Telegram Web Link
https://youtu.be/HBSTFjIhWyA

રાજપુતાણીની અગ્નિપરીક્ષા

સ્વર : રાજભા ગઢવી

🎇🎇👸👸🎇🎇👸🎇👸🎇👸🎇
સુદામા નાં સ્વાગત કાજ, દોડ્યો દ્વારિકા નાથ,
બાળપણ નૉ સંગાથ, કૃષ્ણને સાંભરે કેહોદા.
પાતળ બદન ને પદમણી, કડ લગ લંબા કેશ,
ભેદુ મેકરણ ભણે, એવો સરવો સોરઠ દેશ,

ડણકે સાવજ ડુંગરે, હાકલવીર હમેશાં,
ભેદુ મેકરણ ભણે, સરવો સોરઠ દેશ,

મરજાદા પાલન મહા, પંડ ઢાંકણ પેરવેશ,
ભેદુ મેકરણ ભણે, સરવો સોરઠ દેશ,

ઉજળ પખાના આદમી, લોભ નહી લવવેશ,
ભેદુ મેકરણ ભણે, સરવો સોરઠ દેશ,

ગર ઘાટી ગરવો ધણી, નમણા ચારણ નેશ,
ભેદુ મેકરણ ભણે, સરવો સોરઠ દેશ,

મેયુ ગાયુ મલપતી, નારી નાજુક વેશ,
ભેદુ મેકરણ ભણે, સરવો સોરઠ દેશ,

-કવિ મેકરણ
દુહો દશમો વેદ
દિલ્લીનાં સુલ્તાન મહમદ તુઘલખ સામે વિર ચાંપરાજવાળા નું જેતપુર ના પાંચ પીપળા ગામે યુઘ્ઘ થયું હતું. વિર ચાંપરાજવાળા એ હરનાથ મહાદેવ ને શિષ અપણ કરી દુશ્મન સામે ઘસી ગયા. અને લાઠી સુધી સૈન્ય ને ખદેડયું. આ યુઘ્ઘ ઇ.સ.1292 માં થયું કહેવાય છે.

શંકર ને જડિયુ તહિ,માથું ખળામાંય;
તલ તલ અપછર તાય,જે જંઘ માચલે જો,
https://youtu.be/fAyOoZSDlCI

ભાઈબંધી (એક ગરીબ, એક અમીર)

સ્વર : માયાભાઈ આહીર

👌👏👌👏👌👏👌👏👌👏
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.
ઉંદર તણે આશરે, જેદિ મીંદડા થાય મેમાન,
તો ઉદર કુળ હેરાન, એવા સગા ના દેજો શામળા.
કાઠિયાવાડનો રોટલો કેવો હોય?

સાંભળો…

મંગલપુર ગામનો બાજરો હોય,
ધ્રાંગધ્રાના પાણી ઘંટી હોય,
દીધકિયા (સુરેન્દ્રનગર) ગામના કુંભારેબનાવેલી તાવડી હોય,
સૌરાષ્ટ્રની પટલાણીએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય. ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય,

પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય,

પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય,

કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય,

ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.

ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે "આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો".

આવો હોય કાઠિયાવાડનો રોટલો
શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા!
https://youtu.be/EcjgrzXAetc

દેશ નો ઉધ્ધાર...

સ્વર : રાજભા ગઢવી
ગધેડાને ગમે નહી કદી, ગંગાજલ નુ સ્નાન, ઈ ભગીરથ તણુ ભાન, સૌવને ન હોય શામળા.
https://youtu.be/IP_a1OIR0V8

નવલાખાય લોબડીયાળીયું...

સ્વર : મિતરાજ ગઢવી

👌🎼👌🎼👌🎼👌🎼👌🎼👌
મોતી ખોટા હોય તો, તોરણ કરી ટીંગાડીએ,
પણ મોજડી મોંઘી હોય, એને માઈંડે ન મુકાઈ માધવા.
https://youtu.be/1KRgjVpT03s

શુદ્ધ પ્રેમનો સત્ય પ્રસંગ...

સ્વર : રાજભા ગઢવી

👌🌷👌👌🌷🌷👌🌷👌🌷👌
ઝાંઝવા ખળખળ નથી વહેતાં કદી,
જાત મૂશળધાર હોવી જોઇએ.

હસ્તગત કંઇ હોય કે ના હોય,
પણ લાગણી ચિક્કાર હોવી જોઇએ.

મૃત્યુને પણ મારવી અઘરી પડે,
જિંદગી ખુંખાર હોવી જોઇએ...!!
જબરૂ જાનવર જગતનુ, ઈ હાથી પણ વશ થાય,
પણ મન ખીલે ન બંધાય, એક પલ માટે પણ પવલા.
વીર બહારવટિયા શ્રી રામબાપુ વાળા નું સપાખારું

સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા,
બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક,
જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે,
તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ॥૧॥

ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં,
પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર,
ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે,
પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. ॥૨॥

કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી,
ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર,
રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા,
ડણંકી મામલે શુરા કરે માર માર. ॥૩॥

હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા,
વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક,
ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં,
મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. ॥૪॥

બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ,
તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ,
લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી,
મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. ॥૫॥

હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી,
ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન,
બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી,
સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. ॥૬॥

લોઢે સાગરારા કેના પ્રથમીરા ધડા લાગા,
કોપ્યા કિરતાર કેના થાવા પ્રલેકાળ,
હલબલ્યા પ્રથી પીઠુ મેદાનીરા મળ્યા હોળા,
બધાં ટોળાં ઠોરે ઠોર કુંકાવ્યા બૈતાળ. ॥૭॥

લલક્યાં ગ્રિધાંણ ટોળાં ગળે વાને માસ લોળા,
ભભક્યાં ભેરવાં કાળાં લેવા બળી ભોગ,
રતિયાં ઝંઝાળ્યાં નાળાં સિંધુડે ભ્રેકુંડ રંગ્યા,
જાગ્યાં ઘણે દિ’એ લાગ્યા તોપુવાળા જોગ. ॥૮॥

ધડકયા પાતાળ શેષ થડકી લાગીયા ધકા
મરડયા કોરંભ પીઠ ઉથડીકયા જોર
થડકીયા જે ટાણે છેડા દિગપાળ થયા ફાળે
ચડી ચકડાળે ઢાળ મેદની ચહુકાર... (૯)

ધંધ લાગ્યા લંકાવાળા રામચંદ્ર જેમ ધાયા
કૌરવા પાંડવા જુદ્ધ મચાયા કિસાણ
પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા ફેર પાછાં
ગર્યુવાળા ભુખ્યા હતા જાગીયા ગ્રીધાણ.. (૧૦)

ઝરૂખે અટારી નારી ગોખલામાં લાગી જોવા
કંથા રહ્યા જીવતા કે હારી આવ્યા હામ
કુટે ભાખી ચૂડલાળી બોલે રોગી બાંગ કાળી
વિધવારી રૂવે હારી, એક ધારી વામ... (૧૧)

લાંધણી ઘણા દિ'હતી લાગી ખાગ ભ્રખ લેવા
કુંવારી ઉતરી પરી, વરેવાને કંથ
રૂઢમાળા વાળા માથા શંકરે પરોવ્યા રોગા
ગણીયાણ કહેવા લાગ્યા જુદ્ધવાળા ગંથ... (૧૨)

ધખ્યા કાઠીયારા જામ, ગામે ગામ દીધી ઢાળી
હાજા ખાળી બેઠા ભાળી, ફોજરા હે ઠાઠ
લખુદળા ભડાવાળા કરે નકો કોઈ લાળી,
પરજાળી દિયાટાળી, ગામડારા પાટ... (૧૩)

ગંગાજારા પડેધારા રગતાળા મચે ગારા
અષાઢારા મેઘવારા તેગ ધારા એમ
ધધુળ્યા ફોજરા રામ
રીંછવાળા જેમ ધર્યા
ઝબકે વીજળી ખાગ વાદળામાં જેમ... (૧૪)

વાળા નામ સાંભળેથી ગામડામાં ઢોલ વાગે
ફાળે લાગે નરાનારી,
પાડીયા વીફોમ
સૂવે નકો રાત બાધી બીબીજાયા કાદે સુખે
ઝાળા ફાળા તેને દખે
પોઢે નકો જોડ... (૧૫)

થૂલ પૃથ્વી રે માથે શૂરા આવા નકે થયા
કીયા વેર હડાહડ તેગરા કામેવ
ગંઠીચોર થયા બિયા ગતા બોળ નામ ગયા
રીયા જુગો જુગ વાળા ગોલણરા રામેવ... (૧૬)

🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

આ સપાખરૂ બિલખા દરબાર સમક્ષ રામબાપુ વાળા માટે કવિરાજ ગીગા બારોટે લખેલ છે......
https://youtu.be/xPZBZ0yDanU

સાચો વારસદાર કોણ ?

સ્વર : રાજભા ગઢવી

👌🎇👌🎇👌🎇👌🎇👌🎇👌
કાળજે કાળી વાઢ્ય, ત્હોય મોઢા મલકતાં હોઈ ;
(એનું) દિલ ભીત્તરનું દુઃખ, કોઈ ભેદુ જાણે ભૂધરા :

ભાવાર્થ :-

મનમાં હળાહળ દુઃખ ભર્યું હોઈ છતાં એનું મુખ હસતું હોઈ. એના દિલનું દુઃખ કોઈક સાચો મિત્રજ જાણે છે. મનમાં ગમે તેટલું દુઃખ હોઈ પણ તે બીજાને કળાવા દિયે નહિ, એજ સાચો શૂરવીર કહેવાય.
પગ એક પાંગળો, અધર ભડાકો એક,
(તોય) ઠાવકી મારી ઠેક, તે રણને ટાણે રામડા !
https://youtu.be/MZ0Mf2N3_K0

પૃથ્વીરાજ vs મહમ્મદ ઘોરીનું યુદ્ધ

સ્વર : દેવાયતભાઈ ખવડ

👏👏👏👏👏👏
2025/09/10 15:26:50
Back to Top
HTML Embed Code: