Telegram Web Link
*🔱 આજ ની ગ્રુપ DP 🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁‍♂ શ્લોક

पिण्डजप्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता॥
🙏73👏1
*🔱   આજ ની ગ્રુપ DP   🔱*
    
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻🕉 ચંદ્રઘંટા માતા 🕉🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે.

💁🏻‍♂ નવરાત્રી આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે.

💁🏻‍♂ દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિયો સાંભળવા મળે છે. આ ક્ષણે સાધકે અત્યંત સાવધાન રહેવાની જરૂર હોય છે.માઁ નુ આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમણે ચંદ્રઘટા દેવી કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો છે.

💁🏻‍♂ તેમના દસ હાથ છે. તેમના દસે હાથોમાં તલવાર વગેરે શસ્ત્ર અને બાણ વગેરે અસ્ત્ર શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે.

💁🏻‍♂ તેમની મુદ્રા યુધ્ધને માટે તૈયાર રહેવાની હોય છે.માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરતજ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

💁🏻‍♂ તેમનું ધ્યાન કરતાંજ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતા નો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે.

💁🏻‍♂ માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસના થી સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે.આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આ લોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.

💁🏻‍♂ આરતી જે આપણે જય આદ્યશક્તિ ગાતા હોઈએ છીએ એ કોણે લખી જો એવો સવાલ કરીએ તો એનો જવાબ ઘણા ને ખ્યાલ જ છે - શિવાનંદ સ્વામી પણ બીજી એક આરતી છે આનંદ મંગલ કરું આરતી ના લેખક કોણ ? આવો જોઈએ.

💁🏻‍♂ આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚

💁🏻‍♂ પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા,

💁🏻‍♂ રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા,

💁🏻‍♂ જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા,

💁🏻‍♂ ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…આનંદ મંગલ કરુ આરતી

💁🏻‍♂ અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા,

💁🏻‍♂ કહે *પ્રીતમ* ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…આનંદ મંગલ કરુ આરતી

👏🏻 રચના કરનાર - પ્રીતમ 👏🏻

*એક અજ્ઞાની માણસ*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
11👏1
રાજ્યમાં તાલુકાઓની સંખ્યા હવે 265 થશે...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં નવો જિલ્લો વાવ - થરાદ તથા નવા 17 તાલુકાની રચના માટેની મંજૂરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

#GuajratInformation21198
7
HC BAILIFF 2025 DV LIST.pdf
289.1 KB
👨‍💻Highcourt Bailiff Result

#HC
બેલિફ જગ્યામાં સુધારો.pdf
38 KB
બેલિફ જગ્યામાં સુધારો

#HC
6
Manish Sindhi
Photo
*Morning Musings*

"જે ક્ષણે તમને સમયનું મહત્વ સમજાય, તમારી આખી દ્રષ્ટિ બદલાઈ જશે."


આ સૂચવે છે કે આપણામાંથી ઘણા લોકો સમયને સામાન્ય રીતે લે છે.
આપણે ઘણીવાર એવી રીતે જીવીએ છીએ જાણે કે આપણી પાસે તેનો અમર્યાદિત જથ્થો હોય, અને આપણા દિવસો એવી બાબતોથી ભરી દઈએ જે કદાચ ખરેખર મહત્વની નથી.

જોકે, જ્યારે આપણે ખરેખર સમજીએ છીએ કે સમય આપણું સૌથી મર્યાદિત અને મૂલ્યવાન સંસાધન છે, ત્યારે એક મોટો બદલાવ આવે છે.


જ્યારે આ સમજણ આવે છે, ત્યારે તે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ અને આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ તેમાં મૂળભૂત ફેરફાર કરી શકે છે.

ઉદાહરણ તરીકે, તમે શરૂ કરી શકો છો:
સૌથી વધુ મહત્વની બાબતોને પ્રાધાન્ય આપવું: તમે તમારો સમય ક્યાં રોકાણ કરો છો તે વિશે વધુ સભાન બનશો, અને બિનજરૂરી બાબતોમાં ફસાઈ જવાને બદલે તમારા ધ્યેયો, સંબંધો અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરશો.

વધુ તાકીદથી કાર્ય કરવું: એ સમજવું કે તમારો સમય મર્યાદિત છે, તે તમને "ક્યારેક" માટે ટાળવાને બદલે તમારા સપના અને આકાંક્ષાઓ પર અત્યારે જ કાર્ય કરવા માટે પ્રેરિત કરી શકે છે.

વર્તમાનની કદર કરવી: જ્યારે તમે દરેક ક્ષણને કિંમતી તરીકે જુઓ છો, ત્યારે તમે ભૂતકાળ કે ભવિષ્ય વિશે ચિંતા કરવાને બદલે તમે જે અનુભવો કરી રહ્યા છો તેમાં સંપૂર્ણપણે હાજર રહેવાની અને તેનો આનંદ માણવાની વધુ શક્યતા છે.

મૂળભૂત રીતે, આ યાદ અપાવે છે કે આપણી માનસિકતામાં એક ઊંડો બદલાવ વધુ ઉદ્દેશપૂર્ણ અને સંતોષકારક જીવન તરફ દોરી શકે છે.

તે સમય પ્રત્યે નિષ્ક્રિય અભિગમમાંથી સક્રિય અભિગમમાં બદલાવ લાવવા વિશે છે.

*Happy Morning*
16
*🔱 આજ ની ગ્રુપ DP 󟀽🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻 🔱 દેવી કૂષ્માંડા 🔱 🙏🏻*
3👏2🙏2
*🔱 આજ ની ગ્રુપ DP 󟀽🔱*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*🙏🏻 🔱 દેવી કૂષ્માંડા 🔱 🙏🏻*

💁🏻‍♂ માઁ દુર્ગાજીના ચોથા સ્વરૂપનું નામ છે કૂષ્માંડા છે.

💁🏻‍♂ પોતાના મંદ, હળવા હાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમણે કૂષ્માંડા દેવીને નામે ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં કૂષ્માંડાને કુમ્હડ કહે છે.

💁🏻‍♂ બલિમાં તેમને કોળાની બલિ સૌથી વધુ પ્રિય છે. તે કારણે પણ માઁ કૂષ્માંડા કહેવાય છે.

*💁🏻‍♂વિશેષ-*નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ.જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના 'ઈષત' હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે.તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.

💁🏻‍♂ માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે.

💁🏻‍♂🦁 તેમનું વાહન સિંહ છે.માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે.

💁🏻‍♂ માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે.માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ.

*📕 શ્લોક 📕*
💁🏻‍♂ ઓમ કૂષ્માંડે મમ ધનધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા.

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च।
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

*એક અજ્ઞાની માણસ*

📌Credit📚જ્ઞાન કી દુનિયા 📚
👏4
2025/10/04 18:33:58
Back to Top
HTML Embed Code: