Telegram Web Link
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
આપ જાણો જ છો કે દરેક ભરતી પ્રક્રિયા 2 થી 3 વર્ષ એટલે કે 24 થી 36 મહિનાનો સમય લઈ જાય છે. જ્યારે આપણી પાસે આજીવિકાનો કોઈ નક્કર સોર્સ નથી હોતો ત્યારે એક દિવસ પણ બહુ કપરો લાગે છે. આ દિવસોમાં આપે કરેલ સંઘર્ષ આપને યાદ જ હશે. આપ જો કોઈ સારી નોકરી કરતા હોવ અને HCA DV મા આપનુ નામ આવ્યું હોય તો આપને એક વિનંતી છે કે આપ DV ના કરાવશો અને ખરેખર જે મિત્રોને જરૂર છે એવા મિત્રો માટે જગ્યા કરી આપશો.

શ્રવણ ગોહેલ 👍🙏
બોલો લ્યો, આ નકલી અધિકારીઓ અસલી કરતા પણ વધુ સમજદાર હોય છે. કોને, ક્યાં, કેમ ફોન કરીને કામ કરાવવું એ આ લોકોને જબરું આવડતું હોય છે.
આ તો ઠીક છે કે પ્રાંત અધિકારી સાહેબને શંકા ગઈ, પરંતુ અગાઉ બીજા અધિકારીઓ પાસે કામ નહિ કરાવ્યું હોય એ કોને ખબર
???😱
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
Conductor Computer 2024.pdf
282.4 KB
Conductor Computer Solutions 2024
સરકાર પર તમે ગમે તેટલી આશા રાખો, છેવટે તો બધા કોણીએ જ ગોળ ચોંટાડીને વયા જવાના...

GPSC એ પરીક્ષા પદ્ધતિ બદલવાની કોશિશ તો કરી પણ સાચા એક્સપર્ટ મેદાનમાં ઉતારી ના શક્યું!!!

જો આવા ખોટા પ્રશ્નો નહીં સુધરે અને સરકાર પોતાની નીતિ નહિ બદલે તો ભોગવવાનું માત્ર મહેનતુ વિદ્યાર્થીઓના ભાગે જ આવશે....

આશા રાખીએ કે સૌ સારી બાબતો થાય!!!
AI ના જમાનામાં આ લોકો કેવા બુદ્ધિશાળી તજજ્ઞો લઈ આવે છે એ ખબર જ નથી પડતી.
ChatGPT ના જમાનામાં આ લોકો સામાન્ય જ્ઞાન ના જવાબો પણ ચેક કરીને આપી શકતા નથી....
કેટલું જૂનું મોડલ આ લોકો ઉપયોગમાં લેતા હશે????😔
MCQ ના જવાબ ગોતવામાં GPSC ને આવા ફાંફા પડે છે તો Answer Writing માં શું થશે????

આ વાત માત્ર GPSC પૂરતી નથી, આમાં અન્ય બોર્ડ જેવા કે GSSSB, લોકલ બોડીનો પણ સમાવેશ કરી લેવો.

ધન્ય છે મારી ગુજરાત સરકારને કે જેણે 30 વર્ષોમાં એક જ સરકાર થકી શિક્ષણનું સ્તર આટલું બધું ઊંચું લાવી દીધું...😒
વિદ્યાર્થીમિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ છોડો અને રાજકારણ માં ઝંપલાવો... આવા નફ્ફટ અને નાલાયક નેતાઓનો બોજ આપણે ક્યાં સુધી સહન કરીશું???
નગર પાલિકાની ચૂંટણીમાં નાના પાયેથી શરૂઆત કરવી એ રાજકીય કારકીર્દીની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
હજુ હમણાં થોડા સમય પહેલા જ #પોલીસ_સ્ટેશનમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયા #આઉટ_સોર્સિંગથી ભરવાની નક્કી થયેલું પરંતુ અગત્યની માહિતીની ગોપનીયતા રહે એ માટે આઉટ સોર્સિંગ ના બદલે સરકારે કાયમી અધિકારીઓની નિમણુંક કરવાની માગણી સ્વીકારેલ.

પરંતુ

📌👉🏼થોડા દિવસ બાદ પોલીસ વિભાગમાં જ
#IT_Expert એટલે કે પોલીસ સ્ટેશનના દરેક ડિજિટલ કાર્યો જેવા કે કમ્પ્યૂટર, કેમેરા, રેકોર્ડ, ટ્રેનિંગ............ વિગેરે જેવી ખૂબ જ અગત્યની અને સંવેદનશીલ બાબતો માટે રાતો રાત #આઉટ_સોર્સિંગ થી ભરતી બહાર પાડીને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. ઓફિસ ક્લાર્ક જેવી અગત્યની પોસ્ટ માટે પોલીસ વિભાગમાં આઉટ સોર્સિંગથી ભરતી પ્રક્રિયા અયોગ્ય છે તો IT Expert જેવી મોટી પોસ્ટ માટે સરકાર કેમ જોખમી પગલુ લેવા માંગે છે તે સમજાતું નથી ???? 🤔

📌IT Expert પોસ્ટના કાર્યની ગંભીરતા જોતા આઉટ સોર્સથી ભરતી કરવી બિલકુલ યોગ્ય જ નથી કારણ કે અનુભવી અને ટેલેન્ટેડ લોકોને સરકાર આઉટસોર્સ થી ભરતી કરીને શું સાબિત કરવા માંગે છે ? તે તો સવાલ છે જ પરંતુ
#સૌથી_ગંભીર બાબત એ છે કે આ પદ પર રહીને કોઈ ડેટા નો ગેર ઉપયોગ થયો તો ? ન કરે નારાયણ ને કશી અગત્યની માહિતી લીક થઈ ગઈ તો એના માટે #જવાબદાર_કોણ ?🤔

📌પ્રજાની પ્રાઇવેટ એટલે કે અંગત ડેટા/માહિતી જોખમમાં મુકાઇ શકે છે કે ગેર ઉપયોગ પણ થઈ શકે છે. તાત્કાલિક આં નિર્ણય ઉપર ફેર વિચારણા થવી જોઈએ અને પહેલા તો આ અતિ મહત્વના પદની જવાબદારી જેને પણ કામ સોંપવામાં આવે
#accountability ફિકસ થવી જોઈએ.

📌સરકાર અને નાગરિક માટે આ પગલું ઘાતક સાબિત થઈ શકે છે.
📌ખૂબ ગંભીરતા પૂર્વક આની ઉપર પુનઃ વિચારણા થવી જોઈએ.

https://x.com/YAJadeja/status/1884646348500459776?t=o4zm2Ohxove4zbjBETkXTw&s=35
IT_Expert ભરતીની સૌથી નકારાત્મક બાબતો:
1. ભરતી પ્રક્રિયા સપૂર્ણ મૌખિક ઇન્ટરવ્યુ આધારિત છે.
2. મૌખિક ઇન્ટરવ્યુ ના કોઈ માર્ક્સ આપવામાં આવતા નથી માત્ર સીધું જ સિલેક્શન લિસ્ટ આપવામાં આવે છે.
3. પેલેથી લઈને છેલ્લે સુધી ઉમેદવારોને કઈ રીતે, કઈ બાબતો પર મૂલ્યાંકન કરવામાં આવશે એની કોઈ પારદર્શિ રૂપ રેખા ઉપલબ્ધ જ નથી.
4. માનો કે સારા ઉમેદવારો સિલેક્ટ થઈ ગયા, તો પણ 11 માસ પછીનું ભવિષ્ય એક વાર વિચારવા જેવું છે.
આજે હું થોડા કામ બાબતે નજીક ના પોલીસ સ્ટેશન માં ગયેલો અને થોડીવાર લગભગ અડધી કલાક જેટલો સમય પોલીસ સ્ટેશન માં કાઢેલો.

આ દરમ્યાન મને જોવા મળેલ કે સાયબર ક્રાઇમ ના લગભગ 5 થી 6 કેસ આવેલા હતા, ત્યાર બાદ મે અધિકારી જોડે વાત કરી તો જાણવા મળ્યું કે રોજના 250 થી 350 કેસ આવે છે.

આ કેસની વિગતો જોતા ખ્યાલ આવ્યો કે મોટા ભાગના કેસોમાં લોકોને ઓનલાઈન ઠગવામાં આવેલ છે અને ભણેલા ગણેલા લોકોએ 15000 થી 182000 જેટલા પૈસા ગુમાવ્યા છે.

લાલચમાં આવીને લોકો કોઈ પણ બાબત જોયા વિના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટેલીગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા માધ્યમમાં આવતી જાહેરાતો પર આંધળો વિશ્વાસ મૂકીને પૈસાનું રોકાણ કરીને પૈસા ગુમાવતા હોય છે. આ પૈસા પરત મેળવવા ખૂબ અઘરા છે પરંતુ પોલીસ વિભાગમાં આમાં ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે.

હંમેશા એક તકેદારી રાખવી કે કોઈ પણ લોભ કે લાલચમાં આવીને ઓનલાઈન કોઈ પણ જાહેરાત પર વિશ્વાસ કરવો નહીં અને જો કઈ પર થાય તો 1930 પર ફરિયાદ લખાવી...
ટેકનોલોજી ની તો સાવ પથારી ફેરવી નાખી છે આવા લોકોએ...
મને લાગે કે આમાં તો પેપર પણ વાંચવું નહીં પડ્યું હોય!!

આને શું સમજવું? પેપર સેટરની લાપરવાહી કે ચતુરાઈ???
વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
મોટા ભાગની ટેલીગ્રામ ચેનલમાં આ પ્રકારની એક જાહેરાત આવે છે. આ જાહેરાત પર ક્લિક કરતા તમને PK Online shopping એવી ચેનલમાં લઇ જવામાં આવશે અને ત્યાર બાદ ત્યાંથી તમને 86193 થી શરૂ થતા વૉટ્સએપ નંબર પર ડાઇવર્ટ કરવામાં આવશે. અહીં આપને એક ના દશ ગણા પૈસાની જાહેરાત અને અલગ અલગ QR કોડ મળશે. આ પ્રકારના QR કોડ મા પૈસા જમા કરાવવા નહીં. આ લોકો પૈસા લઈને ગાયબ થઈ જશે. ખોટી લોભ કે લાલચમાં ફસાવવું નહીં.હંમેશા સતર્ક રહેવું.
વિદ્યાર્થીમિત્રો, જો સોશિયલ મિડીયાના માધ્યમથી આપને કોઈ લાલચ આપીને પૈસા કમાવવની ખોટી જાહેરાત આપતું હોય તો આપ એને ભારત સરકારની સાઈટ
https://cybercrime.gov.in/Webform/cyber_suspect.aspx
અને ગુજરાત સરકારની સાઈટ
https://sancharsaathi.gov.in/sfc/
ઉપર સસ્પેક્ટ એક્ટિવીટી તરીકે રજીસ્ટર કરી શકો.
આ ઉપરાંત આપ 1930 પર કોલ કરીને 4 નંબર દબાવીને આપ સસ્પેક્ટ ટેલિગ્રામ, વોટ્સઅપ કે કોઈ પણ પ્રકારના ફ્રોડ બનતા પહેલા આવા લોકોની માહિતી આપી શકો.
HD કેમેરાથી શું વાંધો છે???

જો ખરેખર તમને પેપર ફૂટવાની પધ્ધતિ ખબર જ હોય તો લીકેજ ને થીંગડા મારો ને!!! આ તો એવું થયું કે પાણીની પાઈપ લીકેજ છે તો પાણી જ બંધ કરી દેવાનું!!!
ટેકનોલોજીની સાથે કઈ રીતે અપડેટ રેવું એ પણ દરેક સરકારી સંસ્થાઓ એ શીખવું જ પડશે નહિ તો આવનાર સમયમાં આવતા નવા પ્રશ્નોના સમાધાન સરકાર દ્વારા શક્ય જ નહીં બને!!!
2025/07/07 22:13:14
Back to Top
HTML Embed Code: