Telegram Web Link
Revenue Talati Mains Detailed Syllabus .pdf
823.1 KB
📌જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષા ના પેપર-૩, General Studies ના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત

#GSSSB #MAINS #SYLLABUS
6👍1
📌કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક સુચના.
👍10
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

"કરુણા અને સહાનુભૂતિ વચ્ચે શો ફરક?"

સૌથી મોટો ફરક એ છે કે સહાનુભૂતિમાં તમે બીજી વ્યક્તિની બદનસીબી માટે દુઃખ મહેસૂસ કરો છો, જ્યારે કરુણામાં તમે તેને મદદ કરવા માટે ઇચ્છુક હોવ છો.

સહાનુભૂતિમાં દરકાર અને સમજણનું તત્ત્વ હોય છે, પણ જરૂરી નથી કે તે વ્યવહારમાં પરિવર્તિત થાય. કરુણા વ્યવહાર કેન્દ્રિત હોય છે, અને તેમાં વ્યક્તિ તેની ક્ષમતા અનુસાર બીજી વ્યક્તિનું દુઃખ ઓછું કરવા પ્રયાસ કરે છે.

પહેલગામમાં જે લોકો આતંકનો ભોગ બન્યા તેમના માટે બહુ લોકોને સહાનુભૂતિ થઈ હતી, પરંતુ અમુક લોકો કરુણાવશ જખ્મીઓને લોહી આપવા દોડી ગયા હતા.

કરુણામાં સહાનુભૂતિનો (લાગણીને સમજવાનો) ભાવ પણ હોય. તેનાથી વિપરીત, સહાનુભૂતિમાં બીજી વ્યક્તિની અસલી લાગણીને મહેસૂસ કર્યાં વગર પણ દુઃખનો ભાવ હોય.

સહાનુભૂતિ એટલે નિષ્ક્રિય દુઃખ; એમાં તમે (વિવિધ કારણોસર) કશું કરી ન શકો, પણ દુઃખ મહેસૂસ જરૂર કરો.

કરુણા એટલે સક્રિય દુઃખ; એમાં તમે મહેસૂસ કરવાથી આગળ જઈને બીજાના દુઃખને ઓછું કરવા માટે નક્કર પ્રયાસ કરો.
*Happy Morning*
11
👮🏻LRD પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અપડેટ👮🏻

📌વ્યવસ્થા: સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. ક્યાંય પણ અગવડતાનો સામનો કરવો પડતો નથી. ઉમેદવારોને તેમના માર્કસના આધારે બોલાવવામાં આવી રહ્યા છે.

📌માર્કસ: આજે DV માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોના માર્કસ સામાન્ય રીતે 150ની આસપાસ હતા. આના પરથી કહી શકાય કે માર્કસના આધારે ક્રમબદ્ધ રીતે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

📌સરળ પ્રક્રિયા: સમગ્ર દસ્તાવેજ વેરિફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે. અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને દસ્તાવેજોના અભાવે પરત મોકલવામાં આવ્યા હોય એવા સમાચાર નથી.

જરૂરી દસ્તાવેજો અને નોંધ
📌1978 પહેલાના દસ્તાવેજો: જો તમારા પિતા કે દાદાનું LC (લિવિંગ સર્ટિફિકેટ) 1978 પહેલાનું હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી. જો તમારી પાસે 1978 પહેલાનું LC ન હોય, તો તમારે જરૂરી ઉતારા સાથે રાખવા.

📌દસ્તાવેજોની પ્રમાણિત નકલ: શક્ય હોય ત્યાંસુધી પ્રમાણપત્ર 'True Copy' કરીને લઈ જાવા, બાકી દસ્તાવેજની નકલ પર તમારી સહી કરીને નીચે 'સ્વ-પ્રમાણિત' (Self-Attested) પણ કરી શકો છો.

📌ફોટોગ્રાફ્સ : હાલમાં પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવતા નથી, તેમ છતાં સલામતી માટે તમારી પાસે થોડા ફોટા રાખવા.

📌મૂળ દસ્તાવેજો: પ્રક્રિયા માટે તમામ મૂળ દસ્તાવેજો (Original Documents) તમારી સાથે રાખવા જોઈએ.

📌કોલ લેટર અને પોલીસ દાખલો: હાલમાં દોડ (PET) અને પરીક્ષા (Written Exam)ના કોલ લેટરની જરૂર નથી. પોલીસ દાખલાની પણ હાલ જરૂર નથી.

👉સમગ્ર પ્રક્રિયા સુચારુ અને વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.
6👍1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

જીવન એક એવી ફિલ્મ જેવું છે, જેને એક જ વાર જોઈ શકાય. તમે તેને રીવાઇન્ડ ન કરી શકો.

પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક અનુભવ અનન્ય હોય છે. ન તો તે ફરીથી આવે છે, ન તો તેના જેવું ફરી આવે છે. જો બીત ગઈ સો બાત ગઈ.

આનો અર્થ એ થયો કે આપણે એ ક્ષણો અને અનુભવોમાં પૂરેપૂરા રહેવું. પછી એ તક નહીં મળે.

દરેક દિવસે, આપણી વાર્તામાં એક દ્રશ્ય, એક પ્રકરણ ઉમેરાય છે. આપણે તેને જો નિષ્ઠાથી ના નિભાવીએ તો, પછી તેને કાયમ માટે ગુમાવી દઈએ છીએ.

આનંદ બક્ષી સાહેબે "આપ કી કસમ"માં લખ્યું હતું:
આદમી ઠીક સે દેખ પાતા નહીં
ઔર પરદે પે મંઝર બદલ જાતા હૈ

આપણી "ફિલ્મ"ની અગાઉથી લખાયેલી સ્ક્રિપ્ટ નથી હોતી. તેની વાર્તા ક્ષણોમાં અને અનુભવોમાં આપણા વર્તન અને વિચારથી લખાય છે.

એટલા માટે સચ્ચાઈથી, પ્રામાણિકતાથી, નિખાલસતાથી જીવવું, જેથી આગળની વાર્તા જીવવા જેવી બને.

આપણે એક જ વાર જન્મીએ છીએ, એક જ વાર મરીએ છીએ. એમાં તમે જ કિરદાર છો, અને તમે જ દર્શક છો. એટલે જીવવું, અને જોવું, એવી રીતે કે મરવાનો આનંદ આવે.

*Happy Morning*
17👍6👌1
PAK-08-202526.pdf
1.5 MB
GPSC DySO PAK

#GPSC #PAK
1
વિધાસહાયક ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૪ ના ઉમેદવારો માટે અગત્યની સુચના..

#TET
8
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*


*આલ્બર્ટ આઇન્સ્ટાઇને* એકવાર કહ્યું હતું કે,,,
*"લોકપ્રિયતા મળવાની સાથે હું વધુને વધુ સ્ટૂપિડ બનતો ગયો છું."*

૧૯૧૯માં, તેમની થિયરી ઓફ રિલેટિવિટીને વૈજ્ઞાનિક સમુદાયનું સમર્થન મળ્યું પછી, આઇન્સ્ટાઇ એક સેલિબ્રિટી બની ગયા હતા. અખબારોમાં તેમના સમાચાર છપાતા હતા, ફોટોગ્રાફરો તેમને ઘેરી વળતા હતા, તેમને જોવા ભીડ ભેગી થઈ જતી હતી, વિધાર્થીઓ તેમના ઓટોગ્રાફ લેતા હતા.

તેમની આ નવી નવી લોકપ્રિયતાથી રમૂજ અનુભવતા આઇન્સ્ટાઇને તેમના એક વૈજ્ઞાનિક મિત્રને એક પત્રમાં ઉપરની વાત લખી હતી.

આઇન્સ્ટાઇ એકાંતપ્રિય વ્યક્તિ હતા અને બ્રહ્માંડ અંગેની તેમની જિજ્ઞાસાને સંતોષવા સિવાય તેમને કોઈ ચીજમાં રસ નહોતો. તેમને લાગ્યું હતું કે આ વ્યાપક લોકપ્રિયતાથી ઊંડા અને બૌદ્ધિક વિચારો કરવાની તેમની ક્ષમતા ક્ષીણ થઈ ગઇ છે. પરંતુ તે એટલા ઉદાર હતા કે લોકોને નારાજ કરી શકતા નહોતા, અને છતાં પરેશાન પણ હતા કે તેમની એકાગ્રતા આવી લોકપ્રિયતામાં વિક્ષિપ્ત થઈ ગઈ રહી છે.

તેઓ પોતાને એક સાધારણ માણસ માનતા હતા, પરંતુ લોકપ્રિયતાએ તેમને લોકોની નજરમાં મહાન બનાવી દીધા હતા. તેઓ જેવા હતા અને લોકો જેવા માનતા હતા તેનાથી તેઓ ખુદને સ્ટૂપિડ જેવા મહેસૂસ કરતા હતા.

લોકપ્રિયતાનો નશો બહુ ખરાબ હોય છે. તે માણસને બેઇમાન બનાવી દે છે, જીવનની વાસ્તવિકતાથી દુર લઈ જાય છે અને નકલી આત્મગૌરવ આપે છે.
એક માણસનું કામ બીજા માણસ કરતાં મોટું હોઈ શકે, પણ એક માણસ બીજા માણસ કરતાં મોટો ન હોઈ શકે. હોય તો તે સ્ટૂપિડ કહેવાય.

*Happy Morning*
20👏4👌2
5
Dyso objection (3).pdf
10.4 MB
DYSO OBJECTIONS WITH PROOF

Credit : Adv 08 Objection Group
2025/10/04 20:49:11
Back to Top
HTML Embed Code: