Telegram Web Link
બાંગ્લાદેશના રાજકારણમાંથી હસીના અને ખાલીદા ઝિયાની બાદબાકી થઈ જાય એવો નિષ્ફળ પ્રયત્ન 2008ના જનરલ ઇલેક્શનમાં કરાયેલો. અમેરિકાએ યુનુસને સિવિક સોસાયટી તેમજ રાજનૈયિક ચેનલ થકી ટેકો આપ્યો પણ એ સમયે રાજકીય પ્રવાહો કાદવમિશ્રિત હતા અને ગાળો ઘણો ટૂંકો હતો એટલે 2008માં યુનુસે કેરટેકર ગવર્ન્મેન્ટનું નેતૃત્વ કરવાની તૈયારી નહોતી બતાવી.
એની જગ્યાએ ડૉ. ફખરુદીન અહેમદ બાંગ્લાદેશની સેન્ટ્રલ બૅન્કના પૂર્વ ગવર્નરને આ જવાબદારી સોંપાઈ. તેનાં પરિણામો બધાં જ માટે અણધાર્યાં આવ્યાં.
અવામી લીગ બાંગ્લાદેશની ચૂંટણીઓ જંગી બહુમતી સાથે જીતી ગયું અને એણે લાગલગાટ પંદર વર્ષ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યા. હસીના અને ખાલિદા ઝિયા તો ન જ જોઈએ એ માન્યતાને ટેકો આપનાર ‘માઇનસ-2’ થિયરીના આર્કિટેક હજુ પણ કાર્યરત છે અને મહમંદ યુનુસની વચગાળાની સરકારને ટેકો આપી રહ્યા છે. આને કારણે બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થયો છે.
મિલિટરી અથવા વિદ્યાર્થી નેતાઓ બેમાંથી એકેય યુનુસને પૂરેપૂરા વિશ્વાસપાત્ર ગણતા નથી. એ સિવાય મહંમદ યુનુસે જે વહીવટીતંત્ર સાથે કામ કરવાનું છે તે એનું એ જ છે, જેના પર આક્ષેપ છે કે શેખ હસીનાએ ચૂંટણીઓમાં ગે૨રીતિઓ કરવા માટે તેમજ વિરોધીઓને કચડી નાખવા માટે તેને ઊભું કર્યું હતું. આ તંત્રને પાછું વિશ્વસનીય બનાવવા અને નિષ્પક્ષ રીતે કામ કરે તે માટેના સુધારા-વધારા કરવામાં તો વર્ષો લાગશે.
બાંગ્લાદેશમાં સરકારી તંત્રનો જે ઢાંચો શીખ હસીનાએ પાછળ મૂક્યો છે, તેની પાસેથી કોઈ પણ પ્રકારનું કામ અસરકારક અને નિષ્પક્ષ રીતે લેવું તે લોઢાના ચણા ચાવવા જેવું છે. યુનુસ કોઈ ચમત્કાર કરી બતાવે એવી અપેક્ષા રાખવી માત્ર ગેરવ્યાજબી જ નહીં પણ લગભગ પાણી વલોવીને માખણ કાઢવા જેવી અતાર્કિક છે.
અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે, બાંગ્લાદેશમાં એપ્રિલ, 2026માં સામાન્ય ચૂંટણીઓ થશે એવી યુનુસની વાતમાં ઘણી શંકા-આશંકાઓ વ્યક્ત કરવામાં આવે છે અને કેટલાક તો આ આખીય રમત નેશનલ સિટિઝન પાર્ટીને મદદ કરવા માટે યુનુસ રમી રહ્યા છે એવો આક્ષેપ પણ કરે છે.
એકબાજુ અવામી લીગ ઉપર પ્રતિબંધ છે અને એ દેશનિકાલની સ્થિતિમાં જીવે છે, ત્યારે BNPનો દાવો છે કે એ બાંગ્લાદેશની લોકશાહી ચળવળમાં ભરોસો રાખતા મોટા ભાગનાનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ સિટિઝન પાર્ટીને ચૂંટણીઓ મોડી થાય તે ગમશે કારણ કે, એની રચના હજુ હમણાં ફેબ્રુઆરી, 2025માં થઈ છે. NCP પાસે હજુ રજિસ્ટ્રેશન પણ નથી અને સ્વાભાવિક રીતે આ કારણસર તળ-જમીન કક્ષાએ નેશનલ સિટિઝન પાર્ટી પાસે માળખું કે કાર્યકરોની સંરચના થકી ઊભું થયેલ તંત્ર પણ નથી. આમ, બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ શકશે એ બાબતમાં હજુ કોઈ નિશ્ચિત અનુમાન થઈ શકે એવું નથી અને ત્યાં સુધી મહંમદ યુનુસની અગ્નિપરીક્ષા ચાલુ રહેશે.
સ્વરૂપ Says:નામનું ચક્ર ગ્રીકની જેમ ફરે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-wheel-of-the-name-spins-like-a-greek-135324548.html

સ્વરૂપ સંપટ મારી ભત્રીજી સાથે હું ખરીદી કરવા ગઇ અને મેં તેને શું ખાવું છે, તે પૂછ્યું તો એણે જવાબ આપ્યો, ‘ફોઇ!’
મને નવાઇ લાગી, ‘હેં…?’
‘ફોઇ…’ એણે આંખો પટપટાવતાં ફરી કહ્યું. ‘મને નથી ખબર, કદાચ ચાઇનીઝ કે પિત્ઝા, પણ મને ચાઇનીઝ વધારે પસંદ નથી, કેમ કે તેનાથી વજન વધે છે અને ચાઇનીઝમાં ચોખા વધારે હોય છે. મને નથી ખબર, હું મેક્સિકન કે એવું કંઇક ખાઇશ.’
હું તો દંગ જ થઇ ગઇ, મોમો અને મીસો વચ્ચે. મને નવાઇ લાગી કે કઇ રીતે આ લોકો (પેઢી) આટલી બધી વાતોને સાવ ટૂંકાણમાં કહી જે છે અને છતાં તેઓ કોઇ તારણ પર તો આવતાં જ નથી. હા, જેન ઝેડ… ભલે ને શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે? આ પેઢીઓના આડેધડ નામ કોણ રાખે છે?
પેઢીઓના ચિત્રવિચિત્ર નામકરણ
આપણે પ્રારંભથી જ અથવા લગભગ તેની આસપાસથી શરૂ કરીએ. બેબી બૂમર્સ (જેઓ લગભગ 1946થી 1964ની વચ્ચે જન્મ્યા હોય). સૌપ્રથમ આવે જનરેશન એક્સ (1965-1980). તેમના માટે ‘એક્સ’ કેમ? એ પેઢી અસ્પષ્ટ, થોડી નિરાશાજનક, ખાસ કરીને ‘પંક રોક’ હેરસ્ટાઇલ, ‘એમટીવી’ અને બ્રાન્ડેડ કુર્તા પહેરેલી જોવા મળતી… થોડી ચિંતનપ્રિય, જરા નિરાશાજનક એવી ભારતની આ પેઢી જે તેમના સરકારી નોકરી કરતાં માતા-પિતાથી અલગ દેખાવા માગતી હતી.
પરંપરા અને આધુનિકતા વચ્ચે, ભારત અને ઇન્ડિયા વચ્ચે વહેંચાયેલી આ પેઢી. તેઓ થોડો વિરોધ કરતા. ડાયરીમાં કવિતાઓ લખતાં, કદાચ એક્ટિંગ માટે પણ પ્રયત્ન કર્યો હોય અથવા ‘પોતાની જાતને શોધવા’ ટ્રેનમાં લાંબી મુસાફરી કરી હોય… પણ ‘બૂમર્સ’ની જેમ મોટેથી વિરોધ કરવાને બદલે ‘જેન એક્સ’ ઘણીવાર ઘોંઘાટિયું-ધમાલિયું સંગીત ( ગ્રંજ મ્યુઝિક) વગાડતાં, કટાક્ષો કરતાં અને ખભા ઉલાળીને વાત કરતાં.
એ પછી ‘મિલેનિયલ્સ’ આવ્યા (1981-1996). એ લોકો નવી સદીની આસપાસ જન્મ્યા હોવાને કારણે તેમને ‘મિલેનિયલ્સ’ કહેવામાં આવતા, ઘણા જેન વાય તરીકે પણ ઓળખતા. મિલેનિયલ્સ એવા લોકો હતા, જેમણે ઇન્ટરનેટનો આરંભ જોયો હતો અને ટેક્ તથા થેરપી બંને માટે ગિનિ પિગ જેવા હતા.
એ પછીનો જમાનો આવ્યો ‘ટિકટોક’ ડાન્સ ટ્રેડનો જેને આપણે આવતાં જોયો જ નહોતો : ‘જેન ઝેડ’ (1997-2012). ‘ટેક-નેટિવ’ (ટેક્નોલોજી શીખનાર - તેઓ એ વખતે જન્મ્યાં હતાં). સામાજિક રીતે જાગૃત સામાજિક મુદ્દાઓ, ક્લાયમેટ ચેન્જ, ફેમિનિઝમ, એલજીબીટીક્યૂ+ અધિકારો, જાતિભેદ વગેરે મુદ્દાઓ પર અત્યંત સજાગ), ફોનકોલ્સ પ્રતિ અણગમો (તેના બદલે મેસેજીસ, ઇમોજીસ અથવા વોઇસ ચેટ્સ ચાલે પણ ખરેખર વાતચીત નહીં કરવાની) અને જૂની પેઢીની માફક આઇસ્ડ કોફી કે ગરમ ચા બનાવવાની. તેઓ પોતાના પ્રત્યે સ્પષ્ટ છે કે અમે કઇ રીતે કામ કરીએ છીએ, ખાઇએ છીએ, બોલીએ છીએ અને ડેટ પણ કરીએ છીએ!
હવે જાણીએ ‘જેન આલ્ફા’ને (2013 પછી જન્મેલાં). પ્રાઇમરી સ્કૂલમાં માંડ એડમિશન મેળવ્યું હોય, પોતાના લેંઘાની નાડી બાંધતા ભલે ન આવડતી હોય, તે પહેલાં ‘આઇપેડ’નો ઉપયોગ કઇ રીતે કરવો તેમાં નિષ્ણાત હોય!
નામનું ચક્ર આખું ગ્રીકની જેમ ફરે છે. આ નામમાત્ર લેબલ જ છે. તે એક આખી સંસ્કૃતિનું ટૂંકમાં વર્ણન છે: કઇ રીતે લોકો વાતચીત કરે છે, તેમને શેની કિંમત હોય છે, કઇ રીતે તેઓ મીડિયાને અપનાવે છે અને તેમને કઇ બાબતનો સ્ટ્રેસ રહે છે. દરેક પેઢી વિચારે છે કે તેમના પછીની પેઢી કાં તો ખૂબ આળસુ હશે અથવા ખૂબ હોશિયાર હશે, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતી હશે અથવા વાસ્તવિક જીવનમાં સાવ મૌન રહેનારા હશે. જોકે ભાષા અને નામ - પણ આપણને જણાવે છે કે એ પેઢી પોતાના માટે શું વિચારે છે.
જેન ઝેડની જ વાત કરીએ. તેમણે આપણને ‘બ્રો’, ‘જક્કાસ’ જેવા શબ્દો આપ્યા, પણ તેમાં આંખો પહોળી કરીને કરેલો વ્યંગ્ય છે. તેઓ ના કહેવાને બદલે એમ કહેશે કે ‘સીન નહીં હૈ’ અથવા જો તમે તેમને થોડી પણ ઉતાવળ કરવાનું કહો, તો તરત સાંભળવા મળશે, ‘ચિલ કરો યાર, ઇતની ભી ક્યા અરજન્સી હૈ?’
ગયા અઠવાડિયે મારી બહેનપણીના દીકરાને મેં એક ગીત મોકલવાનું કહ્યું, તો એનો જવાબ હતો, ‘બેટ.’
મેં પૂછ્યું, ‘બેટ શું?’ એ ફરીથી બોલ્યો, ‘કંઇ નહીં… બેટ…’
પછીથી મને જાણવા મળ્યું કે હવે ‘બેટ’ એટલે ‘ઓકે…’. એક સાવ સાદો શબ્દ, એનો કેટલો વિશાળ અર્થ! આ જનરેશનલ નામો અને શબ્દો જે તેમની ઓળખ છે.
‘બૂમર્સ’ (1946-1964) : પ્રગતિ અને સફળતામાં માનતા. તેઓ નોકરીઓ, વિકાસ પરિવાર વિશે આશાવાદી હતા.
‘જેન એક્સ’ (1965-80) : ભ્રષ્ટાચાર, ડિવોર્સ, જોબનો સ્ટ્રેસ અને કોઇ પણ સિસ્ટમમાં વિશ્વાસ ન મૂકવા જેવી સમસ્યાઓ જોતાં મોટાં થયાં. ‘મિલેનિયલ્સ’ (1981-96): તેમણે સફળ થવા માટે અથાગ પરિશ્રમ કર્યો, પણ જોબ ક્રાઇસિસ, વધારે પડતાં દબાણનો સામનો કરવો પડ્યો. તેઓ સતત થાકેલા અને બર્નઆઉટ મોડમાં રહેતાં.
જેન ઝેડ (1997-2012) : તેઓ કહેતા, ‘નિયમોનું આંધળું અનુકરણ શા માટે?’ તેઓ દરેક બાબત અંગે પ્રશ્ન કરતા, પોતાની ઓળખ માટે લડતા. ‘જેન ઝેડ’ જાતિ અને નાતિનાં રૂઢિચુસ્ત બંધનોને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલું જ નહીં, તેમણે તેને મિટાવી જ દીધાં. તેઓ કોઇ પણ ચોકઠામાં ભરાઇને રહેવા ઇચ્છતા નહોતા. કદાચ એટલા માટે જ તેમની અભિવ્યક્તિ અત્યંત સ્પષ્ટ, મુક્ત અને થોડીઘણી અસ્પષ્ટ ખીજભરી હતી.
જૂની પેઢીએ નવી પેઢીની નવીન બાબતો, સાંકેતિક ભાષાને વિચિત્રતાની દૃષ્ટિએ ન જોવી જોઇએ. ‘જેન ઝેડ’ માટે જૂની પેઢીએ જજમેન્ટલ ન બનવું. જેન ઝેડ’ માટે જૂની પેઢીએ જજમેન્ટલ ન બનવું. તેમણે નવી પેઢીને સાંભળવી જોઇએ. તેમની પાસેથી શીખવું અને તેમની સાથે મ‌ળીને હસવું. ક્યારેક માત્ર ‘ફોઇ!’ કહીને મોજ કરવી. ‘જેન આલ્ફા’ સિવાય કોઇનેય ચોકઠામાં ભરાઇ રહેવું ગમતું નથી, તે સ્ક્રીન, વાઇ-ફાઇ અને ‘સ્વિગી’ના નાસ્તા સાથે આવે છે.
લક્ષ્યવેધ:‘જે આવડે એ લખતો, જે પૂછ્યું છે એ નહી’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/i-write-what-i-can-not-what-im-asked-to-write-135324551.html

`મારી નોકરી સુરત હતી. મારું ઘર વડોદરા છે. હું કેટલાક મિત્રો સાથે રહેતો હતો પણ રજાઓમાં બધા ઘરે ગયા હતા. એટલે હું એકલો હતો. પરીક્ષા માટે માંડ મહિનાનો સમય બચ્યો હતો. મને થોડું તાવ જેવું હતું. જમ્યો પણ નહોતો. અશક્તિ હતી. થોડું પાણી પીધું. આડો પડ્યો ને પછી ઊભો થઈને વૉશરૂમ તરફ ગયો. એકાએક મને ચક્કર આવ્યા અને હું પડી ગયો. મને માથા પર કંઇક વાગ્યું, કદાચ ટેબલની ધાર. હું બે-ત્રણ મિનિટ સુધી બેભાન અવસ્થામાં જ પડી રહ્યો. ભાનમાં આવ્યો તો જોયું કે ફ્લોર આખો લોહી લોહી છે. કપડાં પર પણ લોહી ચોંટ્યું છે. પાણી વડે માથું સાફ કર્યું ત્યારે ખબર પડી કે સારું એવું વાગ્યું છે. મિત્રને બોલાવ્યો અને સીધા સારવાર માટે ગયા.
એ ક્ષણે એ જ વિચાર આવ્યો કે જીવન કેટલી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું છે. સિવિલ સેવા પરીક્ષા તો જીવનની કેટલીય પરીક્ષાઓમાંની એક પરીક્ષા છે. જીવન જ સૌથી મોટી પરીક્ષા છે.' ભાર્ગવ મકવાણા પોતાના જીવનમાં સમજ પાથરનારા અનુભવને યાદ કરી રહ્યા છે.
દેશ જ્યારે આઝાદીના પચાસ વર્ષ ઊજવી રહ્યો હતો ત્યારે 15 ઑગસ્ટ, 1997ના દિવસે ભાર્ગવ મકવાણાનો જન્મ વડોદરામાં થયો. મમ્મી-પપ્પા મૂળ અમદાવાદથી. રેલવેમાં ફરજ બજાવતા પિતા ઉજ્જૈનમાં નોકરી કરતા.
શિશુકાળ ઉજ્જૈનનો અને પછી તમામ શિક્ષણ વડોદરામાં જ. ગ્રેજ્યુએશન માટે ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો. કોડિંગ કરવાની તમન્ના હતી પણ કોલેજના બીજા વર્ષમાં ખ્યાલ આવ્યો કે જેવું ધાર્યું હતું એવું છે નહીં. વિચારમાં કદાચ કોઈ 'બગ' ઘૂસી ગયો હશે.
એ ગાળામાં કોલેજના કેટલાક સિનિયર સિવિલ સર્વિસની તૈયારી કરતા હતા. સ્ક્રીન સામે બેસી રહેવું કાંટાળાજનક લાગતું. મધ્યમ વર્ગીય પરિવારોમાં સિવિલ સેવા વિશે સામાન્ય રીતે થોડી જાણકારી કે પ્રભાવ હોય છે. આમ સિવિલ સેવા તરફ આકર્ષણ વધ્યું, પરંતુ આઇ. ટી. ક્ષેત્રનું આકર્ષણ પણ તીવ્ર હતું. કેમ્પસ પ્લેસમેન્ટમાં મોટી મોટી કંપનીઓ આવતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો આખો યુગ ખૂલી રહ્યો હતો. સાથે ભણતા મિત્રો મોટા પૅકેજ સાથે નોકરીઓ મેળવી રહ્યા હતા.
આવા સમયે પ્લેસમેન્ટથી પોતાની જાતને દૂર રાખીને સિવિલ સર્વિસ પરીક્ષા માટે મન મક્કમ રાખવું એ એક યુવા વિદ્યાર્થી માટે પડકારજનક જ નિર્ણય હોય. આ નિર્ણયમાં પરિવાર સાથે રહ્યો એ મોટી થાપણ.
મમ્મીની તબિયત થોડી નરમ રહેતી અને એ જ સમયમાં કોરોના લોકડાઉન પણ લાગી ગયું. વડોદરા ઘરે બેસીને જ તૈયારી ચાલુ કરી. ઈન્ટરનેટ હાથમાં હોય એટલે દુનિયાભરની વાંચન સામગ્રી આંગળીના ટેરવે રમતી હોય. આ જ ગાળામાં જી. પી. એસ. સી.ની તૈયારી કરી અને એ પહેલા જ પ્રયાસમાં તેઓ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ બની ગયા. નોકરી સાથે યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાની તૈયારી ચાલુ રાખી.
પહેલા પ્રયાસમાં તૈયારી કરીને પેપર આપ્યું પણ પહેલીવારમાં જાણે કોઈ લૅન્ડમાઇન પર પગ મૂકતા હોઈએ એમ ઓએમઆર શીટના કુંડાળા ભરાતા જાય. કોઈ પણ જગ્યાએ ખોટું કુંડાળું માઇનસ માર્ક્સ તરફ લઇ જાય. પરીક્ષાખંડમાં આત્મવિશ્વાસ ડગે. આખા વર્ષના આયોજન અને ગણિત ખોટાં પડતાં જાય. ભાર્ગવ મકવાણા સાથે પણ એમ જ બન્યું ને પહેલો પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યો.
લગભગ 80-90 મોક ટેસ્ટ આપીને પ્રીલિમિનરીમાં તો મહારથ મેળવી લીધી પરંતુ મેન્સ માટે મહેનત નહોતી કરી. જનરલ સ્ટડીઝ અને એથિક્સ જેવા વિષયો તેમજ વૈકલ્પિક વિષયોની થોડી તૈયારી પ્રીલિમિનરી પહેલાં કરી લેવી હિતાવહ છે. તેમનું લખાણ નબળું પડી રહ્યું હતું. તેઓ કહે છેઃ 'શરૂઆતમાં હું મને જે આવડે છે એ લખતો, જે પૂછ્યું છે એ નહી.' પોતાની મર્યાદાઓ ધ્યાનમાં આવી અને પછી તેમણે મૌલિક લખાણ લખવાની શરૂઆત કરી.
શરૂઆતનાં તેમનાં લખાણ અને નિબંધ યાંત્રિક હતાં. અલગ અલગ કવોટ્સ અને ડેટાનું પેચવર્ક હતું. પોતાના વિચારો ઉમેરતા જ એમનાં લખાણમાં એક સ્વાભાવિક પ્રવાહ આવી ગયો. લેખકો કે ચિંતકોના વિચારો એક આધાર છે જેના પરિપ્રેક્ષ્યમાં તમે આજના સમાજને જોઈ સમજી શકો. કોઈ પણ વિચાર કેટલો પ્રાસંગિક છે એ તપાસો એટલે સમાજ વ્યવસ્થાનો નાનકડો એક્સ-રે ઉમેદવારની આંખમાં છપાઈ જાય છે.
ભાર્ગવભાઇ ક્રિકેટના શોખીન. ક્રિકેટ ફેન તરીકે ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની જીતે પણ ઉમેદવાર તરીકે ઉત્સાહ આપેલો કે કેવી રીતે એક અન્ડરડૉગ ટીમ ધીરજથી આગળ વધીને જીતી શકે છે.
ચાર પ્રયાસોની નિષ્ફ્ળતા પછી પાંચમા પ્રયાસે પર્સનાલિટી ટેસ્ટના દરવાજા ખૂલે છે. ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મમાં આપેલી વિગતોના આધારે પ્રશ્નોત્તરી સંવાદ થાય છે. ગુજરાતમાં આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર તરીકે કાર્યરત હોવાથી ટેક્સને લગતા પ્રશ્નો પુછાશે એવું સ્વાભાવિક અનુમાન હતું જ. ‘ગિફ્ટ સિટી’ જેવી સિટી દેશના અન્ય રાજ્યોમાં બનવી જોઈએ કે
કેમ? પાડોશી દેશોની આર્થિક બાબતો ઉપરાંત ભાર્ગવભાઇ પોતે આઇ. ટી. એન્જિનિયર હતા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાર્જ લેન્ગવેજ મૉડેલ જેવા સવાલો ઉપરાંત એ સમયે ચર્ચામાં રહેલા ચાઈનીઝ એ. આઈ. મોડેલ 'ડીપ સીક' વિશે સવાલો પુછાયા.
ભાર્ગવભાઈના લક્ષ્યવેધમાં તેમના પરિવારનો ફાળો મુખ્ય રહ્યો. એકલપંડે તૈયારી કરતા હોઈએ ત્યારે ઉમેદવાર સાથે તેના પરિવારે પણ ધીરજની કપરી કસોટીમાંથી પસાર થવું જ પડે છે. 2025માં ઓલ ઈન્ડિયા રેન્ક 803 સાથે ભાર્ગવ મકવાણા લક્ષ્યવેધ કરે છે. }
અમલપિયાલી:જે જડે છે તે હંમેશાં ખોવાયેલું હોય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-rooted-is-always-lost-135324556.html

વિનોદ જોશી જડી, જડી હું જડી
હરિને માઝમ રાતે જડી,
મંદિર ઉપર ધજા ચડે એમ
હુંય ઢોલિયે ચડી....
- રમેશ પારેખ
સાહિત્યના પંડિતોએ શૃંગારને રસરાજ કહ્યો છે. તત્ત્વને સમજનારાઓને શૃંગારમાં કદી સાત્વિકતાનો લોપ થતો નથી દેખાયો. તેમાં પવિત્રતા જ દેખાઈ છે. કવિ કાલિદાસ હોય કે નરસિંહ મહેતા હોય, ઉત્કટ શૃંગારને એમણે મન ભરીને ગાયો છે.
શૃંગારમાં થતું ભાવોનું ઊર્ધ્વીકરણ સાંસારિક ઘટમાળને વિસારે પાડી દેનારું હોય છે. પોતાની જાતને પણ ભુલવાડી દેનારું હોય છે. તેમાં નિમગ્ન હોય તે પંડથી પર થઈ જાય છે અને પરમ સાથે એનો તંતુ જોડાઈ જાય છે.
મીરાંની આ ચેતનાનો અનુભવ કરનાર આપણા આ કવિએ અહીં નારીની આવી તીવ્રતમ અનુભૂતિને શૃંગારની સર્વોત્તમ કક્ષાએ મૂકી આપી છે.
એ ત્રણ વાર `જડી’ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આપણે સમજવાનું એ છે કે જડી તે પૂર્વે તો પોતે ખોવાઈ ગયેલી જ હતી. એનું કોઈ ઠામઠેકાણું નહોતું. કોઈ આધાર નહોતો. જરા વધુ વિચારીએ તો સમજાશે કે પોતે કોઈને જડી છે.
પોતે કોઈને શોધવા નીકળી નહોતી. કોઈએ એને શોધી કાઢી છે. આ વાત બહુ નિરાળી છે. પોતે કોઈને જડી ગયાનો ઉન્માદ `જડી’ શબ્દના ત્રણ વાર થતા ઉચ્ચારણમાં વ્યક્ત થયો છે.
જે જડે તે પોતાની જગ્યાએથી ખસી શકે તેમ ન હોય. અહીં `મળી’ એમ નથી કહ્યું તેમાં જ આ વાત સમજાઈ જાય છે કે સામેચાલીને પોતે ગઈ નથી. એ જડી આવી છે.
પણ પોતે જેને જડી આવી છે તે તો હરિ છે. જેની પોતે સદા કામના કરતી રહેતી તે જ આ હરિ હશે. તેથી તો એનો ઉમળકો એકાએક વધી ગયો. વળી હરિને પોતે જડ્યાનો સમય પણ મધરાતનો છે. કોઇની દખલગીરી નહીં. મનગમતું એકાંત. અને તેવે સમયે પોતે કોઈને જડી ગઈ. આનાથી રૂડું બીજું શું હોય?
જે જડે છે તે હંમેશાં ખોવાયેલું જ હોય છે. મળે છે તે તો શોધેલું કે સામેથી આવેલું હોય છે. ક્યાં ખોવાયેલી હશે આ મુગ્ધા? જેને પરમ પ્રેમની ઝંખના હશે તેવી એ હળવેથી ઢોલિયે ચડી. જેના કાન સરવા હશે તેવા સહૃદયોને એકવાર પ્રયોજાયેલો ‘ચડી’ શબ્દ પણ અહીં ત્રણ વાર સંભળાશે. ઢોલિયે ચડવાની એની ગતિ શાલીન છે. એ અથરી, રઘવાઈ કે ઉતાવળી પ્રેમિકા નથી. મંદિર ઉપર ધજા ચડે તેમ એ ઢોલિયે ચડી છે. મંદિર અને ધજાનો સંદર્ભ પ્રેમતત્ત્વની ગરિમા અને ઊંચાઈને આપોઆપ ચીંધી આપે છે. મંદિર અને ધજા સાથે ઢોલિયો પણ જોડી દઈ કવિએ પ્રિયતમના સંગાથની પાર્થિવ પણ ઊંચેરી ભૂમિકા રચી આપી છે.
ઢોલિયે ચડતી પ્રિયતમાનું ગતિશીલ ચિત્ર બહુ નમણું છે. એના હૃદયમાં રહેલા પ્રેમના કંપનો ધજાના ફરકાટ સાથે મેળ ખાય છે. આ ઢોલિયો જ જાણે કે એનું મંદિર છે. તેના આશ્રયે જે થાય તેને પૂજાનું સાત્વિક ગૌરવ આપવાનું છે તેવું અહીં આપોઆપ સમજાઈ જાય છે.
પંક્તિમાં તો એટલું જ છે કે પોતે હરિને જડી અને પછી ઢોલિયે ચડી. પરંતુ અહીં આટલું જ હોત તો આ કવિતા ન હોત. મંદિર અને ધજાના સંદર્ભથી ઢોલિયા પરના સહવાસનું સંબંધની પવિત્રતામાં થતું ઊર્ધ્વીકરણ અહીં જોઈ શકાય છે.
મધ્યકાળના કવિ દયારામ એમનાં એક પદમાં ‘તુજ સરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’ એવું કૃષ્ણનાં મુખે ગોપી માટે બોલાવડાવે છે. તેમાં ગોપીની અવહેલનાનો ભાવ જોનારને જો એ સમજાય કે આવું કહીને કૃષ્ણે ગોપીને પોતાના ચરણમાં સ્થાન આપી દીધું, તો એમને આ ઢોલિયાનો શૃંગાર કેટલી સાત્વિક ઊંચાઈ સુધી વિકસે છે તે સમજાય.
કવિતા સરવાળે તો અવ્યક્તને જ વ્યક્ત કરતી હોય છે. તે આનંદ આપે તેટલું જ આમ તો પૂરતું છે, પણ સાથે સાથે તે આપણી સમજની પરીક્ષા પણ કરે ત્યારે તેનું સૌંદર્ય ઓર નીખરી આવે છે. આપણી સરેરાશ સમજનું ઊર્ધ્વીકરણ થાય ત્યારે આવો શૃંગાર અનુપમ રસનો ભંડાર બની જાય છે. }
તર...બ...તર:રાષ્ટ્રની નસોમાં નવશક્તિના સંચારનું નવસંસ્કરણ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/rejuvenating-the-flow-of-energy-in-the-veins-of-the-nation-135324557.html

હરદ્વાર ગોસ્વામી સ્વામી વિવેકાનંદ જ્યારે જયપુરમાં હતા ત્યારે ખેતડીના મહારાજાએ એક સંગીત નૃત્યની મહેફિલમાં પધારવા આમંત્રણ આપ્યું. આ મહેફિલમાં એક નૃત્યાંગના ગાવાની હતી. સ્વામીજીએ એમાં આવવાનો ઈન્કાર કર્યો કારણ કે તેઓ સંન્યાસી હતા અને ભોગવિલાસથી તેઓ દૂર રહેતા હતા.
નૃત્યાંગનાએ કહ્યું ‘થોડીવાર પધારી શકો તો એ અમારા માટે ધન્ય ઘડી હશે.’ સ્વામીને નૃત્યાંગનાની અદબ અને આદર ગમ્યાં પણ વિનમ્રતાપૂર્વક કહ્યું, ‘માતા, મને ક્ષમા કરો, તમારી કલા માટે માન છે પણ હું આ પ્રકારના કાર્યક્રમમાં જતો નથી.’
આ સાંભળીને નૃત્યાંગનાને લાગી આવ્યું. તે કરુણ ઘેરા સૂરે સૂરદાસનું પદ ગાવા લાગી… ‘પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો….’
નૃત્યાંગનાનો સ્વર સાંભળીને સ્વામીજી અભિભૂત થઇ ગયા. વિવેકાનંદને લાગ્યું સંન્યાસીએ બધા પદાર્થો અને વ્યક્તિઓને બ્રહ્મની દૃષ્ટિએ જોવા જોઈએ. પછી એ મહેફિલમાં જોડાયા. નૃત્યાંગનાએ અદભુત પ્રસ્તુતિ કરી.
સ્વામીજીએ આંખમાં આંસુ સાથે નૃત્યાંગનાને કહ્યું, ‘મા, હું તમારો દોષી છું. આ ખંડમાં આવવાનો ઇન્કાર કરીને હું તમારું અપમાન કરવા જતો હતો. તમારા આ કરુણ ઘેરા ગીતે મારા અંતરાત્માને જગાડી દીધો છે.’ (વિવેકાનંદ, એ બાયોગ્રાફી : સ્વામી નિખિલેશ્વરાનંદ, 1987, પૃ. 105)
નૃત્યાંગનાએ કહ્યું કે ‘આજે મેં જાણે મંદિરમાં નૃત્ય કર્યું હોય તેવું લાગ્યું.’ સ્વામીજીએ કહ્યું કે ‘હું પણ તમારી કલા નિહાળીને ખૂબ પ્રભાવિત થયો છું. પરમહંસ પછી તમે મારા બીજા ગુરુ છો. તમે મને શીખવ્યું કે કોઈ વસ્તુને જોયા જાણ્યા વિના એના વિષે અભિપ્રાય બાંધવો યોગ્ય નથી.’
દતાત્રેયએ 24 ગુરુ બનાવ્યા હતા એમ વિવેકાનંદે અનેક ગુરુ બનાવ્યા હતા. સામાન્ય માણસ પાસેથી અસામાન્ય વાત જાણવા મળે તો એમને તેઓ ગુરુ બનાવતા હતા. દરેક માણસમાં ઓછામાં ઓછી એક વિશેષતા તો હોય. એને નાણવા અને જાણવા નરી નજર જોઈએ. વિવેકાનંદ પાસે એ દીર્ઘ દૃષ્ટિ હતી. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એની ફલશ્રુતિ પહેલા વિચારી લેતા હતા.
એમના યુવાનો વિશેના વિચારો પણ યુવા હતા. ‘અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિના સંચારની... ફળની આસક્તિ રાખ્યા સિવાય કર્મશીલતા અપનાવો... કામ કરો, કામ કરો, કામ કરો. મોતની ઘડી સુધી કામ કરો. પૈસાની ચિંતા ન કરો. તે તો ઉપરથી વરસશે. બધાં જ મહાન કાર્યોની પ્રગતિ ધીમી રહેવાની... ધૈર્યવાળો માણસ અંતે જીતે છે. જીવનમાં શ્રદ્ધા રાખો કે તમારો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે.’
કુરકુરિયાં ભસવાથી ડરી જશો નહીં. અરે આકાશના વજ્ર પ્રહારથી પણ ડરશો નહીં... અત્યારે આપણે પાંચ-છ સિંહોની જરૂર છે પછી તો સેંકડો શિયાળિયાં પણ ઉત્તમ કામો કરી શકશે. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી પચ્યા વગર ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો મનુષ્ય ઘડનારા, જીવન ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી નાખ્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
એમની બુદ્ધિપ્રતિભા શિક્ષકો કરતાં પણ સારી હોવાથી એને શાળામાં બહુ મજા આવતી ન હતી. એટલે ઘરે જ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. નરેન્દ્રની યાદશક્તિ અતિ તીવ્ર હોવાથી એકવાર સાંભળેલું કે વાંચેલું તરત યાદ રહી જતું હતું.
સાત વર્ષની નાની ઉંમરે રામાયણના કેટલાય શ્લોકો કંઠસ્થ કરી લીધા અને ‘મુગ્ધબોધ’ સંસ્કૃત વ્યાકરણ પણ શીખ્યું. વિદ્યાર્થી કાળમાં નરેન્દ્રને રમતગમત અને સાધુઓ સાથે સત્સંગ કરવો બહુ ગમતો. ઘરે કોઈ સંત આવે તો એને ઓરડામાં પૂરી દેતા, જો એમ ન કરે તો કાં તો સંત સાથે વાતોએ વળગે અથવા એમની સાથે ચાલવા લાગે.
હિન્દુસ્તાનની અલૌકિક આધ્યાત્મિક પવિત્ર પરંપરાનું નવસંસ્કરણ કરનાર વિવેકાનંદનો જન્મ કોલકાતાના ખ્યાત વિદ્યાનુરાગી અને ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. મકરસંક્રાંતિમાં નરેન્દ્રનો જન્મ. આ ગાળામાં જન્મ લેનાર વ્યક્તિ મહાન બને છે એવી માન્યતા છે.
માતા ભુવનેશ્વરીદેવીએ બાળપણમાં જ નરેન્દ્રને આપણાં શસ્ત્રોથી વાકેફ કર્યાં હતાં. તેઓ અંધશ્રદ્ધા સામે હંમેશાં આકરા પાણીએ થતા. બંગાળી અને અંગ્રેજી સાહિત્યનું ખૂબ વાચન કર્યું. ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી કૉલેજમાં લીધું.
વેણીગુપ્ત અને અહમદખાન પાસે સંગીતનું વિધિવત્ પ્રશિક્ષણ પણ લીધું. અભ્યાસ દરમિયાન સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા. કોલકાતામાં 1898માં પ્લેગની જાળમાં સૌ ફસાયા હતા ત્યારે વિવેકાનંદ કોલકાતામાં રહીને લોકોની સેવા કરી હતી.
રાયપુરની મુસાફરી દરમિયાન તેમણે શતરંજમાં પણ માહેર હાસલ કરી હતી અને નાટ્યશાસ્ત્રના પણ અભ્યાસી હતા. એમનામાં અનેકવિધ પ્રતિભાઓ પડેલી હતી. પિતાનું મૃત્યુ થતા નરેન્દ્ર પર યુવા અવસ્થામાં ઘરની મોટી જવાબદારી આવી ગઈ. ઘર ચલાવવા બાર બાર કલાક કામ કર્યું. ‘જિંદગીનો આ પણ એક રંગ છે’ એમ કહી મુસીબતની પણ મજા લીધી. અગવડતામાં આરાધના કરી.
તેઓ દક્ષિણેશ્વર ગયા અને શ્રી રામકૃષ્ણની નિશ્રામાં એમની આધ્યાત્મિક આલમ ફરી જાગૃત થઇ. પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને ‘વિવેકાનંદ’ થયા. પછી ભારતીય આધ્યાત્મિક ઈતિહાસમાં એક નવું ઉજ્જવળ પૃષ્ઠ ઉમેરાયું. સનાતનના સંદેશ સાથે સમગ્ર ભારતની પરિક્રમા કરી.
ગુજરાત સાથેના એમનાં સહૃદય સંસ્મરણો છે. એમના વિદેશ જવાનાં બે કારણ હતા ‘સનાતન ધર્મનો વિસ્તાર અને ધન કમાઈને લાવવું અને દેશના દુઃખી બાંધવોનો ઉદ્ધાર થાય.’ જ્યારે જ્યારે વિદેશ જવા સ્ટીમરમાં બેસતા ત્યારે ત્યારે દેશ આંખોમાંથી ઓઝલ ન થાય ત્યાં સુધી માતૃભૂમિને એકીટસે નીરખ્યા કરતા. વિશ્વખ્યાત લેખક મેક્સમુલર કહે છે, ‘વેદ અને ઉપનિષદમાં સંસારની જે સંકલ્પના પ્રસ્તુત થઇ છે એ વિસ્મય પમાડનારી છે’.
સ્વામીજી જ્યારે ઇંગ્લૅન્ડમાં ગયેલા ત્યારે ઑક્સફોર્ડમાં મેક્સ મૂલર સાથે મુલાકાત થઈ હતી.
સંન્યાસી બન્યા પહેલા ભોજન કરવામાં બહુ રસ હતો. તેમણે ફ્રેન્ચ કુકિંગનો ઍન્સાઈક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો અને વેદ પછી ખરીદેલા. સતત વિચારતા રહેતા હોવાથી સળંગ ઊંઘ કદી આવતી નહીં. 15 મિનિટ થાય અને આંખ ખૂલી જ જાય. એટલે જ કોઈને પણ ક્યારેય કામ હોય તો વિવેકાનંદ તૈયાર હોય, એટલે જ એમને બધા અડધી રાતનો હોંકારો કહેતા.
શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ‘બહેનો અને ભાઈઓ’નું સંબોધન આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે. ‘ઊઠો, જાગો અને 5GB ડેટા ન પતે ત્યાં સુધી મંડ્યા રહો’વાળી પેઢીએ વિવેકાનંદનું વ્યક્તિત્વ વાંગ્મય સમજવાની જરૂર છે.
આવજો...
દુઃખનાં પંખીઓને તમે તમારા માથા પર ઊડતાં રોકી શકતા નથી પણ તેમને તમારા માથા પર માળો બાંધતા તો જરૂર રોકી શકો છો. (ચાઇનીઝ કહેવત) }
કામદહન . પાર્થ વ્યાસ પ્રકરણ- 2 : રતિ:‘પદ્મસંભવ સાથે શું કર્યું તમે મા’દેવ?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/kamadahan-partha-vyas-chapter-2-rati-135334824.html

ન્મનું, કર્મનું કે સંજોગોનું સગપણ તો બધાનું હોય જ છે, પણ અમુક આત્માઓ એકબીજા સાથે અનંતકાળ માટે જોડાયેલા હોય છે. બસ આવો જ કંઈક સંબંધ હતો પદ્મસંભવ અને રતિનો. બાળપણના મિત્ર હતા બંને. પછી ક્યારેક એકબીજાના સહાધ્યાયી બન્યા, ક્યારેક પ્રતિસ્પર્ધી, ક્યારેક શત્રુ તો ક્યારેક તારણહાર. એમનેય નહોતી ખબર કે એમના સંબંધને શું નામ આપવું?
પોતાનો ગુસ્સો ઠારવો હોય તો પણ, ભૂલ કબૂલવી હોય તો પણ, વાદવિવાદ કરવો હોય તો પણ, ચિંતા કરવી હોય તો પણ, સ્વપ્નો સજાવવાં હોય તો પણ અને ઉત્સવ ઊજવવો હોય તો પણ-બંનેને વાતો કર્યાં વગર ચાલતું જ નહોતું.
ઇન્દ્રના મંત્રીમંડળમાં કામદેવ તરીકે જવાબદારી સંભાળતો હતો પદ્મસંભવ, તો રતિ હતી સ્વર્ગની નિશાપ્રહરી એટલે કે રાત્રિની રખેવાળ. પદ્મસંભવની શક્તિ હતી પ્રેમ, તો રતિની શક્તિ હતી અંધકાર. બંને પાસે ફક્ત સાંજનો સમય બચતો એકબીજાની આંખોમાં આંખો નાખીને વાતોના વડાં કરવા માટે. એ સાથે વિતાવેલી અમુક પળમાં બંને આંખો ભરી લેતાં, થાય એટલું જીવી લેતાં.
પછી આખા દિવસના કામથી થાકેલો પદ્મસંભવ ઘેર જતો અને રતિ પોતાના કામે જવા નીકળતી. જીવન અઘરું જ હોય છે. હા, જો પ્રેમ હોય તો થોડું ખુશનુમા જરૂર બની જતું હોય છે. પદ્મસંભવનું કામ એ જ હતું- લોકોના જીવનમાં પ્રેમ લાવવાનું, પણ અત્યારે રતિના જીવનમાંથી પ્રેમ ગાયબ થઇ ગયો હતો. એ એકલી પડી ગઈ હતી. પદ્મસંભવ મા’દેવને શોધવા નીકળ્યો તેને ઘણા દિવસો થઇ ગયા હતા. રતિને લાગ્યું કે પદ્મસંભવ મુશ્કેલીમાં છે એટલે એ હિમાલય પહોંચી ગઈ.
‘પોતાને સમજે શું છે આ મા’દેવ? એને શું એટલી બધી વ્યસ્તતા છે કે હજારો લોકોના જીવ જતા રહે તો પણ મદદ કરવા બે ઘડી આંખો ના ખોલે?’ પગ પછડાતી અને ગુસ્સામાં બરાડતી રતિ, થોડેક દૂર, બાજુના શિખર પાછળ ઊભી ઊભી પદ્મસંભવને જોતી રહી.
***
કોઈ પણ પદાર્થની રચના થાય છે ત્રણ પ્રકારના કણ દ્વારા-પ્રોટોન એટલે કે બ્રહ્મા, ન્યુટ્રોન એટલે કે વિષ્ણુ અને ઇલેક્ટ્રોન એટલે કે શિવ. સમસ્ત બ્રહ્માંડ આ ત્રણ કણો દ્વારા જ બનેલું હોય છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને શિવ વિનાશરૂ કરે છે. હિમાલયમાં ખુલ્લા ડીલે પલાંઠી વાળીને બેઠેલા મા’દેવ કોઈ જેવી-તેવી વ્યક્તિ નથી. એમની દોરવણી પર જ બ્રહ્માંડનો દરેકે-દરેક ઇલેક્ટ્રોન પરમાણુની નાભિની આસપાસ અવિરત ઘૂમરી ખાતો હતો.
પોતાની ત્રીજી આંખ થકી મા’દેવ નદીની માફક વહેતા ઇલેક્ટ્રોન પર નિરંતર નજર રાખતા, કારણ કે ભૂલેચૂકે જો તેમનું ધ્યાન ભટકે તો આ ઇલેક્ટ્રોન ક્ષણવારમાં સૃષ્ટિનું અસ્તિત્વ ભૂંસી દેવા સક્ષમ હતા અને કંઈક એવું જ થયું જયારે પદ્મસંભવે મા’દેવની ત્રીજી આંખમાં બાણ મારી દીધું!
તત્કાળ મા’દેવની ત્રણેય આંખો એકસાથે ખૂલી ગઈ. લલાટ પર બિરાજમાન એમની ત્રીજી આંખે પહેલાં ડાબે જોયું પછી જમણે જોયું અને પછી સામે જોયું તો ત્યાં કામદેવ ઊભો હતો. જ્યાં જ્યાં તેમની નજર પડી ત્યાં ઇલેક્ટ્રોન હારાકીરી કરતા સીધા પરમાણુની નાભિમાં પ્રોટોન તરફ ધસી ગયા. હવે તે કોઈના નિયંત્રણમાં ન હતા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના અથડાતાં જ ત્યાંથી ઊર્જાનો અધધ ધોધ વહી નીકળ્યો અને પદ્મસંભવ તથા કુશુ સહિત ત્યાં જે કંઈ પણ હતું તે સટ્ટ કરતાંક અદૃશ્ય થઇ ગયું.
દૂરથી આ જોઈ રહેલ રતિના મોઢામાંથી ચીસ નીકળી ગઈ: ‘પદ્મા…’ મા’દેવે તરત પોતાની ત્રણેય આંખો પાછી મીંચી દીધી અને પાછા તપસ્યામાં પોરવાઈ ગયા. જીવનમાં ક્યારેક આ પળ આવશે એવું રતિ એ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. એને કંઈ જ ખબર નહોતી પડી રહી કે એક જ ક્ષણમાં શું થઇ ગયું!
મધ્યાહ્ન હતો, સૂર્ય માથે જ તાપી રહ્યો હતો. તેના પ્રભાવમાં રતિ પોતાની શક્તિઓ પણ વાપરી શકતી નહોતી. હિમાલયના શૈત્ય પવનોની સામે અફળાતી, બરફમાં ડગ માંડતી રતિ તુંગનાથના બીજા શિખરથી ચાલતી નીકળી પડી મા’દેવ સુધી પહોંચવા માટે.
દરેક ક્ષણ એને એક વર્ષ જેટલી લાંબી લાગી રહી હતી. મનમાં વિચારોના જ્વાળામુખી ફાટી રહ્યો હતો અને ગુસ્સાનો તો પાર જ નહોતો. સાંજ થતાં સુધીમાં તે આખરે એ પડતી-આખડતી ચંદ્રશિલા પાસે પહોંચી. મા’દેવ હજી પણ ત્યાં જ બેઠા હતા, અવિચળ, પોતાની અનંત સાધનામાં લીન.
એક પણ ક્ષણ ગુમાવ્યા વગર એ તાડૂકી ઊઠી. ‘મા’દેવ! આંખો ખોલો નહીં તો સારું નહીં થાય!’ આ કોઈ વિનંતી કે પ્રાર્થના નહોતી, ખુલ્લી ધમકી હતી! પણ જે કામદેવના પાંચ-પાંચ શક્તિશાળી બાણ સામે ના ડગે તે મા’દેવને કોઈની ધમકીથી ક્યાં ફરક પાડવાનો હતો? એ તો બેઠા રહ્યા ત્યાંના ત્યાં જ.
રતિએ ફરીથી ત્રાડ નાખી. ‘પદ્મસંભવ સાથે શું કર્યું તમે મા’દેવ? એ ક્યાં છે?’ હવે રતિનો અવાજ કર્કશ અને શરીર ગરમીથી લાલચોળ થઇ ગયું હતું. જે એક-બે આંસુડાં તેના ગાલ પર પહેલાં વહેતાં હતાં તે હવે સુકાઈ ગયાં હતાં.
ભલે એના મગજમાં કંઈ પણ ચાલતું હોય, પણ આ વખતે રતિએ પોતાના અવાજને ધીમો રાખતાં કહ્યું, ‘પદ્મસંભવ તમારા જ ભક્તોનો જીવ બચાવવા માટે તમારી મદદ માગવા આવ્યો હતો મા’દેવ! તો મારી વિનંતી છે કે એ જ્યાં પણ હોય ત્યાંથી તમે એને પાછો લાવી દો.’
મા’દેવ ત્યાં જ બેઠા રહ્યા. એ તો એમની તપસ્યામાં એટલાં મગ્ન હતા કે એમને કંઇ નહોતું સંભળાતું. પરંતુ ગુસ્સામાં તરબોળ રતિને એ નહોતું સમજાતું. આજે જ્યાં રતિ મા’દેવ સામે આંખો કાઢીને ઊભી હતી, ગઈકાલે તે જ જગ્યાએ પદ્મસંભવ ઊભો હતો મા’દેવ સામે, બે હાથ જોડીને મદદની ભીખ માગતો.
જોકે, બેમાંથી એકેયનું મા’દેવ આગળ કંઇ ચાલ્યું તો નહીં જ. રતિએ પશ્ચિમ તરફ જોયું, આખરે સૂર્ય અસ્ત થઇ ગયો, રાત પડી અને રતિનું રાજ શરૂ થયું.
રતિએ આંખો બંધ કરી એક ઊંડો શ્વાસભર્યો તો તેને દેખાયો પોતાના પદ્માનો સુંદર ચહેરો અને એનું મોહક સ્મિત. પછી તો જાણે યાદોનું ઘોડાપૂર આવ્યું અને એનો શ્વાસ રૂંધાઈ ગયો! બેચેનીમાં રતિએ અચાનક આંખ ખોલી અને કાન ફાડી નાખે એવી પોક મૂકી. હિમાલયની પર્વતમાળા જાણે ભૂકંપ આયો હોય તેમ ધ્રૂજી ઊઠી અને ઠેર ઠેર ભૂસ્ખલન થવા લાગ્યું. હાડકાંની પાર નીકળી જાય એવી ચીસથી દરેક જીવ ફફડી ગયો. રતિએ હવે પોતાની શક્તિઓ પરનું નિયંત્રણ ખોઈ દીધું હતું.
પછી તો જાણે રાફડામાંથી એક પછી એક હજારો સાપ સડસડાટ બહાર નીકળી રહ્યા હોય તેમ તેના સુંદર રીતે ગૂંથેલા કેશ ફૂલોને ફગાવતાં ચારે દિશામાં ફેલાવા માંડ્યા! એકાદ-બે લટોએ મા’દેવનો પણ ભરડો લીધો. ધીમે ધીમે એમની આસપાસ પણ ગાળિયો કસાવા માંડ્યો. થોડી જ વારમાં રતિની જટાઓ આખી પૃથ્વી ફરતે વીંટળાઈ ગઈ અને પછી એ બન્યું જે પહેલાં કદી કોઈએ જોયું કે સાંભળ્યું નહોતું. પૃથ્વી રતિના કેશમાં ધરતી જકડાઈ ગઈ અને ગોળ ફરતી બંધ થઇ ગઈ. દિવસ-રાત થવાનું ચક્ર રોકાઈ ગયું.
એક તરફની ધરતી ગરમ થવા માંડી, સૂર્યના તાપથી કારણે નદી-તળાવનું પાણી હવામાં ઊડી જવા લાગ્યું અને જળાશયોનાં તળિયાં દેખાવાં માંડ્યાં. ધૂળનાં તોફાનો બધાં જ ગામ-શહેરોને ધમરોળવાં માંડ્યાં. ઠેકઠેકાણે ધગધગતો લાવા બહાર ધસી આવવા લાગ્યો અને પશુ-પક્ષીઓ અસહ્ય ગરમીથી હેરાન-પરેશાન થઇ ગયાં.
તો બીજી તરફની પરિસ્થિતિ એકદમ હતી. એ તરફની પૃથ્વી ઠરીને ઠીકરું થવા માંડી. વાદળ ફાટવાં માંડ્યાં અને અનરાધાર વરસાદ ચાલુ થઇ ગયો. દરિયામાં રાક્ષસી મોજાં ઉછાળાં મારવા લાગ્યાં. પહાડોમાંથી નીકળતી નદીઓ થીજી જવા માંડી. ચારેબાજુ ઠંડક વ્યાપી ગઈ અને દરેક જીવ ધ્રૂજતો થઇ ગયો.
પહેલાં થોડા હજાર લોકો અસુરના ચેપથી મરી રહ્યા હતા પણ હવે જ્યારે રતિએ પૃથ્વીને બાનમાં લીધી હતી ત્યારે એકસાથે લાખો જીવો ટપોટપ મોતને હવાલે થવા માંડ્યા હતા. પૃથ્વીનું ધરીભ્રમણ રોકાઈ જવાથી સૃષ્ટિમાં વિનાશ રેલાઈ રહ્યો હતો અને બ્રહ્માંડનું સંતુલન પણ ખોરવાઈ રહ્યું હતું.
લોકોએ જીવનની આશા લગભગ છોડી જ દીધી હતી પણ ત્યારે જ વીજળીના કડાકા-ભડાકા અને આંખ આંજી નાખે તેવા ચમકારા સાથે આકાશમાંથી ઘેઘૂર અવાજ સંભળાવા લાગ્યો અને તરત જ હિમાલયની ઘાટીઓમાં ગુંજવા લાગ્યો.
મા’દેવની સામે એકીટશે તાકી રહેલી રતિ અચાનક શરૂ થયેલા આ અવાજથી ચમકી ગઈ અને અવાજની સાચી દિશા જાણવા ચારે બાજુ જોવા લાગી.
ના જાયતે મ્રિયતે વા, ના જાયતે મ્રિયતે વા
રાશિ-નક્ષત્રોની પાર, એણે ફરીને ફરી જન્મવું પડશે,
સ્વયંની તલાશમાં, એણે ફરીથી બળવું પડશે,
જેમ આજે તારકનો છે, કાલે શમ્બરનો સમય આવશે,
ત્યારે રુક્મિણી-નારાયણના પારણે ઝૂલશે એ પદ્મસંભવ,
પુષ્પધન્વા અનંગનો આ અંત નહીં આરંભ છે રતિ,
ના જાયતે મ્રિયતે વા- એની આત્મા અમર છે રતિ,
ના જાયતે મ્રિયતે વા, ના જાયતે મ્રિયતે વા
આકાશવાણી સાંભળી અને આખરે ચોધાર આંસુએ રડતી રતિએ ધરતીને બંધનમુક્ત કરી. એને સમજાઈ ગયું કે હવે કોઈ બીજો રસ્તો નહોતો. લોકોનો જીવ લઈને એનો પદ્મા તો પાછો જીવતો થવાનો નહોતો. હવે એણે બસ શમ્બરના સમયની રાહ જોવાની હતી. શમ્બરના સમયમાં શું થવાનું હતું? }(ક્રમશ:)
જીવનના હકારની કવિતા:મેળવવું અને મળવું…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/getting-and-getting-135334834.html

જો એક ટુકડો જમીન મળી જાય
તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું
જો નદી મળી જાય
તો હું એમાં હોડી ચલાવી શકું
અને જો વૃક્ષ મળી જાય
તો એની ગાઢ છાયામાં બેસી રહું
અને કોઇ મળી જાય મનનો મીત
તો દિલના તમામ દરવાજા ખોલી નાખું!
અને જો મળે કોઇ સાથી-સંગાથી
તો એની સાથે જાઉં સાગરના સંગમ સુધી
અને જો મળી જાય એક મંઝિલ
તો નિરૂદ્દેશ યાત્રા પર નીકળી પડું
અગર જો પામી જાઉં ક્યાંક પ્રેમ
તો ઈશ્વરની પાસે મોકલી દઉં થોડાંક અક્ષરો!
સંજીવ ચટ્ટોપાધ્યાય
અનુ: સુશી દલાલ
ળવવું અને મળવું-એ બંનેની ઝંખના જિંદગીભર રહે છે. ઝંખના પૂરી થયા પછી પણ આગળ વધે છે. જેની પ્રાર્થનામાં ‘સ્વ’ હોય તે સ્વાર્થી બને છે જેની પ્રાર્થનામાં ‘સહુ’ સમાય તેનું જીવન સ્વયમ પ્રાર્થના બને છે. પ્રસ્તુત આખી બંગાળી કવિતામાં ‘મેળવવું’ – સમાંતરે ચાલે છે. મેળવી લીધા પછી ‘મળવું’ આપોઆપ સર્જાય છે.
જેને ‘મળવું’ છે એના માટે જ મેળવવાની તાલાવેલી પ્રગટી છે. અકસ્માતથી મળે તો ક્યારેક નસીબ વહાલું લાગે છે. મહેનત કર્યા પછી પણ ન ફળે તો શ્રદ્ધા ડગમગી જાય છે. કવિતા સ્તુતિગાન નથી. મહિમામંડન માટે પણ કવિતા ન હોય! એમાં સીધેસીધું સોંસરવું અને આડકતરું પણ આરપાર નીકળતું હોય છે. જીવનના તમામ તબક્કા પાસે કશુંક કહેવાનું હોય છે. અધૂરું રહી ગયેલું હોય છે. કવિતા લખીને કે વાંચીને જે ‘કશુંક’ છે એને પૂર્ણ કર્યાનો સંતોષ અગત્યનો બની જાય છે.
જમીનનો ટુકડો કવિને જોઇએ છે, પણ ફૂલ ઉગાડવાં માટે. ફૂલો ઊગી જાય પછી ગમતી વ્યક્તિના સાંનિધ્યમાં વધુ મહેંકી શકે એના માટે. માગવાનું અને મેળવવાનું–એ બંને શબ્દનો પોતાનો અર્થ અને પ્રભાવ છે. નદી કોઇ એક વ્યક્તિની જાગીર નથી. છતાંય ઝંખનાનો રૂઆબ ઓછો નથી હોતો!
હોડી સામેના કિનારે પહોંચવા માટે જ નથી હોતી! ગમતી વ્યક્તિની સાથે સહેલ કરવાની ઇચ્છા પણ નદીના વહેણને વધુ ધસમસતું બનાવે છે. વૃક્ષ ઊગે અને ઊગેલું વૃક્ષ ઓળખીતાં વ્યક્તિની જેમ મળે–એ બંને જુદી સ્થિતિ છે. જાણીતી વ્યક્તિની જેમ વૃક્ષ મળે ત્યારે એની છાયામાં હોવી જોઇએ એવી આપણી સાથેની શોધ કયારેય પૂરી થાય છે ખરી? ઘરના દરવાજા દરેક માટે ખુલ્લા હોય છે પણ હૃદય ખોલી શકાય એવા જણને શોધવામાં જે પસાર થાય છે એને જ તો જીવનનું નામ આપવું પડે છે!
જેની સાથે પ્રવાસ કરવાનું પસંદ કરેલું એની સાથે યાત્રા આપોઆપ જોડાઈ ગઈ. મંજિલ પણ મળી ગઈ. હવે જે સફર શરૂ થવાની છે એમાં કોઈ ઉદ્દેશ નથી. સહજ છે. મંજિલ કે પડાવ વગરની યાત્રા છે. એમાં થાક કે ઉતાવળ નહીં હોય. પહોંચવાની તાલાવેલી પણ નહીં હોય. ચાલવાનો માત્ર આનંદ જ હશે. નદી અને સાગરના સંગમ સ્થળે હોય છે એવું રમ્ય સ્વરૂપ જેની સાથે ચાલવામાં અકારણ અનુભવવું છે એને કશું જ કહેવું નથી. બસ પામવું છે. પામ્યા પછી જો શબ્દો કે અક્ષરો સાંપડશે કે મળશે તો એને પણ ઈશ્વરની પાસે જ મોકલી દેવા છે.
આખા કાવ્યમાં ઝંખના હારોહાર ચાલે છે. એની સાથે જ ગમતી વ્યક્તિ જોડે મૌન સંવાદ મહાલે છે. કવિ એને કવિતામાં ઢાળે છે. આસ્વાદક ભાવકની આંખે વાળે છે. આમ ‘મળવું’ અનાયાસે ‘મેળવવું’ માં પરિણમે છે. ભીતરનો આનંદ કશા જ ટેકા વગર પ્રકાશ કરતાં પણ વધારે ગતિએ પહોંચતો અને પમાતો હોય છે. એ જ જગ્યા પણ માર્ગ અને મંજિલ એક થઈ જાય છે. }
રાગ બિન્દાસ:લે જાયેગી દુલ્હનિયાં, દિલ ભી, જાન ભી, માલ ભી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-brides-will-be-taken-with-their-hearts-lives-and-possessions-135334836.html

ટાઈટલ્સ: પ્રેમ, વહેમ ને વેરમાં કશું અશક્ય નથી! (છેલવાણી)
75 વર્ષના એક અમીર પુરુષે એકદમ સુંદર ને યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યાં. વડીલનાં સગાંવહાલાં–મિત્રોને ઇર્ષા થઇ કે સાહેબને આ ઉંમરે આટલી સુંદર છોકરી મળી? સમાજમાં જાત જાતની વાતો થવા માંડી.
એક વખત અમીર પુરુષે પત્નીને પૂછી જ નાખ્યું, ‘સાચું કહે, કે તેં મારી સાથે મારી 75 કરોડની સંપત્તિ માટે જ લગ્ન કર્યાં છેને?’
‘ના… ના… 75 કરોડ કરતાં 100–200 રૂ. ઓછા હોત તો પણ તમારી સાથે લગ્ન કરત જ ડાર્લિંગ!’ યુવાન પત્નીએ આંખ મારીને કહ્યું.
દુનિયા, ભલે ખૂબ એડવાન્સ થઈ જાય, આપણે ભલે સાઇકલ ઉપર ચાંદ પર પહોંચી શકીએ પણ લગ્ન માટે વર-કન્યાની ગમે તેટલી તપાસ–જાસૂસી કરાવીએ પણ માણસનું મન, એનાં અતલ ઉંડાણનો તાગ ક્યાંથી મળે?
હમણાં લગ્ન બાદની પ્રેમલીલામાં જબરદસ્ત ઝટકાવાળી સત્યકથા બની છે… કહે છેને કે–‘ઇશ્ક કે દરિયા મેં, જો ડૂબ ગયા સો પાર!’ આવી જ કંઇક દિલ ડુબાડતી ઘટના, સોલાપુર પાસેના પાંગરી ગામમાં ઘટી. ત્યાંના ટેક્સી ડ્રાઇવર શંકરને રૂપાલી સાથે પ્રેમ થયો ને લગ્ન થયાં, પણ લગ્ન બાદ રૂપાલીને શંકરના મિત્ર ગણેશ સાથે પ્રેમ થઇ ગયો.
શંકરે ગણેશને આ લફરાબાજી બંધ કરવા ધમકી આપી. એક રાતે પ્રેમી ગણેશે, પતિ શંકરને ખૂબ દારૂ પિવડાવ્યો ને પછી ગણેશ અને રૂપાલી નશામાં ધૂત એવા શંકરને ગામના તળાવ પાસે લઇ ગયા. ગણેશે, શંકરને તળાવમાં ધક્કો માર્યો પણ નશાને કારણે શંકર સાથે ગણેશનું પણ તળાવમાં ડૂબીને વિસર્જન થઇ ગયું!
બિચારી રૂપાલી ડૂબતી નજરે, ડૂબતા પતિ અને પ્રેમીની ડબલ વિદાય જોતી જ રહી ગઇ! હવે સવાલ એ ઊભો થયેલો કે રૂપાલી, નવો પતિ શોધશે કે પ્રેમી? પણ એ પહેલાં પોલીસે જ રૂપાલીને શોધીને પકડી પાડી.
ઇન્ટરવલ
પ્રેમ ગલી અતિ સાંકરી,
જા મેં દો ન સમાય. (કબીર)
હા, માન્યું કે હવે ટેક્નોલોજીને લીધે માણસના ભૂતકાળ કે પાછલા જનમ સુધી ખોદકામ કરી શકાય છે. ડિજિટલ જાસૂસીના યુગમાં વર–કન્યા વિશે ‘ફેસબુક’, ‘ઇન્સ્ટાગ્રામ’, ‘લિંકડઇન’ જેવાં સોશિયલ–મીડિયા પરથી જૂની પોસ્ટ પરની વાતો, લાઇકસ, કોમેન્ટસ જાણી શકાય કે પછી બેંક રેકોર્ડ અને લોન લેવાનો ઇતિહાસ ઝાટકીને માણસના ચારિત્ર્યનો એક્સ–રે કઢાવાય છે. તોય યુ.પી., બિહાર કે પંજાબ–હરિયાણામાં લગ્નોમાં છેતરપિંડી સૌથી વધુ થાય છે.
હમણાં ભારતભરમાં ચગેલા કિસ્સામાં, એક સોનમબહેને, મેઘાલયમાં જે રીતે પતિનું મર્ડર કરાવ્યું એ વિશે જે રોજેરોજ આંટીઘૂંટી આવે છે, એ તો ‘હરિ અનંત, હરિ કથા અનંતા’ જેવી વાત છે. સોનમનો સનસનીખેજ ઘટનાક્રમ જોઇને ક્રાઇમ સિરિયલો લખનારા લેખકોએ સામૂહિક આત્મહત્યા કરવાના દિવસો આવી ગયા છે!
આજકાલ શહેરો કરતાં ગામડાંઓમાં છેતરપીંડીના સમાચારો, હાસ્ય–રહસ્યકથાઓ જેવા દિલકશ ને દમદાર હોય છે. ‘ગામડું એટલે ત્યાં ભોળા, સરળ લોકો વસે’- એવી છબી સૌનાં મનમાં હોય, પણ દરેક છબીની બીજી બાજુય હોયને?
થોડાં વરસ અગાઉ, બિહારના બેતિયા જિલ્લામાં એક છોકરીએ એના પ્રેમીએ સાથે ‘પાવરફુલ’ નહીં ‘પાવર–કટ’ પ્લાન બનાવેલો. છોકરી, પ્રેમીને શિખવાડતી કે લાઈટ ઉડાડી દેવા માટે ટ્રાન્સફોર્મરમાં શું કરવું પડે– જેથી આખા ગામમાં બધે જ અંધારું! પછી તો પાગલ પ્રેમી, રોજ રાતે ગામમાં વીજળી કાપીને છોકરીને ત્યાં ચોરીછૂપી અંધારું ઓઢીને લફરાંલીલા કરતો.
મુસીબત ત્યારે થઇ કે ગામમાં રોજ અંધારું થવાથી ચોર લોકો ફાયદો ઉઠાવવા માંડ્યા. હવે ચોરોને પકડવા ગામવાળાઓએ પ્લાન બનાવ્યો પણ એમાં ચોરને બદલે ચોરીચોરી ચાહત કરતા આ ‘પાવર–કટવાળાં ‘પ્રેમીપંખીડાંઓ પકડાઇ ગયા! સદીઓથી પ્રેમમાં-લગ્નમાં બેવફાઇથી આઘાત આપતી, તેજાબી આકર્ષણની કાતિલાના કામકથાઓ બનતી જ રહે છે.
હમણાં ભોપાલમાં પુરુષો સાથે પરણીને છેતરનારી નારી ઉર્ફે ‘લુંટેરી દુલ્હન’ પકડાઇ! થયું એવું કે અનુરાધા નામની 23 વર્ષની કન્યા, સવાઈ માધોપુરના વિષ્ણુ શર્માને કોઇ પપ્પુ નામના ‘વિવાહ–એજન્ટ’ દ્વારા ભટકાઇ ગઇ અને લોકલ–કોર્ટમાં લગ્ન થયાં. હંમેશ મુજબના પરફેક્ટ પ્લાન અનુસાર, અનુરાધાની ગેંગના લોકો લગ્નના પાંચ-સાત દિવસમાં રાતે એને લઇ જવા આવ્યા. પણ આ વખતે અનુરાધાને નવા પતિ વિષ્ણુને ચકમો આપવામાં વાર લાગી, કારણ કે વિષ્ણુની ખાણીપીણીની લારી હતી એટલે રાતે મોડો આવે ને પછી અડધી રાત સુધી ટી. વી. જોતો જાગતો રહેતો.
એક રાતે અનુરાધાએ જમવામાં ઊંઘની દવા મેળવીને ઘરના બધા લોકોને બેહોશ કરી મૂક્યા. સવારે સૌએ જાગીને જોયું તો ઘરેણાં, પૈસા અને સૌના મોબાઇલ ફોન–ચાર્જર વગેરે લઈને અનુરાધા અંતર્ધ્યાન થઇ ગયેલી. પોલીસ તપાસમાં ખબર પડી કે અનુરાધા ભોપાલમાં કશેક છે પણ એણે કોર્ટમાં જે સરનામું આપેલું એ તો નકલી હતું.
પોલીસે અનુરાધાને પકડવા એક ફિલ્મી–પ્લાન બનાવ્યો: એક કોન્સ્ટેબલને મુરતિયો બનાવી લગ્ન માટે વિવાહ–એજન્ટ પાસે ગયા. આખરે એજન્ટ, અનુરાધાનો ફોટો લઈને આવ્યો. તપાસમાં ખબર પડી કે અનુરાધા, અઠવાડિયા પહેલાં જ લેટેસ્ટ લગ્ન કરીને ભોપાલ પાસે કાલાપીપલમાં, ગબ્બર નામનાં ન્યૂ–બ્રાન્ડ વર સાથે રહે છે!
અનુરાધા અને એની ગેંગના માણસો ગબ્બરને પણ છેતરીને લૂંટવાનો પ્લાન બનાવી જ રહ્યા હતા ત્યાં તો પોલીસે સૌને પકડી પાડ્યા… અને ત્યારે ખબર પડી કે અનુરાધાએ એક નહીં, બે નહીં પણ 25–25 પુરુષોને છેતરીને સિલ્વર જ્યુબિલી ઊજવેલી!
માટે હે દિલફેંક પુરુષો- ‘સાવધાન, નજર હટી તો દુર્ઘટના ઘટી ’… હસીનાઓને હસીને જોતાં પહેલાં મનમાં 108 વાર આ મંત્ર બોલજો.
ઈવ: બધા પુરુષો બેવફા હોય છે.
આદમ: ઓકે. આજથી હું પુરુષ નથી, જા. }
મધુરિમા ન્યૂઝ:ડુંગરપુરની મિની મહિલા બેંક સ્ત્રી સશક્તિકરણની મિસાલ બની
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/dungarpurs-mini-womens-bank-becomes-an-example-of-women-empowerment-135348017.html

લજ્જા દવે પંડ્યા ડુંગરપુરની મિની મહિલા બેંક સ્ત્રી સશક્તિકરણની મિસાલ બની ડુંગરપુર જિલ્લાના એક આદિવાસી ગામ બરબોદનિયામાં ચાલતી એક મહિલા બેંક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની છે. આ બેંકમાં કેશિયર, મેનેજર અને અધ્યક્ષ સુધીના તમામ પદો પર મહિલાઓ છે. તમામ ખાતા ધારકો પણ મહિલાઓ જ છે. પુરુષોનું તો આ બેંકમાં ખાતું પણ ખોલવામાં આવતું નથી. 2002માં બે સ્થાનિક મહિલાઓએ આસપાસની મહિલાઓને બચત કરવા, આર્થિક રીતે સશક્ત કરવા માટે નાના પાયે એક સંસ્થાની શરૂઆત કરી હતી. જે હવે બેંકનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
સાદા મકાનમાં કોઈ મોટી ડીગ્રીઓ લીધા વગરની મહિલા કર્મચારીઓથી ચલાવતી આ બેંકમાં આજે 1700થી વધુ ખાતેદારો છે. આ બેંકે અત્યાર સુધી 213 મહિલાઓને 40 લાખથી વધુની લોન આપી છે, જેમાં એક પણ ડિફોલ્ટર નથી. બેંક દર મહિને આશરે 20 લાખનું ટર્નઓવર કરે છે. આર્થિક રીતે સ્વતંત્ર બનવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ માટે ડુંગરપુરની આ બેંક એક ઉદાહરણ બની શકે તેમ છે. એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લ બાદ હવે આંધ્રની જાહ્નવી 2029માં સ્પેસમાં જશે સા તરફથી અવકાશમાં જઈ એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લએ ‘નમસ્તે’નો મેસેજ કરી આખા દેશને ગૌરવ અપાવ્યું છે. ત્યારે વધુ એક ભારતીય અવકાશની સફરે જવા સજ્જ થઈ રહી છે. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાની જાહ્નવી ડાંગેતી 2029માં અવકાશયાત્રા પર જશે. જાહ્નવીને 2025ના ટાઇટન્સ સ્પેસ એસ્ટ્રોનોટ ક્લાસમાં અવકાશયાત્રી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. હવે તે 2029માં અવકાશમાં મોકલવામાં આવનારા ટાઇટન્સ સ્પેસના પ્રારંભિક ઓર્બિટલ મિશનમાં ભાગ લઈ શકશે.
ટાઇટન્સ સ્પેસની આ અવકાશ યાત્રા પાંચ કલાક ચાલશે અને પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે. આ મિશનનું નેતૃત્વ નાસાના અનુભવી અવકાશયાત્રી વિલિયમ મેકઆર્થર જુનિયર કરશે, જે હવે ટાઇટન્સ સ્પેસના મુખ્ય અવકાશયાત્રી છે. આ માટે 2026થી ત્રણ વરસ માટે જાહ્નવી યુએસમાં સઘન અવકાશયાત્રી તાલીમ લેશે. જેમાં તે ફ્લાઈટ સિમ્યુલેશન, સર્વાઇવલ ટ્રેનિંગ લેશે તથા મેડિકલ અને સાયકોલોજિકલ રીતે પોતાને તૈયાર કરશે. 101 વર્ષના દાદીએ બ્રેસ્ટ કેન્સરને હરાવ્યું, પરિવાર સાથે જન્મ દિવસ ઉજવ્યો અમેરિકાના ઈલીનીઓસમાં રહેતા લેન હોર્વિચ નામના દાદીએ 101ની ઉંમરે બ્રેસ્ટ કેન્સરને માત આપી છે. એક દિવસ નાઇટ ગાઉન પહેરતી વખતે તેમને ગાંઠ દેખાઈ હતી. પૌત્રીની મદદથી મેમોગ્રામ કરાવતા તેમને 100 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ ઉંમરે સામાન્ય રીતે વડીલો ગંભીર બીમારીનું નિદાન થાય તો ગભરાઈ જતા હોય છે અને જીવવાની આશા છોડી દેતા હોય છે પણ હોર્વિચે કેન્સર સામે હાર ન માની અને ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું.
હાર્ટએટેક અને પેરાલિસિસનું જોખમ હોવા છતાં તેમની સર્જરી કરવામાં આવી જે સફળ રહી. અને અંતે 101 વર્ષની જૈફ વયે આ દાદી કેન્સરમુક્ત થયા. આ સારવારની સફળતાનો શ્રેય જો કે હોર્વિચે પોતાની એક્ટિવ જીવનશૈલીને આપ્યો છે. 92 વર્ષની ઉંમર સુધી તો તેઓ નિયમિતપણે ટેનિસ રમતા હતા. પુસ્તકો વાંચવા, પત્તા રમવા જેવી પોતાને ગમતી પ્રવૃત્તિઓ તેમણે ચાલુ રાખી હતી. કેન્સર મુક્ત થયા બાદ તેમણે પરિવાર સાથે પોતાનો 101મો જન્મ દિવસ ઉજવ્યો હતો. પીએચ.ડી. કરનારી પ્રથમ ટ્રાન્સજેન્ડરને આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી ટ્રાન્સજેન્ડર લોકોને સમાજ દ્વારા તરછોડી દેવામાં આવતા હોય છે. પરિણામે તેમને અનેક શારીરિક માનસિક અત્યાચારનો ભોગ બનવું પડે છે. પણ શિક્ષણથી પરિસ્થિતિ બદલાઈ શકે છે અને તામિલનાડુની એન જેન્સી નામની ટ્રાન્સજેન્ડર મહિલા તેનું ઉદાહરણ છે. એન જેન્સી પીએચડી પૂર્ણ કરી ચેન્નાઈની લોયોલા કોલેજમાં અંગ્રેજી વિભાગમાં સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની છે.
તિરુત્તાની નામના નાનકડા ગામથી ચેન્નાઈની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રોફેસર બનવા સુધીની જેન્સીની સફરમાં અનેક પડકાર આવ્યા પણ જેન્સીએ હાર ન માની. જેન્સીએ અંડરગ્રેજ્યુએટ અને માસ્ટર ડીગ્રી એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પ્રતિભા વ્યક્તિના લિંગને નહી પણ તેના પ્રયત્નો અને પેશનને ઓળખે છે તે વાત જેન્સીએ ફરી સાબિત કરી છે.
ફેશન:ફ્રોકમાં વરસાદી લુક ગ્લેમરસ કુલ!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/rainy-look-in-frock-is-glamorous-cool-135345921.html

વરસાદ આવે એટલે ફેશનમાં પણ બદલાવ જરૂરી બની જાય છે. એક તરફ કમ્ફર્ટ જરૂરી છે અને બીજી તરફ સ્ટાઇલનો તડકો પણ હોવો જોઈએ. આવા મોસમમાં ફેન્સી ફ્રોક્સ એ પરફેક્ટ ચોઇસ સાબિત થાય છે, જે લુકને ગ્લેમરસ બનાવે છે, પહેરવામાં હળવા અને આરામદાયક હોય છે અને સાથે ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. લાઈટ પહેરીને પણ લાઈમલાઈટમાં રહેવા માટેનો સ્ટાઇલિશ વિકલ્પ એટલે ફ્રોક.
આજકાલ જુદા-જુદા કપડાંમાંથી બનેલી શોર્ટ ફ્રોક ખૂબ જ ફેશનમાં છે. શિફોન, જયોર્જટ, નાયલોન અને લાઇટ કોટન જેવા વોટર-ફ્રેન્ડલી ફેબ્રિક્સ વરસાદમાં પહેરવા માટે સારા રહે છે. આ સીઝનમાં લાઈટ પેસ્ટલ શેડ્સ, પિંક, બ્લૂ, પીચ કે મિન્ટ ગ્રીન જેવા રંગો ખૂબ જ સરસ લાગે છે. તે દેખાવને કુલ અને રિફ્રેશિંગ બનાવે છે.
સાથે થોડો સ્પાર્ક ઉમેરવો હોય તો સિક્વન્સવાળું ફ્રોક પણ સારી પસંદગી છે. ઓફ શોલ્ડર, રફલ અને બેલ્ટેડ ફ્રોક લુકમાં વધારે એલીગન્સ લાવે છે. શોર્ટ ફ્રોક : ગોઠણ સુધીની આ ફ્રોક ખાસ યુવતીઓમાં ફેમસ છે. સીધી અને ફ્લોવી કટવાળી આ ફ્રોક હળવી હોય છે અને વરસાદમાં ભીંજાઈને પણ ભારે લાગતી નથી. ફ્લોરલ, બટનવાળી કે રફલ જેવી ડિઝાઈન દેખાવમાં નજાકત લાવે છે.
🔹 ની-લેન્થ ફ્રોક : ગોઠણથી થોડી નીચે લંબાઈવાળી ની લેન્થ ફ્રોક્સ ઓફિસથી લઇને ડેઈલી વેર માટે સુંદર વિકલ્પ છે. આમાં બેલ્ટેડ, ફ્લેર અને એ-લાઇન ડિઝાઈન વધુ લોકપ્રિય છે.
🔹 પ્રિન્ટેડ ફ્રોક : ફુલ, બટરફ્લાય, ટ્રોપિકલ પાંદડા કે જીઓમેટ્રિક પ્રિન્ટવાળી ફ્રોક ફ્રેશ અને યુથફુલ લાગે છે. આ પ્રિન્ટ ખાસ કરીને વરસાદી વાતાવરણમાં જીવંત દેખાવ આપે છે.
ફેબ્રિકની પસંદગી
જયોર્જટ અને શિફોન હળવા, ઝડપથી સૂકાઈ જાય અને ફ્લોવી દેખાય. આવા ફેબ્રિક શરીરને વળગીને નથી રહેતા આથી વરસાદમાં ભીંજાય જાય તો પણ કોઈ ઉપ્સ મોમેન્ટનો સામનો નહીં કરવો પડે. પોલિએસ્ટર અને નાયલોન વોટર રેપેલન્ટ હોય છે, એટલે પાણી ઓછું શોષે પણ પાણીને ટકવા પણ ન દે. આ મટીરિયલ ભીંજાય જાય તો પણ તેના પરથી પાણી ખરી જાય. લાઇટ કોટન સામાન્ય વરસાદ માટે આરામદાયક વિકલ્પ બની રહે. બોડી ફ્રેન્ડલી હોવાથી તાજગીસભર લાગણી આપે.
વરસાદમાં કેમ રહે ફ્રોક્સ કમફર્ટેબલ?
ટૂંકી લંબાઈ હોવાથી કાદવ-કીચડ વગેરે લાગવાની સંભાવના ઓછી
સૂકાવામાં સરળ અને ભીંજાઈ ગયા પછી શરીર પર ઓછી ભારે લાગે, વોટરફ્રેન્ડલી ફેબ્રિકસના કારણે ત્વચા પર વળગેલું ન રહે, મૂવમેન્ટ સરળ બને છે. વરસાદી રસ્તાઓ પર ચાલવામાં સરળ રહે, ટૂંકા સમય માટે બહાર જવું હોય ત્યારે પહેરવા માટે સૌથી સરળ ઓપ્શન.
સ્ટાઇલિંગ ટિપ્સ
ફ્રોક સાથે વોટરપ્રૂફ સેન્ડલ કે રબર શૂઝ પેર કરો, નાના સ્લિંગ બેગ કે હેન્ડી રેઈન પાઉચ પણ લુકમાં ચાર ચાંદ લગાવે, હળવી જ્વેલરી કે એક સ્ટેટમેન્ટ એરિંગ્સ પણ સુંદર લાગશે, વોટરપ્રૂફ બેગ અને સ્માર્ટ એસેસરી સાથે લૂકને બેલેન્સ કરો.
તો, આ વરસાદી માહોલમાં ફેશનને ન થવા દેશો તમારાથી દૂર. આજે જ તમારા વોર્ડરોબમાં ફેન્સી ફ્રોક ઉમેરો. જે તમારાં લુકને આકર્ષક પણ બનાવશે અને કમફર્ટ પણ!
ઉત્તર : અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજની પેઢી સોશિયલ મીડિયાને વધારે મહત્ત્વ આપે છે. જોકે તમારા જણાવ્યા મુજબ તમારી દીકરી જો સતત સોશિયલ મીડિયા પર જ એક્ટિવ રહેતી હોય અને એના મિત્રવર્તુળમાં પુરુષમિત્રોની સંખ્યા વધારે હોય તો એના પ્રત્યે થોડું કડક વલણ અપનાવવું જરૂરી છે. તમે એને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો સમય નિશ્ચિત કરી દો. કમ્પ્યુટર અથવા મોબાઇલમાં ઇન્ટરનેટ સાવ બંધ કરી દો. વળી, એના મિત્રો કેવા છે, તે વિશે પણ પૂરતી જાણકારી મેળવો અને જરૂર લાગે તો તેમની સાથે મિત્રતાની સ્પષ્ટ શબ્દોમાં ના કહી દો. આ બાબતમાં તમે જ્યાં સુધી કડક વલણ નહીં અપનાવો, ત્યાં સુધી તમારી દીકરીની આદત છૂટશે નહીં.
પ્રશ્ન : હું એક છોકરા સાથે છેલ્લાં ચાર વર્ષથી રિલેશનશિપમાં છું. અમે લગ્ન કરવા માગીએ છીએ પણ મારો પરિવાર એ માટે તૈયાર નથી કારણ કે અમારી જ્ઞાતિ જુદી છે. મારા ભાઈનો સંબંધ હતો ત્યારે મારી મમ્મી તેને સપોર્ટ કરતી હતી પણ મારા માટે તૈયાર નથી. મારી પાસે બે વિકલ્પ છે. હું ભાગીને લગ્ન કરી લઉં કે અમે એકબીજાને ભૂલી જઇએ, પણ હું એના વગર નથી રહી શકતી. અમારે શું કરવું જોઈએ?- એક યુવતી
ઉત્તર : તમે જેની સાથે ચાર વર્ષથી રીલેશનશિપમાં છો, તેની સાથે લગ્ન કરાવી આપવા માટે તમારાં મમ્મી ના કહે છે, જ્યારે તમારા ભાઇના સંબંધમાં એમણે સપોર્ટ કર્યો હતો. સૌથી પહેલી વાત તો એ જ કે હવેના જમાનામાં ભાઇને સપોર્ટ કરવો અને અલગ જ્ઞાતિમાં લગ્ન કરવા જેવી બાબતોને મહત્ત્વ આપવામાં આવતું નથી. તમારાં મમ્મીને વાત કરો, શાંતિથી સમજાવો અને તમારા પ્રેમીને પણ કહો કે એ પોતાનાં માતા-પિતાને વાત કરી તમારા પરિવાર પાસે તમારા હાથની માગણી કરે.
પ્રશ્ન : મારો દીકરો અત્યારે બારમા ધોરણમાં ભણે છે. એ અભ્યાસમાં ઠીકઠાક છે, પણ એનામાં બીજા કામકાજની હોશિયારી ઘણી છે. એ કંઇ પણ વસ્તુ ખરાબ થઇ ગઇ હોય, તો તરત રીપેર કરી નાખે છે, ક્યારેક ઘરમાં પંખો કે એ.સી. ન ચાલતાં હોય, તો તે પણ રીપેર કરે છે. મારે એને કયા ક્ષેત્રમાં આગળ વધારવો જોઇએ?
- એક પુરુષ
ઉત્તર : તમારો દીકરો અભ્યાસમાં ભલે વધારે હોશિયાર ન હોય, પણ એનામાં જો આ રીતની અન્ય આવડત હોય, તો એને બારમા ધોરણ પછી આઇટીઆઇ કે ઇલેક્ટ્રિકલ સંબંધિત કોઇ કોર્સ કરાવી દો. એને જેમાં વધારે સમજ પડતી હોય એવો અભ્યાસક્રમ હશે, તો ચોક્કસપણે એ અભ્યાસમાં હોશિયાર થશે અને ભવિષ્યમાં પોતાની રીતે પગભર થઇ શકશે. તમે એને અભ્યાસ અંગે બીનજરૂરી રોકટોક ન કરશો. એને જેમાં રુચિ હોય તેમાં આગળ વધવા દો. પ્રશ્ન : મારી સગાઇ થયાને ચાર મહિના થયા છે. મારી ફિઆન્સી ઘણી વાર મને એવા મેસેજીસ મોકલે છે કે મને એવું લાગે છે કે એ વધારે પડતી ઉત્તેજના ધરાવે છે. અત્યારથી આ પ્રકારના મેસેજીસ મોકલે છે, તો લગ્ન પછી એ મારી પાસે કંઇકેટલીય અપેક્ષા રાખશે. કદાચ મારાથી એ અપેક્ષાઓ પૂરી ન થાય તો અમારું સહજીવન નિષ્ફળ નીવડશે એવી મને શંકા જાગે છે. યોગ્ય માર્ગદર્શન આપશો. - એક યુવાન
ઉત્તર : તમારી ફિઆન્સી ભલે તમને ગમે તેવા મેસેજીસ મોકલતી હોય, પણ જ્યાં સુધી તમે મક્કમ હશો ત્યાં સુધી આ બધી બાબતોની કોઇ અસર થશે નહીં. વળી, તમે પણ માત્ર મેસેજીસ પરથી એવું ધારી લો છો કે એ વધારે ઉત્તેજના ધરાવે છે એ પણ યોગ્ય નથી. બનવાજોગ છે કે એ આ રીતે તમારી ચકાસણી પણ કરતાં હોય. તમે ખોટા વિચારો કર્યા વિના શાંતિથી તમારાં લગ્ન થાય તેની રાહ જુઓ. લગ્ન પછી બધું બરાબર થઇ જશે. પ્રશ્ન : મને ઘણા સમયથી મારી સાથે કામ કરતી એક યુવતી ગમે છે. મેં એને એક-બે વાર મારા મનની વાત પણ જણાવી છે, પણ એના તરફથી મને કોઇ જવાબ મળ્યો નથી. એ દરેક બાબત મારી સાથે શેર કરે છે અને અમે એકબીજાની ખૂબ નજીક છીએ, તો પણ એ મારી લાગણીને કેમ સમજતી નહીં હોય? હું શું કરું?
- એક યુવાન
ઉત્તર : તમને જે યુવતી ગમે છે, તે તમારી સાથે પોતાની બધી વાત શેર કરતી હોય અને તમે બંને ગમે એટલા એકબીજાની નજીક હો, તો પણ જરૂરી નથી કે એ તમને પ્રેમ કરતી હોય. તમે ભલે એને તમારા મનની વાત જણાવી હોય, પણ બનવાજોગ છે કે એ તમને માત્ર એના મિત્ર જ સમજતી હોય અને બીજી કોઇ પ્રકારની લાગણી એના મનમાં ન હોય. તેથી તમને એ કંઇ જવાબ ન આપતી હોય. તમે એકતરફી લાગણીમાં ખેંચાયા વિના એની સાથે માત્ર મિત્રતા રાખો તો વધારે સારું રહેશે. પ્રશ્ન : અમારાં લગ્ન પહેલાં મારા પતિ એમની સેક્રેટરી સાથે સંબંધ ધરાવતા હતા. એ બંને ઘણી વાર હોટલમાં કે ટૂર પર સાથે જતાં હતાં. લગ્ન પછી મારા પતિએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું અને બીજા સેક્રેટરીને રાખી લીધા. તેમની પહેલી સેક્રેટરી હવે તેમના ફોટા અને વિડીયો બતાવીને તેમને બદનામ કરવાની ધમકી આપે છે. અમારે શું કરવું? - એક મહિલા
ઉત્તર : તમારાં લગ્ન પહેલાં તમારા પતિને જે કંઇ સંબંધ હતા તેના પર તેમણે લગ્ન પછી પૂર્ણવિરામ મૂકી દીધું અને એ સેક્રેટરીના સ્થાને બીજાને રાખી લીધા છે. આ કારણસર તેમની સેક્રેટરી અકળાઇ હોય કેમ કે એના માટે તો બધા મોજશોખ બંધ થઇ ગયા. આથી એ કદાચ તમારા પતિ પાસેથી પૈસા પડાવવા ઇચ્છતી હોય અને તેથી તેમને ફોટા કે વિડીયો માટે બદનામ કરવાની ધમકી આપતી હોય. ચિંતા કરવાની જરૂર નથી. એ કંઇ નહીં કરે કેમ કે જે કંઇ બન્યું હતું એ એની સંમતિથી થયું હતું. સારી વાત એ પણ છે કે પતિએ તમારી સાથે ખુલ્લા દિલે દરેક વાત શેર કરી. એક પત્ની તરીકે તમે પતિની પડખે ઊભા રહો. તેની સાથે કડક શબ્દમાં વાત કરો અને કહો કે જરૂર લાગશે તો કાનૂની પગલા લેતા પણ અચકાશો નહીં, બદનામીનો ડર એને પણ વધુ હોય. તે તમને ડરાવી રહી છે. પ્રશ્ન : મારા ભાઇનો એક મિત્ર મને ખૂબ ગમે છે. એ મારાથી ત્રણ વર્ષ નાનો છે, પણ મને એના માટે અનહદ લાગણી છે. મેં મારા ભાઇને એના વિશે વાત કરી, તો મારા ભાઇએ એની સાથેની મિત્રતા તોડી નાખી. હવે હું એને જોઇ પણ શકતી નથી. હું શું કરું? - એક યુવતી
ઉત્તર : તમને તમારા ભાઇનો મિત્ર પસંદ છે, એ તમારાથી નાનો હોય તેનાથી કંઇ ફરક નથી પડતો. સમસ્યા એ છે કે તમારા ભાઇએ એની સાથેની મિત્રતા તોડી નાખી તેથી તમે હવે એ યુવાનને મળી કે જોઇ શકતા નથી. તમે આ અંગે તમારાં માતા-પિતાને વાત કરો. જોકે ઉંમરને આ બાબત સાથે કંઇ લાગતું-વળગતું નથી. તમારાં માતા-પિતાને વાત કરશો, તો તેઓ તમને જરૂર એ યુવાન સાથે સંબંધ ગોઠવી આપવામાં મદદ કરશે. પ્રશ્ન : મારી સાથે એક યુવતી છે, જેને મારું કામ હોય ત્યારે મારી સાથે ખૂબ સારી રીતે વર્તે છે, મારા માટે નાસ્તો લાવે, પ્રેમથી વાતો કરે, પણ એનું કામ થઇ જાય પછી એ જાણે મને ઓળખતી જ ન હોય એવો વ્યવહાર કરે છે. મને એનું આવું વર્તન જોઇ દુ:ખ થાય છે. હું શું કરું?
- એક યુવતી
ઉત્તર : તમારી સહકર્મી યુવતી જો તમારી સાથે જરૂર પૂરતી અને ખાસ કરીને કામ પૂરતી જ તમારી સાથે વાતચીત કરતી હોય, તમારા માટે નાસ્તો લાવતી હોય તો તમારે જ સમજવાની જરૂર છે કે એ યુવતી માત્ર પોતાના સ્વાર્થ માટેથી આ બધું કરે છે. આવી સ્વાર્થી યુવતીઓ માટે દુ:ખી થવાનું છોડી દો અને તમારા કામ સાથે નિસ્બત રાખો. એ યુવતી તમારા માટે કંઇ પણ લઇને આવે તો પણ પ્રેમથી એને ના કહી દો અને વધારે પડતી નિકટતા પણ ન દાખવો. એને પણ ખ્યાલ આવી જશે કે એના સ્વાર્થી વર્તનની તમને જાણ થઇ ગઇ છે.
જોબન છલકે:નસીબના ખેલ ન્યારા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/games-of-chance-135347991.html

શેફાલી પંડ્યા ‘અમી’ અમૃતા હમણાં-હમણાંથી કંઇક અલગ જ મૂડમાં જણાતી હતી. પહેલાં તો અમૃતા એકદમ ગંભીરતાથી કામમાં જ વ્યસ્ત જોવા મળે. કોઇની સાથે વાતચીત કરવાની થાય, તો પણ જરૂર પૂરતી વાત કરીને કામમાં લાગી જાય. એ અમૃતા આજકાલ ક્યારેક કોઇ રોમેન્ટિક ગીત ગણગણતી હોય, તો ક્યારેક સેલફોન પર લાંબી લાંબી વાતો કરતી હોય. અરે! લંચ-અવરમાં પણ એ હવે તો સાથીદારો સાથે શેરિંગ કરતી થઇ ગઇ હતી.
એનું આવું બદલાયેલું વર્તન જોઇ સ્ટાફમાં ઘણાને નવાઇ લાગતી અને કેટલાક જાતજાતની અટકળો કરતા, ‘ચોક્કસ કોઇક છોકરો મળી ગયો લાગે છે, નહીંતર આ મૂંજી આટલી બદલાયેલી ન હોય.’ તો કોઇ કહેતું, ‘ના યાર, કદાચ બીજી સારી જોબ મળી હોવી જોઇએ.’ કોઇ કહેતું, ‘અરે તમે લોકો નહીં સમજો. આ અમૃતા એક નંબરનો નૌટંકી યુવતી છે. એનું મન સહેલાઇથી કળી ન શકાય.’ આમ, આ બધી વાતોમાં અમૃતા તો પોતાની રીતે કામ કરતી રહેતી હતી.
એક દિવસ અમૃતા ઓફિસે ન આવી. એકાદ દિવસની રજા હોય તો કોઇને ખાસ ચિંતા ન થાય કે કેમ ગેરહાજર છે? પણ અમૃતા તો એ પછી પણ અઠવાડિયાં સુધી ઓફિસે આવી નહીં! ન તો એનાં તરફથી કોઇ સમાચાર આવ્યા. બધાં ફરી વિચાર કરવા લાગ્યા કે આખરે અમૃતા ક્યાં ગાયબ થઇ?
પંદર દિવસ વીત્યા અને અમૃતા ઓફિસે આવી. છેલ્લે જે અમૃતાને બધાએ મોજથી ખુશખુશાલ રીતે કામ કરતી જોઇ હતી, તેનાં સ્થાને આજે ઓફિસે આવેલી અમૃતા સાવ અલગ જ સ્થિતિમાં હતી. ઉદાસ ચહેરો અને લાઇટ કલરનો ડ્રેસ પહેરી એ વ્હીલ-ચેરમાં બેસી ઓફિસે આવી. એને ઓફિસે લાવનાર કોઇ હેન્ડસમ યુવાન હતો. અમૃતાની ચહેરા પર આછી ઉદાસીની છાયા સાથે થોડો ગર્વ પણ વર્તાતો હતો.
અમૃતાને આવેલી જોઇ બધાં એની આસપાસ ભેગાં થયાં અને કેમ આટલા દિવસ નહોતી આવી, તે અંગે પૂછવા લાગ્યાં. તે સાથે એ વ્હીલ-ચેર પર બેસીને કેમ આવી તે અંગે પણ સવાલોની ઝડી વરસી રહી. અમૃતાએ સૌથી પહેલાં તો પોતાને ઓફિસે લાવનાર યુવાનનો પરિચય બધાં સાથે કરાવતાં કહ્યું, ‘આ મારા ફિઆન્સે છે, આકાર. અને આકાર, આ બધાં મારા સહકાર્યકરો…’ આકારે સૌની સાથે શેક-હેન્ડ કર્યા.
અમૃતા એના બોસને મળીને બહાર આવી, પછી સૌના આગ્રહથી એ આકાર સાથે કેન્ટીનમાં ગઇ. ત્યાં એણે પોતાની વાત રજૂ કરી, ‘આકાર સાથે મારી સગાઇ થયે એક મહિનો થવા આવ્યો છે. હું પંદર દિવસ પહેલાં ઘરે પાછી ફરતી હતી, ત્યારે મારી સ્કૂટી સ્લિપ થઇ ગઇ. મારા પગનું હાડકું ફ્રેક્ચર થઇ ગયું એટલે ડોક્ટરે મને દોઢ મહિનો આરામ કરવાનો કહ્યો છે. મેં બોસને જાણ કરી અને એમણે મારી રજા મંજૂર કરી દીધી, પણ ઘરમાં આખો દિવસ હું એકલી કંટાળી જાઉં છું.
આજે તો મને વિચાર આવ્યો કે તમને બધાંને મળવા આવું અને જો બોસ હા કહે તો વ્હીલ-ચેર પર ઓફિસે આવવાનું શરૂ કરી દઉં. બોસે મને મંજૂરી આપી દીધી છે…’ અમૃતાના અવાજમાં થોડી ભીનાશ હતી.
આકાર બોલ્યો, ‘તમે બધાં પણ અમૃતાનું ધ્યાન રાખજો. આમ તો ડોક્ટરનું કહેવું છે કે એને કંઇ તકલીફ નહીં પડે, પણ હા, એને કાયમ માટે હવે ક્લચીઝ લઇને ચાલવું પડશે. હમણાં તો હું જ એને વ્હીલ-ચેરમાં બેસાડી મારી કારમાં મૂકવા-લેવા આવીશ…’ આકાર બોલી રહ્યો, ત્યારે સ્ટાફનાં સૌએ કહ્યું, ‘તમે ચિંતા ન કરો. અમૃતાને અમેં અહીં કંઇ તકલીફ પડવા નહીં દઇએ.’ આકારે સૌનો આભાર માન્યો.
અમૃતા જ્યારે ઘરે જવા નીકળી, ત્યારે સ્ટાફના સૌ એને લિફ્ટ સુધી મૂકવા આવ્યા. એ વખતે અમૃતાએ કહ્યું, ‘અત્યાર સુધી મને ખ્યાલ જ નહોતો કે તમે સૌ અને આકાર મને આટલો બધો પ્રેમ કરો છો. સાચે જ હું ખૂબ નસીબદાર છું.’ એ પછી આકારે એને કારમાં બેસાડી અને કાર આગળ વધી ગઇ.
સેતુ:સ્માઇલ પ્લીઝ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/smile-please-135347988.html

લતા હિરાણી એક રખડેલ લાગતો છોકરો આવ્યો. એને એના માપનું ટીશર્ટ મળ્યું અને ફોટોગ્રાફરને સારું સ્માઇલ. પોટલામાં ભરેલાં જૂનાં કપડાં પૂરાં થયાં આપમેળે ને સહજતાથી ન ખીલતા લોક એ
દંભના દરિયા છલકતા લૈને ફરતા લોક એ
‘સ્મા​​​​​​​​​​​​​​ઈલ પ્લીઝ...’ અરીસામાં જોતાં કૃપા મેડમના કાનમાં રણઝણ્યું. ફિક્સ સ્માઇલ સાથે ફૂલ મીરરમાં મોટો ચાંદલો અને પીળી સાડીમાં એ સુંદર લાગતાં હતાં. એક માપસરનું સ્માઇલ એમના ચહેરા પર ચીપકાયેલું જ રહેતું. એમાં કોઈ ફેરફાર ન થાય. અચાનક ક્યાંક સાડીની કિનાર વળેલી દેખાઈ. એણે કંકુને બૂમ મારી.
‘તને કેટલી વાર કહ્યું છે કે મારી સાડીઓ પ્રેસમાંથી આવે પછી જોઈ લેવી.’
‘સોરી મેમ. જોઈ તો હતી પણ આટલું ધ્યાન બહાર રહ્યું. લાવો એટલામાં જરા પ્રેસ મારી દઉં.’
‘હવે ટાઈમ ક્યાં છે બદલવાનો? તારે ચીવટ રાખવી જોઈએ.’ કંકુ નીચી મુંડી કરીને ઊભી રહી.
‘હવે બાકીના કામ માટે કહેવું પડશે?’
કંકુ એકદમ સફાળી જાગી ગઈ હોય એમ એ દોડીને પર્સ લઈ આવી. મેડમની સાડી સાથે મેચિંગ સેન્ડલ કાઢ્યાં. ગોગલ્સ અને છત્રી ગાડીમાં મૂકી આવી. મોબાઇલમાં રિંગ વાગી. ‘હેલો, વાહ, ફાઇન. લહેર ક્લબ પણ જોડાય છે. એ લોકો કપડાં લાવે છે ને?’
‘ના મેડમ, જે ખર્ચ થશે એનો અડધો આપી દેશે. ફોટોગ્રાફર બોલાવ્યો છે, એ લોકોને નાસ્તો આપવાનો છે.... જોકે એ લોકોએ આપણે બધા ‘તૃપ્તિ’માં લંચ લેશું એમાં ભાગ આપવાની ના પાડી છે.’
‘બરાબર છે. પણ બધી ચોખવટ કોણે કરી? હશે, તમે કામ સારું કરો છો.’ કૃપા મે’મ ગાડીમાં ગોઠવાયા. ‘ડેકીમાં બધાં કપડાં આવી ગયા?’
‘જી મે’મ, બીજાં મૂકવા છે? હજી ઘણી જગ્યા છે. બે પોટલાં છે. એક પેલી બહેનોની સંસ્થાએ મોકલાવ્યું હતું અને એક આપણું.’
‘ના, ના. ભાઈ તમે ગાડી સ્ટાર્ટ કરો. આપણે પહોંચવામાં મોડું થશે.’
ગાડી નજીકના ગામે પહોંચી. સંસ્થાનાં બીજાં લોકો આવી ગયાં હતાં. ગામનાં લોકો હજુ આવ્યાં નહોતાં. ડ્રાઇવરને બોલાવવા મોકલ્યો. ખોબા જેવડું ગામ. તરત દસ-પંદર લોકો આવી ગયા. ડ્રાઇવર બોલ્યો, ‘હજી બીજાં આવે છે.’
‘ઓહ...’ તાપ બરાબર લાગતો હતો. કૃપા મેડમ અને બીજાં સભ્યો પોતપોતાની ગાડીમાં જ એસી ચાલુ રાખીને બેસી રહ્યા. થોડીવારમાં ચાલીસ-પચાસ લોકો થઈ ગયા. બધાં પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા. ગાડીમાંથી ઉતરતાં મેડમે ફોટોગ્રાફર આવી ગયો છે કે નહીં એ ચેક કરી લીધું. પેપર ડિશોમાં નાસ્તો કઢાયો, મેડમ અને બીજાઓના હાથે અપાયો. ફોટાઓ લેવાયા. ‘બેન મને... બેન મને...’ કરતાં એ ચીંથરેહાલ બાળકો અને મોટાંઓ વીંટળાઇ વળ્યા. ધક્કામુક્કીમાં કેટલાયની ડિશ હાથમાંથી પડી ગઈ. એમને ફરી અપાયું. એ બધા તડકામાં લાહ્ય જેવી ભોમ પર નીચે બેસીને ખાઈ રહ્યાં હતા. હજી કપડાં વહેંચવાના બાકી હતા.
ઘડીક હાશ કરતાં સૌ ફરી ગાડીમાં ગોઠવાયા. ડ્રાઈવર અને બીજા એકાદ-બે લોકો આ બધાં ખાઈને જતાં ન રહે એનું ધ્યાન રાખવામાં પડ્યા. કૃપા મેડમ અને સેક્રેટરી ગાડીમાં વાત કરતાં હતા. ‘આમાં ફોટા સારા ન આવ્યા હોય. બધાને લાઇનમાં રાખવાનું કહ્યું હતું પણ ખાવાનું જોઈ એકદમ એ બધા તૂટી પડ્યા.’
‘હા ભાઈ, આપણે સારા કામનો પ્રસાર કરવાનો છે. ફોટા તો સારા જોઈએ.’
‘મેમ હવે બે જણા કોઈ લાઇનમાંથી ખસે નહીં એનું ધ્યાન રાખશે અને એક-એકને બોલાવી કપડાં વહેંચશું.’
‘હા, અને ઝડપ કરવી પડશે. ગરમી વધતી જાય છે.’ નાસ્તાનો કાર્યક્રમ પૂરો થયો. આખા ટોળાંને દોડાદોડી નહીં કરવાની સૂચના અપાઈ.
કૃપા મે’મ ઊતર્યા. એકને ઈશારો થયો. એ અંદર ધસી ગયેલા પેટવાળો મજૂર આગળ આવ્યો. કૃપા મે’મ માપસરના સ્માઇલ સાથે હાથમાં ટીશર્ટ લઈને ઊભા હતા. ફોટોગ્રાફર અકળાયો, આ માણસ…. ‘ભાઈ આમ સામું જુઓ અને સ્માઇલ આપો.’
પેલો બાઘાની જેમ જોવા માંડ્યો. સ્માઇલ જેવું તો કશું એના ચહેરા પર આવ્યું નહીં. આપનારના હાથમાં રહેલા લાલ ટીશર્ટ પર એની નજર હતી. ફોટોગ્રાફરની સૂચના છતાં એને હસતાં ન જ આવડ્યું. એની આંખ પણ ઝીણી ને અંદર ધસેલી હતી!
બીજી બાઈ, બેઠી હતી ત્યાંથી જ હાથ લાંબો રાખીને દોડી. ‘મને હાડલો દ્યો ને બુન!’
‘સાડી તો નથી બહેન, પંજાબી જ છે બધાં. તારી દીકરીને આપજે.’
‘દીકરી કેદૂની મરી ગઈ બુન! હાડલો આલો તો કામ લાગે માડી!’
મેડમ થોડાં ખચકાયા. એમનું ફિક્સ સ્માઇલ માપથી જરા ઓછું થયું પણ ક્ષણભર જ. તરત બીજાને બોલાવવામાં આવ્યા. આવનાર એક બાળકી હતી. ફોટોગ્રાફરે બહુ હોંશથી એના તરફ કેમેરો ફોકસ કર્યો. એની ટબૂડી આંખો ખાલી કૂવા જેવી લાગતી હતી. એના હાથમાં દુપટ્ટો અપાયો. એ અસમંજસથી જોઈ રહી. ‘આનું શું કરવું!’ પણ એનું ગભરુપણું એ સવાલ ગળી ગયું. હાથમાં દુપટ્ટો લઈ નિરાશ પગલે એ પાછી વળી.
એક રખડેલ લાગતો છોકરો આવ્યો. એને એના માપનું જ ટીશર્ટ મળ્યું અને ફોટોગ્રાફરને સારું સ્માઇલ. બેય પોટલામાં ભરેલાં જૂનાં કપડાં પૂરાં થયાં. કામ પત્યું. થોડીક બાઈઓ સાડલા વગર નિરાશ થઈને ગઈ. બધા ‘તૃપ્તિ’ ભોજનથાળ તરફ નીકળ્યા.
કૃપા મેમ અને સેક્રેટરી ઘરે જઈને ફોટા જોવામાં પરોવાયા. સોએક જેટલા ફોટામાંથી વીસ પસંદ થયા કે જેમાં મેમનો ફોટો સરસ આવ્યો હતો. દાન લેનાર બધાનાં ફોટા ઠેકાણાં વગરના હતા...એક રઝળુને બાદ કરતાં... ‘આ ફોટા ફેસબુક પર અપલોડ કરી દઉં ને મેમ?’
‘એકવાર ફરી મને નજર કરવા દો.’ કહીને મેમે ફરી એકવાર ફોટા જોયા. બે કેન્સલ કર્યા અને પાંચ બીજા ઉમેર્યા પછી એમને હાશ થઈ.
‘ખર્ચ કેટલો આવ્યો છે?’
‘નાસ્તો, આપણું લંચ અને ફોટાના મળીને આઠ હજાર થયા છે મેમ.’
‘લહેર ક્લબ સાથે હિસાબ બરાબર કરજો અને મને જણાવજો. ખર્ચ પર ધ્યાન રાખવું પડે. સંસ્થા ચલાવવાની છે.’
‘જી મેમ. એમ તો આપણી ચાર ગાડી ગઈ. પેટ્રોલના ખર્ચ થયા ને!’ જોકે સેક્રેટરી મનમાં બોલ્યો, ‘તમારી ગાડી તો સંસ્થાના ખર્ચે જ ચાલે છે!’
‘રહેવા દો ભાઈ, આપણે સેવા કરવા બેઠા છીએ, હિસાબ કરવા નહીં.’
‘જી, મે’મ.’ મે’મે લખેલાં સુંદર પ્રેરણાત્મક લખાણ સાથે એણે ફોટા અપલોડ કર્યા. કૃપા મેડમ આ જોઈને રાજી થયા. હાશ, હવે નવો પ્રોજેકટ શોધવો પડશે. રાતે પરવારીને એમણે ફેસબુક ખોલ્યું, લગભગ 300 લાઈક્સ હતી અને દોઢસો લોકોએ અભિનંદન લખ્યા હતા. એમને હાશ થઈ. એમની નજર શોધતી હતી કે કોઈએ કૈંક સારું લખ્યું હોય તો સંસ્થાના મેગેઝિનમાં છાપી શકાય અને એવી એક કોમેન્ટ એમને મળી ગઈ... એમણે લખવા ડાયરી લીધી. પેલું માપસરનું સ્માઇલ ખાસ્સું મોટું થઈ ગયું...
2025/07/04 17:01:52
Back to Top
HTML Embed Code: