Telegram Web Link
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


દરેક વ્યક્તિ માટે ફીલિંગ્સના દરવાજા ખૂલ્લા ના મૂકી દેવા.

દોસ્તી કરો, સાથે સમય વિતાવો, તેની સાથે સ્મૃતિઓનું નિર્માણ કરો પણ દરેક લગાવમાં પ્રેમ ના શોધવો.

ભાવનાત્મક લગાવ સહજ માનવીય ગુણ છે, પરંતુ તેના પર બિનતંદુરસ્ત નિર્ભરતા નિરાશા તરફ લઈ જાય છે.

ફીલિંગ્સ પર 'હેન્ડલ વિથ કેર' નામનું એક અદૃશ્ય સ્ટીકર લાગેલું હોય છે, જેને જોતા રહેવું બહુ જરૂરી છે. સાદી ભાષામાં, હાલતાં-ચાલતાં પ્રેમ ન થઈ જાય


ઘણીવાર, ખુશ થવા માટે કોઈની હાજરી જ પૂરતી હોય છે. એ ક્ષણોનો આનંદ લેવાનો હોય, તેને સુખનો આધાર ના બનાવવો. સુખનો આધાર જાતને બનાવવી.

આપણે જ્યારે આપણા જ સંગાથમાં એટલું સુકુન મહેસૂસ કરતા હોઈએ છે કે પછી કોણ રહે છે અને કોણ જાય છે તે મહત્વનું નથી રહેતું. આપણે તેમની હાજરીની એ ક્ષણોનો આનંદ લઈએ છીએ.

જિંદગી ટ્રેન યાત્રા જેવી હોવી જોઇએ. સ્ટેશનો બદલાતાં જાય તેમ મુસાફરો પણ બદલાતા જાય. આખી યાત્રામાં માત્ર તમે જ સતત હોવ છો. એમાં જ ખુશ રહેવું. યાત્રીઓના પ્રેમમાં ના પડી જવાય, પ્રેમ યાત્રાને કરવો.

*Happy Morning*
11
2025/10/04 09:57:15
Back to Top
HTML Embed Code: