Telegram Web Link
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે મારા રચના "હું તો ગુજરાત છું" આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત કરવામાં આવી છે.
મારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’
દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’

રાત અને સવાર વચ્ચેની વાતો મેં બપોરે સાંભળી હતી,
હું આવી જઈશ, રાત તું કોઇનેય લાંબુ ‘નડતી નહીં’

કેટલાંય ધાગા દોરાં કર્યા હતાં એ સ્વ યુદ્ધમાં મેં,
અંતે તો શ્રદ્ધાએ અંધશ્રદ્ધાને કીધું પાછી ‘ફરતી નહીં’

ને ભલે લાગી ગયાં હોયને એની યાદોને ધૂળનાં બાવાં,
ભૂલે ચૂકે જો જે એને તું સાફ કદીય ‘કરતી નહીં’

જે ચાલ્યું ગયું એને ફરી વાર કયાં બૂમ પાડી બોલાવવું
લાગણીનું એ ખાલી થયેલું હૈયું પાછું ભરતી નહીં

મારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’
દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’

- Jay Gohil
📢હનુમાન પરાક્રમ ગાથા: સુંદરકાંડ ગુજરાતી અનુવાદ 📢
અવધિ ભાષામાં લખાયેલ સુંદરકાંડનો ગુજરાતી અનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.
આજના ન્યુઝ પેપરમાં આ શ્રુંખલાનો ચતુર્થ ચરણ સ્વરૂપે મારો આર્ટીકલ પ્રકાશિત થયો છે.
જય હનુમાન
જય શ્રી રામ
"ईक कीस मे" जब तक चाय के कप को ना देदुं तब तक मेरी सुबह नहीं होती.....
21st May International Tea day...
आप सबको कडक मीठी मसालेदार शुभकामनाएँ...
@utsav_shabd
પ્રારંભે સૌમ્યતા, મધ્યે પ્રખરતા
અંતે પામરતા
અતૃપ્ત અલિપ્તતાના સથવારે,
સમય મેં તારો, પ્રત્યેક કારસો જોયો
ઉગતાનો ઉજાસ અને,
મધ્યાહનનો તડકો જોયો
આથમતાનો ઓસરતો,
મેં તો, છાંયડો જોયો
💕🍁🌓🍁💕

કહેનાર ભલે કહ્યાં કરતાં,
લાલના પારણે, વહુના બારણે
મેં તો પારખ્યાં લક્ષણ સહુના,
સમય-કસમયના ટાંકણે
ટેકો યાચનારને જ,
સ્પર્ધા કરતા, બનતા કાંટો જોયો
કરુણા માંગી બળુકો બનનારને જ,
મારતા ગોદો જોયો
ઉગતાનો ઉજાસ અને
મધ્યાહનનો તડકો જોયો
આથમતાનો ઓસરતો,
મેં તો છાંયડો જોયો
💕🍁🌓🍁💕

બને છે ક્યાં કોઈ જ્ઞાની,
પુરાણ-પુસ્તક કે પ્રવચન થકી
ઈશારા કરે જ છે પંચમહાભૂત,
અહીં-તહીં, ઘડી ઘડી
સ્વાનુભવે જ સમજ સાચી,
આવે જીવનરીત તણી
સંસારી સફરના, તડકા-છાંયડામાં,
મેં તો, વેદવાણીનો મર્મ જોયો
ઉગતાનો ઉજાસ અને
મધ્યાહનનો તડકો જોયો
આથમતાનો ઓસરતો,
મેં તો, છાંયડો જોયો
💕🍁🌓🍁💕

સમય સમયના ખેલ શતરંજી,
આપણે તો માત્ર મ્હોરાં
ના જાણે કોના દોરીસંચારે,
આપણે ખીલ્યાં-કરમાયાં
ફૂલ જે નીખર્યાં, તડકાની સાક્ષીએ,
એ જ લાંબુ ટક્યાં
બાકી, રાત્રે મહેકેલાં પૂષ્પનો તો,
કૂમળાં તાપમાં, થતો ઢગલો જોયો
ઉગતાનો ઉજાસ અને
મધ્યાહનનો તડકો જોયો
આથમતાનો ઓસરતો,
મેં તો, છાંયડો જોયો
💕🍁🌓🍁💕

⚘️ "નિમિષ"⚘️
વાસંતી વાયરા, દઈ દુહાઈ, પોકારે આલબેલ
ભડકીલા કેસૂડા અને લલચામણા ગુલમહોર
સુંવાળા શિરીષ અને નજાકતભર્યા ગરમાળા
વન-ઉપવન સજાવે, ગ્રીષ્મ ૠતના પાથરણા
પ્રકૃતિદત્ત મર્મ પામી, સૃષ્ટિ લેય,
                                ગ્રીષ્મના ઓવારણા


લાલચોળ, ભડભડતા ભાનુના લ્હાયકારા
વ્યાકુળ નર-નારી,  પશુ-પંખીના હાયકારા
લાંબા દિવસ કારમા, ટૂંકા રાત્રીના અંધારા
ગ્રીષ્મના અકારા વાર, અનુભવાય ચોતરફા
પ્રકૃતિના મર્મ જાણી, સૃષ્ટિ લેય,
                              ગ્રીષ્મના ઓવારણા

કે વિના વિસર્જન, ના પામે કોઈ નવસર્જન
જીરવીને તાપ કઠોર, કથીર બને છે સુવર્ણ
ભલે હો, આમ્રકુંજે મંજરીના ઉંચેરા આલાપ
હો, સીમાડે-ઉદ્યાને, મયુર તણા મીઠા કેકારવ
કે સૃષ્ટિના ખેલ નિરાળા
ગ્રીષ્મનો અગ્નિપથ જ, આપે વર્ષાને આવકારા
નિકટ જ હવે,જીવનદાત્રી વર્ષાના અમિછાંટણા
પ્રકૃતિના મર્મ સમજી, તુંય લે,
                                  ગ્રીષ્મના ઓવારણા
પ્રકૃતિના મર્મ સમજી, તુંય લે,
                                  ગ્રીષ્મના ઓવારણા

⚘️ નિમિષ  દેસાઈ ⚘️
આજના ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ..
હનુમાન પરાક્રમ ગાથા : સુંદરકાંડ
અવધિ ભાષામાં રચાયેલ રામચરિત માનસના ગુજરાતી અનુવાદમાં આજે વાંચો લંકા દહનની કથા.
આજના Gujarat Mail
ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ

અવધિ ભાષામાં રચાયેલ સુંદરકાંડ ના ગુજરાતી ભાવાનુવાદ નું દશમું પ્રકરણ

જય જય શ્રી રામ 🙏🏻
જય જય હનુમાન 🙏🏻
કંઈ કેટલાય કુટુંબનો વિંખાયો છે માળો,
તુટ્યો જયારે 'ત્રેવીસમાંથી એક ગાળો!'

પુલ નહીં પણ જનતાનો વિશ્વાસ તૂટયો છે
ગાંધી વૈદ્યની સઠગાંઠનો મળી ગયો તાળો!

એક તપાસ હવે એવી પણ કરાવો 'સાહેબ'
'કોણ ઉઘરાવે છે કોન્ટ્રાક્ટર પાસેથી ફાળો!'

કસુરવારને ઝડપી લઈ તુરંત જેલમાં નાંખો
ભલે હોય પછી એ 'સધરા જેસંગનો સાળો!'

વિશ્વાસને છેહ દેનારા 'હરામી'ને ઝટ દંડો,
કયાંક તૂટી ન જાય અભેદ્ય કિલ્લાની પાળો!
મહાન વિભૂતિ પરમ આદરણીય શ્રી કે. કા. શાસ્ત્રીજી ને જન્મજયંતી એ સાદર નમન🙏🏻🙌
જેમ ગુલાબજાંબુ ફિક્કા લાગે ચાસણી વગર,
એમ જિંદગી ફિક્કી મિત્રતા ની લાગણી વગર!

કહેવાયુ છે, માંગ્યા વગર તો મા પણ ન પીરસે,
ન્યોછોવર કરી દે મિત્ર બધું જ, માગણી વગર!

ન હોય મિત્ર પાસે તો, જીવન નો વૈભવ ઝાંખો,
જેમ બાદશાહ નગરે નીકળ્યા હાથણી વગર!

તકલીફ, સમસ્યાના સમયે મિત્ર હોય જો પાસ,
કંઈ કેટલાય કોયડા ઉકેલાય, માંડણી વગર!

ન હોય જો  સહ્રદયી મિત્ર તો  જીંદગી લાગે,
જાણે કે રેગીસ્તાન ની સફર સાંઢણી વગર!

છું બહુ ખુશ કિશ્મત કે હરામી મિત્રો મળ્યા,
જોને થઈ ગઈ દુઆ કબુલ, માંગણી વગર!
- નીતિન ભટ્ટ
ગમે ત્યારે ગમે તે કરી લઉં, ભઈ માણસ છું,
વ્હાલ કરું ને ઠગી ય લઉં, ભઈ માણસ છું!

જરા જેટલી તકલીફમાં આક્રંદ મચાવી દઉં,
અકારણ હસી પણ લઉં, ભઈ માણસ છું!

બહુ બધા ગુનાઓ આસાની થી કરતો રહું,
પછી મંદિરો ચણાવી દઉં, ભઈ માણસ છું!

જરાક જેટલા પ્રસાદથી લાખો માંગી લઉં,
ઈશ્વરનેય ઉંઠા ભણાવી દઉં, ભઈ માણસ છું!

પસ્તાવો આવા વર્તનનો કયારેય નહીં કરું!
જન્મજાત જ હરામી છઉં, ભઈ માણસ છું!
મારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’
દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’

રાત અને સવાર વચ્ચેની વાતો મેં બપોરે સાંભળી હતી,
હું આવી જઈશ, રાત તું કોઇનેય લાંબુ ‘નડતી નહીં’

કેટલાંય ધાગા દોરાં કર્યા હતાં એ સ્વ યુદ્ધમાં મેં,
અંતે તો શ્રદ્ધાએ અંધશ્રદ્ધાને કીધું પાછી ‘ફરતી નહીં’

ને ભલે લાગી ગયાં હોયને એની યાદોને ધૂળનાં બાવાં,
ભૂલે ચૂકે જો જે એને તું સાફ કદીય ‘કરતી નહીં’

જે ચાલ્યું ગયું એને ફરી વાર કયાં બૂમ પાડી બોલાવવું
લાગણીનું એ ખાલી થયેલું હૈયું પાછું ભરતી નહીં

મારી અંદરની આશાઓને વારંવાર કીધું ‘મરતી નહીં’
દુઃખ પર કેટલાય ગુનાહ લાગે છે પણ ‘ડરતી નહીં’
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् ।
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॥
આપ સહુને ગણેશ ચતુર્થી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
વિધ્નહર્તા આપના તમામ વિધ્નો દૂર કરીને આપના જીવનમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ અર્પણ કરે એવી અભ્યર્થના...
આજના Gujarat Mail ન્યુઝ પેપરમાં મારો આર્ટીકલ...
હનુમાન પરાક્રમ ગાથા : સુંદરકાંડ

રામચરિત માનસનું પંચમ સોપાન એટલે સુંદરકાંડ.
સુંદરકાંડ ના ગુજરાતી ભાવાનુવાદ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે જે ગુજરાત મેઈલ ન્યુઝ પેપરમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થાય છે.
આજે વાંચો આ શ્રૃંખલાનું સત્તરમું ચરણ.
જય જય શ્રી રામ
જય જય હનુમાન🙏
ધનતેરસ, નરક ચતુર્દશી અને દિવાળી...
એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગમાં બનેલી મહત્વ પૂર્ણ ધટનાઓ ને યાદ કરીને થતી ઉજવણી...
ગુજરાત મેઈલના દિવાળી અંકમાં મારો આર્ટીકલ
2025/10/31 10:18:27
Back to Top
HTML Embed Code: