Telegram Web Link
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
શ્રધ્ધા રાખી બે ડગ માંડી તો જો,
ઇતિહાસ કઈ બેસી ને થોડો રચાશે.

પરિશ્રમ કરી પસીનો તો તું પાડ,
કાર્ય કઈ એમજ પૂરું નહિ થાય.

કોણ કહે છે તું એકલો છે અહીં,
બહાર નજર તો ઘુમાવ જગત સાથે છે તારી.

ક્યાં સુધી છુપાઇસ તું સમય થી,
હવે કર પડકાર ને સામનો પણ કરી લે એનો.

@gujrati_sahitya_premi
રઘુકુળ ભૂષણ રામનું
ગાદી તણું મૂહર્ત હશે
પિતા વચનને પાળવા
ઈ તો વિકટ વનમાં જઈ વશે...

ત્યાગી સુખો વૈભવ તણા
એ સીતા હતા સહવાસમાં
અમ દેશની એ આર્ય રમણી
અમર છે ઇતિહાસમાં…

@gujrati_sahitya_premi
નવરાત નવેલી બની અલબેલી
ભાવ ભરેલી ભભકેલી,

સરહદ પર ખેલી કમર કસેલી
સંગ સહેલી સાધેલી,

બની ચંપક વેલી
માણ્ય ભરેલી
સોળ સાહેલી શણગારી,

ચામુંડા ચંડી
ધજા પ્રચંડી
અસુર વિખંડી અવતારી,
રે…. માડી અસુર વિખંડી અવતારી

@gujrati_sahitya_premi
''વિષય વિનાની વિદ્યા, દયા વિનાનું દાન, ભાવના વિનાની ભક્તિ અને સ્નેહ વિનાનો ગૃહસ્થાશ્રમ અફળ અને દુઃખદાયી નીવડે છે.''
- કાગવાણી

@gujrati_sahitya_premi
"અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે તેનો ઈલાજ સમય અને કુદરત જ કરે છે"

@gujrati_sahitya_premi
વીર રામવાળાનું સપાખરું
- ગીગા બારોટ કૃત

@gujrati_sahitya_premi
ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી પડતી પડતી આખડતી
આવે ઊછળતી, જરા ન ડરતી હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી...

- દાદ બાપુ

@gujrati_sahitya_premi
"થોડે પણ હલકે પંથે પડેલો માનવી નાશ સુધી જાય છે"

- કાગવાણી

@gujrati_sahitya_premi
મોતે નાળ્યું માંડીયુ,
જમ જળાફા ખાય,
છોરૂની ચિંતા થાય,
એને કેમ વિસરીયે કાગડા ?

@gujrati_sahitya_premi
પંછી પાની પીને સે,
ઘટે ન સવિતા નીર,
ધરમ કરે ધન ન ઘટે,
સહાય કરે રઘુવીર.

- પૂજ્ય જલારામ બાપા

@gujrati_sahitya_premi
ભલે ઉગા ભાણ,
ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ,
રાખો કશ્યપરાઉત.

@gujrati_sahitya_premi
"કુછ આરઝુ નહિ હૈ, હૈ આરઝુ તો યહ રખ દે કોઈ જરાસી ખાકે વતન કફન મેં"

- અષ્ફાકઉલ્લાખાં
चंदन है इस देशकि मिट्टि , तपोभूमि हर गाव है
हर बाला देवि की प्रतीमा , यहां बच्चा बच्चा राम है
કરત કુસંગ ચાહત કૂસલ,
એહી બડા અફસોસ,
સમદર કો મહિમા ઘટયો,
રાવણ બસ્યો પડોસ.

@gujrati_sahitya_premi
અત્યારે બેન-દીકરીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ જરૂર સાંભળજો

Video Link :- https://youtu.be/Lnd5Jb-03jw
કુતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે,

ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,

રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,

ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે, ભગવાન છે જેની અંદર એને વૃદ્ધાશ્રમ મોકલે છે.

@gujrati_sahitya_premi
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
New Album coming soon on Sahitya Premi, Release date : 23/12/2019
2025/09/07 09:35:06
Back to Top
HTML Embed Code: