*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
નિસ્પૃહતામાં સ્વતંત્રતા છે.
કોઈ તમને પસંદ નથી કરતું? ઓકે.
કોઈ તમારા વિશે અમુક રીતે માને છે? ભલે.
કોઈને તમારા જીવનનો હિસ્સો નથી રહેવું?
તો આવજો!
પરિસ્થિતિ તમારી અનુકૂળ નથી? તો શું?
તમે જ્યારે બીજા લોકોના વિચારો કે વ્યવહારથી પ્રભાવિત થવાનું બંધ કરી દો છો, ત્યારે તમે તેની સાથેના ઈમોશનલ કનેક્શનમાંથી આઝાદ થઈ જાવ છો,
અને તમારી જિંદગીની દિશા અને દશા બંનેનું વધુ તટસ્થ ભાવથી ઈચ્છા પ્રમાણે નિર્માણ કરો છો.
નિસ્પૃહતા એટલે રસનો અભાવ નહીં, નિસ્પૃહતા એટલે ચીજોની દીવા જેવી સ્પષ્ટ સમજ. સમજદારીમાંથી આવેલી નિસ્પૃહતા અવિશ્વનીય રીતે તાકાતવર હોય છે. ચીજવસ્તુઓ જ્યારે તમારા નિયંત્રણની બહાર હોય ત્યારે, મનની શાંતિ અને સુખને બરબકરાર રાખવા માટે નિસ્પૃહતા જેવું બીજુ કોઈ સુંદર સાધન નથી.
*Happy Morning*

👍8❤4
💁♂કચ્છ જિલ્લા માટે ખાસ વિધાસહાયક ભરતી.
👉ગુજરાત રાજ્યમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 (ગુજરાતી માધ્યમ) માટે 3300 વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી જાહેરાત વર્ગ-3/2024 હેઠળ જાહેર કરવામાં આવી છે.
👉ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2025 છે અને અરજી માત્ર https://dpegujarat.in પર ઓનલાઇન સ્વીકારવામાં આવશે.
#TET #Apply

👍1
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"*વ્યક્તિના જવાથી સર્જાતો શૂન્યાવકાશ ભરાય ખરો ક્યારેય?*"
ઊંડે સુધી સાલતી કોઈ વ્યક્તિની ગેરહાજરીને સંપૂર્ણપણે "ભરવી" સંભવ નથી હોતી, પરંતુ સમયની સાથે આપણે તેની ગેરહાજરી સાથે પનારો પાડવા માટે સક્ષમ થઈ જઈએ છીએ.
દરેક વ્યક્તિ પોતાની રીતે અનન્ય હોય છે એટલે તેનો કોઈ વિકલ્પ ન હોય, પરંતુ સમય જખ્મો ભરે છે. સમય સર્વે દુઃખોની દવા કરે છે એવું આપણે કહેતા હોઈએ છીએ. કેવી રીતે?
લાગણીઓ જે તે સમયે તેની તીવ્રતાની ચરમસીમાએ હોય છે, પરંતુ તેનું તે જ અવસ્થામાં રહેવું શક્ય નથી.
આપણા શરીર અને મનની રચના વર્તમાન સ્થિતિમાં રહેવા માટે, તેનો સામનો કરવા માટે થયેલી છે. એટલે એક લાગણીનું કાયમ માટે ટકી રહેવું તેના માટે હિતાવહ નથી, કારણ કે પછી તેને બીજી લાગણી સાથે પનારો પડશે.
દાખલા તરીકે તમને કોઈ પ્રિય વ્યક્તિના અવસાનના સમાચાર મળે ત્યારે બહુ દુઃખ થાય, પરંતુ થોડા વખત પછી તમારા દીકરાએ બોર્ડ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી તેના સમાચાર આવશે, તો તમારે અવસાનના દુઃખમાંથી બહાર નીકળીને પાસ થયાની લાગણીમાંથી પસાર થવું પડશે. એટલે તે વખતે દુઃખની લાગણીની તીવ્રતા ઘટી જશે.
જીવન આવી રીતે જ ચાલે છે. સમયની સાથે લાગણીની તીવ્રતા ઘટતી જાય છે, જેથી આપણે ચીજોને જુદી રીતે સમજીએ અને મહેસૂસ કરીએ છીએ.

👍5❤1