Respected Sir/Madam,
Subject: Request to Reschedule Agriculture University Junior Clerk Exam (Advt. No. 1/2025)
I am an applicant for the Junior Clerk (Advt. No. 1/2025) examination scheduled on 21st September 2025. I wish to bring to your kind notice that this date clashes with other important state-level exams, namely
1.GPSC Class 1-2 Mains (21st–28th September 2025)
2.GSRTC Helper exam (21st September 2025)
3. Accountant class 3 sports university (21st september)
Since many candidates, including myself, are eligible for multiple exams, this overlap creates genuine difficulty and may force candidates to miss one opportunity.
I therefore request you to kindly consider rescheduling the Junior Clerk exam to another suitable date in the larger interest of all aspirants.
Thank you for your kind consideration.
Regards,
Candidates for the exam of advt. 01/2025
Email address
[email protected]

❤12
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
આધુનિક સમય માં સંબંધો તૂટી જવા પાછળ એક બીજા પ્રત્યે આક્રોશ કારણભૂત નથી હોતો પણ બોરડમ હોય છે. બોરડમ પછી, આક્રોશ, નિરાશા જેવા અનેક પ્રકારના વિચારો અને વર્તનને જન્મ આપે છે. સંબંધોમાં ઈચ્છાઓ અને અપેક્ષાઓ અધૂરી રહી જવાનો સિલસિલો લંબાઈ જાય ત્યારે બોરડમ આવી જાય છે. જરૂરી નથી કે તે ઈચ્છાઓ અને અપેક્ષાઓ ઉચિત અને વ્યવહારુ હોય.
માણસો ઘણીવાર આત્મીયતાને જાળવી રાખવાના કે સહિયારી પ્રગતિ કરવાના પ્રયાસો બંધ કરી દે છે અને પછી અધૂરી ઇચ્છાઓની ફરિયાદો કરતા હોય છે. સંબંધોનો સંતોષ ત્યારે સંભવ બને છે જ્યારે બીજી વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ રાખતા પહેલાં ખુદ તેને લાયક બનીએ. અને લાયક બનવાની પ્રક્રિયા કાયમી અને રોજેરોજની હોય છે. સહિયારો વિકાસ ન કરીએ તો સંબંધમાં બોરડમ અને નિરાશા આવી જાય છે, જે અંત તરફ લઈ જાય છે. સ્થગતિ સંબંધનું પતન છે.
*Happy Morning*

❤8👍3
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
શિસ્ત આરંભે અઘરી હોય છે, અંતે આસાન હોય છે. તન અને મન બંનેની એ તાસીર છે કે તે કોઈ નવી શરૂઆતનો પ્રતિકાર કરે છે. જ્યારે તેને લાગે કે છૂટકો નથી, ત્યારે તે તેને અનુકૂળ થઈ જાય છે. શિસ્ત, ટ્રુથ બ્રશ કરવાની જેમ, એકવાર દિનચર્યાનો હિસ્સો બની જાય પછી તેના વગર મજા ન આવે. બહુ લોકો એવું માને છે કે શિસ્ત સ્વતંત્રતાને સીમિત કરે છે. ઊંધું છે. શિસ્ત જરૂરી અને બિનજરૂરી વચ્ચેની અવ્યવસ્થાને દૂર કરે છે અને જરૂરી બાબતો પર નિયંત્રણ કરવાની સ્વતંત્રતા આપે છે. સ્વતંત્રતા એટલે જે ઈચ્છા હોય તે કરવાની છૂટ, પરંતુ ઇચ્છિત સુધી જવા માટેના રસ્તામાં અનિચ્છિત આડે આવે છે. એ રસ્તો સાફ કરે તે શિસ્ત. આપણી વૃત્તિઓ અને વ્યવહારને શિસ્તબદ્ધ કરીને આપણે આપણી જાતને અંધાધૂંધીમાંથી મુક્ત કરીએ છીએ, અને ઇચ્છિત દિશામાં વાળીએ છીએ. સપનાં અને સિદ્ધિ વચ્ચે શિસ્ત બ્રિજનું કામ કરે છે. ગમે તેવી ટેલેન્ટ હોય, સ્કીલ હોય, મહત્વકાંક્ષા હોય, મોટિવેશન હોય, શિસ્ત વગર એક સીમાથી આગળ જવું સંભવ નથી. શિસ્ત એટલે લાંબા ગાળાના ફાયદા માટે ટૂંકા ગાળાની મજાને જતી કરવી તે.

❤8👍5
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
પ્રત્યેક લાગણીઓ તંદુરસ્ત હોય છે. ક્રોધ, શરમ, ડર કે દોષની લાગણી સુદ્ધાં સ્વસ્થ જ હોય છે.
લાગણીઓ દૂષિત ત્યારે બને છે જ્યારે તે દબાયેલી રહી જાય, અચેતન રહી જાય અને ઉપેક્ષિત રહી જાય. લાગણીઓ સ્વયં ખરાબ નથી હોતી, આપણી પ્રતિક્રિયાઓ તેને તંદુરસ્ત કે દૂષિત બનાવે છે.
ક્રોધ આવવો નૈસર્ગિક છે, પણ તેની ગિરફ્તમાં આવીને આંધળા થઈ જવાને બદલે, "અત્યારે મને ગુસ્સો આવે છે અને તેને પસાર થઈ જવા દેવો પડશે" એવું જો વિચારીએ તો તે એક પાળેલા જાનવરની જેમ ચીસો પાડીને શાંત થઈ જશે.
કથિત રીતે નકારાત્મક લાગણીઓ સાથે વ્યવહાર કરવાનો એક ઉત્તમ ઉપાય એ છે કે તેની સાથે જાતને આઇડેન્ટિફાય નહીં કરવાની ( "હું અને મારી લાગણી બંને અલગ છે" ), અને સહજભાવથી તેનું નિરીક્ષણ કરવું.
આપણે જ્યારે લાગણીઓ સાથે માલિકીભાવ સ્થાપિત કરીએ છીએ ( "આ તો મારી લાગણી છે") ત્યારે તેને બળ મળે છે અને પછી માથે ચઢી જાય છે.
આપણી પાસે હંમેશાં બે વિકલ્પો હોય છે; લાગણીઓનું નિરીક્ષણ કરીને દુઃખી થવું અથવા તેના પર અમલ કરીને તેનું જે પરિણામ આવે તેનાથી દુઃખી થવું.

❤7👍3