Telegram Web Link
🍀5 જૂન : વિશ્વ પર્યાવરણ દિવસ🍀

🌴🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌴

दिल लगाने से अच्छा है पौधे लगाए
     वो घाव नही कम से कम छाँव तो देंगे।

🌴🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌴
11 જૂન : ભારતના મહાન ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલની જન્મજયંતિ

"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુ-એ કાતિલ મેં હૈ !"
"तिरस्कारवृत्ति धिक्कारनी माता छे"

- કાગવાણી
પથીક તું ચેતજે,
પથના સહારા પણ દગો દેશે;
ધરીને રૂપ મંઝિલનું,
ઉતારા પણ દગો દેશે.
મને મજબૂર ના કરશો,
નહીં વિશ્વાસ હું લાવું;
અમારાના અનુભવ છે,
તમારા પણ દગો દેશે.
હું જાણું છું છતાં,
નિશદિન લૂંટાવા જાઉં છું ’નાઝિર’
શિકાયત ક્યાં રહી કે,
આ લૂંટારા પણ દગો દેશે.

નાઝીર દેખૈયા

@gujrati_sahitya_premi
શું પૂછો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે,ત્યાં હરું છું ફરું છું.

ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.

કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું,
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.

નથી બીક કોઈની, મને આ જગતમાં,
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.

ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા,
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.

છે સાધુ સંવત, 'ભક્ત સત્તાર'નું,
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

@gujrati_sahitya_premi
"અભિમાન પડતીનો પિતા છે"

- કાગવાણી

@gujrati_sahitya_premi
ઘમંડ થી ઈ ઘૂઘવે,
જેનું ખાનદાન ખારૂ હોઈ,
પછી પીએ જો પાણી કોઈ,
તોય પ્યાસ ના બુજે પવલા.
ભક્ત દાતારની ભૂમિ,
જ્યાં તેજવંતો દે ત્રાડ,
ઉજ્જવળ ઈતિહાસે ઓપતી ધરતી,
જય જય ઝાલાવાડ.

એવા ઝાલાવાડના વઢવાણના રાજકવી પૂજ્ય બચુભાઈ ગઢવી (બચુબાપુ)ને 25મી પુણ્યતિથિએ લાખો વંદન.
હરીફાઈ હોય કે દુશ્મનાવટ
ખાનદાની અને વ્યવહારની
લક્ષ્મણરેખા ન ઓળંગાય
એને ઈતિહાસ યાદ રાખે છે.

- જોગીદાસ ખુમાણ

@gujrati_sahitya_premi
"કાયર દિવસમાં દસ વખત મરણ પામે છે"

- કાગવાણી

@gujrati_sahitya_premi
માનવીની અંદર સમાઈ રહે તે
"સ્વાભિમાન"
અને બહાર છલકાય તે
"અભિમાન"

@gujrati_sahitya_premi
26 જુલાઈ : કારગિલ વિજય દિવસ

માતૃભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર શહીદોને હજારો વંદન...
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
અસિ ગિરવરજા મોરલા,
કાંકર પેટભરા,
(મારી) ઋતુ આવે ન બોલીએ,
(તો તો) હૈડો ફાટ મર.

(હે પદમણી, અમે તો ડુંગરના મોરલા, અમે ગરીબ પંખીડા કાંકરા ચણી ચણીને પેટ ભરીએ, અમારા જીવતરમાં બીજો કશોય સ્વાદ ન મળે, પણ જો ઋતુ આવે ને અમે ન ટહુકીયે, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલા ગીતોને દાબી રાખીયે, તો તો અમારા હૈયા ફાટી જાય, અમારું મોત થાય, અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય ?)

Join @gujrati_sahitya_premi
"દુઃખ, મંદવાડ અને નિર્ધનતા ઘણી વખત માનવીને પ્રભુનો ભક્ત બનાવે છે"
- કાગવાણી

@gujrati_sahitya_premi
2025/09/09 07:03:02
Back to Top
HTML Embed Code: