કાવ્યાયન:મેરા દર્દ ન જાને કોઈ...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/no-one-knows-my-pain-135347971.html
હરદ્વાર ગોસ્વામી બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
- મરીઝ 65માં એક ડોકટરે મરીઝ પાસે ગઝલો લખાવી ‘દર્દ’ નામે ગઝલ સંગ્રહ પોતાના નામે પ્રગટ કરવાના હતા પણ શૂન્ય પાલનપુરી અને અન્ય શાયરોના ઉહાપોહને કારણે એમ ન થયું. હવે એ ‘દર્દ’ સંગ્રહ ‘સમગ્ર મરીઝ’ રૂપે પ્રગટ થયો છે. ગુજરાતી સાહિત્યમાં ‘દર્દ’ રૂપે મરીઝની અપ્રગટ ગઝલો માણવા-મમળાવવા મળશે. આજે ડોક્ટર દિવસ છે તો દર્દની દાસ્તાન મરીઝની મહેફિલમાં માનવી રહી.
મરીઝ કોઈ પણ વિષયના શેર લખે પણ એમાં દર્દ અંતર્નિહિત હોય, હોય અને હોય. દર્દ એમનું પ્રથમ અને પ્રખર પાસું છે. મજાની વાત એ છે કે એ દર્દ મરીઝનું દર્દ છે. પોતે જે અનુભવ્યું અને આસ્વાદ કર્યો છે એ દર્દ છે. અનુભૂતિના એરણ પર હથોડા ખાઈ અને મજબૂત અને મજબૂર થયેલું દર્દ છે. અગ્નિપરીક્ષામાંથી પસાર થઇ સોના જેમ ચળકેલું અને ચમકેલું દર્દ છે. એમની મોટા ભાગની ગઝલના દરેક શેર નવા ભાવવિશ્વનનો ભંડાર ખોલે છે, અંતે ખળખળતા સાગરના તળિયે મુહોબતના મોતી મળે છે.
જો કે એમ જોવા જઇએ તો જગતનું મોટાભાગનું સાહિત્ય પ્રેમ ઉપર પ્રાપ્ત થશે. આમેય જગતને સુખી કરવું હોય તો પ્રેમ સિવાય આરો અને આરો-ઓવારો નથી. મરીઝનો પ્રેમ લાઉડ ન હતો, એ તો ‘ચુપ ચુપ ચાહ રહી’ વાળો પ્રેમ હતો. હાથમાં માથું લઈને પ્રેમગલીમાં પ્રવેશ મળતો હોય છે. કોઈને પ્રેમ કરતા હોય તો એના પાટિયા ડોકમાં ન બાંધવાના હોય, પ્રેમની વાત તો લોહીમાં લખાતી હોય છે. પ્રેમની પૂર્વશરત દર્દ છે. દર્દનો દરિયો તરો તો જ કમનીય કિનારો મળે છે.
મરીઝને પહેલેથી ભણવામાં રસ હતો જ નહીં. બે ચોપડી ભણ્યા બાદ એમની બે ગઝલની ચોપડી આજે યુનિ.માં ભણાવાય છે અને એમના પર અનેક વિધાર્થી Ph.D. થયા છે. એકવાર મરીઝને આર્થિક મદદ માટે મુશાયરોનું આયોજન થયું હતું. પણ વધેલી રકમ એમના સુધી પહોંચી જ નહીં ત્યારે મરીઝે કહ્યું કે ‘મારા પીવાના પૈસા આ લોકો ખાઈ ગયા’ મરીઝ અંતિમ ક્ષણ સુધી સર્જનરત રહ્યા. એમના શેર વાંચીને થાય કે ‘અરે આ તો મારા હૃદયનું દર્દ છે.’ મરીઝે ગઝલ ન લખી હોત તો ગુજરાતી ભાષાને દર્દનો પૂરો પરિચય કદાચ ન મળત...
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’
પોતે ન દે, બીજાની કને માગવા ન દે. મળો કે ના મળો, મનમાં તમે તો છો,
દિવસ ને રાત, પાંપણમાં તમે તો છો.
તમારી યાદ આંખોથી સતત ટપકે,
પલક ભીનાશના જળમાં તમે તો છો.
હવા સાથે ખબર મેં મોકલાવી’તી,
ભરમના શ્વેત કાગળમાં તમે તો છો!
પ્રણય દીવાનગી લાંબો સમય ચાલી,
છતાં એકાંતની પળમાં તમે તો છો.
નગરમાં આજ ‘રશ્મિ’ ઘર વગરનો છે,
હૃદયનાં વેરાન ઘરમાં તમે તો છો!
- રશ્મિ શાહ
કો’ક લાંબી મૂસાફરી પર જવાની જાણે
આ તૈયારી તો નથી ને!
અથવા તો કો’ક ખેપેથી પાછાં ફર્યાની
આ નિશાની?
શિયાળે રીંછ ઘારણમાં ચાલ્યું જાય
એમ વીતે છે મારા દિવસો ને રાત
એક જ જગાએ, એક જ ખૂણે
ઘૂંટણ છાતીએ ચાંપી
એકલવાયા, ચૂપચાપ.
ધીમા ધીમા અવાજોમાં
આઘાપાછા અજવાળામાં
ઊંધમુંધ અંધારામાં પડખાં ઘસું છું
થાક ઊતરે છે કે થાક ચઢે છે.
કળ વળતી નથી ગમ પડતી નથી
બીડેલી આંખના આકાશે
ભાળું ક્યારેક હંસોની લાંબી કતાર
તો ક્યારેક ઓરડીની નિર્જનતામાં
ચાલ્યાં આવેલાં
પારેવાંની ભોંઠપે ઘડીક જાગું,
ને ફરી ફફડાટોના પડઘે
કે પ્રહરોના લંબાતા પડછાયાની આડશે
પોઢી જાઉં.
સરી જાઉં ધૂપછાંવના એ જગતમાં
એ ઘારણમાં.
- પીયૂષ ઠક્કર ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ
દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.
તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.
આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.
કાંડે વીંટાયો છે સાપ, કં
કણનો રણકાર ન પૂછ.
તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.
- માવજી મહેશ્વરી આખી ને આખી માણસાઈ ગાયબ છે,
વધ્યું છે માત્ર હાડમાંસ સારવારમાં.
લેબોરેટરી, x-ray અથવા બ્લડ ટેસ્ટ,
માણસાઈની સારવાર જ સૌમાં શ્રેષ્ઠ.
- હિતેષ ચાવડા
ભરોસો પાર કરવા નાવ જોડી હોય છે
પછી શંકાની એણે ગાંઠ છોડી હોય છે.
છલોછલ વાદળાંને ક્યાં લગી રાખે ભરી
વરસવાની ગરજ એનેય થોડી હોય છે.
- જિજ્ઞા મહેતા
હવામાં પ્રસરતી મીઠી સુગંધ છે તું
પ્યારથી છલકાતો મીઠો જામ છે તું.
હૃદયમાં છુપાવીને ફરુ છું નામ તારું,
મારા આ જીવનનું બીજું નામ છે તું.
-પારસ મકીમ મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
એ હળવે હળવે ચાલે છે,

ને અંધારામાં ભાળે છે,
દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,
તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,
એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.- ત્રિભુવન વ્યાસ 22-5-1888 4-7-1975

પેરેન્ટિંગ:ઘરમાં બીજું બાળક ખુશી લાવે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/will-another-child-bring-happiness-to-the-house-135345966.html
ચોક્કસ! બીજું બાળક ખુશી લાવે. ખુશી સાથે પરિવર્તન પણ લઈ આવે. આ સવાલ ઘણાબધા પેરેન્ટ્સનો આજે છે. એક બાળક હોય પછી બીજું લાવવું કે ન લાવું તેની અવઢવમાં તેઓ રહે છે. પહેલું બાળક આવનારા બાળકને પ્રેમપૂર્વક અપનાવશે કે પછી કોમ્પ્લિકેશન ઊભા થશે? એક વિચાર એ પણ છે કે ભાઈ-બહેન હશે તો ભવિષ્યમાં પહેલું બાળક એકલતા નહીં અનુભવે.
આવો જાણીએ, બીજું બાળક કેમ જરૂરી છે. મોટાભાગના કપલ વિચારે છે કે એક જ સંતાન હોય તો ઉછેર સારી રીતે થઈ શકે. તેનું કારણ વધતી મોંઘવારી છે. પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે આપણે આ માનસિકતાથી આપણા બાળકને એકલતાની ટેવ પાડી રહ્યા છીએ, કારણ કે આજના સમયમાં સંયુક્ત પરિવાર પણ નથી રહ્યા, જેથી બાળકો કાકા, બાપાના બાળકો સાથે મળીને રહેતા શીખી જાય. હવે તો વિભક્ત પરિવારનું ચલણ છે તેમાં પણ એક જ સંતાન હોય તેની અસર તે બાળકના વ્યવહાર પર સ્પષ્ટ દેખાય છે.
જયારે પ્રથમ બાળક પછી બીજું બાળક પરિવારમાં આવે છે ત્યારે તેને જોઈને પ્રથમ બાળકમાં મેચ્યોરિટીની ભાવના આવી જાય છે. ધીરેધીરે તે મમ્મીના નાનામોટા કામમાં મદદ કરે છે. પોતાના કામ જાતે કરતા શીખી જાય.
પ્રથમ બાળક જયારે એકલું હોય છે ત્યારે તે વિચારે છે કે જે પણ તેની પાસે છે તે બધું તેનું છે અને તે કોઈની પણ સાથે પોતાની વસ્તુ શેર કરતું નથી. જેના લીધે કોઈવાર મહેમાન આવ્યા હોય તો તેમના બાળકો સાથે આપણા બાળકનો આવો વ્યવહાર શરમમાં મૂકી દેતો હોય છે. પરંતુ, બીજું બાળક જન્મતા તે વસ્તુ શેર કરતા શીખે છે.
પરંતુ, એટલું ધ્યાન રહે કે પરિવાર કે પાર્ટનરના દબાણમાં આવીને બીજી પ્રેગ્નન્સી પ્લાન ન કરો, પહેલાં પોતે તૈયાર થાઓ. તમારી ફાઇનાન્શિયલ કંડિશન સારી છે અને તમારું સ્વાસ્થ્ય સારું છે તો બીજા બાળકનો પ્લાન કરવો તમારા માટે સુખમય સાબિત થશે. સૌથી મહત્ત્વની વાત તમે બીજું બાળક કરો છો તો બંને પર સમાન ધ્યાન આપો.
બાળક સાથે પ્રેમથી વાત કરો કે પરિવારમાં એક નાનું બાળક આવશે તો તને ગમશે? તેને સમજાવો કે તે તમને હંમેશાં વહાલો રહેશે. તેનું સ્થાન કોઈ નહીં લઈ શકે. તૈયારીમાં તેને સામેલ કરો જેમકે કપડાંની પસંદગી કરાવવી, રુમ સજાવવો, નામ વિચાવું. બાળકને તેનો નાનપણનો ફોટો બતાવો અને કહો જયારે તે નાનો હતો ત્યારે બધાને બહુ ખુશી આપતો હતો. આવનારું પણ તેને ખુશી આપશે. ભાગીદારીની ભાવના વિકસાવો જેમ કે હવે તે 'મોટો ભાઈ' કે 'મોટી બહેન' બનશે. નાનાને કેવી રીતે સાંભળવો, પ્રેમ કરવો વગેરે વિશે વાર્તા દ્વારા તેને સમજાવો.
નવું મહેમાન આવી જાય ત્યારે પ્રથમ બાળક અવગણિત ન થાય તેનું ધ્યાન રાખો. શિશુ જન્મે ત્યારે હોસ્પિટલ લઈ જઈપ્રેમપૂર્વક મળાવો. જ્યારે તે કંઈ સારું કરે ત્યારે વખાણ અવશ્ય કરો. ધ્યાન રાખો પ્રથમ સંતાન માટે આ બદલાવ નવો છે. બીજું બાળક પરિવાર માટે આનંદ અવશ્ય લાવે છે. બસ, જરુરી છે થોડી તૈયારીઓ!

ઉત્તર : પ્રેગ્નન્સી દરમિયાન ઘણી મહિલાઓને ગળ્યું ખાવાની વધારે ઇચ્છા થતી હોય છે. ગર્ભાવસ્તા દરમિયાન તમે આઇસક્રીમ પ્રમાણસર ખાઇ શકો છો. એ ધ્યાન રાખવું કે આઇસક્રીમ પેશ્ચુરાઇઝ્ડ દૂધમાંથી અથવા તો ઘરે બનાવેલો હોય તો વધારે સારું. અનહેલ્ધી સોફ્ટ આઇસક્રીમ ન ખાવ કેમ કે તેમાં બેક્ટેરિયા હોઇ શકે છે. તદુપરાંત, હાઇ કેફીન ધરાવતો આઇસક્રીમ ન ખાવ. તે સાથે આઇસક્રીમમાં ફેટ કેટલા પ્રમાણમાં છે, તેનું પણ ધ્યાન રાખવું. તમે ઇચ્છા થાય તો પ્રમાણસર આઇસક્રીમ ખાઇ શકો છો.
પ્રશ્ન : અમારાં લગ્નને એક વર્ષ થયું છે. મારા પતિની ઇચ્છા છે કે અમારે હજી બે વર્ષ સંતાન ન હોય તો સારું. મેં એમને સંમતિ આપી છે, પણ એ કહે છે કે મારે બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવી. એ કોઇ પ્રકારે પ્રીકોશન રાખવા નથી ઇચ્છતા. મેં સાંભળ્યું છે કે આ પિલ્સ વધારે સમય લેવાથી શારીરિક સાઇડ ઇફેક્ટ થાય છે. એ સાચું છે?
- એક યુવતી
ઉત્તર : તમારા પતિ અને તમે હમણાં સંતાન નથી ઇચ્છતાં અને તમારા પતિનું કહેવું છે કે તમે બર્થ-કન્ટ્રોલ પિલ્સ લો તો આ અંગે તમે કોઇ સારા ગાયનેકોલોજિસ્ટની પાસે જઇ, પહેલાં તો તમારી શારીરિક તપાસ કરાવો. સંતાન ન થાય એ માટે કઇ બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવી જોઇએ તે અંગે તેમને પૂછી જુઓ અને સાથોસાથ તેની સાઇડ ઇફેક્ટ શું થાય તે વિશે પણ જાણકારી મેળવી લો. ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા વિના તમારી જાતે જ કોઇ પ્રકારની દવાઓ લેતાં નહીં. ગાયનેકોલોજિસ્ટ જે પ્રિસ્ક્રાઇબ કરી આપે તે પિલ્સ લેવાથી સાઇડ ઇફેક્ટ થવાની સંભાવના પ્રમાણમાં ઓછી રહે છે.
પ્રશ્ન : મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે. મને ડાયાબિટીસ છે. મને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી માસિકસ્રાવ નથી આવ્યો, તો શું મારો મેનોપોઝ શરૂ થઇ ગયો હશે? મને યોગ્ય માર્ગદર્શન આપશો. - એક મહિલા
ઉત્તર : ડાયાબિટીસના પેશન્ટે ખાણી-પીણીની બાબતમાં સચેત રહેવાની જરૂર છે. જો તમને ડાયાબિટીસ હોય અને તમને બ્લડસુગરનો ખ્યાલ ન રહેતો હોય, તો તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણી મહિલાઓને ડાયાબિટીસ હોય તો તેમના હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે. હોર્મોન્સ બદલાતા ઇન્સ્યુલિન વધે છે, જે ઇન્સ્યુલિન રેઝિઝટન્સ હોઇ શકે છે. જેના કારણે તમારા પીરિયડ્સ અનિયમિત થઇ શકે છે. અલબત્ત, ડાયાબિટીસ હોય તેવી તમામ મહિલાઓમાં આ સમસ્યા જોવા મળતી નથી. છતાં તમારી જેમ કેટલીક મહિલાઓને વહેલો મેનોપોઝ આવવાની કે પીરિયડ્સ વહેલા-મોડા આવવાની સમસ્યા થઇ શકે છે. પ્રશ્ન : અમારાં લગ્નજીવનને પચીસ વર્ષ થયા છે. સંતાનો પણ હવે કોલેજમાં આવે એવડા મોટા થઇ ગયા છે. મને ઘણી વાર પત્ની સાથે સંબંધ માણવાની ઇચ્છા થાય છે, પણ મારી પત્ની કહે છે કે હવે છોકરાઓ મોટા થયા છે અને તેમને બધી સમજણ પડે છે. એ મને પોતાની નજીક પણ આવવા દેતી નથી. મારે એને સંબંધ માણવા માટે કઇ રીતે મનાવવી? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીને કદાચ મેનોપોઝની શરૂઆત થઇ ગઇ હોય અને તેના કારણે તેઓ બાળકોનું બહાનું કાઢીને ના કહેતાં હોય એવું બની શકે છે. ઘણી મહિલાઓને મેનોપોઝ શરૂ થાય ત્યારે હોર્મોનલ ફેરફારને કારણે સંબંધ માણવાની ઇચ્છા થતી નથી. જ્યારે ઘણી મહિલાઓની ઇચ્છામાં વધારો થાય છે. તમારા કિસ્સામાં તમારાં પત્નીને સંબંધ માણવાની ઇચ્છા ન થતી હોવાને લીધે એ તમને ના કહે છે. જોકે બાળકોના બહાને તમને પાસે ન આવવા દેવા એ બાબત યોગ્ય નથી. તમે તેમની પાસે બેસો કે સ્પર્શ કરો, તો સંતાનો ભલે મોટા થયા હોય, તેઓ પણ માતા-પિતાની નિકટતાનો સહજ સ્વીકાર કરી શકે છે. તમે તેમને આ બધી બાબત પ્રેમથી સમજાવો અને સંબંધ માણવા માટે પણ તેમને જરૂરી શારીરિક ક્રીડાઓ દ્વારા તૈયાર કરો, તો એ ચોક્કસ તૈયાર થશે. પ્રશ્ન : મારા પતિને લગભગ રોજ સંબંધ બાંધવાની આદત છે. ક્યારેક એ વધારે પડતી ઉત્તેજના અનુભવે ત્યારે મને અંદરના ભાગમાં દુ:ખાવો થાય છે અને ઘણી વાર તો આના કારણે આંતરિક અંગોમાં સોજો પણ આવી જાય છે. મારે એમને કઇ રીતે સમજાવવા?
- એક યુવતી
ઉત્તર : તમારા પતિ ભલે રોજ સંબંધ બાંધે, પણ જ્યારે તમે તેમને પ્રતિભાવ આપો અથવા તો તેઓ વધારે પડતા ઉત્તેજિત હોય અને તમને તકલીફ પડતી હોય તો એમને એ દરમિયાન થોડા શાંત થવાનું કહો. તમને જે તકલીફ થાય છે, તે અંગે તેમને એક વાર પ્રેમથી બેસાડી શાંતિથી જણાવો અને એ તકલીફ ઓછી પડે તથા તમને બંનેને સહજીવનનો પૂરતો આનંદ માણવા મળે તે માટે કઇ રીતે સંબંધ બાંધવો એની મુક્ત મને ચર્ચા કરો. આનાથી તેમને પણ ખ્યાલ આવશે અને તમે બંને સુખમય સહજીવન માણી શકશો. પ્રશ્ન : મને એકવીસ વર્ષ થયાં છે. મેં મારા બોયફ્રેન્ડ સાથે એક-બે વાર શારીરિક સુખ માણ્યું છે. હવે મને અવારનવાર એની સાથે સાથ માણવાનું મન થાય છે. લગ્ન પહેલાં સાથ માણવો યોગ્ય નથી તે હું સમજું છું, પણ મારો મારી જાત પર કાબૂ નથી રહેતો. મારે શું કરવું?

- એક યુવતી ઉત્તર : તમે સમજો છો કે તમે જે રીતે તમારા બોયફ્રેન્ડ સાથે શારીરિક સુખ માણ્યું તે યોગ્ય નથી. છતાં તમે પોતાના પર કાબૂ નથી રાખી શકતાં એ ખરેખર યોગ્ય નથી. તેની પાછળનું કારણ એ છે કે તમારા શરીરના હોર્મોન્સ સક્રિય થઇ ગયાં છે અને તેના કારણે તમારા મનમાં સાથ માણવાની ઇચ્છા જાગે છે. તમે વહેલી તકે તમારા બોયફ્રેન્ડને વાત કરો અને સાથોસાથ તમારાં માતા-પિતાને પણ જણાવો. તમારાં માતા-પિતાને જણાવશો તો તેઓ તમારાં લગ્ન તમને ગમતા યુવાન સાથે કરાવી આપશે જેથી તમે પ્રિયપાત્ર સાથે સહજીવન મુક્ત મને માણી શકશો.
સજાવટ:કુકવેરથી આપો રસોડાને મોર્ડન લુક
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/give-your-kitchen-a-modern-look-with-cookware-135345942.html
જે આપણે ઘરની સાથે કિચનમાં પણ પૈસા ખર્ચ કરીએ છીએ, જેથી ઘરની સાથે સાથે કિચન પણ મોર્ડન લાગે. પરંતુ, મોટાભાગના લોકો સાથે એ સમસ્યા પણ છે કે કિચનમાં ઉપયોગી એવા ક્યાં વાસણ ખરીદવા જેથી કિચન મોર્ડન પણ લાગે અને વપરાશમાં પણ આવે.
આજકાલ બજારમાં વિવિધ પ્રકારના કુકવેર ઉપલબ્ધ છે, જેનાથી તમે કિચનને મોર્ડન લુક આપી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે, સાથે મેન્ટેન કરવા પણ સરળ છે. થોડા સમય પહેલા જ્યાં કિચનમાં સ્ટીલ અને નોનસ્ટિક વાસણોનો ઉપયોગ થતો ત્યાં આજે અનેક પ્રકારના કુકવેર પોતાનું સ્થાન બનાવી રહ્યા છે.
સ્ટોન વેર
નામથી જ સ્પષ્ટ છે કે આ વાસણ પથ્થરના બનેલા હોય છે. તેનો ઉપયોગ પિઝા બેઝ, બેડ, કેક અને પાસ્તા સિવાય સૂપ બનાવવામાં કરવામાં આવે છે. આ વાસણમાં ભોજન બનાવું સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય છે, કારણ કે પથ્થરથી બનેલા હોવાથી ભોજન બનાવતી વખતે તેમાંથી કોઈ પણ પ્રકારના કેમિકલ તત્ત્વો રિલીઝ નથી થતા. સાફ કરવા પણ સરસ હોય છે. વજનવાળા હોવાથી ભોજન બળી જવાનો ડર પણ રહેતો નથી.
ક્લે કુકવેર
તેમાં ભોજન ગેસ પર બને છે. તેલનો ઓછો ઉપયોગ થાય છે. જો એસિડિક ભોજનને પણ આ વાસણમાં બનાવવામાં આવે તો માટીના આલ્કેલાઇન ગુણ ભોજનને બેલેન્સ કરે છે.
કાસ્ટ આયર્ન કુકવેર
કાસ્ટ આયર્ન કુકવેરનો ઉપયોગ બ્રેસિંગ, ડીપ ફ્રાઈંગ કે બેક્ડ ડિશિસ બનાવવામાં થાય છે. તેમાં ધીમું કુકિંગ સરળતાથી કરી શકાય છે. આ વાસણમાં ભોજન બને છે. સાથે આયર્ન હોવાથી ભોજન બનતી વખતે તેમાં આયર્ન તત્ત્વ આપણને મળી રહે છે જે હિમોગ્લોબિન વધારવામાં ખૂબ મદદરૂપ છે.
પોર્સેલીન કુકવેર
ચોકલેટ ઓગાળવી, ક્રીમી સૂપ અને સોસ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તે વજનમાં લાઈટ અને વિવિધ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. સાથે સ્ક્રેચ રિજિસ્ટન્ટ હોય છે. તેનો ઉપયોગ માઈક્રોવેવ અને ઓવન બંનેમાં કરી શકાય છે.

બ્યુટી:આ રીતે મૂળથી દૂર કરો ‘ખીલના ડાઘ’
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-is-how-to-remove-acne-scars-from-the-root-135345935.html
ઘણીવાર ચહેરા પર ધુળમાટી, સ્ટ્રેસ અને હોર્મોનલ પરિવર્તનના લીધે 'એકને' એટલે કે ખીલની સમસ્યા થાય છે. એકને સ્કિનના પદની અંદર ઊંડાણ સુધી જાય છે. તે ફૂટી જતા કોલોજન ટ્રિગર થાય છે, જેના લીધે તે ખીલ ત્વચા પર ડાઘ છોડી જાય છે. તેને એકને સ્કાર કહેવાય છે.
બ્રેકઆઉટ થયા પછી ચહેરા પર સ્કારથી છુટકારો મેળવવો મોટી સમસ્યા છે. ડાર્ક બ્લેક રંગના ડાઘની જેમ દેખાતા એકને સાકાર યુવતીઓને ખૂબ પરેશાન કરે છે. આ ડાઘ કેટલાય મહિના સુધી રહે છે. સામાન્ય રીતે કેટલાક પ્રકારના એકને સ્કાર જાતે દૂર થતા નથી. એવામાં અનેક પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડે છે. અહીં એક અસરકારક સ્કાર રિમૂવર વિશે જાણો:
ગ્લાઈકોલિક એસિડ
ગ્લાયકોલિક એસિડ એક પ્રકારનું હાઇડ્રોક્સી એસિડ છે, જે ખાદ્યપદાર્થોમાં પણ જોવા મળે છે. ગ્લાઈકોલિક એસિડ સ્કિનની મૃત કોશિકાની ઉપરના પડને દૂર કરવાનું કામ કરે છે.
તેનો ઉપયોગ ફેસ ક્લીન્ઝર, સીરમ કે સ્પોટ ટ્રીટમેન્ટમાં પણ થાય છે. મોટાભાગના પીલ ઓફ માસ્કમાં પણ ગ્લાયકોલિક એસિડ ઉપલબ્ધ હોય છે. સ્કાર્સ દૂર કરવા તમે ગ્લાયકોલિક એસિડ ધરાવતા પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો,
સેલિસિલિક એસિડ
સેલિસિલિક એસિડ એક શક્તિશાળી એક્સફોલિએન્ટ છે, જે એક્નેને ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ મૃત કોશિકાની વચ્ચેના બોન્ડને તોડે છે અને તેને સ્કિન પરથી દૂર કરે છે, જેથી નવી કોશિકા એક્સપોઝ થાય છે. એક્સફોલિએશન સ્કિન પોર્સને બંધ થતા અટકાવે છે, જેનાથી એકને થાય છે. તેનો ઉપયોગ ઓઈલી સ્કિન પર ફાયદાકારક છે. તે સોજો અને લાલાશને ઘરડી એકને ઓછા કરવાનું કામ કરે છે. તેનાથી ડાઘ પણ હળવા થઈ જાય છે.
લેક્ટિક એસિડ
લેક્ટિક એસિડ એક આલ્ફા હાઇડ્રોક્સી એસિડ છે. તેનો ઉપયોગ કરવાથી કડક કોશિકા સેપરેટ થઈ જાય છે જે પડ બનવાનું કારણ બનતી હોય છે. આ રીતે સ્કિનની રચનામાં સુધારો થતા સ્કિન સ્વચ્છ દેખાય છે.
સ્કિન એક્સપર્ટ આ દરેક સાથે વિટામિન સીનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ બધા તત્ત્વોથી સ્કિન સંવેદનશીલ બને છે. તેનો ઉપયોગ કરતી વખતે હંમેશાં સનસ્ક્રીન એસપીએફ 30નો ઉપયોગ કરવો. સાથે સ્કિન એલર્જીનું ધ્યાન રાખો. ત્વચા પર ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો.

રસથાળ:વરસાદી મોસમમાં મકાઈની સુપર ટેસ્ટી વાનગીઓનો સાથ!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/super-tasty-corn-dishes-to-accompany-the-rainy-season-135348010.html
ટેસ્ટી કોર્ન ભેળ
સામગ્રી : અમેરિકન મકાઈ-2 કપ, ટામેટાં-1 નંગ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલી કાકડી-પા કપ, ઝીણું સમારેલું બીટ-2 ચમચી, સમારેલું લીલું મરચું-1 નંગ, સમારેલી કોથમીર-2 ચમચી, ચાટ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચી, દાડમનાં દાણા-3 ચમચી, તીખી બુંદી-પા કપ, ઝીણી સેવ-ગાર્નિશ માટે
રીત : એક બાઉલમાં મકાઈ દાણા, સમારેલા ટામેટાં, ડુંગળી, કાકડી, લીલાં મરચાં, કોથમીર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું અને લીંબુનો રસ મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં લઈ તેના સેવ, બુંદી અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. કોર્ન પકોડા
સામગ્રી : બાફેલી મકાઈ-2 કપ, સમારેલું કેપ્સિકમ-1 નંગ, સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલાં લીલાં મરચાં-6, સમારેલી કોથમીર-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-અડધી ચમચી, હિંગ-પા ચમચી, ગરમ મસાલો-1 ચમચી, આમચૂર-અડધી ચમચી, ચણાનો લોટ-દોઢ કપ, ચોખાનો લોટ-પા કપ, તેલ-તળવા માટે
રીત : બાઉલમાં ઉપર જણાવેલી દરેક સામગ્રી મિક્સ કરી લો. દરેક લોટને ચાળીને ઉમેરવા. હવે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. ધ્યાન રહે ખીરું ઢીલું નથી
કરવાનું. થોડું ઘટ્ટ રાખવાનું છે જેથી સરળતાથી હાથ વડે તેલમાં
મૂકી શકાય. ગરમ તેલમાં હલકા સોનેરી રંગના તળી લો.
ગરમગરમ કોર્ન પકોડાને ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી સાથે પીરસો. ક્રિસ્પી કોર્ન
સામગ્રી : મકાઈ દાણા-2 કપ, 4 ચમચી, ચોખાનો લોટ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-2 ચમચી, મરી પાઉડર-પા ચમચી, તેલ-તળવા માટે
રીત : મકાઈ દાણાને એક પ્લેટમાં પાથરવા. તેની ઉપર કોર્નફ્લોર, ચોખાનો લોટ, મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ભભરાવો. દરેક દાન પર સારી રતિએ કોટ કરવાનું છે. હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે કોટિંગ કરેલા મકાઈ દાણા છુટા છુટા નાખી ધીમા તાપે તળો. પેપર નેપ્કિન પર કાઢવા જેથી વધારાનું તેલ શોષાઈ જાય. પ્લેટમાં લઈ ચાટ મસાલો ભભરાવો અને મજેદાર ક્રિસ્પી કોર્નની લિજ્જત માણો. કોર્ન કબાબ
સામગ્રી : બાફેલી મકાઈ-1 કપ,
બટાકા-2 નંગ, છીણેલું પનીર-પા કપ,
બ્રેડ ક્રમ્બ્સ-1 કપ, ચોખાનો લોટ-4 ચમચી, ડુંગળી-1 નંગ, લીલાં મરચાં-3 નંગ, આદું-નાનો ટુકડો, સમારેલી કોથમીર-2 ચમચી, ચિલી ફ્લેક્સ-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે
રીત : બટાકા બાફીને મસળી લેવા. ચોપરમા
બધા શાકને ચોપ કરી લેવા. આદું અને લીલાં મરચાંની પેસ્ટ બનાવી લો. હવે પહોળા વાસણમાં બધું સારી રીતે મિક્સ કરી કબાબનો શેપ આપી દો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ થાય એટલે મીડીયમ તાપે કબાબને તળી લો. સ્વાદિષ્ટ કબાબનો વરસતા વરસાદમાં સ્વાદ માણો. મિની કોર્ન ઉત્તપમ
સામગ્રી : ઢોસાનું ખીરું, બાફેલી મકાઈ-1 કપ, સમારેલાં મિક્સ વેજીટેબલ-1 કપ, સમારેલી કોથમીર-2 ,ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-શેકવા માટે
રીત : એક બાઉલમાં ઢોસાનું ખીરું લઇ તેમાં જણાવેલી બ
સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરો. તેમાં બધા વેજિટેબલ
અને બાફેલી મકાઈ અને લીલાં મરચાંની પેસ્ટ મિક્સ કરો. નોનસ્ટિક
તવા પર નાના નાના ઉત્તપમ પાથરી તેલ મૂકી શેકી લો અને
મિની ઉત્તપમનો સ્વાદ માણો. કોર્ન બોલ્સ
સામગ્રી : બાફેલી મકાઈ-1 કપ, બટાકા-2 નંગ, ચીઝ ક્યુબ્સ-2 નંગ, બ્રેડ ક્રમ્બ્સ-1 કપ, ચોખાનો લોટ-2 ચમચી, ડુંગળી-1 નંગ, લીલાં મરચાં-3 નંગ, કેપ્સિકમ-પા કપ, આદું-નાનો ટુકડો, સમારેલી કોથમીર-2 ચમચી, ચિલી ફ્લેક્સ-2 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, જીરું પાઉડર-1 ચમચી, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, મેંદો-4 ચમચી, પાણી-જરૂર મુજબ, તેલ-તળવા માટે
રીત : બટાકાને બાફીને મસળી લેવા. ચોપરમાં બધા શાકને ચોપ કરી લો. મેંદાને થોડાં પાણીમાં મિક્સ કરી સ્લરી બનાવો. હવે મોટાં બાઉલમાં વેજીટેબલ, બટાકાનો માવો, બ્રેડ ક્રમ્બ્સ, ચોખાનો લોટ, બધા મસાલા, સ્વાદ મુજબ મીઠું અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. ગોળ શેપ આપી વચ્ચે ચીઝનો ટુકડો મૂકી પેક કરી લો. સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્બ્સમાં રગદોળો. ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો. તંદુરી મકાઇ
સામગ્રી : બાફેલી આખી મકાઈ-4, દહીંનો મસ્કો-1 કપ, ચણાનો લોટ-અડધો કપ, આદું, મરચાં, લસણની પેસ્ટ-1 ચમચી, લાલ મરચું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, ચાટ મસાલો-1 ચમચી, કોર્ન ફ્લોર-2 ચમચી, મરી-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-1 ચમચી
રીત : દહીંના મસ્કામાં દરેક સામગ્રી મિક્સ કરો. તૈયાર થયેલી પેસ્ટને બ્રશની મદદથી મકાઈ પર લગાવી દો. હવે મકાઈને ગ્રીલ પર ધીમા તાપે ફેરવતા ફેરવતા શેકો. જો ગ્રીલ ન હોય તો ગેસ પર જાળી મૂકી શેકી લો. તૈયાર શેકેલી મકાઇ પર ચાટ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરો.

આ રીતે મેળવો આકર્ષક લૂક:ટ્રેન્ડિંગ લોન્જરીથી કરો વોર્ડરોબ અપડેટ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-is-how-to-get-an-attractive-look-135345908.html
આટલું ખાસ ધ્યાન રાખો વરસાદમાં આપણે એવા રંગ તરફ આકર્ષિત થઈએ છીએ, જે આપણા મૂડને સારો બનાવે. આ દિવસોમાં કોટન કે સેમી કોટન એવી સ્કિન ફ્રેન્ડલી લોન્જરીનો ઉપયોગ કરવો. જે કમ્ફર્ટેબલ તો હોય છે સાથે પરસેવો અટકાવવામાં પણ મદદ કરે છે. હાઈજીન એ તો આ દિવસોમાં સૌથી અગત્યની ધ્યાન રાખવાની બાબત છે.
રંગની વાત કરીએ તો ખાસ રંગ જેમ કે યલો, ઓરેન્જ, પિંક, જેવા હેપી રંગો કે પછી પેસ્ટલ અને ન્યુટ્ર્લ શેડ પણ ટ્રાય કરી શકો. આજકાલ ફ્લોરલ પ્રિન્ટ ટ્રેન્ડમાં છે. આ રોમેન્ટિક મોસમમાં ફ્લોરલ પ્રિન્ટ તમારા અને તમારા સાથી બંનેના મૂડને લાઈટઅપ કરી શકે છે.

ક્રાઇમ સિક્રેટ:જાપાનની ‘ઘોસ્ટ બોટ’નું રહસ્ય શું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-is-the-mystery-of-japans-ghost-boat-135354988.html
રાજ ભાસ્કર
આ કહાની જાપાનની છે. જાપાન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો દેશ. અહીં સાડો આઈલેન્ડ નામનો એક વિસ્તાર નોર્થ કોસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ કિનારા પર માછીમારો અને અન્ય મજૂર વર્ગ રહેતો. આ એરિયાની સમુદ્રી સીમા રુસ, નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા સાથે જોડાયેલી હતી. લગભગ 2002થી અહીં રહસ્યમયી સિલસિલો શરૂ થયો. અહીંના કિનારે નાની-નાની બોટો તરીને આવવા લાગી. એમાંથી કોઈ બોટમાં કંકાલ હોય, કોઈમાં સડી ગયેલી માનવીની લાશ હોય તો કોઈમાં માત્ર હાથ-પગ કે માથું હોય.
લોકોએ સ્થાનિક પોલીસને ફરિયાદ કરી. વાત સરકાર સુધી પહોંચી, પણ કોઈએ વિશેષ તપાસ ના કરી. ખબર ના પડી કે આ બોટો ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? એ કંકાલો, લાશો કોનાં છે? દાયકો વીતી ગયો. માનવીની લાશો અને કંકાલ ભરેલી બોટો આવતી રહી. લોકોએ એ નૌકાઓને ‘ઘોસ્ટ બોટ’ (ભૂતિયા નાવ) નામ આપી દીધું. લોકો ભયંકર ખૌફ વચ્ચે જીવી રહ્યાં હતાં. વળી પ્રશાસનનો પણ ખર્ચ વધી ગયો હતો. બોટો ઠેકાણે પાડવાની, એમાં મળતાં કંકાલો કે લાશોનું પોસ્ટમોર્ટમ કરવાનું, એના રિપોર્ટ્સ સાચવવાના, એના અગ્નિસંસ્કાર કરવાના વગેરે કામો અને ખર્ચ વધતાં જતાં હતાં.
શરૂઆતમાં મહિને-બે મહિને બોટો આવતી. પછી એની માત્રા વધી. અઠવાડિયે કે દસ દિવસે બોટ આવવા લાગી. 2011માં 57 બોટો, 2012માં 47, 2013માં 80 અને 2014માં 65 ઘોસ્ટ બોટ જાપાનના નોર્થ કોસ્ટ કિનારે તરી આવી. સમય બદલાયો, સરકાર પણ બદલાઈ. જાપાનમાં લાંગરતી ‘ઘોસ્ટ બોટ’ની કહાની આખી દુનિયામાં મશહૂર થઈ ગઈ હતી. આથી સરકારને લાગ્યું કે હવે સીરિયસલી કંઈક ઈન્વેસ્ટિગેશન કરવું પડશે. એ પછી સરકાર દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી અને તપાસ શરૂ થઈ.
તપાસમાં કેટલીક ખાસ ચીજો સામે આવી. લાશો ભરીને આવતી બધી બોટની બહાર લાલ રંગથી કંઈક લખાણ લખેલું હતું. એક્સપર્ટ પાસે એ લખાણ ઉકેલાયું તો ખબર પડી કે બોટ પર ‘કોરિયન પીપલ્સ આર્મી’ એવું લખ્યું હતું. બોટમાંથી મળેલાં કેટલાંક સામાનની પણ તપાસ થઈ.
આવાં ઘણાં ઈન્વેસ્ટિગેશન બાદ કમિટીએ રિપોર્ટ આપ્યો કે, દરેક બોટ પર લાલ રંગે લખાયેલું લખાણ અને એમાંથી મળતી ચીજવસ્તુઓથી એ સાબિત થાય છે કે આ બોટો નોર્થ કોરિયાની છે, પણ આ રિપોર્ટ માનવા કોઈ તૈયાર ના થયું, કારણ કે નોર્થ કોરિયાથી જાપાનનું અંતર 1000 કિ.મી. હતું. નાની બોટમાં આ અંતર કાપવું આત્મહત્યા કરવા સમાન હતું. અહીં આવતાં પહેલાં જ આ બોટો મોજાંઓનો કોળિયો થઈ જાય. તપાસ કમિટી મક્કમ હતી કે બધી ઘોસ્ટ બોટો નોર્થ કોરિયાની જ છે, પણ સાબિત કેવી રીતે કરવું? એમાંથી દાયકાઓ જૂની બીજી કહાની સામે આવી.
વાત એમ હતી કે 1977થી 1983ના છ વર્ષના ગાળામાં જાપાનના નોર્થ કોસ્ટ કિનારે રહેતા 17 માછીમારો એટલે કે જાપાની નાગરિકો ગાયબ થયા હતા. એ લોકો હોડી લઈને ફિશિંગ પર નીકળ્યા હતા પછી તેમનો કોઈ પતો જ નહોતો લાગ્યો. તેમના પરિવારજનોએ પોલીસ અને સરકારને ફરિયાદ કરી. તપાસ થઈ, પણ કંઈ વળ્યું નહીં. બે વર્ષ પછી 1985માં અજીબ ઘટના બની. એક દિવસ જાપાની કોસ્ટગાર્ડને નોર્થ કોસ્ટના કિનારે શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ. અધિકારીઓએ એનો પાસપોર્ટ, આઈડી કાર્ડ ચેક કર્યાં. એનું નામ હતું તાદાકી હારા. તપાસ કરતા ખબર પડી કે આ તો પેલા ગુમ થયેલા 17 માછીમારોમાંનો જ એક હતો. જાપાન ખુશ થયું કે બાકીના 16 લોકોય જીવતા હશે.
એની પૂછપરછ કરતા કંઈ ઔર જ કહાની સામે આવી. ખરેખર એ ગાયબ થયેલા 17 માછીમારોમાંનો એક નહોતો. ગુમ થયેલા માછીમારના પાસપોર્ટ પર પોતાનો ફોટો ચિપકાવીને એ વ્યક્તિ અહીં આવ્યો હતો. એ મૂળ નોર્થ કોરિયાનો જાસૂસ હતો. એને પૂછવામાં આવ્યુ કે તો પછી ગુમ થયેલા જાપાની માછીમારનો પાસપોર્ટ તારી પાસે કેવી રીતે આવ્યો? એ સવાલના જવાબમાં એણે આખી કહાની સામે ધરી દીધી. એણે કહ્યું કે 1977થી 1983 દરમિયાન જાપાનના જે 17 લોકો ગાયબ થયા હતા એને એક પછી એક કરીને નોર્થ કોરિયાએ જ કિડનેપ કર્યા હતા અને એમને પોતાની જેલમાં રાખ્યા હતા.
કિડનેપનું કારણ ગજબનું હતું. નોર્થ કોરિયા જાપાનમાં જાસૂસી કરવા માટે પોતાના જાસૂસોને જાપાની ભાષા શીખવવા માંગતું હતું. પરફેક્ટ પ્રોનાઉન્સેશન આવે એટલે જાપાની માછીમારોને બંદી બનાવીને નોર્થ કોરિયા તેમની પાસેથી ભાષા શીખતું હતું. આ સાથે બીજો પણ ખુલાસો થયો.
એ નોર્થ કોરિયન જાસૂસે એ વખતે પોતાની કબૂલાતમાં એમ પણ કહ્યું, ‘અમારા માછીમારો ફિશિંગ માટે નીકળે, રસ્તો ભટકી જાય અને સમુદ્રમાં જ મરી જાય. સમુદ્રના વહેણને કારણે એ બોટો તરતી તરતી જાપાનના નોર્થ કોસ્ટ કિનારે આવી જાય છે. 1975માં આવી પહેલી બોટ આવી હતી. આ બધી નોર્થ કોરિયાને ખબર છે પણ એ કંઈ બોલતું નથી.’

2017માં તપાસ કરી રહેલી કમિટીને તાદાકી હારાનું આ રેકોર્ડેડ સ્ટેટમેન મળી ગયું હતું. ટૂંકમાં એની વાત સાચી હતી કે નોર્થ કોરિયાથી તરીને બોટો આવી શકે છે અને એ સિલસિલો 2002થી નહીં 1975થી ચાલુ છે. અર્થાત ‘ઘોસ્ટ બોટો’ નોર્થ કોરિયાની જ છે.
હવે એમની પાસે એક મોટો પુરાવો હતો, પણ સવાલ એ હતો કે પહેલા વર્ષે એકાદ બોટ આવતી હતી તો હવે અઠવાડિયે બે-ચાર લાશો ભરેલી બોટો કેમ આવી રહી છે? શું એ ખરેખર નોર્થ કોરિયા દ્વારા મોકલવામાં આવતી હતી? એની તપાસ શરૂ થઈ અને જે કારણ મળ્યું એ જાણીને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ. વરસોથી જાપાનના દરિયાકિનારે લાંગરતી લાશો ભરેલી એ ‘ઘોસ્ટ બોટ’નું હચમચાવી દેનારું ખૌફનાક સિક્રેટ આવતા બુધવારે.

તવારીખની તેજછાયા:મુદ્દો વંદે માતરમની દેશવ્યાપી અપીલનો છે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-point-is-the-nationwide-appeal-of-vande-mataram-135352936.html
પ્રકાશ ન. શાહ વ ર્ષો થયાં એ વાતને. ત્યારે સંજય-તુલા વરસોવરસ સદભાવના પર્વ યોજતાં: ફિલ્મકાર આનંદ પટવર્ધનથી માંડીને આરીફ મોહમ્મદ ખાન સહિતની પ્રતિભાઓએ એમાં ભાગ લીધાનું સાંભરે છે. આરીફ મોહમ્મદ ખાન યાદ આવવાનું કારણ એમણે તાજેતરનાં વરસોમાં કેરળના રાજ્યપાલ તરીકે સકારણ-અકારણ વહોરેલા વિવાદો નથી, પણ સદભાવના સત્રમાં એમણે વંદે માતરમના પોતે કરેલ ઉર્દૂ અનુવાદની જે ઝલક આપી હતી એ છે.
અને હવે તરતમાં વંદે માતરમની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ અંગેની મહોત્સવ સમિતિના ગુજરાત એકમ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એ અતિથિવિશેષને નાતે વક્તવ્ય આપવાના છે. છઠ્ઠી જુલાઈના આ અમદાવાદ આયોજન બાદ સાર્ધ શતાબ્દી મહોત્સવ ગુજરાતનાં જુદાં જુદાં કેન્દ્રોમાં પણ સપ્તાહ દરમ્યાન ઊજવાશે.
એમાં અલબત્ત વડોદરા તો હોય જ, કેમ કે એ તો શ્રી અરવિંદના પૂર્વાશ્રમનું જાગતું થાણું. 1905માં કર્ઝને બંગાળના હિંદુ-મુસ્લિમ ભાગલા પાડ્યા તે સાથે બંગભંગ વિરોધી આંદોલને લીધેલો ઉપાડો દેશભક્ત અરવિંદને ખેંચી રહ્યો હતો.
વડોદરા કોલેજના એમના છાત્રો કનૈયાલાલ મુનશી અને ભાઈલાલ પટેલ (ભાઈકાકા)એ ‘કેમ ચાલ્યા’ એવું પૂછવા ને રોકવા કોશિશ કરી ત્યારે બે શબ્દોએ ભરેલો એટલો ભારેલો ઉત્તર હતો: ‘મધર્સ કૉલ.’ વસ્તુત: આ ટૂંકા જવાબનાં મૂળ બંગભંગ સાથે સહસા ઊંચકાયેલ ‘વંદે માતરમ’માં હતાં. બંગાળના અક્ષરજીવનના અગ્રપુરુષ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રચના કરી’તી તો કે’દીની, 1875માં, પણ બંગજનનું ધ્યાન એના તરફ ખેંચાયું તે બંગભંગ વિરોધી આંદોલનના પ્રથમ ઉદ્રેક સાથે: યુવા રવીન્દ્રનાથ હિંદુ-મુસ્લિમ ઐક્યભાવના પૂર્વક ‘રાખીબંધન’ સાથે કલકત્તાના રાજમાર્ગો પર ‘વંદે માતરમ’ ગાતા નીકળી પડેલાઓમાં મોખરે હતા.
1875માં લખાયેલ વંદે માતરમે કંઈક ધ્યાન તે પૂર્વે 1882માં ‘આનંદમઠ’ નવલકથાના એક હિસ્સા થકી ખેંચ્યું જરૂર હશે, પણ જન જનમાં તે ઊંચકાયું બંગભંગ વિરોધી આંદોલન સાથે ‘વંદે માતરમ’નું એક નારા તરીકેનું ખેંચાણ ખાસું રહ્યું, આજે પણ છે. જોકે એ પછી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ અને ‘જયહિંદ’ પણ ખાસાં ગાજ્યાં ને ગાજે છે.
અલબત્ત, આ પૈકી ‘વંદે માતરમ’ રચના ને જયઘોષ બેઉ વહેલાં આવ્યાં અને એમની ભાવાત્મક અપીલ આજે પણ એકંદરે બરકરાર છે. એક તબક્કે ‘વંદે માતરમ’ રચના એના ઉત્તર અંશોના હિંદુ રણકાથી સાંકડી વરતાવા લાગી હતી અને કોઈ કોઈ આંતરધર્મી અથડામણમાં એનો પ્રયોગ કેમ જાણે ‘વોર ક્રાય’ તરીકે પણ નોંધાયો હતો. વસ્તુત: બંકિમચંદ્રે ‘વંદે માતરમ’ને જે નવલકથામાં (‘આનંદમઠ’માં) પ્રયોજ્યું છે. એમાં વાત તો સંતાનધર્મની છે. ધર્મ એ સંજ્ઞા એમાં મૈત્રીના અર્થમાં, આપણે સૌ ભાઈભાઈના વ્યાપક અર્થમાં પ્રયોજાઈ છે. અરવિંદે ‘વંદે માતરમ’ના પૂર્ણ પાઠનો અંગ્રેજી અનુવાદ કર્યો તો એમાં ધર્મને સારુ ‘કન્ડક્ટ’ શબ્દ વાપર્યો છે. ‘વંદે માતરમ’ની અપીલને સમજાવતાં એમણે અંગ્રેજીમાં કહ્યું છે કે તેણે આપણામાં ‘રિલિજિયન ઓફ પેટ્રિયોટિઝમ’નો સંચાર કર્યો. તો, ‘ધર્મ’ અને ‘રિલિજિયન’ વચ્ચે વિવેક કરનાર પ્રતિભાને હિંદુ ધર્મ અને ‘ધર્મ’ વચ્ચે પણ વિવેક હોય જ ને.
જે અરવિંદે આરંભે એને બંગાળનું રાષ્ટ્રગીત કહ્યું હતું તેને એ દેશ આખા માટેના મંત્ર તરીકે પુરસ્કારતા થયા અને બીજી બાજુ જાહેર જીવનની દૃષ્ટિએ એની પહેલી બે કડીઓ પર વ્યાપક સહમતિ સધાઈ. જવાહરલાલ નેહરુ, આચાર્ય નરેન્દ્ર દેવ, મૌલાના આઝાદ અને સુભાષ બોઝની સમિતિએ રવીન્દ્રનાથ સાથે પરામર્શપૂર્વક આ નિર્ણય લીધો હતો.
આગળ ચાલતાં બંધારણ સભા સમક્ષ રાષ્ટ્રગીતનો પ્રશ્ન આવ્યો ત્યારે વિધિવત રજૂઆત કરતા અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં વંદે માતરમની ઐતિહાસિક ભૂમિકા રહી છે તે જોતાં વંદે માતરમ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની જોડાજોડ રાષ્ટ્રીય ગાન તરીકે સમાન દરજ્જે રહેશે.’
બંકિમચંદ્રે એમના સામયિક ‘બંદદર્શન’માં છેક 1874માં સરસ મુદ્દો કર્યો હતો કે ‘બંગાળ હિંદુ-મુસ્લિમોનું છે, નહીં કે એકલા હિંદુઓનું... બંગાળની ભલાઈ સારુ એ જરૂરી છે કે હિંદુ-મુસલમાનમાં એકતા સધાય... જ્યાં સુધી મુસલમાનોને એમ લાગશે કે બંગાળી અમારી ભાષા નથી... કેવળ. ઉર્દૂ-ફારસીથી કામ ચલાવીશું તો એકતા સ્થાપિત નહીં થાય, કેમ કે એકતાની જડમાં ભાષાની એકતા હોય છે.’
મુદ્દો, સ્વીકૃત વંદે માતરમની દેશવ્યાપી અપીલને એની સમગ્રતામાં સમજવાનો છે, સ્વીકૃત પાઠ મમળાવીએ તો બંગાળને વટીને ભારતને વ્યાપી રહે છે, એમ કહેવું એ તો આપણો પરંપરાગત સંસ્કાર માત્ર છે.

રાજકીય વિચારધારાના વણછે એના અહોગાન અગર અવમૂલ્યન બેઉથી બચી વિશ્વહિતને અવિરોધી બલકે સંવાદી રાહે આત્મખોજભેર આગળ વધવાનો પ્રજાસૂય પડકાર તે સ્તો આ સાર્ધ શતાબ્દીનો સંદેશ છે... નહીં તો, બંકિમ પોતાનાથી નાનેરા રવિને વિશ્વકવિ કેમ કહે, કહો જોઉં.
નીલે ગગન કે તલે:ને થોડાક વગદાવેડા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/and-a-few-words-135352791.html
કો ઈ ઠાલીઠાલી પઈડકી કરે તેને અમારાં માતુશ્રી વગદાવેડા કહેતી. ને એવી પઈડકી અમે અહીં કરવાના છીએ. જેમકે થોડા સમય પહેલાં ગાંધીનાગરિક નીલેશ થાનકીએ ‘હવે આ જોવાનું બાકી હતું’ એવા હેડિંગ સાથે ફેસબુક ઉપર એક ફોટો મૂકેલો. એ ફોટામાં ગાંધીનગરની કોઈ શેરીમાં અમુક કોર્પોરેટરની ગ્રાન્ટથી મુકાયેલી એક પાટલી હતી.
તેના લખાણમાં ‘ગ્રાન્ટ’ શબ્દમાં અહીં છાપી શકાય નહીં એવી અભદ્ર ભૂલ હતી. બેચાર વગદાઓ સિવાય બીજા તો તે વાંચીને હાલતા થાય કે ‘આલીને ગયો છઅન, ક્યોં લઈન ગયો છ.’ બીજા એક એવા વગદા હતા મોહનભઈ પોરબંદરિયા, જેણે એક આખો ગ્રન્થ બનાવડાવ્યો ને એના ઉપર છપાવ્યું કે હવે પછી કોઈને સ્વેચ્છાએ, યુ નો, ડોટ ડોટ ડોટ.
અમે તો પ્રવાસી ને ઘડીક આંસુડાં સારીને ઊડી જાયેં પણ ત્યાં જ રહેતા ને સોસવાતા હતા પ્રાત:સ્મરણીય સુરતના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. કહેવાય છે કે ત્રિવેદી સાહેબને કોઈ કંકોત્રી મોકલે તો તેમાંની જોડણીની ભૂલો સુધારીને તે કંકોત્રી વળતી ટપાલમાં પાછી મોકલતા. રેશન કાર્ડના અરજીપત્રકમાં જોડણી ખોટી હોય તો તે ભરવાની ના પાડતા. બસ. ભૂલ હોય તે ન ગમે. ને કોઈ કહે તેને વગદાવેડા.
બીજો કકળાટ કરવો છે ઊંધી માત્રાનો. કેટલાક હાફ ભણેલાઓ તેમ જ વનએનએ હાફ ભણેલાઓ માને છે કે કોઈ બી ઇંગ્લિશ વર્ડમાં ઊંધી માત્રા કંપલસરી. તેઓ એડિટર, સૅક્સ, ટૅમ્પરેચર વગેરે પણ તે રીતે લખે, જે રૉંગ છે. લખવું હોય તો ફૅસબુક લખાય પણ અમે માનીએ છીએ કે અંગરેજો કેવા ઉચ્ચાર કરે છે તેની નકલ કરવાની જરૂર નથી, ગુજરાતીઓ જેમ બોલે તેમ જ ગુજરાતીમાં લખાય, યાને ઊંધી માત્રા ઈઝ નકલચી, ઈઝ નાહક વગદાવેડા.
અમને બીજી એક લ્હાય હૌ છે, માથે મીંડાની. હાફ ભણેલા કે વનએન્ડએ હાફ ભણેલા ગુજરાતીઓ ફાવે તેમ ને ફાવે ત્યારે મીંડાં ઉછાળે છે: બહુવચન દેખાં તો નાખો મીંડાંની વખારે! કોઈપણ છાપું કે પુસ્તક લો, કોઈપણ વોટ્સએપ કે ફેસબુકનું લખાણ લો ને સંભવ છે કે તેમાં મીંડાં જરૂરી ન હોય ત્યાં ઇલ્લુ ઇલ્લુ ને મીંડાં જરૂરી હોય ત્યાં ઇલ્લે ઇલ્લે.
ગુજરાતી જોડણી ઉપરાંત બીજી એક બલા છે, ગુજરાતી લખાણ કે બોલાણને અંગરેજીફાય કરવાની: હાફ એઝવેલએઝ વનએન્ડએ હાફ ભણેલાઓ ધરાર ‘ગુજરાતી ભાષા અગ્રેજી લઢણની અસર ધરાવે છે.’ આવું બેહૂદું વાક્ય લખે છે. એમાં પ્રભુ પાસે કઢેલાં દૂધની પ્યાલી પ્રેમ ધારી રે ધરાવવાની હોય તો બરાબર છે પણ તે સિવાય ધરાવવાની વાત બેહૂદી છે. બીજો ફૂવડ પ્રયોગ છે, ‘એમનાં પુસ્તકોમાં ચાર કાવ્યસંગ્રહો, બાર વાર્તાસંગ્રહો ને ત્રણ સમીક્ષાગ્રંથોનો સમાવેશ થાય છે.’ આમાં બંનેમાં ‘ધરાવવું’ ને ‘સમાવેશ થવું’–નાં લટકાં વાંદરાને લિપસ્ટિક લગાડવા જેવાં નિરર્થક છે.
અને ત્રીજું છે, ‘પસાર થવું!’ જી, કોઈ પુસ્તક કે લખાણ વાંચવાને બદલે તેમાંથી ‘પસાર થવું.’ મિસ્તર, પસાર થવું એટલે વ્હોટ? ચોપડીના સ્વિમિંગ પુલમાં રોટેટિંગ ડાઇવ મારીને કે પાનાંના હાઇવે ઉપર ટુ વ્હીલરની ડ્રાઇવ મારીને પસાર થવું? મેક્સિમમ ગુજરાતીઓ પરદેશ જાય છે, પરદેશ વસેલા છે એટલે સુધરેલા દેખાવા આંખો મીંચીને અપનાવી લીધેલ બર્થડે કેક, ફાધર્સ ડે ને મધર્સ ડે ને પિત્ઝા, ને ઇન્ડિયન ચાઇનીઝ ને એવી નોન–ગુજરાતી આઇટમોની જેમ આજનો ગુજરાતી માડુ લખાણ ને બોલાણમાં ઇંગલિસ્તાની બની જાય છે. યુ નોવ?
અને સાહેબ, અને મેમસાહેબ, આપે લાખો વાર વાંચ્યું હશે ને લખ્યુંયે હશે કે ગાંધીજી ઉપવાસ કરતા અને પછી ‘તેઓ’ લીંબુના પાણીથી પારણા કરતા. સ્વર્ગસ્થ કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીના વ્યાકરણ સંહિતા અનુસાર એકવચન માટે ‘તેઓ’ વાપરવું ભૂલ છે, ત્યાં ‘તે’ જ સાચું છે. તે લીંબુના પાણીથી પારણા કરતા! ને પછી ‘તેઓને’ કસ્તુરબા પંખો નાખતાં ન લખાય, કે ‘તેને’ પણ તોછડું લાગે. લખાય ‘એમને.’ અને બીટીડબલ્યુ, ગુજરાતી વાક્યમાં ‘એમને’ ક્યારે લખાય ને ‘તેમને’ ક્યારે તે માટે વગદાવેડા ભરેલો અનધર નિબંધ લખવાનું થાય.
ભલું થજો મેટ્રોવાળાનું કે ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર કામ ચાલે છે. ને રસ્તા આડાઅવળા થાય તે માટે ગુજરાતીમાં રોડ સાઇન્સ મુકાય છે: ‘ડાબી બાજુ વળો,’ ‘કામ પ્રગતિમાં છે!’ પ્રગતિમાં એટલે શું? રવિશંકરની સિતાર વિલંબિતમાંથી દ્રુતગતિમાં આવે તેવી પ્રગતિ? ‘ડાયવર્ઝન’ એક જ શબ્દ છે પણ રોડ સાઇન્સ લખનારા વિદ્વાનો કદીક ‘ડાય વર્ઝન’ બી લખે છે. મીન્સ કે અહીંથી પસાર થશો તો હેહેહે તમે ડાય થઈ જશો?
અને તમે તમારા ખાતામાં બહારગામનો ચેક ભર્યો હતો તેનું શું થયું એમ પુછાવો તો જવાબ આવે કે તે ‘જમા થવાની પ્રક્રિયામાં છે!’ એટલે ફ્રીકિંગ વ્હોટ? કોઈ લેબોરેટરીમાં ટેક્નિશિયનો કાચની કસનળીમાં તમારા ચેકની ભૂંગળી વાળીને કોઈ આર્થિક કેમિકલની પ્રક્રિયા જુએ છે?
જય જયસિહ સોલંકી સર! જય સર રતિલાલ, જય સર કમળાશંકર!

મેંદી રંગ લાગ્યો:સુવરિયા તારી ટીંબલે પાકી જાર જો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/suvaria-your-timbale-is-ripe-look-at-the-jar-135353085.html
સુવરિયા તારી ટીંબલે પાકી જાર જો,
સાચાં રે મોતીડે ઝૂલે કણહલાં.
સુવરડી, તું તો ટીંબલે ચડીને જોજે જો,
કેટલા રે પાળા ને કેટલા ઘોડે ચડ્યા.
સુવરિયા કાંઇ પાળાનો નહીં પાર જો,
રેવાતી આવે રે ધરતી ઢાંકતા.
સુવરડી તું જોજે મારું જુદ્ધ જો,
પાળાને હરાવું હું પળવારમાં.
સુવારિયા તું તો જુદ્ધડાં માંડી વાળ્ય જો,
બચલાં છે નાનેરાં ને આપણ બે જણાં.
સુવરડી તું તું તો જોજે મારું જુદ્ધ જો,
રેવાતના કાપું રે પગના ડાબલા.
સુવારિયા તું તો જાળવજે તારું દિલ જો,
ભમ્મરિયા ભાલે રે તુજને વીંધશે.
સુવરડી તું તો જાજે નળને કાંઠે જો,
મોથરડી ખવરાવી બચલાં મોટાં કરજે.
લોકગીતના રચયિતાઓએ ભલે અક્ષરજ્ઞાન ઓછું લીધું હશે કે સાવ નહિ લીધું હોય, પણ એમની કલ્પનાશક્તિ, બુદ્ધિમત્તા, પરોક્ષ સંદેશા આપવાની આવડત, સ્વરજ્ઞાન લાજવાબ હતાં એવું લોકગીતો વાંચીને, ગાઈને સમજાઈ જાય છે. માનવસહજ ખૂબી કે ખામીને કેન્દ્રમાં રાખીને જે તે કાળમાં રચેલું ગીત ચિરકાલીન રહે એ એમના સર્જનની કમાલ જ કહેવાય! લાખોના ખર્ચે તૈયાર થયેલું ફિલ્મી ગીત ત્રણ મહિના પછી આઉટડેટેડ થઇ જાય છે ને આપણાં અગણિત લોકગીતો વર્ષોથી ગવાય, સંભળાય છે એ શું બતાવે છે?
‘સુવરિયા તારી ટીંબલે પાકી જાર જો...’ ગાવામાં સહેલું પણ સમજવામાં અઘરું લોકગીત છે. એકવાર વાંચી, ગાઈ કે સાંભળી જઈએ તો ઉપરઉપરથી જાય છે! સુવર અને એની પત્નીના સંવાદરૂપે મળેલા આ લોકગીતમાં સુવરડી કહે છે કે ટીંબા પર તેં જુવાર વાવી એ બરાબર જામી છે ને ડૂંડાંમાં સાચાં મોતીડાં જેવા દાણા બેઠા છે. સુવર કહે છે કે મારા કેટલાક વિરોધીઓ મારી સાથે લડવા માગે છે તો તું ટીંબે ચડીને જોઇલે કે કેટલા પગપાળા આવે છે ને કેટલા ઘોડેસવાર છે?
સુવરડી ડરી ગઈ, એ કહે છે કે અનેક લોકો પગપાળા આવે છે ને જાતવાન ઘોડા તો ધરતી ઢંકાય એટલી ધૂળ ઉડાડતા આવે છે. સુવરનો મદ સાતમા આસમાને ચડ્યો, કહે તું જોયા કર, ચાલતા આવનારને તો પળવારમાં હરાવી દઉં! સુવરડી ગંભીરતા પામી ગઈ ને કહ્યું કે સુવરિયા ગમે તેમ કરીને યુદ્ધ ટાળ, આપણાં બચલાં નાનાં છે ને આપણે બે જ છીએ, કેમ પહોંચીશું?
અરે! તું જો તો ખરી, રેવાતના પગના ડાબલા વાઢી નાખીશ! એવું સાંભળીને સુવરડી એક જ અરજ કરે છે કે દુશ્મનો પાસે ભમ્મરિયાં ભાલાં છે, મને બીક છે કે તને એ વીંધી નાખશે માટે તું તારી જાતને સલામત રાખજે. સુવર લડીને ફના થઇ જવાના મૂડમાં છે એટલે સુવરડીને ભલામણ કરી દીધી કે હું શહીદ થઇ જાઉં તો તું નળકાંઠે જતી રહેજે ને મોથ (નદી-તળાવમાં થતું મૂળમાં ગાંઠોવાળું ઘાસ) ખવરાવીને બચલાંને મોટાં કરજે.
અહિ સુવર અને સુવરડી તો પ્રતીક છે. વિશ્વની મહાસત્તાઓ સર્વોપરિતા માટે સતત યુદ્ધ લડતી અને લડાવતી રહે છે. યુદ્ધથી કોઈનું ભલું નથી થવાનું એ સૌ સમજે છે છતાં યુદ્ધ એ જ કલ્યાણ હોય ત્યારે અંશકાલીન યુદ્ધ કરવું જોઈએ, પણ મહિનાઓ, વર્ષો સુધી યુદ્ધના વિચાર અને યુદ્ધ ચાલે છે ત્યારે લાખો નિર્દોષો હોમાઈ જાય છે.
સુવરડીના મુખે યુદ્ધ રોકવાની વાત કરાવીને લોકગીતના રચયિતાએ જગતને શાંતિનો સંદેશો આપ્યો છે. આજે પોણું વિશ્વ યુદ્ધગ્રસ્ત છે ત્યારે આ લોકગીત કેટલું ઉપયુક્ત છે જોયું ને! છેલ્લા અંતરામાં નળકાંઠાનો ઉલ્લેખ આવે છે એટલે સમજાય છે કે આ લોકગીત એ પંથકનું છે.

મેનેજમેન્ટની ABCD:ટેલેન્ટનું થોરામાં ઘનું-2
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/talent-in-thora-2-135352815.html
બી.એન. દસ્તુર એડિપ્ટિબિલિટી (Adaptability)
આ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ વર્તમાનમાં જીવે છે. આસપાસના સંજોગો સાથે તાલમેલ રાખવાનું એને પસંદ છે. એવું માને છે કે સમય અને સંજોગોને બદલવાને બદલે, એની સાથે તાલમેલ સાધવામાં સમજદારી છે.
જેને આવો તાલમેલ રાખતાં આવડે છે, એ વ્યક્તિ ભવિષ્યમાં આવી પડનારી મુશ્કેલીઓનો ઝાઝો વિચાર કરી સ્ટ્રેસ લેતી નથી. એને એની ફ્લેક્સિબિલિટી ઉપર વિશ્વાસ છે. આવનાર સંજોગો સાથે પણ તાલમેલ કરવાની એનામાં ત્રેવડ છે. આવી વ્યક્તિ જરૂરી પ્લાનિંગ કરે છે, પણ એ પ્લાન નિષ્ફળ જાય તો એને ઝાઝો સ્ટ્રેસ આવતો નથી. જે બન્યું તેની સાથે એ તાલમેલ મેળવી લે છે.
જે એડેપ્ટેબલ છે તેનું સ્ટેટસ ગુરખા સૈનિક જેવું છે. એની પાસે ગોળીઓ ન હોય તો એ બંદૂકને લાઠીની માફક ઘુમાવી ખોપરીઓ તોડી શકે છે. એની ખૂખરીથી દુશ્મનોનાં ખૂન કરી શકે છે.
જે એડેપ્ટેબલ છે એનું સ્ટેટસ ત્રીસ ટનની કન્ટેનર ટ્રક ચલાવનાર ટ્રકર જેવું છે. રસ્તે આવતાં ડાયવર્ઝનો, બ્રેકડાઉન, અકસ્માતની એસીતેસી કરી, ટ્રકર એની ડિલિવરી કરવાના સ્થાને પહોંચે જ છે.
‘ભયંકર અનિશ્ચિતતા’, ‘અનપ્રિસિડેન્ટેડ વોલેટિલિટ’, ‘ડાયનેમિક સ્ટેબિલિટી’ની વાતો કરનાર, મારા જેવા લેખકો, શિક્ષકો, મેનેજરો એને પસંદ નથી. જે બનશે તેને પહોંચી વળતાં એને આવડે છે.
વર્તમાન સાથે તાલમેલ રાખતા એ જરૂરી આવડતો, જ્ઞાન, માહિતી મેળવે છે. રસ્તે આવતો પુલ તૂટી પડ્યો હોય તો એને તરતાં, ભેંસનું પૂંછડું પકડી નદી પસાર કરતા આવડે છે. એસ્ટ્રોલોજર (Astrologer)
આવનારા સમયમાં તમારું, તમારા કુટુંબ-કબીલાનું, દોસ્ત-દુશ્મનોનું, દેશ-દુનિયાનું શું થશે એવું વિચારનાર વ્યક્તિની આ આગવી પ્રતિભા છે.
જે જ્યોતિષી છે તે ગ્રહોની ચાલનો અભ્યાસ કરી ભવિષ્યવાણી કરે છે, એના જાતકોને ભવિષ્યમાં આવનારી મુસીબતો સમજાવે છે.
એસ્ટ્રોલોજરની પ્રતિભા ધરાવનાર મેનેજર બિઝનેસના, ઈકોનોમીમાં આજના વાતાવરણનો, માહોલનો અભ્યાસ કરી ભવિષ્યમાં શું બનશે તે નક્કી કરે છે. આવનારી
મુસીબતો માટે સૌને સાવધાન કરે છે. એ ક્ષિતિજ ઉપર જ નહીં, ક્ષિતિજને પેલે પાર શું હશે એ પણ શોધવાનો પ્રયત્ન કરે છે. કોમ્પિટિટર (Competitor)
જે કોમ્પિટિટર છે એ એના પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં રોજ બે ડગલાં વધારે ચાલે છે. પ્રતિસ્પર્ધીઓ એને મોટિવેટ કરી શકે છે, કરતા રહે છે. પોતાના બિઝનેસમાં અગ્રેસર બનવા માટે આ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ કરવા જેવું (ન કરવા જેવું પણ બધું જ કરવા માટે તૈયાર, તત્પર અને સક્ષમ છે. એ બેન્ચમાર્કિંગ કરે છે સર્વોત્તમ સંસ્થાઓ સાથે.
જર્મનીના મહાન એથ્લીટ અને કોચ ડો. ઓટો પેલ્ટઝરનો હું શાગીર્દ છું. 1959માં મેં એમના સિદ્ધાંતો ઉપર આધારિત કિતાબ ‘Dr. Peltzer’s Modern Athletic Systems’ લકી ત્યારે પેલ્ટઝર સાહેબે કહ્યું, ‘કિતાબની મુખ્ય થીમ એવી રાખજે કે ‘હરીફાઈ કરવી અગત્યનું છે, જીતવું નહીં’ એ વાત એક બકવાસ છે. ‘જીતવાની ઠાન લઈને જ રમવું જોઈએ.’ 1960ની રોમ ઓલિમ્પિકના એથ્લીટોએ આ પુસ્તકની ખૂબ સરાહના કરી.
લોઈડ્સ બેન્કના ચેરમેન સર બ્રાયન પિટમેને, પોતાની બેંકનું બેન્ચમાર્કિંગ કોકા કોલા સાથે કર્યું હતું. કોકા કોલાનાં સ્ટ્રક્ચર અને કલ્ચરનો અભ્યાસ કરવા એ અમેરિકા ગયા હતા.(ક્રમશ:)

ઓક્સિજન:ના, એ મારો નહોતો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/no-it-wasnt-mine-135353094.html
‘એ ય, તારો સિક્કો પડી ગયો.’ રસ્તા ઉપર દસ રૂપિયાનો સિક્કો પડતો જોઈ રાહદારીએ રિક્ષાવાળાને બૂમ પાડી. તેનું નામ ભીમો. તેણે બૂમ સાંભળી, કાચમાંથી પાછળ નજર કરી, પણ તે ઊભો ના રહ્યો.
તેણે જે સાહેબને ત્યાં ઉતાર્યા હતા તે મણિનગરથી બેઠા હતા. ‘ભાઈ, વાસણાના કેટલા લઇશ?’ ભીમાએ હસીને કહ્યું ‘મીટર પ્રમાણે જે થાય તે આપી દેજો.’ સાહેબ પણ આ સાંભળી મલકાયા કારણ કે તેમને ત્રણ–ચાર રિક્ષાવાળા ‘દોઢસોથી ઓછામાં તો કોઈ નહીં લઈ જાય’ એમ કહી નન્નો ભણી ચૂક્યા હતા.
ભીમાએ મણિનગરથી વાસણા દરમ્યાન સાહેબ સાથે જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ, શિસ્તથી માંડી દેશના અર્થકારણ અને ટેરિફની અસર સુધીની વાતો કરીને તેમને ઇમ્પ્રેસ કરી દીધા. સાહેબનું ઘર આવી ગયું. ‘કેટલા થયા?’ ભીમો આનો જવાબ આપતા કહે, ‘તમારો રેગ્યુલર રુટ લાગે છે. દર વખતે જે આપતા હોવ તે આપી દો.’ સાહેબે સો રૂપિયાની નોટ આપતાં કહ્યું ‘આમ તો નેવું થતાં હોય છે, પણ તારી સાથે વાતો કરવાની મજા આવી. તું આ રાખી લે.’
રેટ કાર્ડમાં નેવું રૂપિયા થાય છે તે કન્ફર્મ કરી ભીમો પાકીટમાંથી દસનો સિક્કો કાઢી તેમના હાથમાં આપે ત્યાં લાગી તો સાહેબ રસ્તો ક્રોસ કરી ચૂક્યા હતા. ભીમો બૂમ પાડતો રહ્યો પણ સાહેબે સાંભળ્યુ નહીં. ક-મને તેણે એ સિક્કો શર્ટના ખિસ્સામાં મૂક્યો. ખિસ્સાની ઉકલી ગયેલી સિલાઈમાંથી સરકીને તે રસ્તા ઉપર પડ્યો. આ વાતથી અજાણ ભીમો તો રિક્ષા ચાલુ કરી આગળ જવા લાગ્યો.
બસ, એ જ સમયે પેલા રાહદારીએ બૂમ પાડી. ભીમો રોકાયા વગર કાચમાંથી પેલાને જોઈ રહ્યો. આખરે પેલા રાહદારીએ સિક્કો પોતાના ખિસ્સામાં મૂકી દીધો. આ જોતાં જ ભીમાએ રિક્ષા હંકારી મૂકી. તેની પ્રામાણિકતા બોલી રહી હતી ‘ના, એ સિક્કો મારો તો નહોતો!’

આજ-કાલ:1707માં ડૂબેલું જહાજ મળે તો 1888ની વીજળીનું શું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-a-shipwreck-is-found-in-1707-what-about-lightning-in-1888-135354969.html
આપણે મોટા ભાગની પશ્ચિમની નકલ કરવામાં પાવરધા જ નહીં, ઉતાવળા અને અવિચારી પણ ખરાં. મોટા ભાગની નકલ દેખાડા માટે, બાહ્ય હોય. ફેશન, ટ્રેન્ડ્સ, ફૂડ હેબિટ્સ, બ્રાન્ડ, મ્યુઝિક, મુવી વગેરે. પરંતુ દુનિયામાં ઘણું ઘણું એવું થાય છે કે જે આપણે જાણવું જોઈએ, જેના પર વિચારવું જોઈએ, એને સમજવું જોઈએ અને યોગ્ય લાગે ત્યાં અનુકરણ પણ કરવું જોઈએ.
તાજેતરમાં વિશ્વના સૌથી સમૃદ્ધ જહાજી કાટમાળના એક વાવડ આવ્યાની ખબર પડી? 1708માં બ્રિટન સાથેના યુદ્ધમાં કોલંબિયાના કિનારે સ્પેનનું યુદ્ધ જહાજ ‘સાન જોસ’ ડૂબી ગયું હતું. આ જળસમાધિ લેનારા જહાજમાં 200 ટન વજનનું સોનું, ચાંદી અને રત્નો હતાં. આ ખજાનો આજની તારીખે 17 અબજ ડોલરનો થાય. રૂપિયામાં મૂલ્ય સમજવું હોય તો આ રકમને સોથી ગુણી શકો.
આમાં થયું એવું કે રોબોટિક ડાઈવિંગ વ્હીકલ થકી સોનાના સિક્કા શોધી કઢાયા અને પછી સંશોધનથી સાબિત થયું કે તો સ્પેનના જળસમાધિ લેનારા યુદ્ધ જહાજ સાન જોસના ખજાનાનો હિસ્સો છે. આ સોનાના સિક્કા દરિયાના પેટાળમાં દેખાવાની સાથે નવું યુદ્ધ ફાટી નીકળ્યું, એના પર માલિકી હક્ક જતાવવાનું. સ્પેનનો દાવો છે કે ભલે ને ગમે તેટલી સદીઓ વીતી ગઈ હોય, એ યુદ્ધ જહાજ, એનો કાટમાળ, એમાંના ખજાના અને શોધી કઢાયેલા સોનાના સિક્કા પર અમારો હક હતો, છે અને રહેશે.
જર્નલ ‘એન્ટીક્વીટી’ના લેખમાં વધુ વિગતો બહાર આવી છે. અત્યારે દરિયામાં 600 મીટર ઊંડા સાન જોસના કાટમાળની આસપાસ વિખરાયેલા પડેલા સોનાના સિક્કા આર.વી.ઓ. (રિમોટલી ઓપરેટેડ વ્હીકલ)ની નજર પડી હતી. પછી એના ફોટા પર થયેલા સંશોધનમાંથી હકીકત બહાર આવી કે એ સાન જોસ સાથે ડૂબેલા ખજાનાનો જ ભાગ છે.
કોલંબિયન નૌકાદળ અને અન્ય કોલંબિયન અમલદારો સહિતના સંશોધકો આ સત્ય સુધી પહોંચ્યા હતા એ સાથે કોલંબિયન સરકારે કોલંબિયન કેરેબિયન સીમાં કાર્ટાગેના શહેર નજીક સોનાના સિક્કા શોધી કઢાયાની સત્તાવાર જાહેરાત કરી હતી.
હવે વિશ્વના આ સૌથી કિંમતી જહાજી કાટમાળ પર વિખવાદ જામી રહ્યો છે. કોલંબિયા અને સ્પેન તો દાવો કરી જ ચૂક્યા છે, પરંતુ એને શોધી કાઢનારી અમેરિકન સેલ્વેજ કંપની અને સાઉથ અમેરિકાના સ્થાનિક જૂથે પણ જહાજના કાટમાળની માલિકી માટેના જંગમાં ઝંપલાવી દીધું. અમેરિકા અને કોલંબિયામાં કાનૂની ખટલા થયા હતા. અને આ કેસ હવે હેગ સ્થિત પરમેનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન સમક્ષ ચાલે છે.
કોલંબિયા કહે છે કે અમારે સાન જોસનો કાટમાળ કાઢીને મ્યુઝિયમમાં મૂકવો છે. સાન જોસ યુદ્ધ જહાજ પર પુસ્તક લખનારા ઈતિહાસવિદ કાર્લા રાન ફિલિપ્સ માને છે કે આ મડાગાંઠ જલદી ઉકેલાય એવું લાગતું નથી.
સાન જોસ યુદ્ધ જહાજ અંગે થોકબંધ રસપ્રદ વિગતો ઉપલબ્ધ છે. પણ સવાલ એ છે કે આમાંથી આપણે શું શીખવાનું, સમજવાનું અને અનુસરવાનું છે? સાન જોસ કે ટાઈટેનિકનો કિસ્સો સાંભળીએ એટલે આપણી વીજળી જહાજની કરુણાંતિકા યાદ આવી જાય. છેક 1708માં દરિયાને તળિયે જઈ બેસેલા સાન જોસનો કાટમાળ 2010માં મળી શક્યો. આવા તો આગણિત દાખલા છે. પરંતુ વીજળી કેમ હજી અતીતની ગર્તા અને દરિયાના અંધારામાં પોઢેલી છે.
વીજળી ઉર્ફે વૈતરણાની દુર્ઘટના કોઈ નાનીસૂની બાબત નહોતી. એક સમયે હજી ઘરે ઘરે વીજળી ઉપલબ્ધ થઈ નહોતી ત્યારે એની ફરતે બલ્બ ઝળાંહળાં થતા હતા. એસ. એસ. વૈતરણા ઉર્ફે વીજળી છે એક હકીકત, પરંતુ એ લોકવાયકા અને દંતકથા તરીકે વધુ લોકપ્રિય થઈ.
બ્રિટિશરોને ગરીબ અને ગુલામ ભારતીયોના મોતના દસ્તાવેજ જાળવવામાં રસ નહોતો. એ તો ભલુ થજો ગુજરાતના દરિયાઈ સાહિત્યના અપ્રતિમ લેખક ગુણવંતરાય આચાર્યનું. તેમની નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ને સાહિત્યમાં સ્થાન આપ્યું. લોકગીત ‘હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ...’માં ડુસ્કાં-વલોપાત અનુભવાય છે.
ત્યાર બાદ વિદ્વાન ઈતિહાસવિદ અને પુરાતત્ત્વવિદ વાય. એમ. ચિતલવાલાએ એસ. એસ. વૈતરણાની પહેલી અને એક માત્ર તસવીર મેળવી. તેમણે બ્રિટિશરોએ દુર્ઘટના પર યોજેલી તપાસ સમિતિનો અહેવાલ સમાવતું પુસ્તક ‘વીજળી હાજી કાસમની’ લખીને ખૂબ મોટી સેવા કરી.
પરંતુ વૈતરણાનું સમખાવા પૂરતું એક ખપાટિયું નહોતું મળ્યું કે એકેય લાશ મળી નહોતી. આ બધું શોધવાનો ક્યારેય પ્રયાસ ન થયો. 1888ની આઠમી નવેમ્બરે લાભપાંચમના દિવસે વૈતરણામાં મેટ્રિકની પરીક્ષા આપવા જતા અનેક વિદ્યાર્થી હતા. કચ્છના તેર તેર વરરાજા જાનૈયાઓ સાથે માંડવે પોંખાવા જઈ રહ્યા હતા. કરાંચીથી માંડવી, દ્વારકા, રૂપેણ, પોરબંદર થઈને મુંબઈ જનારું આ જહાજ દરિયાઈ તોફાન વચ્ચે માંગરોળ નજીકથી પસાર થયું. છેલ્લે એ કમનસીબ જહાજ માધવપુર (ઘેડ) પાસે દેખાયું હતું.

શા માટે વૈતરણા સુધી પહોંચવાનો કોઈ પ્રયાસ હાથ ધરાયો નથી? કબૂલ કે એ આસાન નથી, ખૂબ ખર્ચાળ જ હોય. પરંતુ વિશ્વની ઘણી કંપની આ કામ વ્યાવસાયિક ધોરણે કરે છે. ભારત સરકારનું વહાણવટા મંત્રાલય એ કરી શકે અથવા મોટી જહાજી કંપનીઓના સી. એસ. આર.નો અમુક ભાગ એમાં વાપરવાનું ફરજીયાત બનાવી શકાય.
બંદરોની આવકનો અમુક હિસ્સો એ સંશોધન પાછળ ખર્ચી શકાય. રસ્તા ઘણા છે, પણ મન હોય તો તળિયે જવા જ હોં. વીજળી જેવું ઉપનામ ધરાવતા જહાજ વૈતરણાને કાળની ગર્તા અને દરિયાના તળિયાના અંધકારમાંથી બહાર કાઢવાની પહેલ કરવાનો સમય આવી પહોંચ્યો છે. ઓનલાઈન-ઓફલાઈન
જે માણસે જહાજના કાટમાળને જોયો-અનુભવ્યો હોય એ શાંત પાણીથી થરથરે-ધ્રૂજે છે.- ઓવિડ (રોમન કવિ)

ડૉક્ટરની ડાયરી:તારી આંખનાં આંસુઓને હું હેક કરી નાખું, બસ તું તારી મુસ્કાનનો પાસવર્ડ આપી દે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/ill-hack-the-tears-in-your-eyes-just-give-me-the-password-to-your-smile-135353125.html
‘શું ચાલે છે?’ ડો. વી. સી. શાહે ફોન પર એમના ડેન્ટિસ્ટ મિત્ર ડો. પી. સી. શાહને સાવ અમસ્તું જ પૂછ્યું. વાતચીતની શરૂઆત કરવા માટે મોટા ભાગના લોકો આ જ પ્રશ્ન વાપરતા હોય છે, એનો જવાબ પણ મોટા ભાગે આવો જ મળતો હોય છો, ‘બસ, ઓલ ઈઝ વેલ! તમે જણાવો, તમારે કેવું ચાલે છે?’
અહીં આવો જવાબ ન મળ્યો. ડો. પી. સી. શાહે ગંભીર અવાજમાં જણાવ્યું, ‘હું તકલીફમાં છું, દોસ્ત! બીજી કોઈ વાતનો પ્રોબ્લેમ નથી. પ્રેક્ટિસ સરસ ચાલે છે, પરિવારમાં શાંતિ છે, બધાંની હેલ્થ પણ સારી છે... પણ...’ અડધી મિનિટનો વિરામ લઈને એણે ઉમેર્યું, ‘મિત નાપાસ થશે એવું લાગે છે. એ મહેનત તો કરી રહ્યો છે... પણ એક-બે વિષયમાં એની ચાંચ ડૂબતી નથી. પરીક્ષા આડે હવે એક મહિનો રહ્યો છે. શું કરવું એ સમજાતું નથી અને શું થશે એ કળાતું નથી.’
મિત હોશિયાર વિદ્યાર્થી હતો. અત્યાર સુધી એ દરેક પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લઈ આવતો હતો. હવે એ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. બારમું ધોરણ ભલભલા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વોટર્લૂનું યુદ્ધમેદાન સાબિત થઈ જતું હોય છે. વિશ્વને જીતવા માટે નીકળેલા મહાન યોદ્ધાઓ અહીં પરાજીત થતા રહે છે.
ડો. વી. સી. શાહે પળવારમાં નિર્ણય કરી લીધો, મિત્રને કહ્યું: ‘સાંજની ઓ.પી.ડી. પતે એટલે હું તારા ઘરે આવું છું. લેટ મી સી, કે હું શું કરી શકું છું.’
આખું શહેર આ બે ડોક્ટર મિત્રોની દોસ્તીથી પરિચિત. લોકો એમને વી. સી. અને પી. સી.ના ટૂંકા નામોથી જ બોલાવે. રાત્રે નવ વાગ્યા સુધી ક્લિનિકનું કામ ચાલ્યું, ‘એ પછી ડો. વી. સી. શાહ મિત્રના ઘરે પહોંચી ગયા. ડો. વી. સી. શાહ બીજા બધા ડોક્ટરો કરતાં જરાક ‘હટકે’ પ્રકારના છે. ખૂબ સારા, હોશિયાર અને લોકપ્રિય ફેમિલી ડોક્ટર હોવા ઉપરાંત તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનથી લોકલ બ્રાન્ચમાં પણ ખૂબ સક્રિય રહ્યા છે. દર્દીઓને માત્ર સારવાર આપીને જ તેઓ અટકી નથી જતા, પણ તેમના ઘરેલુ, સામાજિક પ્રશ્નોમાં પણ રસપૂર્વક, નિસબતપૂર્વક ભાગીદાર થાય છે.
એમના દર્દીઓની દીકરીઓનાં વ્રત વખતે ડોક્ટર દરેકને દોઢસો-બસો રૂપિયા ડ્રાયફ્રૂટ્સ ખાવા માટે આપે. દિવાળી સમયે ફટાકડા આપે. નવરાત્રિમાં દાંડિયાની ભેટ આપે. એમનો ખાસ શોખ ભણવામાં મદદ કરવાનો. જાણીતા કે અજાણ્યા કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ ધોરણના, કોઈ પણ વિષય માટે તેઓ ફ્રી કોચિંગ આપી શકે, પછી એ વિદ્યાર્થી બારમા બોર્ડનો હોય કે એ મેડિકલ કોલેજમાં ભણતો હોય. જરૂર પડે તો ડોક્ટર સાહેબ જે-તે વિષય પહેલાં પોતે ભણી લે, પછી સ્ટુડન્ટને ભણાવે.
ડો. વી. સી. શાહે ડેન્ટિસ્ટ મિત્રને પૂછ્યું, ‘ક્યાં છે મિત?’
મિત્રે સંકોચપૂર્વક કહ્યું, ‘એ એના સ્ટડી રૂમમાં ભરાઈને બેઠો છે. અમારામાંથી કોઈની સાથે વાત નથી કરતો. એનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ગઈ કાલે એની મમ્મી સાથે એ જેમ-તેમ બોલી ગયો હતો. મને ડર છે કે એ તારું પણ અપમાન કરી નાખશે.’
‘તું મારી ચિંતા ન કર. બંધ કમરામાં એ મારું ઈન્સલ્ટ કરશે તો એ વાતની ખબર મારા સિવાય બીજા કોઈને થવાની નથી. મારે એની સાથે ફક્ત બે જ મિનિટ માટે વાત કરવી છે. એ પછી શું થશે એ ઈશ્વર જાણે!’ ડો. વી. સી. શાહે કહ્યું અને તેઓ મિતના સ્ટડી રૂમ તરફ ચાલવા માંડ્યા.
રૂમમાં લાઈટ તો ચાલુ હતી, પણ અંદરનું વાતાવરણ ડિપ્રેસિવ હતું. ઉદાસ ચહેરો અને બહાવરી આંખો સાથે મિત ખુરશીમાં બેઠો હતો, બંને હાથ વડે એણે માથું પકડી રાખ્યું હતું, ટેબલ પર અભ્યાસનાં પુસ્તકો બંધ સ્થિતિમાં પડેલાં હતાં.
ડો. શાહે શરૂઆત ટૂંકા પ્રશ્નથી કરી, ‘મિત, આપણી પાસે બે મિનિટ છે. જો તને યોગ્ય લાગે તો આગળ વધીશું, નહીં તો જયશ્રી કૃષ્ણ!’ મિત કંઈ બોલ્યો નહીં. ડો. શાહે આગળ ચલાવ્યું, ‘કેમ ચાલે છે અભ્યાસ?’
જો બીજા કોઈએ આવું પૂછ્યું હોત તો કદાચ મિતે એનું મોઢું તોડી લીધું હોત, પણ એ આ ડોક્ટર અંકલ પ્રત્યે આદરભાવ ધરાવતો હતો એટલે એણે જવાબ આપ્યો, ‘ઠીક ચાલે છે, અંકલ.’
‘પ્રિલિમમાં કેટલા માર્ક્સ આવ્યા હતા?’ ડોક્ટરે પૂછ્યું.
મિત નીચું જોઈ ગયો, ‘પાસ થઈ ગયો હતો, પણ હવે એવું ન પૂછશો કે કેવી રીતે પાસ થયો હતો.’
અંકલ સમજી ગયા કે મિતે બાજુના વિદ્યાર્થીના પેપરમાંથી નકલ કરી હતી. એ હવે મુદ્દાની વાત પર આવ્યા, ‘મને બાયોલોજી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણાવવી ગમે છે. મને એ વિષયો આવડે પણ છે. જો તું હા પાડે તો આપણે થોડાક દિવસો ભણીએ?’
મિત પાસે બીજા જવાબ માટે વિકલ્પ ન હતો. એણે કહ્યું, ‘હા, ભણીએ. મને વાંધો નથી.’
ડોક્ટર ખુશ થઈ ગયા. અહીં સુધી બરાબર ચાલ્યું. એનાથી તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો. એમણે ત્યારે જ કહી દીધું, ‘ચાલ, આજે ગુરુવાર છે, આજે જ શરૂ કરીએ.’