શેમ્પૂ, તેમજ AC અને કાર સસ્તાં થયાં
🔸આ નિર્ણય GST કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવ્યો હતો
4
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


આપણે આપણા અનુભવોથી થાકી ના જઈએ ત્યાં સુધી આપણા જીવનમાં પરિવર્તન નથી આવતું.

આપણને આપણી આસપાસના લોકોમાં ઘણી બાબતો પસંદ નહીં હોય અને આપણે ઇચ્છતા પણ હોઈશું કે તેમનામાં ચેન્જ આવે. એ લોકો આપણા માટે પણ એવું જ વિચારતા હશે. પણ માણસો જલ્દી બદલાતા નથી. એનું કારણ એ છે કે માણસો આદતોના બનેલા હોય છે.

આપણા આચાર-વિચારની, ખાવા- પીવાની, ઊઠવા- બેસવાની, કામ-કાજની આદતો વર્ષોના ઘડતરનું પરિણામ છે.

માણસો એ અનુભવોથી એટલા ટેવાઈ ગયા હોય છે કે ફાયદેમંદ પણ અજાણ્યા અનુભવથી ડરીને હાનિકારક પણ અનુકૂળ અનુભવને પકડી રાખે છે.

એક રસ્તો જોખમી હોય છતાં તમે તેના પર ચાલવાનું ચાલુ રાખો છો કારણ કે વૈકલ્પિક રસ્તો કેવો હશે તેનો ડર જાણીતા જોખમ કરતાં મોટો હોય છે.

આપણી આદતનો અનુભવ આપણા માટે અસહ્ય ન થઈ જાય ત્યાં સુધી તે બદલાતી નથી.
એટલા માટે આપણે ત્યાં એક કહેવત છે: ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે.

ઘણીવાર, આદતોથી મુક્તિ મેળવવાનો ઉપાય તે અનુભવમાંથી પૂરેપૂરા પસાર થઈ જવાનો છે. ઠોકરો વાગતી રહેવી જોઈએ.

*Happy Monday Morning*
8👍2
TET માર્કશીટ ઇસ્યુ થયાથી 5 વર્ષ વેલીડ

#TET
🙏91👏1
Manish Sindhi
Photo
*😎 આજની ગ્રુપ DP 😎*

*🔱 શૈલ પુત્રી માઁ 🔱*


💁🏻‍♂નવરાત્રિ એટલે શક્તિનું પૂજન અર્ચન કરવાનું મહાપર્વ. નવરાત્રિના નવે નવ દિવસ નાનાં જુદાં જુદાં સ્વરૂપોની આરાધના કરવાની હોય છે. ઘણા સાધકો માનું એક જ સ્વરૂપ નવે નવ દિવસ પૂજી પોતાની ઇચ્છિત ઈચ્છા પૂર્ણ કરતા હોય છે. મા નવદુર્ગાનાં નવ સ્વરૂપની નવરાત્રિએ જુદા જુદા સ્વરૂપે પૂજા કરવાનું મહત્ત્વ આપણા સમાજમાં પરાપૂર્વથી ચાલ્યું આવે છે.

💁🏻‍♂ નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે
તેમનું વાહન વૃષભ અર્થાત્ બળદ છે. તેથી ઘણા પંડિતો તેમને મા વૃષારુઢાના નામે પણ ઓળખે છે.
જેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.

💁🏻‍♂ પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞનું આયોજન કર્યું,  તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા પરંતુ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું.

💁‍♂સતીએ જયારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાર્તાનો વિચાર કર્યા બાદ શિવજીએ તેમને કહ્યું, ' પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર નારાજ છે. પોતાના યજ્ઞમાં તેમણે સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું પણ ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહી ગણાય.'શિવજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.

💁‍♂સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું.તેમણે વિચાર્યું ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.
તેઓ પોતાના પતિ ભગવાન શંકરના આ અપમાનને સહી ન શક્યાં.પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો.

💁‍♂સતીએ યોગાગ્ની દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે "શૈલપુત્રી" નામે સુખ્યાત થયાં. પાર્વતી, હૈમવતી પણ તેઓનાં જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમણે હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.

💁‍♂બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.

💁‍♂શ્લોક

🕉वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥


🙏हे माँ शैलपुत्री, मैं आपको नमस्कार करता हूँ। आप मनचाहा वरदान देती हैं और मस्तक पर अर्धचंद्र से सुशोभित हैं। आप बैल पर आरूढ़ होकर त्रिशूल धारण किये हुए, भव्य दिख रही हैं।

🔖Source - नवदुर्गास्तोत्रम्

ભારતમાં માતા શૈલપુત્રીનું સૌથી પ્રાચીન મંદિર બનારસમાં મરહીય ઘાટ પર આવેલું છે.
15👏3
🙏5👏1
*🔱 આજની ગ્રુપ DP 🔱*

*🙏🏻 બ્રહ્મચારિણી માતા 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની નવ શક્તિયોમાં બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી, તપનું આચરણ કરવાવાળી.

💁🏻‍♂ કહ્યું પણ છે - વેદસ્તત્વ તપો બ્રહ્મ- વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે.દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં અવસ્થિત મનવા યોગી તેમની કૃપા અને ભક્તિ મેળવે છે.બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે.

💁🏻‍♂ તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલેકે બ્રહ્મ ચારિણીના નામથી ઓળખવામાં આવે છે.એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ 'અપર્ણા' પડી ગયુ.કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ.

💁🏻‍♂ તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ' ઉમા, અરે !, ઓ નહી ' ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ 'ઉમા' પણ પડી ગયું હતુ.તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી.

💁🏻‍♂ આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.

💁‍♂ શ્લોક

दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥
------------------------------------------------

जिनके कोमल हाथों में कमण्डलु, कमल और अक्षमाला हैं,
ऐसी परम पूज्य ब्रह्मचारिणी देवी मुझे अपना आशीर्वाद प्रदान करें।
-----------------------------------------------------------
Source - नवदुर्गास्तोत्रम्

📚જ્ઞાન કી દુનિયા 📚
7🙏4👏2
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણને જીવન માં એવા જ લોકો મળે છે, જેવા આપણે હોઈએ છીએ, તેનાથી અલગ ન મળે, અને મળે તો લાંબો સંગાથ ન ચાલે.

આપણું વ્યક્તિત્વ, આપણા વિચારો, આપણા રસ અને આપણી માનસિકતા એક ચુંબક જેવાં હોય છે. તે આપણા જેવા લોકોને જ આપણી નજીક ખેંચે છે.
આપણે પણ એવી જ રીતે તેમની તરફ ખેંચાઈએ છીએ.

આપણને અમુક લોકો સાથે ફાવે છે અને અમુક લોકો સાથે નથી ફાવતું. આપણી જેવી રુચિ અને વિચારો હોય તેવા જ લોકો સાથે સંગાથ ચાલે.

મજાની વાત એ છે કે આપણને જેની સાથે નથી ફાવતું તેવા લોકો સાથે બીજા ઘણા લોકોને ફાવતું હોય છે. એટલે એ માણસો તો બરાબર છે, પણ આપણે તેમના માટે બરાબર નથી.

આપણે અસંખ્ય લોકોને મળીએ છીએ, પરંતુ અમુક લોકો સાથે આપણે સંબંધ નથી લંબાવી શકતા કારણ કે આપણી વચ્ચે કશું સમાન નથી નીકળતું.

આપણા કરતાં જુદા લોકો મળે તો પણ, આપણે તેમને સાચવી શકતા નથી કારણ કે આપણું વ્યક્તિત્વ અને માનસિકતા આપણને તેમનાથી દૂર કરી દે છે.

આપણા કરતાં જુદા અને બહેતર લોકોને આકર્ષવાનો એક જ રસ્તો છે: તેમના જેવું બનવું (એટલે કે તેમના જેવા વિચારો, રસ, માનસિકતા કેળવવી).

ટૂંકમાં, જીવનમાં સતત પોતાનો વિકાસ કરતા રહેવું, જેવા છીએ તેવા જ ન રહેવું, અને પછી નવા અને બહેતર લોકો જીવનમાં આવતા જશે.

*Happy Morning*
7👍2
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁‍♂ શ્લોક

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥
🙏73👏1
*🔱   આજ ની ગ્રુપ DP   🔱*
    
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁🏻‍♂ નવરાત્રી આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.

💁🏻‍♂ દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે.

💁🏻‍♂ તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે.

💁🏻‍♂ તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

💁🏻‍♂ તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.

💁🏻‍♂ આરતી જે આપણે જય આદ્યશક્તિ ગાતા હોઈએ છીએ એ કોણે લખી જો એવો સવાલ કરીએ તો એનો જવાબ ઘણા ને ખ્યાલ જ છે - શિવાનંદ સ્વામી પણ બીજી એક આરતી છે આનંદ મંગલ કરું આરતી ના લેખક કોણ ? આવો જોઈએ.

💁🏻‍♂ આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚

💁🏻‍♂ પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,

💁🏻‍♂ રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,

💁🏻‍♂ જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,

💁🏻‍♂ ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,

💁🏻‍♂ કહે *પ્રીતમ* ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…આનંદ મંગલ કરુ આરતી

👏🏻 રચના કરનાર - પ્રીતમ 👏🏻

*એક અજ્ઞાની માણસ*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
11👏1
રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા 17 તાલુકાની રચના માટેની મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

#GuajratInformation21198
7
HC BAILIFF 2025 DV LIST.pdf
289.1 KB
👨‍💻Highcourt Bailiff Result

#HC
બેલિફ જગ્યામાં સુધારો.pdf
38 KB
બેલિફ જગ્યામાં સુધારો

#HC
6
2025/10/01 22:51:09
Back to Top
HTML Embed Code: