Telegram Web Link
website_DV_CCTV_Recheking_Dt_27082025 (1)_250827_181215.pdf
269.5 KB
LRD UPDATE

📌લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ અંગે કરવામાાં આવેલ Rechecking updated
Rechecking_Applications_250827_181439.pdf
206.4 KB
📌 લોકરક્ષક કેડરની તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાાંઆવે લગણુ અંગે રીચેકીંગ માટે મળેલ અરજીઓની વિગત

#LRD
10
Forwarded from Manish Sindhi
કોન્સ્ટેબલ કટઓફ જાહેર...

#LRD #Cut_off
8
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


ઈર્ષ્યા ઉત્તમ લાગણી છે, જો તેને સકારાત્મક રીતે અનુભવવામાં આવે તો. ઈર્ષ્યા આપણી અંદર આત્મ વિશ્વાસ અને આત્મ સન્માનને ચકનાચૂર કરી નાખે અથવા બહેતર બનવા માટે સ્પર્ધાનો ભાવ પણ ઉત્પન્ન કરે છે. શરત એ છે કે શેની ઈર્ષ્યા કરો છો. જેમ કે, કોઈને જોઈને એવું ના વિચારવું કે મારી પાસે તેના જેટલા પૈસા હોવા જોઈએ, મને તેના જેવી સફળતા મળવી જોઈએ અથવા મને તેના જેવી નામના મળવી જોઈએ. એ તો એ વ્યક્તિનો 25 ટકા હિસ્સો થયો. તેના જેવા થવું હોય, તો તે વ્યક્તિના પરિવારની અને ઉછેરની, તેની માનસિકતા અને આવડતની, તેની મહેનતની અને શિસ્તની, તેની ઈચ્છા અને આશાઓની, તેના આત્મવિશ્વાસ અને સકારાત્મકતાની, તેની અસલામતી અને ડરની, તેના સ્ટ્રેસ અને ટેંશનની, જીવન પ્રત્યેના તેના દ્રષ્ટિકોણ અને સુખ-દુઃખની પણ ઇર્ષ્યા કરવી. દરેકની સફળતા હિમશિલા જેવી હોય છે. જે દેખાય છે તેના કરતાં અનેક ઘણો હિસ્સો અદ્રશ્ય હોય છે. જે બહાર દેખાય છે, તેમાં એ અદ્રશ્યનો ફાળો મોટો હોય છે.

ઇર્ષ્યા કરવી હોય તો પુરા જીવનની કરવી. ટૂકડાઓમાં ઈર્ષ્યા કરવી બેમતલબ છે.
*Happy Morning*
13
Manish Sindhi
Photo
*29 ઓગષ્ટ*

'હોકીના એક દેવતા છે, જે ભારતમાં વસે છે. નામ ધ્યાનચંદ' આ શબ્દો પાકિસ્તાનના ભૂતપૂર્વ હોકી પ્લેયર શાહનાઝના છે. 29 ઓગષ્ટ : ભારતનો રમતગમત દિન છે. 29 ઓગષ્ટ હોકી જાદુગર ગણાતાં મેજર ધ્યાન સિંહ (ચંદ) નો જન્મ દિવસ હોવાને કારણે જ ઇન્ડિયન સ્પોર્ટસ ડે છે.

થોડું ઠીંગણું પણ ગઠીલુ બદન, કાળા સિસમ જેવો શરીરનો રંગ, ઇન્ડિયન આર્મીમા મેજરનો હોદ્દો. 1928 હોકી વર્લ્ડકપની ફાઈનલ મેચ હોલેન્ડમા ધ્યાનચંદનું શરીર તાવથી ધગધગે. છતાં ધ્યાનચંદ રમવા ઉતરે છે. ધ્યાનચંદનો બોલ અને ડ્રીબલ પર કન્ટ્રોલ અને આક્રમક રમત જોઇને દુનિયા પાગલ થઈ ગઈ! આંકડાઓની માયાજાળમા નથી પડવું પણ 1932 લોસ એન્જલસ ઓલિમ્પિકમા 'હોકી મેજીક' ધ્યાનચંદ અને એમના ભાઇ રુપસિંહ સમગ્ર હોકી જગત પર છવાઈ જાય છે. અમેરિકન હોકી ટીમને ભારતીય હોકી ટીમ ચોવીસ ગોલથી હરાવી દે છે.

જર્મની- એડોલ્ફ હિટલર મેજર ધ્યાનચંદને હનુમાનનો ઇલ્કાબ આપે છે. જર્મનીના નાગરિક બની ત્યાની હોકી ટીમમા રમવા માટે અને જર્મન આર્મીમા ઉચ્ચ હોદ્દા પર પોસ્ટીંગનું ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે. હોકી મેજીક મેજર ધ્યાનચંદ સાદર ના પાડી દે છે.

યુરોપમા એકવાર ચાલુ મેચે ધ્યાનચંદની હોકીસ્ટીક ચેક કરવામાં આવે છે. ક્યાંય ગુંદર કે અન્ય પદાર્થ લગાડવામા નથી આવ્યો ને?સાબિત થાય છે કે આવી જબરદસ્ત જાદુગરી મેજર ધ્યાનચંદની રમત મા જ છે. પુરી ખેલદીલીથી રમતા ધ્યાનચંદના કૌશલ્યથી જગત અભિભૂત થઈ જાય છે.

29 ઓગષ્ટ. સ્વ.મેજર ધ્યાનચંદને એમના જન્મ દિવસે નમસ્કાર. 🙏🏻

*નૈતિક ઓઝા*
ભાવનગર
16🙏3
👨‍💻 GPSC Dyso preliminary exam call letter

⚡️https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Exam date 07/09/25

#GPSC #Call_letter
1
6
👨‍💻 Revenue Talati prelims Exam Date 14/09/25

📍Time - 2 to 5

#GSSSB #Revenue_talati
6
👨‍💻 Probation officer Exam Date 12/10/2025

#GSSSB #Exam
4
1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"મને આમ ફીલ થાય છે અને તેમ ફીલ થાય છે" એવું તમે જેટલું વધુ વિચારો, એટલા વધુ દુઃખી થાવ.

પોતાની લાગણીઓ પર વધુ પડતું ફોકસ કરવાથી, આપણે વર્તમાન ક્ષણ બાબતે નકારાત્મક બની જઈએ છીએ, જે અતત: અસંતોષ અને ઉદાસી તરફ દોરી જાય છે.

"મને સારું લાગવું જોઈએ"ના આગ્રહ સાથે ટ્રેજેડી એ છે કે "મને સારું નથી લાગતું"ની ભાવના ઉત્તરોત્તર બળવત્તર બને છે. તેને વિચારવાયુ (rumination) કહે છે

દરેક અનુભવને સતત લાગણીઓ સાથે સરખાવીને વ્યક્તિ હતાશા પેદા કરે તેવા વિચારોને વાગોળ્યા કરતી થઈ જાય છે. તેને એવો ભ્રમ થઈ જાય છે કે આવું કરવાથી તેને "સારું ફીલ" કરવાનો રસ્તો મળશે.
આવી રીતે લગાતાર અંદર ઝાંખતા રહેવાને બદલે અથવા ફીલિંગનું સતત પિષ્ટપેશણ કરતા રહેવાને બદલે, વ્યક્તિએ બહારની દુનિયા સાથે સકારાત્મક રીતે જોડાવું જોઈએ, કોઈક હોબી કેળવવી જોઈએ, સાર્થક સંબંધો બાંધવા જોઈએ, કોઇને મદદરૂપ થવું જોઈએ, તન અને મન તંદુરસ્ત રહે તેવી ક્રિયાઓ કરવી જોઈએ. અસલી સુખ આ બધામાંથી આવે છે.

*Happy Morning*
9👍3👏2
👌21
2025/10/03 15:20:26
Back to Top
HTML Embed Code: