Telegram Web Link
'ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે', નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન
https://www.gujaratsamachar.com/news/national/nitin-gadkari-says-rich-getting-richer-poor-increasing-in-india
  Nitin Gadkari in Nagpur: કેન્દ્રીય વાહન વ્યવહાર અને માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે (5 જુલાઈ, 2025) ગરીબોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે.મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ધનના વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે, જ્યાં તેમણે કૃષિ, ઉત્પાદન, કરવેરા અને માળખાગત વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.આ પણ વાંચો: થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ (https://www.gujaratsamachar.com/news/national/spit-jihad-in-lucknow-man-caught-spitting-in-milk-hiding-identity)
આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી
https://www.gujaratsamachar.com/news/national/britains-royal-navys-f-35b-fighter-jet-has-been-grounded-at-thiruvananthapuram-airport
Thiruvananthapuram airport : બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે, ત્યારે હવે ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયર આવતીકાલે રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ પહોંચશે. આમાં લગભગ 25 ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે, જેઓ આ ફાઇટર એરક્રાફ્ટમાં રહેલી ખામીઓનું મૂલ્યાંકન કરશે.21 દિવસથી બંધ છે F-35B ફાઈટર જેટમળતી માહિતી મુજબ, બ્રિટિશ ટેકનિશિયનો નક્કી કરશે કે આ  F-35B જેટનું ભારતમાં સમારકામ કરી શકાય છે કે તેને બ્રિટન પાછું લઈ જવું પડશે.
ક્યાં ગાયબ થઈ ગયા શી જિનપિંગ? ચીનની સત્તામાં ઉથલપાથલના એંધાણ, પાંચ નામ રેસમાં આગળ
https://www.gujaratsamachar.com/news/international/xi-jinping-missing-for-many-days-where-is-chinese-president
XI Jinping Missing: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે અઠવાડિયાથી જાહેર જીવનથી સંપૂર્ણ રીતે ગાયબ છે. ન કોઈ ભાષણ, ન કોઈ ફોટો અને ન કોઈ સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બ્રાઝિલમાં થનારા BRICS સંમેલનમાં પણ ભાગ નહીં લે, જેને લઈને સવાલ એ થઈ રહ્યા છે કે શું ચીનમાં સત્તામાં કોઈ મોટો ફેરફાર થવાનો છે?શીની ગેરહાજરી અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મૌને અટકળો તેજ કરી દીધી છે કે જો શી જિનપિંગની સત્તા હકીકતમાં નબળી પડી રહી છે, તો આગામી નેતા કોણ હશે? આવો જાણીએ તે નામ, જે હાલ બીજિંગના પાવર સર્કલમાં સૌથી વધુ ચર્ચામાં છે.લી ક્યાંગ: વડાપ્રધાન અને જિનપિંગના સૌથી ભરોસાપાત્ર
ઉદ્ધવ-રાજને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનનું સમર્થન, કહ્યું- 'હિન્દી થોપવા વિરૂદ્ધ એક થાઓ'
https://www.gujaratsamachar.com/news/national/tamil-nadu-cm-stalin-supports-uddhav-raj-thackeray
CM Stalin supports Uddhav-Raj Thackeray : તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઉદ્વવ અને રાજ ઠાકરેનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને અહીંની જનતાએ પેઢીઓથી હિન્દી લાદવાને લઈને સંઘર્ષ કર્યો છે, હવે આ સંઘર્ષ રાજ્યની સીમાઓ વટાવીને મહારાષ્ટ્રમાં પણ એક મજબૂત વિરોધ તરીકે ઉભરી આવ્યો છે. મુખ્યમંત્રી સ્ટાલિને શું કહ્યું?સ્ટાલિને 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ભાજપ એ શરત રાખે છે કે, તમિલનાડુમાં હિન્દી ત્રીજા ભાષા તરીકે ભણાવવામાં આવે, ત્યારે જ કેન્દ્ર સરકાર ફંડ આપશે. હવે બીજી વખત મહારાષ્ટ્રમાં જનતાના આક્રોશને લઈને ભાજપ પાછળ હટવા મજબૂર થઈ છે.
મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ
https://www.gujaratsamachar.com/news/gujarat/aap-mla-chaitar-vasava-arrested-in-assault-case-dediapada
AAP MLA Chaitar Vasava Arrested: આજે(5 જુલાઈ) લાફા પ્રકરણ કેસમાં ફરિયાદી સંજય વસાવાની એફઆઈઆરના આધારે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી હતી.નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
એકબાજુ છટણી અને બીજી બાજુ હજારો H1B વિઝા અરજી, માઈક્રોસોફ્ટના 'ખેલ' સામે વિવાદ!
https://www.gujaratsamachar.com/news/international/microsoft-sparks-controversy-after-applying-for-6-000-h1bs-after-layoffs
Microsoft news: માઇક્રોસોફ્ટે નવ હજાર કર્મચારીઓની વિશ્વસ્તરે છટણી કરી હતી. કપનીની કામગીરીની પુનર્રચનાના નામે આ કવાયત તેણે કરી હતી. આ કર્મચારીઓ કંપનીના કુલ વર્કફોર્સના ચાર ટકા હતા. હવે કંપનીએ આ છટણી સાથે છ હજાર એચ-વન-બી વિઝા માટે અરજી કરતાં રીતસરનો વિવાદ સર્જાયો છે. આમ એકબાજુએ હકાલપટ્ટી અને બીજી બાજુએ ભરતીના કારણે વિવાદ સર્જાયો છે. 
ઈલોન મસ્કે નવી રાજકીય 'અમેરિકા પાર્ટી'ની સ્થાપના કરી, ડોનાલ્ડ ટ્રમ્પને ફેંકશે સીધો પડકાર
https://www.gujaratsamachar.com/news/international/elon-musk-launches-new-america-party-to-challenge-donald-trump
2025/07/14 09:27:54
Back to Top
HTML Embed Code: