Telegram Web Link
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર… માડી....

યાદ કરો આપણું બાળપણ...😁

@gujrati_sahitya_premi
👩🏻‍🏫 *કોઈનો લાડકવાયો..*

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે

કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી

શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને

શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને

નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો

છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો

અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી

એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી

સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી

કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં

આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં

આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં

કોઇના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો

હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો

પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે

એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે

સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા

એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી

એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી

ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં

એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા

વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી

જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે

એકલડો ને અણબૂઝેલો અગન પિછોડી ઓઢે

કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી

એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’
अकबर मारग आठ, जवन रोक राखे जगत ;
परम धरम जस पाठ, पीठीयो राण प्रतापसीं.

તારા બધા મોત ના માર્ગો જગત માં જીવવા નું મુશ્કેલ કરે, પણ પરમ ધર્મ નો જસ ખાટવા વાળો આવશે રાણ પ્રતાપસિંહ...
થાય જ્યાં યદો યદોના નાદ,
જાંજ ને ડાકલીયાની હાક,
ચારણની ચરજુ કેરો સાદ,
મોગલનો તરવાળો છે આજ,
ભજો મારી મોગલ ને દીન રાત,
દશૅન કરતા દુ:ખળા જાય,
નામ લેતા લીલા લહેર થાય,
જે માંનો તરવાળો તરી જાય
જગપર ફરે ને ગુણલા ગાય,
ભજો મારી મોગલ ને દીન રાત,
હે જગતની પાલક પોશકમાંત,
પુછા વિના પડે નહીં તને રાત,
નમે બ્રહ્માંડ ને લોક સાથ,
પ્રથમ તુજ નામ પછી બીજી વાત,
ભજો મારી મોગલ ને દિન રાત,
કહે તુજ મહિમા દાદ ને કાગ,
મોગલ છેળતા કળો નાગ,
લીલો રાખ ચારણ કેરો બાળ,
સાંભળજે જય નો અંતરનાદ,
ભજો મારી મોગલ ને દિન રાત.
*વીર રામવાળાના દુહા*
÷÷÷÷÷÷÷∆∆∆∆∆÷÷÷÷÷÷÷÷÷

*ધાનાણી ધીંગાણું કર્યું, ખેચીને હાલ્યો ખાગ,*
*પાછો ન ભરીયો પાગ, તે રણને ટાણે રામડા !*

*પગ પાક્યો પીડા વધી, ભડ બોરીયેગાળે ભેટ્યો,*
*હજુ એકે ડગ ન હટ્યો, તું રણને ટાણે રામડા !*

*પગ એક પાંગળો, અધર ભડાકો એક,*
*(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !*

*ધાનાણી તે ધિબીયા , બાપ ને બેટો બે,*
*તુને નડતા તે, રાખ્યા તળમાં રામડા !*

*ધારી અમરેલી ધૃજે, થર થર ખાંભા થાય,*
*દરવાજા દેવાય, રોંઢે દિ’ એ રામડા !*

*ચાચઈને ડુંગર ચડી, હાકલ દેછ હિન્દવાણ,*
*ખેપટ જાય ખુરસાણ, કાળપૂંછા બીયા કાળાઉત !*

*વાટકી જેવડી વાવડી, રાવણ જેવડો રામ,*
*ગાયકવાડી ગામ, રફલે ધબેડે રામડો !*

*શક્તિ સૂતી’તી સોચમાં , આપ્યો નો’તો આહાર,*
*તરપત કરી તરવાર, રગત પાઈને રામડા !*

*ગઢ જુનો ગિરનાર, ખેંગારનો શ્રાપેલ ખરો,*
*સંઘર્યો નહીં સરદાર, (નકાં) રમત દેખાડત રામડો !*

*અંગ્રેજ જરમન આફળે, બળીયા જોધા બે,*
*ત્રીજું ગર્ય માં તે, રણ જગાવ્યું રામડા !*

🗡🗡🗡🗡🗡🗡🗡🗡
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵🌸🏵🙏🏻🙏🏻🙏🏻🙏🏻
તન ઉજળા ને મનના મેલાં,
બગલા કપટી અંગ;
તેથી તો કાગા ભલા,
તનમન એકજ રંગ.
🤴 લગ્નગીત 👸
@gujrati_sahitya_premi
રાણો રાણા ની રીતે

કવિ = કાળુભાઈ ગઢવી

નથી કરવી કોઈનો હાજી રે,
કરવો એકલિંગજી રાજી રે ,
અકબર તુ સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે ,
રાણો મારો રાણા ની રીતે રે
રાણો મારો રાણા ની રીતે રે,

કેહર ને તુ કાય નો કેતો રે,
રેજે અકબર તુ છેટો રે,
ભુજાળા નો થયગ્યો ભેટો
વાર પેલા જીવ ભાગશે બીકે રે,
રાણો મારો રાણા ની રીતે રે,
રાણો મારો રાણા ની રીતે રે,

રાખી રાજપૂત ની રીતુ રે,
રુદીયે અણનમ ની પ્રીતુ રે,
મેવાડી મોભ છે રાણો,
જીવતો ઇ સ્વાભિમાન ની સાથે રે ,
રાણો મારો રાણા ની રીતે રે,
રાણો મારો રાણા ની રીતે રે,
દોમણ દુજી હોય, રેઢા ખેતરડા રિયે ;
જાતે દીએ જોય, કાંઈ ન મળે કાગડા :

હે કાગ ! પશુધન એ નજરધન કહેવાય છે, ગાયો - ભેંસોને દોહતી વખતે જે ઘરધણી કદી ધ્યાન આપતો નથી અને ખેડવામાં જેની પોતાની દેખરેખ નથી, તેને ઢોરમાં કે ખેડમાં છેવટે કાંઈ રહેતું નથી કેવળ નુકશાની જ આવે છે...

@gujrati_sahitya_premi
🌸 ''શૂરવીર મુત્યુથી અજય છે"

- કાગવાણી
🦚 મન મોર બની થનગાટ કરે 🦚

આ ગીત રવીન્દ્રનાથ ટાગોરના મૂળ કાવ્ય ” Navi Varsha ” નો ઝવેરચંદ મેઘાણી એ `મન મોર બની થનગાટ કરે’ એ નામે ૧૯૪૪ માં કરેલ ભાવાનુવાદ છે.

મન મોર બની થનગાટ કરે … ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
ઘનઘોર ઝરે ચહુ ઓર,
મારું મન મોર બની થનગાટ કરે.
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.
મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)
નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,
નવ દીન કપોતની પાંખ ખૂલે (2)
મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.
ગગને ગગને ઘુમરાઇને પાગલ
મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની

નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે (2)
પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે
સચરાચર શ્યામલ બાથ ધરે (2)
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,
ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય
નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની

નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,
પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)
એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,
એને ઘેર જવા દરકાર નહીં (2)
મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !
પનિહાર નવે શણગાર નદી કેરે
તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે
ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)
અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,
ઓલી કોણ પયોધર સંઘરતી
વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,
ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)
વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.
એની ઘાયલદેહના છાયલ-છેડલા
આભ ઊડી ફરકાટ કરે (2)
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !
મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.

તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,
નવ બાદલને ઉર આગ બૂઝે (2)
નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,
સરિતા અડી ગામની દેવડીએ (2)
ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.

– ઝવેરચંદ મેઘાણી

@gujrati_sahitya_premi
તિમીર અડાભીડ ત્રાટકે, ઘેઘુર ખખડે ખોર,
પણ સૂરજદાદા કાઢે કોર, ત્યા તો પ્રુથ્વી ઉજવળ પાલીયા.
મહાન વીર શિરોમણિ શ્રી મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ નિમિતે તેમને કોટી કોટી વંદન...
|| રાણા પ્રતાપ ની પ્રતીજ્ઞા ||

ધારી એક ટેક એક ઈષ્ટ બીના નીમનોના,
જીમનોના મીષ્ટ જોલો એવન ઉખેરો ના,
હોતી મુગલાની ક્ષત્રીય પુત્રીન કો મીટાઉ ના,
ત્યોલો જંગલમે ફીરુ શીર કેશ કો ઉતારુના,
અને સોહો પ્રતાપ ત્યોલો નામ હે પ્રતાપ મેરો
હોવુ નહી શાંત જ્યોલો દીલ્હી ગઢ જારોના

@gujrati_sahitya_premi
💟 Happy Mother's Day 💟

સ્વારથ જગ સારો, પધારો ભણશે પ્રથી;
(પણ) તારો તુંકારો, ક્યાંયે ન મળે કાગડા !

હે મા ! આખું જગત એ તો અમારાં સ્વાર્થનાં સગાં છે. ભાઈ, બહેન, દીકરા, સ્ત્રી, કુટુંબ એ તો બધાં કંઈ ને કંઈ સ્વાર્થથી અમારી આરતી ભલે ઉતારે. એમાં હૈયાનાં હીર નથી, એમાં આત્માની ઓળખ નથી. એ બધાંની સેવાચાકરીમાં અમુક સ્વાર્થ કારણભૂત હોય છે. આખા જગતમાં, હે જનની ! તારો તુંકારો એ તો જીવન આપનાર છે અને એ તુંકારાના શબ્દો, હે મા ! તારા મોઢા સિવાય ક્યાંય મળે તેમ નથી.

@gujrati_sahitya_premi

#share
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ જોર કિતના બાજુ-એ કાતિલ મેં હૈ !"
મેર કરી દે ને મોગલ લીલા લેર કરી દે ને
માળી તુ હવે બધા ઉપર મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

ઓઢી કાળો ભેળીયો માથે આવે નવલાખુ સાથે
છોરુળાના એકજ સાદે રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

આનંદથી આનંદ મા રેહેસુ ભાઇઓ બધા ભેળા રહેસુ
મોગલ ને તરવેણા ઓરતા રેહેસુ રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

ચરજ છે અરજની મોગલ સાભળજે પરજની મોગલ
મહેશ ને ગરજ છે તારી રે માળી હવે મેર કરી દે ને.
મેર કરી દે ને મોગલ....

@gujrati_sahitya_premi
રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
ધગ ધગતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,

જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે
જી રે મરદ કસુંબલ રંગ ચડે...

@gujrati_sahitya_premi
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

- ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

@gujrati_sahitya_premi
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.

@gujrati_sahitya_premi
2025/09/09 13:03:14
Back to Top
HTML Embed Code: