Telegram Web Link
તવારીખની તેજછાયા:જરૂરતમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-new-school-experiment-born-out-of-necessity-135256734.html

પ્રકાશ ન. શાહ એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે... ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, બાવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પં. સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે... માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.
માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? 1977-78માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.
બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઈતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા: બાકી, પ્રો. નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત.
અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રો. સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે. વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા: લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી.
કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા.
એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા. દર્શક અને સાથીઓ સંગાથે 1938થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાંય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.
હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા.
સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો. 1977-78ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં- અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપનેય શીખવવાનું ન ભૂલશો.
બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું.
એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ.
ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો... ગામ પોતે જ જાણે કે શાળા!
હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.
આંતરમનના આટાપાટા:દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-housewife-who-does-not-go-to-the-doctor-135256999.html

ડૉ. જય નારાયણ વ્યાસ ‘પ હેલું સુખ એ જાતે નર્યા’. ‘શરીરમાધ્યમ ખલુ ધર્મસાધનમ’ એટલે કે શરીર સ્વસ્થ હશે તો બધાં સાધન સફળ થશે. કોઈપણ કામ પાર પાડવું હોય તો શરીર સુખી જોઈએ, કારણ કે એ જ કાર્યસંપન્ન કરવા પાછળનું વજ્ર જેવું હથિયાર છે. શરીર મજબૂત હોવું જોઈએ, જેથી બીમારી પ્રમાણમાં ઓછી આવે.
શરીર તંદુરસ્ત છે, એવું ક્યારે કહેવાય? રજનીશજીએ આનો જવાબ આપ્યો હોવાનું સ્મરણમાં છે કે, ‘તમારું કોઈ અંગ હયાત છે કે નહીં એ જ્યારે તમને ખબર જ ન પડે ત્યારે એ અંગ બરાબર કામ કરે છે એમ કહેવાય.’ આ દુનિયામાં દુકાન, ઑફિસ, ઘર, સમાજ, સરકાર જેવી ઘણી જગ્યાઓ જે બરાબર કામ કરે છે, એની નોંધ ભાગ્યે જ લેવાય છે. તમે છાપાં જુઓ તો ઉભરાતી ગટરો, રોડના ખાડા, સુરક્ષામાં ચૂક - બધે જે કામ નથી કરતા એમના તરફ ધ્યાન જાય છે.
નબળા હો એટલે તમારે ડૉક્ટર કે વૈદ્ય પાસે જવું પડે. ડોક્ટર વિષે રમૂજમાં કહેવાય છે:
વૈદ્યરાજ નમસ્તુભ્યં યમરાજસહોદર,
યમસ્તુ હરતિ પ્રાણાન્ વૈદ્યો પ્રાણાન્ ધનાનિ ચ.
અર્થાત્ હે વૈદ્યરાજ, યમના ભાઈ, તમને પ્રણામ. યમરાજા તો માત્ર પ્રાણ લઈ જાય પણ આપ તો ધન અને પ્રાણ બંને હરી લો છો. (ડૉક્ટરોએ આ વાત ગંભીરતાથી લેવી નહીં!)
આવો જ અવળચંડો વિચાર આપણા દેશના સિનિયર ફિઝિશિયન અને લિજેન્ડરી ડૉક્ટર એવા ડૉ. બી. એમ. હેગડેને આવેલો. એમણે એક લેખ લખ્યો જેનું ટાઇટલ હતું: ‘અવોઈડ ગોઈંગ ટુ અ ડૉક્ટર, ઈફ યુ કેન.’ આમ તો હેગડેસાહેબ પણ એક સફળ ડૉક્ટર હતા, ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ એમની પાસે આવતા. એટલે આ બધી ‘ભર્યા પેટની ફિલોસોફી છે’ એવું કેટલાક વાંકદેખાઓ કહેવાના.
ડૉ. હેગડેના લેખનો મુખ્ય આશય એવો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોએ ડૉક્ટર પાસે જવાનું ટાળવું જોઈએ અને એને બદલે પોતાની જીવનપદ્ધતિ યોગ્ય રીતે બદલવી જોઈએ. કુદરતી ઔષધિઓ પણ ચાલે. હેગડેસાહેબ કહે છે કે સામાન્ય રીતે વપરાતી કેમિકલ દવાઓ તેમજ ઇન્જેક્શન અને ઑપરેશન ઘણી વાર ફાયદો કરે તેના કરતાં નુકસાન વધુ કરે છે, કારણ કે, ડૉક્ટરી સારવાર પદ્ધતિ મહદ્અંશે રોગનાં ચિહ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી એની સારવાર કરવાનો પ્રયત્ન કરે છે, પણ રોગને મૂળમાંથી મટાડવાનો નહીં.
ખાનપાનની પદ્ધતિઓ, કસરત અને તણાવ ઘટાડવો જેવી કેટલીક ખાસ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ. ડૉ. હેગડે ચેતવણી આપે છે કે, મેડિકલ પ્રોફેશનલ જે ટ્રીટમેન્ટ લખે છે તેમાં એમનું ધ્યાન મળવાપાત્ર નાણાકીય પ્રોત્સાહનલાભો, જરૂરી ન હોય તેવાં વિટામિન અથવા સર્પોર્ટિંગ ડ્રગ્સ લખવા તરફ પ્રેરે છે, તેને કારણે ટ્રીટમેન્ટ મોંઘી બને છે. આપણે સર્વસમાવેશક સારવાર ઉપરાંત રોગપ્રતિરોધક શક્તિ વધારવા અને આરોગ્યની સંભાળ ઉપર ભાર આપવો જોઈએ. તેની સરખામણીમાં રોગ થયા બાદ પ્રતિકારરૂપ ટ્રીટમેન્ટ ઉપર ભાર આપતું મૉડેલ ખર્ચાળ છે.
આયુર્વેદમાં પણ આ પ્રકારની પદ્ધતિ સામાન્ય સારવાર તરીકે આપવામાં આવતી અને મહદ્અંશે કોઈ પણ પ્રકારની આડઅસર વગર વાપરી શકાતી. દા.ત.
‘ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.’
એ જ રીતે ‘રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.’
આવી પદ્ધતિઓ મહદ્અંશે વ્યાયામ, કુદરતી ઉપચારો કે જેની કોઈ આડઅસરો ન હોય અને કેટલાક પ્રતિરોધક ઉપાયો સૂચવે છે. જેવા કેઃ
‘તાવ કહે તૂરિયામાં રહું, ગલકું દેખી ખડખડ હસું; દહીં, મૂળા ને ખાટી છાશ; તેમાં છે અમારો વાસ.’
કે પછી ‘મૂળા, મોગરી ને દહીં, બપોર પછી નહીં.’
આવી અનેક નીવડેલ સ્વાસ્થ્યવર્ધક અને રોગપ્રતિરોધક શક્તિને વધારનાર પદ્ધતિઓ આપણે ત્યાં છે. તકલીફ એ છે કે, સામાન્ય માથું દુઃખતું હોય તો પણ એ દર્દ સહેવાને બદલે ગોળી ગળીને એને તરત મટાડી દેવા વિષે એક વાત એવી પણ છે કે, તમને તાવ આવવાની શરૂઆત થતી હોય કે માથું દુખતું હોય તો ઘણી વાર દર્દશમન માટે ઔષધ લઈ એને દબાવી દેવાથી શરૂઆતના તબક્કે રોગ પકડાવો જોઈએ તે પકડાતો નથી અને વૈદ્ય અથવા ડૉક્ટરને પોતાના નિદાનની કેટલાક અંશે ખૂટતી કડી અનુભવ થકી જોડવાની રહે છે.
આરોગ્યવર્ધક પદ્ધતિઓ ખાસ કરીને તણાવનું નિવારણ અને બેઠાડું જીવનપદ્ધતિ નિવારવા માટે કોઈ ડૉક્ટરની સલાહની કોઈ જરૂર ખરી?
‘ખાકર સો જાવ’નો શું અર્થ નીકળે? મારા જેવા આળસુ માટે ‘જમીને તરત સૂઈ જાવ’ પણ પોતાના આરોગ્ય માટે ચિંતિત હોય એના માટે જમ્યા બાદ તરત જ સૂઈ ના જશો પણ ઓછામાં ઓછા ‘સો ડગલાં ચાલો!!’
તમારે કયો અર્થ કાઢવો તે તમારા ઉપર છોડું છું.
બ્લેક એન્ડ વ્હાઈટ:આવા ‘દોસ્તો’ કરતાં દુશ્મનો સારા!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/enemies-are-better-than-such-friends-135256965.html

થો ડા દિવસો અગાઉ ફિલ્મ સ્ટાર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ મીડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો કે ‘ગોવિંદાની કરીઅર ખતમ થવા પાછળ તેની આજુબાજુમાં ગોઠવાયેલા ખુશામતખોરો (કહો કે ચમચામંડળી) જવાબદાર છે અને ગોવિંદા પોતે પણ એટલો જ જવાબદાર છે.’
સુનિતાએ વ્યથા ઠાલવતાં કહ્યું કે ‘ગોવિંદાની આજુબાજુ ચાર-પાંચ જણા છે જે તેની વાહ વાહ કર્યા કરે છે. એમાં એક મ્યુઝિક ડિરેક્ટર, એક લેખક, એક વકીલ અને ગોવિંદાના સેક્રેટરીનો સમાવેશ થાય છે. આ બધા ગોવિંદાને ગમે એવી જ વાતો કરે છે અને ગોવિંદા વાહ વાહ સાંભળવા માટે જ ટેવાયેલો છે. અગાઉ પણ તેની આજુબાજુ વાહ વાહ કરનારા ચમચાઓ હતા. મને આવી ખોટી પ્રશંસા પસંદ નથી અને હું ગોવિંદાને જે સાચું હોય એ મોઢામોઢ કહી દઉં છું ત્યારે તે અપસેટ થઈ જાય છે. પરંતુ ગોવિંદાની આ કુટેવને કારણે તેની પડતી થઈ છે. હું તેને કહું છું કે ‘તું નેવુંના દાયકામાં નથી જીવતો. અત્યારે 2025નો સમય ચાલી રહ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારી લે. નેટફ્લિક્સ પર અને બધાં ઓટીટી પર કેવું કન્ટેન્ટ આવે છે તે જો’ પરંતુ તેની ખુશામત કરનારાઓ તેને આગળ વધવા દેતા નથી.’
ગોવિંદાની પત્નીએ જે વાત કહી એમાં કશુંક સત્ય તો હશે જ. ગોવિંદાની કારકિર્દીનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે ગોવિંદાની સાથે હંમેશાં અડધો ડઝનથી એક ડઝન ‘દોસ્તો’ ફરતા રહેતા હતા. ગોવિંદા આઉટડોર શૂટિંગ માટે જાય ત્યારે ય તેની સાથે દસથી બાર ‘દોસ્તો’ અચૂક રહેતા. ગોવિંદાએ એકવાર એક પત્રકારને મુલાકાત આપતી વખતે કહ્યું પણ હતું કે ‘હું હોટેલના સ્વીટમાં એકલો ઊંઘી શકતો નથી. જ્યાં સુધી મારા રૂમમાં મિત્રોનો મેળાવડો જામે નહીં ત્યાં સુધી મને સારું નથી લાગતું.’
ગોવિંદા તેના ચમચાઓને ગાઢ મિત્રો અથવા સુખ-દુ:ખના સાથી માનતો હતો અને ઘણીવાર તે એવું જાહેરમાં પણ બોલ્યો છે કે ‘પૈસા તો કોઈ પણ કમાઈ શકે છે, પણ સારા માણસો શોધવાનું કામ બહુ મુશ્કેલ છે અને હું માણસોને પૈસાથી વધુ મહત્ત્વ આપું છું.’ જોકે ગોવિંદાના ખરાબ દિવસો શરૂ થયા એ પછી ગોવિંદાને સમજાઈ ગયું કે તે માણસો અને પૈસાની જે રીતે વાત કરતો હતો એથી તદ્દન વિપરીત વિચારો તેના ‘દોસ્તો’ના હતા! ગોવિંદાની પડતી શરૂ થઈ એ સાથે તેની આજુબાજુ ફરનારી ‘દોસ્તો’ની મંડળી અદૃશ્ય થઈ ગઈ.
ચમચાઓ હવાના રૂખની જેમ કઈ રીતે મોઢાં ફેરવી લે છે એના વિશે ગોવિંદા કરતાં પણ વધુ અનુભવ (અને આઘાતનું પણ!) ભાથું રાજેશ ખન્ના પાસે હતું. રાજેશ ખન્ના હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો તરીકે એકથી દસ સુધીના તમામ નંબર પર ચપ્પટ બેસી ગયા હતા એ વખતે તેમની આજુબાજુ ચમચાઓની મંડળી મધમાખીઓની જેમ બણબણતી રહેતી હતી. રાજેશ ખન્ના ઘરની બહાર નીકળે ત્યારે તેમની કારની આગળપાછળ બીજી અડધો ડઝનથી વધુ કાર દોડતી હતી અને એ તમામ કારમાં રાજેશ ખન્નાના ચમચાઓ પ્રવાસ કરતા હતા અને એ તમામ કારમાં પેટ્રોલ પણ ખન્નાના પૈસે જ પુરાતું હતું!
રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા ત્યારે તેમણે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં, પણ ડિમ્પલનું સ્થાન રાજેશ ખન્નાના ચમચાઓ પછી આવતું હતું. ખન્ના અને ડિમ્પલ કાપડિયા લાંબા સમય સુધી સાથે રહી ન શક્યાં એની પાછળ એક સૌથી મોટું કારણ આ પણ હતું. એક સમય એવો હતો કે રાજેશ ખન્નાના પૈસાથી એક ડઝન માણસો ખાતા-પિતા હતા અને તેમનાં ઘર પણ રાજેશ ખન્નાના પૈસે ચાલતાં હતાં, પણ પછી રાજેશ ખન્નાના દિવસો બદલાઈ ગયા ત્યારે તેમના ચમચાઓ ગાયબ થઈ ગયા હતા.
પછી તો રાજેશ ખન્નાના ઓર ખરાબ દિવસો આવ્યા. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નહાઈધોઈને તેમની પાછળ પડી ગયું અને ‘આશીર્વાદ’ બંગ્લોની નીલામીની નોબત આવી ત્યારે ખન્નાએ મારુતિ એઈટ હન્ડ્રેડ કારમાં ફરવાના દિવસો જોવા પડ્યા. એવા દિવસોમાં તેને સધિયારો આપવા માટે પણ તેના ભવ્ય ભૂતકાળના સાક્ષી (અને લાભાર્થી) બનેલા ચમચાઓમાંથી એક પણ માઈનો લાલ આગળ આવ્યો નહોતો! બોલિવૂડમાં દરેક તબક્કે જુદા જુદા ફિલ્મ સ્ટાર્સ પર ચમચાઓનો પ્રભાવ જોવા મળતો રહ્યો છે. દિલીપકુમાર જેવા અભિનેતા પણ આવા કેટલાક ‘મિત્રો’થી ઘેરાયેલા રહેતા હતા. એમાંના એક મુકરી હતા. દિલીપકુમાર ક્યાંય પણ જાય તો તેમની સાથે મુકરી તો અચૂક હોય જ. મુકરી માટે દિલીપકુમાર સાક્ષાત ભગવાન સમા હતા અને દિલીપકુમાર પણ મુકરીની ‘ભક્તિ’નું વળતર મુકરીને ફિલ્મોમાં રોલ દ્વારા અપાવતા હતા. એક સમયગાળા દરમિયાન દિલીપકુમારની દરેક ફિલ્મમાં મુકરીની ભૂમિકા અચૂક જોવા મળતી.
આ રીતે વર્તમાન સમયમાં પણ કેટલાય ફિલ્મ સ્ટાર ચમચાઓથી ઘેરાયેલા રહે છે. અત્યારના કેટલાક સુપર સ્ટાર્સ પણ તેમની આજુબાજુ ચમચાઓની મંડળી રાખે છે જે તેમને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગોસિપ પહોંચાડતા રહે છે અને તેમની વાહ વાહ કરતા રહે છે.
બોલિવૂડના ફિલ્મ સ્ટાર્સથી માંડીને ગાયકો, સંગીતકારો અને દિગ્દર્શકો વિશે ઘણું બધું લખાતું રહે છે, ટીવી ચેનલ્સ પર અને યુ ટ્યુબ ચેનલ્સ પર કે પૉડકાસ્ટ પર પ્રસારિત થતું રહે છે, પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મહત્ત્વના હિસ્સા સમાન ‘ચમચાઓ’ વિશે ભાગ્યે જ કંઈ લખાય છે.
બોલિવૂડમાં સ્ટાર્સની જેમ તેમના ‘ચમચાઓ’નું પણ ખાસ્સું મહત્ત્વ છે. સફળ હીરોની આજુબાજુ ચમચાઓનું જૂથ જામી જાય છે અને એ ચમચાઓની અસર એટલી બધી હોય છે કે તેમને કારણે ફિલ્મ સ્ટાર્સની કરીઅરની ગાડી એક્સપ્રેસ વે પરથી ક્યારેક સીધી ખાઈમાં ખાબકી પડે એવા અનેક કિસ્સાઓ બન્યા છે. અગાઉના સમયના અનેક ફિલ્મ સ્ટાર્સ ઘણી વાર કોઈ ચમચાઓને કારણે ફિલ્મ છોડી દેતા તો વળી ક્યારેક કોઈ હીરો તેના ચમચા પર મહેરબાન થઈ જાય તો તેને સીધો ફિલ્મ દિગ્દર્શક કે ફિલ્મ પ્રોડ્યુસર બનાવી દેતો.
જોકે વર્તમાન સમયના કેટલાક સ્માર્ટ (કે ખંધા) ફિલ્મ સ્ટાર્સ એ ચમચા મંડળીને ચમચાગિરી પૂરતા જ અને તેમની પાસેથી વાતો જાણવા માટે જ પોતાની આજુબાજુ રાખે છે. તેમની ફિલ્મમાં કામ નથી કરતા!
સાયબર સિક્યુરિટી:એપ પરમિશન: તમારી જાણ બહાર જાસૂસી કરતો ચોર!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/app-permissions-a-thief-spying-on-you-without-your-knowledge-135256958.html

કેવલ ઉમરેટિયા ​​​​​​​ ત મે તમારા ફોનમાં એક ‘કેલેન્ડર’ની એપ ડાઉનલોડ કરી, પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આ એપને તમારું ‘લોકેશન’ (જગ્યા) જાણવાની અથવા તમારા ‘કોન્ટેક્ટ્સ’ (સંપર્ક સૂચિ) જોવાની શું જરૂર છે? કદાચ નહીં!
આ એપ્સ આપણું જીવન સરળ બનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે ઘણી એપ્સ તમારો ડેટા ચોરી કરી શકે છે. વળી એ પણ તમારી પરમિશન સાથે. એપને પરમિશનની શું જરૂર છે?
જ્યારે તમે કોઈ નવી એપ ડાઉનલોડ કરો છો, ત્યારે તે તમારી પાસેથી કેટલીક ‘પરમિશન્સ’ માંગે છે. જેમ કે:
કેમેરા: ફોટો ખેંચવા અથવા વીડિયો બનાવવા માટે. (જેમ કે WhatsApp, Instagram)
માઇક્રોફોન: અવાજ રેકોર્ડ કરવા અથવા વીડિયો કોલ માટે. (જેમ કે WhatsApp, Google Meet, Voice Recorder)
લોકેશન: તમારી જગ્યાનો પતો લગાવવા માટે. (જેમ કે Google Maps, Swiggy)
કોન્ટેક્ટ્સ: તમારી ફોનબુક જોવા માટે. (જેમ કે Truecaller, WhatsApp)
સ્ટોરેજ: ફોનમાં ફોટો, વીડિયો અથવા ફાઈલ સેવ કરવા માટે. (જેમ કે Photo Editor, File Manager)
SMS: મેસેજ વાંચવા અથવા મોકલવા માટે. (જેમ કે Banking Apps, OTP verification)
કોલ લોગ્સ: તમારી કોલ હિસ્ટ્રી જોવા માટે. (જેમ કે Call Blocker apps)
જે તે એપ બરાબર કામ કરે તે માટે આ બધી પરમિશન્સ જરૂરી હોય છે. જેમ કે, જો Google Mapsને તમારી લોકેશન નહીં ખબર હોય, તો તે તમને રસ્તો કેવી રીતે બતાવશે?
પણ અસલી ખેલ ક્યાં છે?
ખતરો ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ એપ તમારી પાસેથી એવી પરમિશન માંગે છે, જેની તેને જરૂર જ નથી. જેમ કે એક ગેમ એપ તમારી પાસેથી તમારા ‘કોન્ટેક્ટ્સ’ની પરમિશન શા માટે માંગશે? ગેમની એપ ને કોન્ટેક્ટ સાથે શું સંબંધ? એક ફોટો એડિટર એપને તમારા ‘SMS’ અથવા ‘કોલ લોગ્સ’ જોવાની પરમિશન શા માટે જોઈએ? એક કેલેન્ડરની એપને તમારી ‘લોકેશન’ની શું જરૂર?
આવી પરમિશન્સ માંગવી ઘણીવાર એ વાતનો સંકેત હોય છે કે એપ તમારા ડેટાને એકત્રિત કરીને કોઈ બીજાને વેચી શકે છે, અથવા તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. ઘણીવાર આ એપ્સ તમારા બેંક OTP પણ વાંચી શકે છે, જે ખૂબ જ ખતરનાક છે. કેવી રીતે બચી શકો?
સારી વાત એ છે કે તમારા સ્માર્ટફોનમાં જ આનાથી બચવાના સેટિંગ્સ છે, જેનાથી તમે તમારી માહિતીને સુરક્ષિત રાખી શકો છો. Android યુઝર્સ માટે:
તમારા ફોનના ‘Settings’ માં જાઓ.
‘Apps’ અથવા ‘Apps notifications’ પર ક્લિક કરો.
હવે ‘Permission manager’ અથવા ‘App Permissions’ પર ક્લિક કરો.
અહીં તમને ‘લોકેશન’, ‘કેમેરા’, ‘માઇક્રોફોન’ જેવી પરમિશન્સની યાદી દેખાશે. કોઈ પણ એક પર ક્લિક કરો.
હવે તમને તે એપ્સની યાદી દેખાશે, જેમની પાસે તે પરમિશનનો એક્સેસ છે. ઉદાહરણ તરીકે, ‘લોકેશન’ પર ટેપ કરવાથી તે બધી એપ્સની યાદી દેખાશે, જે તમારી લોકેશનનો ઉપયોગ કરી શકે છે.
કોઈ પણ શંકાસ્પદ એપ પર ક્લિક કરો અને તેની પરમિશનને ‘Don’t allow’ અથવા ‘Ask every time’ પર સેટ કરી દો.
iOS (iPhone) યુઝર્સ માટે:
તમારા iPhoneના ‘Settings’ માં જાઓ.
‘Privacy Security’ પર ક્લિક કરો.
તમને ‘Location Services’ , ‘Camera’), ‘Microphone’ (માઇક્રોફોન), ‘Contacts’ જેવી પરમિશન્સની યાદી દેખાશે.
જે પરમિશનને તમે મેનેજ કરવા માંગો છો, તેના પર ક્લિક કરો.
હવે તમને તે એપ્સની યાદી દેખાશે, જે તે પરમિશનનો ઉપયોગ કરે છે. તમે દરેક એપ માટે એક્સેસને ‘Never’ , ‘Ask Next Time or When I Share’ અથવા ‘While Using the App’ પર સેટ કરી શકો છો.
આ સિવાય કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેના ‘રિવ્યુઝ’ જરૂર વાંચો. જો એપ ખૂબ જ ઓછી જાણીતી છે અથવા તેને ખૂબ ખરાબ રેટિંગ મળ્યું છે, તો સાવધાન રહો.
દર થોડા મહિનામાં તમારી એપ્સની પરમિશન્સને ફરીથી તપાસતા રહો. તો આજે જ તમારા ફોનની સેટિંગ્સમાં જાઓ અને ‘એપ પરમિશન્સ’ ચેક કરો! તમારી પ્રાઈવસી તમારા હાથમાં છે!
ઈમિગ્રેશન:શું અમેરિકાનું ગ્રીનકાર્ડ કેન્સલ થઈ શકે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-a-us-green-card-be-canceled-135256920.html

રમેશ રાવલ સવાલ: મારી પત્ની અમેરિકા ગઈ છે. તે થોડો સમય અમેરિકા તેના મામાને ત્યાં રહેશે. તો અત્યારે જે નવો નિયમ આવ્યો છે કે એક મહિનામાં ત્યાંનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે? તો શું આવું કરવું પડે?- મુકુંદ પટેલ, અમદાવાદ
જવાબ: તમે પત્રમાં સ્પષ્ટતા કરી નથી કે તમારા પત્ની અમેરિકાના વિઝિટર વિઝા ઉપર ગયાં છે કે ઈમિગ્રન્ટ વિઝા એટલે કે ગ્રીનકાર્ડના આધારે ગયાં છે. તેથી સ્પષ્ટપણે તમને અભિપ્રાય આપવો શક્ય નથી. તેમ છતાં જો વિઝિટર વિઝા ઉપર ગયાં હોય તો I-94 અર્થાત્, અમેરિકામાં એરાઈવલ અને ડિપાર્ચરનો રેકર્ડ કહેવાય છે, જે તમે C.B.P. એટલે કે યુએસની custom and broder protectionની વેબસાઈટ ઉપરથી મેળવીને સાથે રાખવો જરૂરી છે, જેથી રજીસ્ટ્રેશનની જરૂર નથી. આ સિવાય નોન ઈમિગ્રન્ટ્સ કે ઈમિગ્રન્ટ્સે ત્યાંના એરપોર્ટ ઉપર અધિકારીને પૂછી શકાય. જો વિઝિટર વિઝા હોય તો પત્નીએ I-94 અમેરિકામાં સાથે રાખવું જોઈએ કે નહીં.
સવાલ: મારી સિસ્ટરે અમારા માટે F-4ની પિટિશન 2007માં ફાઈલ કરી છે, જેના એક લેટરમાં એવું લખ્યું છે કે હમણાં કોઈ પ્રોપર્ટી વેચવી નહીં. અમારી બંનેની ઉંમર 70 વર્ષની છે. તો અમારી ફાઈલ ક્યારે ઓપન થશે?- ઉષા દવે, અમદાવાદ
જવાબ: તમારી ફાઈલનો એપ્રૂવલ લેટર આવી પછી જ વધુ માહિતી આપી શકાય. તેમ છતાં આશરે બે વર્ષ પછી ઈન્ટરવ્યૂ લેટર આવી ગયા પછી અથવા N.V.C.માંથી વધુ માહિતી માગી શકો છો. તમારી ઉંમર જોતા અમેરિકામાં સેટલ થવું અઘરું છે. તેના કરતાં વિઝિટર વિઝા દ્વારા સક્ષમ હો તો જ ટ્રાવેલ કરાય.
સવાલ: હું કેનેડામાં કામ કરું છું. મારા પપ્પા અમદાવાદમાં રહે છે. મારા પપ્પા અને મારા પાસપોર્ટમાં સ્પેલિંગના નામમાં ભૂલ છે. તો મારે પહેલા મારા પપ્પાના પાસપોર્ટમાં સુધારો કરાવ્યા પછી જ મારા પાસપોર્ટમાં સુધારો કરાવવો જોઈએ?- સોહમ પટેલ, કેનેડા
જવાબ: હા. પહેલાં પપ્પાના પાસપોર્ટમાં સુધારો કરાવ્યા પછી તેના આધારે તમારા પાસપોર્ટમાં સુધારો કરી શકાય.
સવાલ: મારા પુત્રના અમેરિકન સિટીઝન છોકરી સાથે કોર્ટ મેરેજ ઈન્ડિયામાં કરવા હોય તો શું કરવું જોઈએ?- એક વાચક, વડોદરા
જવાબ: હિંદુ મેરેજ એક્ટ અન્વયે લગ્નની વિધિ પ્રમાણે જ ઈન્ડિયામાં લગ્ન કરવા જોઈએ. કોર્ટ દ્વારા લગ્ન થતા નથી, પરંતુ લગ્નને રજીસ્ટર કરાવવા પડે. આ સિવાયના પેપર મેરેજ કાયદેસર નથી. કેટલાંક લગ્ન અને ડિવોર્સ સ્ટેમ્પ પેપર ઉપર અને એફિડેવિટ દ્વારા કરે છે તે કાયદા વિરુદ્ધ હોવાથી તેને ઈમિગ્રન્ટ એક્ટ અનુસાર માન્ય રખાતા નથી.
સવાલ: મને 2023માં અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે. મારું ગ્રીનકાર્ડ ક્યારે રદ થાય?- જમીન પટેલ, વડોદરા
જવાબ: અમેરિકાના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ (1) ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય (2) લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેતી હોય (3) અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની બહાર રહેતી હોય અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે તે ખતરો હોય કે વિઝાનો દુરુપયોગ કરતી હોય વગેરે. હાલના નિયમો પ્રમાણે તેની પિટિશન કે ઈમિગ્રન્ટ વિઝા અરજીમાં ગ્રીનકાર્ડ માટે છેતરપિંડી અર્થાત્ ખોટી માહિતી આપી હોય વગેરે કારણોસર ગ્રીનકાર્ડ તેવી વ્યક્તિનું રદ કે કેન્સલ થઈ શકે છે.
સવાલ: મેં મારી પત્ની સાથે એક એજન્ટને અમેરિકાના વિઝિટર વિઝા માટે જણાવ્યું અને તે એજન્ટને મેં રૂપિયા 26,880 આપ્યા, પરંતુ તે એજન્ટે મને એવું કહ્યું છે કે અમારી અરજી હોલ્ડ ઉપર છે. તેથી તે પૈસા પાછા આપી દેવા કહ્યું. મારે જાણવું છે કે હું મારી રીતે વિઝિટર વિઝા માટે એપ્લાય કરી શકું?
- સિદ્ધાર્થ ચંદારાણા, અમદાવાદ
જવાબ: તમે જણાવ્યું નથી કે તમારી અરજી કયા કારણસર હોલ્ડ ઉપર છે. તમે પૂરી વિગતો જણાવો એ પછી જ જવાબ આપી શકાય. જો કોઈ નેગેટિવ કારણ ન હોય તો તમે જાતે જ એપ્લાય કરી શકો છો.
સવાલ: મને 2015માં અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા પછી અમે બે વાર અમેરિકા વિઝિટ કરી ત્યારે બીજી વખતે બેબી ગર્લનો અમેરિકામાં જન્મ થયો છે. મારા અમેરિકન સિટીઝનમાં મારી સિસ્ટરે 2012માં અમારી પિટિશન ફાઈલ કરેલી છે. ત્યાર પછી ઈન્ડિયામાં અમારા બીજા પુત્રનો જન્મ થયો છે. તેથી અમારા
વિઝિટર વિઝા માટે એપ્લાય કરતા તે અરજી રિજેક્ટ થઈ છે. તો શું કરવું?
- રાહુલ જોષી
જવાબ: હવે તમને ફરીથી વિઝા મળવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે તમારો આશય તમારી પુત્રીનો જન્મ અમેરિકામાં થાય તેથી તેને બાય બર્થ ઈન યુ.એસ.એ.ની સિટીઝનશિપ મળ‌ે તેવો પ્રયત્ન કર્યો હોય તેવું ઓફિસરે અનુમાન કર્યું હોવું જોઈએ. એટલા માટે જ તમારી અરજી રિજેક્ટ થઈ હોય તેવું હું માનું છું. હાલમાં આ રીતે બર્થ દ્વારા સિટીઝનશિપ મેળવવા માટેના પ્રયાસને બંધ કરવાની ગતિવિધિ ચાલે છે.
દેશી ઓઠાં:ખીર કેવી હોય?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-is-the-pudding-135256933.html

અરવિંદ બારોટ ઠીકઠીક મોટું કહેવાય એવું સુખપુર ગામ. આખું ગામ સુખના ઓડકાર ખાય છે. એમાં બે જણ જનમ દુખિયા છે. એક ભલો ને બીજો ભીખો. ભલો જનમથી જ અંધાપો લઈને આવેલો. નોધારો ને આંખ્યું વગરનો ભલો રખડતો- રઝળતો સુખપુરમાં આવી ચડ્યો. ગામનાં લોકો ખૂબ ભલાં એટલે આંય ટકી ગ્યો.
ભીખાની કથનીય કઠણ છે. જનમતાં જ મા મરી ગઈ. બાપે નવી કરી. દાદીએ સાચવ્યો. પણ, સાતેક વરસના ભીખાનો ડાબો હાથ ગાડાના પૈડામાં ચગદાઈ ગ્યો. ને બે વરહ પછી દાદીએ મોટું ગામતરું કર્યું. સાવકી માના ત્રાસથી હારીને ભીખાએ ઘર મેલ્યું, ફરતો ફરતો સુખપુર ગામમાં આવ્યો. ભલા અને ભીખાની ભાઈબંધી જામી. બેય સમદુખિયા.
ભલો ગામના ચોકમાં રામસાગર વગાડીને ભજન ગાય છે. જે મળે તેમાં સંતોષ માને છે. ભીખો મંદિરના પગથિયે બેસીને ભીખ માગે છે. ઘણાં ધરમી અને દયાળુ લોકો વાર-તે’વારે સારું સારું ખાવાનું આપે એમાંથી ભીખો પોતે થોડુંક ખાઈને થોડુંક પોતાના ભાઈબંધ ભલા માટે લઈ જાય.
એક દી રોંઢા ટાણે ભીખો ભલા પાંહે આવીને વીલા મોઢે વાત કરે છે: ‘ભલા! આજ તો દામોદર શેઠના બાપાનું સરાદ હતું તે શેઠ ને શેઠાણી ખીરનાં તપેલાં ને પૂરીના સૂંડલા ભરીને આવ્યાં તાં. અમને બધાં ભિખારીને પેટ ભરીને જમાડ્યાં. હું તારા સારુ આખો પડિયો ભરીને ખીર લાવતો ‘તો. પણ,મારે તો એક જ હાથ! પડિયો પકડવો ફાવે નહીં! એમાં હાલતાં હાલતાં મને ઠેસ આવી, ને હું ઊંધે કાંધ પડ્યો. ખીરનો પડિયો ઢોળાઈ ગ્યો. આજ પેલી વાર તને મેલીને મેં મીઠી ચીજ ખાધી! પણ,ભાઈ ભલા! ખીરના સવાદની તો શું વાત કરું! આહાહા! આવી મીઠાશ તો જિંદગીમાં ચાખી નથી!’
‘તે હેં ભીખા! ખીર દેખાવમાં કેવી હોય?’ ‘ખીર ધોળી હોય, એકદમ સફેદ!’ ‘ધોળી એટલે કેવી?’ ‘બગલા જેવી!’
‘બગલો કેવો હોય?’
ભીખાએ પોતાના હાથને બગલાના આકાર જેવો બનાવીને ભલાને બતાવ્યો. ભલાએ ભીખાના હાથના આકારને અડીને જોયો.
‘અરે, ભીખા! આવી વાંકીચૂકી ને ધોકા જેવી ખીર કેમ ગળે ઊતરે! આવું તે ખવાતું હશે!’
ભીખાની આંખ ભીની થઈ.
સહજ સંવાદ:ભારતીય ક્રાંતિકારોના રહસ્યમય મૃત્યુ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/mysterious-deaths-of-indian-revolutionaries-135256634.html

બં કિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું હતું કે આ એક એવા હતભાગી દેશની મધુર છતાં કરુણ કહાણી છે, જ્યાં સ્વાધીનતાને ચાહવાનો અર્થ થાય છે, હુતાત્મા બનવું!
એક બીજી કરુણતા એ છે કે વિસ્મૃતિનો અભિશાપ આપણી ખાસિયત છે. કેટલાક જ મહાનાયકોને આપણે યાદ કરીએ છીએ, જન્મજયંતી ઊજવીએ છીએ, પૂતળાં ઊભાં કરીને હારતોરા કરીએ છીએ. પાઠ્યપુસ્તકોનાં પાનાં પર તેમની વિગતોની ભરમાર હોય છે. રસ્તાઓ, સંસ્થાઓ, ગલીઓ, ભવનો તેમના નામની તખ્તી સાથે ઊભાં છે.
તમે યતીન્દ્રનાથ દાસનું નામ તો ક્યાંકને ક્યાંક સાંભળ્યું હશે. સરદાર ભગતસિંહને તેમણે ક્રાંતિની દીક્ષા આપી હતી અને ક્રાંતિકારો ગુનાખોર નહોતા, સ્વતંત્રતાની વૈચારિક લડાઈના યોદ્ધા હતા. એસેમ્બલી અને લાહોર મુકદ્દમામાં જેમનો ફાંસીનો તખ્તો તૈયાર હતો, આંદામાનની કાળકોટડીની સજાઓનો ફેંસલો બ્રિટિશ સત્તાના દિમાગમાં નક્કી હતો, લાહોર જેલમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ સહિત અનેકોને રાખવામાં અસામાજિક તત્ત્વોની જેમ રાખવામાં આવ્યા. ખરાબ ભોજન, ગંદી જેલ કોટડીઓ, હાથ પગની બેડીઓ.... આ બધો જુલમ એટલા માટે પણ કરવામાં આવતો કે તેઓ માફી માંગી લે અથવા પાગલ બની જાય અને આપઘાત કરી લે. આંદામાન સહિત અનેક જગ્યાએ આવું બન્યું હતું.
પણ અહીં તે શક્ય બન્યું નહીં. કેદી તરીકેના અધિકાર માટે જેલના આઈ. જી.ને પત્ર લખવામાં આવ્યો. જુલાઇ 1929ના ભૂખ હડતાળ શરૂ થઈ. જેલના અધિકારીઓએ બળજબરીથી પેટમાં રબરની નળી નાખીને ખવડાવવાની કોશિશ સફળ થઈ નહીં. કહેવા પૂરતી તપાસ સમિતિ નિયુક્ત થઈ, એસેમ્બલીમાં બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણાએ બ્રિટિશ હકૂમત સામે ગુસ્સો વ્યક્ત કર્યો. 63 દિવસ સુધી યતીન્દ્રનાથે અનશન કર્યા, સાચા અર્થમાં આજીવન કે આમરણ અનશનની આ ઘટના.
કોલકાતામાં તેમની અંતિમ વિદાયમાં સુભાષચંદ્ર બોઝ સહિત 5 લાખ લોકો સામેલ થયાં. મલવિન્દરજીત સિંહ વડાઈચના ભગતસિંહ વિશેના સૌથી પ્રમાણભૂત દસ્તાવેજી પુસ્તકમાં નોંધે છે કે ગાંધીજી આગ્રામાં હોવા છતાં શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા નહિ તેનાથી ચંદ્રશેખર આઝાદ ગુસ્સામાં આવ્યા. 17 ઓક્ટોબર, 1929ના યંગ ઈન્ડિયામાં તેમણે પોતાની ચુપકીદીને વાજબી ગણાવી.
આવા મરણિયા શહીદોની સંખ્યા કેટલી હશે? 11 ભગતસિંહને ફાંસી મળી હતી. વિષ્ણુ ગણેશ પિંગળે, સોહાણસિંહ ભાકના , કાશીરામ, તારકનાથ દાસ, વી. વી. એસ અય્યર, ચંપક રમણ પિલ્લાઈ, સોહનલાલ પાઠક, માસ્ટર દા સૂર્યસેન, નલિની બાગચી, તારીની મજૂમદાર, ગોપી મોહન સાહા, સીતારામ રાજુ, ઇંદુભૂષણ રાય, રામરખા, જ્યોતિષ ચનર પાલ...
આ ઉપરાંત અનંત હરિ મિત્ર, પ્રમોદરંજન મિત્ર, ભગવતી ચરણ વોહરા, દુર્ગા ભાભી, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહીરી, અમરેન્દ્ર નાંદી, પ્રફુલ્લ ચકી, શાલીગ્રામ શુક્લ, બટુકેશ્વર દત્તા, શિવ વર્મા, વીણા દાસ, બારીન્દ્ર ઘોષ, દામોદર હરિ ચાપેકર, બાળકૃષ્ણ ચાપેકર, રાજા મહેન્દ્રપ્રતાપ, બળવંત સિંઘ, હઝારા સિંઘ, મદન સિંઘ, ગુરૂમુખ સિંઘ, નિધાન સિંઘ, મહાદેવ આબાજી, વૈંકુઠ આચાર્ય, કાલિદાસ રાય, ગોપેન્દ્રનાથ બેનરજી.... આ તો થોડાંક જ નામો છે, જેમને ફાંસી મળી. આજીવન કેદ સાથે કાલા પાણીની સજા.
આઝાદ હિન્દ ફોજના 23000 સૈનિકો માર્યા ગયા હતા, તેવું જી. ડી. બક્ષીના પુસ્તકમાં છે. ગદર આંદોલનમાં પંજાબના દરેક ગામમાંથી એક શહીદ થયો છે. નૌસેના વિપ્લવમાં તો મુંબઈના રસ્તા પર નીકળેલા જુલૂસમાં અનેક ગુજરાતીઓ ગોળીબારમાં માર્યા ગયા હતા.
કોઈને મરવાનો શોખ નહોતો, પણ દેશ માટે મરી જવું એવો નિશ્ચય, આવી સંખ્યા 1857થી 1945 સુધીના જંગના હુતાત્માઓની ગણવામાં આવે તો છ લાખથી વધુ થવા જાય છે. મુસીબત ત્યાં આવી કે આપણે સ્મૃતિ જાળવવામાં પણ એક તરફી થઈ ગયાં! જાણે કે અસહયોગ અને સત્યાગ્રહોથી જ આઝાદી મળી છે!
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો મોટો અધ્યાય વિદેશોમાં ચાલેલી ચળવળનો છે. સ્વાભાવિક રીતે તેમ સશસ્ત્ર સંગ્રામનો મહિમા હતો. ઈંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઈજિપ્ત, રશિયા, જાપાન, બર્મા, અફઘાનિસ્તાન અને બીજા દેશો સુધી આ સંઘર્ષ વિસ્તર્યો હતો. કેટલાક દેશો, જેમ કે જર્મની, જાપાન, વગેરેએ ટેકો આપ્યો અને બે વિશ્વયુદ્ધો દરમિયાન ભારતીય ક્રાંતિને સમર્થન મળ્યું.
લંડનમાં ઈન્ડિયા હાઉસ, અમેરિકામાં ઈન્ડિયા હાઉસ, જર્મનીમાં બર્લિન સમિતિ, સાનફ્રાન્સિસ્કોમાં યુગાંતર આશ્રમ, અફઘાનિસ્તાનમાં આઝાદ હિન્દ સરકાર, ટોકિયો અને રંગૂનમાં આઝાદ હિન્દ સરકાર અને ફૌજ, આ બધા સમર્થ પ્રયાસો હતા, પણ તેની આછડતી નોંધ લઈને આપણાં પાઠ્યપુસ્તકો સંતોષનો ઓડકાર ખાઈ લે છે. અરે, બાંગ્લાદેશમાં ચટગાંવ, જલાલાબાદ, ઢાકામાં માસ્ટર સૂર્યસેન અને તેની ઇન્ડિયન રિપબ્લિકન આર્મીએ બ્રિટિશરોને બે વર્ષ સુધી બેચેન બનાવી મૂક્યા હતા.
વિદેશોમાં મોતને ભેટેલાનો કોઈ ઇતિહાસ આપણી પાસે નથી, પણ એકાદ હજારથી વધુ ત્યાં પકડાયા, કેસ ચાલ્યા, યુદ્ધ કર્યું, અને હુતાત્મા થયા. થોડાંક એવાં નામો, જે ક્રાંતિનાયકો જલાવતન જ રહ્યા અને ત્યા રહસ્યમય મૃત્યુ પામ્યા.
વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય (સરોજિની નાયડુનો હોનહાર ભાઈ) રશિયાની સાઇબેરિયા જેલમાં ગોળીથી ઠાર મારવામાં આવ્યો હતો, એવો જ આપણા અમદાવાદમાં જેનું બાળપણ વીત્યું હતું તેવો અવની મુખર્જી પણ રશિયામાં ગોળી દેવામાં આવ્યો, કારણ કે તેઓ સામ્યવાદી બનવાને બદલે ભારતીય રાષ્ટ્રવાદી રહ્યાં, યુગાંતરના લાલા હરદયાળ, તારકનાથ દાસ, રાસબિહારી બોઝ, મદનલાલ ધિંગરા, ઉધમસિંહ વગેરે અનેક ક્રાંતિ નાયકો વિદેશોમાં મૃત્યુ પામ્યા. સુભાષચંદ્ર બોઝના પણ રહસ્ય મૃત્યુને હજુ સુધી ઉકેલી શકવામાં તમામ સરકારો નિષ્ફળ પુરવાર થઈ છે.
ડૉક્ટરની ડાયરી:તોફાન ક્યાં જગતનાં અને ક્યાં અમે ‘મરીઝ’, દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/where-is-the-storm-of-the-world-and-where-are-we-the-maris-the-strength-of-the-sea-has-been-exhausted-at-the-helm-135256895.html

ગો વાની સરકારી મેડિકલ કોલેજના કેઝ્યુઅલ્ટી વિભાગમાં એક પેશન્ટે વિટામિન બી-કોમ્પ્લેક્સનું ઈન્જેક્શન આપવા માટે ડોક્ટરને કહ્યું. ફરજ પરના ડોક્ટરે ના પાડી દીધી. મામલો બિચક્યો. પેશન્ટની પહોંચ આરોગ્યમંત્રી સુધી હતી. મંત્રી સ્વયં ઘટનાસ્થળ પર પહોંચી ગયા. સી.એમ.ઓ. ડો. રુદ્રેશ કુર્ટિકરને હોઠ ખોલવા દેવાની તક આપ્યા વગર સત્તાનો રૂઆબ ઝાડીને, હાથ નીચેના ડોક્ટરો, નર્સ બહેનો, વોડબોય્ઝ અને આયા બહેનોની હાજરીમાં એ રીતે જલીલ કર્યા જે ભાષામાં આપણે ફૂટપાથ પર બેઠેલા ભિખારીને પણ ન કરી શકીએ.
હેલ્થ મિનિસ્ટર તો એમના સંસ્કારોની ઊલટી કરીને, ડો. રુદ્રેશને તત્કાલ ફરજમાંથી સસ્પેન્ડ કરીને રવાના થઈ ગયા. પછી માત્ર ગોવાના જ નહીં, પણ ભારતભરના ડોક્ટરો આ ઊંચી ખુરશીની નીચી હરકતથી સંગઠિત બનીને બહાર આવ્યા. મંત્રીએ ડરીને ઝૂકી જવું પડ્યું. વિશ્વજીત રાણે (આરોગ્યમંત્રી, ગોવા)એ સોશિયલ મીડિયા પર ડો. રુદ્રેશની માફી માગી છે. મુખ્યમંત્રી સાવંતે તો પ્રથમથી જ ડો. રુદ્રેશને સસ્પેન્ડ કરવાની ના પાડી દીધી હતી.
સરકાર અને જનતા વચ્ચેની આવી ઘટના પહેલી નથી અને છેલ્લી પણ નહીં હોય. 40-45 વર્ષ થઈ પહેલાં ગુજરાત રાજ્યના એક મંત્રીએ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરને લાફો મારી દીધો હતો. એ પછી પણ સંસ્કારી મંત્રી વારંવાર ચૂંટાતા રહ્યા હતા. આપણને આવી ઝપાઝપીઓ સાથે નિસ્બત નથી. લોકો એવું પૂછે છે કે ફરજ પરના ડોક્ટરે વિટામિનનું ઈન્જેક્શન આપી દીધું હોત તો મામલો આટલે સુધી પહોંચ્યો ન હોત ને? વાંક ડોક્ટરનો ન ગણાય?
આજથી 46 વર્ષ પહેલાં આ પ્રશ્ન મને પણ થયો હતો. 1979નું વર્ષ હતું. અમદાવાદની પ્રખ્યાત વી. એસ. હોસ્પિટલ. ત્યાંનો ગાયનેક વિભાગ. એના ગ્રાઉન્ડ ફ્લોર પર દાખલ થતાં જ જમણા હાથે ઈમરજન્સી ઈન્ડોર કેસપેપર કાઢવાનું કાઉન્ટર. પછી લાંબી કોરિડોર અને છેલ્લે લેબર રૂમ્સ. એક સાથે, ચાર મોટા ઓરડાઓમાં વીસેક સ્ત્રીઓની સુવાવડો થઈ શકે એવી સુંદર વ્યવસ્થા. કોરિડોરમાં સિસ્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ માટે બેસવાની ખુરશીઓ તથા ટેબલ.
બપોરના ત્રણ વાગ્યા હતા. તે દિવસે લેબર રૂમમાં મારી ઈમરજન્સી ડ્યૂટી લાગી હતી. મંજુલા સિસ્ટર સાથે જ ડ્યૂટી પર હતાં. અનુભવી અને કોઠાસૂઝ ધરાવતાં નર્સબહેન. અમે અમારી ફરજ બજાવી રહ્યાં હતાં, ત્યાં લાંબી કોરિડોરમાં સામેથી ચાલી આવતી એક વીસેક વર્ષની યુવતી નજરે ચડી.
યુવતી કેટલી ખૂબસૂરત હતી એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી, ખુદ મંજુલા સિસ્ટર બોલી ઊઠ્યાં, ‘આ ભૂલી પડી ગઈ હોય એવું લાગે છે. અહીં કેવી રીતે આવી ગઈ? એણે તો બ્યુટી કોન્ટેસ્ટમાં જવું જોઈએ.’
યુવતીએ મારી પાસે આવીને કોન્વેન્ટ ઈંગ્લિશમાં કહ્યું, ‘હાય, આઈ એમ નિહારિકા. આઈ એમ ડોટર ઓફ...’ એણે પિતાનું નામ , અટક જણાવ્યાં. એના પપ્પા તે સમયે ગુજરાતના ખૂબ મોટા, જાણીતા અને વગદાર ગવર્નમેન્ટ ઓફિસર હતા.
મેં એના જેવી જ શાલીનતાથી પૂછ્યું, ‘બોલો, શા માટે આવ્યાં છો?’
નિહારિકાએ પર્સમાંથી એક ઈન્જેક્શનની એમ્પ્યુલ (કાચની બંધ નળી જેવી શીશી જેને તોડીને કમ્પાઉન્ડર અથવા નર્સ સિરિંજમાં એની અંદરનું પ્રવાહી ખેંચે છે.) કાઢીને ટેબલ પર મૂકી દીધી, ‘ડોક્ટર, મારે તમારી મદદની જરૂર છે. તમે આ ઈન્જેક્શન મને મારી આપશો?’
ઈન્જેક્શનનું લાલ પ્રવાહી જોઈને દૂરથી જ મને ખ્યાલ આવી ગયો હતો, હાથમાં લઈને નામ વાંચ્યા પછી ખાતરી થઈ કે એ એક જાણીતી મલ્ટિનેશનલ ફાર્મા કંપનીનું મલ્ટી-વિટામિન્સનું ઈન્જેક્શન હતું.
‘તમારે આ ઈન્જેક્શન લેવાની જરૂર શા માટે છે?’ મેં સહજ પ્રશ્ન પૂ્છ્યો.
એની આંખોમાં આત્મવિશ્વાસ છલકાયો, ‘બે મહિના પછી હું મિસ ઈન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા જવાની છું. બટ યુ નો વ્હોટ, ડોક્ટર, મારા ગાલ પર આ એક પિમ્પલ થયો છે. એ મારે મટાડવો જ જોઈશે. મારા ફેમિલી ફિઝિશિયને મને આવાં પાંચ ઈન્જેક્શન્સ લેવાની સલાહ આપી છે. બીજી મેડિસિન્સ પણ લખી આપી છે.’
‘તમે અહીં શા માટે આવ્યાં? તમારા ડોક્ટર પાસે જ કેમ ન ગયાં?’ ‘મારા ડોક્ટર પંદર દિવસ માટે બહાર ગયા છે. એટલે હું અહીં આવી. ડોક્ટર, વિલ યુ પ્લીઝ હેલ્પ મી?’ એના અવાજમાં જે માદકતા છલકાતી હતી એ જોઈને ભાગ્યે જ કોઈ ડોક્ટર ના પાડે.
મેં ઈન્જેક્શન મંજુલા સિસ્ટર તરફ ધર્યું, ‘સિસ્ટર, આ બહેનને ઈન્ટ્રામસ્ક્યુલર આપી દો.’
સિસ્ટરે મારી ધારણાની વિરુદ્ધ ના પાડી દીધી, ‘સોરી, ડોક્ટર, તમે આવી રીતે મૌખિક સૂચના આપો તે ન ચાલે. હું ઈન્જેક્શન મારું અને પેશન્ટને કોઈ પણ તકલીફ થાય તો મારે જવાબ આપવો પડે. મારી નોકરી પણ જઈ શકે. તમે લેખિત સૂચના આપો.’
હું મૂંઝાયો. લેખિત સૂચના કોરા કાગળ પર ન અપાય. એ માટે કેસપેપર હોવો જોઈએ. કેસપેપર બપોરે ત્રણ વાગે નીકળી ન શકે. એમાં પણ આ તો ગાયનેક વિભાગ હતો, અહીં માત્ર ગાયનેક બીમારીને લગતા કેસપેપર્સ જ નીકળી શકે. મલ્ટી-વિટામિન્સનાં ઈન્જેક્શન માટે બાજુના બિલ્ડિંગમાં જનરલ આઉટડોરમાં જવું પડે. આ બધું માત્ર હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરો, નર્સો અને અન્ય કર્મચારીગણને જ ખબર હોય છે.
નિહારિકાએ ફરીથી વિનંતી કરી, ‘ડોક્ટર, આવું શું કરો છો? એક સાદું, નિર્દોષ ઈન્જેક્શન મારી આપવામાં ક્યાં મોટું આસમાન તૂટી પડવાનું છે? તમે આ બધી કાગળની ફોર્માલિટીને ટાળી ન શકો?’ આ બધું એ સ્ટાઈલિશ અંગ્રેજીમાં બોલી રહી હતી.
મેં સિસ્ટર સામે જોયું. સિસ્ટરની આંખોમાં સ્પષ્ટ સંકેત મને દેખાયો. મેં પણ ના પાડી દીધી, ‘સોરી, મિસ! હું આ ઈન્જેક્શન નહીં આપી શકું. અમદાવાદમાં સેંકડો ડોક્ટરો એવા છે જેઓ પ્રાઈવેટ ક્લિનિક્સ ચલાવી રહ્યા છે. તમે એમાંના કોઈ પણ એકની પાસે જઈ શકો છો. બીજી એક વાત તરફ તમારું ધ્યાન દોરીશ. કોઈ પણ દવા (ગોળી કે ઈન્જેક્શનના રૂપે) ક્યારેય સંપૂર્ણ સલામત હોતી નથી.
પૃથ્વી પરના તમામ પદાર્થો અલગ અલગ માણસમાં અલગ પ્રતિક્રિયા ઉત્પન્ન કરી શકે છે. વિટામિનનું ઈન્જેક્શન પણ આવું રી-એક્શન લાવી શકે છે. તબીબી ઈતિહાસમાં ડિસ્ટીલ્ડ વોટરનું ઈન્જેક્શન આપવાથી પેશન્ટનું મૃત્યુ થયું હોવાની ઘટના નોંધાયેલી છે. જો તમને કંઈ થાય તો મારું આવી બને.’
જ્યારે નિહારિકાને એવું લાગ્યું કે આ સ્થળે એની દાળ નહીં ગળે ત્યારે એના તેવર બદલાઈ ગયા, ‘એઝ યુ લાઈક, ડોક્ટર! આઈ ફીલ ઈન્સલ્ટેડ. આઈ વિલ ડેફિનેટલી ડિસ્કસ ઓન ધીસ ઈશ્યૂ વિથ માય ડેડ. યુ શુડ હેવ કો-ઓપરેટેડ વિથ...’
હું કંઈ બોલ્યો નહીં. મંજુલા સિસ્ટર તાડૂક્યાં, ‘એય છોકરી! તારા બાપના નામનો દમ મારવાનું ભૂલી જજે. નિયમ એટલે નિયમ! ખોટું કામ નહીં થાય એટલે નહીં જ થાય.’ નિહારિકા પીઠ ફેરવીને, ઉતાવળી ચાલે રવાના થઈ ગઈ. હાઈ હીલનાં સેન્ડલ્સનો અવાજ શાંત કોરિડોરને જગાડી ગયો. મંજુલા સિસ્ટરે મમરો મૂ્ક્યો, ‘સૌંદર્યસ્પર્ધામાં આવી રીતે ચાલવા જશે, તો છેલ્લા નંબરે આવશે.’
ગોવાના આરોગ્યમંત્રીની માફી ડો. રુદ્રેશે માન્ય નથી રાખી. એમનો આગ્રહ છે કે હોસ્પિટલમાં સ્ટાફની હાજરીમાં મંત્રી ક્ષમા માગે, એનું વિડિયો રેકોર્ડિંગ થાય અને તે વાઈરલ પણ થાય. જોઈએ અંતે શું થાય છે!
કામ કળા:અનિચ્છનીય ગર્ભ દૂર કરવાની ગોળી નુકસાન કરે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/does-the-pill-to-eliminate-unwanted-pregnancies-harm-135256831.html

સમસ્યા: હું કોલેજમાં અભ્યાસ કરું છું. મેં મારા ફ્રેન્ડ સાથે સમાગમનો પ્રયત્ન કરેલો, પણ અમે નિષ્ફળ રહ્યાં હતાં. એના થોડા દિવસો પછી જ મારી પીરિયડની તારીખ હતી અને હું પીરિયડમાં આવી નહોતી. એટલે મેં ગોળી લીધી. મેં સાંભળ્યું છે કે આ પ્રકારની ગોળીઓ લેવાથી ભવિષ્યમાં માતા બની શકાતું નથી. શું આ સાચું છે?
ઉકેલ: સ્ત્રી ગર્ભવતી બને એ તેની સૌથી મોટી ખુશી હોય છે, પણ ઘણી વાર ખોટા નિર્ણયોને કારણે તેનું નુકસાન ભોગવવું બપડતું હોય છે. હાલમાં ઘણી બધી યુવતીઓ અનિચ્છનીય ગર્ભને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લીધા વિના ગર્ભપાતની ગોળીઓ લે છે. આવી એબોર્શન પિલ્સ લેવાથી એ સમયની સમસ્યા ભલે દૂર થઈ જતી હોય, પણ એનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. એટલું જ નહીં, આ પિલ્સ લેવાથી ભવિષ્યમાં ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પણ સર્જાય છે, તો કેટલીક સ્ત્રીઓને કેટલાક રોગ પણ થાય છે. પ્રેગ્નન્સી પહેલાં બે અઠવાડિયાંની અંદર દવા લેવામાં આવે તો તે કામ કરે છે, પણ સમય પૂરો થઈ જાય અને જો એ દવા લેવામાં આવે તો ગંભીર બીમારી થવાની શક્યતા વધી જાય છે. ફર્ટિલિટી પર તેની અસર પડે છે. તેથી ડોક્ટરની સલાહ વિના આવી દવા લેવી ન જોઈએ.
સમસ્યા: મને અનનેચરલ સેક્સ ગમતું નથી, પણ પતિ એવી જ માગણી કરે છે. હું શું કરું?
ઉકેલ: હા, તમારે પતિ સાથે આ બાબતે ખુલીને વાત કરવી જોઈએ. જો પતિ તમારી પાસે આવી માગણી કરે તો તમારે પણ તેમને અધિકારપૂર્વક આ બાબતે ખુલાસો કરી લેવો જોઈએ. તમે પ્રેમથી સમજાવીને તેમન અનનેચરલી સેક્સ માટે ના પાડી શકો છો. કેટલાક પુરુષો ઓરલ કે એનલ સેક્સની પત્ની આગળ ડિમાન્ડ કરતા હોય છે, અને તે પત્નીને નથી ગમતું. હા, પત્ની સેક્સ માટે ઘસીને ના પાડે તો એ યોગ્ય ન કહેવાય, કારણ કે સેક્સ પણ
લગ્નજીવનનો મહત્ત્વનો હિસ્સો છે, પણ અનનેચરલી સેક્સની ડિમાન્ડને પત્ની પૂરી ન કરે તો એ ખોટું ન કહેવાય. આ માટે બંનેએ એકબીજા સાથે પ્રેમપૂર્વક વાત કરવી જોઈએ. જો દવા પ્રેગ્નન્સીના પહેલાં 2 અઠવાડિયાંની અંદર અને યોગ્ય રીતે લેવામાં આવે તો આ 95% થી 97% સુધી કામ કરે છે. જો તે યોગ્ય સમય પૂરો થાય એ પછી લેવામાં આવે તો એનીમિયા, હૃદય રોગ અને અનિયંત્રિત મગજની સમસ્યા થઈ શકે છે.
સમસ્યા : હું 25 વર્ષનો યુવાન છું. મારાં લગ્ન થવાનાં બાકી છે, પણ પેનિસના કદને કારણે હું સતત મૂંઝ‌વણમાં રહું છું. ઉત્તેજિત અવસ્થામાં એનું કદ વધી જાય છે, જ્યારે શાંત અવસ્થામાં કદ ઘટી જાય છે. તો શું કરું?
ઉકેલ: શિશ્નના કદને લઇને ઘણા પુરુષો ચિંતા કરતા હોય છે. જે રીતે દરેક વ્યક્તિનાં રૂપ-રંગ, કદ-કાઠી જુદાં હોય એમ જ પેનિસનું કદ પણ નાનું-મોટું હોઈ શકે. વ્યક્તિનું નાક, આંખો અને કપાળની પહોળાઇ અલગ અલગ હોય છે તે જ રીતે દરેક વ્યક્તિના શિશ્નની પહોળાઇ, લંબાઇ તથા ઉત્થાન દરમિયાન શિશ્નનો આકાર અને કદ અલગ અલગ હોય છે.
જોકે, યાદ એ રાખવાનું છે કે સુષુપ્ત એટલે કે શાંત અવસ્થામાં રહેલા શિશ્નના કદની ચિંતા કરવા જેવું નથીે, કારણ કે તેનો ઉપયોગ માત્ર મૂત્રવિસર્જન પૂરતો જ છે. જાતીય સુખ માટે તો ઉત્તેજિત શિશ્ન જ ઉપયોગી છે. એટલે પેનિસનું કદ નાનું હોય કે મોટું એ જરૂરી નથી, જરૂરી છે તે પાર્ટનરને જાતીય સુખમાં કેટલો સંતોષ આપી શકે છે.
હરદ્વાર ગોસ્વામી અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાથી હિન્દુસ્તાનની ઊંઘ ઊડી ગયેલી. કેટલાક ઊંઘતા ઝડપાયા છે તો કેટલાક જાગતા ઝડપાયા છે. કવિ મનહર મોદીએ કહ્યું છે કે, ‘ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું.’ આ અવસ્થાને સમાધિની કક્ષાએ મૂકી શકાય છે. ફ્રોઈડે ‘ઊંઘમાં અટપટા ભેદ ભાસે’ને ખોલવાનો પ્રયત્ન કર્યો છે, પણ નિદ્રાનું નિશાન તાકી શકે એવો અર્જુન હજુ પાક્યો નથી.
નીંદર કુદરતની અમૂલ્ય ભેટ છે. ગમે તેટલા થાકીને સૂતા હો પણ જાગો એટલે ફ્રેશ ! જાણે નવો જન્મ. નિદ્રાદેવીની લાડકવાયી દીકરી સપનાં છે. ખૂબ લાડકોડથી ઉછેરેલી હોવાથી થોડું અલ્લડપણું અને વધુ તોફાન મસ્તી આવી ગઈ છે. એની ઝીંક ઝીલવી જેવા તેવાનું કામ નથી.
નીંદનારાયણની કૃપા હોય તો જ પળમાં પાંપણ ઝૂકે. ઊંઘ શબ્દ સાંભળતા જ કેટલાકને ઊંઘ આવી જાય છે. કેટલાક ઊંઘવીરોને મન સૂવું એટલે સ્વર્ગ ! લેણિયાતોની રાતોની ઊંઘ હરામ થઇ જતી હોય છે. ‘આરામ હરામ હૈ’ના સૂત્ર સાથે જીવતા લોકોના ચરણમાં મંઝિલ આવી જાય છે. અહીં ઊંઘનો છેદ નથી, પણ મહેનતનો મહિમા છે.
જેમનાં સપનાં મોટા હોય એમની ઊંઘ નાની હોય છે. કેટલાકને તો બે કોળિયા વચ્ચે ઊંઘ આવી જતી હોય છે. જોકે, ઘણી વ્યક્તિનું જીવન જ ઊંઘમાં પસાર થતું હોય છે. એ જાગતા હોય ત્યારે પણ ઊંઘતા હોય એવું લાગે. રાજકોટમાં તો ભિખારીઓ પણ બપોરે વાટકો ઊંધો કરીને સૂઈ જાય છે. સૌરાષ્ટ્રના આરામઆશિક બપોરની ઊંઘ સાથે કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરી, આખી રાત જાગવું એ એમની ડાબી આંખનો ખેલ છે. નિદ્રાસનનું મૂલ્ય ઇન્દ્રાસનથી સહેજ પણ કમ નથી.
રામના વનવાસ સમયે લક્ષ્મણે નક્કી કર્યું કે એ ચૌદ વર્ષ સુધી આરામ નહીં કરે.
આ વાત જાણી નિદ્રાદેવી રાત્રે આવીને કહે છે, ‘આટલા બધાં વર્ષો સુધી આરામ ન કરવો એ પ્રકૃતિની વિરુદ્ધ છે.’
કોઈ રસ્તો કાઢી આપવા વિનંતી કરી કહ્યું, ‘તારા ભાગની ઊંઘ કોઈ ભોગવવા તૈયાર થાય તો ચોક્કસ મુક્તિ મળે.’
લક્ષ્મણે પત્ની ઉર્મિલાનું સરનામું આપ્યું. આજે પણ દક્ષિણ ભારતમાં ગાઢ નિદ્રામાં સૂતું હોય એને ‘ઉર્મિલા ઊંઘ’ કહેવાય છે. વિદ્યાર્થી અવસ્થામાં માતા પિતા પણ આપણી ઊંઘ લઈને આપણાં સપનાં સાકાર કરવા દોડધામ કરતાં હોય છે.
એકવાર એક સ્ત્રી ડોક્ટર પાસે એના પતિને લઈને જાય છે અને કહે છે કે ‘મારા પતિને મને ઊંઘમાં ગાળો આપવાની બીમારી થઇ છે.’
ડોકટર કહે, ‘ચેક કરો, એ જાગતા હશે!’
સચિવાલયમાં બપોરે પટ્ટાવાળો એમ કહે કે ‘સાહેબ મિટિંગમાં છે’ એનો અર્થ એવો કરવો કે ‘સાહેબ આરામમાં છે.’ કુંભકર્ણ કદી કર્ણ ન બની શકે.
નાના હતા ત્યારે જાદુગરના ડેરા તંબુ ગામની બહાર નખાતા. હિપ્નોટિઝમ (કૃત્રિમ નિદ્રા)ની કળા દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એ જાદુગરના ખેલ પછી સપનાંમાં પણ આવતા. દિવસ આખો તમે જે વિચારતા હો એ સપનામાં આવે. એટલે જ ફ્રેશ માઈન્ડ સાથે સૂવું જોઈએ. સપનામાં હંમેશાં ‘એન્ડ ટાઈમ’ તમે જાગી જતા હો છો. તમારી સામે જેવી ગોળી છૂટે ને તમે જાગી જતા હો છો.
નસકોરાં એ ઊંઘનું પાકું લાઇસન્સ છે. નસકોરાને કારણે છૂટાછેડા પણ થયા છે. જોકે, એક સ્ત્રીને તો પોતાના પતિના નસકોરાં સાંભળે પછી જ ઊંઘ આવે. અનિદ્રાના રોગી માટે ‘સ્લીપિંગ પિલ્સ’ ભગવાન જેવી હોય છે. વધુ પડતી ઊંઘની ગોળી આત્મઘાતક નીવડતી હોય છે એમ વધુ પડતા ઉજાગરા પણ આત્મઘાતી સાબિત થાય છે.
પાગલ માણસ પૂરતી ઊંઘ લેતો નથી એટલે એનું આયુષ્ય ઓછું હોય છે. કેટલાકને બે પેગ પછી ઊંઘ આવે તો કેટલાકને બે કલાકના વાંચન પછી. જેવી જેની મોજ... અતિ નિદ્રા તમને કુંભકર્ણના કુળમાં મૂકે છે અને ચરબીને આમંત્રે છે. કેટલાક ઊંઘણશી ઢોલ વગાડો તો પણ ન જાગે અને કેટલાક ટાંકણી પડે તો પણ જાગી જાય છે. કોઈને પણ ઊંઘમાંથી જગાડવો એ પાપ છે.
ડૉ. રેબેકા રોબિન્સ ઊંઘ વિશેના પોતાના સંશોધનમાં કહે છે: ‘ઘણા એવું માને છે કે ‘ચારેક કલાક ઊંઘ લઇ લઈએ એટલે ભયો ભયો. ના, એ ખોટું છે. ઓછામાં ઓછી સાત કલાક ઊંઘ લેવી જ જોઈએ. એમ ન કરો તો લાંબે ગાળે આરોગ્ય પર અવળી અસર પડી શકે છે. શક્તિ ઓછી થઇ શકે અને હાર્ટ એટેક કે લકવા જેવા રોગો પણ થઇ શકે છે.’ સડક પર પત્થરના ઓશીકે ઊંઘ ઘસઘસાટ હોય છે અને ક્યારેક ડુપ્લેક્સના ડનલોપમાં નીંદર વેરણ બની હોય છે...
સવારે એલાર્મ વગર ઊઠવું હોય તો એક પ્રયોગ કરવા જેવો. સમજો કે તમે રાતે બાર વાગ્યે સુવો છો અને સવારે પાંચ વાગ્યે ઊઠવું છે, તો રાતે ઘડિયાળ સામે જોઈ મોટો કાંટો કાલ્પનિક રીતે બાર પરથી ઊંચકી પાંચ વાગ્યા તરફ લઇ જાઓ. પછી મનમાં ‘પાંચ વાગ્યે ઊઠવાનું’ એવું પાંચવાર બોલો. સવારે છ વાગ્યે જાગવાનું હોય તો છ પર કાંટો લઇ જવો અને છ વાર બોલવાનું. ઊંઘ સ્થળ ઉપર પણ નિર્ધારિત કરે છે. ઘર જેવી ઊંઘ ક્યાંય ન મળે. કુદરતી હવામાં જે ઊંઘ આવે એ એ. સી.માં કદી ન મળે. જો કે આંખે ઊંઘનું અફીણ પીધું હોય ત્યારે ઉકરડો પણ દેખતો નથી. અમુક લોકો સૂતા રહે તેમાં ઘરના અને બહારના એમ ઉભય ફાયદો છે.
આયુર્વેદ ઊંઘને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા જેવી છે. વાયુની અનિયમિત ગતિને કારણે ઊંઘ નથી આવતી. જેમ કૂકડો બોલે ત્યારે જ સવાર પડતી નથી એમ ‘ગુડ નાઈટ’ કહેવાથી ઊંઘ આવી જતી નથી. સૂતી વખતે આખા દિવસના ભારને ફગાવી અને સારી ક્ષણોને વાગોળો. આમ કરવાથી ઊંઘ સારી આવશે અને બીજો દિવસ પણ સરસ જશે.
રાતે બહુ વિચારો કરો એટલે ‘બૈરન બન ગઈ નીંદિયા’ જેવું થશે. ઘણાને સૂતી વખતે જ સરવાળા-બાદબાકી કરવાની ટેવ પડી હોય છે. જેમ જમતી વખતે જમવાના વિચાર કરીએ તો પૂર્ણ પાચન થાય એમ સૂતી વખતે પણ અનેક લોકો મોબાઈલમાં મચેલા હોય છે,
દિવસે આઠ કલાક સૂવો અને રાતે ચાર કલાક સૂવો તોય આંખને ધરવ થશે. ઊંઘ એ થોડા કલાકનું મૃત્યુ છે. સમગ્ર જગતથી અનુસંધાન કપાઈ અજાયબ તત્ત્વ સાથે જોડાવ છો. કામનો ઓવરલોડ તમને ઊંઘમાં બબડાટ કરાવે છે. કેટલાક તો ઊંઘમાં પણ વોકિંગ કરી લે છે. જાણે ‘જાગતે રહો’નો જયઘોષ કરવાનો હોય !
ચિંતાને ઓશીકે મૂકી સૂવો તો બે કલાકમાં પણ ફ્રેશ થઇ જાવ નહીંતર આઠ કલાકે પણ ઊંઘ અધૂરી રહે. ‘બાળક જન્મે છે અને તમે સવારે જાગો છો’ એ ઈશ્વરનો ચમત્કાર છે.
આવજો...
કેટલીક મુશ્કેલીઓ મિત્રો જેવી હોય છે. તમે એને ભૂલી જાઓ તો એ પણ તમને ભૂલી જશે.
- પબ્લિલિયસ સાયરસ (લેટિન સૂક્તિકાર)
વિચારોના વૃંદાવનમાં:શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ચાણક્યઃ શિક્ષકની ગરિમાનું ગૌરીશંકર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-teacher-is-never-ordinary-chanakya-gaurishankar-of-the-dignity-of-a-teacher-135276945.html

પણા ભારતમાં બે પરંપરાઓ સમાંતરે વહેતી રહી છે. એક બ્રાહ્મણ પરંપરા અને બીજી શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા યજ્ઞપ્રધાન હતી અને શ્રમણ પરંપરા ત્યાગપ્રધાન હતી. આ બંને પરંપરાઓની મર્યાદા ઘણી, પરંતુ સૂપડાવૃત્તિ કેળવીને વિવેક કેળવીએ તો બંનેની ભવ્યતાનું દર્શન કેળવી શકીએ.
બ્રાહ્મણ પરંપરામાં આચાર્ય અગ્રસ્થાને હતો. અનેક આચાર્યો થકી આપણી સંસ્કૃતિનું લાલનપાલન થયું છે. એમાંનો એક આચાર્ય તે વિષ્ણુગુપ્ત ચાણક્ય. એનું નામ આજે પણ આદરપૂર્વક લેવાય છે. ગૌરવ અને આદર સાથે ચાણક્યનું સ્મરણ થતું જ રહે છે. ચાણક્યની મુત્સદ્દીગીરીને એક પ્રકારની વંદના કરવામાં આવી છે.
ચાણક્ય એવી વંદનાનો અધિકારી પણ છે. બ્રાહ્મણ પરંપરામાં વહી આવેલો એક સુંદર શબ્દ છેઃ ‘બ્રહ્મવર્ચસ’. મુંડન કરાવેલા મસ્તક પર શોભતી શિખા બ્રહ્મવર્ચસની ફરકતી ધજા જેવી દીસે! અકિંચન બ્રાહ્મણના પ્રભાવ આગળ રાજતેજ પણ ઝાંખું પડતું જણાય! વેદની ઋચા કાને પડે ત્યારે રૂંવાડાં ઊભાં થઇ જાય છે, કારણ કે એમાં આપણાં મૂળિયાંની ભા‌‌ળ મળતી હોય એવી લાગણી થાય છે.
થોડા દિવસ પહેલાં ઘરે વેદગાનનો કાર્યક્રમ યોજાયો ત્યારે કાયાવરોહણથી ખાસ આવેલા બટુકોએ (ઋષિકુમારો) એક કલાક માટે વેદગાન કર્યું! 25-30 આમંત્રિતોએ વેદગાન (બ્રહ્મઘોષ)નું શ્રવણ કર્યું. સૌને પ્રસન્નતાનો અનુભવ થયો.
રાંદેરના મારા પરિવારમાં રોજ વેદગાન થતું. વર્ષો વીતી ગયાં પછી બ્રહ્મઘોષ કાને પડ્યો ત્યારે બાળપણ પાછું મળ્યું! જાણે આપણી સંસ્કૃતિનાં મૂળિયાંનો પરિચય પ્રાપ્ત થયો! આ મૂળિયાં માત્ર હિંદુઓનાં જ નથી. મુસલમાનો, ખ્રિસ્તીઓ અને પારસીઓના ધર્મો જુદા, પરંતુ મૂળિયાં સરખાં! ઔવેસીના પૂર્વજો ચોથી કે પાંચમી પેઢીએ કોઇ ‘તુલસીરામ’ હતા. (આ વાત એક મુસ્લિમ આગેવાને ચાર નામો ગણાવ્યાં પછી ટીવીના પડદા પર કરી હતી.)
ચાણક્ય આવા તેજસ્વી બ્રહ્મવર્ચસનો સ્વામી હતો. એ બ્રહ્મવર્ચસથી ઊભરાતી અંદરની છલોછલતાનો સ્વામી હતો.
}એનામાં ધનલોભનો અંશ પણ ન હતો.
}એ આકિંચન્ય પાળનારો હતો અને તેથી સ્વાભિમાની હતો.
}બ્રહ્મતેજ આગળ રાજતેજ ઝંખવાણું પડે તે વાત એણે ‘અંદરની સમૃદ્ધિ’ દ્વારા સાબિત કરી. રાજા ધનનંદ દુષ્ટ હતો, તેથી એ ઝૂક્યો નહીં, પણ ટટ્ટાર રહ્યો અને રોકડું સત્ય સંભળાવ્યું: ‘ધનનંદ! શિક્ષક કભી સાધારણ નહીં હોતા.’ આ વિધાનમાં શિક્ષકની ગરિમાનું ગૌરીશંકર પ્રગટ થતું દીસે છે. આવું શિક્ષકત્વ જીવનસાધના વિના મળે ખરું?
}બ્રહ્મવર્ચસ એટલે લાલચમુક્તિની ઉપાસના! લાલચ માણસને દીન બનાવે છે. એવી દીનતાને કારણે જ બ્રાહ્મણ ધીરે ધીરે ‘બામણ’ ગણાયો! બ્રહ્મબંધુ એટલે બ્રાહ્મણત્વનું પતન થાય પછીનું પતિત બ્રાહ્મણત્વ!
કેટલાક કવિઓ 51 રૂપિયાનો પુરસ્કાર આપનાર ધનવાનનાં 52 વાર વખાણ કરે! ધનવાનના પૈસા વસૂલ!
વર્ષો પહેલાં ક્લોઝવિટ્ઝ નામના લશ્કરીવિદ્યાના નિષ્ણાતે એક મનનીય વિધાન કરેલું: ‘યુદ્ધ એ તો અન્ય માર્ગે થતું રાજનીતિનું જ વિસ્તરણ છે.’
પંડિતજી ચાણક્યને મેકિયાવેલી કરતાંય ઊંચે આસને બેસાડે છે. આત્મસંયમી, નીડર અને નિ:સ્વાર્થી એવા ચાણક્યની પંક્તિઓ આજે પણ પ્રસ્તુત છે. સાંભળો:
જ્યાં વૃદ્ધો ન હોય એ સભા શા કામની?
જેઓ ધર્મની વાણી ન બોલે એવા વૃદ્ધો શા કામના?
જેમાં સત્ય ન હોય, એવો ધર્મ શા કામનો?
જેમાં છળકપટ હોય, એવું સત્ય શા કામનું?
સ્વરાજની લડતનાં વર્ષોમાં આપણને ચાણક્ય મળ્યા, તે ‘સરદાર પટેલ’ હતા. તેઓ ચાણક્ય જેવા જ ચારિત્ર્યવાન હતા અને ત્યાગ કરવામાં આતુર હતા. પંડિતજી ચાણક્યને ઓળખી શક્યા, પરંતુ સરદારની કદર કરવામાં મોળા પડ્યા!
ગાંધીજીએ એક ચબરખી પર લખેલા શબ્દોને માથે ચડાવીને ત્યાગમૂર્તિ સરદારે દેશનું પ્રથમ વડાપ્રધાનપદ એક મિનિટમાં જતું કર્યું! સાદું જીવન, પ્રામાણિક જીવન અને ખેડૂતને શોભે એવું સાચું જીવન! સરદાર એટલે સરદાર એટલે સરદાર! ડિપ્લોમસી અને સત્યનો સમન્વય એટલે સરદાર!
ઇતિહાસ બડો બેરહમ અને બેશરમ હોય છે. એ તો ગાંધીજીની પણ શરમ ન રાખે! ગુજરાતમાં સરદારનું ભવ્ય સ્મારક તૈયાર કરાવવાનું બહુ મોટું કાર્ય થયું છે. ગુજરાતને સરદારના આશીર્વાદ અવશ્ય મળી રહ્યા હશે! ભારતને બીજા સરદાર ક્યારે મ‌ળશે? પ્રભુ જાણે! પાઘડીનો વળ છેડે
ચાણક્યના સમયમાં પ્રચલિત કેટલાક શબ્દો:
અપસર્પ - જાસૂસ
અમ્લશીધુ - ખાટો શરાબ
આયોધન - રણમેદાન
ઇશ્વર - રાજા
ઉપતાપ - હેરાનગતિ
ઉપનિપાત - અકસ્માત
કરદ - કર ભરનાર
કર્માન્ત - ફેક્ટરી
કર્માન્તિક - ફેક્ટરીનો મેનેજર
કટ્ટાક - સુથાર
કુશીલવ - ભાટચારણ, નૃત્યકાર, ગીતકાર
ક્ષેત્રિક - ખેતરનો માલિક
ચરક - નોકર
ડમર - હુલ્લડ, બળવો
દુર્ભગા - પતિને ન ગમતી સ્ત્રી
શ્રેણમુખ - 400 ગામનું હેડક્વાર્ટર
મોક્ષ - છૂટાછેડા
રૂપજીવા - ગણિકા
હિરણ્ય - રોકડ
પ્રદાનિક - કન્યાદાન
સ્ત્રીપુષ્પ - ઋતુશ્રાવ }
રાશિફળ:સાપ્તાહિક ભવિષ્યફળ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/weekly-horoscope-horoscope-135277070.html

જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.)
કેરિયરની દૃષ્ટિએ મહત્ત્વનો અને સફળતાનો સમય રહે. નોકરીમાં અને વાણીમાં પ્રભાવ વર્તાય. સંબંધો સુધરે. ઉદ્યોગપતિઓ કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી શકે. જમીન-મકાનમાં સોદામાં નાનામોટા ફાયદા થાય. આર્થિક સ્થિતિ મજબૂત બને. ગજાબહારનું સાહસ ન કરવું. માતા-પિતા સાથે મતભેદ ટાળવા. તા. 23-24-25 સાહસ વૃત્તિ વિકસે. તા. 23 કસોટીકારક. વૃષભ (બ. વ. ઉ.)
સુદૃઢ નાણાકીય આયોજન આપને આર્થિક રીતે મજબૂત અને સુખી બનાવે. મીડિયા, મેથ્સ, શેરબજાર, માર્કેટિંગ અને બેન્કિંગ ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિઓને સારો લાભ થાય. નોકરીમાં તાણ ઓછી થાય. મોટું પદ મળે. પરિસ્થિતિ અનુસાર ઢળવાનો પ્રયાસ કરવો. માતાના આરોગ્યની ખાસ સંભાળ રાખવી. તા. 23-27-28 શાંતિ સ્થિરતા. તા. 29 સુખમાં અવરોધ. મિથુન (ક. છ. ઘ.)
રોજિંદી પ્રવૃત્તિમાં નિયમિતતા વધે. સમાધાનવૃત્તિથી સફળતાની માત્રામાં વધારો થાય. નોકરી-વેપાર માટે શુભ સમય છે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળે. આવકમાં વૃદ્ધિ થાય. જટિલ કોયડાનો ઉકેલ મળે. કસોટીના સમયમાં ધીરજ રાખવી. કટાક્ષમય ભાષાનો પ્રયોગ ટાળવો. આર્થિક વ્યય થઇ શકે. તા. 23-24-29 આનંદપ્રદ. તા. 27 અનિશ્ચિતતા. કર્ક (ડ. હ.)
વ્યક્તિત્વમાં નિખાર આવે. નિર્ણયશક્તિ મજબૂત બને. વિદ્યાર્થીઓની સારી પ્રગતિ થાય. ભાગ્યબળે પ્રગતિ સધાય. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. ધંધાલક્ષી વિદેશયોગ સફળ બનશે. નવી નોકરીની તકો ઊભી થાય. આંખ-દાંતને લગતી તકલીફ સર્જાઇ શકે. મિલકતને લઈને કોઈ વિવાદ ન વધે તેનું ધ્યાન રાખવું. તા. 23-27-28 લાભદાયક. તા. 25 બેચેની. સિંહ (મ. ટ.)
જુસ્સાભેર કામ કરી શકશો. નોકરીમાં વહીવટી કામોમાં સફળતા મળશે. વાહન ખરીદી માટે સારા સંજોગોનું નિર્માણ થાય. દાંપત્યજીવનમાં નવી સગવડ ઊભી થાય. અલગ અલગ રસ્તાથી આર્થિક ઉપાર્જન કરી શકશો. છૂટક વેપાર કરનારાની આર્થિક સ્થિતિ મજબૂત બને. જિદ્દી સ્વભાવ નુકસાન કરાવે. તા. 24-25-29 ફાયદાકારક. તા. 28 સ્વમાનભંગ. કન્યા (પ. ઠ. ણ.)
જથ્થાબંધ વ્યાપારીઓ માટે નવી તક સર્જાય. આવક વધે અને નાણાકીય તંગી હળવી થાય. મૂંઝવણ દૂર થાય. મિલકત સંબંધિત કામો માટે અનુકૂળતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સંબંધ મજબૂત બને. સ્થિર મનથી શેર-સટ્ટામાં વેપાર કરવાથી લાભ થશે. આકસ્મિક ખર્ચથી સાવધાની રાખવી. તા. 24-25-26 પ્રતિભા વિકસે. તા. 23 ભાગ્યહાનિ. તુલા (ર. ત.)
કાર્યક્ષેત્રમા ઉન્નતિ થઇ શકે. મોટું પદ અને માનસન્માન મળે. આર્થિક પ્રગતિ થઇ શકે. લેવડ-દેવડના વ્યવહારો સચવાય. વ્યાપારી વર્ગ માટે લાભકારક સમય. અનાજ-મોટા ઉદ્યોગ માટે ભવિષ્યના સોદા થાય. મિલકતોનો વિવાદ ઉકેલાય. નોકરિયાતો માટે પોતાની પ્રતિભા વિકસાવવાની તક મળશે. તા. 24-25-26 પ્રિય કાર્યથી આનંદ. તા. 23 ઉચાટ. વૃશ્ચિક (ન. ય.)
નોકરી વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓથી રાહત મળે અને પ્રગતિ થાય. નવા કાર્યની શરૂઆત થઇ શકે. પરિશ્રમનું સારું પરિણામ મળે. શત્રુ પણ સહાયભૂત થાય. રાજકારણીઓએ સાચવવું. વિદ્યાર્થીઓ અને યુવાનો માટે શુભ સમય છે. જંક ફૂડ ટાળવું. આર્થિક વ્યવહારમાં ધ્યાન આપવું. જોખમી ડ્રાઇવિંગ ન કરવું. તા. 23-24-29 આવકવૃદ્ધિ. તા. 26 અસ્થિભંગ યોગ. ધન (ભ. ધ. ફ. ઢ.)
સફળ થવા માટે પ્રમાણમાં મહેનત વધારે કરવી પડશે અને પરિણામ સારું મળશે. કામકાજમાં ઉત્સાહ વર્તાશે. કોર્પોરેટ ક્ષેત્રના વ્યાપારમાં સફળતા મળે. રાજકીય સુખાકારી વધે. સંતાન સંબંધી સુખ પ્રાપ્ત થાય. સામાન્ય વ્યવહારમાં અહંકાર અને દંભ આપને નુકસાન પહોંચાડી શકે છે. તા. 23 -24-25 પ્રગતિ. તા. 28 ઉગ્રતા. મકર (ખ. જ.)
સારું પરિણામ મેળવવા વધુ પ્રયત્ન અને શારીરિક ઊર્જા વપરાશે. આપની ધીરજની કસોટી થયા બાદ સફળતા પામી શકશો. સાહસ અને આત્મવિશ્વાસ ટકાવી રાખવાની જરૂર છે. ઋણ કે દેવું ચૂકવવાની સગવડતા મળશે. વિરોધી પરિબળોથી સતર્ક રહેવું પડશે. તા. 25-26-27 આત્મવિશ્વાસ વધે. તા. 23 ખિન્નતા આવે. કુંભ (ગ. શ. સ.)
નવું શીખવાની ધગશ આપને પ્રગતિનો માર્ગ ચીંધી શકે છે. આર્થિક ફાયદો થઇ શકે. માતા અને સ્થિર સંપત્તિથી લાભ થશે. સુખ-શાંતિ અનુભવાય. પ્રિય વ્યક્તિ તરફથી શુભ સંકેત મળે. વિદ્યાર્થીઓને સફળતાસૂચક માર્ગદર્શન મળી રહેશે. સંતાન સંબંધી પરેશાની અનુભવાય. બિનજરૂરી ઉશ્કેરાટ ઊભો ન કરવો. તા. 27-28-29 ઉત્સાહવર્ધક. તા. 24 કમજોરી. મીન (દ. ચ. ઝ. થ.)
ભાગીદારીમાં સફળતા મળે. જમીન-મકાન મિલકત વગેરેથી લાભ થાય. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકૂળ સમય છે. સમજી-વિચારીને નિર્ણય કરશો તો સફળતા મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફ‌ળતા મળે. આરોગ્યની ખાસ કાળજી રાખવી. તા. 23-24-29 નિર્ણયાત્મકતા. તા. 26 ચિંતાગ્રસ્ત.
સોનમે પહેલાં બે વાર પોતાના મૃત્યુનો કેસ બનાવવાનો પ્રયાસ કર્યો, જેથી લગ્નમાંથી છટકી શકે, પરંતુ એમાં સફળતા મળી નહીં એટલે અંતે એક નિર્દોષ માણસ રાજા રઘુવંશીની હત્યા થઈ.
આ હત્યા માટે જેટલી સોનમ જવાબદાર છે એટલા જ જવાબદાર એના પિતા અને આ સમાજ પણ છે. સોનમને કદાચ લગ્ન નહોતા કરવાં, કદાચ એ રાજા કુશવાહાને પ્રેમ કરતી હતી... કદાચ એને કારકિર્દી બનાવવી હતી... આવી સમસ્યા વિશે એ એના પરિવારને કશું કહી શકી નહીં, મોટા ભાગની દીકરીઓ કહી શકતી નથી!
સોનમની ભીતર વિદ્રોહ હતો-કદાચ એટલે એણે પરિસ્થિતિ સામે હારી જવાને બદલે એની શક્તિ અને મતિ પ્રમાણે રસ્તો શોધ્યો. રસ્તો ખોટો જ હતો-એમાં કોઈ બે મત નથી, પરંતુ કદાચ એ ઘરમાં કોઈને કહી શકી હોત કે કોઈએ એને પૂછ્યું હોત તો છ જિંદગીઓ બચી જાત!
સૌથી પહેલાં તો જવાબદાર છે સોશિયલ મીડિયા, સિનેમા અને ઓટીટી. આપણે ત્યાં કોઈ સેન્સરશિપ નથી. સિનેમાની સેન્સરશિપ ખૂબ જ પક્ષપાતી, ધર્મઝનૂની અને ગંદી રમતો સાથે સંકળાયેલી સેન્સરશિપ છે. ઓટીટી માટે કોઈ સેન્સરશિપ નથી. ક્રાઈમના જેટલા શૉઝ ચાલે છે એ બધાની વ્યૂઅરશિપ હાઈ છે અને આ પહેલાં પણ અનેકવાર પકડાયેલા ગુનેગારોએ કબૂલ કર્યું છે કે, એમને ગુનાનો આઈડિયા આવી ક્રાઈમ થ્રિલર જોઈને આવ્યો હતો.
ચોરી, ફ્રોડ, રેપના કિસ્સા વધતા જાય છે, પરંતુ આપણે એ વિશે સજાગ કે સભાન થવાને બદલે આપણા ઘરના દરવાજા બંધ કરીને ફક્ત આપણે અને આપણો પરિવાર સુરક્ષિત છે એ વાતે ‘હાશ’ કરીએ છીએ. ઓટીટી હવે ફોન ઉપર પણ ઉપલબ્ધ છે. બિલ્ડિંગના વોચમેન, લિફ્ટમેન, ઓફિસના પ્યૂન સતત પોતાના ફોનમાં શું જોતા હોય છે એ આપણે કદી જાણી શક્યા છીએ? ‘ગૂગલ’માં સર્ચ કરવાથી ખૂન, આત્મહત્યા અને પકડાય નહીં એવા ક્રાઈમ કરવા માટે ‘ટિપ્સ’ મળે છે. માતા-પિતા સ્વપ્ને પણ ન વિચારી શકે એવી એવી બાબતો ઉપર એમના ટીનએજ અને યુવાન સંતાનો સર્ચ કરે છે. ગુનો કરે કે ન કરે, ગુના વિશેની ન જાણવા જેવી માહિતી જ્યારે સરળતાથી ઉપલબ્ધ હોય ત્યારે અણસમજુ યુવામાનસ ખોટી દિશામાં દોરાઈ જાય એમાં એમની ભૂલ ઓછી અને આસપાસનું જગત વધુ જવાબદાર છે.
બીજી મહત્ત્વની બાબત છે, પરિવારમાં સંવાદનો અભાવ. મોટાભાગના માતા-પિતા હુકમ કે સૂચના આપીને પોતાની ફરજ પૂરી થઈ એમ માને છે. ‘નાહી લે’, ‘ખાઈ લે’, ‘ભણવા બેસ’ જેવી સૂચનાઓ ધીરે ધીરે ‘આ જ છોકરા સાથે લગ્ન કરવાનાં છે’ અથવા ‘ઘરના ધંધામાં જ બેસવું પડશે’ જેવા હુકમોમાં ક્યારે બદલાઈ જાય છે એની કદાચ મા-બાપને પણ ખબર રહેતી નથી.
કહ્યું નહીં માનનાર, દલીલ કરનાર કે પોતાના જુદા વિચાર અભિવ્યક્ત કરનારાં સંતાનને જાતભાતની ધમકી આપવી, બ્લેકમેલ કરીને ધાર્યું કરાવવું એ ભારતીય મા-બાપની કોઈ વિચિત્ર આવડત છે. માતા-પિતાને પ્રેમ કરતું સંતાન, એમને દુઃખ નહીં પહોંચાડવાનો પ્રયાસ કરે છે-જેમ સોનમે વિચાર્યું કે, ના પાડવાથી પિતાને હાર્ટ એટેક આવશે... પરંતુ, એ પછી જે કંઈ થયું એમાં એની ચાલાકી કરતાં વધુ એની બેવકૂફી દેખાઈ આવે છે!
આટલો મોટો ગુનો કરીને નહીં પકડાઈએ એ વિચારમાત્ર ટીનએજ ટોળકીની મૂર્ખામી નથી તો બીજું શું છે?
સોનમ જ શું કામ, ઉત્તર ભારત, બિહાર, રાજસ્થાન, ઝારખંડના આખા વિસ્તારમાં દીકરીનું શિક્ષણ બંધ કરાવી દેવું, નાની ઉંમરે લગ્ન કરાવવાં, એની મરજી ન પૂછવી અને જો આવી કોઈ ‘હિમાકત’ કરે તો ઓનરકિલિંગ કરી નાખવાની પ્રવૃત્તિ જરાય નવી કે આઘાત પમાડે એવી નથી. જ્ઞાતિ, જાતિ અને સમાજનો જે ભય માતા-પિતાને દીકરીની મરજી પૂછતી વખતે લાગે છે એ જ માતા-પિતાને આવી કોઈ ઘટના પછી પસ્તાવો થતો હશે?
માત્ર સોનમની ઘટના ઉપર ફોકસ થયું કારણ કે, મીડિયાએ ચગાવ્યું... સોનમે રાજાને મારી નાખ્યો અથવા મરાવ્યો, પરંતુ આવી કેટલી સોનમ માતા-પિતા, પરિવાર, સમાજની જીદને કારણે પોતાની જિંદગી બરબાદ કરી નાખતી હશે-એની નોંધ મીડિયા લેતું નથી.
કોઈ એક ચેનલ પર પ્રવક્તા દલીલ કરી રહ્યા હતા, ‘સોનમ ભાગ સકતી થી, ભાગ કર શાદી કર સકતી થી.’ એ સાંભળીને થોડું હસવું આવ્યું- જો ખરેખર સોનમ અને રાજ ભાગી ગયા હોત તો રાજાની જગ્યાએ એમને મારી નાખ્યા હોત-અને, કદાચ એની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ પણ ન હોત! રાજા રઘુવંશી ડેફિનેટલી ખૂબ સારો છોકરો હશે, કદાચ સોનમને ખુશ રાખત... પરંતુ જો એમ ન થાત તો? રાજાને કદાચ સોનમના ભૂતકાળની ખબર પડી ગઈ હોત અને સોનમ આખી જિંદગી ડોમેસ્ટિક વાયોલન્સ ભોગવતી રહેત ત્યારે એને બચાવવા કોણ આવત?
સોનમે જે કર્યું એનો બચાવ કરવાનો, કોઈ ઈરાદો નથી, ને અર્થ પણ નથી... પરંતુ, સોનમ જેવા કિસ્સા પછી સમાજે જાગવાની જરૂર છે. ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ એ સમય કદાચ પૂરો થઈ ગયો છે. દીકરીને ભણાવીએ છીએ ત્યારે એ લોકોને મળે છે, એના ગમા-અણગમા ડેવલપ થાય છે, સિરિયલો, સિનેમા જોઈને એના સપનાં જાગે છે, એ ગુનો છે.
દીકરીને ભણાવવાની જેથી સારો છોકરો મળે... ‘સારો’ એટલે માતા-પિતા પસંદ કરે તે, જ્ઞાતિનો, દહેજ આપવું પડે તો પણ-દીકરીની પસંદગીનો નહીં જ!
આપણે કયા પેરાડોક્સમાં જીવી રહ્યા છીએ? એક તરફથી વુમન એમ્પાવરમેન્ટના ઝંડા લહેરાવીએ છીએ ને બીજી તરફ ઓનરકિલિંગ, ફિમેલ ફિટસ અબોર્શન, ગર્લ ચાઈલ્ડ અબ્યુઝના કિસ્સા રાત-દિવસ વધતા જાય છે... સોનમ ગુનેગાર છે- સજા તો મળશે, પરંતુ જેણે એને આ તરફ ધકેલી એ સહુ પણ ગુનેગાર છે-એમની સજાનું શું?
2025/07/07 21:26:01
Back to Top
HTML Embed Code: