Telegram Web Link
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશ્યલ):*

બજારમાં જયારે બ્લેકબેરી અને નોકિયા ફોન એમ બે જ પ્રકારના ફોન ઉપલબ્ધ હતા ત્યારે, આપણા માટે કોઈ એકની પસંદગી કરવાનું આસાન હતું. આજે એકબીજાને ટક્કર મારે તેવા અનેક સ્માર્ટફોન આવી ગયા છે તે સાચું, પરંતુ ક્યો ફોન ખરીદવો તેનો નિર્ણય કરવાનું અઘરું થઈ ગયું છે.

મનોવિજ્ઞાનમાં તેને *Choice Overload* કહે છે; વધુ પડતા વિકલ્પોનું ભારણ.
તમે ફેન્સી હોટેલમાં જમવા ગયા હો અને વેઇટર એક ચોપડી જેવું મોટું મેનુ મૂકે, ત્યારે તમારા ગ્રુપમાંથી એક વ્યક્તિ હતાશ થઈને બોલી હશે કે, "આમાંથી શું મંગાવવું એ જ સમજ નથી પડતી."

કોઈ બાબતના એકથી વધુ વિકલ્પો હોય, ત્યારે કોઈ એક વિકલ્પ પસંદ કરવામાં વધુ સમય લાગે છે, એમાં ઊર્જા પણ ઘણી ખર્ચાય છે અને ઘણીવાર અનિશ્ચિતતા અને અનિર્ણયની સ્થિતિ પણ સરજાય છે.
બીજી રીતે જોઈએ તો, વધુ વિકલ્પો આપણને વધુ ઉત્તમ પસંદગી કરવાની સ્વતંત્રતા નથી આપતી, તે વાસ્તવમાં આપણી સ્વતંત્રતાને સીમિત કરે છે.
કશું પસંદ કરવું સહેલું નથી હોતું. વધુ સારું પસંદ કરવું એથી પણ અઘરું હોય છે. અને જ્યાં અમર્યાદિત વિકલ્પ હોય તેવી આજની દુનિયામાં તો તે સૌથી કપરું હોય છે.

ભૌતિકવાદ અથવા મૂડીવાદની આ એક કમજોરી છે; સમૃદ્ધિમાં જેટલો વધારો થાય, તેનો આનંદ લેવાની ક્ષમતા એટલી જ ઘટતી જાય છે કારણ કે આપણી દરેક પસંદગીમાં એક છૂપો અફસોસ રહી જાય છે કે આના કરતાં બીજું બહેતર હતું.

"To satisfice is to settle for something that is good enough and not worry about the possibility that there might be something better."
- Barry Schwartz, The Paradox of Choice:

*Happy Sunday Morning*
UPSC CSE Prelims 2025.pdf
10.2 MB
📌UPSC CSE Prelims 2025

Exam Date 25/05/2025

#UPSC #Paper
UPSC GS 2025.pdf
12 MB
📌UPSC CSE Prelims 2025

🔹GS-1 Paper (H & E)

Exam Date 25/05/2025

#UPSC #Paper
Adobe Scan 25-May-2025.pdf
6.9 MB
📌UPSC CSE Prelims 2025

🔹CSAT Paper(English)

Exam Date 25/05/2025

#UPSC #Paper
CSAT in हिंदी 2025.pdf
8.9 MB
📌UPSC CSE Prelims 2025

🔹CSAT Paper(Hindi)

Exam Date 25/05/2025

#UPSC #Paper
આવેદનપત્ર FOR ALL.pdf
375.1 KB
📌 રેવન્યુ તલાટી બાબતે આવેદનપત્ર

📌સોમવાર અને મંગળવારના રોજ આપડે ગુજરાતનાં તમામ જિલ્લા/તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી આપડે આપડી પીડા વ્યથા વ્યક્ત કરીશું.

👉 આપણે સૌ પોતાના જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટરશ્રી, મામલતદારશ્રી ને સામાજિક આગેવાનો સાથે રાખીને આવેદન અને નિવેદન કરીશું.

👉🏻જ્યારે પણ આવેદન આપીએ  ત્યારે ખાસ સ્થાનિક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને જાણ કરવી.


#Revised_Revenue_Talati_Syllabus
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

વૈભવી જીવનશૈલીનો અર્થ એવો થાય કે જીવન સુખી છે?
આપણું મીડિયા અને સમાજ તો એવું જ ચિત્ર ઊભું કરે છે કે લકઝરી ઘરોમાં રહેતા, મોંઘી કાર ફેરવતા, ડિઝાઇનર કપડાં પહેરતા અને શાનદાર અનુભવો લૂંટતા લોકો દુનિયાના સૌથી સુખી જીવ છે.
ભૌતિક વસ્તુઓ અને ભોગવિલાસ નિશ્વિતપણે ઇન્દ્રિયોને તત્ક્ષણ સંતોષ આપે છે, પરંતુ ન તો તે ઉત્તમ જીવન માટે અનિવાર્ય છે કે ન તો તેનો પર્યાય છે.
સુવિધા અને સંતોષ બે અલગ બાબત છે.
આપણે કામ એટલા માટે જ તો કરીએ છીએ જેથી જીવન સુવિધાપૂર્ણ બને, પરંતુ જીવનનો સંતોષ બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવામાંથી, અર્થપૂર્ણ સંબંધોમાંથી, જીવનનાં લક્ષ્યો પૂરાં કરવાથી અને દુનિયા માટે ઉપયોગી બનવાથી આવે છે.
ભૌતિક અવસ્થા ગમે તેવી હોય, જો ઉચિત માનસિકતા અને વ્યવહાર હોય તો કોઈપણ વ્યક્તિ સુખી થઈ શકે છે.
ઘણીવાર એક માલિક કરતાં તેનો કામદાર વધુ સુખી હોઈ શકે છે.
*સુખનો સંબંધ સુવિધા સાથે નથી, મન સાથે છે*.

*Happy Morning*
🤗
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

મને કોઈ બાબતની ઈચ્છા હોય, એનો અર્થ એવો નથી કે તે મારું લક્ષ્ય પણ છે. લોકો ઈચ્છા અને લક્ષ્ય વચ્ચે ભેળસેળ કરતા હોય છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફરક એક્શન પ્લાન (યોજના)નો છે.
કોઈ ઈચ્છાને સાકાર કરવા માટે મારી પાસે નક્કર યોજના હોય તો તેને લક્ષ્ય કહેવાય.

બહુ બધા લોકો ઈચ્છાને જ યોજના ગણી લેતા હોય છે.
ઘણા લોકો કહેતા હોય છે કે "મને મન છે." જેમ કે "ક્યાંક ફરવા જવાનું મન છે, પણ જોઈએ રજા ક્યારે મળે છે" અથવા
"નોકરી બદલવાનું મન તો છે, પણ જોઈએ કેવી ઓફર આવે છે" અથવા
"સવારે ચાલવા જવાનું મને થાય છે, પણ મૂડ નથી આવતો," અથવા "ફલાણી વ્યક્તિને મળવાનું મન છે, પણ ટાઇમ નથી મળતો."

આનો અર્થ એ થયો કે રજા ન મળે કે સારી ઓફર ન આવે કે મૂડ ઠીક ન થાય કે ટાઈમ ન મળે તો કશું કરવું નથી, જે છે તે બરાબર છે.
જે બાબતે તમે કશું કરવા માટે તૈયાર ન હોવ, તેવી ઇચ્છાને દિવાસ્વપ્ન અથવા વાંઝિયો વિચાર કહેવાય. તેનાથી વિપરીત, લક્ષ્ય એક નક્કર યોજના દ્વારા ઈચ્છાને વાસ્તવિકતામાં ફેરવી દે છે.

ઈચ્છા કશુંક જુદું અને બહેતર હોય તેવી અપેક્ષા છે, જે ક્ષણિક હોય છે. તે ગમે તેટલી તીવ્ર અને તાકતવર હોય, તેમાં આગળ વધવા માટે કોઈ નક્કર યોજના ન હોય તો તે ખાલી વિચાર બનીને રહી જાય છે.
લક્ષ્ય તમને સક્રિય કરે છે, ઈચ્છા તમને નિષ્ક્રિય રાખે છે. એટલે, જો કશું મન હોય તો તો તત્કાળ તેને સાકાર કરવા માટેની યોજના બનાવવી. અન્યથા, જીવનમાં મને જોઈતું હતું એવું ના
થયુંની ફરિયાદો ન કરવી.

*Happy Morning*
2025/07/01 17:18:42
Back to Top
HTML Embed Code: