Telegram Web Link
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"જીવનમાં કિસ્મતનું કેટલું મહત્વ? કિસ્મત બળવાન હોય તો મહેનત શા માટે કરવી? લોકો દરેક બાબતમાં કિસ્મતને દોષ દઈને કર્મમાંથી છટકી જાય છે?"
નસીબ આપણા નિયંત્રણમાં ન હોય તે સંજોગો અથવા પરિબળો. તેનો અર્થ એવો નથી કે મહેનત નહીં કરવાની. પરીક્ષા માટે તમે દિવસ-રાત વાંચો તે મહેનત કહેવાય, અને ધાર્યા હોય તેટલા માર્ક્સ ન આવે તે નસીબ.
એક જગ્યાએ 100 કોઠીઓ હતી. કોઈ એકમાં સોનું હતું. અનિલ અને બાદલે વારફરતી કોઠીઓ ફોડીને સોનું શોધવાનું હતું. અનિલે હથોડા વડે પહેલી, પછી બીજી અને ત્રીજી એમ કરીને 24 કોઠીઓ ફોડી. સવારથી સાંજ સુધીમાં તે થાકીને ચૂર થઈ ગયો. પાછળથી તેને ખબર પડી કે 28મી કોઠીમાં સોનું હતું. તેણે જો વધુ 4 કોઠીઓ ફોડવાનો પરિશ્રમ કર્યો હોત તો નસીબ ચમકી ગયું હોત. તેને આળસ આવી ગઈ અને નસીબ દૂર રહી ગયું.
બીજા દિવસે બાદલનો વારો આવ્યો. કોઠીઓની ગોઠવણી બદલી નાખવામાં આવી હતી. તેણે હથોડો લઇને કોઠીઓ ફોડવાનું શરૂ કર્યું; 1,2,3,4,5...તે 50 સુધી પહોંચ્યો. નસીબે સાથ ન આપ્યો, પણ એ હિંમત ન હાર્યો. તેણે નક્કી કર્યું હતું કે 100 પુરી કરવી. 78મી કોઠીમાંથી તેને સોનુ મળ્યું.
અનિલ માટે સોનુ 28મી કોઠીમાં હતું, પણ નસીબ તેના ફેવરમાં ન હતું કારણ કે તે આળસી ગયો હતો. બાદલનું નસીબ ખરાબ હતું એટલે સોનું 78મી કોઠીમાં હતું, પણ તેણે પરિશ્રમ ચાલુ રાખીને નસીબને ફેવરમાં કરી નાખ્યું.
નસીબની વરમાળા એના જ ગળામાં પડે છે જે ઈમાનદારીથી પરિશ્રમ કરે છે. ખરાબ નસીબ પણ હોય છે, પરંતુ એને નિયમિત પરિશ્રમથી જીતી શકાય છે. પરંતુ મહેનત એકલી પુરતી નથી.
તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમે શું કરવા માંગો છો અને તમારી પાસે તે કરવાની આવડત છે કે નહીં. જે કરવાનું તમારી અંદર પેશન ન હોય તેમાં મહેનત કરો તો નસીબ દૂર રહી જાય. જે લોકો ખુદની હેસિયત પારખીને સ્કિલ વિકસાવે છે તે જરૂર પોતાનું નસીબ સાકાર કરે છે.
*Happy Morning*
#Revised_Revenue_Talati_Syllabus


👆આ હેસ્ટેગ સાથે 2 વાગે એક સાથે ટ્વીટ દ્વારા આપની રજુવાત કરવી.
3 જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ વન ટુ ની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને ઈંગ્લીશના પેપરો ક્વોલીફાઇંગ કરવામાં આવ્યા છે જ્યારે વિવેન્યુ તલાટી વર્ગ ત્રણ ની પરીક્ષા ની અંદર ગુજરાતી અને ઈંગ્લીશના પેપરને મુખ્ય બનાવવામાં આવ્યા છે જે તર્કવિહીન લાગી રહ્યું છે
#Revised_Revenue_Talati_Syllabus
રેવન્યુ તલાટીના આર આર માં સુધારા બાબતે મુદ્દા
1) તાજેતરમાં ગૌણ સેવા દ્વારા મદદનીશ ઇજનેર સિવિલ વિભાગની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જેનો ગ્રેડ-પે 4400 અને પગાર 49000 છે તેમ છતાં તે ભરતીમાં એક જ સ્ટેજ અને તે પણ ફક્ત એમસીક્યુ પ્રકારથી લેવામાં આવી રહ્યું છે તો રેવેન્યુ તલાટી 1900 ગ્રેડ પે અને 26000 પગારમાં ડિસ્ક્રિપ પ્રકારની મેન્સ લેવાનું કારણ શું ?
#Revised_Revenue_Talati_Syllabus
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે.
અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ , ભૂગોળ, વારસો , અર્થતંત્ર, પર્યાવરણ જેવા બધા વિષયો છે. અને 350 માર્ક્સ ના 3 પેપર રાખવામાં આવ્યા છે જેમાં 100 માર્ક્સ નું ગુજરાતી , 100 માર્ક્સ નું અંગ્રેજી અને 150 માર્ક્સ સામાન્ય અભ્યાસ જેમાં ગુજરાત, ભારત નો ઇતિહાસ,સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને દેશ ની ભૂગોળ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, ethics
એવા વિષયો છે.

1900 ગ્રેડ પે ની મહેસૂલી તલાટી માં મુખ્ય પરીક્ષા 4400 ગ્રેડ પે ધરાવતા નાયબ મામલતદાર ની મુખ્ય પરીક્ષા જેવી ના હોવી જોઈએ !

પેપર ચેકીંગ માં GPSC જેવી બંધારણીય સંસ્થા પણ 5000-7000 જવાબવહી ચેક કરવામાં ભૂલો કરતી હોય છે કોર્ટ કેસો થતા હોય છે તો અહીં
12000 જવાબવહી ન્યાયપૂર્ણ ચેક થશે એ કઈ રીતે માની લેવું?

લેખિત માં માર્કસ આપવામાં ભ્રષ્ટાચાર થાય અને પોતાના માનીતાંઓ ને લઈ લેવામાં આવે
એવું થાય તો પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવી પણ ના શકાય ,MCQ માં અન્યાય હોય તો ઉમેદવાર કોર્ટ માં પણ જઈ શકે !

છેવાડા ના વિધાર્થી ને સંપૂર્ણ રીતે વર્ગ 3 માંથી પણ નીકાળી ને છેવાડા માં જ રાખવા માટે સુનિયોજિત ષડયંત્ર ઘડાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે !

GPSC માં અંગ્રેજી નું પેપર ક્વોલિફાઇંગ છે પણ અહીં અંગ્રેજી પેપર mandatory બનાવી દેવામાં આવ્યું છે
તો કઈ રીતે માનવું કે નિયમો બનાવનાર છેવાડા ના વિધાર્થી નું પણ વિચારે છે ?

આ ખરેખર ન્યાયપૂર્ણ નથી, યોગ્ય જગ્યાએ રજૂઆત થવી જ જોઈએ અને જલ્દી થવી જોઈએ ! બાકી ફિડલૂ વાળી દેવામાં આવશે અને ખબર પણ નહીં પડે
રેવન્યુ તલાટી ની આટલી મોટી ભરતી નજીક ના વર્ષો માં ફરીથી નહીં આવે એ નક્કી છે !

1900 ગ્રેડ પે માં 26000 ના ફિક્સ પે ની ક્લાસ 3 ની નોકરી માં 350 માર્ક્સ નું લેખિત એકદમ તર્કસંગત નથી, અને અન્યાયકારી છે.
Forwarded from Abhijeetsinh Zala official (Satyapalsinh Jadeja)
ViewFile (4)-1.pdf
1.7 MB
રેવન્યુ તલાટી ભરતી જાહેરાત
ViewFile (4).pdf
1.7 MB
👨‍💻REVENUE TALATI DETAIL NOTIFICATION

📌Advt - GSSSB/301/202526

🔻Apply date :- 26/05/2025
🔺 Last date :- 10/06/2025

#GSSSB #Apply
પ્રાથમિક કસોટી CBRT/OMR આધારિત પરીક્ષા લેવાશે.
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

આપણે જ્યાં સુધી આપણા કરતાં વધુ પ્રતિભાશાળી, વધુ જાણકાર, વધુ સફળ, વધુ સુખી માણસોના સંપર્કમાં નથી આવતા, ત્યાં સુધી આપણને એ ખ્યાલ નથી આવતો કે આપણે સમય અને શક્તિનો કેટલો વેડફાટ કરીએ છીએ અને જાતને કેટલી હલકામાં લઈએ છીએ.

ચાહે મિત્રના સ્વરૂપમાં હોય, ચાહે સાથીદારના, ચાહે લેખકના, ચાહે માર્ગદર્શકના કે ચાહે રોલ મોડલના, જીવનમાં એવા લોકો જરૂર હોવા જોઈએ જે આપણા કરતાં આગળનું જોઈ શકતા હોય, જે આપણા કરતાં મોટું જોઈ જોઈ શકતા હોય,
જે આપણા કરતાં વધુ અનુભવી હોય, જે આપણા કરતાં વધુ મૌલિક હોય.

આપણે જો જીવનમાં ઊંચા સ્તરો હાંસલ કરવાં હોય, તો આપણા સ્તર કરતાં એક સ્તર ઉપર હોય તેવા લોકોનો સંગાથ રાખવો.
આપણી ક્ષિતિજોનો વિસ્તાર કરે અને આપણી પાંખોમાં હવા ભરે એવા લોકો આસપાસમાં હોય તો આપણું જીવન ચમકી જાય છે.
*Happy Morning*
2025/07/06 05:26:56
Back to Top
HTML Embed Code: