Telegram Web Link
ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्।।

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવની સૌને શુભેચ્છાઓ.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
સૌ ગુજરાતી ભાઈઓ તથા બહેનોને 'ગુજરાત ગૌરવ દિન - ગુજરાત સ્થાપના દિન'ની શુભેચ્છાઓ.
જય જય ગરવી ગુજરાત.
બગોદરા પાસે 'મંગલ મંદિર માનવ સેવા પરિવાર' નામની સંસ્થા છેલ્લા આઠ વર્ષથી ખૂબ અગત્યનું સામાજીક કામ કરે છે. માનસિક અસ્થિર, બિનવારસી પાંચસોથી વધુ ભાઈ-બહેનોને સાચવે છે, જેના મુખ્ય વહીવટકર્તા દિનેશભાઈ લાઠીયા છે.
હું આ સંસ્થા સાથે શરૂઆતથી જોડાયેલો છું અને વર્ષમાં ત્રણ વાર નિયમિત જાઉં છું.
- દિવાળીના દિવસે
- ⁠માનનીય મોદી સાહેબના જન્મદિવસે
- મારા જન્મદિવસે
⁠આજે સવારે પણ ગયો હતો. મારી સાથે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, મારા મિત્રો વસંત હિતેન અને મનીષભાઈ શાહ પણ હતા. ⁠કોઈ સાવ ઓછું ભણેલો માણસ કોઈ સ્વાર્થ વગર આવું કામ કરે છે, તેથી દિનેશભાઈને પ્રોત્સાહન આપવા જાઉં છું.
માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા સાહસ, સંયમ અને વીરતાના પ્રતીક મહારાણા પ્રતાપજીની જન્મજયંતી પર કોટી કોટી વંદન.
ગઈકાલે એક પવિત્ર કામની નવી શરૂઆત થઈ. "ગાય એ જ ઉપાય"
હું, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. કથિરીયા અને જામનગર સરકારી આયુર્વેદિક યુનિવર્સીટીના નિવૃત્ત પ્રિન્સિપાલ ડો. હિતેશ જાની ખૂબ જૂના મિત્રો છીએ, જ્યારે મળીએ ત્યારે ગાય માતાની વાતો કરીએ. આ વાત મેં કડી વિશ્વ વિદ્યાલયનાં અધ્યક્ષ શ્રી વલ્લભભાઈ (સરદારભાઈ) ને કરી. તેઓ પણ ગૌ શાળા ચલાવે એટલે તેમણે રસ લીધો.
પરિણામે ગઈકાલે સરદારભાઈના સહયોગથી "ગૌ વિશ્વ વિદ્યાપીઠમ" ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી, જેમાં સમાજ માટે ગાયની ઉપયોગીતા ઉપર રીસર્ચનું કામ કરવામાં આવશે. સમારંભના પ્રવચનમાં મેં જણાવ્યું કે હવા, પાણી પછી ગાય ભગવાનની ભેટ છે. ગાયનું દુધ, ઘી, ગૌમુત્ર, ગોબર માણસના સ્વાસ્થ માટે કેટલું ગુણકારી છે, તેના ઉપર અભ્યાસ અને સંશોધન થશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શૈલેષભાઈ પટેલ હતા. ડો. જાનીએ ભવિષ્યની કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને ભાવિનભાઈ પંડ્યા એ સુંદર સંચાલન કર્યું હતું. ડો. કથિરીયા અને સૌ મહેમાનોએ શુભેચ્છા પાઠવી.
અષાઢી બીજના પાવન દિવસે ઉજવાતા ભગવાન જગન્નાથના રથયાત્રા પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રથયાત્રાના પાવન ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના આશીર્વાદ આપ સૌ પર બની રહે તેવી શુભકામના.
જય જગન્નાથ.
તા. ૨૫/૬/૨૦૨૫ કટોકટી અને સેન્સરશીપના પચાસ વર્ષ પૂરા થયા તે નિમિત્તે સ્પોર્ટસ ક્લબ અમદાવાદ ખાતે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા લિખિત "ગુજરાત સંઘર્ષ કથા" મિસાવાસી જેલ ડાયરી પુસ્તકના વિમોચનનો ઉચ્ચ હેતુલક્ષી કાર્યક્રમ થઈ ગયો, જેમાં કેન્દ્રીય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી માનનીય શંકરસિંહજી વાઘેલા, વિષ્ણુભાઈ પંડ્યા, વરીષ્ઠ પત્રકાર અજય ઉમટ, પી. સી. સ્નેહલ ગૃપના ચિરંજીવ પટેલ વગેરે મહાનુભાવોએ વિષ્ણુભાઈને ભાવિ પેઢીની જાણકારી માટે લખેલા પુસ્તક માટે અભિનંદન આપ્યા.
માનનીય શંકરસિંહજી અને વિષ્ણુભાઈએ જેલની અંદરના અનુભવોની વાત કરી, મેં જેલની બહારના અનુભવોની વાત કરી. માનનીય મનસુખભાઈએ લોકશાહીના મુલ્યોની અસરકારક વાત કરીને જણાવ્યું કે કાળા દિવસો ફરીવાર લાવવાની હિંમત કોઈ નહીં કરી શકે. અજય ઉમટે પત્રકાર તરીકેના કટોકટી કાળના અનુભવોની વાત કરી હતી.
2025/07/06 02:23:09
Back to Top
HTML Embed Code: