Telegram Web Link
👬 Happy Friendship day 👬

મિત્ર કીજીયે મરદ
મરદ મન દરદ મિટાવે,
મિત્ર કીજીયે મરદ,
કામ વિપતિ મે આવે,
મિત્ર કીજીયે મરદ,
સત્ય કહકર સમજાવે,
મિત્ર કીજીયે મરદ,
ખુશામત કર નહીં ખાવે,
મિત્ર તાહીકો નામ હે,
લોભ કબુ મન ના લાગે
કવિ સત્ય બાત પિંગલ કહે, દેહ જાય, નેહન ડગે....

- પિંગળશીભાઇ પાતાભાઈ નરેલા

@gujrati_sahitya_premi
10 ઓગસ્ટ : આજે વિશ્વ સિંહ દિવસ
🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

લોકસાહિત્યમાં સિંહ (સાવજ)ના દુહા:

હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.

જે હાથે હાથી હણ્યા મેડક કેમ હણાય ?
કામિની કહે કંથડા તો તો સિંહણ દૂધ લજાય.

હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજર ફરે,
પછી વયની વાતું નો હોય કેસર બચ્ચાને કાગડા.

ગજ હણવાના ગર્વથી, અધિક કરે ઉતપાત,
સાવજ તું શૂરો ખરો, તદપિ તામસ તાત.

નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,
સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.

લાંઘણ હો તો લાય, મગદળ કુંજર મારવા;
ઈ ખડ નો ખાય, સાચું સોરઠિયો ભણે.

સાદુળો પિંજર પડયો, ભૂલે ન આપ સ્વભાવ,
જદ જદ અવસર સાંપડે, બેગણો ખેલે દાવ.

ડાલામથ્થો ને દશહથ્થો, જબરી મોઢે મૂછ;
સવા બે હાથનું પૂંછ, વકરેલો વનનો ધણી.

સસલા, તેતર, નાર, વગડે જઈ તગડે બધા,
પણ સાવજ તણા શિકાર, કોક'જ ખેલે રાજિયા.

પોતાના પગ ઉપરે, જેને ભરોસો ઘણો,
સાવજ ન સંઘરે, કાલનું ભાતું કાગડા.

સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.

@gujrati_sahitya_premi
સમદર લહેરુ ટાઢીયું,
ને એથી ટાઢો વા,
પણ પિયુ વિનાના પોઢણાં,
એ તો કાળજ કટારીનો ઘા.
સાહિત્ય પ્રેમી પરિવાર સાથે જોડાયેલ તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ સારી શુભકામનાઓ...

🔸આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર તમામ ક્રાંતિકારીઓ તથા દેશભક્તોના ચરણોમાં હજારો વંદન
🔸આઝાદીથી આજ સુધી ભારતની રક્ષા કાજે શહીદ થનાર તમામ જવાનોને હજારો વંદન
🔸તો ચાલો સૌ દેશવાસીઓ નાત-જાત ના ભેદભાવ છોડી ભારતને એક મહાસત્તા બનાવવા દેશહિતના કાર્યો કરીએ

🔸આપણી આ ચેનલમાં કોઈ દિવસ નમાલી વાત આવશે જ નહીં અહીંયા તો દેશના વીરો અને વિરાંગનાઓની જ વાતો આવશે...

જય હિન્દ, વંદે માતરમ 🇮🇳🇮🇳
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
"વિષયમાં લપટેલ આત્મા સહેલાઈથી સત્યને માર્ગે ચડી શકતો નથી"
- કાગવાણી
મોર પીછાળા શ્યામ છોગાળા
ગોપ ગોપાળા નંદ લાલા

દીના દયાળા કૃષ્ણ કૃપાલા
રૂપ રસાલા મતવાલા

ચિતડું ચોરી મટકી ફોડી
ક્યાં ક્યાં દોડી મોરારી

મુરલી વગાડી સહુને જગાડી
માયા લગાડી મોરારી

રે ભાઈ માયા લગાડી મોરારી
રે ભાઈ માયા લગાડી મોરારી
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે,
બાદલ ભરસે, અંબર સે,

તરુવર વિરિવરસે, લતા લહરસે,
નદિયાં બરસે, સાગર સે,

દંપતી દુઃખ હરસે, સેજ સમરસે,
લગત જ હરસેં, દુખકારી

કહે રાધે પ્યારી મે બલિહારી,
ગોકુળ આવો ગિરધારી…

રે જીરે ગોકુળ આવો ગિરધારી
રે જીરે ગોકુળ આવો ગિરધારી
સિંધુ રાગ સોહામણો,
શૂર મન હરખ ન માય,
શિર પડેને ધડ લડે,
એના વધામણાં વૈકુંઠ જાય.

@gujrati_sahitya_premi
🌞 સૂર્ય પૂજા 🌞

ભલે ઊગ્યા ભાણ ભાણ તુંહારા ભામણા,
મરણ જીયણ લગ માણ અમારી રાખજો કાશપરાઉત…!

ભગવાન સૂરજનારાયણ ઉગે તેજપુંઝના પડદાનો ધરતીની માથે ઘા કરે. કોઈએ આયુષ્ય માંગુ, કોઈએ ધન માંગુ, કોઈએ સંતતિ માંગી, કોઈએ સંપતિ માંગી… પણ આ દેશના શુરવીર મહાપુરુષો એવા જન્મ્યા, એણે સૂરજનારાયણના ઓવારણા લઈને એમ કિધુ કે,

“એયયય, સૂરજનારાયણ સંપતિ નથી જોતી, સત્તા નથી જોતી, આયુષ્ય નથી જોતુ, પણ આ જગતના ચોકમાં જેટલા દિવસ અમારા આયુષ્યના લખાણા હોય, એટલા દિવસ, એયય સૂરજનારાયણ તને મારી ભલામણ ઈ છે કે અમારી લાજને, અમારી આબરૂને જગતના ચોકમાં ન જાવા દેતો, એયય સૂરજનારાયણ ! જગતના ચોકમાં અમારી આબરૂ નિલામ નો થાય.”

@gujrati_sahitya_premi
"સુખમાં માનવી ઈશ્વરને એક રમકડાં તરીકે સંભારે છે"
- કાગવાણી
બીજા ના અવગુણ શોધવાનો સમય મળતો હોય,

તો સમજી લો કે આપણે હજુ બેરોજગાર છીએ..!
ક્યાંય યાદોની સ્પર્ધા હોય તો કહેજો દોસ્તો,

મારી પાસે પણ કોઈની અનહદ યાદો વધી રહી છે.
❛હવે પાંપણોમાં અદાલત ભરાશે,

મે સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે.❜

~રમેશ પારેખ
સાંજના પાછો ઘેર આવું છું
દ્વાર મારું જ ખટખટાવું છું

બીજું તો શું બહારથી લાવું ?
ઊંચકી હું મને જ લાવું .

- અમૃત ‘ઘાયલ’
પગથિયા પણ પુજાય છે સાહેબ ..!

જો પ્રભુ તરફ જવાનો રસ્તો હોય તો..!
"બિનજરૂરી હાજરી કરતા, ગેરહાજરી વધુ સારી..!"
2025/09/08 05:03:39
Back to Top
HTML Embed Code: