Telegram Web Link
ઉત્તર : તમારી ઉંમર હજી તો અઢાર વર્ષની જ છે અને અત્યારથી જ તમને થાક અને નબળાઇની સમસ્યા પરેશાન કરે છે, તેની પાછળ તમારા શરીરમાં આયર્નની ઊણપ (એનીમિયા), અપૂરતું પોષણ, ઓછી ઊંઘ અને ડિહાઇડ્રેશનની સમસ્યા હોઇ શકે છે. તમે આયર્ન અને વિટામિન બી12 વધારે હોય તેવું ભોજન કરો, પાલક, ડ્રાયફ્રૂટ્સ, દૂધ, દહીં વગેરેનો તમારા ભોજનમાં સમાવેશ કરો. પૂરતું પાણી પીઓ અને શરીરને હાઇડ્રેટેડ રાખો. તે સાથે કેટલીક શારીરિક કસરતો જેવી કે બ્રિસ્ક વોકિંગ અથવા સ્ટ્રેચિંગ વગેરે કરો. રાત્રે પૂરતી ઊંઘ લો. પૂરતું પાણી પીઓ. આટલું કરવાથી તમારી સમસ્યા મહદ્દંશે ઓછી થઇ જશે. એ સાથે કોઇ સારા ગાયનેકોલોજિસ્ટને બતાવીને યોગ્ય સારવાર લો તે પણ જરૂરી છે.
પ્રશ્ન : મારા લગ્નને ચાર વર્ષ થયાં છે. અમે સંતાનપ્રાપ્તિ માટે તમામ પ્રયત્નો કરી ચૂક્યાં છીએ, પણ હજી સુધી અમને સંતાનસુખ પ્રાપ્ત થયું નથી. પરિવારજનોના કહેવાથી મેં બે વાર મેડિકલ ટેસ્ટ કરાવ્યા, જેમાં મારામાં કોઇ પ્રકારની ખામી ન હોવાનું જાણવા મળ્યું છે. શું મારા પતિને કોઇ તકલીફ હશે? એ કઇ રીતે જાણી શકાય? - એક મહિલા
ઉત્તર : તમે અને તમારા પતિએ ચાર વર્ષ સુધી રાહ જોઇ અને તે પછી પણ પરિવારજનોના કહેવાથી તમારો મેડિકલ ટેસ્ટ બે વાર કરાવ્યો. ખરેખર તો સંતાન થવા માટે સ્ત્રી કરતાં પુરુષનો ફાળો વધારે હોય છે. પુરુષના શુક્રાણુઓ જો સ્વસ્થ હોય, પૂરતી સંખ્યા હોય તો તે સ્ત્રીના અંડકોષ સાથે મળે છે અને તે અનુસાર સંતાનસુખ પ્રાપ્ત થવાની સંભાવના રહે છે. તમારા જણાવવા પરથી લાગે છે કે તમારા પતિનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો નથી. જો એ ન કરાવ્યો હોય તો એક વાર તમારા પતિને સમજાવીને તેમનો મેડિકલ ટેસ્ટ કરાવડાવો. એના પરથી ખ્યાલ આવશે કે તમને બંનેને સંતાનસુખ પ્રાપ્ત થવામાં કેમ આટલો સમય લાગી રહ્યો છે અને તે માટેનું કારણ શું છે.
મીઠી મૂંઝવણ:દીકરી દરેકને ના કહે છે,તો લગ્ન કઇ રીતે કરાવવાં?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/my-daughter-says-no-to-everyone-so-how-can-i-get-her-married-135202427.html

મોહિની મહેતા પ્રશ્ન : મારી દીકરીએ એમબીએ પાસ કર્યું છે. હવે એના માટે માગાં આવે છે, પરંતુ જે માગાં આવે છે, તે બધા મારી દીકરીથી ઓછું ભણેલા હોય છે. એથી મારી દીકરી દરેકને ના કહે છે. એને અત્યારે ત્રીસ વર્ષ થયાં છે. જો આમ જ એ ના કહ્યા કરશે, તો એનાં લગ્ન કઇ રીતે કરાવવા? યોગ્ય માર્ગદર્શન આપશો. - એક મહિલા
ઉત્તર : તમારી દીકરીએ એમબીએ ભલે કર્યું હોય, પણ એના માટે જે માગાં આવે છે, તે યુવાનો પણ કંઇક તો સારી ડિગ્રી ધરાવતા હશે અને જોબ પણ કરતા હશે. તમારી દીકરીને કદાચ એ વાતનો ગર્વ છે કે એણે એમબીએ કર્યું છે અને તેથી એ બધાને ના કહે છે, પણ અત્યારે ત્રીસ વર્ષની વયે પણ જો એ નકારતી રહેશે, તો પછી તેના માટે ભવિષ્યમાં મોટી વયના અથવા બીજવરની શોધ કરવી પડશે. તમે એને પ્રેમથી સમજાવો કે સમય વીતવા સાથે એની વય પણ વધી રહી છે. એ સમયસર લગ્ન કરવા માટે હા કહી દે તો કોઇ યોગ્ય પાત્ર મળી રહેશે. પછી સમાધાન કરવાનો સમય આવશે.
પ્રશ્ન : મારા પિતાનું અવસાન થોડા સમય પહેલાં થયું છે. એમના અવસાન પછી મારાં કાકા-કાકી અમારી સાથે રહેવા આવ્યાં છે. તેમને કોઇ સંતાન નથી. એમની ઇચ્છા છે કે તેઓ અમારી સાથે રહે અને મારી મમ્મીનું ધ્યાન રાખે. જ્યારે મને લાગે છે કે તેમને અમારી મિલકતમાં રસ છે કેમ કે મારા પિતા હયાત હતા ત્યારે ક્યારેય એ ઘરે આ‌વતા નહોતા. મને કંઇ સમજાતું નથી. શું કરવું? - એક યુવાન
ઉત્તર : તમારા પિતાના અવસાન પછી તમારાં કાકા-કાકી તમારી સાથે રહેવા આવ્યાં હોય અને તેઓ તમારાં મમ્મીનું ધ્યાન રાખવા ઇચ્છતાં હોય, તો એ સારી વાત છે. જોકે તમે જે સંભાવના દર્શાવી છે તે પણ વિચાર માગી લે છે. જો તેમને સંબંધ રાખવો જ હોત તો તમારા પિતાની હયાતી દરમિયાન પણ ઘરે આવવા-જવાનો સંબંધ રાખી શક્યાં હોત! હવે તેમની ગેરહાજરીમાં તેઓ આવે છે અને આટલી આત્મીયતા દર્શાવે તે થોડું વિચિત્ર તો લાગે જ. તમે જો જોબ કરતાં હો, તો શાંતિથી તમારાં મમ્મી સાથે આ બાબતે ચર્ચા કરી લો અને કાકા-કાકીને કહી દો કે તમે તમારાં મમ્મીની સંભાળ રાખી શકવા સક્ષમ છો.
પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું, ત્યાં અમારી સાથે એક યુવતી છે, જે બધા કરતાં પોતાને વધારે સ્માર્ટ સમજે છે. ઘણી વાર તો એ અમારા બોસને પણ સલાહ આપવા લાગે છે. એનાં આવાં વર્તનથી બધાં એની મજાક ઉડાવતાં હોય છે, પણ કાં તો એને સમજણ નથી પડતી અને કાં તો એ જાણીજોઇને આવું વર્તન કરે છે. એને કઇ રીતે સમજાવવી? - એક યુવાન
ઉત્તર : નોકરી કરતાં હો ત્યારે તમને કોઇ પણ જગ્યાએ આવા એકાદ-બે નમૂના તો જોવા મળવાનાં, જેઓ પોતાને બધાંથી હોશિયાર માનતાં હોય અને બોસને પણ સલાહ આપવાનું ડહાપણ કરતા હોય. આવાં લોકો જાણતા હોય છે કે પોતે સૌની મજાકનું કેન્દ્ર બને છે, છતાં તેમનામાં આ ગુરુતાગ્રંથિ એટલી ઘર કરી ગઇ હોય છે કે તેઓ પોતાની આ ટેવને સુધારી શકતા નથી. એટલું જ નહીં, પોતે જે કરે છે તે જ યોગ્ય છે, એમ પણ માનતા હોય છે. આવા લોકો સમજાવવાથી સમજતા નથી. સમય જ તેમનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે તેમને કોઇ એવો અનુભવ થશે ત્યારે પોતાની ભૂલ સમજાશે. તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી એક બહેનપણી શરૂઆતમાં મારી સાથે ખૂબ સારી રીતે રહેતી હતી, પણ હમણાંથી એને બીજી એક યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ છે, ત્યારથી એણે મારી સાથે વાતચીત કરવાનું ઓછું કરી નાખ્યું છે. પહેલાં એ મારી સાથે ખૂબ સારી રીતે રહેતી હતી, હવે માત્ર જરૂર પૂરતી જ વાતચીત કરે છે. મને એથી ખૂબ દુ:ખ થાય છે. શું કરવું? - એક યુવતી
ઉત્તર : તમારી બહેનપણી જે બીજી યુવતીનો સાથ મળવાથી તમારી સાથે સંબંધ ઓછો કરી નાખ્યો છે અને પહેલાંની જેમ તમારી સાથે રહેતી નથી, એવી વ્યક્તિ માટે દુ:ખ અનુભવવાની કોઇ જરૂર નથી. જે પોતાની જ ખાસ બહેનપણી સાથે આ રીતે બદલાયેલું વર્તન કરે, એનો વિશ્વાસ કેટલો કરી શકાય? તમે એના માટે દુ:ખ અનુભવો છો, પણ તમને એ સમજાતું નથી કે આજે એણે જે વર્તન તમારી સાથે કર્યું છે, એવું જ વર્તન એ બીજી યુવતી સાથે પણ કરશે અથવા બીજું કોઇ એની સાથે કરશે, ત્યારે એને સાચો ખ્યાલ આવશે. તમે નાહક દુ:ખી ન થતાં તમારી રીતે જીવો અને એ બહેનપણીને એના હાલ પર છોડી દો તે તમારા માટે જ સારું રહેશે.
પ્રશ્ન : મારા કાકાની દીકરીએ એક વાર મને શારીરિક સંબંધ બાંધવાની ઓફર કરી હતી, પણ મેં એને કહ્યું કે આપણો સંબંધ ભાઇ-બહેનનો હોવાથી આ પ્રકારનો સંબંધ યોગ્ય નથી. મારા ના કહેવાથી એણે મારાં મમ્મી-પપ્પાને કોણ જાણે શું કહ્યું કે મારાં મમ્મી-પપ્પા મારા પર શંકા કરે છે. મારે શું કરવું? - એક યુવાન
ઉત્તર : તમારા કાકાની દીકરીએ જે ઓફર કરી તે બિલકુલ અયોગ્ય છે અને તમે એને જે જવાબ આપ્યો એ જ સાચું છે. તમારાં મમ્મી-પપ્પાને એણે જે કંઇ કહ્યું હોય, તે વિશે તમે ચિંતા ન કરો કેમ કે તમારા મનમાં પાપ નથી. ભલે તમારાં મમ્મી-પપ્પા તમારા પ્રત્યે શંકા ધરાવે, પણ જ્યારે તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આ‌વશે, ત્યારે ચોક્કસ તમારી કદર થશે. જો તેઓ વધારે પડતી શંકા ધરાવતા હોય તો એક વાર તેમની સાથે આ બાબતે જરૂરી સ્પષ્ટતા કરી લો. એ પછી તેમને જે ઠીક લાગે તે રીતે વર્તે. તમે ચિંતા ન કરશો.
પ્રશ્ન : મારી પત્ની ઘણી વાર મને કહે છે કે મારી બહેન એને અવારનવાર મેણાં મારે છે અને મારાં મમ્મીની કાનભંભેરણી કરીને એને નીચી દેખાડે છે. પહેલાં મને પત્નીની વાત પર વિશ્વાસ નહોતો આવતો, પરંતુ છેલ્લા એકાદ મહિનામાં મેં જોયું કે ખરેખર મારી બહેન એ જ રીતે રહે છે. મારે એને શું કહેવું? - એક પુરુષ
ઉત્તર : તમારાં પત્નીએ તમને જ્યારે વાત કરી, ત્યારે એમને અનુભવ થયો હશે ત્યારે જ એમણે તમને વાત કહી હશે એ તમારે સમજવું જોઇએ. ખેર, તમને હવે ખ્યાલ આવી ગયો છે કે તમારી બહેન તમારાં પત્ની સાથે કેવું વર્તન કરે છે અને તેનાં કારણે તમારાં પત્નીને શું સહન કરવું પડે છે. તમે એક વાર તમારી બહેન અને મમ્મીને બેસાડી તમારાં પત્નીની હાજરીમાં જ સમજાવો કે તેમનું તમારાં પત્ની સાથેનું આવું વર્તન યોગ્ય નથી અને તમે તે ચલાવી નહીં લો. જે શક્ય હોય તો થોડા દિવસ અલગ રહેવા જાવ તો પણ તેમને અનુભવ થશે કે પોતે શું ભૂલ કરી રહ્યાં હતાં.
મૂડ એન્ડ માઇન્ડ:જાગતા રહેવાની જીદ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/insistence-on-staying-awake-135202442.html

ડો. સ્પંદન ઠાકર હારિકા, તું હજુ પણ જાગી રહી છે?' મમ્મીનો અવાજ આવતો હોય ત્યાં સુધી તો એ મોબાઇલ સ્ક્રીનમાંથી બહાર જ આવતી ન હતી. દિવસભર ઓફિસની ડેડલાઇન, ક્લાયન્ટ સાથે મિટિંગ, ઘરથી ઓફીસ અને ઓફિસેથી ઘરની મુસાફરી અને ઉપરથી ઘરનું કામ. પોતાની માટે તો દિવસમાં એક પણ મિનિટ નહીં અને રાત પડે એટલે એ વિચારે, હવે મારો ટાઈમ છે, ‘મી’ ટાઈમની શરૂઆત!
આંખે ઊંઘ ચડી ગયેલી હોય છતાં યૂ ટ્યૂબ સ્ક્રોલ કરવું, સિરીઝના એક પછી એક એપિસોડ જોતા રહેવું, સોશિયલ મીડિયા પર ધ્યાન લગાડવું એ બધું જાણે પોતાનું ગુમાવેલું સમય પાછું મેળવવાનો પ્રયાસ હોય. પણ સામે નુકસાન એ કે ઊંઘ ગુમાવવી!!
આ છે ‘રિવેન્જ બેડટાઈમ પ્રોકાસ્ટિનેશન’ જ્યાં વ્યક્તિ જાણે જીવવાની જીદમાં ઊંઘને ઠોકર મારી બેસે છે. જ્યારે દિવસે પોતાને કોઈ કંટ્રોલ લાગતો નથી ત્યારે રાત્રે સ્ક્રીન સામે બેઠાં બેઠાં એવું લાગે છે કે હવે બધું મારા હાથમાં છે. પણ આ અસ્થિર કંટ્રોલ શરીર અને મન બંનેને ધીરે ધીરે હાનિ પહોંચાડે છે.
આવા લોકો સવારે ઊઠવામાં મુશ્કેલી અનુભવે છે. દિવસભર થાક રહે છે, મગજ ધીરું ચાલે છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. મન પણ વ્યથિત હોય છે, અને પોતે ઊંઘ ના લીધી હોય તેનો અફસોસ પણ થાય છે છતાં રાત્રે એ જ ચક્ર ફરી વળે છે. આગળ જતા અપૂરતી ઊંઘ રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે અને વધુ પડતા કોર્ટિસોલ દ્રવ્યના લીધે ઉદાસીનતા તરફ આગળ વધે છે.
મનોચિકિત્સકો કહે છે કે આ સ્થિતિ આળસ નહીં, પણ એક પ્રકારનું માનસિક રિએક્શન છે. વ્યક્તિ જાણે પોતાનું ગુમાવેલું અસ્તિત્વ પાછું મેળવવાનો પ્રયાસ કરે છે. મોટા ભાગે એવું તણાવભર્યું જીવન કે જ્યાં દિવસ આખો બીજાઓ માટે જાય છે, ત્યારે રાત પોતાને માટે ‘ જીદપૂર્વક’ જીવી લેવાનું ચાલુ થાય છે.
સારવારના ભાગમાં સૌથી પહેલા ઊંઘની શિસ્ત લાવવામાં આવે છે. સૂતાં પહેલાં ફોન દૂર રાખવો, ઘડિયાળમાં નિશ્ચિત સમય રાખવો અને મનને શાંત કરનારી પ્રવૃત્તિ જેમ કે વાંચન કે ધ્યાનનો અભ્યાસ કરવો ખાસ મહત્ત્વનાં છે. દિવસ દરમિયાન થોડો સમય પોતાને માટે ફાળવીને એવું ન લાગવા દેવું જોઈએ કે ‘મારો સમય તો ગાયબ થઈ ગયો છે!’
જ્યારે આ વલણ ઘેરું બને ત્યારે સાઇકોથેરાપી, ખાસ કરીને કૉગ્નિટિવ બીહેવિયર થેરપી, ઉપયોગી બને છે. આ રીતે વિચાર પદ્ધતિમાં પરિવર્તન લાવવાથી વ્યક્તિ ઊંઘના સમયને પણ પોતાની પસંદગીઓનો એક સકારાત્મક હિસ્સો બનાવી શકે છે.
નિહારિકા આજે પણ રાતે પોતાને સમય આપે છે, પણ હવે સ્ક્રીન દ્વારા નહીં, જરૂરી ઊંઘ લઈને આરામ દ્વારા. હવે એ ઊંઘે છે સમયસર, જાગે છે તાજગી સાથે અને જીવે છે દિવસ અને રાત બંનેમાં સંતુલન સાથે.
મૂડ મંત્ર: ‘અસ્તિત્વની જીદમાં આરામ ગુમાવશો નહીં. આરામ છે તો જીવન છે.’
સુનામી:તમારા મેનોપોઝનું પ્લાનિંગ-મેનેજમેન્ટ કરો છો?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/are-you-planning-and-managing-your-menopause-135202654.html

વાતે વાતે ચિડાઇ જાય છે, ક્યારેક એને એવું લાગવા માંડે છે કે-હવે એ નકામી થઇ ગઇ છે! ક્યારેક એને એવું પણ લાગે છે કે-ઘરના સૌએ એનો ઉપયોગ કરી એને રઝળતી મૂકી દીધી છે! નાની-નાની વાતોમાં એને ખોટું લાગી આવે છે. એ થાકી જાય છે, હાંફી જાય છે-જવાબદારીઓ છોડી દેવાનું એને ખૂબ મન થાય છે-પણ પોતાની મહત્તા ઓછી થઇ જશેની અસલામતી એને જવાબદારી છોડવા નથી દેતી!
બીજા કરતાં એને ગરમી વધારે લાગે છે…પરસેવે રેબઝેબ થઇ જાય છે-બીજા કરતાં એ જલદી ગુસ્સે થઇ જાય છે-સામેવાળાને તો એ ઝઘડો કરવાનું બહાનું શોધતી હોય એવું જ લાગે! એનો આવો સ્વભાવ થઇ જાય ત્યારે એનું શરીર પણ બગાવત પર ઊતરી જાય છે-એનું વજન વધી જાય છે! આ બધાં વચ્ચે જિંદગીમાંથી એનો રસ ઓછો થતો જાય છે... સંબંધોનાં કોઠા વીંધવામાં એ નિષ્ફળ થતી જાય છે!
આવું જ પુરુષો સાથે પણ થાય છે-એ પણ વાતે વાતે ચીડચીડીયા થઇ જાય છે, નાની નાની વાતોમાં ગુસ્સો કરી નાખે છે-અકળાઇ જાય છે-કંટાળે છે-અથવા તો ચૂપ થઇ જાય છે.
પચાસ પછીની સ્ત્રી અને પચાસ પહેલાંની સ્ત્રી, પચાસ પહેલાનો પુરૂષ અને પચાસ પછીનો પુરુષ-આ બંને વચ્ચે બહુ મોટો ફર્ક હોય છે. એક ખૂબ ગમે છે, એના વિના ચાલતું નથી-બીજું ખૂબ કંટાળાજનક લાગે છે, એની સાથે જીવન માંડ-માંડ પસાર થતું હોય એવું લાગે છે!
ડોક્ટરો કહે છે કે-સ્ત્રીને જ્યારે એક વર્ષ સુધી પિરિયડ્સ નથી આવતા ત્યારે એનો મેનોપોઝનો તબક્કો શરૂ થતો હોય છે. જેવી રીતે સ્ત્રીને મેનોપોઝ આવે એવી રીતે પુરુષોને એન્ડ્રોપોઝ આવતો હોય છે-એન્ડ્રોપોઝમાં પુરુષનાં ટેસ્ટોસ્ટોરેન ઘટી જાય છે. સ્ત્રીનો મેનોપોઝ અને પુરુષનો એન્ડ્રોપોઝ બંને લગભગ અગલ-બગલ જ હોય છે અને એટલા માટે એની અસર એકમેક સાથેના સંબંધો પર પણ ના પડે એટલે એનું મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે.
આપણે ત્યાં હજી પણ મેનેપોઝ વિશે ખૂલીને વાત નથી થતી-એન્ડ્રોપોઝ વિશે તો બિલકુલ જ વાત નથી થતી. ઉંમર થાય-એટલે એવું થાય એવું માની લેતા સ્ત્રી અને પુરુષો મેનોપોઝ-એન્ડ્રોપોઝનો કોઠો સફળતાથી ભેદી શકતા નથી અને એને કારણે એમની આસપાસ મૂંઝવણોના નવા કોઠાઓ રચાતા જાય છે.
સ્ત્રી કે પુરુષ બંને જ્યારે મેનોપોઝ અને એન્ડ્રોપોઝ વચ્ચેથી પસાર થતા હોય ત્યારે બંનેને એકબીજાની હૂંફ, કાળજીની જરૂર પડે છે-જો કે-આના વિશે ખૂલીને ચર્ચા ન થતી હોવાને કારણે હૂંફ અને કાળજી તો દૂર બંને વચ્ચે ગેર સમજો વધી જાય છે અને મેં જેને પ્રેમ કરેલો એ આવી તો નહોતી જ….કે જેને ખૂબ ચાહ્યો એ આટલો બધો બદલાઇ કેમ ગયો….ના સવાલો ઊભા થાય છે.
આપણે ત્યાં જેવી રીતે બાળકોને જાતીય શિક્ષણ આપવામાં આવે છે એવી રીતે મહિલાઓને મેનોપોઝનું શિક્ષણ આપવું પણ એટલું જ જરૂરી છે! મેનોપોઝ દરમિયાન શરીરમાં થતા ફેરફારોની સાથે સાથે મનમાં શરૂ થતી ગડમથલો વિશે દરેક મહિલાને ખબર હોવી જોઇએ-એટલું જ નહીં પોતાના ડોક્ટરની મદદ સાથે એ ગડમથલને ઉકેલતા એને શીખવવું જોઇએ.
જેવી રીતે આપણે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનાં અભિયાનો ચલાવીએ છીએ એવી રીતે મેનોપોઝના સમય દરમિયાન મહિલાઓને માનસિક રીતે ‘મનભર’ કરવાનાં અભિયાનો પણ ચલાવવા જોઇએ.
પુરુષો સાથે એન્ડ્રોપોઝ વિશે ખૂલીને વાત થવી જોઇએ, કેટલાંક રિએક્શન, કેટલાક કંટાળા, કેટલુંક ચિડીયાપણું એ એન્ડ્રોપોઝને કારણે હોય શકે એવું એમને પણ સમજાવવું જોઇએ. પચાસે પહોંચેલાં સ્ત્રી અને પુરુષને જો મેનોપોઝ અને એન્ડ્રોપોઝને કારણે થતી ઊથલપાથલોનો અંદાજો આપી દેવામાં આવે તો યોગ્ય મેનેજમેન્ટ થકી એને કારણે થનારી તારાજીને ટાળી શકાય અથવા તો ઓછી કરી શકાય!
આપણે ત્યાં ઘણી મહિલાઓ મેનોપોઝ વિશે જાણતી નથી હોતી-અમારા જમાનામાં એવું કશું નહોતું-અમે જીવી જ ગયાને….સાસુઓ એવી દલીલો કરતી રહે છે અને વહુઓ પોતાનાં મૂડ સ્વિંગ્સનાં દોષનો ટોપલો સમય-સંજોગો-પતિ કે સંતાનો પર ઢોળતી રહે છે!
આવું જ પુરુષો સાથે પણ થતું હોય છે. સ્ત્રી ચાળીસની થાય ત્યારે અને પુરુષ પિસ્તાળીસનો થાય ત્યારે-બંનેએ પોતાનાં મેનોપોઝ અને એન્ડ્રોપોઝનું પ્લાનિંગ અને મેનેજમેન્ટ શરૂ કરી દેવું જોઇએ. મેનોપોઝમાં આવનારા હોર્મોનલ બદલાવને કારણે પોતાનાં શરીરમાં-પોતાનાં મનમાં કયાં કયાં સંભવિત ફેરફારો આવવાના છે-ડોક્ટરની સલાહથી એની યાદી તૈયાર કરી દેવી જોઇએ. આ યાદીને આધારે પોતે કયા બદલાવ સાથે કેવી રીતે ડીલ કરશે-એમાં ઘરમાંથી કોની મદદની જરૂર પડશે એ બધું પહેલેથી નક્કી કરી રાખવું જોઇએ. આપણે તકલીફમાં હોઇએ અને કોઇ મદદ કેમ નથી કરી રહ્યું-અથવા તો કોઇ આપણને સમજવાની કોશિશ કેમ નથી કરી રહ્યું-એવા વિચારમાં ગરકાવ થઇ જવાને બદલે-જેની મદદ જોઇએ એની પાસે સામેથી મદદ માગી લેવી જોઇએ!
આપણે બેફામ ગુસ્સો કરી લઇએ કે ચિડાઇ જઇએ એ પછી આપણો પતિ કે આપણાં સંતાનો એ ગુસ્સાને સમજે કે એ ચીડચીડાપણ સામે રિએક્ટ ના કરે એવી અપેક્ષા રાખવા કરતાં- ‘જોજો હંમ્મ્મ, હમણાં દિમાગ પરથી કંટ્રોલ છૂટી ગયો છે, ગુસ્સો થઇ જાય છે-ચિડાઇ જવાય છે-પ્લીઝ ડોન્ટ ટેક મી સિરિયસલી’ -આવું પતિ કે સંતાનોને કહી શકાય-રાધર કહેવું જોઇએ!
મેનોપોઝ કે એન્ડ્રોપોઝના સમયગાળા દરમિયાન વજન વધતું જ હોય છે-આવા સમયે બે ઓપ્શન છે, વજન વધવાનું છે એવું પહેલેથી ધારી વજનનું મેનેજમેન્ટ કરીએ-અથવા તો કોઇ જાડી કહી ચીડવે તો પણ ફર્ક ના પડે એ રીતે વધી ગયેલા વજનને સ્વીકારી લઇએ!
મેનોપોઝ અને એન્ડ્રોપોઝ દરેક સ્ત્રી અને પુરુષનાં જીવનમાં આવતા જ હોય છે-આપણાં ઘરે કોઇ રહેવા આવવાનું જ છે એની આપણને ખબર હોય તો આપણે એની રહેવાની, જમવાની-વ્યવસ્થા કરીએ છીએ. એવી જ રીતે મેનોપોઝ અને એન્ડ્રોપોઝની વ્યવસ્થા-એનું મેનેજમેન્ટ અને પ્લાનિંગ ખૂબ જરૂરી છે. કોઇ આપણા મેનોપોઝને સાચવે-એવી ઇચ્છા કરવા કરતાં આપણે જ આપણા મેનોપોઝનું-પ્લાનિંગ અને મેનેજમેન્ટ કરી લેવું જોઇએ!
સ્ત્રી સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની દિશામાં આપણું એ મક્કમ પગલું ગણાશે!!!
એકબીજાને ગમતાં રહીએ:કિલાચંદ દેવચંદઃ 140 વર્ષનો ઔદ્યોગિક ઈતિહાસ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/kilachand-devchand-140-years-of-industrial-history-135202414.html

નવેમ્બર, 1919... ‘બોમ્બે’ના મસ્જિદ બંદર ઉપર આવેલી એક કંપની જેણે ભારતને ઈન્ટરનેશનલ નકશા પર મૂક્યું. તેલીબિયાં અને સુતરાઉ કાપડના વેપારનું કેન્દ્ર ગણાતા મુંબઈથી જેણે પોતાનો પ્રવાસ શરૂ કર્યો એવા એક માણસે શિપિંગની દુનિયામાં પોતાનું નામ ઊભું કર્યું. ભારતીય ગુજરાતી ઉદ્યોગપતિ રાવ બહાદુર કિલાચંદ દેવચંદ વિશે આજની પેઢી કદાચ બિલકુલ નહીં જાણતી હોય, પરંતુ જેમણે આજના અદાણી અને અંબાણી જેવા મહાન ઉદ્યોગપતિઓ માટે જગતના ઉદ્યોગ વિશ્વનો દરવાજો ખોલ્યો એવા નાનજી કાળીદાસ, વાલચંદ હીરાચંદ અને કિલાચંદ દેવચંદ જેવા લોકોને જો આજની પેઢી ઓળખે તો એમને ઉદ્યોગ વિશ્વનો ઈતિહાસ જાણવામાં મદદ મળે.
દેવચંદ વલ્લભદાસ અને એમના પત્ની જ્ઞાનબાઈના દીકરા કિલાચંદ પાટણમાં જન્મ્યા. એક સાદી શાળામાં ભણ્યા. આ એવી શાળા હતી જ્યાં 5 વર્ષની ઉંમરે બાળકને દાખલ કરવામાં આવતું. 1થી 4 ધોરણના વર્ગો એક જ રૂમમાં ચાલતા. એક જ શિક્ષક હોવાને કારણે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે એવી પણ સ્થિતિ ઊભી થતી. છોકરીઓને મુદ્દલે ભણાવવામાં આવતી નહીં! આ સમય હતો 1885નો!
જ્યારે કિલાચંદ 12 વર્ષના થયા ત્યારે રિવાજ પ્રમાણે યોગ્ય પાત્ર શોધી લગ્ન લેવાની ઘડી આવી. પાટણના વખારના પાડામાં રહેતા શાહ દેવચંદ સોરોમલનાં સુપુત્રી કરસનબાઈને કન્યા તરીકે પસંદ કરવામાં આવ્યાં. કિલાચંદનાં લગ્ન પછી તરત જ એમના પિતા પાટણ છોડી ભાવનગર પાસેના ઘોઘા ખાતે નોકરીએ લાગ્યા. કિલાચંદને એમણે કુટુંબની દેખરેખ માટે પાટણમાં રાખ્યા. આ તબક્કે કુટુંબના આ યુવાન મોભીને પાટણના દોશીવટ બજારમાં આવેલી Sikkon Fibers નામની એક દુકાનમાં નોકરીએ રાખવામાં આવ્યા.
જ્યારે કિલાચંદ દેવચંદ મોટા થઈ રહ્યા હતા, ત્યારે 1857ના બળવાના પ્રત્યાઘાતોમાંથી દેશ હજુ બહાર આવવા મથી રહ્યો હતો. તેમના કુટુંબ પાસે કોઈ ખેતીલાયક જમીન તો હતી નહીં અને દેવચંદને પોતાનાં ત્રણ પુત્રો અને પુત્રીઓનું પૂરું કરવું અઘરું પડતું હતું. એક મુનીમ તરીકેનો એમનો પગાર કુટુંબની સગવડો સાચવવા માટે અપૂરતો હતો. કિલાચંદ આ બધાંથી બરાબર વાકેફ હતા.
આ મહત્ત્વાકાંક્ષી નવયુવાનને પાટણ નાનું લાગવા માંડ્યું. પોતાના ઉજ્જવળ ભવિષ્યની ખોજ કરવા માટે 1875માં પાટણ છોડીને બોમ્બે (અત્યારનું મુંબઈ) જવાનો નિર્ણય લીધો. કેવા સંજોગોમાં એક ટીનેજર તરીકે કિલાચંદે બોમ્બે ભણીની ભયંકર મુસાફરી ખેડવા માટે પોતાની વિક્ષુબ્ધ માતા અને યુવાન પત્નીને (પાટણમાં) મૂકીને, બધા સંઘર્ષોની તૈયારી સાથે કિલાચંદ આવી કપરી મુસાફરીમાં કૂદી પડ્યા.
પાટણથી સૌથી નજીકના રેલવેમથક અમદાવાદ સુધી પહોંચવા માટે ડાકુ-લૂંટારાથી ભરેલાં જંગલોમાંથી ચાલીને જવાનો જ એકમાત્ર માર્ગ હતો, પરંતુ ખિસ્સામાં માત્ર રૂપિયા 15, અખૂટ હિંમત અને અફર નિર્ણયશક્તિને સાથે લઈને આ યુવાને મહાનગર મુંબઈની વાટ પકડી લીધી.
કિલાચંદ હેમખેમ બોમ્બે આવી પહોંચ્યા અને એમના મામાને ઘેર રહ્યા. મામાને ઘેર જમવાને બદલે, મહિને રૂ. 5 વત્તા ઘીનો રૂ. 1 વધારાનો ચૂકવીને, એ હોસ્ટેલમાં જમતા. આને લીધે થોડાક જ વખતમાં એ સાવ નાણાવિહીન થઈ ગયા. એની આવી મક્કમતા પરખી અને કલ્યાણજી પીતાંબર ભાટિયાએ એમને તરત જ નોકરીએ રાખ્યા. કામ બદલ એમને ભોજન અને અન્ય ખર્ચ ઉપરાંત મહિને રૂ. 20નો પગાર મળવાનો હતો. કમનસીબે, સુરજી જીવનદાસને એમનો ધંધો ખાસ ફળ્યો નહીં, પરંતુ એમણે પેઢી બંધ કરતાં પહેલાં શેઠ નરસી ખટાઉની પેઢીએ કિલાચંદની નોકરીની વ્યવસ્થા કરી દીધી.
આ યુવાન માણસનાં દીર્ઘદૃષ્ટિ અને સામર્થ્યથી પ્રભાવિત એવા ખટાઉ શેઠે કિલાચંદને દલાલી અને વટાવ વિભાગમાં 18ની ભાગીદારીના દરે સક્રિય ભાગીદાર બનાવ્યા.
મધ્યમ વયે પહોંચતાં સુધીમાં તો તેમણે સારી એવી સંપત્તિ પણ એકઠી કરી લીધી હતી અને હવે બોમ્બે પોર્ટ થકી તેલીબિયાં અને સુતરાઉ કાપડના વ્યાપારના મુખ્ય મથક તરીકે ઓળખાતા બોમ્બેમાં જ સ્થિર થવાનું એમણે નક્કી કર્યું.
1919માં શિપિંગ, 1943માં સુગર, બેંક ઓફ બરોડાની સ્થાપના, હિન્દુસ્તાન એરક્રાફટ (1942), ઈન્શ્યોરન્સ (1943), માર્કેટિંગ (1943) અને 1944-45માં પ્રીમિયર ઓટોમોબાઈલ્સ (ફિએટ) જેવાં અનેક સાહસો કિલાચંદ એન્ટરપ્રાઈઝના બેનર નીચે એમણે કર્યા. કિલાચંદ પોતાના જમાનાના સૌથી મોટા સોદાગર કહેવાતા. ખૂબ જ કમાણી હોવા છતાં એ નમ્ર રહ્યા.
સદાય કાળો કોટ અને પાઘડી પહેરતા. છોટાલાલ, નંદલાલ, તુલસીદાસ, રામદાસ, અંબાલાલ, ચીનુભાઈ એમ છ દીકરાઓએ પિતાનો વ્યવસાય સંભાળ્યો, જેમાં નંદલાલ નાની ઉંમરે ગુજરી ગયા...
કિલાચંદ પરિવારની પરંપરા આજે પણ અકબંધ છે ત્યારે નવી પેઢીમાં સાહસ કરવા વિચારતા યુવાનોને આવા લોકોની જીવનકથાઓ કહેવાવી જોઈએ. નાની ઉંમરે માતા-પિતાને છોડીને અઘરું અને સંઘર્ષમય જીવન જીવીને આવા સાહસિક ઉદ્યોગપતિઓએ આપણા દેશમાં વિકાસનો પાયો નાખ્યો. આજનાં માતા-પિતા પોતાના સંતાનને જે રીતે પંપાળે છે અને સંઘર્ષથી બચાવે છે એ જોતાં નવી પેઢી પ્રમાણમાં સુંવાળી અને મહેનત નહીં કરવાની વૃત્તિ સાથે ઉછરી રહી છે.
જીવનમાં કોઈપણ સાહસ કરવા માટે તકલીફ સહન કરવાની તૈયારી હોવી જ જોઈએ. એક અંગ્રેજી કહેવત મુજબ ‘નો પેઈન, નો ગેઈન’, પરંતુ આજનાં માતા-પિતા પોતાના બાળકો કંઈ પણ માગે એ પહેલાં હાજર કરી દે છે. એમને કશાંય માટે મહેનત કર્યાનો અહેસાસ થવા દેતા જ નથી. કદાચ, એટલે જ આજની પેઢીના છોકરાઓને કોઈ વસ્તુઓનું મૂલ્ય નથી!
મહેનત કે સંઘર્ષ કર્યા વગર મળી ગયેલી તૈયાર ખુરશી, વ્યાપાર કે સગવડો માટે આ પેઢી જરાય આભારી હોવાની લાગણી ધરાવતી નથી. એમને લાગે છે કે આ બધું, જે કંઈ મળ્યું છે તે એમનો અધિકાર છે... એમના માતા-પિતાની ફરજ છે!
લગભગ તમામ ઉદ્યોગ સાહસિકોની કથા એકસરખી છે. અથાગ મહેનત, અવિરત સંઘર્ષ અને નમ્રતા, લગભગ તમામ ઉદ્યોગપતિઓના મુખ્ય ગુણો રહ્યા છે. આજનાં માતા-પિતા પોતાનાં સંતાનોને મહેનત અને સંઘર્ષ તો નથી જ શીખવતા, પરંતુ નમ્રતા શીખવવામાં પણ ક્યાંક ચૂક થઈ ગઈ છે!
‘મારા પિતા X Y Z છે’ કહીને કાયદાનું ઉલ્લંઘન કરતા-કર્મચારીઓ સાથે ગેરવર્તણુક કરતા-અહંકાર અને ઈગોમાં ચૂર એવી આ પેઢીના યુવાનોએ આપણા દેશના ઉદ્યોગપતિઓના ઈતિહાસને જાણવો જોઈએ, એમાંથી શીખવું જોઈએ... આપણે સ્ટીવ જોબ્સ અને ઈલોન મસ્ક જેવા ઉદ્યોગપતિઓનો ઈતિહાસ જાણીએ છીએ, પરંતુ જેને કારણે આપણો દેશ સમૃદ્ધ થયો એને વિશે નવી પેઢીને કોણ કહેશે?
કાવ્યાયન:વૃક્ષના વૈભવની વાર્તા અને વાસ્તવિકતા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-story-and-reality-of-the-splendor-of-the-tree-135202536.html

હરદ્વાર ગોસ્વામી થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
-જયંત પાઠક
જે પર્યાવરણની ઉજવણી માત્ર સરકારી કાગળ પર થઇ રહી છે, ત્યારે ડાળીઓના ડૂસકાંઓ ફાઈલમાં દબાઈ જતાં હશે ! પહેલાંના સમયમાં માળીનું મૂલ્ય મંદિરના પૂજારી જેટલું જ અંકાતું હતું. પીપળામાં પૂર્વજ અને બિલ્વપત્રમાં શિવનો વાસ છે. વૃક્ષને પત્થર મારો તો પણ એ ફળ આપે છે એટલે તેને દેવતાની કક્ષાએ મૂક્યાં છે. વિધવિધ વૃક્ષમાં ઈશ્વરના વાસની કિંવદંતીઓ એટલે જ વહેતી થઇ છે. જંગલબુક વાંચો તો ખબર પડે કે વૃક્ષ પણ એક ઋષિ છે, જે નિસ્વાર્થ ભાવે જગતનું કલ્યાણકાર્ય કરે છે. બાળપણમાં ડાળીએ બાંધેલો હીંચકો, યુવાનીમાં ઝાડ પાછળ બેસી કરેલો પ્રેમ અને ઘડપણમાં સાંજના સુમારે વડલા નીચે ગોઠિયા સાથે ચાલતી ગોષ્ઠિ.
આદિમાનવનું સમગ્ર જીવન વૃક્ષના સહારે જ વ્યતીત થતું હતું. વૃક્ષની છાલનાં કપડાં પહેરતાં, ફળ-ફૂલનું ભોજન લેતાં અને તેના છાંયામાં આશરો લેતા. કોઈ વ્યવસ્થા નહોતી છતાં માનવી ત્યારે દુઃખી નહોતો. કેમ કે ગર્વથી કહી શકતો હતો કે, ‘મેરે પાસ પેડ હૈ.’ જગદીશચંદ્ર બોઝ પહેલાં એવા ભારતીય વૈજ્ઞાનિક હતા કે જેણે દુનિયાને જણાવ્યું હતું કે વૃક્ષ-છોડમાં પણ જીવ હોય છે, વનસ્પતિશાસ્ત્રમાં તેમના અસામાન્ય યોગદાનને આખી દુનિયાએ પોંખી છે.
1978માં ભૌતિકના નોબેલ પારિતોષિક વિજેતા સર નૅવિલ મોટે કહ્યું ‘બોઝ પોતાના સમયથી 60 વર્ષ આગળ હતા.’ વૃક્ષની માણસ જેમ કાળજી લેવી રહી અને માણસે વૃક્ષ જેમ જીવવું જોઈએ.
અમેરિકાના ન્યૂ જર્સીને Garden State તરીકે જાહેર કરાયું છે. જાણે હરિયાળીની રાજધાની, વૃક્ષોનું સ્વર્ગ ! દરેક સ્થળે વૃક્ષની હાજરી તમને સત્કારવા તત્પર હોય છે. ગ્રીનરીની ગોદમાં આળોટતા હો એવું લાગે.
રોબર્ટ ફ્રોસ્ટની કવિતાનાં વૃક્ષો સદેહે હાજરાહજૂર હોય !’ લાભશંકર ઠાકરના ‘વૃક્ષ’ એકાંકીમાં એક જીવતો માણસ વૃક્ષ થઇ જાય છે. ઘરના લોકો આ આખી ઘટનાને કોમર્સિયલી કેશ કરે છે. સંવેદનાને અભેરાઈ પર મૂકે છે. રૂપિયાની ખનખનમાં લાગણી બાપડી, બિચારી થઇ જાય છે. લાંબા રોડ કરવા જ્યારે આજુબાજુનાં વૃક્ષ પર કરવત ફરે છે. ત્યારે દિલ પર કરવત ફરતી હોય એવું લાગે છે.
ડાળ પર ઝૂલતું પંખીનું નર્તન અને ગાતાં પંખીની ગઝલ સીધી દિલને સ્પર્શે છે. પ્રદૂષણને નાથવાનો એકમાત્ર ઉપાય વૃક્ષારોપણ છે.
વન વિભાગે નવું સૂત્ર વહેતું મૂકવા જેવું છે, ‘ગોળ વિના મોળો કંસાર, વન વિના સૂનો સંસાર.’
વૃક્ષના પર્ણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષના SMS વાંચીને વરસાદ ધરતી પર પધરામણી કરે છે. હરિયાળા વાતાવરણથી મન પ્રફુલ્લિત રહે છે, તનમાં તાજગી પ્રગટે છે. સૃષ્ટિને સમતોલ રાખે.
આખી સૃષ્ટિના કેન્દ્રમાં પરોપકાર છે. જેમાં વૃક્ષ સૌથી શ્રેષ્ઠ છે. એકબીજાની આપ-લે થી સંસાર ચાલે છે. વૃક્ષો વચ્ચે નિવાસ કરવાથી સ્વાસ્થ્યમાં તુરંત સુધારો થાય છે. જીવનમાં એક વૃક્ષ વાવીને ઉછેરવું એક બાળકને મોટું કરવા જેવું છે. વૃક્ષ સાથે થોડો સમય પસાર કરવાથી ડિવાઈન વાઈબ્સ આવે છે.
छायां अन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयं आतपे ।
फलानि अपि पर अर्थाय वृक्षाः सत्पुरुषा इव ॥ આ ક્ષિતિજ થોડીક આવે પાસ, તો હું કહી શકું;
કાં પછી જો થાય એવો ભાસ, તો હું કહી શકું…..
કેટલાં જન્મો તણી છે વાત બાકી રહી હજી!
એટલા ચાલે અગર આ શ્વાસ, તો હું કહી શકું……
વાત છે, શબ્દોય છે, કહેવુંય છે ને છે સમય;
કોઈ જો એવું મળેને ખાસ, તો હું કહી શકું…..
સાંજ પડતી હોય છે સંબંધમાં ક્યારેક તો;
સ્હેજ પાછો થાય જો અજવાસ, તો હું કહી શકું…..
તું મને પૂછ્યા કરે છે રોજ સરનામાં વિશે;
ઈશનો જો એક હો આવાસ, તો હું કહી શકું……
- ડૉ. મુકેશ જોષી

કવિ તો હસતાં રમતાં ફરતાં.
કવિ તો ખુદમાં જઈને તરતાં.
ચાર લાઈનમાં ચોપાઈને પ્રેમના ધાગે પ્રોવે,
વાલીમાંથી વાલ્મીકિ ને રામ નામમાં જોવે.
સત્ય-અહિંસા-કરુણા ધામે ધામે જઈને વળતાં...
દર્દ નામના દરવાજે જઈ હાથ અડાડી સીધો,
હરખ સહુની સાથે વહેંચી પીવડાવીને પીધો.
ટાગોર કે તુલસીની વાણી પીવા માટે ઢળતાં...
- હર્ષિદા દીપક ત્રિવેદી

એથી વધુ શું થાય ? બસ, ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય.
તળિયાઝાટક બધી નદીયુંનાં નીર,
સુકાયાં નાડીઓમાં વહેતાં રુધિર.
ચારેકોર ઊભેઊભ ઝાડવાં સુકાય,
ત્યારે બીજું શું થાય. માળા સૂના મૂકીને ક્યાં ઊડી જવાય?
બસ, ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય.
વાદળ તો શું હવે વરસે નહીં આંખ,
એવા આકરા તપે છ અહીં ચૈતરવૈશાખ.
ઘર રેઢાં મૂકીને ક્યાં ભાગી શકાય, અહીં રહીનેય શું થાય.
પોતપોતાનાં આંસું પી જીવી જવાય,
ક્યાં ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય ?
-- રાજેશ પંડ્યા

ક્રોધ દેખી કુદરત તણો માનવી થરથર કાંપે
દોઢ ટનનું એસી પણ, ગરમી આગળ હાંફે.
રોકાય તો રોકો કોઈ, ગાંડો થયો વિકાસ
નહીં તો પ્રકૃતિ કરશે,પૃથ્વી તણો વિનાશ!
- રાઠોડ હરપાલસિંહ ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!
હજુ તો ફૂટતું જ પ્રભાત, સખે!
અધુના કલી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે;
સુમહોજ્જવલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભઘુમ્મટમાં;
ન વિલમ્બ ઘટે, કંઈ કાળ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે!
ફૂલ વીણ, સખે! ફૂલ વીણ, સખે!
હજુ તો ફૂટતું જ પ્રભાત સખે!
નકી ઉત્તમ અગ્રિમ કાલ, સખે!
ભર યૌવન આ હજુ રક્ત, સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય, સખે!
ભરતી પછી ઓટ જ હોય, સખે!
ફૂલ વીણ, સખે ! તક જાય, સખે!
ઢળતી થઈ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઊગે ન ઊગે,
હજુ દિવસ છે, ફૂલડાં લઈ લે;
ફરી લે, રમી લે, હસી લે તું, સખે!
મૃગલાં રમતાં, તરુઓ લડતાં, વિહગો ઊડતાં,
કળીએ કળીએ ભ્રમરો ભમતા;
ઝરણું પ્રતિ હર્ષભર્યું કૂદતું,
ઊગતો રવિ જોઈ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું, સખે? જે વૃક્ષોના છાંયડે રમતા બાળપણ વીત્યું
એને આજે હું દીવાલરૂપી છાયડો આપું છું
ધન્ય એ છે કે હું સમજાતું નથી
miss you પર્યાવરણ કહેવાતું નથી ....
- નીતા પીયૂષભાઈ જાદવ

ચીતરેલા ફૂલને સૂંઘ્યાં કરે છે કોણ છે?
આંખ મીંચી આયનો જોયા કરે છે કોણ છે?
ક્યાં જવું છે ? કેમ એ દોડ્યા કરે છે, કોણ છે?
નામ સરનામું સતત શોધ્યા કરે છે કોણ છે?
આમ આખી ભીંત તરફડતી રહી છે આ જુઓ,
એ છબી કોની અહીં ખોડયા કરે છે કોણ છે?
એટલે આખો બગીચો આટલો ધ્રૂજી ઊઠ્યો!
સાવ લીલાં વૃક્ષને કાપ્યાં કરે છે કોણ છે?
- વિનોદ ઓઝા
માઈક્રોફિક્શન:પલટાયેલી ભૂમિકા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/role-reversal-135209088.html

‘મ મ્મી, કેટલી વારથી ઊંઘો છો તમે? બેઠાં થાઓ, પાણી આપું તમને…’
અવાજમાં ઝાંખી ચિંતા હતી. જાનકી પથારી પરથી ઊભી થઈ, મા પાસે ગઈ. ક્યારેક એ જ મા સવારે ઉઠાડતી, હવે જાનકીની આંખ વહેલી ખુલે. દીકરી સ્તુતિએ રમતાં રમતાં પાણી નીચે ઢોળ્યું. જાનકી ગરજી, ‘કેટલી વાર કહ્યું છે તને? સમજતી નથી તું?’
પાછળથી માનો ધીમો અવાજ આવ્યો, ‘શાંતિથી બોલ, એ પણ તારી જેમ ધીમે ધીમે શીખી જાશે.’
જાનકીને વર્ષો પહેલાંની ઘટના યાદ આવી. પોતે જમવાની થાળીમાં એઠું મૂકતી તો મા ઠપકો આપતી, ‘મોટી થઈશ ત્યારે સમજાશે.’
‘નાની, તમારાં ઘૂંટણ ફરી દુઃખે છે?’ સ્તુતિ પોતાની નાની ઉંમર હોવા છતાં જવાબદારીભર્યો પ્રેમ દર્શાવતી. નાની સુલેખાબેન જાનકીને પાસે ખેંચતાં બોલ્યાં, ‘ના રે, હવે આ છે ને મારી મમ્મી.’
નાની સ્તુતિ પૂછે, ‘તો મમ્મી તમારી મમ્મી છે કે તમે મમ્મીનાં મમ્મી?’ બંને એકસાથે હસી પડ્યાં.
નાની સમજાવે, ‘હા, મારી દીકરી. જીવનમાં ભૂમિકાઓ બદલાય છે. તારી મમ્મી નાની હતી, ત્યારે મેં એની ચોટ પર ફૂંક મારી છે... હવે એ મારા પથ્થર જેવા ઘૂંટણ પર બામ લગાવે છે.’
ભીની આંખોથી જાનકી જોતી રહી. જાનકીને લાગ્યું કે વર્ષો પહેલાંની માતૃત્વભરેલી દૃષ્ટિ હવે પોતાની આંખોમાં આવી છે. એક ભૂમિકા ફરીથી પલટાઈ હતી.
- માધુરી શાહ, માધાપર
🔥1
ટ્રમ્પ પાસે જે સેના છે એની સામે મસ્ક પાસે ડિજિટલ સેના છે. એક્સ પર તેના 220 મિલિયન ફોલોઅર્સ છે, તો ટ્રમ્પના પણ એક્સ પર 100 મિલિયનથી વધુ અને ટ્રૂથ પર 10 મિલિયન ફોલોઅર્સ છે. મસ્ક એક્સ પર મચી પડ્યા છે તો ટ્રમ્પ પણ ટ્રૂથ પર સક્રિય થઈ ગયા છે. જે સમયે મસ્કે ટ્વિટરનું નામ બદલીને ‘X’ કર્યું ત્યારે હેટ સ્પીચ, ઉત્પીડન અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપતા એકાઉન્ટ્સ બ્લોક હતા, પણ મસ્કે ખરીદ્યા બાદ તેણે આ પ્રતિબંધ દૂર કરી દીધા. હવે કહેવાય છે કે તેણે આ પ્લેટફોર્મ શસ્ત્ર રૂપે તૈયાર કર્યું છે અને ટ્રમ્પ સાથેની લડાઈમાં તેઓ તેનો ઉપયોગ તેમને ધમકાવવા કરી રહ્યા છે. ટ્રમ્પ અને મસ્કમાં વિવાદ કેમ થયો?
બીજી વાર સત્તામાં આવ્યા પછી ટ્રમ્પે અનેકવાર મસ્કના ભરપૂર વખાણ કર્યા હતા. ઘણી વાર મસ્કની કંપનીઓનો પ્રચાર પણ કર્યો. મસ્કે પણ આ મિત્રતા નિભાવવામાં કોઈ કચાશ રાખી નહીં. પોતાની 45 બિલિયન ડોલર (લગભગ 3,860 અબજ રૂપિયા)ની કંપની એક્સને ટ્રમ્પનું જોરદાર સમર્થન કરવામાં કામે લગાડી દીધી હતી. જોકે, એક સમયના આ ગાઢ મિત્રોના સંબંધો હવે પહેલાં જેવા રહ્યા નથી. એક સમયના ગાઢ મિત્રોના ગઢમાં અચાનક આવું ગાબડું પડ્યું ખાસ બિલને કારણે.
ડોનાલ્ડ ટ્રમ્પ વન બિગ, બ્યૂટીફૂલ બિલ લાવ્યા પણ તે મસ્કના આર્થિક સામ્રાજ્ય માટે નુકસાનકારક બનશે એવું મસ્કને લાગ્યું. તેમણે આ બિલને વખોડતાં ટ્રમ્પને જવાબ આપ્યો કે આ તો જાહેર નાણાંનો બગાડ કરવાનું બિલ છે, જે બહુ શરમજનક કહેવાય. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાવાથી એની સીધી અસર ટેસ્લાના વેચાણ પર પડશે. મસ્કે આ બિલનો વિરોધ કર્યો.
ટેક્સ અને ખર્ચના આ બિલના ઉગ્ર વિરોધમાં એવું પણ કહ્યું કે જો આ બિલ પસાર થશે તો અમેરિકા નાદાર થઈ જશે, પણ ટ્રમ્પ મસ્કની એકેય વાત ન માન્યા. આખરે બંને વચ્ચે તિરાડ પડી અને મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. બંને વચ્ચેના તણાવમાં હાલ રિપબ્લિકન સાંસદો પણ મૂંઝાયા છે કે તેઓ મસ્ક સાથે જાય કે ટ્રમ્પ સાથે? રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે મસ્કે ટ્રમ્પના વિરોધીઓની વિરુદ્ધમાં અનેક પોસ્ટ લખી હતી અને હાલ પણ તેઓ એ જ કરી રહ્યા છે પણ નિશાના પર ખુદ ટ્રમ્પ છે.
મસ્કની આ ટીકા બાદ ટ્રમ્પ વધારે ક્રોધે ભરાયા. તેમણે પણ ‌વળતો પ્રહાર કરતા મસ્કને કહી દીધું કે તે તેમને આ જરાય ગમ્યું નથી. ટ્રમ્પે તો એવોય દાવો કર્યો કે આ બાબતે મસ્ક પહેલેથી જાણતા જ હતા, તો પછી ત્યારે કેમ કંઈ ન કહ્યું. અને ટ્રમ્પે મસ્કને આડે હાથ લીધા અને ધમકી આપતા કહ્યું કે મસ્કના બધા જ સરકારી કરાર રદબાતલ કરવામાં આવશે. જોકે, મસ્ક પણ કંઈ પાછી પાની કરે એમ નથી. તેમણે એવું પણ કહી દીધું કે ટ્રમ્પ સાવ ખોટું બોલે છે. મારી સાથે એક પણ વાર બિલ વિશે વાત કરવામાં આવી નથી.
આ વિવાદ એવો તો વકર્યો કે ઈલોન મસ્કે ટ્રમ્પના વહીવટી તંત્રમાં પોતાને સોંપાયેલી જવાબદારી છોડી દીધી. અને એવું પણ કહ્યું કે જો તેમણે ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત તો ટ્રમ્પ ચૂંટણી જીતી પણ ન શક્યા હોત. ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર ધમકી આપતા લખ્યું, ‘મસ્કને મળેલી સબસિડી અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તો અમારા અબજો ડોલર બચશે. તે દુનિયાનો સૌથી પૈસાદાર માણસ છે, પણ છતાં તેને વ્હાઈટ હાઉસની યાદ આવે છે.’
ઈલોન મસ્ક ચીનમાં મોટો બિઝનેસ ધરાવે છે અને આ વાત અમેરિકન સરકારને ખૂંચે છે. મસ્કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના કેટલાય નેતાઓ સાથે બેઠક કરી એ પણ ટ્રમ્પને નથી ગમ્યું, કારણ શાંઘાઈ પાસે જ ટેસ્લાની ફેક્ટરી છે અને તે અમેરિકા બહારનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેમાંથી ટેસ્લાને દર વર્ષે અબજો ડોલરની કમાણી થાય છે. મસ્કે બીજું કારણ એ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ વિવાદાસ્પદ અબજોપતિ જેફરી એપસ્ટેઈનની ફાઈલમાં સામેલ છે, જે સેક્સને લગતા અપરાધોમાં સંડોવાયેલો છે.
2019માં સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં તેની ધરપકડ થઈ ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એ સમયે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કહેલું કે તેઓ જેફરીને ઓળખતા એ વાત સાચી, પણ તેમણે વર્ષોથી તેની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે ઈલોન મસ્કે આ બિલને લઈને ટ્રમ્પની નહીં કોંગ્રેસની ટીકા કરી હતી, પણ ટ્રમ્પે આ વાતને પર્સનલ લીધી અને મસ્ક પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. સામે ઇલોન મસ્કે પણ જાહેર કર્યું છે કે તે અમેરિકામાં નવી પોલિટિકલ પાર્ટી ઊભી કરશે. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરતા મસ્કે કહ્યું છે કે એનું નામ ‘ધ અમેરિકા પાર્ટી’ હશે. જોકે, મોટા ભાગના આને મસ્કની મજાક ગણે છે. ટ્રમ્પ સાથે દોસ્તી અને દુશ્મની પડશે મોંઘી
ટ્રમ્પ સાથે સંબંધ સારા હતા ત્યારેય ઈલોન મસ્ક ટેસ્લાનો આંચકો સહન કરી રહ્યા હતા પણ હવે તો ટ્રમ્પ સાથેનો સંબંધ સારો નથી ત્યારે ટેસ્લાના શેરમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે. મસ્ક માટે પૈસા કમાવાનો શ્રેષ્ઠ માર્ગ ટેસ્લા કંપની છે જે ઈલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન કરે છે, પણ ટેસ્લા આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કંપની બની છે.
ટ્રમ્પે પેટ્રોલથી ચાલતાં વાહનોનું વેચાણ ચાલુ રાખ્યું અને આ તરફ ઈલેક્ટ્રોનિક વાહનોની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો. મસ્કની બીજી ડ્રીમ કંપની ‘રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ’ છે. ટ્રમ્પ સાથે ખુલ્લી તકરાર બાદ એના ભવિષ્ય પર પણ સંકટોનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. ‘સ્પેસએક્સ’ને અમેરિકી સરકાર પાસેથી લગભગ 22 બિલિયન ડોલરનો સરકારી કોન્ટ્રેક્ટ મળેલો છે, પણ મસ્કના ટ્રમ્પ સાથેના આ કલેશ પછી ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપી દીધો કે એ તમામ કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવશે.
દેશી ઓઠાં:સોણાંનો સંસાર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-world-of-gold-135208847.html

અરવિંદ બારોટ એ નું નામ ઘેલો. ઘેલો આમ બધી રીતે બરાબર, પણ ઝાઝી ગતાગમ નહીં. ભાદા નરશીનો એકનો એક દીકરો. બાપ તો ઠરેલ બુદ્ધિનો, પણ મા નબુ સાવ ભાભડ ભૂતડા જેવી. ભીંતમાં ગાબડાં પડ્યાં હોય, ને પાણિયારે લીલ જામી ગ્યેલું હોય. ચાર વીઘાનું પડું છે એમાંથી ગુજારો હાલે છે. ઘર દુબળું , મા નઘરોળ ને પોતે અક્કલમઠ્ઠો, એટલે ઘેલો ત્રીસી વટાવી ગ્યો તોય કપાળે કંકુનો ચાંદલો નો થ્યો. કોઈ વાતનું ઠેકાણું નહીં એવા વર અને ઘરને કોણ દીકરી આપે!
ઘેલો આખો દી આમથી તેમ રખડ્યા કરે. ગામના કેટલાક કદખળિયા ધેલાની ઠેકડી ઉડાડે. ઘેલાને ટલ્લે ચડાવે. રઘો ઝોળિયો તો કાયમ કીધા કરે કે, ‘ઘેલા! તારા લગન થાય ને તારી ઘરવાળી તને રોટલા ઘડીને ખવરાવે ઈ સુખ તારા ભાગ્યમાં તો છે જ, પણ તારો બાપ તારો વેરી છે. તારું ઘર બંધાય એવી એની દાનત જ નથી. તારા બાપા પાંહે પૈસા તો બહુ છે, પણ જબરો લોભી છે. ખરચો નો થાય એટલે ઈ તને ઘોડે નથી ચડાવતો. હવે તો..જો તું રોજ પાણીના ગોળા ફોડવા મંડ્યને, તો પછી જખ મારીને તારો બાપ તને પરણાવશે.’ પછી તો ઘેલાને જઈં ચાનક ચડે તઈં પાણો ઉપાડે. ‘મારા લગન કરો નકર પાણિયારે ગોળો નઈ રે’વા દઉં!’ આમ ને આમ ઘેલો પાંત્રીસનો થ્યો.
એક દીની વાત છે. ઘેલો એની ફઈને ગામ જાવા નીકળે છે. મારગમાં એક પરણીને આવતી જાન સામી મળી. શણગારેલાં ગાડાં છે. બળદની ડોકે ઘૂઘરમાળ વાગે છે. આગલા ગાડામાં વરઘોડિયાં બેઠાં છે. બીજાં સાતેક ગાડાંમાં રંગબેરંગી ઓઢણાં વાળી જાનડીયું ગીતના ઝકોળ બોલાવે છે. વગડામાં કિલ્લોલ થઈ ગ્યો. ઘેલો મારગને કાંઠે ઊભો ઊભો નિહાકા નાખે છે.
થોડી વારે એક ઘટાટોપ વડલો આવ્યો. પડખે જ કૂવો છે. કૂવાની પહોળી પાળ માથે ઘેલો આડો પડ્યો. ઘડી બઘડીમાં ઘેલાને ઊંઘ આવી ગઈ. સપનું આવ્યું. સપનામાં ઘેલાનાં લગન થ્યાં. એક છોકરું થ્યું. પથારીમાં ઘેલો અને ઘરવાળી સૂતાં છે. વચમાં છોકરું છે. બૈરીએ ઠોંસો માર્યો: ‘આઘા ખસો!’ ઘેલો થોડો ખસ્યો. બીજું છોકરું થ્યું: ‘આઘા ખસો!’ ઘેલો ખસ્યો. ખસતાં ખસતાં સીધો કૂવામાં. ધુબાકાનો અવાજ સાંભળીને અડખેપડખેનાં વાડી-ખેતરમાંથી માણસો દોડ્યા. ઘેલાને કૂવામાંથી બા’રો કાઢ્યો. ઘેલો એટલું જ બોલ્યો: ‘સોણાંના સંસારમાં પણ આ દશા!’
ગતકડું:સાવધાન સિંહો! સિંહણ બહુમતીમાં છે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/beware-lions-lionesses-are-in-the-majority-135208861.html

ડૉ. પ્રકાશ દવે જં ગલ તરફથી સારા સમાચાર આવ્યા છે. સિંહોની વસ્તીમાં વધારો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે જંગલમાં સિંહો કરતાં સિંહણની વસ્તી વધારે છે. આમ ને આમ રહ્યું તો સિંહોએ ‘બેટા બચાવો’ અભિયાન ચાલુ કરવું પડશે. કહે છે કે કેટલાક સિંહો માનવીના ‘બેટી બચાવો અભિયાન’ની ખાસિયતોના અભ્યાસ કરવા માટે માનવ વસાહતોમાં આંટાફેરા માર્યા કરે છે.
મગન સિંહોની વસ્તી વિશે ગહન અભ્યાસ કર્યા પછી કેટલાંક તારણો પર આવ્યો છે અને એણે સિંહોની વધતી વસ્તીની પેટર્ન, આગામી દસકામાં સિંહોની વધતી વસ્તીને લીધે જંગલ અને માનવજીવન પર પડનારી અસરો સહિત અનેક બાબતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અલબત્ત, મગને પોતાના વિચારો માનવજાત સુધી જ સિમિત રાખ્યા છે. સિંહોને અને ખાસ તો સિંહણોને કાંકરીચાળો કરવા બાબતે, હિંમતે મગનને મંજૂરી નથી આપી.
સિંહોની સંખ્યામાં વધારો થવાથી જંગલના રાજા તરીકેનું એનું સ્થાન વધારે મજબૂત થશે એવી સંભાવના છે. જોકે, આ જ કારણોસર સિંહોના એકચક્રી શાસન સામે આંતરિક પડકારો ઊભા થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ આંતરિક પડકારો એટલે સિંહણો! સિંહણો હવે ‘માનવી મોડેલ’ આધારે સત્તામાં ભાગીદારી માગે તો નવાઈ નહીં. એક શક્યતા એવી પણ છે કે કોઈ સિંહણનું કાળજું ધરાવતી સિંહણ ડાયરેક્ટ રાજાના આસન પર જ તરાપ મારે તો પણ નવાઈ નહીં. આવું બને તો આપણે આપણા અભ્યાસક્રમોમાં સિંહ જંગલનો રાજા છે એ વિધાનને દૂર કરી સિંહણ જંગલની મહારાણી છે એવું વાક્ય છાપવાની તૈયારી રાખવી પડશે.
જોકે, સિંહણ જંગલની મહારાણી બની જાય તો પણ માનવીને ખાસ કોઈ મોટો ફરક નહીં પડે કારણ કે માણસો અગાઉથી જ આ અનુભવ લઈ ચૂક્યા છે. સિંહ અને સિંહણ વચ્ચે સત્તા માટે આવી કોઈ સાઠમારી થાય તો જંગલમાં વસનાર પ્રાણીઓનાં જીવનમાં શું ફરક પડશે એ વિશે જાતજાતના તર્કો કરવામાં આવી રહ્યા છે.
સત્તા પરિવર્તનની આ સંભાવનાથી અમુક શિયાળો તો શિયાળો ન હોવા છતાં થરથર ધ્રૂજી રહ્યાં છે. અમુક બૌદ્ધિક વાંદરાઓ આ આખાય ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. જંગલમાં વસનાર દરેક માદા પ્રાણી આને સમગ્ર નારી જાતિ માટે ગૌરવની ક્ષણ માની એની ઉજવણીમાં વ્યસ્ત છે. સમાંતરે, જંગલનાં પ્રાણીઓની એક ગુપ્ત સભા પણ જંગલમાં કોઈ અજાણી જગ્યાએ મળી ગઈ. એમાં સિંહોની વસ્તી વધતાં બીજાં પ્રાણીઓ પર એની સંભવિત અસરો અને ભવિષ્યના પડકારો એ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચાનો મુખ્ય સૂર એવો હતો કે સિંહોની વસ્તી વધતાં ભવિષ્યમાં એમને વધારે ખોરાકની જરૂર પડશે. માંગ અને પુરવઠાના નિયમ અનુસાર દરેક પ્રાણીઓએ સિંહોના ખોરાક માટે આગોતરું આયોજન કરવું પડશે! કહે છે કે સિંહો જેમને ખોરાકમાં લે છે એ દરેક પ્રાણીને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. હરણ જેવાં અમુક પ્રાણીએ તો પોતાનાં સંતાનોને સિંહોના આક્રમણથી કેમ બચવું એ માટે ‘આત્મસુરક્ષા શાળાઓ’ની સંખ્યા પણ વધારી દીધી છે. અને એ માટે ખાસ હરણ સુરક્ષા સલાહકારોની નિમણૂક પણ કરી દીધી છે!
બીજી બાજુ સિંહો વસ્તીવધારાને પહોંચી વળવા કેશવાળી કસીને સજ્જ થયા છે. સિંહોએ ભવિષ્યમાં રહેઠાણની સંભવિત તંગીને પહોંચી વળવા માટે માનવ વસાહત તરફ મીટ માંડી છે. અમુક સમજદાર સિંહો એમની જાતિને એ સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે સિંહ જાતિના ઉત્કર્ષ માટે માનવી સાથે સંબંધો કેળવવાની જરૂર છે.
જેમ માનવી સામાજિક પ્રાણી છે એમ આપણે પણ સેમી સામાજિક પ્રાણી બની જવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે માનવીને રંજાડવાનું બંધ કરી એમનો વિશ્વાસ જીતી લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આપણે માનવ વસાહતોમાં રહેવા જવાનું થાય તો ઘરોબો કેળવી શકીએ.
અમે નાના હતા ત્યારે સિંહોની ગણતરી કઈ રીતે થતી હશે એવો સવાલ થયા કરતો, કારણ કે સિંહને એની અને એના પરિવારની વિગત પૂછવા જવું એ પેલી બાળવાર્તા જેમ બિલાડીની ડોકે ઉંદર ઘંટડી બાંધવા જાય એવું દુષ્કર કામ કહેવાય.
જોકે, અમે નાના હતા ત્યારે મૂળમાં તો એ જ સવાલ થતો કે માણસની ગણતરી કરવા માણસ આવે છે એમ સિંહોની ગણતરી કરવા સિંહ જ જતા હશે ને? અહીં એક આડ વાત. અમે નાના હતા એવું કહેવા માટે પણ સિંહનું કાળજું જોઈએ કેમ કે તમે જ્યારે એમ કહો છો કે અમે નાના હતા, ત્યારે આપોઆપ એ સ્વીકારી લો છો કે હવે અમે નાના નથી! મારી આ વાત સિંહણો, સોરી બહેનો સારી રીતે સમજી શકશે!
જાણકારો કહે છે કે માણસ કરતાં સિંહોની ગણતરી કરવી વધારે સહેલી છે, કારણ કે સિંહો કોઈ વિગત છુપાવતા નથી. સિંહણો ગણતરી કરવાવાળાને ’અત્યારે તમારા ભાઈ બહાર ગયા છે, એ આવે ત્યારે આવજો’ એમ કહીને ધક્કો ખવડાવતી નથી. સિંહો વાસ્તવિક ઉંમર છુપાવતા નથી અને કોઈ વિગત વધારીને કે ઘટાડીને લખાવતા નથી.
આપણા દેશમાં જૂના સમયમાં સિંહના દાંત ગણી લે એવા પરાક્રમી માણસો હતા એવી વાતો સાંભળી છે, પણ હવે તો ખુદ સિંહો ગણી લે એવા બહાદુર માણસો આપણા દેશમાં વસે છે એ જેવીતેવી વાત નથી. હે ને?
મારો મિત્ર મગન માને છે કે જેમ સિંહોની ગણતરી માણસ
પાસે કરાવાય છે એમ માણસોની ગણતરી સિંહો પાસે કરાવવી જોઈએ!
ડૉક્ટરની ડાયરી:રણઝણે છે શ્વાસના સૂરો હજી,જિંદગીનો લય તૂટે કેવી રીતે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-sounds-of-breathing-still-resonate-how-can-the-rhythm-of-life-be-broken-135208840.html

ડૉ. શરદ ઠાકર ડો. જૈને પ્રિયાનું ચેકઅપ કર્યું, પછી એક્ઝામિનેશન રૂમમાંથી બહાર આવીને પ્રિયા-પ્રેયસને સારા સમાચાર આપ્યા, ‘યુ આર પ્રેગ્નન્ટ. કોંગ્રેશ્ચ્યુલેશન્સ. હજી શરૂઆત જ છે પણ બધું બરાબર છે.’ આટલું કહીને ડોક્ટર માપસરનું હસ્યા અને પછી પ્રિસ્ક્રિપ્શન લખવા તરફ વળ્યા.
પ્રિયા અને પ્રેયસ એ નક્કી ન કરી શક્યાં કે આ સમાચાર સાંભળીને એમણે કેવી રીતે રિએક્ટ કરવું. તમે ક્યારેય એવા માણસનો ચહેરો જોયો છે જે યજમાનના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપીને એના ઘરે જમવા ગયો હોય અને થાળીમાં પીરસાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને એને યાદ આવે કે આ વાનગીઓ ન ખાવાની તો એણે બાધા રાખી છે? પ્રિયા-પ્રિયેસના ચહેરાઓ એવા થઈ ગયા.
ડોક્ટરે નિષ્ઠાપૂર્વક દવાઓ લખેલો કાગળ પેશન્ટને આપવા માટે હાથ ઊંચો કર્યો, પછી અટકી ગયા, અનુભવસિદ્ધ સૂઝ-સમજમાંથી જન્મેલો પ્રશ્ન પૂછ્યો, ‘કેમ? શું થયું? આનાથી વધુ સમાચાર હું નહીં આપી શકું.’
‘સર, વાત એમ છે કે...’ પ્રેયસે બોલવા માટે ગળું ખોંખારવું પડ્યું અને શબ્દો શોધવા પડ્યા, ‘અમારી ઈચ્છા આ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવાની નથી. વી આર જસ્ટ મેરિડ. અમારાં લગ્નને હજુ બે મહિના માંડ થયાં છે. અમારે હરવું-ફરવું છે, એકબીજાને સમજવા છે, લાઈફમાં જરાક સેટલ થવું છે. આ પળોજણ હાલમાં અમને...’
પળોજણ? બાળક કોઈ મમ્મી-પપ્પા માટે પળોજણ હોઈ શકે? ડોક્ટર સ્વગત બબડ્યા. પછી એમણે વિચારને ખંખેરતા હોય એવી અદામાં ખભા ઊછાળ્યા. કહ્યું, ‘હું તો કહીશ કે આ પ્રેગ્નન્સી ચાલુ રાખો. ફરવા માટે પૂરી જિંદગી પડી છે. દીકરો આવે કે દીકરી, એને લઈને ફરવા જજો. બે કરતાં ત્રણ ભલાં!’
પ્રિયા-પ્રેયસ ન જ માન્યાં. એમની જીદ હતી કે ડોક્ટર આ પ્રેગ્નન્સી દૂર કરી આપે. ટેબ્લેટ્સ, ઈન્જેક્શન, માઈનોર ઓપરેશન જે કરવું પડે તે કરીને પણ આ અનિચ્છિત ગર્ભમાંથી એમને છુટકારો અપાવી દે.
‘ઈન ધેટ કેસ, યુ વિલ હેવ ટુ ગો ટુ સમ અધર ગાયનેકોલોજીસ્ટ. હું મારા ધર્મના આચાર-વિચારથી બંધાયેલો છું. હું એબોર્શન નથી કરતો. જો તમારી પાસે ડિલિવરીની ફી આપવાના પૈસા ન હોય તો મફતમાં ડિલિવરી કરાવી આપીશ.’ ડો. જૈનના અવાજમાં અહિંસક મક્કમતા વર્તાતી હતી. પ્રિયા અને પ્રેયસ પણ હિંસક જીદ પકડીને બેઠાં હતાં. ડોક્ટરની કન્સલ્ટિંગ ફી ચૂકવીન બંને ઊભાં થઈ ગયાં. બહાર નીકળીને વિચારવા લાગ્યાં કે હવે કયા ડોક્ટર પાસે જવું.
ગર્ભપાત ગેરકાનૂની નથી. 1971ના એમ.ટી.પી. એક્ટ અન્વયે સરકાર તરફથી એને માન્યતા આપવામાં આવી છે. અલબત્ત, એ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.
પ્રિયાને લઈને પ્રેયસ બીજા ગાયનેકોલોજીસ્ટ પાસે ગયો. એ ડોક્ટરે પણ બંનેને ગર્ભપાત ન કરાવવા માટે સમજાવ્યાં. ન માન્યાં એટલે ક્યુરેટિંગ કરી આપ્યું.
લગભગ વીસેક દિવસ પછી પતિ-પત્ની ફરી પાછાં ડો. જૈન પાસે આવ્યાં. ફરિયાદ રજૂ કરી, ‘સર, બ્લિડિંગ બંધ થતું નથી. જે ડોક્ટરે એબોર્શન કરી આપ્યું એની પાસે ત્રણ વાર ગયાં પણ એ જવાબ આપતા નથી. ટેબ્લેટ્સ લખી આપે છે. ફરક પડતો નથી. એ ડોક્ટર પાસે સમય નથી.’
ડો. જૈન ગંભીર મુખે સાંભળી રહ્યા. પ્રિયાને ટેબલ પર સૂવડાવીને સોનોગ્રાફી કરી. બહાર આવીને ખુરશીમાં બેઠા. એમનો ચહેરો કહી આપતો હતો કે સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર એમણે જે જોયું તે એમના માનવામાં આવતું ન હતું.
પ્રિયાએ અધીરતાપૂર્વક પૂછ્યું, ‘ડોક્ટર, ફરીથી ક્યુરેટિંગ તો નહીં કરવું પડે ને? દવાથી સારું થઈ જશે ને?’
ડો. જૈને જવાબ આપ્યો, ‘સારું થઈ જશે એવું પૂછો છો? હું કહું છું કે જે ખરાબ કામ કરવા માટે તમે ગયાં હતાં એ નથી થયું. હવે જે થશે તે સારું જ થશે.’
‘અમે સમજ્યા નહીં, ડોક્ટર.’ પ્રેયસ બાઘો બનીને પૂછી રહ્યો.
‘પ્રિયાના ગર્ભાશયમાં ગર્ભ છે, અને એ જીવતો ગર્ભ છે. ક્યુરેટિંગ વખતે ‘રેરલી’ આવું બનતું હોય છે. એ ડોક્ટરે ઉતાવળમાં માની લીધું કે ગર્ભ બહાર નીકળી ગયો છે, પણ હકીકતમાં ગર્ભ સિવાયની થોડીક ટિસ્યુ નીકળી હશે. વીસ દિવસથી બ્લિડિંગ ચાલુ રહ્યું છે એનું કારણ પણ આ જ છે.’ ડો. જૈને ટૂંકમાં સમજાવ્યું. પછી આગળની વાત કરી, ‘હવે બે શક્યતાઓ છે. કાં તો બ્લિડિંગ ચાલુ રહે અને ફરીથી ક્યુરેટિંગ કરીને ગર્ભાશય સાફ કરવું પડે, અથવા આ પ્રેગ્નન્સી ટકી પણ જાય. જોકે, એ માટે આપણે પ્રયાસ કરવો પડે. બીજી શક્યતામાં હું મદદ કરી શકું. વિનાશના કાર્યમાં હું સાથે નથી, સર્જનના કાર્યમાં હું તમારી સાથે છું.’
સૌથી પહેલાં પ્રિયા માની ગઈ. એણે સહન કર્યું હતું ને! પછી પ્રેયસ પણ સંમત થઈ ગયો, ‘ભલે, ડોક્ટર સાહેબ, તમે ઠંડકની દવા-ઈન્જેક્શનો ચાલુ કરી દો. અમારે ડિલિવરી તમારા હાથે જ કરાવવી છે. જે થયું તેની પાછળ ઈશ્વરીય સંકેત હશે.’
ડો. જૈને કેસ હાથમાં લીધો. ટીટનેસની વેક્સિન આપી. બ્લડ ટેસ્ટ્સ કરાવ્યા. એક રિપોર્ટ એવું બતાવતો હતો કે પ્રિયાના શરીરમાં ઈન્ફેક્શન છે. ડો. જૈને હાયર એન્ટિબાયોટિકનો એક કોર્સ લખી આપ્યો. પ્રિયાની પ્રેગ્નન્સી પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું.
પ્રિયા નિયમિત રીતે ચેકઅપ માટે આવતી રહી. ડો. જૈન દરેક મુલાકાત વખતે ગર્ભનો વિકાસ કેવો છે એની નોંધ રાખતા રહ્યા. જ્યારે જરૂર જણાઈ ત્યારે સોનોગ્રાફી પરીક્ષણ કરીને ગર્ભની સ્થિતિ અને વિકાસ તેમજ પ્લેસેન્ટા ગર્ભાશયની દીવાલમાંથી છૂટ્ટી નથી પડી રહી એ બાબતની ચકાસણી કરતા રહ્યા.
પાંચ મહિના પૂરા થયા. પ્રિયા ચેકઅપ માટે આવી. ડો. જૈને કહ્યું, ‘હવે યોગ્ય સમય થયો છે એ જાણવાનો કે તારો ગર્ભ કોઈ પણ પ્રકારની ખામી ધરાવતો નથી ને! આ માટે વિશેષ પ્રકારની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. આવી ખાસ સોનોગ્રાફી બધા ડોક્ટરો નથી કરી શકતા. કેટલાક ગણ્યા-ગાંઠ્યા ડોક્ટરો આ બાબતમાં નિષ્ણાત છે. હું ચિઠ્ઠી લખી આપું છું.’
પ્રિયા અને પ્રેયસ ડો. જનક દેસાઈ પાસે ગયાં. એમણે પૂરી પાંત્રીસ મિનિટ્સ સુધી ઝીણવટભરી તપાસ કરી. ટી.વી.ના સ્ક્રીન ઉપર ગર્ભાશયમાં વિકસી રહેલા બાળકનાં પ્રત્યેક અંગ અને અવયવ ખામીરહિત છે તે પોતે પણ જોયું અને પ્રિયાને પણ બતાવ્યું. પ્રિયાને હાશ થઈ.
પૂરા મહિના થયા ત્યાં સુધી પ્રિયાને કોઈ જ વાતની સમસ્યા નડી નહીં. ગર્ભાશયમાં રહેલા એમ્નિયોટિક ફ્લ્યુડનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહ્યું. પૂરા મહિને ડોક્ટરે આપેલી તારીખે જ એને પ્રસૂતિની પીડા ઉપડી. એનો પતિ અને અન્ય પરિવારજનો એને લઈને ડો. જૈન પાસે આવ્યાં. ડોક્ટરે એને તપાસીને કહ્યું, ‘પ્રિયાને લેબર રૂમમાં રાખવી પડશે. ગર્ભાશયનું મુખ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે.’
ડો. જૈનની ધીરજ અને પ્રિયાની સહનશક્તિ રંગ લાવીને રહી. આખી રાત પીડામય પસાર થઈ, પ્રભાતના સૂરજનું પ્રથમ કિરણ લક્ષ્મીનું આગમન લઈને આવ્યું.
પ્રિયાના પપ્પાના મુખેથી ગાયત્રી મંત્ર સરી પડ્યો. પ્રેયસે એને ઈશ્વરનો ઈશારો સમજીને સ્વીકાર્યો, નવજાત બાળકીનું નામ ગાયત્રી રાખી લીધું.
ડો. જૈને તંદુરસ્ત બાળકને જોઈને કહ્યું, ‘આ બાળક મૃત્યુને હાથતાળી આપીને આ જગતમાં આવ્યું છે. બાકી ક્યુરેટિંગની પ્રોસીજરમાંથી બચીને સાંગોપાંગ, સાજું નરવું આ રીતે જન્મવું એ સહેલું કામ નથી. ભગવાન તને દીર્ઘાયુષ આપે!’
- શીર્ષકપંક્તિ: એસ. એસ. રાહી
પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન 1975ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ 1974માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે.
નવેમ્બર 1974માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે.
આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ 1975માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.
પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.
એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: 1956માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ.
આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી:
‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો,
દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’
જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.
ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા... ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!
એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળ‌વું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો... હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)
ખેર, 1975ના 12મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો.
એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જેપી આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો. આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? 1969માં કોંગ્રેસના ભાગલા વખતે એ ‘ઈંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે...
2025/07/09 01:13:46
Back to Top
HTML Embed Code: