તાજેતરમાં બલુચિસ્તાને પાકિસ્તાનની ધૂરી ફગાવીને પોતાને આઝાદ દેશ જાહેર કર્યો, પણ હજી કદાચ મંઝિલ થોડી દૂર છે. જેટલું મોડું એટલું વધુ નુકસાન પાકિસ્તાનને જ થવાનું એ નક્કી છે. ભવિષ્યમાં સ્વતંત્ર બલુચિસ્તાનની સરકારમાં આપણે મરાઠી ભાઉ (આપણા મરાઠી બાંધવો)ના હાથમાં સત્તા આવે તો આશ્ચર્ય નહીં થાય. ઓનલાઈન-ઓફલાઈન
અમે ઊભા-ઊભા સામે છાતીએ મરીશું, ઘૂંટણિયા ટેકવીને નહીં.
- બલુચિસ્તાની લાગણી અને સૂત્ર

લઘુકથા:અરીસો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/mirror-135162117.html
પ્રફુલ્લચંદ્ર ર. શાહ ‘શી લા, મારું ટિફિન તૈયાર છે?’ ‘હા, તમે તૈયાર થઇ બાથરૂમમાંથી બહાર તો આવો.’ ‘શીલા, પાણીનો ગ્લાસ લાવ તો…’ ‘લાવી..’
સતત શીલા પર હુકમ છોડતો કમલેશ ચાર દિવસથી શીલા વગર પરેશાન હતો. વરસો પછી શીલા પિયર ગઈ હતી. શીલાની મમ્મીની તબિયત બગડી હતી. સવાર-સાંજ કમલેશ ઘરમાં હોય ત્યારે દરેક વસ્તુ માટે શીલા પર હુકમ છોડતો હતો. અને શીલા કમલેશની સઘળી જરૂરિયાત હસતાં મુખે પૂરી પાડતી. પરિણામે ઘરમાં કઈ ચીજવસ્તુઓ ક્યાં આવી છે તેની કમલેશને ખબર ન હતી. આજે ખબર પડી કે તે શીલા વગર કેટલો અધૂરો છે.
શીલાથી જરા મોડું થઇ જાય તો અપમાન કરી નાખતો હતો. અરીસામાં જોઈ ઓફિસ જવા તૈયાર થતો ત્યારે પોતાનો ગુનેગાર ચહેરો નજરે ચડતો હતો. જ્યારે જુઓ ત્યારે કોઇને કોઈ ઘરકામ કરતી હોય. ચહેરો સદા હસતો હોય. કમલેશના સગાંવહાલાં આવે તો તેમનું ઉમળકાથી સ્વાગત કરે.
કમલેશને પોતાના વર્તન બદલ પસ્તાવો થવા લાગ્યો. અરીસામાં પોતાનો ચહેરો નહીં પણ શીલાનો ચહેરો દેખાતો હતો. જાણે કહેતો ના હોય ‘કેમ સાહેબ મઝામાં છો ને!’ કમલેશને પોતાના શબ્દો યાદ આવી ગયા, ‘કેમ તારા વગર અડી પડશે?’ શીલાએ સામો જવાબ આપ્યો હતો, ‘એ તો જે દિવસે હું નહીં હોઉં ત્યારે ખબર પડશે.’ કમલેશ અરીસામાં જોઈ બોલ્યો, ‘શીલા તું સાચી છે. ખરેખર તારા વગર અધૂરો છું અને દર્પણ જૂઠ ના બોલે…’ એ ગીત તેના હોઠ પર ફૂલની જેમ ઝૂમી રહ્યું હતું. એ જ વખતે કમલેશના મોબાઈલની ટ્યૂન રણકી ઊઠી. શીલાનો ફોન હતો. ‘ કેમ છો?’
કમલેશે ધીરેથી કહ્યું, ‘તારા વગર અધૂરો…’ કહી ઓફિસ જવા દરવાજો ખોલ્યો. તે ચોંકી ઊઠ્યો. ‘શીલા તું?’ સામે શીલા ઊભી હતી. તે મલકાઈ રહી હતી.

સહજ સંવાદ:પોરબંદરમાં જન્મ, કેનેડામાં ક્રાંતિ, બર્મામાં ફાંસી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/born-in-porbandar-revolution-in-canada-hanged-in-burma-135162068.html
થો ડાંક વર્ષો પહેલાં ન્યાયમૂર્તિ નરેન્દ્ર નથવાણી મુંબઈમાં મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે અમે છગન ખેરાજ વર્માનો જન્મ થયો તે ઘર પોરબંદરમાં શોધી રહ્યા છીએ. આજે તો નથવાણી પણ રહ્યા નથી અને પેલો પ્રશ્નાર્થ એવો ને એવો રહ્યો છે: પોરબંદરની કઈ ગલીમાં, કયા મકાનમાં જન્મ્યો હતો, છગન ખેરાજ વર્મા ઉર્ફે ખેમરાજ દમજી ઉર્ફે હુસેન રહીમ?
હા. ત્રણેક નામો તો આપણને જેમ્સ કેમ્પબેલ કરે લખેલી ભારતીય ક્રાંતિકારોની ગતિવિધિ વિશેની ડાયરીમાં મળે છે, પણ આ રઘુવંશી યુવાન પોરબંદરના સમુદ્ર માર્ગે હોનોલૂલૂ થઈને વેંકોવર પહોંચ્યો અને વ્યાપાર અને રાષ્ટ્રવાદ બંનેમાં મોખરે રહ્યો, તેની સંપૂર્ણ વિગતો મળે તો ગુજરાતના ભગતસિંહ, રાજગુરુ કે સુખદેવ જેવી મહાન શહીદની ઓળખ મળી હોત.
કારણ એ હતું કે આ માણસે સાનફ્રાન્સિસ્કોમાં લાલા હર દયાળે સ્થાપેલા ‘યુગાંતર આશ્રમ’માં બેસીને ગદર પાર્ટીનું કામ કર્યું હતું. જેવું લંડનમાં શ્યામજી કૃષ્ણવર્મા-સાવરકર-સરદારસિંહ રાણા- મેડમ કામાએ ‘ઈન્ડિયા હાઉસ’ને ક્રાંતિતીર્થ બનાવી દીધું, તેવું જ સાન ફ્રાન્સિસ્કોમાં ‘યુગાંતર આશ્રમ’ મથક બન્યું. તારકનાથ દાસ જેવા ‘બૌદ્ધિક ટેન્ક’ અને કેનેડાના શીખ, પંજાબી, બંગાળી જોડાયા.
આજે ભલે કેનેડાને ખાલિસ્થાની અલગાવવાદીઓનો અડ્ડો બનાવવામાં આવ્યો હોય, તેનું મુખ્ય કારણ કેનેડાનું રાજકારણ છે, પણ તે પહેલાં અહીં ભારતીય સ્વતંત્રતાની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હતી.
1908માં ઓકલેન્ડમાં હિન્દુસ્તાની એસોસિએશન રચાયું. સ્વતંત્રતાનો પરિપત્ર બહાર પાડ્યો. ગુરુદત્ત કુમારે સ્વદેશી સેવક અખબાર શરૂ કર્યું. 1911માં વેંકોવરમાં ગુપ્ત સમિતિ સ્થપાઈ. ત્રીસમા વર્ષે છગન ખેરાજ પોરબંદરથી નીકળ્યો હતો. અનેક કચ્છી, કાઠિયાવાડી અને ગુજરાતના યુવાનો સાહસ કરીને નીકળી પડતા. છગન ખેરાજ પણ તેમનો એક હતો. વેંકોવર પહોંચતા લડાઈ કરવી પડી, ઇમિગ્રેશન કાનૂન ખતરનાક હતો. 1911માં તો કોઈ ભારતીય કેનેડામાં ના આવે તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. છગન ખેરાજે પોતાનું નામ બદલ્યું. એક હુસેન રહીમ, બીજું ખેમચંદ દામજી!
મોન્ટ્રિયલ જવા માટે કેનેડામાં એકવાર પરવાનગી મળી અને પછી તેના પર મુકદ્દમો ચાલ્યો. છગન ખેરાજ અદાલતમાં જીતી ગયો પરિણામે સ્થળાંતરના કાયદા સામેની લડતનો તે આગેવાન બન્યો. બીજા કેસમાં પણ વિજય મેળવ્યો. આ દિવસોમાં ભારતની આઝાદીનો રસ્તો અનેકોએ પકડ્યો. તારકનાથ દાસે ફ્રી હિંદુસ્તાન અખબાર શરૂ કર્યું. અમેરિકાની અદાલતમા તેમણે પણ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
1911ની ગુપ્ત સમિતિમાં તારકનાથ દાસ, સારંગધર દાસ, વસંતકુમાર રાય, લાલા હરદયાલ, સુંદરસિંહ, જ્વાલાસિંહ વગેરે હતા, પંજાબી, બંગાળી, શીખ… તેમની વચ્ચે આપણો ગુજરાતી છગન ખેરાજ વર્મા! 1914માં સાનફ્રાન્સિસ્કોની વેલેંસિયા સ્ટ્રીટમાં એક ઇમારત ખરીદવામાં આવી તે યુગાંતર આશ્રમમાં પરિવર્તિત થયું. લાલા હરદયાલના નેતૃત્વમાં બીજી જૂન, 1913ના ગદર પાર્ટીની સ્થાપના થઈ. આજે આ જૂનમાં તેને 112 વર્ષ થયાં. કોઈ સંસ્થા કે યુનિવર્સિટીએ આ ઐતિહાસિક ઘટનાનું અને તેમાં સામેલ ગુજરાતી ક્રાંતિકારનું સ્મરણ કરવા જેવું છે. દાંડી સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન, બારડોલી સત્યાગ્રહ કે રાજકોટ સત્યાગ્રહ જેવું જ તેનું મહત્ત્વ છે.
આ યુગાંતર આશ્રમથી ચાર ભાષામાં ગદર અખબાર પ્રકાશિત થયું. ઉર્દૂ આવૃત્તિનું સંપાદન રામચંદ્ર પેશાવરી કરતા, હિન્દી લાલાજી સંભાળતા. ગુજરાતી ગદરનો તંત્રી હતો છગન ખેરાજ વર્મા. મે. 1914ના પહેલા જ અંકમાં તંત્રીલેખ હતો, ‘કોઈ પણ મોટું કાર્ય ઈતિહાસમાં પૂરું થયું હોય તો તે તેની માતૃભાષા-દૂધભાષાના કારણે. નહીં કે વિદેશી ભાષાથી!’ અખબારનું મૂલ્ય સૂચવવામાં આવ્યું: ‘ક્રાંતિના પ્રચારાર્થે વિના મૂલ્યે!’
આ અખબારોની અને ક્રાંતિ-વિસ્ફોટની સામગ્રી મોટા પાયે ભારતમાં પહોંચી ગઈ. કેટલાકને જુદા જુદા દેશોમાં મોકલવામાં આવ્યા. ત્યાં કોમાગાટા મારૂ જહાજની ઘટના બની. ગુરુદત્ત સિંઘ આ જહાજમાં ભારતીય મુસાફરોને ભારત મોકલવાના હતા. વેંકોવરમાં તેને રોકવામાં આવ્યું. 371 મુસાફરો ભારતમાં ક્રાંતિ માટે મોકલાઈ રહ્યા છે તેવું બ્રિટિશ ગુપ્તચર તંત્રનું કહેવું હતું, વેંકોવરમાં તેના બચાવની સમિતિ થઈ, ભૂખ્યાં તરસ્યાં મુસાફરોને અનાજ, પાણી વગેરે પૂરાં પાડવામાં આવ્યાં. અદાલતે તેનો પ્રતિબંધ માન્ય રાખ્યો.
બે મહિના પછી જહાજ ભારત તરફ જવા પ્રયાણ કર્યું, તેને ભારતના કિનારે ઉતારવા સામે પોલીસે પગલાં લીધાં, બ્રિટિશ ગોળીબારમાં અનેક મોતને ભેટ્યાં. વેંકોવરમાં વાતાવરણ ઉગ્ર બન્યું, ઇમિગ્રેશન અફસર હોપકિન્સનને વીંધી નાખવામાં આવ્યો તેને કારણે મેઘાસિંહને ફાંસી મળી. બીજું આવું જ જહાજ તોશામારુ , મિશિમા મારૂ, કોરિયા વગેરે ક્રાંતિ-જહાજોની પણ અદભુત કહાણી છે.

છગન ખેરાજ સર્વત્ર સક્રિય હતો. તેને પકડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું: ‘યુ ડ્રાઈવ અસ હિન્દુઝ આઉટ ઓફ કેનેડા એન વી વિલ ડ્રાઇવ એવરી વ્હાઇટ મેન આઉટ ઓફ ઈન્ડિયા!’ છગન ખેરાજની કંપની ‘કેનેડા ઈન્ડિયા સપ્લાય એન્ડ ટ્રસ્ટ’ હતી, પણ તેની રકમ તો સંગઠન, પ્રચાર, સભાઓમાં જ વપરાતી. તે વારંવાર 1857ને યાદ કરતો. તેની ધરપકડ થઈ, સખત સજા થઈ. છૂટ્યો ત્યારે આર્થિક હાલત ખરાબ હતી.
તેના અંતિમ દિવસો વિષે નક્કર માહિતી મળતી નથી. એક નોંધ એવી છે કે તેને બર્મા મોકલી દેવામાં આવ્યો હતો. બર્મા ક્રાંતિકારોનું મોટું મથક હતું. ત્યાં બ્રિટિશ સેનામાં ભારતીયોને ક્રાંતિ માટે પ્રેરિત કરવાના અપરાધ માટે ગોળીથી ઉડાવી દેવામાં આવ્યો હતો.
એક બીજા સુરતના વેપારી કાસીમ ઈસ્માઈલ મન્સૂરીને ગદર પ્રવૃત્તિ માટે બર્મામાં ફાંસી આપવાની નોંધ મળે છે. જૂન મહિનાની એક સવારે ફાંસીએ દેવાયેલા આ બે ક્રાંતિકારોનું ગુજરાતે સ્મરણ કરવું અને સ્મારક બનાવવું એ ઋણ ચૂકવવાનો અવસર નથી? કે વિસ્મૃતિનો અભિશાપ જ આપણી ખાસિયત રહેશે?

નીલે ગગન કે તલે:અલ્લાદીન, ચિરાગે ચીન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/aladdin-chirag-china-135162102.html
મા નો કે તમને જેટલેગ લાગ્યો છે જબરદસ્ત! ફલોરિડાના ટેમ્પા એરપોર્ટ ઉપર ઊતરી તમે લીધી છે ટેક્સી, ઉબર/ઓલા/લિફ્ટ્/રેપિડો વોટવર! સામાનબામાન મૂકીને તમે પાછળની સીટ ઉપર કોણી ટેકવી સહેજ આડા પડો છો, કોઈની કારમાં લાંબો વાંસો ન થાય પણ સહેજ ‘રિલેક્સ’ થવાય, ઇટ્સ ઓકે હવે, નો, પ્રાબલેમ.
ઇન્ડિયા સે આયે, સાહબ? /યાહ યાહ. /ટાઇમ પર ચલે આયે, ના?/હાં? ક્યા કહા સર્દારજી? ને તમને ખ્યાલ આવે છે કે ટેક્સીચાલક પંજાબી છે. સમાન સે પતા ચલ ગયા જી! ચાલક કહે છે. ઉદર તો મારામારી ચલ રહા હૈ ના?/ક્યા? ઓહ હાં, દોએક દિન ચલા લેકિન અબ તો સીઝ ફાયર હો ગયા. –તમે જવાબ આપી આંખો બંધ કરી ઝોકું ખાઓ છો, તમારી દાઢી વધી છે અને ઘરે જઈને પહેલાં તો સીધા ઇન્ડિયાથી લાવેલા આયુર્વેદિક સાબુથી નહાવું––
જાનતે હૈં યે લોગ કિતના પૈસા ઉડા દેતે હૈં, ગોલાબારૂદ મેં? પેપર મેં પઢા હૈ કિ 86.1 બિલિયન ડાલર ઇન્ડિયાવાલા ઔર $10.2 બિલિયન ડાલર પાકિસ્તાનવાલા ઘર મેં બને હથિયાર ઔર ચાઇનાફાઇના સે પતા નહીં કૈસે કૈસે ચરાગે ચીન ખ્રીદતે હૈં. ભાઈસાહબ અગર જંગ ચલી તો હપ્તેભર મેં દોનો મુલક ભૂખો મર જાએંગે! અભી તો છાતી કૂટતે હૈં કિ હમ દુશ્મનોં કો મિટ્ટી મેં મિલા દેંગે, ખૂન કી નદિયાં બહા દેંગે! સબકુછ બકવાસ, બકવાસ બકવાસ!
જરા સોચિયે કિ ઇતના પૈસ અગર અપને અપને મુલકોં મેં રોટીકપડા મકાન કે લિયે ખર્ચ કરેં, એજુકેશન મેં ખર્ચ કરેં, અમાં યાર, નદિયોં કી સફાઈ મેં ખર્ચ કરે, તો આહા, ક્યા સુનહરે દિન આવેંગે! ભૈયા ઇંગ્લેન્ડ ફિંગલૈન્ડ તો છોડો, ચીન રશ્શા, ઔર અમ્રિક્કા કો ભી પીછે છોડ દે. ટેક્સીચાલક આગળની ડ્રાઇવરની સીટમાંથી બોલી રહ્યા છે, જાણે એકલા–એકલા, જાણે આ વાત એમણે દસ હજાર વાર સોચી છે પણ તમને બે દિવસના ઉજાગરાનો લતાડ લાગ્યો છે ને તમે કહો છો –પાકકું, પાક્કું, સહી હૈ સર્દારજી, બિલકુલ સહી કહા આપને.
ચાલક જણાવે છે કે પોતે ગુરદાસપુરમાં જન્મેલા ને પાર્ટિશનમાં ગુરદાસપુરની જે ત્રણ તહેસિલ ઇન્ડિયામાં ગઈ તેમાંની એક તહેસિલમાં ટેક્સીચાલકનું ફેમિલી હતું ને હજી ત્યાં એમની પુશ્તૈની જાયદાદ છે. પણ બીજી તહેસિલોમાં કઝિન લોકોનાં ખેતર હતાં તે રાતોરાત પાકિસ્તાની થઈ ગયા.
ભાઈ જાન, સારી દુનિયા પાગલ હો ગઈ થી મગર હમારે ગાંવ મેં કભી કોઈ કૌમી દંગા નહીં હુઆ. ટેક્સીચાલકે કહ્યું. ઇસ પર તુર્રા યેહ કિ–– ટેક્સીચાલકે કહ્યું કે પંજાબમાં તે સમયે એવો ભાઈચારો હતો કે મિલખા સિંગે જર્નલ સિંગ ઉપર કોર્ટ કેસ કર્યો હોય તોયે તે બંને જર્નલ સિંગની સાયકલની પાછળ બેસીને કોર્ટમાં જાય. આખા રસ્તે ભલે જોજોર સે આર્ગુમેન્ટ કરતા જાય!
ભાઈસાહબ, કેટલાય હિન્દુ ફેમિલીનો મોટો દીકરો સિક્ખ ધર્મ અંગીકાર કરે, નો પ્રાબલેમ! અમારું ફેમિલી સિક્ખ હતું, પણ બચપણમાં કોઈ સૂફી વાલી અમારા ગામમાંથી પસાર થતા હતા ને ટેક્સીચાલક રીઅર વ્યૂ મિરરમાં જોઈને તમારી સાથે આંખ મિલાવી જણાવે છે કે, તે સૂફી પીર મારા માથા ઉપર હાથ મૂક્યો ને મારા અબ્બાજાને અરધા અરધા થઈને તે સંતના આશીર્વાદ માંગ્યા. તે જ રાત્રે અબ્બાજાને નક્કી કર્યું કે મારે ઇસ્લામ સ્વીકારવો, ને મારું નામ પડ્યું હાફેઝ અલી. કિસ્સા યેહ હૈ કિ પાકિસ્તાન મેં રહેને વાલે હમારે કઝિન હિન્દુ હૈં ઓર હમ લોગ ઇન્ડિયા મેં રહનેવાલે હૈં મુસ્લિમ! અને હજી અમે ઘરમાં ગુરુ ગ્રંથ સાહેબ ભી રાખીએ છીએ, કુર્રાન ભી રાખીએ છીએ. કોઈ ઝગડા નહીં.
એકાએક ટેક્સીચાલક અપશબ્દો બોલવા લાગ્યા: @#$% ઝગડા કરવાતે હૈં યે હથિયાર બેચનેવાલે! કૌન જાનતા હૈ પહેલગાંવ મેં જો ટેરરિસ્ટ આયે થે વો યા સાલે ચીને હી નકાબ પહને ટેરરિસ્ટ બને હો, કૌન જાનતા હે? ઉન્હેં તો હથિયાર બેચના હૈ, અગર જંગ નહીં હોગી તો ઉસકે ખિલૌને કૌન ખ્રીદેગા? ગોડ નોવ્ઝ, ‘સીઆઈએ’વાલે હોં જિસે ડર હૈ કે ઇન્ડિયા પાકિસ્તાન એક હોજાએ તો ઉનકી તો હવા નિકાલ દેંગે! રશિયાવાલે કેજીબી યા ‘એસએફબી’ હો? પોસિબુલ હૈ પાકિસ્તાની સાલે ‘આઈએસઆઈ’ વાલે હોં.
ઔર યેહ આપરેશન સિંદૂરવાલી સોફિયાને કમાલ કિયા સહી હૈ ઉસે સલામ ભરતે હૈં હમ, લેકિન વ્યોમિકા સિંઘ ભી તો હૈ, ઉસને કોઈ ઘાસ નહીં છીલા, રાઇટ? ઔર હવાલદાર હર્ષ ગુપ્તા થા, સુરિંદર સિંઘ થા સોફિયા કુરૈશી કે સાથ! ક્યોં? અચાનક તમે ઝબકી જાઓ છો! ઘર આવી ગયું. ટેક્સીચાલક તમારો સામાન ગાડીમાંથી ઉતારે છે. અરે? ટેક્સીચાલક તો કોઈ મેક્સિકન લેડીઝ છે? તમારો હાથ મિલાવી કહે છે, માય નેઇમ ઇઝ ગ્વાદાલૂપે, ગિવ મી ફાઇવ સ્ટાર્સ, યાહ? આદિયોસ!

મનદુરસ્તી:થેરાપ્યુટિક હોર્ટિકલ્ચરઃ પ્રકૃતિની હરિયાળી ચિકિત્સા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/therapeutic-horticulture-natures-green-therapy-135165031.html
બે પાડોશીઓ વચ્ચે એટલા માટે માથાકૂટ થઇ કે એક ભાઇએ વાવેલા ઝાડનો કચરો બીજા પાડોશીના કમ્પાઉન્ડમાં પડે છે અને કચરો એટલા માટે પડે છે કે ત્યાં છાંયડો પણ આવે છે. પહેલા પાડોશી આમ ઉંમરલાયક પણ ખાધેપીધે સુખી. એ એવું ઝઘડવા લાગ્યા કે ‘તમે આ ઝાડ-પાન કાઢીને પથ્થર કે બીજા કશાનું ફલોરિંગ કરાવી દો. આ કચરાથી તો કંટાળ્યા.’ કેટલાંક લોકો એવું સમજતા નથી કે, વૃક્ષ છે તો જીવન છે. કદાચ આજના જમાનામાં ઝાડ-પાન કે ગ્રીનરીનો વિરોધ કરનારા ભાગ્યે જ કોઇ લોકો હશે. મોટાભાગે માનવજાત સમજી ચૂકી છે કે પર્યાવરણ સારું રાખ્યા વગર તન-મનનું વાતાવરણ સુધરશે નહીં.
આવતી કાલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ છે. હરિયાળી અને વૃક્ષો માનવજાત માટે અતિશય મહત્ત્વનાં છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પર્યાવરણની અસરો હવે અજાણી નથી રહી. ગાર્ડનિંગ કરવું કે ઝાડ-પાનની વચ્ચે રહેવું માનસિક સ્વાસ્થ્ય માટે અતિશય ફાયદાકારક છે. કેટલીક નવી-સવી મમ્મીઓ પોતાનાં બાળકોને માટી અને ઝાડ-પાનથી દૂર રાખે છે. એ લોકોને ખબર નથી કે બાળ-વિકાસમાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કુદરતની વચ્ચે રમતું બાળક વધુ મજબૂત બને છે. માનસિક સુખાકારી માટે પ્રકૃતિ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
‘VVVV plos jeevan journal’ નામની જર્નલમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે છોડ કે વૃક્ષો વાવવાથી અને તેમની વચ્ચે રહેવાથી સ્ટ્રેસ, ડિપ્રેશન અને એંગ્ઝાયટી ઘટે છે. માનસિક સ્વાસ્થ્ય અવશ્ય સુધરે છે. 26થી 49 વર્ષની એવી સ્વસ્થ સ્ત્રીઓ કે જેમને કોઇ જૂના રોગ નહોતા, તમાકુ કે ડ્રગ્સનું વ્યસન નહોતું તેમજ ડિપ્રેશન કે એંગ્ઝાયટીની કોઇ સારવાર નહોતી ચાલતી એવી 32 સ્ત્રીઓને અભ્યાસ માટે પસંદ કરવામાં આવી. એમને એક મહિના સુધી દર અઠવાડિયે એક-એક કલાક કરીને કુલ માત્રે બે જ કલાક ગાર્ડનિંગ કરાવવામાં આવ્યું અથવા આર્ટ-મેકિંગનાં સેશન આપવામાં આવ્યાં.
આ બંને એક્ટિવિટીમાં શિક્ષણ, આયોજન, સર્જકતા અને શારીરિક સક્રિયતાનો સમાવેશ થાય છે. આ બંને એક્ટિવિટીનો પ્રયોગમાં ચિકિત્સાત્મક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે લોકોને ગાર્ડનિંગ સૂચવવામાં આવ્યું હતું તેઓને બીજ વાવવા, કેટલાક છોડને એકથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરાવીને રોપવા, પાક ઊગે ત્યારે તેની લલણી કરવી મતલબ કાપવાનું અને જેનો ખોરાકમાં ઉપયોગ થતો હોય એ ઝાડ-પાન કે ફળને ચાખવાનું પણ કામ કરવાનું હતું. જ્યારે આર્ટ-સેશનવાળાઓએ પેપર મેકિંગ, પ્રિન્ટ મેકિેંગ, ચિત્રકામ અને કોલાજ બનાવવાનું હતું.
આ બધા જ સ્પર્ધકોનાં એંગ્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ અને મૂડના માપન કરવામાં આવ્યાં. થોડા સમય પછી માનસિક સ્વાસ્થ્યમાં બંને એક્ટિવિટી ઉપયોગી સાબિત થઇ. પરંતુ, જે લોકો પ્રકૃતિ અને હરિયાળી સાથે રહ્યાં હતાં તેમની એંગ્ઝાયટી કે ચિંતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળ્યું હતું.
છેક 19મી સદીથી ચાલી આવતી હેલ્થ અને હેપ્પીનેસ માટેની ગાર્ડનિંગની આ પદ્ધતિ ‘થેરાપ્યુટિક હોર્ટિકલ્ચર’ તરીકે ઓળખાય છે. વ્યક્તિ જેટલી કુદરતની વચ્ચે રહે છે તેટલી તે વધુ તરોતાજા અને સ્વસ્થ રહે છે. જાપાનમાં ‘ફોરેસ્ટ થેરાપી’ જાણીતી છે. ભારત ખેતીપ્રધાન દેશ છે એટલે પુરાતન સમયથી પ્રકૃતિ સાથેનું સાંનિધ્ય સુખાકારી વધારવામાં પાયાની ભૂમિકા ભજવતું રહ્યું છે. આપણે હરિયાળીથી જેટલાં દૂર થતા ગયાં છીએ તેટલા સ્વાસ્થ્યથી પણ દૂર થતા ગયાં છીએ. વાયુ પ્રદૂષણને કારણે ઓઝોન વાયુ સાથે સંપર્ક વધવાથી તરુણોમાં ડિપ્રેશનનું જોખમ વધે છે એવું ‘ડેવલપમેન્ટલ સાયકોલોજી’ જર્નલમાં પ્રકાશિત અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે.
9થી 13 વર્ષના અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના બે-એરિયાના 213 લોકો પર આ અભ્યાસ થયો હતો. ચાર વર્ષ સુધી આ લોકોના માનસિક સ્વાસ્થ્ય સાથે સમાંતરે જ વાતાવરણના પ્રદૂષણ જેવા વાયુજન્ય ફેરફારોને માપવામાં આવ્યા હતા.
સ્પર્ધકોની જાતિ, વય, આવક, મા-બાપનું શિક્ષણ કે સામાજીક-આર્થિક પરિસ્થિતિ સરખી હોય તો પણ જ્યાં ઓઝોનનું સ્તર વધારે હતું ત્યાં ડિપ્રેસિવ લક્ષણો વધારે જોવા મળ્યાં. આ સૂચવે છે કે પર્યાવરણની સામે ખતરનાક જોખમો ઊભાં થઇ રહ્યાં છે. આપણે આજે સતર્ક નહીં બનીએ તો ભવિષ્યમાં આ સમસ્યાઓ વધુ વિકરાળ બનશે. અહીં શારીરિક સમસ્યાઓની ગંભીરતાની તો હજુ વાત જ નથી કરી પણ, માનસિક રીતે આપણે ચિંતાજનક વાતાવરણમાં ધકેલાતાં જઇએ છીએ. સીધી સાદી વાત છે, વૃક્ષો અને હરિયાળી વધારે એમ સુખાકારી વધારે. આવનારી પેઢીને આપણે માલ-મિલકતના વારસા સાથે પર્યાવરણ પ્રેમના સંસ્કાર પણ આપીએ. વિનિંગ સ્ટ્રોક
પ્રકૃતિને ઊંડાણથી જાણશો તો બધું જ સારી રીતે સમજાઇ જશે.
- આલ્બર્ટ આઇન્સ્ટાઇન

કામ કળા:પરફેક્ટ સેક્સ પાર્ટનર બનવા શું કરવું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-to-do-to-become-the-perfect-sex-partner-135165032.html
ઘ ણી વાર સ્ત્રી કે પુરુષ બંને પોતાનાં જાતીય જીવનમાં અસંતોષ અનુભવતાં હોય ત્યારે તેઓ મનોમન વિચાર કરે છે, શું મારો જીવનસાથી પરફેક્ટ સેક્સ પાર્ટનર નથી? શું મારી લાઈફમાં હંમેશાં સેક્સ બાબતે ઊણપ જ રહેશે? શું મને ક્યારેય જાતીય જીવનનું સંપૂર્ણ સુખ નહીં મળે? આવા સવાલ ઘણાં યુગલને થતા હોય છે. અને થવા પણ જોઈએ. જોકે, એના ઉપાય પણ છે જ.
એક વાત સૌએ યાદ રાખવાની જરૂર છે કે એક સંપૂર્ણ સેક્સ સાથીદાર મળવો અત્યંત અઘરું છે. હા, મોટાભાગે તમને કે તમારા સાથીદારને ખબર જ નથી હોતી કે તેમણે પણ એક સંપૂર્ણ સેક્સ પાર્ટનર બનવું જોઈએ.
સેક્સલાઈફમાં પાર્ટનર એકબીજાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે, એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખે, એકબીજાની સારી-નરસી કુટેવોને જાણીને એ મુજબ વર્તે ત્યારે જાતીય જીવન પણ સુંદર બને છે. અને એકબીજા વિરુદ્ધની ફરિયાદો પણ મહદઅંશે ઓછી થતી જાય છે.
એક સંપૂર્ણ સેક્સ પાર્ટનર વ્યક્તિગત દબાણ ઘટાડે છે. બીજું કે, એ તમને સેક્સનો આનંદ મેળવવા માટે વધુ ઉત્સાહિત કરે છે. સંપૂર્ણ સેક્સ પાર્ટનરની વાત આવે છે ત્યારે પાર્ટનરનું કદ, તેનું વજન કે તેની ઉંમર કે વર્તણૂક અને પસંદ-નાપસંદ આ બધું જ સાવ પાછળ રહી જાય છે. આ સિવાય સ્વચ્છતા પણ એકબીજાને પરમ સુખ આપે છે. મોટાભાગે દરેક વ્યક્તિને સ્વચ્છ પાર્ટનર ગમે, એને પ્રેમ કરવો ગમે. એટલે જાતીય જીવનમાં સ્વચ્છતા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પાર્ટનરની સ્વચ્છ, સુંવાળી ત્વચા માટે તે નિયમિત વેક્સ કરાવે અને શરીરમાંથી આવતી કોઈ પણ પ્રકારની દુર્ગંધને દૂર કરવાનો પ્રયત્ન કરે ત્યારે પણ પાર્ટનર ખુશ થઈ જાય છે. એટલે તો પથારીમાં આવો એ પહેલાં તમે કેટલા તાજગીભર્યા છો એ વધારે જરૂરી છે.
પાર્ટનર કઈ વાતે વધારે ખુશ થશે, કઈ વાતે દુ:ખી થશે એની તમને ખબર હોવી જોઈએ. હંમેશાં નહીં પણ ક્યારેક તો તમારા સાથીદારના મૂડ પ્રમાણે એને ખુશ કરવા માટે તે કહે તે પ્રમાણે સેક્સનો આનંદ માણી શકો કે જેનાથી તેને ગમે અને તમારી સેક્સ લાઈફ મહેકી ઊઠે. એને પ્રેમનો જ એક ભાગ ગણો. તમે તમારી સેક્સલાઈફ બોરિંગ થઈ ગઈ હોય ત્યારે તો ખાસ નવીનતા લાવવી જોઈએ. સમાગમ માણ્યા પહેલાં ફોરપ્લેમાં પણ નવું શું કરી શકો તે વિચારવું જોઈએ. મોજમસ્તીની સાથે તમારી સેક્સલાઈફ વધારે રોમાન્ટિક બને એ તમારે વિચારવાનું છે.
રોજિંદા સ્ટ્રેસને કારણે ઘણાં લોકો ફોરપ્લેમાં વધુ સમય પસાર કરવાને બદલે સીધા સમાગમ પર પહોંચી જાય છે, પણ તેઓ ભૂલે છે કે એમ કરવાથી પરમ સુખની શાંતિ મળતી નથી. ફોરપ્લે સેક્સ્યુઅલ એક્ટને મજેદાર તો બનાવે જ છે, સાથે સ્ત્રીની સેક્સલાઈફનો પણ તે મહત્ત્વનો ભાગ છે.
પત્નીને સેક્સ પહેલાં ચુંબન કે આલિંગન દ્વારા ઉત્તેજીત કરવાથી તેને વધારે મજા આવશે. સ્ત્રીના કાનમાં એવી કંઈક વાતો કરો જે તેને સેક્સ માટે ઉત્તેજીત કરે. આ ઉપરાંત સેક્સસુખ માણવાનો એક બીજો રસ્તો છે હળવું મ્યુઝિક. આવી ઘણી બધી ટિપ્સ અજમાવવાથી સંપૂર્ણ પાર્ટનર બની શકાય અને સેક્સલાઈપનો આનંદ માણી શકાય.

આઠમી અજાયબી:રણજીતરામ: ગુજરાતી સાહિત્યનો સુવર્ણચંદ્રક
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/ranjitram-the-golden-moon-of-gujarati-literature-135165033.html
માયા ભદૌરિયા આ જથી લગભગ 120 વર્ષ પહેલાંનો સમય. ગુજરાતી ભાષા કે સાહિત્ય બાબતે લોકો એટલા સભાન નહોતા. મતલબ ભાગ્યે જ કોઈ વાત ઉખાડતું. હા, આ સમય હતો ધર્મ અને તત્ત્વજ્ઞાનની ચર્ચાઓનો, રાજકારણનો અને સમાજસુધારાનો. આવા સમયે એક દીર્ઘદૃષ્ટાએ બીડું ઝડપ્યું ગુજરાતી અસ્મિતાને ગૌરવ અપાવવાનું, ગુજરાતી સાહિત્યને લગતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને લોકો સમક્ષ ઉજાગર કરતી એ વ્યક્તિ એટલે રણજીતરામ મહેતા. આ માણસે લેખન દ્વારા ખાસ પ્રદાન ભલે ન આપ્યું હોય પણ સાહિત્યની સંસ્થાઓ ઊભી કરવામાં, સાહિત્યનું સુંદર વાતાવરણ ઘડવામાં તેઓ હંમેશાં મોખરે રહેશે. અલ્પ આયુમાં આ વિદ્વાને સાહિત્યને સમૃદ્ધ કરવામાં લોહીપાણી એક કરી દીધેલાં.
સુરતમાં તેમનો જન્મ. પિતા વાવાભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં એલ.સી.ઈ. અને નિવૃત્ત થયા બાદ અમદાવાદ આવ્યા. અને રણજીતરામનું બાળપણ પાલિતાણા ઉપરાંત અમદાવાદમાં વીત્યું. સ્વભાવ એકલપેટો એટલે મિત્રો નહોતા. પિતા કડક સ્વભાવના. રણજીતરામ ક્યાંય ખોટા માર્ગે ન ચડે એની ખાસ કાળજી લેતા.
1903નું વર્ષ જ્યારે તેમણે ગુજરાત કોલેજમાંથી બીએ પૂરું કર્યું. બીજા વર્ષે ફેલો તરીકે ગોઠવાયા, પણ સમય પૂરો થતા ઉમરેઠમાં અંગ્રેજી શાળામાં આચાર્ય તરીકે જોડાયા. જોકે, અવાજ સાવ ધીમો હોવાથી ખુદને જ લાગતું કે પોતે શિક્ષકની નોકરીને લાયક નથી. બસ, પછી એ કામ મૂક્યું પડતું. પણ એ સમયે જાહેર કાર્યક્રમોમાં રસ ચોક્કસ લેતા. વણખેડ્યા ક્ષેત્રે તેમની દૂરંદેશી નજર પહોંચી અને મનોમન વિચાર્યું કે ઓહો ગુજરાતમાં સાહિત્યના નામે કોઈ સંસ્થા જ નથી. હા, થોડાઘણા પ્રયત્નો થતા પણ એમાં કંઈ ભલીવાર હતો નહીં.
એટલે સૌપ્રથમ તો તેમણે સાહિત્યના અભ્યાસ માટે, સાહિત્યના લેખકો, વિદ્વાનોને ભેગા કરવા માટે પહેલીવાર અમદાવાદમાં ગુજરાત સાહિત્યની સભાની સ્થાપના કરી. એ વર્ષ હતું 1904નું. હવે સ્થાપના તો થઈ ગઈ પણ સાહિત્યનું કામ? તેમણે પોતે સ્વદેશપ્રેમ જગાવતાં સ્વદેશાભિમાનનાં કાવ્યોનો સંગ્રહ તૈયાર કર્યો અને
એની ચારથી વધુ આવૃત્તિ પણ થઈ. એ પછી સાક્ષરજયંતીની યોજના પણ તેમની જ દેન હતી. ગુજરાતી ભાષા થકી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ આપવાનો તેમનો એકમાત્ર ધ્યેય હતો.
1905માં તેમણે સાહિત્ય પરિષદ યોજનાના નામે નવું કાર્ય શરૂ કર્યું. એ સમયે સ્થાનિક ભાષામાં કોઈ સંમેલન ભરાતાં નહોતાં ત્યારે તેમણે સાહિત્યના વિદ્વાનો અને લેખકોને સાહિત્યને વિસ્તારવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાની શરૂઆત કરાવી. આમ, તેમની અથાક મહેનત રંગ લાવી અને 30 જુલાઈએ અમદાવાદમાં પ્રેમાભાઈ હોલમાં સાહિત્ય પરિષદ અધિવેશન ભરાયું, જેના પ્રમુખ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી.
આ અધિવેશનમાં સૌપ્રથમવાર તેમણે લોકોમાં પ્રચલિત સાહિત્ય માટે લોકકથા અને લોકગીતો જેવા નવા શબ્દપ્રયોગો કર્યા હતા. તેઓ દૃઢપણે માનતા હતા કે ગુજરાતી ભાષાનું શાસ્ત્રીય વ્યાકરણ રચવા માટે જુદા જુદા પ્રદેશો, જુદી જુદી જ્ઞાતિમાં વપરાતી ભાષા, શબ્દો, રૂઢિપ્રયોગો તેમજ કહેવતો વગેરેના સંગ્રહ થવા જોઈએ.
પિતા ઈચ્છતા હતા કે રણજીતરામ બીએ પૂરું થયા બાદ સરકારી નોકરી કરે, પણ એ શક્ય ન બન્યું. હા, કવિ કાંતને કારણે રસાયણવિજ્ઞાની ત્રિભુવનદાસ ગજ્જરના સેક્રેટરી રૂપે જોડાયા. જોકે, તેમની સાહિત્યની પ્રવૃત્તિઓ અટકી નહીં. તેઓ અનેક સાહિત્યકારો સાથે પત્રવ્યવહાર કરતા. 1908માં ગજ્જરસાહેબની સેવા છોડીને અમદાવાદ આવ્યા. જોકે, આ જ વર્ષે એપ્રિલ મહિનામાં ભાવનગરના દીવાના પ્રભાશંકર પટ્ટણીસાહેબના ખાનગી મંત્રી રૂપે જોડાયા.
અહીં તેમને બહુ મજા પડી, કારણ ભાવનગરી બાર્ટન લાઈબ્રેરી અત્યંત સમૃદ્ધ હતી. અનેક પુસ્તકોનો તેમણે લાભ લીધો. દરમ્યાન પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસ સાથે પરિચય જામ્યો. જોકે, 1912માં પટ્ટણીસાહેબની મુંબઈના ગવર્નરની કારોબારી કાઉન્સિલમાં નિમણૂક થઈ એ પછી પણ રણજીતરામ તેમની સાથે 1916 સુધી રહ્યા.
સાહિત્યનો આ જીવ દરિયામાં ડૂબી જવાથી અકાળે મૃત્યુ પામ્યો ત્યારે આખું ગુજરાત શોકમય હતું. એમને ભાવભીની અંજલિરૂપે જ ગુજરાત સાહિત્ય સભાએ 1928થી એમના નામે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું શરૂ કર્યું, જેથી એમની સુંદર સ્મૃતિઓ કાયમ માટે જળવાઈ રહે.

મેંદી રંગ લાગ્યો:કાના મારગડો ના રોક, અમને ભાર લાગે છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/dont-stop-the-earplugs-we-feel-the-burden-135165034.html
કાના મારગડો ના રોક, અમને ભાર લાગે છે,
માથે ગાગરડી છલકાય, કંકર ખૂબ લાગે છે.
ગોકુળની હું ગોવાલણીને મથુરા મારે જાવું,
વચમાં જમુનાજી ભરપૂર, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
વનરાવનની કુંજ ગલીમાં જાવું મારે એકલું,
ઘેરે રોવે નાનાં બાળ, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
સાસુડી મારી ખિજાશે ને નણદી મેણાં બોલશે,
નાનો દેરીડો દેશે ગાળ, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
જાદુ ભરેલી મોરલી ને જાદુ ભરેલા બોલ છે,
ગાયું દો’વાની રહી જાય, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
લાડકવાયા નંદના ને વાલા જશોદા માતના,
એથી અમને શીદ રોકાય, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
આકાશે ચમકી વીજળી ને વાદલળી ઘનઘોર છે,
હમણાં તૂટી પડશે મેહ, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
જઈને જશોદા માત પાસે કહીશું કાનો રોકે છે,
કાના ના કર ખોટા ખેલ, અમને ભાર લાગે છે.
કાના મારગડો...
એક એવો સમય હતો જ્યારે સૌરાષ્ટ્રનાં ઘણાં બધાં ગામોમાં નિસ્વાર્થભાવે કાનગોપી એટલે કે કૃષ્ણલીલા ભજવતાં મંડળોનું અસ્તિત્વ હતું, આજે ક્યાંક ક્યાંક છે. ગામના યુવાનો, પ્રૌઢો મળીને કાનગોપીનો વેશ તૈયાર કરે. એક યુવાન કૃષ્ણ બને, એક રાધા, કેટલીક ગોપીઓ તો એક રમૂજી વાતો કરનાર સુખાનજી મહારાજ બનીને આખી રાત કાનગોપી ભજવે. જેમાં સંવાદ નહિવત હોય પણ કૃષ્ણગીતોનું બાહુલ્ય હોય. અગાઉ તો ગીતસંગીતથી મઢેલા આવા કાર્યક્રમો ગાયો, ગૌશાળા, ચબૂતરા, મંદિર વગેરેના લાભાર્થે થતા. હજુ સૌરાષ્ટ્રમાં કાનગોપીના ખેલ થાય છે પણ એની માત્રા ઓછી થઇ છે ને વ્યાપારીકરણ પણ ઠીક ઠીક થઇ ગયું છે.
કાન અને ગોપીઓનાં લોકગીતો આપણી પાસે અનેક છે. આવાં ગીતોમાં મોટેભાગે ગોપીઓની ફરિયાદનો સૂર ઊઠતો હોય છે. કાન અને ગોપીઓ પરસ્પર પરિચિત હોવા છતાં કાનો વારંવાર પરેશાન કરે છે. કાનાની હરકતોથી ગોપીઓ નારાજ છે એવું ઘણાં ગીતો પરથી સમજાય છે, પણ હકીકત એ છે કે કૃષ્ણ વિના એને ઘડીયેય ચાલતું નથી, હેરાન કરનાર પ્રત્યે હેત ઉભરાય એનું નામ જ કાન-ગોપીનો અલૌકિક પ્રેમ...
‘કાના મારગડો ના રોક...’ આવું જ મજાનું લોકગીત છે. ગોકુળની ગોવાલણી માથે ગાગર લઈને મથુરા જવા નીકળી છે, પણ કાનુડાએ રોકી લીધી. માથે ભાર અને પગમાં કાંકરા વાગતા હોય, ગોપી પોતાને જવા દેવા વિનવે છે પણ માને તો મોહન શાનો? પોતે એકલી છે ઘેર બાલુડાં રુવે છે, ગાયો દોહવાની બાકી છે, વરસાદ તૂટી પડે એમ છે. જો મોડું થશે તો સાસુ ઠપકો દેશે, નણંદ મેણાં મારશે એવી ચોખવટ કરે છે પણ બધું નકામું.
વિનંતી નિષ્ફળ ગઈ એટલે ગોપી ગિન્નાઈ ગઈ ને વઢવા લાગી કે તું નંદનો લાડકવાયો અને જશોદામાતાનો જાયો હો એટલે અમને થોડાં રોકાય? અમે જશોદામાતા પાસે જઈશું અને તારી રાવ કરશું માટે આવા ખોટા ખેલ રહેવા દે. ગોવાલણી જવાની જલદી છે છતાં ‘જાદુ ભરેલી મોરલી ને જાદુ ભરેલા બોલ’ છે એવું કહે છે એનો અર્થ એમ થાય કે પોતે ઘેર જવા અધીરી હોવા છતાં કનૈયાની વાંસળી સાંભળીને એના પગ થંભી જાય છે. આ એના મનની દ્વિધા જ છે.ઝટ ઘેર જવું અનિવાર્ય છે પણ મોરલીએ મન મોહી લીધી છે એટલે જવું ગમતું નથી.

ઓક્સિજન:આ દુ:ખનું શું કરવું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-to-do-with-this-sorrow-135165035.html
‘ત મે બંને સાવ નકામા છો. કાલથી નોકરી ઉપર ના આવતા.’
કંપનીના માલિકે બે કર્મચારીઓને પચાસ જણ વચ્ચે આમ ધૂત્કારીને કાઢી મૂક્યા. કદાચ તેઓની ભૂલ નહોતી. આટલાં લોકોની સામે થયેલાં અપમાનના કારણે લાગેલા સખત માનસિક આઘાત સાથે બંનેએ સંસ્થા છોડી. તે દિવસથી બંનેનો સાથ છૂટી ગયો અને કસોટીભર્યો કાળ શરૂ થયો.
પંદર વર્ષ વીતી ગયાં. પ્રથમેશ આજે એ ઘટનાને યાદ કરી રહ્યો હતો. તેની આંખો ભીની થઈ ગઈ. તેની પત્નીએ આમ થવાનું કારણ પૂછ્યું. પ્રથમેશે એક ઇન્વિટેશન કાર્ડ તેના હાથમાં આપતાં કહ્યું ‘જો, જીતેનને બિઝનેસ એવોર્ડ મળ્યો છે. આટલાં વર્ષે પણ મને ભૂલ્યો નથી. તેની ઉજવણીમાં મને બોલાવ્યો છે.’ પત્નીએ નિ:સાસો નાંખતા કહ્યું, ‘તમારી સાથે એમની પણ નોકરી છૂટી ગઈ હતી. જુઓ, આજે એ ક્યાં છે! અને, તમે?’ પત્નીના નિ:સાસાને નિરર્થક ગણાવતા પ્રથમેશે તેને છેલ્લાં પંદર વર્ષ કેવાં દુ:ખથી ભરેલાં રહ્યાં તે ગણાવવાનું શરૂ કર્યું અને કહ્યું, ‘તેને જો આટલાં દુ:ખ પડ્યાં હોત તો તેની હાલત પણ મારા જેવી જ હોત.’
પ્રથમેશ અને તેની પત્ની જીતેનની ઉજવણીમાં પહોંચ્યાં. જૂના સાથીને જોઈ જીતેન ભાવવિભોર થઈ ગયો. પ્રથમેશે નોંધ્યું કે તેના જેટલી જ ઉંમરનો જીતેન શારીરિક રીતે વધુ તંદુરસ્ત, સ્ફૂર્તિલો અને ઊર્જાવાન જણાતો હતો. આમ કેમ?
તે કારણ પૂછે તે પહેલાં તેને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યો. જીતેને પોતાના મિત્રો, સ્નેહીઓ, સાથીઓ આગળ પોતાની સંઘર્ષગાથા વર્ણવી. પ્રથમેશને સમજાયું કે તેણે ભોગવ્યાં છે એટલાં જ દુ:ખો જીતેને પણ ભોગવ્યાં છે. પોતાની વાત સમાપ્ત કરતા જીતેન કહે, ‘દુ:ખ તો સૌનાં જીવનનો હિસ્સો છે. કોઈ તેને ગણ્યા કરે છે અને મારા જેવા તેમાંથી પાઠ ભણ્યા કરે છે. નક્કી આપણે કરવાનું છે કે આ દુ:ખનું
કરવું શું?’

ડૉક્ટરની ડાયરી:માટી કા સંસાર હૈ, ખેલ સકે તો ખેલ,બાજી રબ કે હાથ હૈ, કર લે સબસે મેલ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-world-is-made-of-clay-if-you-can-play-then-play-the-game-is-in-the-hands-of-the-lord-do-it-all-135165037.html
રા ત્રિના દસ વાગવા આવ્યા હતા. ડો. સતીષ કામદાર ક્લિનિકમાંથી પરવારીને ઘરે આવ્યા, જમવા બેઠા, હજી તો પહેલો જ કોળિયો મોંમાં મૂક્યો, ત્યાં ફોન રણક્યો. મોબાઈલ ફોનના પહેલાંના સમયની આ
ઘટના છે.
સામા છેડેથી કોઈ અજાણ્યો પુરુષ બોલતો હતો, ‘ડો. સતીષભાઈ, હું રાજદીપ બારૈયા બોલું છું. તમારા ભાઈ-ભાભીને ગંભીર અકસ્માત થયો છે. ભાભીને ઓછું વાગ્યું છે, પણ તમારા ભાઈની હાલત ગંભીર છે. જેટલું જલદી આવી શકાય એટલું...’
ડો. સતીષના હાથમાંથી કોળિયો છૂટી ગયો. ભાઈની સ્થિતિ ગંભીર છે એવું જાણ્યા પછી કોણ જમી શકે? એ પછીની બે-ત્રણ મિનિટ્સની વાતચીતમાં ડોક્ટરે પૂછવા જેવું બધું પૂછી લીધું અને જાણવા જેવું બધું જાણી લીધું. પછી ‘હું આવું છું’ એટલું કહીને એમણે વાત પૂરી કરી.
ડોક્ટરની પત્ની સરલા આ બધું જોતી-સાંભળતી હતી. અડધું-પડધું એ સમજી ગઈ હતી, બાકીનું સમજવા માટે એણે પૂછી લીધું, ‘શું થયું છે? નરેશભાઈને કેમ છે? હેમાને સારું છે?’
બંને ભાઈઓ વચ્ચે અપાર પ્રેમ હતો એ તો સમજી શકાય, પણ દેરાણી-જેઠાણી વચ્ચેનો સંબંધ પણ અત્યંત સ્નેહપૂર્ણ હતો.
નાનો ભાઈ નરેશ અને એની પત્ની હેમા સાબરકાંઠા જિલ્લાના એક ગામની શાળામાં શિક્ષક-શિક્ષિકા હતાં. વેકેશનમાં રાજસ્થાનમાં ફરવા માટે ગયાં હતાં. ત્યાંથી પાછાં ફરતાં હાઈ-વે પર અકસ્માત થયો. એમની સાથે જે બીજા બે પરિવારો હતા એમને નહીવત્ ઈજા થઈ હતી, હેમાને પણ હાથે-પગે થોડુંક વાગ્યું હતું પણ ગંભીર ઈજા નરેશને માથા પર થઈ હતી. નાકમાંથી અને કાનમાંથી લોહીની ધાર વહી રહી હતી. એ તત્કાળ બેભાન થઈ ગયો હતો.
ડો. સતીષે ડ્રાઈવર રાખ્યો ન હતો, જાતે જ ગાડી ચલાવતા હતા, પણ આવા તણાવપૂર્ણ મન સાથે જાતે ગાડી ચલાવવામાં બીજો એક્સિડન્ટ થઈ જવાનું જોખમ રહેતું હતું. એમણે ઘરની સામે રહેતા પડોશી રમણભાઈનો ડ્રાઈવર ઊછીનો માગી લીધો.
પાણીની બે બોટલ્સ અને રૂપિયાની નોટો ભરેલું પાકીટ સાથે લઈને પતિ-પત્ની નીકળી પડ્યાં. ડ્રાઈવર રૂપેશે પૂછ્યું, ‘કઈ તરફ ગાડી લઉં, સાહેબ?’
ડો. સતીષે અમદાવાદથી રાજસ્થાન તરફ જવાનો હાઈ-વે જણાવ્યો. ગુજરાતની સરહદ વટાવ્યા પછી એક શહેરમાં પહોંચવાનું હતું. ઠીક-ઠીક મોટું ટાઉન હતું. સરકારી (સિવિલ) હોસ્પિટલનું સરનામું પેલા રાજદીપ બારૈયાએ જણાવ્યું હતું.
ડ્રાઈવર રૂપેશ યુવાન હતો, પણ પરિપક્વ હતો. પરિસ્થિતિની નજાકત અને સંવેદનશીલતા એ સમજી ચૂક્યો હતો. ડોક્ટર સાહેબને ઝડપથી પહોંચાડવાના હતા, વચ્ચે નાહક ચા-નાસ્તા કે બીડી-ગુટખા માટે રોકાવાનું ન હતું, રાતની મુસાફરી હોવાથી કારની સ્પીડ સાવ ધીમી પણ નહીં અને બહુ ફાસ્ટ પણ રાખવાની ન હતી. અત્યારે બીજો એક્સિડન્ટ થઈ જાય એ પરવડે તેમ ન હતું.
ડ્રાઈવરે ન કોઈ વાતો કરી, ન કારટેપ ચાલુ કર્યું, ન ક્યાંય ગાડી ઊભી રાખી. રસ્તામાં એક વિશાળ પટવાળી નદી આવી. પુલ ઉપર કાર ધીમી પાડીને રૂપેશે ડો. સતીષને કહ્યું, ‘સાહેબ, ખિસ્સામાં રૂપિયાનો સિક્કો હોય તો નદીમાં પધરાવી દો. આ પંથકમાં એવી માન્યતા છે કે...’
જીવનમાં જ્યારે અસહ્ય દુ:ખદાયક ઘટના બને છે, ત્યારે શિક્ષિત અને બુદ્ધિશાળી મનુષ્યો પણ આવી માન્યતાઓમાં સરી પડે છે. નદીમાં સિક્કો પધરાવવાથી જો મનને હિંમત અને ધૈર્ય મળતાં હોય તો એમાં ખોટું પણ શું છે?
રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યે કાર હોસ્પિટલના પરિસરમાં પહોંચીને ઊભી રહી. શરીર જકડાઈ ગયું હતું, પણ મનમાં વ્યાપ્ત ચિંતાએ તનની તકલીફને ભુલાવી દીધી હતી. પગથિયાં પૂરાં થાય ત્યાં જ એક મધ્યમ વયનો પુરુષ કોઈની પ્રતીક્ષા કરતો હોય તેવી રીતે ઊભો હતો.
ડો. સતીષને જોઈને એણે પૂછ્યું, ‘આવી ગયા, ડોક્ટર સાહેબ? હું રાજદીપ. મારી પાછળ આવો.’
ડો. સતીષે અધીરતાપૂર્વક પૂછી લીધું, ‘મારો ભાઈ જીવે તો છે ને?’ ડોક્ટર જાણતા હતા કે આવા સંજોગોમાં વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય તો પણ ફોન પર કોઈ સત્ય બોલતું નથી, માત્ર સિરિયસ છે એવું જ જણાવે છે.
રાજદીપે કહ્યું, ‘નરેશભાઈ જીવે તો છે પણ ક્યાં લગી એ જીવતા રહેશે એ કહેવું અઘરું છે.’ એટલી વારમાં વોર્ડ આવી ગયો.
ડો. સતીષની એક નજર હોસ્પિટલની કોરિડોર, વોર્ડ, ખાટલા, પથારીઓ, છત, દીવાલો, પ્લાસ્ટર અને ગંદકી પર ફરી વળી. સાજો માણસ પણ અહીં આવે તો માંદો પડીને જાય તેવું વાતાવરણ હતું.
ચાર નંબરના ખાટલા પર નરેશ સૂતેલો હતો. જમણા હાથની વેઈનમાં સોય ખોસેલી હતી, સ્ટેન્ડ પર લટકતા બાટલામાંથી ધીમાં-ધીમાં ટીપાં શરીરમાં જઈ રહ્યાં હતાં. હાથે-પગે પાટા હતા. શ્વાસ ઊંડો ચાલતો હતો. નાકનાં બંને નસકોરામાં જામી ગયેલું લોહી ચોંટેલું હતું. ડો. સતીષે નર્સને પૂછ્યું, ‘પેશન્ટનો કેસપેપર મને જોવા મળી શકે? હું ડોક્ટર છું. પેશન્ટનો મોટો ભાઈ છું.’

સિસ્ટરે બેરૂખીપૂર્વક જવાબ આપ્યો, ‘પેલી કેબિનમાં ડોક્ટર બેઠા છે. એમની પાસે જઈને વાત કરો.’
ડો. સતીષ નાઈટ ડ્યૂટી પર આવેલા મેડિકલ ઓફિસર પાસે ગયા. પોતાનો પરિચય આપ્યો. મેડિકલ ઓફિસર ડો. શર્માએ નામ જાણીને નરેશભાઈનો કેસપેપર કાઢી આપ્યો. એમાં બહુ પ્રાથમિક સારવારની વિગત ટપકાવેલી હતી.
‘ડો. શર્મા, મારા ભાઈના માથાનો એક્સરે...?’ ડો. સતીષે પૂછ્યું.
‘અહીંનું એક્સ-રે મશીન છ મહિનાથી બંધ છે. એક્સ-રે ટેક્નિશિયન રજા પર છે, પણ પેશન્ટની હાલત જોતાં એવું લાગે છે કે સ્કલમાં ફ્રેક્ચર થયું હોવું જોઈએ.’ ડો. શર્માએ બગાસું ખાધું.
‘અહીંના કોઈ મોટા સાહેબ પેશન્ટને જોવા માટે આવી ગયા?’ ડો. સતીષે પૂછ્યું, ‘પ્લીઝ, ડો. શર્મા, મને જે હોય તે સાચું જણાવજો. મારા ભાઈની જિંદગીનો સવાલ છે.’
ડો. શર્મા સાવ નવા સવા જ એમ.બી.બી.એસ. થયા હતા. ડો. સતીષની વેદના એમને સ્પર્શી ગઈ. ધીમા અવાજમાં એ બોલી ગયા, ‘ડોક્ટર સાહેબ, આપ તો ગુજરાત સે આયે હૈ. પેશન્ટ કી હાલત દેખ રહે હૈ. યહાં કોઈ સર્જન યા ફિઝિશિયન નરેશ કો દેખને નહીં આયા હૈ, આયેગા ભી નહીં. હમારે સર્જન સાહબ શામ ઢલને કે બાદ પાની નહીં પીતે હૈ. સમઝ ગયે ના? મૈં યહાં કા કર્મચારી હૂં. કુછ બોલ નહીં સકતા, ઈતના કહ દેતા હૂં કિ અગર અપને ભાઈ કી જિંદગી બચાના ચાહતે હૈ... તો ઉસકો યહાં સે ...’
એક યુવાન ડોક્ટરે પોતાની સીમારેખા વટાવીને બીજા એક સિનિયર ડોક્ટરની સામે સત્ય ઉચ્ચારી દીધું. ડો. સતીષ સમજી ગયા. નરેશને ગાડીની પાછલી સીટ ઉપર સૂવડાવીને, નસમાં બોટલ અને બેગમાં આવશ્યસ ઈન્જેક્શનો સાથે ત્યાંથી નીકળી ગયા.
અમદાવાદ પહોંચ્યા ત્યારે દિવસના અગિયાર વાગ્યા હતા. કતલની રાત પૂરી થઈ ગઈ હતી. અમદાવાદના ડોક્ટરો પૂરા ભારતમાં શ્રેષ્ઠ ગણાય છે. ન્યૂરોસર્જને નરેશને તપાસીને કહી દીધું, ‘ડોન્ટ વરી. હી વિલ બી સેવ્ડ.’ સારવાર શરૂ થઈ ગઈ.
એક મહિના પછી પેલી રાજસ્થાની હોસ્પિટલના મેડિકલ ઓફિસરને એક ગિફ્ટ બોક્સ મળ્યું, સાથે એક પત્ર પણ હતો: ‘ધન્યવાદ, ડો. શર્મા. મૈં અહમદાબાદ સે ડો. સતીષ આપકા શુક્રિયા અદા કરતા હૂં. આપને મેરે ભાઈ કી જિંદગી બચા લી હૈ, ઈલાજ કરકે તો સભી ડોક્ટર્સ બચાતે હૈ, આપને ઈલાજ નહીં કરતે બચાઈ હૈ.’

ઈમિગ્રેશન:પિટિશન દરમ્યાન વિઝિટર વિઝાથી અમેરિકા જવાય?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-i-travel-to-america-on-a-visitor-visa-during-the-petition-135165039.html
રમેશ રાવલ સવાલ: મારા ફિંગરપ્રિન્ટ લેવા માટે મુંબઈ કોન્સ્યુલેટે મને 1-7-2025ની એપોઈન્ટમેન્ટ આપી છે જે લેટરમાં visa class: IR1 લખ્યું છે, જ્યારે વિઝા કેટેગરીમાં All IV લખેલું છો. તો મારી કઈ કેટેગરી ગણાય?
- રાકેશ શાહ, અમદાવાદ
જવાબ : જો તમારી પિટિશન લગ્ન આધારિત હોય તો તે સ્પાઉસ વિઝા હોવાથી તેને IR-1 અર્થાત્ ઈમિડિયેટ રિલેટિવની કેટેગરી કહેવાય. આ પ્રકારની કેટેગરી IR-1થી IR-5 સુધીની છે, જે બીજા ઈમિડિયેટ રિલેટિવ્સ માટે છે.
સવાલ : હું અને મારી પત્ની અમેરિકા વિઝિટર વિઝા ઉપર જઈને ત્રણ મહિના પછી ભારત પાછાં આવ્યાં બાદ અમે પાસપોર્ટમાં નવું એડ્રેસ બદલવા માટે તેના પુરાવા રૂપે આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ અને લાઈટબિલ આપ્યાં હતાં. આ નવા પુરાવામાં નામમાં ફેરફાર હોવાથી અમને નોટરી કરવાનું અને બે ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાનું કહેવામાં આવ્યું. અમે એ પણ કરીને આપ્યું તેથી અમને જૂનો પાસપોર્ટ પંચિંગ કરીને નવો પાસપોર્ટ આપેલો. જૂના પાસપોર્ટમાં passport cancelled. Visa if any remains valid એવો સ્ટેમ્પ છે. તો હવે અમેરિકા જવું હોય તો નવા પાસપોર્ટ દ્વારા ટ્રાવેલ કરી શકાય?- સુરેશ સુરાવલા, સુરત
જવાબ : તમે ખૂબ લાંબો પત્ર લખ્યો છે, જે વાંચતા તમે તમારા નામ પાછળ ભાઈ શબ્દ વધાર્યો છે અને તમારી પત્નીના નામમાં ‘બેન’ શબ્દ વધારીને વર્ષાબેન લખાવ્યું છે. તેથી ટ્રાવેલ કરવામાં વાંધો આવે નહીં, કારણ પૂરા નામમાં બધો જ ફેરફાર થતો નથી. પિતા, પતિ અટક બધું જ સરખું રહે છે ઉપરાંત વિઝા વેલિડ છે તેવો સ્ટેમ્પ પણ છે. બધા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા.
સવાલ : મને અમેરિકાના વિઝિટર વિઝા મળ્યા બાદ 2023માં અમેરિકામાં 176 દિવસ માટે રહીને ભારત પરત આવેલો. મારા 176 દિવસના રોકાણ દરમ્યાન મારી અમેરિકન સિટીઝન પુત્રીએ મને ગ્રીનકાર્ડ અપાવવા માટે પિટિશન ફાઈલ કરેલી છે. તો હવે મારે ફરીથી મારા વિઝિટર વિઝા દ્વારા અમેરિકા જવું હોય તો જઈ શકાય?- જનક ભટ્ટ, વડોદરા
જવાબ : હા, જઈ શકાય. પરંતુ અમેરિકાના એરપોર્ટ ઉપર તમને ઘણા સવાલો પૂછાશે, જેના જવાબમાં તમારે પુરાવા સાથે અધિકારીને ખાતરી આપવી પડશે કે તમે ભારત ચોક્કસ પાછા જશો અને વિઝિટર વિઝાનું સ્ટેટસ ચેન્જ કરવા 6 મહિનાના વિઝા મળે તેને બીજા 6 મહિના એક્સ્ટેન્ડ અર્થાત્ વધારવા કોઈ કાર્યવાહી કરશો નહીં. સામાન્ય રીતે વિઝિટર વિઝા મળ્યા પછી તેની ગ્રીનકાર્ડ માટે પિટિશન થાય છે તેથી વિઝિટર વિઝા દ્વારા જનારને બહુ તકલીફ પડે છે. બહુ જ પ્રશ્નો પૂછાય છે.
સવાલ : અમેરિકાનો મારો મેડિકલ રિપોર્ટ થઈ ગયો છે. મારી ઉંમર 82 વર્ષની છે. તો શું મારે બાયોમેટ્રિક ટેસ્ટ આપવા મુંબઈ કોન્સ્યુલેટ જવું પડે?- અમીત, મુંબઈ
જવાબ : હા, નિયમ પ્રમાણે ઈમિગ્રન્ટ વિઝા માટે એપ્લાય કરનારે બાયોમેટ્રિક અર્થાત્ ફિંગરપ્રિન્ટ આપવા જરૂરી છે. પરંતુ કેટલાક નિયમોનો અપવાદ હોઈ શકે. તમે મુંબઈ કોન્સ્યુલેટમાં ઈમેલ કરીને આ અંગે જવાબ માંગી શકો છો.
સવાલ : મને I.T. પ્રોફેશનલ તરીકે 20 વર્ષનો અનુભવ છે અને હાલ અમદાવાદની એક કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ તરીકે જોબ કરું છું. મારી પત્ની પણ આ જ કંપનીમાં છે સોફ્ટવેર એન્જિનિયર છે. અમે પતિ-પત્ની અને મારા પુત્રને 2023માં અમેરિકાના વિઝિટર વિઝા મળેલા છે. એટલે અમે ઓક્ટોબર 2025માં અમેરિકા જવાનાં છીએ. અમે આ વર્ષમાં અમેરિકાનો L-1 વિઝા લેવાનું વિચારીએ છીએ, કારણ કે મારો પુત્ર આ વિઝાને કારણે અમેરિકા સ્ટડી કરી શકે. મારા મધર જે મારી સાથે રહે છે તેમના વિઝિટર વિઝા લેવા બરાબર છે? L-1 વિઝા લેવા સલાહભર્યું છે?
- બ્રિજેશ પોપટ, અમદાવાદ
જવાબ : તમારી બધી જ પૂરેપૂરી વિગતો દર્શાવેલા લાંબા પત્રથી ફલિત થાય છે. તમે L-1 વિઝા માટે અભ્યાસ કરી પૂરી જાણકારી મેળવી છે. પરંતુ તમારો L-1 વિઝા હેતુ તમારા પુત્રનો અમેરિકામાં સ્ટડી માટેનો પણ છે. તમને ખબર હશે જ કે L-1 વિઝા મળવા ઘણો મુશ્કેલ છે, જેના માટે તમારે જાતે ફાઈલિંગ કરવું હિતાવહ નથી. તેના માટે અમેરિકાથી ત્યાંના આ બાબતના એક્સપર્ટ લોયર મારફતે જ પેપરવર્ક કરવું જોઈએ. તમારા પુત્ર માટે અમેરિકાના F-1 સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરવું સહેલું છે, કારણ કે તમારો મુખ્ય હેતુ પુત્રના સ્ટડી માટેનો જ હોય તેમ જણાય છે. તમે ભારતમાં સારી રીતે સેટલ છો. અને હવે અમેરિકા બરાબર નથી.
સવાલ : મારા બર્થ સર્ટિફિકેટની જન્મતારીખ કરતાં મારી સ્ટડીના પેપર્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટમાં જન્મતારીખ જુદી છે. તો ઈમિગ્રેશન માટે શું કરવું જોઈએ?- મીના પટેલ, બરોડા

જવાબ : તમારા જન્મના પ્રમાણપત્રની જન્મતારીખ સાચી હોય તે જ પ્રમાણેની તારીખ પાસપોર્ટમાં બદલાવી જરૂરી છે. ઈમિગ્રેશન માટે પાસપોર્ટ અને બર્થ સર્ટિફિકેટની ચકાસણી એટલે કે વેરિફિકેશન થાય છે. આધાર કે પાન કાર્ડ વગેરે માંગવામાં આવતા નથી કે જોવાતા નથી.
દેશી ઓઠાં:લોંઠકો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/snails-135165041.html
કા રતક મઈનો છે.ઓણ સાલ વરસ સોળ આની પાક્યું છે.સીમ-શેઢા ‘ને ખળાનાં કામમાંથી લોક પરવાર્યું છે.મબલખ પાક ઊતર્યો છે.ઘરેઘરમાં કોઠીયું ધાનથી ભરી છે. કોઈ ખડકીના ઓટલે, તો કોઈ શેરીને નાકે, કોઇ ચૉરે,કોઈ ઠાકર મંદિરે, તો કોઈ પાદરના ઓટે,ટોળું વળીને બેઠાં છે. વાતુંના હિલોળા હાલે છે.
એવામાં ગામના ચોકમાં નટ બજાણિયાએ વાંસડા ખોડીને દોરી બાંધી. નટડીએ જાતજાતના કરતબ દેખાડ્યા. એ ટોળીમાં એક મલ્લ પણ ભેળો છે. પાંચેક મણના મોટા પાણાને દોરડાથી બાંધીને દાંતેથી ઊંચકીને, એક મચક મારીને પોતાના માથા ઉપર થઈને પાછળ ઘા કરી દીધો. લોકો તો છક થઈ ગ્યાં. ટોળામાંથી એક જણ બહાર આવ્યો. મલ્લને ખભે હાથ મૂકીને બોલ્યો, ‘ભાઈ…તું જો હા પાડે તો હું હાથ અજમાવું!’
એણે પોતાની પછેડીની ઈંઢોણી બનાવીને પાંચ મણના પથ્થરને માથે મૂક્યો. ઠાકર મંદિર સુધી જઈને પાછો આવ્યો.પાણાને હળવેકથી હેઠે મૂક્યો. ઈ બળુકા જણનું નામ લાધો, લાધો લોંઠકો. લાધો એક દી સવારના પહોરમાં એના પુનાકાકાના ફળિયે પૂગ્યો. કાકાએ એને આવકારો દીધો. ‘કાકા! ચોમાહુ માથે છે. ખેતરે કડબ પડી છે. મેં-છાંટા થાય ઈ પેલા કડબને ઘરભેગી કરી દઉં. પણ, મારા ગાડાનું ધોંહરું ભાંગી ગ્યું છે. તમારું ગાડું આપો તો બે-ચાર ફેરા મારી લઉં!’
‘અરે, લાધા! આજ તો મારે ખાતર ભરવું છે. તું બીજો કાંક જોગ કરી લે!’ લાધો કાકાની દાનત સમજી ગ્યો. તરત પાછો વળ્યો.
બીજે દી સવારમાં કાકા ઊઠીને જુએ તો ફળિયામાં ગાડું નો જોયું! ‘ગાડું ક્યાં ગ્યું! ડેલો તો માલીપાથી બંધ છે. માથોડું માથોડું ઊંચી વંડી છે. બળદ બાંધેલા છે…તો પછી ગાડું !!! કાકાએ આખા ગામમાં તપાસ કરી. બધાને પૂછી જોયું. પછી તો આખું ગામ ગોતણે ચડ્યું.
ક્યાંય ગાંડાનાં સગડ મળતાં નથી. આમ ને આમ બપોર થઈ. થાકીને બધા પાદરના વડલા હેઠે બેઠા. એમાં એક જણનું ધ્યાન ગ્યું. વડલાની ડાળ માથે ગાડું ભાળ્યું. પુનાકાકા સમજી ગ્યા, આ કામ લાધાનું! હવે લાધા સિવાય ગાડાને વડલેથી હેઠે કોણ ઉતારે! કાકાને ઘણો પસ્તાવો થ્યો. ગામલોકોએ લાધાને મનાવ્યો. અભરાઈ માથેથી થાળી ઉતારે એમ લાધાએ ગાડું ઉતાર્યું.

એન્કાઉન્ટર:પહેલા પ્રેમ અને પહેલા વરસાદ વચ્ચે શું સમાનતા છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-the-similarity-between-first-love-and-first-rain-135189244.html
પત્નીને પ્રેમિકા સાથેનો શૉર્ટ-કટ...?
(મહાસુખ દરજી, અમદાવાદ)
- એક દિવસ, બેમાંથી એક જરૂર તમને ફટકારશે.
પતિ-પત્ની વચ્ચે ‘વો’ ક્યારે આવે?
(શશિકાંત મશરૂ, જામનગર)
- યૂ મીન… પત્નીવાળો ‘વો’?
‘કાગડી’ ક્યારેય દહીંથરૂં લઇ જતી નહીં હોય?
(ડૉ.સંકેત શેઠ, કરમસદ)
- ઇ. સ. 1952 પછી એવા દહીંથરાં બનતા બંધ થઇ ગયા છે.
બહુ ગરમી છે. બે-ચાર એસી મોકલી આપો, તો સારું રહે.(રિયા ધોકાઇ, મીઠાપુર)
- શિયાળામાં તાપણાં મોકલ્યા હતાં, એ તો પાછા લાવો.
તમારા નારણપુરામાં આંબા ખરા?
(કનુ જોશી, વડોદરા)
- છે… પણ જોઇને રાજી થવાનું!
તમે ક્રિકેટ રમતા?(ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- મારા ફાધરને કોઇ આવું પૂછે તો તરત મને કહે, ‘લાય તો જરા.… મારું બૅટ લાય તો!’
ડાહ્યા અને દોઢડાહ્યા વચ્ચે કેટલો ફેર?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
એવું માપ કાઢનાર ડાહ્યો ન હોય!
દાઢી વધારવાથી વડાપ્રધાન બનાય?
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- બાવાય બનાય!
તમને ખબર પડે કે, તમારી જિંદગીનો આ છેલ્લો કલાક જ છે. તો શું કરો? (ફિરોઝ હાફેઝી, સુરત)
- કલાકે કલાકે ઘડિયાળ એક એક કલાક પાછળ મૂકતા જવાનું.
ઘરની બહાર લોકો નામ શું કામ લખાવતા હશે?
(હિતેશ દમણીયા, સુરત)
- ઘર પોતે ભૂલું પડીને બીજાના ઘરમાં ઘૂસી ન જાય માટે!
સાસરે ગયા પછી જમાઇની ફરજ શું છે?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- સસરાની માફક ત્યાં ને ત્યાં રહી નહીં પડવાનું!
કવિ ઈશ્વરની નજીક હોય છે, તો હાસ્યલેખક?
(નિખિલ રિંડાણી, અમદાવાદ)
- કવિની નજીક.
હવે ‘ભલે પધાર્યા’ના બૉર્ડ હોતા નથી!
(સુરેશ ઠાકર, સાવરકુંડલા)
- એવા પાટિયાથી તો લોકો સાલા પધારી જતા હતા!
પાનની પિચકારીઓ મારનારને શું સજા?
(પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ)
- આ સલાહ તો હું વર્ષોથી આપું છું… પિચકારીને એ મારનાર પાસે જ જમીન પરથી સાફ કરાવો.
ટૂથપૅસ્ટના આ જમાનામાં દાતણ દેખાતા નથી...!
(બ્રિજેશ પરમાર, કડી)
- દાતણ દેખવાનું ન હોય.… ચાવવાનું હોય!
‘અશોક દવેનું જીવન… એક શબ્દમાં!’
(સાગર કાપડીયા, વિસનગર)
- સાગર જેવું વિશાળ.
શર્ટ પર ચા ઢોળાય તો ‘ટી’ શર્ટ કહેવાય?
(યોગેશ પટેલ, વડોદરા)
- ગમ્યો. તમારો સવાલ ગમ્યો.
વરસાદ પડે કે તરત મારી વાઇફને રાયપુરનાં ભજિયાં યાદ આવે છે...! (સુરેશ ઠક્કર, નડિયાદ)
- હા. તે કહીએ, ‘જા...લઇ આય!’
સ્કૂટર પર પગની આંટી મારીને મોબાઇલ ચાલુ રાખતા વિરલાઓને શું કહેશો?(પ્રદીપ દવે, લાલપુર)
- પડે તો હું તો રાજી થઉં...!
આ ગિફ્ટ સિટી કરતાં મારા શહેરમાં સલામત માલ મળે છે. બોલો મોકલું?(મહેશ ઠક્કર, અમદાવાદ)
- ખોટો નંબર ડાયલ કર્યો, ભ’ઇ! હું તો નશીલા બગાસાંય ખાતો નથી.
કાગડાઓ વિશે આપનો અભિપ્રાય કેવો?
(હરેશ લાલવાણી, અમદાવાદ)
- એમ તો એ લોકોનોય મારા વિશે અભિપ્રાય સારો નથી!
હસ્તમેળાપ સમયે ઘડિયાળ કેમ રાખવામાં આવે છે?
(કિરણ મોવડીયા, માણસા)
- મહારાજને બીજાં લગ્નો કરાવવાનાં હોય કે આ લોકોના ઘેર ઘોડિયું બંધાય ત્યાં સુધી બેસી રહે?
સરકાર અને સાઇકલ વચ્ચે શું તફાવત?
(અમૃત સોલંકી, બોટાદ)
- તો હવે તમનેય ચોથા ધોરણવાળાં જોડકણાં આવડી ગયાં!
તમને નોબેલ પારિતોષિક મળવું ન જોઇએ?
(દીપક પરમાર, જામનગર)
- મને મારો ખોવાયેલો મોબાઇલ મળશે કે નહીં, તેની ચિંતા છે!
તમારા નામથી ભાવનગરમાં એક રોડ છે...
(ડૉ. કૌમિલ જોશી, અમદાવાદ)
- પાળિયા ન બને ત્યાં સુધી વાંધો નથી.
ઈંગ્લૅન્ડ ગયેલી આપણી ક્રિકેટ ટીમ વિશે આપનો અભિપ્રાય! (હીરાચંદ નાગડા, મુંબઇ)
- સિરીઝ જીતીને આવે, એ જ ઈશ્વરને પ્રાર્થના.
૩૬. જ્યારે કશું જ કરવાની ઇચ્છા ન થાય ત્યારે શું કરવું?
(જયદીપ ચૌધરી, ઉનડ-મેહસાણા)
- ઢીંચણ ઊંચો કરીને પગનો અંગૂઠો ધીમે ધીમે પંપાળે રાખવાનો.
તમને રાજેશ ખન્નાની ફિલ્મ ‘કટી પતંગ’ય બકવાસ લાગી? નવાઇની વાત છે.
(આશિષ સોલંકી, રાજકોટ)
- હા, પણ આપણે બંને એમાં કોઇ ફેરફાર કરી શકીએ એમ નથી.
છત્રીનું કાગડા થવાનું કારણ શુ?(હર્ષ હાથી, ગોંડલ)
- માણસ થવા કરતા કાગડામાં ઓછી પળોજણ છે.
શું બીજા મોહમદ રફી નહીં થાય?
(અબ્બાસ કોકાવાલા, કલોલ)
- રફીસાહેબને આટલા ચાહો છો, તો એમના નામનો ઉચ્ચાર તો શીખો! મેં આખો ઉર્દૂ શબ્દકોષ ફેંદી જોયો. પૂરા કોષમાં ક્યાંય મોહમદ, મહંમદ, મામદ કે મામુદ નથી. સાચો ઉચ્ચાર ‘મુહમ્મદ’ જ છે.
‘ચાહૂંગા મૈં તુઝે સાંઝ સવેરે…’ લખનાર રાજકોટનો હશે? બપોરે હાલાં કરી જવાનું?
(અશ્વિન મોરે, વડોદરા)
- ને તોય રાજકોટની વસ્તીમાં ધમધોકાર વધારો થતો નથી!
‘ઍન્કાઉન્ટર’માં સવાલો પૂછવાની સૂચનાવાળું બૉક્સ કાઢી નાખો, તો બે-ચાર સવાલો વધારે આવે!
(કિશોર હિન્ડોચા, ગાંધીનગર)
- એમ? (આ મારો સવાલ છે.)
આજની પેઢીને ડાયાબિટીસથી બચાવવા કાંઇક કરો.
(ઓમપ્રકાશ વૈષ્ણવ, અમદાવાદ)
- જગતની એકેય પેઢી બચી છે?

અમલપિયાલી:જગતમાં જે કંઈ સુંદર છે તે સહુને મળવું જોઈએ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/everything-beautiful-in-the-world-should-be-available-to-everyone-135189171.html
વિનોદ જોશી `તું જંગલકાષ્ઠ તણો કટકો,
રંગરસિયે કીધો રંગચટકો,
અલી! તે પર આવડો શો લટકો?
ઓ વાંસલડી!
વેરણ થઈ લાગી રે વ્રજની નારને...’
- દયારામ
વિ અહીં સ્વયં વાંસળીને સંબોધન કરે છે. સંબોધન તો લાડવાચક છે પણ તેમાં એક વજનદાર ઠપકો છે. વ્રજની ગોપીને તરછોડી દઈ વાંસના એક ટુકડા પર મોહી પડેલા કૃષ્ણનો તેમાં હવાલો છે. પણ વાંક કૃષ્ણનો નહીં, વાંસળીનો છે તેવું અહીં તારસ્વરે કહેવાયું છે.
ઈર્ષ્યા અને અધિકાર લગોલગ ચાલે છે પણ ઈર્ષ્યાની સાથે પીડાનો ભાવ પણ એટલો જ વણાયેલો હોય છે. અપ્રાપ્તિ ઈર્ષ્યાની જનક છે. જે મળ્યું નથી તેની પીડા જે મેળવવું છે તે અન્યને મળ્યું છે તેની પ્રતીતિ થતાં જ ઈર્ષ્યાભાવમાં પરિવર્તિત થઈ જાય છે. ઈર્ષ્યા અને ઉદારતાને આડવેર છે. ઈર્ષ્યા એ હૃદયની વિશાળતાનો સામો છેડો છે. તેમાં સંકડાશ છે. સહી ન શકાય તેવી ભીંસ છે. પણ એ મનુષ્યસ્વભાવની મૂળભૂતતા છે. તેને પરહરી શકાતી નથી.
કહેવાય છે કે સ્ત્રી ઈર્ષ્યાનું પૂતળું હોય છે. મનુસ્મૃતિ ભલે એને ધરિત્રી સમી ક્ષમાદાત્રી ગણે, પણ સામાન્ય વ્યવહારમાં સ્ત્રીને અને ઈર્ષ્યાને વધુ મનમેળ હોય છે તેમ ઘણા કહે છે. ખાસ કરીને પ્રેમસંબંધના મામલે આ વાત વધુ સાચી ઠરશે. આ કાવ્યમાં આપણા રસિયા કવિ દયારામે ઈર્ષ્યાના ભાવને વાંસલડી નિમિત્તે બહુ લાક્ષણિક રીતે આલેખી અહીં ગોપીની કૃષ્ણપ્રીતિ ગાઈ છે.
ગોપી માને છે કે કૃષ્ણ પર પોતાના સિવાય કોઈનો અધિકાર નથી. કૃષ્ણ પોતાનો છે અને એની પાસે કોઈ ફરકવું પણ ન જોઈએ. પણ વિધિવક્રતા એ છે કે કૃષ્ણ વાંસળીનો સંગ છોડતો નથી. એ પદાર્થ હોવા છતાં કૃષ્ણ એને લગીરે અળગી કરતો નથી. ગોપીથી આ જીરવ્યું જતું નથી. વ્રજની નારીને વાંસળી એટલે જ વેરી લાગવા માંડી છે. વળી આ વાંસળી તો ગોપીને જાણે પોતાના સ્વરમાં કૃષ્ણનો પ્રેમ પોતાને મળ્યો તેવી બડાઈ હાંકતી સંભળાય છે. ગોપીનો ઈષ્યર્ષ્યાભાવ એટલો તો પ્રચંડ છે કે તેને વાંસળીના સૂરની મીઠાશનો અનુભવ થતો જ નથી. એ તો વાંસળીને લળીલળીને ઉપાલંભ આપતી રહે છે અને સાવ ઉતારી જ પાડે છે. કવિ અહીં વાંસળી નિમિત્તે ગોપીની ઈર્ષ્યાનું સહજ આલેખન કરે છે અને ગોપીનો ઈર્ષ્યાખચિત ચહેરો આપણને દેખાવા લાગે છે.
ગોપીમુખે આરંભાય છે વાંસળી પરનું સીધું આરોપનામું. વાંસળી ભલેને સૂરસપ્તકની સ્વામિની હોય, પણ ગોપીને મન તો એ જંગલના લાકડાંનો ટુકડો માત્ર છે. તેના પર પોતે જેને રંગરસિયો માને છે તેવા કૃષ્ણે રંગની એકાદ રેખા કરી તેમાં તો વાંસળીબાઈ જાણે ફૂલ્યાં સમાતાં નથી અને લટકાં કરવા લાગ્યાં છે તેવું આળ ઓઢાડતી ગોપી જાણે આપણી નજર સામે એક સાચૂકલી સ્ત્રી ઊભી હોવાનો ભાવ જન્માવે છે. કવિની ખૂબી તો આટલી નાની શી વાતે પણ વ્યંજના નિપજાવવામાં છે. આ વ્યંજના તે એ કે જંગલકાષ્ઠના ટુકડાને પણ કૃષ્ણે પોતાનો રંગ ચઢાવીને મહિમાવંતો કરી દીધો. વાંસનું વાંસળીમાં રૂપાંતર કરનારનો મહિમા તેનાથી ઓર વધી ગયો. ગોપીની કૃષ્ણ પ્રત્યેની ચાહના પણ આ કારણે વધુ બળવત્તર બની ગઈ. વાંસળીમાં એવું તે શું છે જે કૃષ્ણને પણ મોહી લે છે. પણ મુગ્ધ પ્રણયની ધારિણી એવી ભાવછલોછલ ગોપી વાંસળીના ભેદ પરખી શકતી નથી. એ તો હવે જાણે શરણાગતની મુદ્રામાં જ છે. વાંસળીએ જેને વશ કર્યો છે તે કૃષ્ણ હવે પોતાને વશ કરે તેવી અંતરની આરતમાં ઝૂરતી ગોપીનો ઈર્ષ્યાભાવ જાણે કૃષ્ણપ્રેમની સર્વોપરિતામાં ઑગળી જાય છે. કવિતામાં ભાવોનું ઊર્ધ્વીકરણ કઈ રીતે થતું હોય છે તે દયારામ જેવા આપણી ભાષાનાં કવિએ અહીં ભરતમુનિ કે એરિસ્ટોટલને ભણ્યા વગર અન્યોક્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે.
આખીય વાત અહીં સંબોધનરૂપે થઈ છે. તેમાં બેધડક આરોપથી માંડી ઉપાલંભ પણ છે. પ્રેમની સચ્ચાઈ અને પારદર્શકતાની આ મુદ્રા છે. વળી, વાંસળીને જે સુખ લાધ્યું તે પોતાને જ સાંપડવું જોઈએ તેવી કટ્ટર અધિકારપ્રવણતા કરતાં, એ સુખ પોતાને પણ સાંપડવું જોઈએ તેવી આછી વિનમ્રતાનો સૂર પણ અહીં છે. આગળ જતાં ‘તું તો શોક્ય થઈ અમને સાલે' એવી પંક્તિ આવે છે જેમાં ‘અમને’ શબ્દ પોતાને માટે માનાર્થે નહીં પણ બહુવચનમાં વપરાયો છે. એટલે જ ગોપી પોતે વાત કરતી હોવા છતાં ‘વ્રજની નાર’ એવી વ્યાપ્તિ બાંધે છે જેમાં દરેક ગોપીનો સમાવેશ થાય છે. જગતમાં જે કંઈ સુંદર છે તે સહુને મળવું જોઈએ.
કાલિદાસનો દુષ્યન્ત શકુન્તલાનાં પુષ્પસમા વદનની સાવ નિકટ પહોંચી જતા ભ્રમરને સંબોધીને કંઈક આવું જ કહે છે: ‘પ્રણયતત્ત્વને સમજવાની મથામણ કરતો હું રહી ગયો અને હે ભ્રમર! તેં ખરેખર કરી બતાવ્યું.’ અહીં કવિ દ્વારા ગોપી પણ વાંસળીને કંઈક એવું જ નથી કહેતી શું? }

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-sabines-gull-rested-its-head-in-the-bird-sanctuary-of-nalsarovar-135189193.html
ળસરોવર ગુજરાત માટે પક્ષીતીર્થની ઉપમા ધરાવે છે, ત્યારે ઉનાળા વચ્ચે અહીં પક્ષીપ્રેમીઓને ટાઢક આપે એવા સમાચાર આવ્યા કે, સબાઈનનો ગલ પક્ષીએ પક્ષીતીર્થ નળસરોવરમા માથું ટેકવ્યું છે. ગુજરાતમાં આ પક્ષી પહેલીવાર નોંધાયું છે. જોકે, ભારતનો બીજો રેકોર્ડ છે, પહેલા 2013માં કેરળમાં હાજરી પુરાવી ચૂક્યું છે.
મૂળ આર્કટિક પક્ષી 30, મે 2025ની સવારે આશરે 9.00 વાગ્યે નળ સરોવરમાં વન વિભાગના કર્મચારીઓને જોવા મળ્યું હતું. નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ. સક્કિરા બેગમે અચંબિત થઈને કહ્યું, સબાઇનનો ગલનું ભારત પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. ઈ-બર્ડ અનુસાર, ભારતમાં પહેલીવાર આ પક્ષી ૩ મે, 2013માં ચવક્કડ બીચ, કેરળમાં નોંધાયું હતું.
સબાઇનનો ગલ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાઇબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે, જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન નજીક માળો બનાવી વસવાટ કરે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે 39 હજાર કિલોમીટર સુધી લાંબા અંતરનો પ્રવાસ કરે છે, જે ગલ પ્રજાતિનું સૌથી લાબું આ પ્રકારનું સ્થળાંતર છે.
સબાઇનનો ગલ મુખ્યત્વે માંસાહારી છે, જે જંતુઓ, માછલીઓ અને અન્ય દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓને ખાય છે, ક્યારેક ક્યારેક અન્ય પક્ષીઓનાં ઈંડાં અથવા માળાઓ ખાય છે. તેમનો આહાર ઋતુ અને નિવાસસ્થાન પ્રમાણે બદલાય છે, બિન-પ્રજનન સમયગાળા દરમિયાન દરિયાઈ જીવો પર તરાપ મારે છે.
દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર સમુદ્રી વિસ્તારમાં તે સ્થળાંતર કરે છે, જો કે બીજા પક્ષીઓ માફક તેનો આ માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. શક્યતા એ પણ છે કે, માર્ગ ભટકીને પહોંચ્યું કે વાતાવરણે અસર કરી છે, તે મુદ્દે સંશોધકો પણ માથું ખંજવાળી રહ્યા છે.
નળસરોવર ભારતના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે મહત્ત્વનાં આર્દ્રભૂમિ અભયારણ્યોમાંનું એક છે કે, જેમાં સુરખાબ, પેણ, બતક અને વાડર જેવી અનેક સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ માટે મહત્ત્વનાં આશ્રય સ્થાન છે. આ પક્ષીનું અહીં નોંધાવું, એ નળસરોવરનું વૈશ્વિક પક્ષીશાસ્ત્રમાં સ્થાન વધુ મજબૂત કરે છે.
નળસરોવર આમ તો મધ્ય એશિયન ફ્લાય વે માટે એક મુખ્ય સ્થળાંતર માર્ગ છે, તેનો ઉપયોગ અસંખ્ય સ્થળાંતરિત પક્ષીઓની પ્રજાતિઓ દ્વારા સાઇબેરિયામાં તેમનાં સંવર્ધન સ્થળો અને ભારત સહિત પશ્ચિમ અને દક્ષિણ એશિયામાં શિયાળાનાં સ્થળો વચ્ચે મુસાફરી સમયે કરવામાં આવે છે.
અડધો કલાક ફોટો ક્લિક કર્યા, મોર્નિંગ પેટ્રોલિંગ ફળ્યું
દુર્લભ પક્ષીની તસવીર ક્લિક કરનાર ગાઈડ ગનિ સમાએ જણાવ્યું , ‘આ વિશિષ્ટ આર્કટિક ગલ નોંધાયું તે સમયે અમે સવારે પેટ્રોલિંગમાં હતા. આ અગાઉ 4-5 જણાએ સવારે જોયું હતું પરંતુ તેની ઓળખ થઇ શકી ન હતી. અડધો કલાક સુધી અમે તેના ફોટો ક્લિક કર્યા અને બાદમાં સંશોધકો અને ઉચ્ચ અધિકારીઓૃને ફોટો મૂક્યા બાદમાં તેની ઓળખ થઇ હતી.
આ દુર્લભ પક્ષીઓ નળસરોવરના મહેમાન હતાં
ઉત્તર અમેરિકામાં ઉનાળામાં મીઠા પાણીના ભેજવાળા પ્રદેશોમાં રહેતું એક લાક્ષણિક પક્ષી બ્લેક ટર્ન, શિયાળામાં તે ઉષ્ણકટિબંધીય દરિયાકાંઠે દરિયાઈ પક્ષી બની જાય છે તે પણ તાજેતરમાં 10 વર્ષ બાદ અહીં નોંધાયું છે. રેડ ફેલારોપ પક્ષી ચાર વર્ષ બાદ નળસરોવરની મુલાકાતે આવ્યું હતું, જે ઉત્તર અમેરિકા અને યુરેશિયાના આર્કટિક પ્રદેશોમાં ઉછેરે છે અને મુખ્યત્વે સમુદ્રી માર્ગો પર સ્થળાંતર કરે છે, ઉષ્ણકટિબંધીય મહાસાગરોમાં શિયાળો ગાળે છે. શોર્ટ ટેઇલ્ડ શિયર વોટર, લાંબા અંતરાલ બાદ નળસરોવરની મુલાકાતે આવ્યું હતું, જેને યોલા અથવા મૂનબર્ડ પણ કહેવાય છે, સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયામાં મટનબર્ડ તરીકે ઓળખાય છે. તે ઓસ્ટ્રેલિયન પાણીમાં સૌથી વધુ વિપુલ પ્રમાણમાં જોવા મળતી સી-બર્ડ પ્રજાતિ છે. આમ વિવિધ દરિયાઈ પક્ષીઓ પણ અહીંના મુલાકાતી બની ચૂક્યાં છે.
સબાઈનનો ગલ : અથ ઇતિ
આ પક્ષી મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને યુરેશિયામાં આર્કટિકમાં પ્રજનન કરે છે, તેઓ પેરુ અને ઇક્વાડોરના દરિયાકાંઠે હમ્બોલ્ટ પ્રવાહના ઠંડાં પાણીમાં અને આફ્રિકાના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર બેંગુએલા પ્રવાહના ઠંડાં પાણીમાં શિયાળો વિતાવે છે. સામાન્ય રીતે એટલાન્ટિક મહાસાગર પાર કરીને યુરોપના પશ્ચિમી કિનારા (આયર્લેન્ડ, ગ્રેટ બ્રિટન, સ્પેન, પોર્ટુગલ) અને ઉત્તર-પશ્ચિમ આફ્રિકા (મોરોક્કો) નો ઉપયોગ કરે છે.
ખોરાક માટે બિસ્કે ખાડી અને ઇબેરિયન ટાપુમાં રોકાય છે, અને એઝોર્સ અને કેનેરી ટાપુઓ જેવા ટાપુઓની પણ મુલાકાત લે છે, બાદમાં ઉત્તર તરફ પાછા ફરતી વખતે સમાન માર્ગને અનુસરે છે, ઘણીવાર પશ્ચિમ આફ્રિકન કિનારાથી દૂર થાય છે. આ પક્ષી ઝડપી સ્થળાંતર માટે જાણીતાં છે, જે મુસાફરીના કેટલાક તબક્કામાં 813 કિમી પ્રતિ દિવસની મુસાફરી કરી શકે છે.

નળસરોવરનું મહત્ત્વ શું છે?
અમદાવાદથી 62 કિલોમીટર દૂર આવેલ નળસરોવર પક્ષી અભયારણ્ય એક અદભુત કુદરતી તળાવ છે, જેમાં છીછરાં પાણી અને કાદવવાળાં સરોવર છે. હજારો સ્થળાંતર કરનારાં પક્ષીઓ માટે શિયાળા માટે એક આદર્શ સ્થળ છે. આ પક્ષીઓ મધ્ય એશિયા, યુરોપ અને સાઇબેરિયાથી કઠોર શિયાળાની ઠંડીથી બચવા માટે થકવી નાખતી લાંબી મુસાફરી કરે છે. એપ્રિલ, 1969માં પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું, છીછરાં પાણીમાં નાવડીમાં પ્રવાસ કરીને પેલિકનનાં ટોળાં, ફ્લેમિંગો અને કૂટનાં મોટાં જૂથો અને વિવિધ પ્રકારનાં બતકોની ખૂબ નજીક જવું એ પ્રવાસનો રોમાંચક અનુભવ છે.
નળ સરોવર પક્ષી અભયારણ્ય સ્થળાંતર કરનારા પક્ષીઓ ઓક્ટોબરમાં અહીં આવવાનું શરૂ કરે છે અને એપ્રિલ સુધી રહે છે. શિયાળાના મધ્યમાં તેમની વસ્તી તેની ટોચ પર પહોંચે છે. નળસરોવરનું ખૂબ જ મહત્ત્વનું સંરક્ષણ મૂલ્ય ગ્રે-લેગ ગૂસ, ઓપન-બિલ સ્ટોર્ક, ગ્લોસી આઇબિસ, કૂટ્સ, ક્રેન્સ વગેરે જેવાં મહત્ત્વનાં પક્ષીઓના વિશાળ સમૂહમાં રહેલું છે. વનવિભાગ અનુસાર, અભયારણ્ય વિસ્તારમાં શેવાળની 48 પ્રજાતિઓ અને ફૂલોના છોડની 72 પ્રજાતિઓ જોવા મળે છે. આ અભયારણ્યમાં લગભગ 250 પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે અને અનેક પ્રાણીઓ પણ જોવાં મળે છે. 120.82 ચો. કિ.મીમાં આ વિસ્તાર ફેલાયેલો છે. }

વિચારોના વૃંદાવનમાં:પર્યાવરણની જાળવણીનો ટેક્નોલૉજિકલ માર્ગ છે ‘રિસ્પોન્સિબલ ટેક્નોલૉજી’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/responsible-technology-is-a-technological-way-to-preserve-the-environment-135189151.html
જુ ત્રણ દિવસ પહેલાં જ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ દુનિયાભરમાં ઊજવાઇ ગયો. પર્યાવરણ દિવસ ઊજવવાનો મૂળ હેતુ શું? તેની જાળવણી માટે પ્રત્યેક મનુષ્યને જાગૃત કરવાનો. આટલાં બધાં વર્ષોથી પર્યાવરણ દિવસની ઉજવણી થતી રહી છે, પણ તેમાં મૂળ હેતુ કેટલો સિદ્ધ થયો? ટેક્નોલોજીનો ઉપયોગ કરનારો મનુષ્ય સાચા અર્થમાં સુખી થયો છે?
ટેક્નોલૉજી ‘સગવડોલૉજી’ બની રહી છે. એની નિંદા ન હોય. ક્યારેક તો ટેક્નોલૉજી દ્વારા પ્રાપ્ત થતી બધી સગવડો ભોગવતા આદર્શવાદી લોકો ટેક્નોલૉજીને પર્યાવરણના નામે ભાંડતા રહે છે. વિજ્ઞાનની સઘળી શોધયાત્રા જાણે સગવડયાત્રાને સમાંતરે ચાલતી રહી છે. પર્યાવરણની જાળવણી પણ ટેક્નોલૉજીને માર્ગે જ થઈ શકે.
એલ્વિન ટૉફલર એ માટે ‘રિસ્પોન્સિબલ ટેક્નોલૉજી’ શબ્દપ્રયોગ કરે છે. બધી સગવડો પામનારે પણ એ બાબત યાદ રાખવી રહી. છીછરું સુખ અને ટકાઉ સુખ વચ્ચેનો તફાવત અવગણી શકાય તેમ નથી. જેણે પેઇનકિલર શોધ્યું, જેણે ક્લોરોફૉર્મ શોધ્યું અને જેણે વાતાનુકૂલન શોધ્યું એ સૌના આપણે ઉપકૃત છીએ. સગવડદ્વેષથી બચવા જેવું છે, પરંતુ સગવડ આગળ જ અટકી જવાનું પણ ટાળવા જેવું છે.
આલ્ફ્રેડ નોર્થ સાચું કહે છે: ‘વિચારો જીવનના ધસમસતા પ્રવાહમાં ક્ષુલ્લક બની જાય તે પહેલાં તેમને યોગ્ય સન્માન આપી દો.’
જાપાનમાં ઓસાકા પાસે કોબે નામનું નગર આવેલું છે. એક વડીલ અત્યંત પ્રસન્ન ચિત્તે શરાબની પ્યાલી સામે જોઈ રહ્યા હતા. તેમને મેં અમથું પૂછેલું: ‘મજામાં છોને?’
જવાબમાં એ શાણા અને પરગજુ વડીલે કહ્યું: ‘મારા સુખની ધડી લંબાવી રહ્યો છું.’ જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો. સુખ સ્વભાવે ક્ષણિક હોય છે. શરાબનો નશો માણસને સાતમા આસમાને પહોંચાડે છે. નશો ઊતરી જાય ત્યારે સાતમે આસમાને પહોંચેલો મનુષ્ય ધબ દઈને ભોંય પર પડે છે. સુખની ઘડી ગમે તેટલી લંબાય તોય એ ઘડી પૂરી થાય પછી શું?
આ પ્રશ્નાના જવાબની શોધને કારણે માનવજાતને ‘શાશ્વત સુખ’ની ઝંખના જાગી. એ ઝંખના આધ્યાત્મકિ ગણાય. એમાં સુખને અપ્રતિષ્ઠિત કરવાની વાત નથી. સુખ પામવાની ઝંખના અધ્યાત્મવિરોધી બાબત નથી. સુખની ઉપેક્ષા નહીં, સુખની સમજણ ઇચ્છનીય છે.
પ્રત્યેક મનુષ્ય સુખનષ્ઠિ હોય છે. જેઓ ઉપાસનાના માર્ગે આગળ ગયા તેમને ક્ષણિક સુખ અને શાશ્વત સુખ વચ્ચેના તફાવતની ભાળ મળી હોવી જોઈએ. એ ભાળ મળે તે પહેલાં એમની ભીતર જબરું મંથન ચાલ્યું હશે. ભયંકર ગોટાળામાંથી કશુંક પ્રાપ્ત થાય છે.
સુખની શોધમાં ગૂંચવણનો ઉકેલ જડ્યો ત્યારે મનુષ્યને શાશ્વત સુખનો માર્ગ જડ્યો હશે. ફ્રેડરિક નિત્શે સાચું કહે છે: ‘અંદરની ગૂંચવણ વગર તમે નૃત્ય કરતા તારાને જન્મ આપી શકો નહીં (You need chaos within, to give birth to a dancing star).’
પોતાના દરમાંથી સુખની શોધમાં રોજ કીડીબાઈ નીકળી પડે છે. પ્રત્યેક કીડીબાઈની ભીતર રડાર જેવું કશુંક દિશાસૂચક તંત્ર પડેલું હોય છે. એની મદદથી કીડીબાઈ સતત યોગ્ય દિશામાં લાંબો પંથ કાપીને દૂર દૂર આવેલા ઘરના રસોડાના પ્લૅટફૉર્મ પર વેરાયેલા ખાંડના દાણા સુધી પહોંચી જાય છે. કીડીબાઈની નાતનું સર્વમાન્ય વળગણ ‘ગળપણ’ તરીકે ઓળખાય છે.
પ્રત્યેક જીવ સતત સુખની શોધમાં હોય છે. મનુષ્ય પણ એમાં અપવાદ નથી. એક તફાવત છે અને તે બહુ મોટો છે. કેવળ મનુષ્યને જ પ્રશ્ન થતો રહે છે: સુખ એટલે શું? સુખની શોધ તો બધાને હોય છે, પરંતુ સુખ નામનો પદારથ ઝટ સમજાતો નથી.
ઉત્ક્રાંતિના પરિણામે જ્યારથી બે પગ પર ટટ્ટાર ઊભેલો આદમી (હોમો ઇરેક્ટસ) પેદા થયો ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. એ શોધની ગતિ તરાપાથી સ્ટીમર ભણીની, વનથી વાડી ભણીની, કૂવાથી ઓવરહેડ ટૅન્ક ભણીની અને કોદાળીથી કમ્પ્યૂટર ભણીની રહી છે.
માતા પોતાના શિશુ માટે ઉજાગરો કરે ત્યારે દુ:ખી થતી નથી. બસમાં ભીડ હોય ત્યારે કોઈ વડીલને બેસવાની જગ્યા કરી આપનાર સમજુ યુવાન ઊભો રહે ત્યારે દુ:ખી નથી હોતો.
રામ જ્યારે પિતાના વચનની રક્ષા માટે વનમાં જવા તૈયાર થયા ત્યારે દુ:ખી ન હતા. સુખ સાથે જોડાઈ ગયેલી પદાર્થતાથી બચવાનું છે, જેથી સુખની સૂક્ષ્મતમ એવી પ્રાપ્તિ પણ થઈ શકે. અન્ય માટે કશુંક જતું કરનારને જે સુખ પ્રાપ્ત થાય છે તે થોડુંક વધારે ટકાઉ હોય છે. બીજા માટે ધસાઈ છૂટનારો માણસ જે પામે છે, તેનો અંદાજ લોભિયા માણસને નથી આવતો.
છાંદોગ્ય ઉપનષિદમાં સનત્કુમાર નારદને સુખનું મહત્ત્વ સમજાવે છે: ‘જ્યારે મનુષ્યને સુખ મળે ત્યારે જ તે કશુંક કરતો હોય છે. સુખ મળે તેમ ન હોય તો કોઈ કશું ન કરે. એટલા માટે (મનુષ્યે) સુખ અંગે ખાસ જિજ્ઞાસા કેળવવી જોઈએ (સુખં ત્વેવ વજિજ્ઞાસિતવ્યમ્ ઇત).’
આવું સાંભળીને નારદે કહ્યું: ‘ભગવન્! હું સુખ માટે ખાસ જિજ્ઞાસા રાખું છું.’ (છાંદોગ્ય ઉપનષિદ, 7, 22, 1).